অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફ્રૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી અને બાયો એનર્જી - અગત્યની કેટલીક તાંત્રિકતાઓ

ફ્રૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી અને બાયો એનર્જી - અગત્યની કેટલીક તાંત્રિકતાઓ

ઝડપથી બગડી જાય તેવી કૃષિ પેદાશોના સંગ્રહ માટેનું સસ્તુ ઈવેપોરેટીવ કુલીંગ સ્ટ્રકચર

હેતુઃફળ અને શાકભાજી જેવી કૃષિપેદાશોને કોઈપણ જાતની ઉર્જાનો ઉપયોગ કર્યા વિના ટૂંકાગાળા માટે, ખેડુતના ખેતરે કે વેપારીની દુકાને સંગંહ કરવા માટે આ સ્ટ્રકચરનો ઉપયોગ કરી શકાય છે.

 

સ્પેસીફિકેશન :

સ્ટ્રકચરનું માપ

૧૪૪૦ × ૮ર૦ × ૬૬૦ મીમી

સંગ્રહ કરવાની ક્ષમતા

૧૦૦ કિલોગ્રામ

તાપમાનમા મળતો ઘટાડો

૧ર ૧પ ડીગ્રી સેન્ટીગેંડ

ભેજનું પ્રમાણ

૮પ ૯પ ટકા

ઉર્જાની જરૂરિયાત

જરૂરિયાત નથી

સંગ્રહ કરેલ પેદાશની આવરદામાં વધારો

લગભગ ર થી ૩ ગણો સામાન્ય કરતા

સ્ટ્રકચરની મુખ્ય વિશેષતાઓ :

બે દિવાલવાળુ માઈલ્ડ સ્ટીલ અને ગેલ્વેનાઇઝડ આર્યન નેટનું બનાવેલ સ્ટ્રકચર વિકસાવવામા આવેલ છે. નાળીયેરના છોતરાનો કુલીંગ પેડના મટીરીયલ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જેની ઉપર ગો૮વેલ ડ્રીપર્સની મદદથી પાણી આપી પેડ ભીના રાખી ઈવેપોરેટીવ કુલીંગની અસર મેળવવામાં આવે છે. બહારની ગરમ હવા કુલીંગ પેડમાંથી પસાર થઇ ઠંડી થતાં સ્ટ્રકચરની અંદર રાખવામાં આવેલ કૃષિ પેદાશોને ઠંડી રાખે છે. તાપમાનમા દ્યટાડા સાથે ભેજમાં થોડો વધારો થાય છે.

ઓન ફાર્મ પોસ્ટ હાર્વેસ્ટ એકટીવીટી હટ

મોટા ભાગની ખેતર ઉપરની ફાર્મ ને લગ પ્રવ્રુતિઓ (જેવી કે સાફ-સફાઇ,વગીકરણ, પેકીગ) ખુલા વાતાવરણમાં કરવામાં આવે છે. જેને લીધે ફળ, શાકભાજીમાં ગુણાત્મક નુકશાન વધે છે. વાતાવરણની ગરમી ફળ શાકભાજીની કલર,દેખાવને ઝાખપ લાવીદે છે. આને લીથે બજાર કિંમત ઘટવાની સાથે ટકાઉ શકિત ઘટે છે.

વિશેષતાઓ

સાઈઝ :- ૧૫x૧૦x૧૦ ફુટ

સંગ્રહ ક્ષમતા  :- ૧ - ૧.૫  ટન

તાપમાનમાં મળતો ઘટાડો :- ૧૨ – ૧૫ ડીંગ્રી

ભેજનું પ્રમાણ :-  ૯૦ - ૯૫ ટકા

ઉર્જા ની જ્રુરુરીયાત :-  નથી

ફાયદા

  1. ફળ,શાકભાજી ની સાફ-સફાઇ,વગીકરણ પેકીગ ઠંડા વાતાવરણમાં થતું હોઈ તાજગી થતા ટકાઉ શકિતમાં વધારો કરે છે.
  2. ફળ,શાકભાજી ને ટુકા સમય માટે સંગ્રહી શકાય છે.
  3. આ સ્ટ્રકચર સરળતાથી બનાવી વાપરી શકાય છે.
  4. આ સ્ટ્રકચર માં પક્ષી,ઉંદર,ખીસ્કોલી, જેવા નુકશાન કરતા પ્રાણીઓ પ્રવેશી શકતા નથી.
  5. કોઈ પણ પ્રકારની ઉર્જા ની જ્રુરીયાત રહેતી નથી.
  6. આ સ્ટ્રકચર એ.પી.એમ.સી, મીલીટરી કેંટીન, સંસ્થાકીય સંગ્રહ માટે ખુબ જ ઉપયોગી છે.

શાકભાજીનું શીત હવા વાહન દ્વારા વહન સિસ્ટમ

તાજાફળ અને શાકભાજી નું વહન સામાન્ય રીતે   કોથળા,પ્લાસ્ટીક બેગ વિગેરેમાં ખુલ્લા વાહન ભરી કરવામાં આવે છે. ફળ અને શાકભાજીનું આવી રીતે વહન કરવાથી તેની ગુણવતા, જથ્થો અને ટકાઉશકિત ઘટે છે. હેરાફેરી દરમિયાન વાતાવરણ ની ગરમી આ નુંકશાન માં મુખ્ય ભાગ ભજવે છે. આથી ફળ અને શાકભાજીની હેરાફેરી લાબાઅંતર સુધી થઈ શકતી નથી અને પરીણામે બગાડ વધે છે. ખેડુતો ને યોગ્ય ભાવો મળતા નથી.

શીત હવા વાહન

આણંદ કુષિ યુનિવસિર્ટી દ્વારા ફળ અને શાકભાજીનાં વહન દરમિયાન યોગ્ય તાપમાન અને ભેજ જળવાઈ રહે તેવી ઈવેપોરેટીવ કુલીંગ સિસ્ટમ વિકસાવવા માં આવેલ છે. જેમાં પેડ હોલ્ડર એરડ્કર, બોડી ફેમ સ્ટ્રકચર અને પાણી છંટકાવ સિસ્ટમ જેવા ચાર મુખ્ય ભાગો છે. આ ભાગોને વાહન માં બેસાડી શકાય છે.

ફાયદા

  1. આ પધ્ધતિ સરળ,ઓછી કિંમતની અને ફળ અને શાકભાજીનાં વહન માં બેસાડી સકાય છે.
  2. આ પધ્ધતિ ફળ અને શાકભાજીનાં વહન દરમિયાના ઠંડુ વાતાવરણ આપી તાજગી જાળવી રાખી નુકશાન અટકાવે છે.
  3. આ ફળ અને શાકભાજીની ટકાઉશકિત વધારે છે.
  4. એકવાર સિસ્ટમ બેસાડ્યા પછી કોઇ પણ ખર્ચ આવતો નથી.
  5. ઉનાળુ ઋતુંમાં ખુબ જ અસરકારક અને ફાયદાકારક છે.
  6. આ પધ્ધતિ સરળતાથી બેસાડી તેમજ કાઢી શકાય તેવી છે. જેથી વાહનને અન્ય ઉપયોગમાં પણ વાપરી શકાય છે.
  7. આ પધ્ધતિ રેફ્રિજેટેડ વાન પધ્ધતિ કરવા એકદમ ઓછા ખર્ચવાળી છે.
  8. આ પધ્ધતિ ઈકો-ફેંન્ડલી છે.

બીજ ઉપર આવરણ કરી ગોળીઓ બનાવવનું યંત્ર

હેતુ : કિંમતી,અતિ નાના અને અનિયમિત આકારના બીજને વાવણીમાં સરળતા રહે તેમજ તેની યાંત્રિક રીતે વાવણી કરી શકાય અને હેકટર દીઠ જરૂરી બીજનું પ્રમાણ દ્યટાડી શકાય તે હેતુસર, તેનું કદ વધારી તેમજ નિયમિત આકાર આપી તેની ગોળીઓ બનાવવી.

સ્પેસીફિકેશન :

યંત્રનું માપ

૧૪૦૦ × ૧૦૦૦ × ૬૦૦ મીમી

કાર્યક્ષમતા

રપ૦–પ૦૦ ગ્રામ બીજ પ્રતિબેચ /૩ કલાક

ગોળીઓનું કદ

૩ થી પ મીમી (જરૂરિયાત મુજબ)

ઈલેકટ્રીક પાવરની જરૂરિયાત

૩ કિલોવોટ / કલાકે

મજૂરની જરૂીરયાત

૧ મજુર

કાર્યપધ્ધતિઃ:આ મશીનના કોટીંગ પાનને મોટર દ્રારા ગીયર બોકસની મદદથી નિક્ષિત ઝડપે ગોળ ફેરવવામા આવે છે. શુધ્ધ અને એકસરખા બીજને કોઠીમાં નાંખતા, કોઠીની ગતીને લીધે બીજ ગોળ ગોળ ફરવા લાગે છે . બીજ ઉપર આવરણ ચડાવવા હાથપંપની મદદથી સ્લરી તેમજ સુકા પાવડરનો વારાફરતી છંટકાવ કરવામાં આવે છે. પંખાની મદદથી ગરમ થતી હવા કોઠીની અંદર સતત ફુંકાતી હોવાથી બીજ ઉપર ચડતું આવરણ સતત સુકાતું રહે છે. આ રીતે જરૂરી માપની બીજની ગોળીઓ તૈયાર કરવામાં આવે છે

 

રીંગણમાથી બીજ કાઢવાનું યંત્ર

 

હેતુ : પાકેલા રીંગણમાંથી સરળ રીતે ઓછા સમયે અને ઓછા ખર્ચે સંપુર્ણ બીજ પ્રાપ્ત કરવા.

સ્પેસીફિકેશન :

મશીનનું માપ

૧૦૦૦ × ૬૧૦ × ૧૬૪૦ મીમી

કાર્યક્ષમતા

ર૦૦ કિ. ગ્રામ પ્રતિ કલાક

બીજ પ્રાપ્તિ

૯૭ ટકા

ઈલેકટ્રીક પાવરની જરૂરિયાત

૧હો.પા.,૩ ફેઈજ ઈલેકટ્રીકર મોટર

મજૂરની જરૂીરયાત

ર મજુર

કાર્ય પધ્ધતિઃ

મશીનના ઉપરના ભાગમા રીંગણને કાપવામા આવેં છે ત્યાર બાદ મસળાયેલ બીજ સાથેના રીંગણ ડ્રમ સેપરેટરમાં જાય છે જયાં બીજ અને છીલકા અલગ પડે છે. આ રીતે અલગ પડેલા બીજ નીચેની ટેન્કમાં જાય છે જયાથી બીજ એકઠા કરવામાં આવે છે અને બીજા  છેડે રીંગણાનાં છોલા નીકળે છે. આ રીતે શુધ્ધ બીજ પ્રાપ્ત થાય છે.

મરચામાંથી બીજ કાઢવાનું યંત્ર

હેતુ : સરળ રીતે, ઓછા સમયે અને ઓછા ખર્ચે તેમજ બીજ કાઢનાર વ્યકિતના સ્વાસ્થ્યની જાળવણ્ી થાય તે રીતે સુકા મરચામાંથી બીજ કાઢવા.

સ્પેસીફિકેશન :

મશીનનું માપ

૧૪પ૦ × ૯ર૦ × ૬૦૦ મીમી

કાર્યક્ષમતા

૬૦–૭૦ કિ.ગ્રામ / કલાકે

બીજ પ્રાપ્તિ

૯૮ ટકા

ઈલેકટ્રીક પાવરની જરૂરિયાત

૧ હો.પા. અને ૦.પ હો.પા. એક એક, ૩ ફેઈજ મોટર

મજૂરની જરૂીરયાત

ર મજુર

કાર્યપધ્ધતિઃ મશીનના ઉપરના ભાગમાં  લાકડાના રોલરની મદદથી સુકા મરચા  કચરવામાં આવે  છે. બીજ સાથેના કચરેલા મરચા ડ્રમ સેપરેટરમાં જાય છે જયાં બીજ અને મરચાનો ફોલ અલગ પડે છે. બીજ અને મરચાની ભૂકી મશીનના નીચેના ભાગમાં મેળવવામાં આવે છે. આવી રીતે પ્રાપ્ત થયેલને મિશ્રણને સાયકલોન સેપરેટરમાં નાખી પંખા દ્રારા બીજ અને મરચાની ભૂકી જુદી પાડવામાં આવે છે. જેથી શુધ્ધ બીજ પ્રાપ્ત થાય છે.

 

આ મશીનના ઉપયોથી સારા એવા બીજ મેળવવા ઉપરાંત મહદઅંશે મરચાનો ભૂકો થતો અટકાવી વધુ પ્રમાણમાં ફોલ પ્રાપ્ત થાય છે. જેની બજારમાં સારી કિંમત મળે છે.

