ખેડુતોને જીલ્લા કક્ષાએ જ આધુનિક ખેતી પધ્ધતિ, નવીન ટેક્નોલોજી, નવીન પાકોની વેરાઇટી તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ મેળા /પ્રદર્શન યોજવામાં આવે છે. આત્મા યોજના દ્વારા દર વર્ષે આવા કૃષિ મેળા અને પ્રદર્શનનું આયોજન એક થી બે દિવસ માટે જીલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જેમાં પ્રગતિશીલ ખેડુતો, વૈજ્ઞાનિકો, કૃષિના તાંત્રીક અધિકારી, કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ, ખેતી ખાતાના અધિકારીઓ તેમજ આત્માના અધિકારીઓ કૃષિને લગતા વિવિધ વિષયો પર ઉપસ્થિત ખેડુતોને માર્ગદર્શન પુરૂ પાડે છે. આ કૃષિ મેળામાં કૃષિ સંલગ્ન સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી તથા પ્રાઇવેટ કંપનીઓ અને વિતરકો દ્વારા અદ્યતન ટેક્નોલોજીના સ્ટોલ ગોઠવવામાં આવે છે. જેથી ખેડુતોને જીલ્લા કક્ષાએ જ તમામ ખેતી, બાગાયત, પશુપાલન, મત્સ્યપાલન, મરઘા પાલન, મધ પાલન જેવી વિવિધ યોજનાઓ અંગે એક જ સ્થળેથી માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. આ ઉપરાંત ખેડુતો માટે સેમીનાર પણ યોજાય છે જેમા નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતોને સરળતાથી જાણકારી મળી રહે તે માટે લીફલેટ, સીડી, ડીવીડી, બુકલેટ જેવી માહિતી સભર સાહીત્ય પુરું પાડવામાં આવે છે. આ પ્રકારના કૃષિ મેળા/પ્રદર્શન યોજવા માટે રૂ.૪,૦૦,૦૦૦/- ની જોગવાઇ છે. આ પ્રકારના મેળામાં ભાગ લેવા તાલુકા કક્ષાએ આત્મામાં જોડાયેલા ખેડુતો જીલ્લા અંદરના પ્રેરણા પ્રવાસ અંતર્ગત ભાગ લેવા જીલ્લા કક્ષાએ આવી શકે છે.
વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.
વર્ષ |
કિસાન મેળા અને પ્રદર્શન |
પુરુષ |
સ્ત્રી |
લાભાર્થીઓની સંખ્યા |
ર૦૦૭-૦૮ |
૬ |
૧૩૧૧૩ |
૧૯૯૪૦ |
૩૩૦પ૩ |
ર૦૦૮-૦૯ |
૧૩ |
૧૭૪૪ર |
પ૬રપ |
ર૩૦૬૭ |
ર૦૦૯-૧૦ |
૧૪ |
૧૦૯પ૭ |
૩૯૧૭ |
૧૪૮૭૪ |
ર૦૧૦-૧૧ |
૪પ |
૩૮૧૪૦૮ |
૬ર૦૧૮ |
૪૪૩૪ર૬ |
ર૦૧૧-૧ર |
પ૩ |
૯૮૪૦૪ |
૪૭૪૬પ |
૧૪પ૮૬૯ |
ર૦૧ર-૧૩ |
૪૯ |
પ૭૪૦૯ |
ર૬૮૪૬ |
૮૪રપપ |
ર૦૧૩-૧૪ |
૩૯ |
પ૭૪૯૩ |
૩ર૬ર૩ |
૯૦૧૧૬ |
ર૦૧૪-૧પ |
૯૭ |
પર૦પર |
ર૩૦૧૭ |
૭પ૦૬૯ |
કુલ |
૩૧૬ |
૬૮૮ર૭૮ |
રર૧૪પ૧ |
૯૦૯૭ર૯ |
સ્ત્રોત : આત્મા ડાયરેક્ટોરેટ એન્ડ સમેતિ, કૃષિ અને સહકાર વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020
જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ/કાર્યો વિશેની માહિત...
આ વિભાગમાં પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપેલ છે
આ વિભાગમાં પ્રેરણા પ્રવાસ પ્રવૃત્તિઓ વિશેની માહિતી...
આ વિભાગમાં પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપેલ છે