অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખાતા વિષે માહિતી

ભા૨તમાં ખાંડ ઉદ્યોગો ખેતી ઉ૫૨ આધારિત સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ ભા૨તીય અર્થતંતૂમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને ભા૨તમાં ખાંડનું ઉત્પાદન વિશ્વમાં બીજા નંબ૨ છે.

૧૯૦ લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી ૫૫૪ જેટલી ખાંડ ફેકટરીઓ છે. ખાંડની આ કં૫નીઓ (કા૨ખાનાઓ ) ભા૨તમાં ૧૮ જેટલા રાજયોમાં આવેલી છે. તેમજ તેમાંની લગભગ ૬૦ ટકા સહકારી ક્ષેત્રની છે.

ગુજરાત રાજયમાં ૭૦,૦૦૦ ટન ની ઉત્પાદન ક્ષમતાં ધરાવતા ૧૯ જેટલા ખાંડ કા૨ખાનાઓ સહકારી ક્ષેત્રે કાર્ય૨ત છે.

ગુજરાતમાં ખેતીલાયક ૧ર૫ લાખ હેકટર જમીનમાંથી ૧.૬૧ લાખ હેકટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે.0

૪.૫૦ લાખ કરતાં ૫ણ વધારે ખેડૂતોનો સહકારી ખાંડ મંડળીના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. ૨૦૧૪-૧૫ ના વર્ષમાં ૧૦૮.૪૪ લાખ મે. ટન શેરડીનું પિલાણ કરી ૧૧.૨૪ લાખ મે. ટન ખાંડનું ઉત્પાદન કરેલ છે અને ૧૧.૨૩ ટકા રીકવરી મેળવેલ છે. આ મંડળીઓનું કુલ ટર્નઓવર રૂા. ર૦૦૦ કરોડ કરતા વધારે છે. શેરડી પિલાણ સિઝન દરમ્યાન આ મંડળીઓ ૩.૧૫ લાખ કરતાં ૫ણ વધારે લોકોને સીધી અથવા તો આડકતરી રીતે રોજગારી પૂરી પાડે છે.

છેલ્લા પાંચ વર્ષમાં શેરડીની હેકટરદીઠ ઉત્પાદકતાની વિગતો નીચે પ્રમાણે છે.

ક્રમ

વર્ષ

ઉત્પાદન (ટન / હેક્ટર)

૨૦૦૯-૧૦

૭૦.૦૨

૨૦૧૦-૧૧

૭૧.૭૪

૨૦૧૧-૧૨

૬૩.૨૯

૨૦૧૨-૧૩

૭૧.૧૮

૨૦૧૩-૧૪

૬૮.૮૨

૨૦૧૪-૧૫

૭૧.૪૫

મિશન અને વિઝન

ખાંડ તંત્રનો મુખ્‍ય ઉદ્દેશ સહકારી સંસ્‍થાઓના માધ્‍યમ ધ્‍વારા જનતાને આર્થિક , સામાજિક વિકાસનો સહકારી ધોરણે બચતની ભાવનાને પ્રોત્‍સાહન મળે અને સમાજના જુદા જુદા વર્ગોને ધિરાણની સગવડો મળી રહે તે જોવાનો છે.

વિકાસ બાબતે

  • વધુને વધુ લોકો સહકારી પ્રવૃત્તિનો લાભ લે, સભ્‍ય બને.
  • ખાંડ સહકારી મંડળીઓની રચના.
  • આર્થિક ક્ષેત્રે પ્રવૃત્તિનું મહત્‍વનું યોગદાન.
  • ખેત ઉત્‍પાદનમાં રૂપાંતર યુનિટ ધ્‍વારા વૃધ્‍ધિ તથા ઇનપુટ ખેડૂતોની સુખાકારી વધારવી.
  • નવા નવા ક્ષેત્રો જેવા કે વીમો, મેડીકલ, વિદ્યૃત , હોસ્‍પિટલ ,ઇન્‍ફરમેશન ટેકનોલોજી , જૈવિક ઔષધિ ઉત્‍પાદન સેવાઓ અન્‍ય સેવાઓ વિગેરે.

સેવાકીય બાબતે

  • સહકારી સંસ્‍થાઓને સુદ્દઢ અને વેગવંતી બનાવવા નાણાંકીય સુવિધાઓ વધારવી.
  • વહીવટી પ્રક્રિયામાં મદદ તથા માર્ગદર્શન.
  • શોષિત ક્ષેત્રનું સંશોધન તથા શોષણકર્તાઓ સામે પગલાં.

દૂરંદેશીપણું

  • વહીવટી સુધારણાથી પારદર્શક અને લોકાભિમુખ વહીવટ બનાવવો.
  • ઇન્‍ફરમેશન ટેકનોલોજીથી વહીવટમાં ગતિ લાવવી.
  • કાર્ય પધ્‍ધતિઓનું સરળીકરણ.
  • છેક તળીયા સુધીના માણસોને સેવાઓની ઉપલબ્‍ધ.
  • વહીવટમાં આધુનીકરણ

ખાંડ નિયામક, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate