ઓયસ્ટર મશરૂમનું ઉત્પાદન
ઋતુઓ અને વૈવિધ્ય
- આખું વર્ષ ઉપ્લબ્ધ
- ખેતી માટે મશરૂમ હાઉઝની જરૂરત રહે છે.
- સફેદ ઓયસ્ટર (Co-1) અને રાખોડી ઓયસ્ટર (M-2) બન્ને તમિલનાડુ માટે યોગ્ય છે.
મશરૂમ હાઉઝ
- ૧૬ વર્ગ મીનો શેડ વાળો વિસ્તાર આવશ્યક હોય છે. તેને બે વિભાગ સ્પૉન માટે અને કાપણી માટે તેમ વિભાજીત કરો.
- સ્પૉન માટેનો ખંડઃ અહીં ૨૫-૩૦0C તાપમાન જાળવો, હવાની અવરજવર રહે તે જુઓ, પ્રકાશ આવશ્યક રહેતો નથી.
- કાપણી ખંડ: ૨૩-૨૫0C તાપમાન જાળવો, 75-80% ની આસપાસ ભેજ રહે તથા સામાન્ય પ્રકાશ અને હવાની અવરજવર રહે તે જુઓ.
(બજારમાં ડિજીટલ થર્મોમીટર અને હાઇગ્રોમીટર મળે છે)
સ્પૉન (મશરૂમનાં બીજ)
- ઉપયોગીપોષકતત્વ: જુવાર/ ચોળા/ સોર્ઘમ/ મકાઇ/ ઘઉણંનાં દાણાં
- સ્પૉનનીતૈયારી: આ દાણાંઓને અડધા બાફી લો અને સૂકવી લો, તેમાં ૨% કેલ્શિયમ કાર્બોનેટ લો, અને આ દાણાંઓને ખાલી પડેલી ગ્લુકોઝની બાટલીમાં ભરી લો, તેને કપાસ વડે બંધ કરી બે કલાક સુધી પ્રેશર કૂકરમાં જંતુરહિત કરો.
- ફૂગનુંકલ્ચરજે એગ્રીકલ્ચરડિપાર્ટમેન્ટ અથવા યુનિવર્સિટીમાંથી મેળવેલ હોય) તેને તેમાં દાખલ કરો અને ૧૫ દિવસ માટે સામાન્ય તાપમાને રાખો. ૧૫-૧૮ દિવસ જુણા સ્પૉન સ્પૉનીંગ માટે ઉપયોગમાં લો.
મશરૂમની કોથળીઓ તૈયાર કરવી
ઉપયોગી પોષકતત્વો: ચોખા અથવા ઘઉંનાં ડોડા, શેરડી, બગાસી, મકાઇઅનાં ડોડા
પોષકતત્વોને તૈયાર કરવાની પ્રક્રિયા: 5cm નાં કદનાં કટકા કરો અને તેને પાણીમાં ૫ કલાક પલાળો, ત્યાર બાદ એક કલાક સુધી પાણીમાં ઉકાળો અને પાણી કાઢી નાંખી તેને ૬૫% ભેજ રહે તે રીતે સૂકવી નાંખો (હાથ વડે નિચોવો ત્યારે પાણીનાં ટીપાં ન પડવાં જોઇએ)
કોથળીઓ તૈયાર કરવી:
- ૬૦ x ૩૦ સેમીની પોલિથિલિન કોથળી લો જે બન્ને તરફથી ખુલ્લી હોય.
- એક છેડો બાંધી લ્યો. કોથળીમાં વચ્ચેનાં ભાગમાં એક સેમીનાં વ્યાસનાં બે કાણાં પાડો.
- હવે તેમાં ઉકાઅળીને પોચાં કરેલ ડોડ મૂકો જેથી ૫ સેમી જેટલી ઉંચાઇ ભરાઈ જાય; ત્યાર બાદ તેમાં ૨૫ ગ્રા જેટલાં સ્પૉન છાંટો.
- ફરીથી ડોડા વડે ૨૫ સેમી સુધીની ઉંચાઇ ભરી લો. આ પ્રકિર્યાનેવારંવાર કરો અને લગભગ આવા 5 સ્તર બનાવો.
- હવે તેનું મુખ બંધ કરીલો અને તેને સ્તર પ્રમાણે સ્પૉન ખંડમાં ગોઠવો.
- લગભગ ૧૫-૨૦ દિવસ બાદ, આ પોલિથિલિન કોથળીને કાપીને ખોલો અને તેને કાપણીનાં રૂમમાં મૂકો.
- આ કોથળીઓ ઉપર વારંવાર પાણી છાંટી તેમાં ભેજનું પ્રમાણ જાળવો.
કાપણી
- મશરૂમ કોથળી ખોલવાનાં ત્રીજા દિવસે દેખાવા લાગે છે અને તેને પુખ્ત થતાં બીજાં ત્રણ દિવસ લાગે છે.
- પાણી છાંટતાં પહેલાં મશરૂમને દરરોજ અથવા એકાંતરે કાપી લો.
- બીજી વખતની કાપણી બાદ આકોથળીઓને ઘસીને સાફ કરવાથી ત્રીજો ફાલ પણ મળે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.