অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટામેટાની બનાવટ

ટામેટાનું મહત્વઃ

ટામેટા શાકભાજી પાકોમાં બટાટા પછી બીજા નંબરનું સ્થાન  ધરાવતો પાક છે. દુનિયાના મોટાભાગના વિસ્તારમાં વાવેતર થતો આ પાક મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં અંદાજીત ર૦ થી રર હજાર હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે. તેમજ રોકડીયા પાક તરીકેનું સ્થાન હોય,દિવસે દિવસે ઉપયોગ અને માંગ વધવાથી વાવેતર વિસ્તાર વધતો જાય છે. આપણા રાજયમાં વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ,સુરત, ભરૂચ અને મહેસાણા જીલ્લાઓમાં ટામેટાનું વિશેષ પ્રમાણમાં વાવેતર થાય છે, જયારે અન્ય જીલ્લાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં વાવેતર જોવા મળે છે. ટામેટાનો ઉપયોગ રોજીંદા શાકભાજી દાળ કચૂંબર તેમજ કેચપ, સુપ,સોસ, જામ,જેલી,પ્યુરી જેવી બનાવટોમાં બહોળો પ્રમાણમાં થાય છે. ટામેટામાંથી કાર્બોહાઈડ્રેટસ ૩.૬ ગ્રામ, પ્રોટીન ૧.૯ ગ્રામ, ક્ષાર ૦.૬ ગ્રામ, ચરબી ૦.૧ ગ્રામ પ્રમાણે પ્રતિ ૧૦૦ ગ્રામ વજનમાંથી મળે છે. આ ઉપરાંત પોટેશીયમ, સોડીયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે વિપુલ પ્રમાણમાં મળે છે. વિશેષમાં ટામેટામાંથી વિપુલ પ્રમાણમાં પ્રજીવક 'એ' અને 'સી' ઉપલબ્ધ થાય છે. વધુમાં ટામેટામાં રહેલ લાઈકોપીન નામનું તત્વ એન્ટીઓકસીડન્ટ તરીકે ખૂબ જ અગ્ત્યનું છે.

વિશેષમાં ટામેટા આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે જે રૂચિકારક, શરીરની નિર્બળતા, મંદાગ્નિ અને લોહી સુધારક તરીકે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત વાયુશામક અને કબજીયાતમાં પણ ઉપયોગી છે.

ટામેટાની મૂલ્યવર્ધિત બનાવટો

ટામેટાનો કેચપ :

સામગ્રી :

  • ટામેટા પ કિલો
  • ખાંડ ૬૦૦ ગ્રામ
  • આદુ ૧૦૦ ગ્રામ
  • તજ અને લવિંગ પ ગ્રામ
  • મરી ૧૦ ગ્રામ
  • કાંદા(મરજીયાત) ૧૦૦ ગ્રામ
  • લસણ(મરજીયાત) ૩૦ ગ્રામ
  • ખાદ્ય રંગ(લાલ) ર ગ્રામ
  • સોડીયમ બેન્ઝોએટ ૩ ગ્રામ
  • એસીટીક એસીડ ર૦ ગ્રામ
  • મીઠું ૩૦ ગ્રામ
  • લાલ મરચું ર૦ ગ્રામ
  • ઈલાયચી ર ગ્રામ
  • જીરૂ પ ગ્રામ

બનાવવાની રીતઃ

  • ટામેટાને ધોઈ ટુકડા કરવા, લીલો ભાગ કાઢી નાખવો
  • આદુ, કાંદા, લસણ વગેેરેના ટુકડા કરી ટામેટાના ટુકડામાં ઉમેરવા
  • ત્યારબાદ ગરમ કરવો
  • ટુકડા બરાબર મુલાયમ થઈ જાય અને મિશ્રણ એકરસ થઈ જાય એટલે કીચન માસ્ટરમાં પસાર કરી રસ તૈયાર કરવો
  • તેની છાલ અને બી એકબાજુ કાઢી નાખવા
  • કેચપ મુલાયમ બનાવવો હોય તો રસને મિક્ષસર મશીનમાં પસાર કરવો
  • ત્યારબાદ રસને ગરમ કરવો
  • અડધા ભાગની ખાંડ ઉમેરી રસને ઉકાળવો
  • રસ બરાબર ઘટ્ટ થાય તથા બળીને અડધોઅડધ થાય એટલે બાકીની ખાંડ ઉમેરવી, પ થી ૧૦ મિનીટ સુધી ગરમ કરવું
  • ત્યારબાદ ગરમ મસાલો તથા લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું, ખાદ્ય રંગ(લાલ),સોડીયમ બેન્ઝોએટ અનેએસીટીક એસીડ કેચપ ગરમ હોય ત્યારે તરતજ ઉમેરી દેવા
  • કેચપને જીવાણુંરહિત કરેલી બોટલમાં ભરી હવાચુસ્ત બંધ કરવી.
  • કેચપને એક વર્ષ સુધી રાખવો હોય તો તપેલામાં નીચે ચારણી ઉંધી પાડવી અથવા જુનું કપડું મુકવું તેમા કેચપ ભરેલી બોટલો ઉભી ગોઠવવી અને તપેલામાં બોટલો ઢંકાઈ જાય તેટલું પાણી ઉમેરવું ત્યારબાદ પોણા કલાક સુધી ધીમા તાપે ગરમી આપવી આ ક્રિયાને પ્રોસેસીંગ કહે છે.
  • ત્યારબાદ બોટલને ઠંડી કરી સુકી અને અંધારી જગ્યાએ સ્ટોર કરવી

ટામેટાનો સુપ :

સામગ્રી :

  • ટામેટાનો રસ ર કિલો
  • ખાંડ ૧૦૦ ગ્રામ
  • કાંદા પ૦ ગ્રામ
  • તજ,લવિંગ, જાવત્રી ૧૦ ગ્રામ
  • મરી પ ગ્રામ
  • લાલ મરચું ૧ ચમચી
  • જીરૂ પ ગ્રામ
  • સૂંઠ ર ગ્રામ
  • બટર ૩૦ ગ્રામ
  • ક્રિમ ૧૦૦ ગ્રામ
  • આરાલોટ ૩૦૦ ગ્રામ
  • મીઠું પ૦ ગ્રામ

બનાવવાની રીત :

  • ટામેટાનો રસ કાઢવો
  • બધો મસાલો ખાંડીને કપડા વડે પોટલી બાંધી રસમાં મૂકવી
  • ત્યારબાદ રસને ઉકાળવો
  • રસ બરાબર ઘટ્ટ થઈ જાય એટલે ક્રિમ અથવા માખણ અને આરાલોટ સહેજ રસમાં ઓગળી ઉમેરવો
  • ત્યારબાદ પ મિનીટ ઉકાળવું
  • થોડીવાર બાદ ખાંડ અને મીઠું ઉમેરવું
  • મસાલાની પોટલી નીચોવીને બહાર કાઢી સુપ ઠંડો પડયા બાદ પીરસવો

ટામેટાની ચટણીઃ

સામગ્રી :

  • ટામેટા ર કિલો
  • કાંદા ર૦૦ ગ્રામ
  • લસણ ૧૦૦ ગ્રામ
  • મીઠું પ૦ ગ્રામ
  • પ૦૦ ગ્રામ
  • લાલ મરચું ૩૦ ગ્રામ
  • આદું પ૦ ગ્રામ
  • તજ લવિંગ પ ગ્રામ
  • મરી, જીરૂ ૧૦ ગ્રામ
  • આંબલી ૩૦ ગ્રામ
  • એસીટીક એસીડ ર૦ ગ્રામ

બનાવવાની રીતઃ

  • આંબલીનું પાણી બનાવી રાખવું
  • બધોજ મસાલો ખાંડીને ભૂકો કરવો
  • ટામેટા, આદું , કાંદા, લસણ વગેરેના ટુકડા કરી ગરમ કરવા
  • બરાબર ઘટ્ટ થઈ જાય એટલે ખાંડ ઉમેરવી
  • થોડીવાર ગરમ કરવું
  • ઠંડું પડે એટલે ગરમ મસાલાનો ભૂકો, લાલ મરચું , મીઠું, એસીટીક એસીડ, આંબલીનું પાણી ગરણી વડે ગાળી ઉમેરવું
  • બરાબર મીશ્ર કરી બરણીમાં ભરી લેવું

ટામેટાનો સોસ :

સામગ્રીઃ

  • ટામેટા ર કિલો
  • બટાટા રપ૦ ગ્રામ
  • સફરજન પ૦૦ ગ્રામ
  • શકકરિયાં ૧૦૦ ગ્રામ
  • તજ, લવિંગ પ ગ્રામ
  • આદું ૧૦૦ ગ્રામ
  • ગાજર રપ૦ ગ્રામ
  • સફેદ કોળું પ૦૦ ગ્રામ
  • ખાંડ ૧ કિલો
  • મરી, જીરૂ ૧૦ ગ્રામ
  • મીઠું પ૦ ગ્રામ
  • લાલ મરચું ૩૦ ગ્રામ
  • એસીટીક એસીડ ર૦ ગ્રામ
  • સોડીયમ બેન્ઝોએટ પ ગ્રામ
  • ખાદ્યરંગ(લાલ)૧.પ ગ્રામ

બનાવવાની રીતઃ

  • ટામેટા, ગાજર, સફેદ કોળુ, આદું વગેરેને સાફ કરી ટુકડા કરવા પ્રેસર
  • કુકરમાં એક પ્યાલો પાણી રેડી ટુકડા ઉમેરી એક વ્હીસલ વગાડી ટુકડા બાફી નાખવા
  • ત્યારબાદ કીચન માસ્ટરમાં પસાર કરી રસ તૈયાર કરવો
  • ખાંડ ઉમેરી ગરમ કરવું
  • બરાબર  ઘટ્ટ થાય એટલે ઠંડુ પાડી લાલ મરચું મસાલાનો બારીક ભૂકો, ટામેટાનો ખાદ્ય રંગ, સોડીયમ બેન્ઝોએટ,એસીટીક એસીડ ઉમેરી બરાબર મીશ્ર કરી બોટલ અથવા બરણીમાંભરી દેવું
સ્ત્રોત: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આનંદ યુનિવર્સિટી, દેવતાજ , સુશ્રી અમિતા પરમાર, નિષ્ણાત (બાગાયત),ડો જી જી પટેલ પ્રોગ્રામ કોઓર્ડીનેટર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate