অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાઈસ મીલીંગની ઉપ–પેદાશો અને મૂલ્યવર્ધન

આપણા ગુજરાત રાજયમાં રોપાણ ડાંગર પપ–૬૦ ટકા અને બિન પિયત ઓરાણ ડાંગર ૧પ–ર૦ ટકા વિસ્તારમાં થાય છે. સને વર્ષ ર૦૧૬–૧૭ દરમ્યાન ગુજરાત રાજયનો ડાંગર વિસ્તાર ૮.૪૦ લાખ હેકટર અને ઉત્પાદન ૧૯.૬૦ લાખ મેટ્રીક ટન મળેલ છે. ડાંગરના પીલાણ બાદ મિલમાંથી ઘણી આડપેદાશ મળે છે. આથી રાઈસ મીલીંગ ઉધોગને વધુ નફાકારક બનાવવા માટે તેમાંથી મળતી ઉપપેદાશોનો કાર્યક્ષમ ઉપયોગ કરવો આવશ્યક છે. આથી રાઈસ મીલીંગ ઉધોગને વધુ નફાકારક બનાવવા માટે તેમાંથી મળતી ઉપપેદાશોનો કાર્યક્ષમ ઉપયોગ કરવો આવશ્યક છે. રાઈસ મીલમાં ડાંગરનું મીલીંગ કરતાં ૭ર ટકા ચોખા અને કુશકી તથા ઉપપેદાશોમાં ડાંગરની ફોતરી (ર૦ થી રર ટકા), ચોખાની કુશકી (૪ ટકા) અને ભુસું (ર ટકા) મળે છે. આમ, ઉપપેદાશો પીલાણ થયેલ ડાંગરનો લગભગ ૩૩ ટકા હિસ્સો ધરાવે છે. ખાધ અને અખાધ બ્રાન ઓઈલ અને કણકી મુખ્ય  ઉપપેદાશો છે.  ચોખાની બીજી ઉપપેદાશો જેવી કે, ચોખા,ખાધતેલ, ખોળ અને બોઈલર મીલ એશ. જો આ બધી આડપેદાશોને આયોજનબધ્ધ, પધ્ધતિસર વ્યવસ્થિત રીતે જુદા જુદા ઉધોગોમાં ઉપયોગમાં લઈ ઘણા જ ઔધોગિક એકમો સ્થાપી દેશનું આર્થિક પાસું બદલીને  આર્થિક સધ્ધરતા  તેમજ સ્થિરતા મેળવી શકાય તેમ છે.

ડાંગરમાંથી ચોખા એ મુખ્ય  પેદાશ છે, ત્યારબાદ  તેમાંથી મળતી ચોખાની કણકી તેમજ ઉપપેદાશો ટેબલ ૧–ર અને ચાર્ટમાં દર્શાવેલ છે. ચોખાના મીલીંગ દરમ્યાન તુટી નાના ટુકડા થઈ ગયેલ ચોખાને કણકી કહે છે. કણકી પાપડ, ઈડલી કે ઢોસા માટે સસ્તી પડતી હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે. આજ રીતે ચોખાના સ્ટાર્ચ ઉધોગોમાંં અને આલ્કોહોલ તૈયાર કરવા  માટે વધુ વપરાય છે. હાલમાં 'મેગી' બનાવવામાં કણકીનો ઉપયોગ થાય છે.

ડાંગરની મુખ્ય  પેદાશ ચોખામાંથી મળતી કુશકી પણ અગત્યની છે.  ડાંગરની ફોતરી દુર કર્યા પછી નીકળતાં ભૂખરા કે રાતાશ પડતા ચોખા રહે તેને પોલીસ કરવાથી ઉપરનું આવરણ છુટુ પડે, તેને કુશકી કહેવામાં આવે છે. મીલમાં પ થી ૮ ટકા શુધ્ધ  કુશકી મળે છે. જેમાં તેલ કે તૈલી પદાર્થો, પ્રોટીન, મીનરલ અને વિટામીન્સ રહેલા હોવાથી ખાધ તેલ બનાવવામાં આવે છે.

ટેબલ–૧ : ચોખાના દાણામાં ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ પ્રમાણે તેના ઘટકો.

ક્રમ

 

ભૌતિક  બંધારણ

ટકામાં (%)

ક્રમ

રાસાયણિક બંધારણ (%)

ચોખા તેમજ બ્રાનનું બંધારણ (ટકામાં)

બ્રાઉન

સફેદ

બ્રાન

૧.

ડાંગર

૧૦૦

૧.

પાણી

૧૩–૧૪

૧૩–૧૪

૧૩–૧૪

ર.

ફોતરી બ્રાઉન ચોખા

ર૦

ર.

સ્ટાર્ચ

૬૮–૭૦

૮૦

૯ .૦

૩.

 

મીલ

૮૦

૩.

એમાયલોઝ

ર૮–૩૦

૩૩

૬ .૦

૧. પેરીકાર્પ

પ–૬

૪.

પ્રોટીન

૬–૮

૬–૭

૧૪ .૦

ર. એલ્યુરોન

૧.૦

પ.

ફેટ

૩ .૦

૧ .૦

ર૦ .૦

૩. ભ્રુણ

૩.૦

ફાઈબર

ર–૩

૦.પ

રપ .૦

૪.

સફેદ ચોખા

૭૦–૮૦

૭.

ક્રુડ રાખ

૧ .૦–૧.પ

૦.પ

૯–૧૦

ટેબલ–ર : ચોખાની  મૂલ્યવર્ધિત ઉપ પેદાશો અને ઉપયોગો

અ.નં.

ઉપ–પેદાશો

ઉપયોગો

૧.

ચોખા

  • દક્ષિણ પૂર્વ એશિયાના  દેશો જેવા કે દક્ષિણ કોરીયા, જાપાન અને ભારતમાં ચોખામાંથી દારૂ બનાવવામાં આવે છે.
  • સેન્ટ્રલ બિલ્ડીંગ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, રૂરકીએ ડાંગરની ફોતરીમાંથી સિમેન્ટ બનાવેલ છે.

ર.

ફોતરી

  • ઘણી જગ્યાએ ડાંગરના પરાળના માવામાંથી કાગળ બનાવવામાં આવે છે. આ પેપરમિલ બાવળા/સુરત ખાતે છે. ફોતરીમાંથી લાકડાનાં પાટીયા, હાર્ડ પેનલ બોર્ડ, રેયોન પલ્પ તેમજ કાગળના ઉત્પાદનમાં પુરક દ્રવ્ય તરીકે વપરાય છે.
  • દક્ષિણ કોરિયામાં બાઈન્ડીંગ રસાયણોથી ડાંગરના પરાળમાંથી કોથળા બનાવવામાં આવે છે.
  • ઇન્ડોનેશિયામાં વાળ માટેનું શેમ્પુ ડાંગરના પરાળમાંથી બનાવવામાં આવે છે.
  • ડાંગરની ફોતરી બળતણ તરીકે વપરાય છે. સેલ્યુલોઝ કે જે શુધ્ધ,ઉંચી ગુણવત્તા અને સોંઘુ સ્ત્રોત સિલિકોન સોલર પાવર અને ઈલેકટ્રોનિક ઉધોગોમાં વપરાય છે. ડાંગરની ફોતરીમાં ૧પ ટકા સિલિકા હોય છે જે શુધ્ધ  સિલિકોન પુરૂ પાડે છે.
  • ફરફયુરલ ડાંગરની ફોતરીમાંથી મળતું રસાયણ છે. આ પેટ્રોકેમિકલ્સ ઉધોગમાં ઉદિપક તરીકે વપરાય છે. આ પ્રકારનો પ્લાન્ટ પંજાબ રાજય ઔધોગિક વિકાસ નિગમે સ્વિટઝરલેન્ડના સહયોગથી સ્થાપેલ છે. આ પ્લાન્ટની વાર્ષિક ૬૦૦૦ મેટ્રિક ટન ફરફયુરલ ઉત્પન્ન  કરવાની ક્ષમતા છે. ફરફયુરલ બનાવવા બીજો વધારાનો ખર્ચ થતો નથી કારણ કે આ માટેની ફોતરી ડાંગરની મીલમાંથી જ મળે છે.
  • ફોતરીમાં પોટેશિયમ  અને સિલિકા હોવાથી જમીનની સ્થિતિ જોઈને ખેતરમાં ઉપયોગ કરવામાં આવે છે. જેથી ભેજ સંગ્રહશકિત વધતાં સોઈલ કંડીશનરનું કામ કરે છે.

૩.

કુશકી

  • કુશકીમાંથી મળતું તેલ ૧૦.૦ લાખ ટન ભારતમાં થાય છે. ભારતમાં ૦.૧૦ લાખ ટન નિકાસ થાય છે. જો વિવિધ ઉપાયો ધ્યાને લેવામાં આવે તો ૯૦.૦ લાખ ટન જેટલું મેળવી શકાય. આ તેલ ૧.૦ લિટરના રૂા.૧૧૦ પ્રમાણે મુંબઈના બજારમાં વેચાય છે. આમાંથી ૪૦ ટકા ખાધ તેલ છે અને વનસ્પતિ  ઉધોગો  વાપરે છે અને બાકીનું સાબુ તથા ફેટી એસિડ ઉધોગોમાં વપરાય છે. જાપાનમાં આ તેલ બટાટાની ચિપ્સ તળવામાં ચોખાની સેવ, સ્નેકસ અને ટેમ્પુર,તાઈવાનમાં સલાડ તેમજ રાંધવામાં વપરાય છે. જાપાનમાં થયેલ સંશોધનના આધારે આ તેલમાં કોલેસ્ટોરેલ ઓછું હોય છે જેથી તે મનુષ્યની તંદુરસ્તી માટે સારૂ ગણાય છે

કુશકીના તેલમાંથી મળતા સેચ્યુરેટેડ એસિડ અને અનસેચ્યુરેટેડ એસિડ બનાવવામાં થાય છે.

ક્રમ

એસિડ

પ્રમાણ (ટકામાં)

(ક)

સેચ્યુરેટેડ એસિડ

૧૬.ર૦

 

૧.

પાલમિટિક એસિડ

૧૩.૧૮

 

ર.

માયસ્ટ્રીક એસિડ

૦.૪–૧

 

૩.

સ્ટીરિક એસિડ

૧.૩

(ખ)

અનસેચ્યુરેટેડ એસિડ

૮૦૮૪

 

૧.

ઓલિક  એસિડ

૪૦–પ૦

 

ર.

લિનોલિક  એસિડ

ર૦–૪ર

 

૩.

લિનોલેનિક  એસિડ

૦–૧

 

૪.

મીણ

  • મીણ : કુસકીમાંથી તેલ સાથે 'રાઈસ વેકસ' પણ  મળે છે. જેનો ઉપયોગ સોદર્ય પ્રસાધનોની બનાવટમાં, કાર્બન પેપર અને મીણબત્તી બનાવવામાં થાય છે. ફળો શાકભાજીને વધુ સમય રાખવા તેમજ તેને આકર્ષક દેખાવવાળા બનાવવા માટે પેકેજીંગમાં ખુબ વપરાય છે.

પ.

બ્રાન ઓઈલ

  • ખાધતેલની ગુણવત્તા સારી હોવાથી બજારમાં લોકપ્રિય બનેલ છે. ખાસ કરીને ઉચા  બ્લડ પ્રેશરના દર્દીઓ માટે વધુ હિતાવહ  છે. તદૂઉપરાંત વનસ્પતિ  ઘી તેમજ દવાઓ અને પ્રસાધનકીય ઉત્પાદનો બનાવવામાં ઉપયોગી થાય છે. અખાધતેલનો ઉપયોગ ઔધોગિક વપરાશમાં ખાસ કરીને સાબુ, ટેક્ષટાઈલ્સ ઉધોગોમાં ડીર્ટજન્ટ તરીકે, પેઈન્ટસ, વાર્નીશ બનાવવામાં થાય છે. તાજેતરમાં હવેથી પ્લાસ્ટીક અને સિન્થેટીક રબર ઉધોગોમાં ઉપયોગ થાય છે.

૬.

તેલ રહિત કુશકીનો ખોળ

અને મૂલ્યવર્ધન

કુશકીમાંથી તેલ કાઢયા બાદ જે ખોળ રહે છે. તેમાં વિવિધ ઉપયોગ કરી શકાય છે.

  • પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી ઢોરના ખાણી તરીકે કરવામાં આવે છે.
  • ખાતર તરીકે : તેલરહિત કુશકીનો ઉપયોગ ખાતર તરીકે કરવો હિતાવહ  છે.તેલ રહિત કુશકીના ખોળમાં નાઈટ્રોજન (ર.૬૦ %), ફોસ્ફરસ (પ.૦૦ %) અને પોટેશિયમ (૧.૦ %) આવેલા છે.
  • દવા તરીકેઃ જેમાં વિટામીન બી સંયોજકો ઉપરાંતથી એમિનો એસિડ ફોસ્ફરીક એસિડ સંયોજકો તેમજ આલ્કોહોલ હોવાથી વિવિધ દવાઓમાં વપરાય છે.
  • ખોરાક તરીકે :  પ્રોટીન ૧૦ થી ૧પ ટકા, કાર્બોહાઈડ્રેટસ અને વિટામીન બી ઉપરાંત આકર્ષક દેખાવને લીધે બેકરીની વિવિધ વસ્તુઓ જેમ કે બિસ્કીટસ, કેક વિગેરે બનાવવામાં વપરાય છે.

સ્ત્રોત :ર્ડા.ડી.બી.પ્રજાપતિ અને ર્ડા.એમ.બી.પરમાર,મુખ્ય  ચોખા સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ  યુનિવર્સિટી, નવાગામ–૩૮૭ પ૪૦,  તા. જી.–ખેડા.

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate