ખોરાકની શુધ્ધતા માટે મહત્વની બાબત તમે તમે શું ખાઓ છો તેના પરથી નક્કી થાય છે. જો તમને ખાધ્યપદાર્થમાં કોઈ શંકાશીલ ભેળસેળ લાગે તો તરત જ તમારી નજીકના વિસ્તારના સિવિલ સર્જનને રિપોર્ટ કરો. હમેશા બ્રાન્ડેડ અને સારા પેકિંગવાળા પદાર્થો ખરીદવા જોઈએ. જો કે તેનાથી ખર્ચ વધુ થાય છે, પરંતુ તેમાં ભેળસેળની શક્યતા નહિવત હોય છે. આજકાલ ખાધ્યપદાર્થ સાથે સંકળાયેલ વેપારીઓએ પોતાના નૈતિક મૂલ્યો ગુમાવેલ છે. તે ધ્યાને લઈ ભેળસેળ અંગેની જાગૃતિ માટે કેટલીક સામાન્ય વિગતો અત્રે દર્શાવેલ છે.
જો આવા કૃત્રિમ દૂધમાથી પનીર અને ખોયા બનાવાય અને તેનો ઉપયોગ મીઠાઇ કે નાસ્તા બનાવવામાં હલવાઈ દ્વારા થાય તો તેવી બનાવટો ખાનારની તંદુરસ્તી ઉપર ગંભીર અસર કરે છે. કેટલીક વાર મોંઘા દૂધના પાઉડરની સાથે સસ્તો સોપસ્ટોન પાઉડર પણ ભેળવવામાં આવે છે.
ક્રમ |
લક્ષણ |
કૃત્રિમ દૂધ |
કુદરતી દુધ |
(૧) |
સ્વાદ |
ઘણો કડવો |
સ્વાદુ, રોચક |
(૨) |
રંગ |
સફેદ |
સફેદ |
(૩) |
પી. એચ. |
૯.૦ થી ૧૦.૫ |
૬.૬ થી ૬.૮ |
(૪) |
બાંધો |
બે આંગળી વચ્ચે ઘસતા સાબુવાળું લાગે |
સાબુવાળું લાગે નહીં |
(૫) |
ગંધ |
સાબુવાળા દૂધને ઉકાળતા સ્પષ્ટ ગંધ આવે |
દુધ જેવી |
(૬) |
યુરિયા ટેસ્ટ |
પોજીટીવ |
કુદરતી હોવાને લીધે અસ્પષ્ટ બતાવે |
ઉપરોક્ત વિગતો ધ્યાનમાં લઈ રંગની ભેળસેળથી બચવા માટે પેક કરેલ અને સીલ કરેલા આઈ.એસ.આઈ. કે એગમાર્કવાળો ખોરાક ખરીદવો જોઈએ.
ક્રમ |
પદાર્થ |
ભેળસેળ |
ચકાસણી |
૧. |
ચાની ભૂકી |
ચાના પાનને સુક્વી, દળી, કૃત્રિમ રંગ કરેલ હોય. |
ભીના પેપર ની સપાટી પર મુક્તા પીળા, ગુલાબી કે લાલ રંગના ડાઘા જોવા મળે તો તેમાં કૃત્રિમ રંગ ઉમેરેલ છે. |
૨. |
કઠોળ અને દાળ |
પૉલિશ માટે કોલટાર ડાય |
કઠોળમાં ઉકળતું પાણી નાખી હલાવતા પાણી રંગવાળું બને છે. |
૩. |
ખાધતેલ |
તીવ્ર ઝેરી |
હાઈડ્રોક્લોરિક એસિડમાં ફેરિક ઓઇલ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરતા લાલાશ કે કથ્થાય રંગ દેખાય છે. |
૪. |
જીરૂ |
ઘાસના બી જેને ચારકોલ ડસ્ટથી રંગ કરેલ હોય છે. |
હાથ પર ઘસતા આંગળીઓ કાળી થાય છે. |
૫. |
ધાણાનો પાવડર |
ઘોડાની લાડ અને લાકડાનો પાવડર ભેળવેલ હોય છે. |
સાવચેતીરૂપે આખા ધાણા ખરીદી ઘેર પાવડર બનાવવો હિતાવહ છે. |
૬. |
હળદર |
૧) ઘઉં, ચોખા કે જુવારનો લોટ ૨) ટેલકમ પાવડર, ઇંટોનો ભૂકો, લેડ |
સાંદ્રિત હાયડ્રોક્લોરિક ઍસિડ હળદરના દ્રાવણમાં ઉમેરતા સાથે ગુલાબી રંગ આપે છે. જો હળદર એકલી હોય તો ગુલાબી રંગ મળતો નથી.
|
૭. |
મરચાની ભૂકકી |
લાકડાનો વહેર અને રંગ |
પાણી ભરેલા ગ્લાસમાં મરચું છાટતા લાકડાનો વહેર ઉપર તરશે અને પાણીમાં રંગ ઓગળશે. |
૮. |
હિંગ |
સુગંધિત અને રંગ કરેલ રેજિન કે ગુંદર |
શુદ્ધ હિંગને પાણીમાં ઓગાળતા દૂધિયું સફેદ દ્રાવણ મળે છે. |
૯. |
કેસર |
રંગ અને સુગંધિત કરેલ મકાઈનાં સૂકા તાંતણા |
કુદરતી કેસર કઠણ હોય છે. જયારે કુત્રિમ તાંતણા બરડ અને જલ્દીથી ભાંગી જાય છે. |
૧૦. |
રવો |
વજન વધારવા માટે લોહના રજકણો |
રવામાં લોહચુંબક ફેરવતા લોહના રજકણો ચોંટે છે. |
૧૧. |
ખાંડ |
વોશિંગ સોડા |
હાઈડ્રોક્લોરિક એસિડ સાથે ઉભરો આપે છે. |
૧૨. |
ગોળ |
મેટાનીલ યલો ગોળમાં |
હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરતા મેજેન્ટા રેડ રંગ આપે છે. |
૧૩. |
સાબુદાણા |
રેતી, ટેલ્કમ પાવડર |
મોંમાં મૂકતાં રેતી હોય તો કરકર લાગે છે. |
ગ્રાહક અદાલતો ગ્રાહકોને ખરાબ માલ સામે રંક્ષણ આપે છે. જો તમારી પાસે માલની ખરીદીનું બીલ હોય અને તેમાં તમોને ભેળસેળ મૂલમ પડે તો તમે ગ્રાહક અદાલતમાં ખોરાકનો નમૂનો અને ખરીદીના બિલની નકલ આપી તમે તેની સામે યોગ્ય નાણાકીય વળતર મેળવી શકો છો. સરકારી કાયદા અનુસાર કોઈપણ વેપારી કે દુકાનદાર ઝેરી અને ભેળસેળ વાળો ખોરાક કે માલ વેંચી શકે નહીં.
લેખક: શ્રી કમલેશ આર. જેઠવા (ગ્રાહક ન.-૫૨૧૧), શ્રી જગદીશ જે. ચાવડાએગ્રી. પ્રોસેસ ઈજનેરી વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટિ, ગોધરા-૩૮૯૦૦૧
પ્રકાશન: કૃષિ ગોવિદ્યા, એપ્રીલ-૧૬, વર્ષ-૬૮, અંક-૯, પેજ નં.: ૪૭-૪૯
કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020