অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સમેતી

સમેતિ'ની સ્થા્પના ગુજરાત સરકારે કરેલ છે. 'સમેતિ' એ રાજય કક્ષાની 'માનવ સંસાધન વિકાસ'(Human Resource Development-HRD) માટેની રજીસ્ટછર્ડ થયેલી સ્વાાયત સંસ્થાવ છે. આ સંસ્થાિના અઘ્યeક્ષપદે અધિક મુખ્યr સચિવશ્રી, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગર છે. આ ઈન્‍સ્‍ટીટયુટનું મુખ્ય  કાર્ય રાજયમાં વિસ્તરણ કાર્ય સાથે સંકળાયેલ કાર્યકરોને જરૂરિયાત આધારીત તાલીમ કાર્યક્રમો યોજવાનું છે.

મુખ્યા કાર્યો

  • જાહેર અને ખાનગી વિભાગોના વિસ્‍તરણ કાર્યકરોને 'વિસ્‍તરણ વ્‍યવસ્‍થાપન' અંગેની તાલીમ આપવી.
  • યોજના આયોજન, એપ્રેઈઝલ અને અમલીકરણ માટે તેમજ કૃષિને લગતી વિકાસની મુખ્‍ય બાબતો માટે કન્‍સલ્‍ટન્‍સી હાથ ધરવી.
  • મઘ્‍યમ કક્ષાના અને પાયાના વિસ્‍તરણ કાર્યકરોને તેમજ ખેડૂતોને જરૂરિયાત આધારિત તાલીમ આપવી.
  • અસરકારક વિસ્‍તરણ માટેની મેનેજમેન્‍ટ પઘ્‍ધતિઓ તૈયાર કરવી.
  • તાલીમના પ્રતિસાદરૂપ સંદેશવહનની મેનેજમેન્‍ટ પઘ્‍ધતિઓ વિકસાવવી.

વહિવટી માળખું

રાજ્ય સ્તરીય

પ્રવૃત્તિઓ

તાલીમ

રાજયમાં વિસ્‍તરણ કાર્ય સાથે સંકળાયેલ વિસ્‍તરણ કાર્યકરોને જરૂરિયાત મૂજબ તાલીમ આપવામાં આવે છે.

સમેતિ તાલીમ

વર્ષ

તાલીમ

પુરૂષ

સ્ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

૨૦૦૭-૦૮

૨૫૫

૨૬૩

૨૦૦૮-૦૯

૩૪

૧૬૦૭

૧૭૮

૧૭૮૫

૨૦૦૯-૧૦

૧૬

૬૮૬

૨૬

૭૧૨

૨૦૧૦-૧૧

૫૦

૨૧૮૧

૨૨

૨૨૦૩

૨૦૧૧-૧૨

૩૩

૯૭૩

૯૫

૧૦૬૮

૨૦૧૨-૧૩

૩૫

૭૬૫

૨૭૬

૧૦૪૧

૨૦૧૩-૧૪

૪૨

૧૧૦૫

૧૩૪

૧૨૩૯

૨૦૧૪-૧૫

૫૧

૧૪૩૦

૧૫૯

૧૫૮૯

કુલ

૧૭૭

૬૪૬૭

૬૦૫

૭૦૭૨

પ્રેરણા પ્રવાસ

વિસ્‍તરણ કાર્યકરો નવી ટેકનોલોજી જાણે અને ખેડૂતો સુધી પહોંચાડે તે માટે રાજય બહારના પ્રેરણા પ્રવાસની જોગવાઇ છે.

પી.જી.ડી.એ.ઇ.એમ

નેશનલ કૃષિ વિસ્તરણ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ(મેનેજ) દ્વારા ખાસ કરીને આંતર શિક્ષણ સ્થિતિમાં જાહેર વિસ્તરણ કાર્યકર્તાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૦૭-૦૮ થી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં કૃષિ વિસ્તરણ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ કૃષિ અને સહકાર, કૃષિ મંત્રાલય, સરકારી વિભાગ દ્વારા પ્રાયોજિત છે.

ઉદ્દેશો

  • વિસ્તરણ કાર્યકર્તાઓની ટેકનો-સંચાલકીય યોગ્યતા વધારવા
  • કૃષિ વિસ્તરણ ક્ષેત્રે તાજેતરની વિકાસ યોજનાઓ ઉપર વિસ્તરણ કાર્યકર્તાઓને પરિચિત થવું
  • સહભાગી નિર્ણય નિર્માણ માટે વિસ્તરણ અને તાજેતરની તક્નીકોમાં વિસ્તરણ કાર્યકર્તાઓને સજ્જ બનાવવા

કોના માટે ?

  • આ કૃષિ ડિપ્લોમા કૃષિમાં તેમજ સંલગ્ન ક્ષેત્રમાં સ્નાતક/અનુસ્નાતક અને હાલમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા આધિકારીઓ માટે છે.
  • પ્રાથમિક વય મર્યાદા ૪૫ વર્ષ છે. જો કે, તે અપવાદરૂપ કિસ્સાઓમાં હળવું કરી શકાય છે.
  • કૃષિ વ્યાપાર કંપનીઓ, એનજીઓ, સહકારી અને અન્ય ખાનગી ક્ષેત્રમાં કામ કરતા ઉમેદવારો પણ સ્વ ધિરાણ ધોરણે લાયક છે.

ઉમેદવારો પસંદગી

આ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ માટે ઉમેદવારોની ઓળખ અને નિયત માપદંડ આત્મા દ્વારા પસંદ કરવામાં આવશે. પસંદ કરેલ ઉમેદવારોની અરજી રાજ્ય મધ્યવર્તી ઓફિસ દ્વારા મેનેજ, હૈદરાઅબાદ મોકલવામાં આવશે. આ ડિપ્લોમા પ્રોગ્રામ માટે પ્રવેશ વર્ષમાં એક વાર થાય છે.

સમયગાળો

  • આ કાર્યક્રમનો સમયગાળો ૩૨ ક્રેડિટ લોડ સાથે બે સેમેસ્ટરમાં ફેલાયેલો છે જે એક-વર્ષનો છે.
  • દરેક સત્રમાં સંપર્ક વર્ગો અને પરીક્ષા સમેતી ખાતે યોજવામાં આવ છે.

પરીક્ષા મૂલ્યાંકન

ઉમેદવારોની લેખિત પરીક્ષા અને અસાઇનમેંટની કામગીરી પર આધારિત મૂલ્યાંકન કરવામાં આવશે. લેખિત પરીક્ષાનાં ૭૦ ગુણ છે અને અસાઇનમેંટનાં દરેક કોર્સ માટે ૩૦ ગુણ છે. ઉત્તિર્ણ થવા માટે દરેક કોર્સમાં ઓછામાં ઓછા ૫૦ ગુણ જરૂરી છે. જે ઉમેદવારો ઉત્તિર્ણ થવામાં નિષ્ફળ રહે તેઓને આગામી વર્ષે આ પરીક્ષા માટે ફરીથી આપવા માટેની પરવાનગી આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માત્ર બે વર્ષ માટે માન્ય છે.

ફી

કૃષિ વિસ્તરણ મેનેજમેન્ટ માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા (PGDAEM) નાં ખર્ચને પહોંચી વળવા માટે રાજય વિસ્તરણ કાર્ય યોજના (SEWP) માં જોગવાઇ કરવામાં આવે છે. એનજીઓ અને ખાનગી ક્ષેત્રોમાં માટે ફી રૂ. ૧૫૦૦૦/- રહેશે.

 

સ્ત્રતો: આત્મા ડાયરેક્ટોરેટ એન્ડ સમેતિ, કૃષિ અને સહકાર વિભાગ

program

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate