অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સૌરઉર્જાના ખેતીમાં ઉપયોગો

સૌરઉર્જાના ખેતીમાં ઉપયોગો

આ યોજનામાં સોલર. ફોટોવોલ્ટિક પ્રણાલી દ્વારા નેટ મીટરીંગની મદદથી ઉત્પન્ન થતી વિજળીને ગ્રીડ સાથે જોડી શકાય છે અને સરકારશ્રી પાસેથી તેનું વળતર મેળવી શકાય છે. જે માટે સરકાર દ્વારા અલગ-અલગ સ્કીમો મૂકવામાં આવે છે. આ સ્કીમના નિયમો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે જેમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે આજના યુગમાં ઊર્જા એ ખોરાક પછી મનુષ્યની મહત્તમ જરૂરિયાત છે. આપણે જાણીએ છીએ કે યંત્રો ચલાવવા જોઈતી શક્તિ ખનીજ બળતણ આધારિત છે પરંતુ ખનીજ બળતણનો જથ્થો મર્યાદિત હોઈ લાંબા સમય સુધી ચાલી તેમ નથી. ઉપરાંત ખનીજ બળતણનો વપરાશ ખર્ચાળ, પ્રદૂષણ યુક્ત હોઈ બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત એ એક માત્ર વિકલ્પ છે. આપણો દેશ એમાંય ખાસ કરીને ગુજરાત રાજ્ય બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતમાં ખૂબ જ ભાગ્યશાળી છે અને દેશની કુલ ઊર્જાની જરૂરિયાત કરતા આ ઊર્જા અનેક ગણી ઉપલબ્ધ છે જેમાંની ૧૮.૫% ઊર્જા ફકત સૌર ઊર્જા દ્વારા મળી રહે છે. ભારતમાં ઊર્જાનો વપરાશ જુદા જુદા ક્ષેત્રો જેવા કે ઘરવપરાશ, કૃષિ, ઉદ્યોગ અને પરિવહન ક્ષેત્રે થાય છે. કૃષિમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત અને ખાસ કરીને સૌર ઊર્જાનો વપરાશ અસરકારક રીતે કરવામાં આવે તો ખેતીને ઓછી ખર્ચાળ, વધુ ઉપયોગી અને ગામડાઓને પ્રદૂષણ મુક્ત બનાવી શકાય.

ગ્રામ્ય સ્તરે કૃષિમાં સૌર ઊર્જાનો ઉપયોગ

આપણા રાજયમાં સૂર્યપ્રકાશ વાર્ષિક સરેરાશ ૮.૦થી ૯.૦કલાક ઉપલબ્ધ હોઈ પુષ્કળ (લગભગ ૬.૫ થી ૭.૦કિલો વોટ પ્રતિ ચો. મી. જેટલી) સૌર ઊર્જા મળી રહે છે. પરિણામે ગ્રામ્ય સ્તરે કૃષિ લક્ષી ઘણી કામગીરી હાથ ધરી શકાય, જેમાંની અમૂક અગત્યની કામગીરી જેવી કે,

  1. પિયત અને પીવાના પાણી માટે સોલર ફોટોવોલ્ટિક
  2. કૃષિ પેદાશની સૂકવણી માટે સોલાર ડ્રાયર
  3. જમીનની માવજત હેતુ સોઈલ સોલરાઈઝેશન
  4. શાકભાજી-ફળ પાકોના સંગ્રહ હેતુ સોલાર શીતગૃહ
  5. બીજની માવજત

આ ઉપરાંત સૂર્ય કૂકર, સૌર ફાનસ, સોલાર વોટર હીટર, સૌર શેરી બત્તી, હોમ  લાઈટ અને સોલાર પાવર પ્લાન્ટ ગૃહ વપરાશ માટે ઉપયોગી ગણી શકાય.

સોલર પમ્પ

  1. આ પ્રકારના પમ્પ સૂર્યપ્રકાશથી ચાલતા હોઈ વીજળી કે બળતણની જરૂરિયાત રહેતી નથી અને વીજળી ખર્ચનો બચાવ થાય છે.
  2. આ પમ્પનું આયુષ્ય લાંબુ, સંપૂર્ણ ભરોસાપાત્ર, મુશ્કેલી કે બળતણની જરૂરિયાત રહેતી નથી અને વીજળી ખર્ચનો બચાવ થાય છે.
  3. આ પમ્પનું આયુષ્ય લાંબુ, સંપૂર્ણ ભરોસાપાત્ર, મુશ્કેલી રહિત ઉપયોગ અને સારસંભાળમાં સરળ છે.
  4. કોઈપણ જાતના ઘોંઘાટ અને પ્રદૂષણ રહિત પ્રણાલી છે તેથી વાતાવરણ શુદ્ધ રાખવામાં મદદરૂપ થાય છે.
  5. દિવસ દરમ્યાન પિયતનું કામ સહેલાઈથી કરી શકતા હોઈ રાત્રીના વીજળી પર આધારિત રહેવું પડતું નથી.

સોલર પંપના પ્રકાર અને તેની કાર્યપદ્ધતિ :

સોલાર પમ્પની કાર્યપદ્ધતિ ઈલકેટ્રીક પમ્પની કાર્યપદ્ધતિ જેવી હોય છે પરંતુ ફક્ત આમાં ડી.સી. વિદ્યુત શક્તિ સોલાર સેલ દ્વારા ઉત્પન્ન થાય છે. આથી સોલર સેલ પર મહત્તમ સૂર્યપ્રકાશ આવે તે જરૂરી છે. તે માટે સોલર એરે પ્રણાલીને સૂર્યની દિશામાં રાખવી જરૂરી છે. આ સોલાર પદ્ધતિ ૧૦ વર્ષ પછી પણ તેની ક્ષમતાના ૯૦%ક્ષમતા સાથે કાર્યરત હોય તેવી કંપનીની વોરંટી મળતી હોય છે. સોલાર સેલથી મળતી વિદ્યુત શક્તિ ડી.સી. હોય એ.સી. પમ્પ ચલાવવા માટે ઈન્વરટરની જરૂરિયાત રહે છે. સોલાર પમ્પના મુખ્ય ભાગો અને તેના કાર્ય નીચે મુજબ છે.
  • સોલાર એરે: સોલાર પમ્પનો આ મુખ્ય ભાગ છે જેનાથી સૂર્યપ્રકાશનું વિદ્યુત શક્તિમાં સીધુ રૂપાતર થાય છે અને જેથી ડી.સી. વિદ્યુત શક્તિ મળે છે. આ સોલા એરે, એક થી વધુ સોલાર પેનલોને જોડી તેમજ સોલાર પેનલ ઘણા બધા સોલાર સેલને જોડી બનેલ હોય છે. જેટલા હો.પા. નો પંપ ચલાવવો હોય તે પ્રમાણે તેની વોટમાં સાઈઝ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧.૦ હો. પા.નો પમ્પ ચલાવવા માટે ૯૦૦ વોટની સોલાર એરેની જરૂરિયાત હોય છે.
  • મોટર પંપ સેટ બજારમાં સોલાર પંપ સેટ એ.સી. અથવા ડી.સી. એમ. બે પ્રકારે ઉપલબ્ધ છે.
  • સોલર ટ્રેકિંગ સિસ્ટમ સોલાર એરે જેના પર ગોઠવવામાં આવે છે તેને ટ્રેકિંગ સિસ્ટમ કહે છે જે માનવ સંચાલિત અથવા ઓટોમેટિક હોય છે જેથી સોલાર એરે ને સતત સૂર્યપ્રકાશની સન્મુખ રાખી શાય છે.
  • ઈલેકટ્રોનીકસ ભાગો જેવા કે મહત્તમ પાવર પોઈન્ટ ટ્રેકર, પમ્પ ચાલુ બંધ કરવા સ્વીચ, ડી.સી. મોટર માટે કન્ટ્રોલર અને મોટર પાણી વિના ચાલે નહિ તે માટે અને અકસ્માત ન સર્જાય તે માટેની સુરક્ષા સિસ્ટમનો સમાવેશ થાય છે.

સોલાર પંપની સાઈઝ અને તેની ગોઠવણી

બજારમાં સોલાર પમ્પ એ.સી. અને ડી.સી. એમ બે પ્રકારના ઉપલબ્ધ છે. પીવાના પાણી હેતુ ૧.૦ હો.પા.નો પંપ અને સિંચાઈ માટે ૩, ૫ અને ૭.૫ હો. પા.ના પંપ વધુ પ્રચલિત છે. આ સોલર પંપને ખૂલ્લા કૂવા, ખેત તલાવડી, નહેર, બોર કૂવા, વોંકળા વગેરે પર બેસાડી શકાય છે. આ માટે મોનો બ્લોક કે સબમર્સિબલ પંપ વાપરી શકાય છે. જ્યારે સોલર એરે ને ટ્રેકિંગ કરવાની ન હોય અને ફિક્સ રાખવાની હોય તો દક્ષિણ દિશામાં જે તે વિસ્તારના અક્ષાંશ રેખાંશ ખૂણે ઢાળવાળી ગોઠવવી જોઈએ. જો આ સોલાર એરે પ્રણાલી માનવ સંચાલિત હોય તો બપોર પહેલા પૂર્વ દિશામાં અને બપોર પછી પશ્ચિમ દિશામાં ફેરવવી જોઈએ.

સામાન્ય રીતે ૧૫૦ ફૂટ ઊંડાઈએથી ૩.૦, ૫.૦ અને ૭.૫ હો.પા. ના એ.સી. સોલાર પંપ દ્વારા પ્રતિ દિવસ અનુક્રમે ૬૦,000 લિ., ૧.૦ લાખ લિટર અને ૧.૫ લાખ લિ. પાણી મળી શકે છે જે કોઠામાં દર્શાવેલ છે.

ડાયનેમિક હેડ (મી.)

શટ ઓફ હેડ (મી.)

ક્ષમતા

(લિ ./હો.પા./દિવસ)

ડી.સી.પંપ

એ.સી.પંપ

૧૦

૧૨

૯૦,૦૦૦

૮૧,૦૦૦

૨૦

૨૫

૪૫,૦૦૦

૪૦,૫૦૦

૩૦

૪૫

૩૧,૦૦૦

૨૮,૮૦૦

૫૦

૭૦

૧૮,૯૦૦

૧૭,૧૦૦

૭૦

૧૦૦

૧૨,૬૦૦

૧૧,૭૦૦

૧૦૦

૧૫૦

૮,૫૫૦

૭,૬૫૦

આમ, પાકની પાણીની જરૂરિયાત, પિયતનો વિસ્તાર અને કૂવાની ઊંડાઈ મુજબ પંપની સાઈઝ ગણતરી કરીને પસંદ કરવામાં આવે છે.

સોલર પંપ ગોઠવવા માટે જગ્યાની જરૂરિયાત અને સારસંભાળ :

૧.૦ હો.પા.ના પંપને ગોઠવવા માટે લગભગ ૧૦ ચો.મી. જગ્યાની જરૂરિયાત રહે છે અર્થાત ૫.૦ હો.પા. ના પંપ માટે ૫૦ ચો.મી. જગ્યાની જરૂરિયાત રહે છે.

સોલર પંપની સારસંભાળમાં મુખ્યત્વે ચાર બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ.

  1. સોલાર સેલની પેનલ એરે પરથી ધૂળ સમયાંતરે સાફ કરતા રહેવું જોઈએ.
  2. ઘણી વખત સોલર સેલનું તાપમાન ૨૫° સે. વધે તો પણ તેની કાર્યદક્ષતા ઘટે છે.
  3. સોલાર પેનલ પંપની નજીક ગોઠવવી જોઈએ.
  4. સોલર પેનલ પર છાયડો ના આવે તેની કાળજી લેવી જોઈએ.

આથી જો પાણી છાંટી સોલર સેલ એને સાફ કરવામાં આવે તો આ બંને સમસ્યા નિવારી શકાય છે.

સોલાર પંપની કિંમત

પ.૦ હો.પા. એ.સી. સોલાર પંપની અંદાજીત કિંમત૨૩.૪૬ લાખ જેટલી હોય છે જેમાં ૧.૬૨ લાખની સરકારશ્રી દ્વારા સબસિડી મળે છે અને ૨ ૧.૮, લાખ પડતર કિંમત હોય છે. સોલાર પંપમાં અપાતી સબસિડી સરકારશ્રીની આ અંગેની જુદી જુદી લાભકારી યોજના તેમજ સરકારશ્રી દ્વારા માન્ય વિતરકોની માહિતી અંગેની જાણકારી ગુજરાત સરકારશ્રીના ઉપક્રમ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ, ગાંધીનગર અથવા પી.જી.વી.સી.એલ. અથવા ગુજરાત વિદ્યુત બોર્ડની અન્ય કચેરીઓ પાસેથી મળી શકે છે.

સોલાર ડ્રાયર

કાપણી પછી પાકની સૂકવણી એક અગત્યની પ્રક્રિયા છે. જેથી કરીને બીજી પ્રક્રિયાઓ જેવી કે શ્રેસિંગ સરળ બનાવી શકાય છે અને સંગ્રહ શક્તિમાં વધારો કરી શકાય છે. હાલમાં મોટા ભાગનાં ખેડૂતભાઈઓ પાકને તડકામાં ખુલ્લી જગ્યામાં સૂકવતા હોય છે. જેથી વરસાદ આવે તો પાક બગડવાનો સંભવ રહે છે આ ઉપરાંત પાકને ખુલ્લા રાખવાથી માટી કે કચરો પડે છે. જેથી પાકની ગુણવત્તા ઘટે છે અને પાકને પશુપક્ષી દ્વારા નુકસાન થાય છે. તેમજ સૂકવણીનો દર ઓછો હોવાથી સમયનો બગાડ અને મજૂરી ખર્ચ વધુ થાય છે. આ મુશ્કેલીઓ નિવારવા માટે સૂર્ય ઊર્જાથી ચાલતા સૂકવણી યંત્રો વિકસાવવામાં આવેલ છે જે હાલ ફળ-શાકભાજી અને ધાન્યપાકો માટે પ્રચલિત થયા છે.

સોલાર ડ્રાયરના પ્રકાર અને તેની કાર્યપ્રણાલી

ફળ શાકભાજી તેમજ ધાન્ય કઠોળ, તેલીબિયા. વગેરે પાકોની સૂકવણી માટે વિવિધ જાતના સૂકવણી યંત્ર વપરાય છે જેવા કે કુદરતી હવાની અવરજવરવાળા, બ્લોઅર (હવા ફેંકનાર) ટાઈપ અને હાઈબ્રિડ ટાઈપ. આવા ડ્રાયરમાં સૂર્ય ઊર્જાને સૌર સંચાલકો દ્વારા સંચય કરે છે અને તેનો ઉપયોગ પાકની સૂકવણીમાં કરવામાં આવે છે. સોલાર ડ્રાયર બે પ્રકારના હોય છે પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ અથવા કેબિનેટ ડ્રાયરમાં સૂકવવાની વસ્તુને બંધ પેટીમાં મૂકવામાં આવે છે અને તેના પર પારદર્શક ઢાંકણ રાખવામાં આવે છે. ગરમી વડે અંદરની વસ્તુમાં રહેલ ભેજ વરાળ સ્વરૂપે ઊડી જાય છે એટલે કે આ પ્રકારના યંત્રોમાં સૂર્યનો તાપ વસ્તુના સીધા સંપર્કમાં ન આવતાં સૌર સંચાલકો દ્વારા એત્રિત કરેલ હવાને ગરમ કરવા માટે વપરાય છે અને આ ગરમ હવાને સામાન્ય હવાના દબાણે અથવા બ્લોઅર દ્વારા વધુ દબાણે સૂકવણી યંત્રમાં દાખલ કરવામાં આવે છે. જયાં ગરમ હવા પાકના સંપર્કમાં આવતાં પાકનો ભેજ ઉડી જાય છે. આ પ્રકારના યંત્રોની ક્ષમતા વધુ હોય છે. આથી આ યંત્રો ધાન્ય પાકો, તેલીબિયા પાકો અને કઠોળપાકોની સૂકવણી માટે વધુ યોગ્ય છે. અત્રે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે સૂકવણી માટેની સીધી ગરમી અથવા ગરમ હવાનું તાપમાન ૬૦૦ સે. કરતાં વધવું ન જોઈએ જેથી ગુણવત્તા સારી રહે અને પાક બળે નહિ, આ પ્રકારના મંત્રો દ્વારા કરવામાં આવતી સૂકવણીનો ખર્ચ પ્રતિ એકમ વજન દીઠ ખુલ્લા તડકામાં કરવામાં આવતી સૂકવણીમાં આવતા ખર્ચ કરતા ઓછો હોય છે. જો ખુલ્લામાં સૂર્ય તાપમાં અથવા છાયડામાં પાકોની સૂકવણી કરવાની જરૂર પડે તો પણ કાળી જાડી પ્લાસ્ટિક શીટ વાપરવી જોઈએ જેથી સૂકવણી ઝડપી થાય છે.

સૌર ઊર્જા દ્વારા જમીનની માવજત (સોઈલ સોલરાઈઝેશન)

જમીનમાં રહેલ પાકમાં રોગ ફેલાવતા જીવાણુઓ, કીટકો અને નીંદામણનો નાશ કરવા ખેડૂતો ઉનાળાના સખત તાપ ખેતરમાં ઊંડી ખેડ કરી જમીનને ખુલ્લી પાડે છે. પરંતુ આમ કરવાથી જમીનની પુરી માવજત થતી નથી. કારણ કે ઉપરોક્ત નુકશાનકર્તાઓનો નાશ કરવા તાપમાન પુરતુ મળતું નથી તેમજ ગરમીનો પ્રસાર જમીનનાં નીચેના થર સુધી થતો નથી. આથી સોલરાઈઝેશન ઓફ સોઈલ પ્રક્રિયા હેઠળ જમીનને માવજત આપવામાં આવે છે જેમાં ભેજવાળી જમીન પર પ્લાસ્ટિક પાથરી તેને સૂર્ય દ્વારા ગરમી આપવામાં આવે છે.

ફાયદા:

સોલારાઈઝેશન પ્રક્રિયાથી જમીનની માવજત પાકને નુક્સાનકર્તા જીવાણુઓ, કીટકો કે નીંદામણનો નાશ કરવા જ નહી પરંતુ છોડવાના વિકાસ માટે પણ મદદરૂપ છે કારણ કે જમીનમાં ગરમીની માવજતથી જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રવૃત્તિઓમાં પાકને અનુરૂપ ફેરફાર થાય છે અને વધુ ઉત્પાદન મળે છે. એક અભ્યાસ પરથી જણાવેલ છે કે જો ૧00°સે. તાપમાન વધારી શકાય તો ઉપરોકત પ્રવૃત્તિઓ બમણી થાય છે.

સોઈલ સોલરાઈઝેશન પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે

  • સોલારાઈઝેશનની માવજત વર્ષના સખત ગરમીના ગાળા દરમ્યાન ઓછામાં ઓછા ૬ અઠવાડીયા સુધી આપવી જોઈએ.
  • જે જમીનને માવજત આપવાની હોય ત્યાં ખેડ કરી સમતલ કરવી જોઈએ તેમજ ઢેફાં પથ્થર વગેરે ઓછામાં ઓછા રહેવા જોઈએ જેથી પ્લાસ્ટિક શીટ ફાટે નહી અને લગભગ ૧.૫ મી. પહોળા ક્યારા બનાવવા જોઈએ.
  • પ્લાસ્ટિક શીટ પાથરતા પહેલા જરૂર પડયે માટી વ્યવસ્થિત પલળે તે રીતે (૫૦ મિ.મી.) પિયત આપવું.
  • પાતળી શીટ વધુ અસરકારક હોય છે પરંતુ થોડી ટકાઉ પણ હોવી જોઈએ. આ માટે વચ્ચે કોઈપણ સાંધા વિનાની ૩ મીટર પહોળી શીટ પસંદ કરવી.
  • પોલીથીન શીટ પિયત આપ્યા બાદ તરત જ પવન ને હોય ત્યારે પાથરવી જોઈએ.
  • પોલીથીન શીટની બધી બાજુઓ ધોરીયાઓમાં માટી નીચે સારી રીતે દબાવી જમીનને સખત કરવી જોઈએ જેથી જમીનનો ભેજ અને ગરમી બહાર જઈ ન શકે.
  • સોલારાઈઝડ એરીયાની બાજુમાં થોડીક જગ્યા નિકાસ નીક ડ્રેનેજ) માટે મૂકવી જોઈએ.
  • પોલીથીન શીટમાં જો કોઈ છીદ્રો પડેલ હોય તો બંધ કરવા જોઈએ.
  • સોલરાઈઝેશનના પ્લોટમાં પ્રવેશ રોકવો જોઈએ અને વાડ કરવી જોઈએ. જરૂર પડયે બુટવિના હળવા પગે પ્રવેશ કરવો જોઈએ.
  • હવાથી શીટ ઉડે નહીં તે માટે હલકા અંતરાળે મૂકી શકાય. આ માટે માટીથી ભરેલ પ્લાસ્ટિક થેલીઓનો ઉપયોગ કરી શકાય.
  • જમીનમાં જૈવિક ખાતર વાપરી શકાય જે અંદરની જીવાત અને અન્ય નુકશાનક્તઓનો નાશ કરી શકે પરંતુ આ અંગે અગાઉથી ચકાસણી કરેલ હોવી જોઈએ.
  • સોલારાઈઝેશન પછી કે પાક લેતી વખતે આજુબાજુનું પાણી પ્લોટમાં પ્રવેશે નહીં તે જોવું જોઈએ. આથી
  • સ્ત્રિકલર પ્રિપર કે પરફોરેટેડ પાઈપનો ઉપયોગ પિયત આપવા માટે કરી શકાય. સોઈલ સોલરાઈઝેશન માટે સ્વચ્છ પારદર્શક (કાળી કે રંગીન નહી) ૭ થી ૨૫ માઈક્રોમીટર જાડાઈની પોલીથીન શીટ વપરાય છે.

સૌર ઊર્જાથી શાકભાજી કે ફળપાકોના સંગ્રહ માટેના શીતગૃહો

શાકભાજીના પાકો વિશેષ કરીને બટાટા તેમજ ફળપાકોના સંગ્રહ હેતુ ચાલતા શીતગૃહોમાં જયાં એમોનિયા અને પાણીના મિશ્રણને ગરમ કરી એમોનિયા વરાળ બનાવવા માટે વિદ્યુત શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. તેની જગ્યાએ સૌર સંચાલકો વડે આ પ્રક્રિયા કરવામાં આવે છે અને બાકીની પ્રક્રિયા સમાન હોય છે. આ ઉપરાંત વિદ્યુત શક્તિની જગ્યાએ સોલાર ફોટોવોલ્ટિક પ્રણાલીનો ઉપયોગ કરી આ પ્રકારના શીતગૃહો ચલાવી શકાય છે.

સૌરશક્તિથી બીજ માવજત

બીજની માવજત અને પાક ઉત્પાદનની માવજત વિષે વિચારીએ તો દેશની અમૂક કૃષિ સંશોધન સંસ્થાઓ ખાતે આ માટે સૌર ઊર્જાથી ચાલતા યંત્ર બનાવવામાં આવેલ છે. કઠોળપાકો જેવા કે મગ, ચણા, અડદ વગેરે અને રાયડા જેવા પાકોનાં બીજનું આવરણ થોડું કઠણ હોવાથી તેની ઉગવાની ક્ષમતા ઓછી હોય છે. બીજને યંત્રમાં ૪૫ થી ૫૦૦ સે. તાપમાને ૧૦ મિનિટ સુધી માવજત આપવાથી ઉગવાની શક્યતા ૯૯ ટકા જોવા મળે છે જ્યારે વગર માવજતનાં બીજના બીજ ફક્ત ૬૯ ટકા જ ઉગવા પામેલ. તેવી જ રીતે પાક ઉત્પાદનને ૧૦૦°સે. તાપમાને બે મિનિટ સુધી માવજત આપવાથી તેમાં કીટકનો સંપૂર્ણપણે નાશ થવા પામેલ.

ગૃહ વપરાશના સૌર ઊર્જાથી ચાલતા સાધનો:

સૌર ફાનસ:

ખેતીમાં રાત્રે પણ કામ રહેતું હોવાથી તેમજ ગામડામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતો હોવાથી સૂર્ય ઊર્જાથી ચાલતા ફાનસ વિકસાવવામાં આવેલ છે જે ફોટોવોલ્ટિક ટેકનોલોજીથી ચાલે છે. સોલાર ફોટોવોલ્ટીક દ્વારા સૂયશક્તિનું સીધુ વિદ્યુતશક્તિમાં રૂપાંતર થાય છે. આ ફોટોવોલ્ટિક પેનલને બેટરી સાથે જોડેલું હોવાથી દિવસે બેટરી ચાર્જ કરીને જરૂર પડયે તેનો ઉપયોગ કરી શકાય છે. સૌર ફાનસમાં પ-૭ વોટની એલ.ઈ.ડી. લેમ્પ લગાડવામાં આવે છે. ફોટોવોલ્ટિક પેનલને દરરોજ ચારથી પાંચ કલાક સુર્યપ્રકાશમાં રાખવાથી બેટરી સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે જે રાત્રે ૪-૬ કલાક સુધી પ્રકાશ આપી શકે છે.

સોલર હોમ લાઈટ:

સોલાર હોમ લાઈટ એટલે સોલાર પેનલના ઉપયોગથી વિજળી ઉત્પન્ન કરવી જેના ઉપયોગથી ઘરે ટયુબલાઈટ, પંખા, ટીવી જેવી રોજીંદી વપરાશની ઈલેકટ્રીક વસ્તુઓ ચલાવી શકાય છે.

આ યોજનામાં સોલર. ફોટોવોલ્ટિક પ્રણાલી દ્વારા નેટ મીટરીંગની મદદથી ઉત્પન્ન થતી વિજળીને ગ્રીડ સાથે જોડી શકાય છે અને સરકારશ્રી પાસેથી તેનું વળતર મેળવી શકાય છે. જે માટે સરકાર દ્વારા અલગ-અલગ સ્કીમો મૂકવામાં આવે છે. આ સ્કીમના નિયમો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે જેમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે

સૂર્યકૂકર:

સૂર્યકૂકરમાં રસોઈ કરવી એ રાંધવા માટેની સ્વચ્છ અને આરોગ્યપ્રદ પદ્ધતિ છે. આ રીતે રાંધેલ રસોઈ ખૂબ સ્વાદિષ્ટ અને પોષ્ટિક બને છે. આ કૂકરનો નિયમિત ઉપયોગ કરવાથી દર વર્ષે ૩ થી ૪ રાંધણ ગેસ સીલીન્ડરની બચત કરી શકાય છે. એલ્યુમિનિયમ પેટી આકારના બોકસ ટાઈપ સૂર્યકૂકરના ચાર ડબ્બામાં આશરે. ૧ થી ૧.૫ કિલોગ્રામ જેટલું અનાજ કે શાકભાજી રાંધી કે બાફી શકાય છે. તેમજ દાળ-ભાત, શાક, કઠોળ તથા ખીર જેગી વાનગીઓ રાંધી શકાય છે. સૂર્યકૂકરમાં બે થી અઢી કલાકમાં રસોઈ તૈયાર થઈ જાય છે.

સ્ત્રોત:જાન્યુઆરી-૨૦૧૮,વર્ષ :૭૦,સળંગ અંક :૮૩૭, કૃષિગોવિદ્યા,

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate