સામાન્ય રીતે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સંચાલીત વિવિધ યોજનાની માહિતી ગ્રામ સેવક અથવા કૃષિ ખાતાઓમાં રૂબરૂ મુલાકાત તેમજ કૃષિ ખાતાઓના ગામડાંઓ માં થતા વિવિધ કાર્યક્રમો દ્વારા અપાતી હોય છે. અત્યારે ખેતી જ્યારે યુવા પેઢીના હાથમાં આવી છે ત્યારે કૃષિ લગતા વિવિધ પોર્ટલો અથવા કૃષિ લગતી વિવિધ મોબાઈલ એપ્લીકેશનો ની યુવા પેઢીને માહિતી હોવી આવશ્યક છે. ગામડામાં અત્યારેમોટો વર્ગ મોબાઈલ માં ઈન્ટરનેટ વાપરતો થયો છે ત્યારે કૃષિ લગતી વિવિધ યોજનાની માહિતી તેમને ઘરે બેઠા મળી શકે તેમ છે. અને તેના ઉપયોગ દ્વારા પોતાની ખેતીનો ગામડાઓના અને રાજ્યના વિકાસમાં અગત્યનું યોગદાન આપી શકે તેમ છે. કૃષિ લગતા વિવિધ પોર્ટલની માહિતી તેમજ વિવિધ મોબાઈલ એપ્લીકેશનોની માહીતી નીચે જણાવ્યા મુજબ આપેલ છે.
e-પશુ હાટ એ ભારત સરકાર સંચાલિત વેબ સાઈટ છે. જેમાં ખેડૂત અથવા અન્ય પશુ પાલકો પોતાના પશુ ઓન લાઈન વેચાણ અને ખરીદી કરી શકશે. ધારો કે રાજસ્થાન નો ખેડૂત ગીર ગાય ગુજરાતમાંથી ખરીદવા માંગે છે તો આ વેબ સાઈટ માંથી ઓન લાઈન ગીર ગાયના ભાવ જાણી શકાશે અને લે વેચ કરી શકશે. જેમાં રજીસ્ટ્રર થયેલા અથવા રજીસ્ટ્રર વગરના પશુનું વેચાણ થાય છે. તેમજ પશુઓના લગતી અન્ય માહિતી ઉપલબ્ધ છે.
ભારત સરકાર દ્વારા સંચાલિત એક “ફાર્મસ પોર્ટલ” ઉપલબ્ધ છે જે ગુજરાતી, હિન્દી, મરાઠી અને મલિયાલમ જેવી ભાષામાં માહિતી ઉપલબ્ધ હોય છે. જેમાં દરેક રાજ્ય પ્રમાણે નીચે મુજબની લીંન્કો પ્રમાણે વિવિધ માહિતીઓ પૂરી પાડે છે.
આ પોર્ટલમાં જુદા-જુદા રાજ્યોની ભાષાઓ અને અંગ્રેજીમાં ખેતીની યાંત્રીકરણ અને તાંત્રિકતા વિવિધ મશીનરીઓની માહિતી આપવામાં આવે છે. તેમજ અંગ્રેજીમાં ખેતી સાધનો બનાવતા ભારતભરના મેન્યુફેક્ચરોંનું લીસ્ટ પણ ઉપલબ્ધ હોય છે, વિવિધ સહકારી સંસ્થાઓની માહિતીની તેમજ સાધનોના અધિકૃત ટેસ્ટીંગ સેન્ટરોની માહિતી હોય છે.
૧. કિશાન સુવિધા:
આ મોબાઈલ એપ્લીકેશન દ્રારા ડિલરને લગતી માહિતી, બજારભાવ, પાકસંરક્ષણ, સંકલિત જીવાત નિયંત્રણ અને અન્ય ખેતી વિષયક સેવાઓ લગતી માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત હવામાનની સાવચેતી, દેશમાં જુદા જુદા રાજયોનાં ઉચ્ચતમ બજાર ભાવની માહિતી પણ આ એપ્લીકેશનમાં ઉપલબ્ધ છે.
આ મોબાઈલ એપ્લીકેશન દ્રારા જુદા જુદા વિસ્તારોમાં આવેલા પાકોમાં વીમાને લગતી માહિતી જેવી કે વીમાની રકમ, ખેડૂતોને મળવાપાત્ર લોનની રકમ વગેરેની માહિતી પુરી પાડવામાં આવે છે.
આ એપ્લીકેશન દ્રારા પોતાના આજુબાજુના વિસ્તારોમાં ચાલતા કૃષિ વિષયક લગતા પાકોના ભાવોની માહિતી મેળવી શકાય છે.
એનડીડીબી દ્રારા આ એપ્લીકેશનનું નિર્માણ થયેલુ છે. જે એન્ડ્રોઈડ બેઝ સોફટવેર દ્રારા સંચાલિત મોબાઈલ કે ટેબલેટ દ્રારા ચલાવી શકાય છે. આ એપ્લીકેશન દ્રારા પશુને લગતી વિવિધ માહિતીઓ આપવામાં આવે છે. તેમજ પશુપાલકોના વિસ્તારમાં વપરાતી વિવિધ પશુ આહારમાં મિનરલ મીક્ષર લેવાની માહિતી પણ આપવામાં આવે છે.
આ એપ્લીકેશન દ્રારા દેશના વિવિધ રાજયોના વિવિધ જીલ્લામાં આવેલી કૃષિ વિષયક મંડળીઓના કૃષિ લગતા પાકોના ભાવ જાણી શકાય છે.
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020