ટામેટા અને લીંબુમાથી બીજ કાઢવાનું યંત્ર

હેતુ :પાકેલા ટમેટા અને લીંબુમાંથી ઓછા ખર્ચે અને ઓછા સમયે બીજ અને રસ પ્રાપ્ત કરવા.

સ્પેસીફિકેશન :

મશીનનું માપ

૧પ૮૦ × ૧૦૦૦ × ૯૦૦ મીમી

કાર્યક્ષમતા

૪પ–૬૦ કિ.ગ્રામ ટમેટા અથવા લીંબુ / કલાકે

બીજ પ્રાપ્તિ

૯૮ ટકા

ઈલેકટ્રીક પાવરની જરૂરિયાત

૧ હો.પા. ૩ ફેઈજ ઇ. મોટર

મજૂરની જરૂીરયાત

૩ – ૪ મજુર

કાર્યપધ્ધતિ :મશીનના ઉપરના ભાગમાં રોલરની મદદથી પાકેલા ટમેટા અથવા લીંબુ કચરવામાં આવે છે. બીજ સાથેના કચરેલા ફળ ડ્રમ સેપરેટરમાં જાય છે. જયાં છાલ અલગ થઈ બહાર નીકળી જાય છે અને બીજ તથા રસનું મિશ્રણ ચારણીમાં આવે છે. આ ચારણીની મદદથી બીજ અને  રસ અલગ કરવામાં આવે છે. જેથી શુધ્ધ બીજ તેમજ રસ પ્રાપ્ત થાય છે.

ભાજી સુકવણી ઉત્પાદન તાંત્રિકતા

લીલી ભાજીમાં પૈાષ્ટિક દૃષ્ટિએ મહત્વનાં એવા વીટામીન્સ, ખનીજ તત્વો, કેલ્શીયમ અને ખાસ કરીને લોહ તત્વ હોવાથી દૈનિક આહારમાં ખૂબ મહત્વનું સ્થાન મેળવેલ છે. આપણે ત્યાં લીલી ભાજી વર્ષનાં ચોકકસ સમયગાળા દરમિયાન જ મળે છે. તેમજ આ સમચગાળા દરમિયાન લીલી ભાજી પૂષ્કળ પ્રમાણમાં બજારમાં આવતી હોવાથી, ઉત્પાદક તેમજ વેપારીને યોગ્ય ભાવ મળતાં નથી. તદ ઉપરાંંત લીલી ભાજીનાં ઝડપથી બગડી જવાથી તેમજ યોગ્ય સંગ્રહનાં અભાવે મોટા પ્રમાણમાં આર્થિક નૂકસાન થાય છે. આથી લીલી ભાજીને સુકવીે, યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો આખા વર્ષ પૈાષ્ટિકતા સભર ભાજી ઉપલબ્ધ કરી શકાય સાથે સાથે બજારની માગને પહોચી વળવા નાના ગૃહ ઉધોગ સ્થાપી સારુ વળતર પણ મેળવી શકાય.લીલી ભાજીને એકસરખી રીતે સમારીને ખાસ પ્રકારની માવજત આપી તાંત્રિક સુકવણીયંત્રમાં યોગ્ય તાપમાન, આદ્રતા અને હવાના વેગમાં ચોકકસ સમય સુધી સુકવવામાં આવે છે. આ રીતે સુકવેલ ભાજીની પૈાષ્ટિકતા લીલી ભાજી જેટલી જ જળવાય રહે છે. આ રીતે સુકવેલ ભાજીને પ્લાસ્ટિકની કોથળીમાં કે અન્ય રીતે યોગ્ય પેકીંગ કરીને લાંબા સમય સુધી સાચવી શકાય છે.

વપરાશની તકો :

નોકરિયાત મહિલાઓ, ઐાધોગિક મજુરો કે મોટા ખાનપાન ગૃહો માટેસુકવેલ ભાજ સુકવેલ ભાજ સુકવેલ ભાજી આર્શીવાદરૂપ બની શકે છે. વિદેશમા વસતા ભારતીયો વાનગી માટે સમયની બચત સાથે મુળભૂત સ્વાદ મેળવવા ઉત્સુક હોવાથી , વિદેશમાં નિકાસની તકો ઉજળી રહે છે.

 

ર્ડા. આર. આર. ગજેરા(સહ પ્રાધ્યાપક)બાગાયત કોલેજ, આ.કૃ.યુ., આણંદ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate