অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મોબાઈલ દ્વારા ખેતી વિષયક માર્ગદર્શન માટે એમકિસાન પોર્ટલનો ઉપયોગ

ગુજરાત એ કૃષિ પ્રધાન રાજ્ય છે. આજના આ ડીજીટલ યુગમાં ખેડૂતોને કૃષિની અદ્યતન માહિતી મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા એમ-કિસાન પોર્ટલ (http://mkisan.gov.in/) શરૂ કરવામાં આવેલ છે. એમકિસાન નો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને સમયાંતરે પાક અને વાતાવરણને લગતા જુદા જુદા મેસેજ મોબાઈલમાં મળી રહે તેનો છે. ખેડૂતોને કૃષિની અદ્યતન માહિતી મળી રહે તે માટે સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ટચ સ્કિન કિઓસ્ક, કૃષિ ક્લિનિક્સ ખાનગી કિઓસ્ક, માસ મીડિયા, સામાન્ય સેવા કેન્દ્રો, કિસાન કોલ કેન્દ્રો વગેરે કૃષિ વિસ્તરણ પ્રવૃત્તિઓ સેવાઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ છે. જો કે, મોબાલ ટેલિફોની એ કૃષિ વિસ્તરણ માટે સૌથી અસરકારક અને સર્વવ્યાપી સાધન છે.

આ પ્રોજેકટને સફળ બનાવવા માટે વૈજ્ઞાનિકો, નિષ્ણાંતો અને સરકારી અધિકારીઓની, માહિતી પ્રસાર કરવા, કૃષિ વિષયક સૂચન/સલાહો અને મોબાઈલ મારફતે ખેડૂતોને સલાહો આપવા માટે બ્લોક/ગામ સ્તરે નિમણૂંક કરવામાં આવેલ છે. આ એમએમએસ પોર્ટલનું ભારતના માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેના આરંભથી અત્યાર સુધી લગભગ ૩૨૭ કરોડ સંદેશાઓ અથવા ૧૦૪૪ કરોડ એમએમએસ સમગ્ર ભારતના ખેડૂતો માટે મોકલવામાં આવ્યા છે. ખેડૂતોને યુએસએડી, આઈવીઆરએસ અને પુલ એસએમએસ વેલ્યુ એડેડ સેવાઓ (ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ) પૂરી પાડવામાં આવી છે. તેના દ્વારા ખેડૂતો અને અન્ય હિસ્સેદારો માત્ર સંદેશાઓ નહિ પણ ઈન્ટરનેટનો ઉપયોગ કર્યા વગર તેમના મોબાઈલ પર વેબ આધારિત સેવાઓ મેળવી શકે છે. અર્ધસાક્ષર અને નિરક્ષર ખેડૂતો સુધી માહિતી પહોંચાડવા માટે અવાજ સંદેશાઓ (Voice SMS)ની સુવિધા આપવામાં આવે છે.

ખેડૂતોએ આ સુવિધાનો લાભ લેવા માટે એમકિસાન પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે. ખેડૂત એમકિસાન પર અત્રે દર્શાવેલ ચાર રીતે નોંધણી કરી શકે છે.

કિસાન કોલ સેન્ટર મારફતે નોંધણી :

  • ખેડૂતો ટોલ ફ્રી નંબર 1551-180-1800 (૧૮૦૦૧૮૦-૧૫૫૧) દ્વારા કિસાન કોલ સેન્ટર ઉપર ફોન કરી અને નોંધણી કરાવી શકે છે. કિસાન કોલ સેન્ટર એજન્ટ દ્વારા પૂછવામાં આવતી અંગત વિગતો ખેડૂતો એ નોંધણી માટે આપવાની રહેશે. ખેડૂતે પછી માહિતી સલાહ માટેના માધ્યમની પસંદગી કરવાની રહેશે. એટલે કે તેને માહિતી ટેક્સ્ટ સંદેશ (SMS) અથવા વોઈસ સંદેશમાંથી કોઈપણ એકની પસંદગી કરવા માટે કહેવામાં આવે છે. ત્યારબાદ ભાષા પસંદગી અંગે વિકલ્પો દાખલ કરવાના થાય છે. ગુજરાતના ખેડૂતો ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ વિકલ્પમાંથી કોઈપણ એક પસંદ કરી શકે છે.
  • ખેડૂતો પોતાની પસંદગીના પાક/પ્રવૃત્તિના આઠ વિકલ્પો પસંદ કરી શકે છે. રજીસ્ટ્રેશન પૂર્ણ થતાં ખેડૂતને આપનું સ્વાગત છે.SMS સંદેશ પ્રાપ્ત થશે.

વેબ મારફતે નોંધણી :

  • જે ખેડૂતો પાસે ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ હોય તો તે આપેલ યુઆરએલ http://mkisan.gov.in/wpreg. aspx ના ઉપયોગ દ્વારા મફતમાં એમ-કિસાન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
  • સૌ પ્રથમ ખેડૂતોએ પોતાના મોબાઈલ નંબર આપી અને ‘Proceed બટન પર ક્લિક કરવું. (નીચે આપેલ આકૃતિમાં ભૂરા રંગનું બટન દબાવવું)

અથવા નજીકના સામાન્ય સેવા કેન્દ્ર પર જઈને ગ્રામ સેવકની મદદથી પણ એમ-કિસાન પોર્ટલ મારફતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

  • આ વિકલ્પમાં નોંધણી દીઠ ૨૩/- ફી પેટે ચૂકવવાના રહેશે. વેબ મારફતે રજીસ્ટ્રેશન કરાવવા નામ, મોબાઈલ નંબર, રાજય, જિલ્લા, બ્લોકની વિગતો આપવી ફરજીયાત છે. અંગત માહિતી એન્ટર કર્યા બાદ ખેડૂતે ભાષા, સંદેશાઓનો વિકલ્પ અને પાક પ્રવૃત્તિઓ માટેની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા ‘SUBMIT દબાવવાથી તમારી નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને ખેડૂતને ‘ખેડૂત સંદેશ સેવામાં તમારી નોંધણી સફળ થઈ ગઈ છે” SMS સંદેશ પ્રાપ્ત થશે.

એસએમએસ મારફતે નોંધણી :એસએમએસ

  • પ્રક્રિયા અને નોંધણી માટે બંધારણ નીચે પ્રમાણે છે : SMS મારફતે નોંધણી કરાવવા સંદેશ લખાણ બોક્સમાં નીચે જણાવેલ અક્ષરો ટાઈપ કરો. “KISAN REG <ખેડૂતનું નામ> <રાજયનું નામ>, <જીલ્લાનું નામ> અને <બ્લોક/ગામનું નામ> રાજ્ય, જિલ્લા અને બ્લોક/ગામના નામના માત્ર પ્રથમ ત્રણ અક્ષરો જ જરૂરી છે.
  • ઉદાહરણ તરીકે : KISAAN REG BHIKHABHAI, GUJARAT, ANAND, KARAMSAD
  • ઉપર જણાવેલ સંદેશો ટાઈપ કરીને ખેડૂતોએ ૫૧૯૬૯ અથવા ૭૭૩૮૨૯૯૮૯૯ પર મેસેજ મોકલવાનો રહેશે.
  • ખેડૂતને આ એસએમએસ મોકલવા માટે જે તે ઓપરેટર પ્રમાણે ચાર્જ કરવામાં આવશે. ત્યારબાદ નિષ્ણાતો અને અધિકારીઓ પાસેથી મળેલી અનુગામી એસએમએસ માટે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે.

એમ-કિસાન પોર્ટલ એર્દેશન કામદારો મારફતે નોંધણી :

  • ખેડૂતો પોતાના જીલ્લા/ગામના ટેકનોલોજી મેનેજર, મદદનીશ ટેકનોલોજી મેનેજર્સ અને અન્ય વિસ્તરણ કાર્યકર્તાઓને પોતાની અંગત અને ખેતી તથા પશુપાલનની માહિતી આપી અને તેમના મારફતે એમ-કિસાન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વિસ્તરણ અધિકારી દ્વારા નોંધાયેલ નવા ખેડૂતોને એક વ્યક્તિ દીઠ એક મોબાઈલ નંબર સાથે જોડવામાં આવશે.

નવેમ્બર-ર૦૧૭ વર્ષ : ૭૦ અંક : ૭ સળંગ અંક : ૮૩૫ કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate