অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ

બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ

ખેડૂતોને તેમની સિધ્ધિ બદલ બિરદાવવાની આત્મા યોજનામાં જોગવાઇ છે. ખેડૂતો પોતે પોતાની કોઠાસુઝથી નવી નવી બાબતો અપનાવે તેવા ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ રાજ્ય, જીલ્લા અને તાલુકા કક્ષાએ આપવામાં આવે છે. ખેતી અને તેને સંલગ્ન વિવિધ વિષયોને માટે કુલ ૧૦ અલગ અલગ કેટેગરી માટે એવોર્ડ આપવામાં આવે છે. આત્મા સાથે જોડાયેલા ખેડુતોએ આ એવોર્ડ માટેનું અરજી ફોર્મ જાહેરાત બહાર પડે જીલ્લા કક્ષાની ઓફીસ મારફતે મેળવવાનું હોય છે. જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હોય તે સમય મર્યાદામાં ફોર્મ ભરી જરુરી તમામ દસ્તાવેજો જોડી જીલ્લા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરી એ પહોંચતા કરવાના હોય છે. આ ફોર્મનું વેરીફીકેશન જીલ્લા કક્ષાના કૃષિ, બાગાયત, પશુપાલન અને મત્સ્યપાલન પૈકી એવોર્ડના સંલગ્ન અધિકારી, કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિક સહિત આત્માની જીલ્લા કક્ષાએ રચાયેલ એવોર્ડ કમીટી દ્વારા થાય છે. ચકાસણીના અંતે પસંદ થયેલ ખેડુતોને ત્રણ અલગ અલગ કેટેગરી મુજબ રાજ્ય, જીલ્લા અને તાલુકા કક્ષાએ એવોર્ડ નક્કી કરવામાં આવે છે. આ એવોર્ડમાં રાજ્ય કક્ષાએ કુલ ૧૦, જીલ્લા કક્ષાએ દરેક જીલ્લા દીઠ ૧૦ અને તાલુકા કક્ષાએ દરેક તાલુકા દીઠ કુલ ૫ એવોર્ડ આપવાની જોગવાઇ છે. એવોર્ડમાં રાજ્ય કક્ષાએ વિજેતા ખેડુતને રૂ.૫૦,૦૦૦qv રોકડા, શીલ્ડ અને સર્ટીફીકેટ આપવામાં આવે છે, જીલ્લા કક્ષાએ વિજેતા ખેડુતને રૂ.૨૫,૦૦૦/- રોકડા, શીલ્ડ અને સર્ટીફીકેટ આપવામાં આવે છે. તાલુકા કક્ષાએ વિજેતા ખેડુતને રૂ.૧૦,૦૦૦/- રોકડા, શીલ્ડ અને સર્ટીફીકેટ આપવામાં આવે છે. વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

વર્ષ

રાજય કક્ષા

જીલ્‍લા કક્ષા

તાલુકા કક્ષા

કુલ

ર૦૦૭-૦૮

૧૦

ર૩

૩૪

ર૦૦૮-૦૯

રર

ર૮

ર૦૦૯-૧૦

ર૭

૪૧

૭ર

ર૦૧૦-૧૧

ર૬

૬૪

૯ર

ર૦૧૧-૧ર

૮૩

ર૬૦

૩૪૮

ર૦૧ર-૧૩

૧૪૬

૩૪ર

૪૯૬

ર૦૧૩-૧૪

૬૦

૪૧પ

૪૮૧

કુલ

ર૮

૩પ૬

૧૧૬૭

૧પપ૧

સ્ત્રોત : આત્મા ડાયરેક્ટોરેટ એન્ડ સમેતિ, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate