પાકની કાપણી માટે જુદા જુદા પાક પ્રમાણે સાધનો-યંત્રો જુદા જુદા હોય છે. જે તે પાકમાં કયા ભાગનું આથીઁક મહત્વ છે, તે મુજબ કાપણીનાં યંત્રો આવે છે. જેમ કે, બાજરાનાં પાક માટે ઉપરથી ડુંડા લણવાનાં હોય છે, જયારે મગફળીનાં પાકમાં જમીનમાંથી મુળ અને ડોડવા સાથે છોડ ઉપાડવા પડે છે. પાકની કાપણીમાં યંત્રો-સાધનો-ઓજારો વગેરેનાં ઉપયોગથી આથીઁક મહત્વ ધરાવતા છોડના ભાગ એકઠાં કરવાની પ્રાથમિકતા આપવામાં આવેછે. આપણે ત્યાં ઉગાડાતાં મુખ્ય પાકો બાબતે જોઈએ તો, મગફળીનાં ડોડવા એકઠાં કરવા, બળદ કે ટ્રેકટરથી ચલાવાતી રાંપથી જમીનમાંથી ઉપાડાય છે. જેને થોડાં દિવસો સુધી ખેતરમાં સુકાવા દીધા બાદ થ્રેસરની મદદથી ડોડવા-ડાળખાં અને પાંદડીને અલગ કરાય છે. ઘઉંનાં પાકની કાપણી દાતરડાથી મનુષ્ય શકિત વાપરી કરાય છે. આ રીત અત્યારે ખચઁ ળઅને ધીમી અનુભવાય છે, આથી ''સેલ્ફ પ્રોપેલ્ડ રીપર'' અને ''કમ્બાઈન હાવૅર્સ્ટર'' જેવા યંત્રોનો વિકાસ થયેલ છે. આ યંત્રોનાં વપરાશથી ઘઉં, ડાંગર, સોયાબીન જેવા પાકની કાપણીનો ખર્ચ ઓછો આવે છે તેમજ સમયસર ખેત ઉત્પાદન મેળવી બજારમાં પહો્ચાડી શકાય છે. એરંડાનાં પાકમાં તેની ''માળો'' ની લણણી કરવામાં આવે છે. સમયાંતરે જેમ જેમ પાક પાકતો જાય તેમ દાતરડાં કે કાતર અને સીકેટર જેવા સાધનોથી માળની કાપણી કરાય છે. પાક સુકાયા બાદ એરંડાનાં ડિકોટર્કેટર એટલે કે, થ્રેસર જેવા યંત્રમાં નાખી એરંડી જુદી પડાય છે.
તલ-બાજરી- જુવાર જેવા પાકને પણ દાતરડાંની મદદથી કાપવામાં આવે છે. અત્યારે સુધારેલા દાતરડાં બજારમાં મળેછે, જે કાર્બન સ્ટીલ જેવા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સ્ટીલમાંથી બનાવાય છે. વજનમાં હલકાં, ટકાઉ હોય છે, તેમજ તેનાં કાકર જલદી ન ઘસાય તેવી માવજત આપેલા હોય છે. બાગાયતી પાકો જેવા કે, ચીકુ, કેરી, આંબળા, લીંબુ વગેરેની કાપણી માટે પણ હવે આધુનિક યંત્રો-રીતો વિકસેલ છે. જેમ કે, કેરીનાં પાક માટે યાંત્રિક વેડાઓ બજારમાં મળે છે. તેમજ ઝાડની ઉપરથી અને આજુબાજુથી પાકને ઉતારવા ટ્રેકટરથી ચલાવાતાં, ઉંચે-નીચે કરી શકાય અને ઝાડ ફરતે ફેરવી શકાય તેમજ ઉતારેલ પાકને સલામત રાખી શકાય તેવી ગોઠવણીવાળા યંત્રોનો વિકાસ થઈ રહેલ છે. ઔષ્ધીય પાકો, ફૂલોનાં પાકો, ચાનાં બગીચા વગેરેમાં કે જયાં ફળ, ફૂલ અથવા પાન ને પસંદગીપૂર્વક ઉતારવાનાં હોય છે, તે માટે મનુષ્ય શકિતનો ઉપયોગ વધુ થાય છે અને હાથથી આવા ભાગોને ચુંટવાનું - એકઠું કરવાનું કામ કરાય છે. પસંદગીનાં પાક - ફળ કે ફૂલને એકઠાં કરવા માટેનાં આધુનિક યંત્રો બજારમાં ઉપલબ્ધ છે પરંતુ તેમની ઉંચી કિંમતનાં કારણે આપણી ખેતીમાં આવા યંત્રોનો ઉપયોગ ઘણો જ મયIર્દિત છે, પરંતુ જે દેશોમાં સંપૂર્ણ ખેત યાંત્રિકીકરણ થયું છે ત્યાં કાપણીનાં બધા જ સાધનો યાંત્રિક શકિતથી ચલાવાય છે. જેમ કે, કપાસ વીણવાનું યંત્ર, મકાઈનાં ડોડા એકઠાં કરી, ફોલી દાણા છૂટા પાડવાનું યંત્ર, શેરડી કાપવાનું યંત્ર તથા ઘાસચારાનાં પાકોને કાપવાનાં ખેતયંત્રોનો ઉપયોગ થઈ રહયો છે. સમગ્ર ખેત ઉત્પાદન પ્રકિ્રયામાં બે કાયૅઁI ને આપણે પ્રથમથી જ મહત્વનાં ગણીએ છીએ. આ કાયૅઁI પાકની વાવણી અને પાકની કાપણી અથવા લણણી. આપણી ખેતીમાં ખેત યાંત્રિકીકરણ અપનાવવાનું વધતું જાય છે. કારણ કે, ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડવું જરૂરી છે જેના પ્રયાસ તરીકે આપણને ખેત મજુરો મોંઘા પડતાં હોવાથી તેનાં વિકલ્પ રૂપે યંત્રો - ઓજારોનો વપરાશ વધારવો પડશે. પાકને વાવવા માટે જમીન તૈયાર કરવાથી માંડીને બીજ, ખાતર, દવા, માવજત, મજુરી અને મૂડી રોકાણ વગેરેને ગણતરીમાં લઈ તૈયાર થયેલાં પાકને જો સારી કાપણીની રીતથી કે સારા યંત્રો-ઓજારોનાં વપરાશથી એકઠો ન કરાય તો આથીર્ક રીતે પોષIતું નથી. એટલે કે, પાકની કાપણીમાં પાકનો બગાડ ન થવો જોઈએ, પાકને નુકસાન ન થવું જોઈએ, સમયસર અને કાર્યક્ષમ રીતે તે એકઠો કરી, સારી ગુણવત્તામાં બજારમાં મૂકાય તો પૂરતો ભાવ મળે અને ખેતી કરવી પોષIય. આ રીતે ખેતીને કાર્યક્ષમ બનાવવા કાપણીનાં યંત્રો- ઓજારોનો વિકાસ અને વપરાશ વધારવાની જરૂર ઉભી થઈ છે.
આપણે ત્યાં માનવ શકિત અને બળદ શકિતનો વપરાશ ખેતીમાં મુખ્ય છે, અને આ બંને શકિત યાંત્રિક શકિતની સરખામણીમાં મોંઘી પડે છે. એટલે યાંત્રિક શકિતથી ચલાવાતા નવા-સુધારેલાં અને કાર્યક્ષામ યંત્રોનો વિકાસ કરવાની ખાસ જરૂરીયાત ઉભી થઈ છે. આ માટે સરકારશ્રીની કૃષી સાથે સંકળાયેલ વિવિધ કચેરીઓ દેશની કૃષી યુનિવસીર્ટીઓ તેમજ આગળ પડતી ખાનગી કંપનીઓ, ગ્રામ્ય કારીગરો તેમજ ખેડૂતમિત્રોનાં પ્રયાસોથી, જરૂરીયાત મુજબનાં ખેત યંત્રોનાં વિકાસની પ્રકિ્રયા ઘણી જ ઝડપે આગળ વધી રહેલ છે. જેનાં પરિણામે આપણે જોઈએ છીએ કે, ઘણાં પ્રકારનાં કાપણીનાં ખેતયંત્રો - ઓજારો હાલમાં બજારમાં ઉપલબ્ધ છે. આમાનાં જે યંત્રો - ઓજારો મોંઘા છે અને વ્યકિતગત ખરીદવા પોષ્Iય તેમ નથી તે ભાડેથી મળતા થયા છે. આમ, ખેતયંત્રોનો વપરાશ અને વિકાસની દિશામાં આપણી ખેતી અને ખેડૂતમિત્રો આગળ વધી રહયા છે. અહીં જે ખાસ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, નવા યંત્રો - ઓજારો વગેરેમાં આપણાં ખેડૂતમિત્રો ખૂબ જ રસ ધરાવે છે, જલદી અપનાવે છે.
આપણે જોયું કે પાકની કાપણીનું કામ આથર્િક મહત્વ ધરાવે છે. આથી જો સારા અને કાર્યક્ષામ યંત્રોનો ઉપયોગ - વપરાશ જુદા જુદા પાકોની કાપણી માટે થાય તો ખેત ઉત્પાદન ખર્ચ ઘટે છે, તૈયાર થયેલ પાક બગડે કે નુકસાન ન થાય તે રીતે સમયસર એકઠો કરી, સારી ગુણવત્તા સાથે બજારમાં વેચી વધુ આથર્િક વળતર મેળવી શકાય છે. સમય - મજુરી ખર્ચ અને શકિતનો બચાવ પણ થાય છે.ખેતઓજારોને વાપરવા માટે નીચે પ્રમાણેની વાતો ધ્યાનમાં લેવી અનિવાર્ય છે.
કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020