વિકાસની સંકલ્પના વિશે સ્વાવલંબી અભિગમ ધરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એવા અભિપ્રાયો વ્યકત કર્યા છે કે જયાં સુધી ગરીબમાં ગરીબ માણસને વિકાસના કેન્દ્રમાં ન રાખવામાં આવે તો લોકોની મુશ્કેલીઓ ઓછી ન થાય, તેમના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો ન થાય અને તે લોકો કોઇપણ ભેદભાવ વગર વિકાસ પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ન ભજવે ત્યાં સુધી સાચા અર્થમાં વિકાસ શકય નથી.
ભારતમાં વિકાસનો અભિગમ સામાજિક-આર્થિક પાસાની સાથે સાથે ટેકનિકલ પાસા સાથે પણ સંબંધ ધરાવે છે એટલે કે સંકલિત તેમજ ટકાઉ વિકાસ માટે ટેકનોલોજીકલ અભિગમ ઉપર ભાર મૂકાય છે. આ ક્ષેત્રમાં ટેકનોજીકલ વિકાસના ઈતિહાસમાં માહિતી સંચાર ટેકનોલોજી એક આધુનિક તબકકો છે પણ ખરેખર માહિતી સંચાર ટેકનોલોજીનો અભિગમ ગ્રામ વિકાસની લોક ભાગીદારી તેમજ પ્રજાતાંત્રિક મૂલ્યોની સ્થાપના માટે પણ સહાયરૂપ બને છે. કારણ કે વિકાસ લોકો દ્વારા લોકો માટે અને લોકોનો ત્યારે જ શકય બને કે જયારે લોકો જરૂરી માહિતીથી સમયસર માહિતગાર બને અને સમસ્યાઓના સમાધાનમાં તેનો સક્ષમ સાધન તરીકે ઉપયોગ કરે. માહિતી સંચાર ટેકનોલોજી ખરા અર્થમાં એક ‘સેતુ' છે જે લોકો અને વિકાસ પ્રક્રિયા માટે પ્રયત્નો કરે છે. જનસંચારની આ જરૂરિયાત વધુ પારદર્શક, વિશ્વસનીય, ઝડપી, પ્રામાણિક અને ઉપયોગી બનાવવામાં માહિતી સંચાર ટેકનોલોજીની આગવી ભૂમિકા અને હવે સમ્પોષિત વિકાસ પ્રક્રિયાનું બિન્દુ બની ચુકી છે.
વહીવટી પ્રણાલીમાં વધુ અસરકારક ત્યારેજ બની શકે છે કે તે સમાન સમજ અને સર્વ માટે એકજ પ્લેટ ફોર્મ પુરુ પાડતું હોય. SMART ની સમજ નીચે પ્રમાણે વર્ણવી શકાય.
S |
M |
A |
R |
T |
|
|
|
(ભરોસો અને સુસંગતતા) |
|
માહિતી સંચાર ટેકનોલોજી વહીવટમાં વધુ સરળ અને ઉપયોગી ત્યાારે જ બની શકે કે જયારે તેમાં SMART ની સાથે સાથે નીચેના લક્ષણો નો પણ યોગ્ય સમાવેશ થયેલ હોય.
માહિતી સંચારમાં સરળતા, સ્પષ્ટતા, વિશ્વસનીયતા અને પારદર્શકતા સિવાય એક મહત્વપૂર્ણ ઘટક છે, ''સમાન સમજ ''જે માહિતી સંચારની ઘ્યેય સિદ્ધીમાં અગત્યનો ભાગ ભજવે છે અને એજ સફળતાનો આધાર છે. માહિતી સંચારનું માઘ્યમ ગમે તે હોય પણ તેમાં આ લાક્ષણિકતા જણાવવી જોઈએ તે અસરકારક માહિતી સંચારની અનિવાર્ય શરત છે. એવી પ્રણાલી ગ્રામીણ વિકાસ પ્રક્રિયા પ્રવાહને યોગ્ય દિશામાં દોરી શકે તેમ છે.
માહિતી સંચાર ટેકનોલોજી એક જ હારમાં વિસ્તૃત રાષ્ટ્રીય માહિતીનું માળખું અને તેનું આંતરરાષ્ટ્રીય સંચાર અને માહિતી નેટવર્કમાં સંપૂર્ણ એકત્રીકરણ દ્વારા સંચાર અને માહિતીને વિસ્તૃત અને વ્યાજબી પહોંચનો પ્રવેશદ્વાર છે. સાધન અને સેવાઓની વહેંચણી, યોજના અને ઉત્પાદનમાં માહિતી સંચાર ટેકનોલોજીએપ્લીકેશનનો વ્યાપક ઉપયોગ દ્વારા અર્થશાસ્ત્રના ચાવીરૂપ વિભાગની ક્રિયાશીલતા અને સ્પર્ધાત્મકતામાં સુધારો થયો છે. માનવ અને આર્થિક વિકાસના ખૂબ વિકટ પ્રશ્નો ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, ગરીબાઈ ઓછી કરવી અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રમાં ઉકેલ લાવવામાં માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ મદદ કરે છે. દેશના વિશિષ્ઠ ઉકેલનું સૂત્રીકરણ, સંચાર અને માહિતી વ્યૂહીકરણ માટે ફકત ટેકનોલોજી પર જ નહીં પરંતુ માહિતી તંત્ર પર પણ પ્રકાશ પાડવાનો છે જે ડેટા, ટેકનોલોજી, લોકો, કાર્યનીતિ, પદ્ધતિ, સંસ્થા અને માળખાને સંપૂર્ણપણે એક શૈલીમાં ગોઠવી શકે. માહિતી સંચાર ટેકનોલોજીક્રાંતિમાં આગળ પડતો ભાગ લેવા સક્ષમ છે, જેમાં શિક્ષણનો વિકાસ, સાંસ્કૃતિક વારસાનું જતન, પ્રોત્સાહન, ટેકનિકલ શિક્ષણને મજબૂત તેમજ વિસ્તૃત કરવું અને વૈજ્ઞાનિક ક્ષમતાઓની રચના કરવાનો સમાવેશ થાય છે.
માહીતી સંચાર ટેકનોલોજીનો વહીવટી અમલીકરણ કાર્યક્રમ એટલે ઈ-ગવર્નમેન્ટ અને તેના અમલીકરણ માટે નીચેના ૬ મહત્વના સૂચકો આવશ્યક અને જરૂરી છે.
ઈ-ગવર્નમેન્ટની આખી પ્રક્રિયાની સફળતા મુખ્યત્વે ત્રણ બાબતો જેવીકે પ્રક્રિયા (Process), લોકો (Pepole) અને ટેકનોલોજી (Technology) ઉપર રહેલ છે. જેને ઈ-ગવર્નમેન્ટના ઉપયુકત માપદંડ PPT તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ દરેક માપદંડને વધુ પાંચ સ્કેલમાં વિસ્તૃત કરવામાં આવેલ છે જેના આધારે તે વધુ કાર્યક્ષમ ઉપયોગી સાબિત થઈ શકે.
પ્રક્રિયા(Process) |
સરળતા |
ક્ષમતા |
રહીશો મુજબ |
જાળવી રાખવું |
કિંમતથી અસરકારક |
લોકો(Pepole) |
દ્યષ્ટિ |
નેતૃત્વ |
વચનબઘ્ધતા |
કુશળતા |
બદલાવ |
ટેકનોલોજી(Technology) |
આર્કિટેકચર |
પ્રમાણિત ધોરણો |
ભરોસાપાત્ર |
માપનયુકત |
સલામત |
ઈ-ગવર્નમેન્ટન પ્રોજેકટને અમલી બનાવવા માટેનો યોગ્ય્ અને ઉપયુકત રસ્તોે PPP(Public Private Partnership) છે. PPP ના અમલ માટે
PPP ના અમલ માટે મહત્તમ ચાર બાબતો
પ્રોફેસર કેનેથ કેનીસ્ટોએ "Bridging the Digital Divide" માં નીચેની બાબતો ઉપર ઘ્યાન દોર્યુ છે.
માહિતી સંચાર ટેકનોલોજી પ્રોગ્રામ ખરેખર પૂરો થશે અને તેનાથી થતા ફાયદા ખરેખર ફાયદો કરવાશે તેની ખાત્રી થવી જોઈએ.
વહીવટી અમલીકરણ મોડલ
માળખુ |
સક્ષમ, સ્તરીકૃત, સલામત, આંતર-કાર્યાન્વિત, ખુલ્લું, આર્કિટેકટ |
અમલ |
યોગ્ય રીતે વહેંચાયેલ, નજીક, લાંબા સમય સુધી ટકી શકે તેવું, પ્રયત્નશીલ, સસ્તું, આધાર રાખી શકાય તેવું |
સ્વરૂપ |
નાણાંકીય ફાયદો (કિંમત-સમયનો બચાવ, ભષ્ટાચાર મુકત, આવકના સ્ત્રોતોમાં વધારો), વર્ગીગૃત ન્યાય, જીવનની ગુણવત્તા વધારવી (શિક્ષણ, આરોગ્ય, જોડાણઅને સંચાર વગેરે) |
જરૂરી બાબતો |
મહત્વનું, સુધારેલ, રહીશો આધારિત, તાર્કીક, આકર્ષક, વધારે જાણીતું |
માહિતી સંચાર ટેકનોલોજીના અમલની સાથે ઉદ્ભવતી ગેપને દુર કરવા માટે ઉપરોકત મૉડલને ચાર ભાગમાં વહેચવામાં આવેલ છે. પ્રથમ ભાગમાં માહિતી સંચાર ટેકનોલોજીનું માળખું સક્ષમ, સ્તરીકૃત, સલામત, આંતર-કાર્યાન્વિત, ખુલ્લું અને આર્કિટેક જેવી અનેક ખુબીઓ ધરાવતું હોવું જોઈએ. બીજા ભાગમાં માહિતી સંચાર ટેકનોલોજીનો અમલ યોગ્ય રીતે વહેચાયેલ, નજીક, લાંબા સમય સુધી ટકી શકે તેવો, સસ્તો અને આધાર આપી શકે તેવો હોવો જોઈએ. ત્રીજા ભાગમાં માહિતી સંચાર ટેકનોલોજી માટેની જરૂરી બાબતોમાં મહત્વ, સુધારેલ, રહીશો આધારિત, તાર્કિક, આકર્ષક અને વધારે જાણીતું હોય તેવી બાબતો ઈચ્છનીય છે. ચોથા ભાગમાં કે જેમાં નાણાંકીય ફાયદો, ન્યાય અને જીવનની ગુણવત્તા વધારવી તે છે.
માહિતી સંચાર ટેકનોલોજી એટલે માહિતીને ગ્રહણ, પ્રક્રિયા, સંગ્રહ તેમજ આદાન-પ્રદાન કરવા માટેનું ઈલેકટ્રોનિક માઘ્યમ. તેવી જ રીતે આવી પ્રવૃત્તિઓને લાગુ પાડતી અથવા સહાય કરતી સેવા છે. માહિતી સંચાર ટેકનોલોજીમાં કમ્પ્યુટર હાર્ડવેર-સોફટવેર, ટેલિ-કમ્યુનિકેશન સાધનો અને ઈલેકટ્રોનિક આધારીત બાબતો તેમજ દરેક આર્થિક ક્ષેત્રમાં માહિતીને લાગુ પાડવાનો સમાવેશ થાય છે. માહિતી સંચાર ટેકનોલોજીનો સુનીયોચીત ઉપયોગ જ વહીવટી પ્રણાલીને યોગ્ય અને અસારકારક પરીણામ આપી શકે છે. આ અમલ માટે પ્રોફેસર અમર્ત્યસેન કહેલ કે માહિતી સંચાર ટેકનોલોજી પોતે એક વસ્તુની જેમ છે જેમકે ચોખા જેમાં કૅલેરી અને પોષણ જેવી વિશિષ્ટતાઓ સમાયેલ છે, તેવી જ રીતે માહિતી સંચાર ટેકનોલોજી પણ વિશિષ્ટતાઓનું વિવિધપૂર્ણ રીતે સંકલન કરે છે જેમાં ભભમાહિતીભભ એ વસ્તુની કામગીરી અથવા ફાળો વગેરેનું જીવન સુનિશ્ચિત કરે છે. તેવીજ રીતે માહિતી સંચાર ટેકનોલોજી જાણકારીઓનું વ્યવસ્થાપન સમુદાય અને વ્યકિતઓની જરૂરિયાત પ્રમાણે સુવ્યવસ્થિત સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવે છે. આ વસ્તુ અને પ્રક્રિયાનો અંતિમ તબકકો ઉપયોગિતા અને પરિણામ પર છે. સંતુષ્ટિની પ્રાપ્તિ એ જ માહિતી સંચાર ટેકનોલોજીની સામાજિક-આર્થિક વિકાસ માટે માહિતીના સ્વરૂપમાં થયેલ પરિવર્તનની અંતિમ સ્થિતિ દર્શાવે છે.આજે ડિઝીટલ ઇન્ડીયા અને મેક ઇન ઇન્ડીયા કાર્યક્રમ અંતર્ગત સંપોષિત વિકાસ અને ટેકનોલોજી અભિગમ અંતિમજન સુઘી કઇ રીતે ૫હોચે છે તે અગત્યનું બને છે.
ડો. સતીષ પટેલ
મદદનીશ પ્રાઘ્યા૫ક,
ગ્રામ વ્યવસ્થા૫ન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ : રાંઘેજા, જિ. ગાંઘીનગર
વેબસાઈટ : ડૉ. સતિષ પટેલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020
માહિતી સંચાર ટેકનોલોજી : ભારતના ખેતી વિષયક પ્રોજેક...