ભારત સરકારનો મુખ્ય હેતુ ખેડૂતો અને પશુપાલકોના દૈનિક જીવનમાં તેમની પ્રગતિ અને પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપી વધુ આવક મેળવી આપવા મદદરૂપ થવાનો છે. આ માટે, ડીજીટલ ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઈ-પશુ હાટ નામથી ભારતનું સૌ પ્રથમ લાઈવસ્ટોક (પશુધન) માટેનું ઓન-લાઈન માર્કેટ કે બજાર વેબ પોર્ટલના સ્વરૂપમાં ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરીયનની જન્મ તારીખ નિમિત્તે ર૬ નવેમ્બર, ર૦૧૬ના રોજ ભારત સરકારના કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી રાધા મોહનસિંહ દ્વારા ખૂલ્લું મૂકવામાં આવ્યું. વેબ પોર્ટલ એટલે એક પ્રકારની વેબસાઈટ કે જેના પર વિવિધ પ્રકારની માહિતી ઉપલબ્ધ હોય. આ ઈ-પશુ હાટના માધ્યમથી ખેડૂતો અને પશુપાલકો પશુધન, ફ્રોઝન વીર્ય, ફ્રોઝન ગર્ભ વગેરે ઘેર બેઠા જ મેળવી શકે છે. ઈ-પશુ હાટના માધ્યમથી એક રાજયનો ખેડૂત અન્ય રાજયના પશુધનને સરળતાથી મેળવી શકશે. આ માટે તેમણે માત્ર ઈ-પશુ હાટ વેબસાઈટ (https:epashuhaat.gov.in) પર ઈન્ટરનેટના માધ્યમથી લોગીન થવાથી પશુધનની લેવડ-દેવડ કરી શકે છે.
તાજેતરના સમયમાં ડેરી ઉત્પાદન મોટે ભાગે નીચે જવા લાગ્યું છે. પશુધનનાં વેપાર સાથે સંકળાયેલ ખેડૂતો પર્યાપ્ત પશુધન ન મળવાથી તેમનું ઉત્પાદન મેળવી શકતા નથી. આવા સંજોગોમાં, કેન્દ્ર સરકારે સમગ્ર રાષ્ટ્રમાં ખેડૂતો માટે તેમના પશુધન વેપાર કરી શકે છે.
ગર્ભ, વીર્ય તેમજ અન્ય ઉપલબ્ધ જોગવાઈઓ માટે ખરીદી અને વેચાણ કરી દૈનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય.
ખેડૂતમિત્રો નીચેના પગલાઓને અનુસરી ઈ-પશુ હાટ પોર્ટલનો ઉપયોગ કરી શકશે.
(૧) ઈ-પશુ હાટની વેબ સાઈટ https://epashuhaat.gov.in/ ની મુલાકાત લો.
(૨) ત્યારબાદ LOGIN બટન પર ક્લિક કરી સાઈટની મુલાકાત લઈ શકાય છે. જો તમે નવા વપરાશકર્તા હોય તો | NEW REGISTRATION બટન પર ક્લિક કરવાથી ખેડૂત મિત્રો FARMER REGISTRATION પર જઈ તેમની નોંધણી કરાવી શકે છે.
૩) ત્યારબાદ નીચે દર્શાવ્યા મુજબ આધાર નંબર નાખ્યા બાદ વેરિફિકેશન કર્યા બાદ યુઝર નેમ અને પાસવર્ડ તેમજ અન્ય જરૂરી વિગતો નાંખી રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.
(૪) રજિસ્ટ્રેશન કર્યા બાદ Login ID અને Password એ તમારા પોર્ટલ વપરાશ માટે સતાવાર કે અધિકૃત ID બને છે.
(૫) એક વખત નોંધણી કર્યા બાદ તમે આ પોર્ટલના માધ્યમથી પશુધનને આનુસંગિક ટ્રેડિંગ કરી શકો છો.
ઈ-પશુ હાટ એ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પશુપાલન અને ડેરી ક્ષેત્ર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં આ પ્રકારનું પોતાની જાતનું આગવું અને અનન્ય પગલું છે. આ સેવાનો દરેક ખેડૂતમિત્રોએ લાભ લેવો જોઈએ.
કૃષિગોવિધા ઑગષ્ટ-ર૦૧૭ વર્ષ : ૭૦ અંક : ૪ સળંગ અંક : ૮૩ર
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020