অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રાથમિક પ્રસંસ્કરણ (પ્રોસેસિંગ) માટેનાં યંત્રો અને સાધનો

પ્રાથમિક પ્રસંસ્કરણ (પ્રોસેસિંગ) માટેનાં યંત્રો અને સાધનો

  1. ભૌતિક સ્તરે ફૂડ પ્રોસેસિંગ :
  2. રાસાયણિક સ્તરે ફૂડ પ્રોસેસિંગ :
  3. ફૂડ પ્રોસેસિંગનું મહત્વ :
  4. કેજીંગ :
  5. માર્કેટીંગ :
    1. સફાઈ યંત્ર (કલીનર) :
    2. પેડલ કમ પાવર સંચાલિત અનાજ સફાઈ યંત્ર :
    3. સોયાબીન ડીહલર:
    4. મોટર સંચાલિત સોયાબીન ડીહલર :
    5. સોયાબીન બ્લાન્સર :
    6. કલીનર કમ ગ્રેડર
    7. ગ્રેઇન પર્લર :
    8. લોટ માટેનું સેપરેટર :
    9. મીની દાળમિલ :
    10. મલ્ટિપરપઝ અનાજ મિલ :
    11. પૌઆ બનાવવાનું મશીન :
    12. પૌઆ બનાવવાનું મશીન :
    13. પેડલ સંચાલિત બટાટા સ્લાઈસર:
    14. બોર માટેનું ગ્રેડર :
    15. રાઉન્ડ ફ્રુટ ગ્રેડર :
    16. ડાયસર/કયુબર મશીન :
    17. સેન્ટ્રિફયુગલ બાસ્કેટ :
    18. મલ્ટિપરપઝ ટ્રે ડ્રાયર :
    19. ફળ–શાકભાજી સુકવણી યંત્ર :
    20. સૌર ઊર્જા સંચાલિત સુકવણી યંત્ર:
    21. ફૂડ ડીહાઈડ્રેટર :
    22. આમળાનું છીણ પાડવાનું મશીન :
    23. મરચામાંથી બીજ કાઢવાનું યંત્ર :
    24. રીંગણમાંથી બીજ કાઢવાનું યંત્ર :
    25. ટામેટા અને લીંબુમાંથી બીજ કાઢવાનું યંત્ર :
    26. દાડમમાંથી દાણા કાઢવાનું મશીન :
    27. લસણના ગાંઠીયાને તોડવાનું મશીન :
    28. હીટ સીલર મશીન :
    29. વેકયુમ પેકેજીંગ મશીન :
    30. શ્રીંક રેપિંગ મશીન :
સતત કૃષિ વિકાસને પરિણામે આજે ભારતમાં અનાજનું વાર્ષિક ઉત્પાદન લગભગ ર૭પ મિલિયન મેટ્રિક ટનને સ્પર્શી ગયેલ છે. ફળ અને શાકભાજી તેમજ અન્ય કૃષિ સંલજ્ઞ અન્ય પેદાશોને પણ ધ્યાનમાં લઈએ તો આ આંકડો ૬૦૦ મિલિયન મેટ્રીક ટન જેટલો થાય. આમ ખોરાકની બાબતમાં આપણે સ્વનિર્ભર બની ગયા છીએ, પરંતુ જો ઉત્પાદન પછીનાં તબકકા ઉપર વિચારીએ તો આ દિશામાં અપુરતી સંગ્રહ શકિત, વૈજ્ઞાનિક અભિગમ તેમજ ચીલાચાલુ પ્રક્રિયાઓને પરિણામે કુલ ઉત્પાદનના ૮ થી ૧૦ ટકા જેટલું અનાજ તેમજ ૧૭ થી રપ ટકા ફળ અને શાકભાજી વપરાશકાર સુધી પહોંચતું  જ નથી. વળી, કૃષિ પેદાશોને તે જ સ્વરૂપમાં બજારમાં વહેંચવાથી તેનું વળતર પણ પોષણક્ષમ મળતું નથી. આમ વિપુલ માત્રામાં કૃષિ ઉત્પાદન થવા છતાં હજુ પણ તેમાં કાપણી બાદ યોગ્ય પ્રક્રિયા ન થવાને  કારણે બગાડ થતો અટકાવી શકાયો નથી. અન્ય દેશોની સરખામણીએ આપણા દેશમાં પાકની કાપણી પછી તેમાં પ્રોસેસિંગનું પ્રમાણ સરેરાશ ૪ થી પ ટકા જેટલું જ છે. નવી આર્થિક નીતિને પરિણામે ખુલ્લી બજાર વ્યવસ્થામાં જો ટકવું હોય તો આપણી કૃષિ પેદાશોને યોગ્ય ગુણવત્તા વાળી બનાવટોમાં રૂપાંતરીત કરવી પડશે અને  આ માટે આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી યોગ્ય પ્રોસેસિંગ સમયની જરૂરિયાત મુજબ કરવું પડશે. કૃષિ પેદાશો આધારિત પ્રોસેસિંગ સામાન્ય રીતે ભૌતિક તથા રાસાયણિક સ્તરે કરવામાં આવે છે.

ભૌતિક સ્તરે ફૂડ પ્રોસેસિંગ :

સામાન્ય રીતે આ રીતમાં ખેતપેદાશોના ભૌતિક બંધારણમાં ફેરફાર કરી તેને વધારે કિંમત આપી શકે તેવી સ્થિતિમાં રૂપાંતરીત કરી પ્રોસેસિંગ કરી શકાય છે, જેમ કે સુકવણી, કિલનીંગ, ગ્રેડિંગ કયોરિંગ, છડવું, મસળવું, ભરડવું, ખાંડવું, દળવું, શેકવું, મિકસીંગ, ફોર્ટિફિકેશન, પેકેજીંગ, સંગ્રહ, પરિવહન, વહેંચણી વગેરે. આવી ઘણીબધી  પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રોસેસિંગ પણ કહે છે.

રાસાયણિક સ્તરે ફૂડ પ્રોસેસિંગ :

આ રીતમાં ખેતપેદાશો ઉપર પ્રક્રિયા કરી, તેમાં યોગ્ય પ્રીઝર્વેટિવ ઉમેરી અથવા થર્મલ પ્રોસેસિંગ ધ્વારા પેક કરી લાંબો સમય સાચવી શકાય છે, જેથી સ્વાદિષ્ટ અને પોષણાત્મક બનાવટો મળે છે અને બગાડનું પ્રમાણ પણ ઓછુ કરી શકાય છે. ઉદાહરણ તરીકે તેલિબીયા જેવા પાકોમાંથી તેલની સાથે પ્રોટીન તેમજ અન્ય તત્વો છૂટા પાડી તેમાંથી વધારાની આવક ઊભી કરી શકાય, મરીમસાલામાંથી ઉડયનશીલ તેલ તેમજ ઘઉં, મકાઈ, ડાંગરનું ભૂંસુ વગેરેમાંથી પણ તેલ અને બીજા રાસાયણિક તત્વોને છૂટા પાડી તેની કિંમત મેળવી શકાય. આવી કૃષિ પેદાશોમાં  રાસાયણિક ફેરફાર કરી તેને અન્ય મૂલ્યવાન બનાવટોમાં રૂપાંતરિત કરી શકાય છે.

ફૂડ પ્રોસેસિંગનું મહત્વ :

  • ઉચ્ચ ગુણવત્તાવાળી વિવિધ પેદાશો જરૂરિયાત મુજબ બનાવી શકાય છે.
  • પ્રોસેસ થયેલી ફૂડ પ્રોડકટ થકી આર્થિક વળતર વધુ મળે છે.
  • કાપણી પછીનો પાકનો બગાડ અટકાવી શકાય છે.
  • પ્રોડકટની સંગ્રહ શકિતમાં વધારો કરી શકાય છે જેથી ઓફ સીઝન દરમ્યાન તેનો ફાયદો મેળવી શકાય છે.
  • ખાદ્ય પેદાશોને વધુ પોષણક્ષમ, સ્વાદિષ્ટ તથા આકર્ષક બનાવી તેનો માર્કેટિંગમાં લાભ લઈ શકાય છે.
  • નવા મૂલ્ય વર્ધક યુનિટો સ્થાપી, તેના દ્વારા માનવ રોજગારીની તકો વધારી શકાય છે.
  • ફૂડની વિવિધ બનાવટો બનાવી નિકાસ કરી વિદેશી હુંડિયામણ કમાઈ શકાય છે.
  • પ્રોસેસિંગ વધુ થતાં ખેડૂતોને ઉપજના વધારે ભાવો મળી શકે, જેથી ગ્રામ્ય સ્તરે સામાજીક અને આર્થિક ધોરણોમાં સુધારો લાવી શકાય.
  • ગ્રામ્ય સ્તરે પ્રાથમિક પ્રોસેસિંગના નવા યુનિટો સ્થાપી, સ્થાનિક રોજગારી વધારી, શહેરો તરફના સ્થાળાંતરને અમુક અંશે નિવારી શકાયફ.

આમ પ્રોસેસિંગ ધ્વારા મૂલ્ય વૃધ્ધિથી ઘણા ફાયદાઓ મેળવી શકાય છે.

કેજીંગ :

કોઈપણ પ્રોડકટનું પેકેજીંગ કરવું તે પણ તેટલું જ અગત્યનું છે. મૂલ્ય વર્ધિત પ્રોડકટને તેની જાત મુજબ માન્ય આકર્ષક પેકિંગમાં પેક કરવામાં આવે તો તેના ઊંચા ભાવો મળી રહે છે. વળી, યોગ્ય રીતે પેકેજિંગ કરવાથી પ્રોડકટની ગુણવત્તા જાળવી શકાય છે અને લાંબા સમય સુધી બગડયા વિના તેને સાચવી શકાય છે. આ ઉપરાંત તેની હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ જ સરળતા રહે છે. આજના હરિફાઈના આ યુગમાં ગ્રાહકને આકર્ષવા માટે પણ આકર્ષક પેકેજીંગનો ઉપયોગ જરૂરી બન્યો છે. પેકેજીંગ કરવાથી પ્રોડકટની પડતર કિંમતમાં જરૂરી વધારો થશે, પરંતુ પેકેજીંગ થયેલ પ્રોડકટના ઊંચા ભાવ મળતાં સરવાળે વધુ લાભ થતો હોય છે.

માર્કેટીંગ :

માર્કેટીંગ વ્યવસ્થાની ગોઠવણ પણ મૂલ્ય વૃધ્ધિ પર અસર કરે છે. આપણી હાલની માર્કેટિંગ વ્યવસ્થામાં ઉત્પાદક એટલે કે ખેડૂત અને વપરાશકર્તા  એટલે કે ગ્રાહક. આ બન્નેને  જોડતી કડી એટલે કે, દલાલો કે વચેટીયાનો સમાવેશ થાય છે, જેના પરિણામે ખેડૂતને તેના માલના સારા બજાર ભાવો મળતા નથી. ગ્રાહક એટલે કે, ઉપભોકતાને તે જ માલના બે થી ત્રણ ગણા વધુ નાણાં બજારમાં ચૂકવવા પડે છે. આ બાબતે દલાલ કે વચેટીયાઓ વધુ નફો મેળવી લે છે અને ખેડૂત ફકત ઉત્પાદક બની રહી જાય છે. બજારમાં મોટે ભાગે આવું જ જોવા મળે છે. જો ખેડૂતો સહકારી મંડળી કે અન્ય આવા માળખાની મદદથી તેનો માલ ગ્રાહક સુધી પહોંચતો કરી શકે તો ખેડૂતો અને ગ્રાહક એમ બન્નેને  લાભ થાય તેમ છે. ગ્રામીણ મહિલાઓ પણ પ્રોેસેસિંગની કામગીરીમાં મોટો ફાળો આપી શકે તેમ છે. ઉત્પાદીત થયેલ પાકોનું ગામડામાં જ  યોગ્ય પ્રોસેસિંગ કરવામાં આવે તો  ખેતીને વધુ નફાકારક બનાવી શકાય તેમ છે. આવી બાબતો સમજયા પછી, અહીં, સરળ રીતે ઓછા ખર્ચે ગ્રામ્ય સ્તરે જ વિવિધ પાકોમાં પ્રાથમિક તબકકાનું પ્રોસેસિંગ એટલે કે પ્રસંસ્કરણ થઈ શકે તે માટેનાં કેટલાક યંત્રો અને સાધનોની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.

સફાઈ યંત્ર (કલીનર) :

અનાજ, કઠોળ અને તેલિબીયા જેવા પાકોનાં દાણાને કચરા, ધૂળ–માટી અને અન્ય પદાર્થથી અલગ અલગ અથવા ચોખ્ખા કરવા આ સાધનનો ઉપયોગ થાય છે. આ સાધનમાં બે જાળીની સંરચના આપેલી હોય છે તેમજ તેને દોરડા વડે ટીંગાડી કાર્ય કરવા બંધ હૂક આપેલા હોય છે. સાધનને દોરડા ધ્વારા ટીંગાડી તેને આગળ પાછળ મુવમેન્ટ આપી ચલાવી શકાય છે. એક સાથે પ થી ૧૦ ક્રિ.ગ્રા. જેટલા અનાજની સાફ–સફાઈ આ સાધન ધ્વારા થઈ શકે છે, જેથી કલાકનાં અંદાજીત ૧પ૦ થી ર૦૦ ક્રિ.ગ્રા. અનાજની સાફ–સફાઈ બે માણસો ધ્વારા થઈ શકે છે. આ સાધનની લંબાઈ અંદાજે ૯૦ સે.મી., પહોળાઈ ૬૦ સે.મી. તથા ઊંચાઈ ૧૪ સે.મી. જેટલી, તેમજ તેનું અંદાજીત વજન ૧૮ કિ.ગ્રા. જેટલું હોય છે. હાથથી સંચાલિત આ સાધનની કિંમત ખુબજ પરવડે તેવી હોય છે.

પેડલ કમ પાવર સંચાલિત અનાજ સફાઈ યંત્ર :

ધાન્ય વર્ગનાં મોટાભાગમાં પાકોમાં થ્રેસિંગ થયા બાદ તેમાં કચરો, ધૂળ, માટી અને અન્ય પદાર્થો મિકસ થયેલા હોય છે, તેને આ યંત્ર ધ્વારા અલગ કરી શકાય છે. આ યંત્રને લાઈટ ન હોય  ત્યારે સાયકલની જેમ પેડલ મારી અને જયારે લાઈટ હોય ત્યારે ૦.પ હો.પો. ની સિંગલ ફેઝ ઈલેકટ્રીક મોટરથી ચલાવી શકાય છે. મુખ્ય ફે્રમ, હોપર, ફીડીંગ સંરચના, જાળીઓનું બોક્ષ, ગ્રેડિંગની જાળીઓ અને સેન્ટ્રિફયુગલ બ્લાવર જેવી સંરચનાથી આ સાધન બનેલુ હોય છે. આ યંત્રની લંબાઈ ૧૬૦ સે.મી., પહોળાઈ પ૦  સે.મી. અને ઊંચાઈ ૧૦૦ સે.મી. તેમજ તેનું વજન અંદાજે ૧ર૦ કિ.ગ્રા. જેટલું હોય છે. આ યંત્ર થકી કલાકે ૩૦૦ થી ૮૦૦ કિ.ગ્રા. જેટલાં ધાન્ય વર્ગનાં પાકોની સાફ–સફાઈ થઈ શકે છે.

સોયાબીન ડીહલર:

સોયાબીનને ખાદ્ય ઉપયોગમાં લેતા પહેલા તેની ઉપરની ફોતરી દૂર કરવી આવશ્યક હોય છે.  આ માટે તેનેઅમુક સમય સુધી પાણીમાં રાખી હાથ વડે ફોતરી દુર કરી ફરી સુકવવા પડે છે. આ પધ્ધતિમાં સમય ઘણો વેડફાય છે, તેમજ યોગ્ય સુકવણી ન થતા તેનાં સંગ્રહ દરમ્યાન મુશ્કેલીઓ ઉદભવતી હોય છે. આ પ્રકારની મુશ્કેલીઓને નિવારવા તેમજ ખુબજ ઝડપથી સોયાબીનનાં દાણાની ઉપરની ફોતરી દુર કરી તેમાંથી દાળ બનાવવા હાથ સંચાલિત ડી હલરનો ઉપયોગ કરવામાં આવે છે. હોપર, બ્લાવર, પંખો, જાળી અને ફે્રમ તેની મુખ્ય સંરચના છે. આવા ડીહલરની લંબાઈ ૧૭૦ સે.મી., પહોળાઈ ૬ર સે.મી. અને ઊંચાઈ ૧૩૩ સે.મી. તેમજ તેનું વજન અંદાજે ૩પ કિ.ગ્રા. જેવું હોય છે. યંત્રની કાર્યક્ષમતા ૩પ કિ.ગ્રા. પ્રતિ કલાક જેટલી હોય છે.

મોટર સંચાલિત સોયાબીન ડીહલર :

સોયાબીનમાંથી તેની દાળ બનાવવા ૧ હો.પા. સિંગલ ફેઝ ઈલેકટ્રીક મોટર સંચાલિત આ ડીહલરની કાર્યક્ષમતા લગભગ ૮૦ કિ.ગ્રા. પ્રતિ કલાક જેટલી હોય છે. આ પ્રકારના ડીહલરમાં સ્પ્લીટિંગ, ડીહલિંગ, વિનોવીંગ અને સેપરેશન જેવા ભાગો હોય છે. આ ડીહલરમાં અંદરના સિલિન્ડર અને પરફોરેટેડ જાળી વચ્ચેની ગેપને સ્ક્રુ ધ્વારા એડજસ્ટ કરી શકવાની રચના હોવાથી વિવિધ વેરાઈટીના નાના–મોટા સોયાબીનનાં દાણાની દાળ બનાવી શકાય છે. આ ડીહલરની લંબાઈ ૧૬૦ સે.મી., પહોળાઈ ૬૧ સે.મી. અને ઊંચાઈ ૧રપ સે.મી. તેમજ તેનું વજન અંદાજે ૮૦ ક્રિ.ગ્રા. જેટલું હોય છે. આ યંત્ર ધ્વારા સોયાબીનમાંથી દાળની રીકવરી ખુબજ ઊંચી મળે છે.

સોયાબીન બ્લાન્સર :

સોયાબીનને કોઈપણ ખાદ્યપદાર્થો બનાવવા માટે ઉપયોગમાં લેતા પહેલા તેમાં રહેલા એન્ટિન્યુટ્રિશનલ તત્વોને દુર કરવા  અતિ આવશ્યક હોય છે. આ માટે સોયાબીનને ભીની ગરમી બ્લાન્સર દ્વારા આપવામાં આવે છે અને ત્યારબાદ તેને સુકવીને એન્ટિન્યુટ્રિશનલ તત્વ દૂર કરી દાળ બનાવવામાં આવે છે. આ પ્રકારના બ્લાન્સરમાં સીલિન્ડર, ઈન્સ્યુલેશન, સ્ટેઈનલેસ સ્ટીલ પરફોરેટે કેજ, જાળી અને ગેટવાલ્વ વગેરે મુખ્ય ભાગો આવેલા છે. આ બ્લાન્સરનો વ્યાસ લગભગ ૪૬ સે.મી. તથા ઊંચાઈ ૧૪૭ સે.મી. તેમજ તેનું અંદાજીત વજન લગભગ ૩પ કિ.ગ્રા. જેટલું હોય છે. બ્લાન્સરની કાર્યક્ષમતા ર૦ કિ.ગ્રા. પ્રતિ કલાકની હોય છે. નાના પાયા પર આ પ્રકારની દાળ બનાવવાની વ્યવસ્થા ખુબજ ઓછા ખર્ચથી સ્થાપી  શકાય છે.

કલીનર કમ ગ્રેડર

દરેક પ્રકારનાં અનાજ કઠોળ અને તેલીબિયામાંથી તેમાં રહેલી તમામ પ્રકારની અશુધ્ધિ દૂર કરી તેના બે થી ત્રણ ગ્રેડ બનાવવા આ પ્રકારનાં કલીનર કમ ગે્રડરનો ઉપયોગ કરવામાં આવે છે. આવા કલીનર કમ ગ્રેડર વિવિધ સાઈઝમાં જરૂરિયાત મુજબ માર્કેટમાં મળી રહે છે. આ મશીનના વપરાશથી થે્રસિંગ બાદ દાણામાં રહેલી અશુધ્ધિઓ દૂર કરી તેનું યોગ્ય ગ્રેડિંગ કરી ત્યારબાદ જરૂરી સાઈઝમાં માર્કેટમાં માલ સપ્લાય કરી પ્રોડકટનું મૂલ્ય વર્ધન કરી શકાય છે. આ ટાઈપના મશીનમાં હોપર, બ્લાવરસીસ્ટમ, વાઈબ્રેટિક સ્ક્રીન સીસ્ટમ તથા ગ્રેડિંગ આઉટલેટ મુખ્ય ભાગ હોય છે.

ગ્રેઇન પર્લર :

ઘઉં, જુવાર, બાજરી, જવ અને મકાઈનાં દાણાની ઉપર આવેલ પડ (ફોતરી)ને દુર કરવા તેમજ કઠોળમાં હીહસ્કીંગ માટે સ્ક્રેસીંગ કરવા આવા ગે્રઈન પર્લરનો ઉપયોગ થાય છે. આ પર્લરમાં હોપર, કાર્બોરેન્ડમ વ્હીલ, કોનકેવ, સાયકલોન સેપરેટર અને ડ્રાઈવ મીકેનિઝમ આપેલી હોય છે. પર્લરની લંબાઈ સામાન્ય રીતે ૧૦૩ સે.મી., પહોળાઈ ૧ર૩ સે.મી. અને ઊંચાઈ ૧૩૯ સે.મી. તેમજ તેનું અંદાજીત વજન ૧૧૩ ક્રિ.ગ્રા. જેટલું હોય છે. આ ગે્રઈન પર્લર ધ્વારા એક કલાકે અંદાજે ૧૦૦ થી ૩૦૦ કિ.ગ્રા. અનાજ અથવા કઠોળનું  પ્રાથમિક પ્રસંસ્કરણ થઈ શકે છે.

લોટ માટેનું સેપરેટર :

ઘઉ જેવા અનાજને જયારે ઘરઘંટી કે એટ્રીશન ફલોર મીલ દ્વારા દળાવીએ છીએ ત્યારે લોટમાં તમામ ધટકો જેવા કે બ્રાન, મેંદો, સોજી અને રવો મોજૂદ હોય છે. તેની સાઈઝ અલગ–અલગ હોવાથી સામાન્ય રીતે તેને અલગ પાડી શકાતા નથી. લોટમાંથી આવી સામગ્રીને અલગ અલગ કરવા આ પ્રકારનું સેપરેટર વપરાય છે. એક હો.પા.ની સિંગલ ફ્રેઝ ઈલેકટ્રીક મોટર સંચાલિત આ સેપરેટરમાં હોપર, મોટર જાળી સાથે સેપરેટર, ચેમ્બર, શેકીંગ યુનિટ અને યોગ્ય આઉટલેટ આપેલા હોય છે. સામાન્ય રીતે સેપરેટરની લંબાઈ ૧ર૭ સે.મી., પહોળાઈ ૧૦૦ સે.મી. અને ઊંચાઈ ૧પ૧ સે.મી. તેમજ તેનું વજન અંદાજે ૧૩૦ ક્રિ.ગ્રા. જેટલું હોય છે. સેપરેટરની કાર્યક્ષમતા એક કલાકે અંદાજીત ૮૦ થી ૧ર૦ ક્રિ.ગ્રા. જેટલી હોય છે.

મીની દાળમિલ :

નાના પાયા પર તુવેર, મગ અને અડદ જેવા કઠોળમાંથી દાળપાડી તેની ફોતરી અલગ કરવા આવી મીની દાળમિલનો ઉપયોગ થાય છે. થ્રી ફે્રઝ, ર હો.પા.ની ઈલેકટ્રીક મોટર સંચાલિત, આ મીની દાળમિલમાં કાર્બોરેન્ડમ રોલર, ફીડ હોપર, કોનકેવ અને દાળ આઉટલેટ મુખ્ય ભાગો હોય છે. આ દાળમિલમાં કઠોળને ફીડ કર્યા પહેલાં તેને પાણીમાં પલાળવામાં આવે છે. આવા પલાળેલા (પ્રીકન્ડિશનીંંગ) કઠોળને ત્યારબાદ યોગ્ય ભેજ સુધી સૂકવણી કરી દાળમીલમાં ફીડ કરવામાં આવે છે જેથી લગભગ બે પાસમાં તેનું લગભગ ૮૮% મિલિંગ થઈ જાય છે. આ દાળમિલની લંબાઈ સામાન્ય રીતે ૭૭ સે.મી., પહોળાઈ ૬૩ સે.મી. અને ઊંચાઈ ૧૦ર સે.મી. તેમજ તેનું અંદાજીત વજન ૯૦ કિ.ગ્રા. જેટલું હોય છે. આવી મીની દાળમિલની કાર્યક્ષમતા લગભગ ૧૦૦ કિ.ગ્રા.  પ્રતિ કલાક જેટલી હોય છે.

મલ્ટિપરપઝ અનાજ મિલ :

 

ધાન્ય વર્ગના પાકો જેવા કે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, તેમજ કઠોળ વર્ગમાં પાકો વગેરેમાંથી તેનો લોટ અથવા તેનાં ટુકડા બનાવવા અનાજ મિલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મસાલાના પાક જેવા કે ધાણામાંથી તેનો પાવડર વગેરે બનાવવામાં પણ મલ્ટિપરપઝ મિલનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ મિલ ૮ થી ૧૦% ભેજ તેમજ ઓછુ તેલ ધરાવતા પાકો માટે ખુબજ અનુકૂળ છે. હોપર, ફીડ એડજસ્ટર અને વર્ટિકલ ગ્રાઈન્ડીંગ વ્હીલ વગેરે તેના મુખ્ય ભાગો છે. મિલની લંબાઈ સામાન્ય રીતે ૮૪ સે.મી., પહોળાઈ પ૮ સે.મી. અને ઉંચાઈ ૬૭ સે.મી. તેમજ તેનું અંદાજીત વજન ૭૦ કિ.ગ્રા. જેટલુ હોય છે. સિંગલ ફેઝ, ૧ હો.પા. ઈલેકટ્રીક મોટર સંચાલિત, આ મલ્ટિપરપઝ મિલની લોટ બનાવવાની ક્ષમતા પ્રતિ કલાકની ૧૧ થી ર૦  કિ. ગ્રા. તથા દાળ બનાવવાની ક્ષમતા પ્રતિ કલાકની પ૦ થી ૭૦ કિ.ગ્રા. જેટલી હોય છે.

પૌઆ બનાવવાનું મશીન :

ધાન્ય વર્ગના પાકો જેવા કે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, તેમજ કઠોળ વર્ગમાં પાકો વગેરેમાંથી તેનો લોટ અથવા તેનાં ટુકડા બનાવવા અનાજ મિલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મસાલાના પાક જેવા કે ધાણામાંથી તેનો પાવડર વગેરે બનાવવામાં પણ મલ્ટિપરપઝ મિલનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ મિલ ૮ થી ૧૦% ભેજ તેમજ ઓછુ તેલ ધરાવતા પાકો માટે ખુબજ અનુકૂળ છે. હોપર, ફીડ એડજસ્ટર અને વર્ટિકલ ગ્રાઈન્ડીંગ વ્હીલ વગેરે તેના મુખ્ય ભાગો છે. મિલની લંબાઈ સામાન્ય રીતે ૮૪ સે.મી., પહોળાઈ પ૮ સે.મી. અને ઉંચાઈ ૬૭ સે.મી. તેમજ તેનું અંદાજીત વજન ૭૦ કિ.ગ્રા. જેટલુ હોય છે. સિંગલ ફેઝ, ૧ હો.પા. ઈલેકટ્રીક મોટર સંચાલિત, આ મલ્ટિપરપઝ મિલની લોટ બનાવવાની ક્ષમતા પ્રતિ કલાકની ૧૧ થી ર૦  કિ. ગ્રા. તથા દાળ બનાવવાની ક્ષમતા પ્રતિ કલાકની પ૦ થી ૭૦ કિ.ગ્રા. જેટલી હોય છે.

પૌઆ બનાવવાનું મશીન :

બટાટાને ઉપયોગમાં લેતા પહેલા અથવા તેમાંથી મૂલ્યવર્ધક બનાવટો જેવી કે ચીપ્સ, વેફર, લોટ વગેરે બનાવવા સૌ પ્રથમ તેની છાલ કાઢવી આવશ્યક હોય છે. આ છાલ હાથથી કાઢવી સામાન્યતઃ ખુબ જ અઘરી હોય છે. મોટા પાયા પર આવી છાલ કાઢવા હાથ સંચાલિત બટાટા પીલરનો ઉપયોગ થાય છે. આ એકદમ સાદા યંત્રમાં મુખ્ય ફ્રેમ સાથે હેન્ડલ, રોટેરીંગ ડ્રમ, વોટર ઈનલેટ અને ટોપ કવર જેવા મુખ્ય ભાગો આવેલા હોય છે. આ પીલરની લંબાઈ સામાન્ય રીતે પ૬ સે.મી., પહોળાઈ ૪પ સે.મી. અને ઊંચાઈ ૭૮ સે.મી. તેમજ તેનુ વજન અંદાજે રપ કિ.ગ્રા. જેટલું હોય છે. આ યંત્રની કાર્યક્ષમતા કલાકે ૩૦ થી ૩ર ક્રિ.ગ્રા. બટાટા છોલવાની હોય છે.

પેડલ સંચાલિત બટાટા સ્લાઈસર:

બટાટામાંથી સરખી સાઈઝની બટાટામાંથી સરખી સાઈઝની સ્લાઈસ બનાવવા આવા પેડલ સંચાલિત બટાટા સ્લાઈસર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્ય ફ્રેમ સાથે ફીડિંગ યુનિટ, સ્ટેનલેસ સ્ટીલની બ્લેડ વગેરે તેના મુખ્ય ભાગો હોય છે. મશીનની લંબાઈ સામાન્ય રીતે ૧૦પ સે.મી., પહોળાઈ ૬૦ સે.મી. અને ઊંચાઈ ૧૩૦ સે.મી. તેમજ તેનું અંદાજીત વજન ૪૬ કિ.ગ્રા. જેટલું હોય છે. બટાટામાંથી સ્લાઈસ પાડવાની ક્ષમતા આ મશીનની કલાકે ૧૮૦૦ કિ.ગ્રા. જેટલી હોય છે. જેથી નાના મોટા ઉદ્યમી અથવા ગૃહ ઉદ્યોગ માટે આ સાધન ખુબ જ ઉપયોગી થઈ શકે છે.

બોર માટેનું ગ્રેડર :

બોર, લીંબુ અને તેના જેવા અન્ય ફળો તેમજ બેરી ટાઈપનાં ફળોને તેની સાઈઝ પ્રમાણે ગ્રેડિંગકરવા માટે આ મશીનનો ઉપયોગ થાય છે. એમ.એસ. એન્ગલનાં બનેલ આ ગ્રેડરમાં મોટર, ડ્રાઈવ મીકેનીઝમ, મીની હોપર અને રોલર મીકેનીઝમ મુખ્ય હોય છે. હોપરમાં બોરને નાખતા જુદીજુદી ગેપમાં ફરતા રોલર વચ્ચે બોર આવતા તેનું સાઈઝ પ્રમાણે ૩ થી ૪ વકકલમાં ગ્રેડિંગથઈ આઉટલેટ ધ્વારા જૂદા પડે છે. આ રીતે ગ્રેડ થયેલા ફળને યોગ્ય શ્રીંક રેપિંગ અથવા પેકેજીંગ કરી માર્કેટમાં મુકી શકાય છે.

રાઉન્ડ ફ્રુટ ગ્રેડર :

લીંબુ, આમળા, ટામેટા, સંતરા અને બીજા અન્ય સમાન ફળોને તેના વ્યાસ મુજબ ગ્રેડિંગ કરવા રાઉન્ડ ફ્રુટ ગ્રેડરનો ઉપયોગ થાય છે. આ પ્રકારનાં ગ્રેડરમાં ફીડર હોપર, મુવિંગ બેલ્ટ, રબર કોટેડ ડિસ્ક, ટેબલટોપ તેમજ ફળનાં વ્યાસ મુજબ સીરીઝમાં સળીયા ગોઠવાયેલ હોય છે. ફળ ડિસ્કની આઉટ સાઈડે જુદા જુદા ૭ ભાગમાં સાઈઝ પ્રમાણે વિભાજીત થઈ ગ્રેડિંગ થાય છે. આ મશીનથી કલાકે લગભગ ૧૦૦૦ કિ.ગ્રા. ફળનું ગ્રેડિંગ થઈ શકે છે.

ડાયસર/કયુબર મશીન :

પપૈયા, ગાજર, બટાટા અને અનાનસ જેવા ફળ તથા યોગ્ય સાઈઝમાં અન્ય શાકભાજી કટીંગ કરી, તેના પ × પ મી.મી. થી ર૦ × ર૦ મી.મી. સુધીનાં ટુકડા અથવા કયુબ બનાવવા આ પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આવા ટુકડા કર્યા બાદ તેની સુકવણી અથવા અન્ય આગળની પ્રોસેસ માટે આમ કરવામાં આવે છે. આ ઉપરાંત આજકાલ આ પ્રકારનાં ટૂકડા/કયુબનું યોગ્ય પેકેજીંગ કરી ઘરે–ઘરે તેમજ શોપિંગ મોલમાં સપ્લાય કરી રોજગારી મેળવાય છે. આ મશીન ર હો.પા.ની મોટર થકી ચાલે છે.  આ મશીનથી કલાકે અંદાજીત ૩પ૦–પ૦૦ કિ.ગ્રા. ફળ અથવા શાકભાજીનાં કયુબ અથવા ટૂકડા થઈ શકે છે.

સેન્ટ્રિફયુગલ બાસ્કેટ :

ફળ અને શાકભાજી આખા તેમજ તેના ટૂકડાઓને ધોઈ તેમાંથી વધારાને પાણીને તુરત જ દૂર કરવું આવશ્યક હોય છે. આવા ટૂકડાઓમાંથી પાણીને દૂર કરવા આ પ્રકારના હાઈસ્પીડ રોટેરીંગ સેન્ટિીફયુગલ બાસ્કેટનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી વધારાનો ભેજ દૂર થઈ તેનું વેંચાણ માટે પેકેજીંગ થઈ શકે અથવા આગળના પ્રસંસ્કરણમાં ઉપયોગી કરી શકાય. સ્ટેનલેસ સ્ટીલ તેમજ અન્ય મટીરિયલ્સથી બનેલા વિવિધ ક્ષમતા ધરાવતા આવા સેન્ટ્રિફયુગલ બાસ્કેટ હાલ બજારમાં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે આ પ્રકારનાં સેન્ટ્રિફયુગલ બાસ્કેટથી ફળ અને શાકભાજીનાં ટૂકડાને કોરા કરવાની ક્ષમતા અંદાજે ૧૦૦ કિ.ગ્રા. પ્રતિ કલાક જેવી હોય છે.

મલ્ટિપરપઝ ટ્રે ડ્રાયર :

અનાજ, કઠોળ અને સંલગ્ન પ્રોડકટસમાંથી વધારાના ભેજને દૂર કરી ત્યારબાદ  તેનું યોગ્ય પેકેજીંગ કરવા આ પ્રકારના મલ્ટિપરપઝ ટ્રે ડ્રાયર ઉપયોગમાં લેવામાં આવે છે. આ મશીનમાં વાયર મેશની ટ્રે તથા ગરમ હવા માટેની સરચનાં મુખ્ય હોય છે. આ મશીનની લંબાઈ સામાન્ય રીતે ર૭ર સે.મી., પહોળાઈ ૬૦ સે.મી. અને ઊંચાઈ ૧૩૦ સે.મી. તેમજ તેનું અંદાજીત વજન લગભગ ૧૭પ કિ.ગ્રા. જેટલું હોય છે. આ મશીનમાં લગભગ ૧૦ નંગ ટ્રે આવેલી હોય છે, જેમાં પ્રોડકટ ભરી સુકવવા માટે ડ્રાયરનો દરવાજો બંધ કરવામાં આવે છે. આ ડ્રાયરમાં પ્રોડકટ મુજબ તેનો સુકવણી સમય લગભગ અંદાજે ર થી પ કલાકનો હોય છે. ટ્રે પ્રકારના આ ડ્રાયરની કાર્યક્ષમતા અંદાજે ૧૦૦ કિ.ગ્રા. પ્રતિ કલાકની હોય છે.

ફળ–શાકભાજી સુકવણી યંત્ર :

 

ડુંગળી, કોબીજ, ફલાવર અને અન્ય ફળ અને પાંદડાંવાળા શાકભાજીની યોગ્ય રીતે સુકવણી કરવા આ યંત્ર ખુબ જ ઉપયોગી છે. આ યંત્રમાં પ્લેનમ અને હીટ ચેમ્બર તથા બ્લાવર ડીવાઈસ મુખ્ય હોય છે. આ પ્રકારના સુકવણી યંત્ર પ્રોડકટમાંનો ભેજ જે ફળ અને શાકભાજીમાં લગભગ ૯૦% જેટલો હોય છે તેને ૬% સુધી યોગ્ય તાપમાન જાળવી પ્રોડકટ મુજબ ૧૧ થી ૧૪ કલાકમાં લાવી શકે છે. આ પ્રકારનાં સુકવણી યંત્રની લંબાઈ સામાન્ય રીતે ર૭ર સે.મી., પહોળાઈ ૯૬ સે.મી. અને ઊંચાઈ ર૬૦ સે.મી. તેમજ તેનું અંદાજીત વજન લગભગ ૧૭પ કિ.ગ્રા. જેટલું હોય છે. આ સુકવણી યંત્રમાં ર૦ નંગ ટ્રે (૮૧ સે.મી.×૪૧ સે.મી.×પ સે.મી. સાઈઝ)ની હોય છે, તેમજ બ્લાવર મોટરની સાઈઝ ર હો.પા. જેટલી હોય છે. આ યંત્ર ધ્વારા કલાકે સરેરાશ પ૦ કિ.ગ્રા. જેટલાં ફળ અને શાકભાજીની સુકવણી થઈ શકે છે.

સૌર ઊર્જા સંચાલિત સુકવણી યંત્ર:

સૂર્ય ઊર્જા સંચાલિત આ કેબિનેટ પ્રકારનો સુકવણી યંત્રમાં મગફળી, મરચાં, બટાટા, ચિપ્સ/કયુબ, ફલાવર, કોબીજ તેમજ અન્ય શાકભાજી અને ફળોની સુકવણી થઈ શકે છે. આ સુકવણી યંત્રમાં તેની ફે્રમ સાથે ઉપરના ભાગે યોગ્ય સાઈઝનાં ગ્લાસ સાથેની ફે્રમને લગભગ ૧૭.પ૦ ડીગ્રી.ના ખૂણાએ ગોઠવેલ હોય છે. સૂર્યનાં કિરણો આ ફે્રમ ઉપર પડતા અંદરની કાળા રંગની ચેમ્બરમાં ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમીનો ઉપયોગ અલગ રીતે કરીને અથવા તેમાંજ ટ્રે ગોઠવી પ્રોડકટની સુકવણી કરી શકાય છે. આ પ્રકારના ટ્રે ટ્રાયરનાં સુકવણી યંત્ર વિવિધ સાઈઝમાં હાલ બજારમાં ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ કરી સૂર્ય તાપમાં પ્રોડકટની સુકવણીની સરખામાણીએ અર્ધાથી વધુ સમય બચાવી પ્રોડકટની ગુણવત્તા જાળવી શકાય છે. આ રીતે સુકવણી કરવાથી પશુ, પક્ષીઓ, ઉંદર વગેરેથી પ્રોડકટનું રક્ષણ કરી શકાય છે.

ફૂડ ડીહાઈડ્રેટર :

મરીમસાલા પાકો તેમજ ફળ અને શાકભાજીની સુકવણી કરવા માટે આ પ્રકારનાં ફૂડ ડીહાઈડ્રટરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ફૂ્રટ પલ્પમાંથી તેની પાતળી પાપડ જેવી શીટનો ફ્રુટ રોલ  બનાવવા પણ તેનો ઉપયોગ થાય છે. આ પ્રકારના સુકવણી યંત્રમાં ૮ ટ્રે સુધીની ફલેકસીબલ ગોઠવણી થઈ શકે છે. આ ડીહાઈડ્રેટરમાં ફળની સુકવણી માટે લગભગ તેનાં પ્રકાર અને કદ મુજબ ૩ થી ર૦ કલાક તેમજ શાકભાજી માટે ર થી ૧૦ કલાક જેટલો સમય લાગે છે. આ ડીહાઈડ્રેટરમાં નીચેનાં ભાગે હીટીંગ સીસ્ટમ તથા  પંખો આપવામાં આવેલ હોય છે. સામાન્ય રીતે આ ડીહાઈડ્રેટરનો વ્યાસ ૩પ સે.મી. તથા ઊંચાઈ લગભગ ૧૬ સે.મી. અને તેનું અંદાજીત વજન લગભગ ૩.રપ કિ.ગ્રા. જેટલું હોય છે. નાના પાયા પર પ્રોડકટની સુકવણી કરવા આવા ડીહાઈડ્રેટરનો ઉપયોગ કરવામાં આવે છે.

આમળાનું છીણ પાડવાનું મશીન :

પરીપકવ આમળામાંથી ઓછા ખર્ચે અને ઝડપથી છીણ પાડવા તેમજ તેના ઠળીયાને દૂર કરવા આ મશીનનો ઉપયોગ થાય છે. મશીનમાં હોપર, ડ્રમ ચેમ્બર, આઉટલેટસ તથા મોટર સાથેની ડ્રાઈવ મીકેનિઝમ મુખ્ય હોય છે. મશીનની લંબાઈ અંદાજે ૧૩૭ સે.મી., પહોળાઈ ૩૩ સે.મી. અને ઊંચાઈ ૬પ સે.મી. તેમજ તેની કાર્યક્ષમતા ૬૦–૭૦ કિ.ગ્રા. આમળા પ્રતિ કલાકની હોય છે. આ સાધન ૧ હો.પા.ની થ્રી ફેઝની ઈલેકટ્રીક મોટર દ્વારા સંચાલિત થાય છે.

મરચામાંથી બીજ કાઢવાનું યંત્ર :

સૂકા મરચામાં તેમાં શુધ્ધ બીજ અને મરચાના ફોલને સરખી રીતે ઓછા સમયમાં અને ઓછા ખર્ચે અલગ કરવા આ યંત્રનો ઉપયોગ થાય છે. આ મશીનમાં હોપર, ડ્રમ, ડ્રાઈવ મીકેનિઝમ તથા સાયકલોન સેપરેટર મુખ્ય હોય છે. મશીનની અંદાજીત લંબાઈ ૧૪પ સે.મી,. પહોળાઈ ૯ર સે.મી. અને ઊંચાઈ ૬૦ સે.મી. તેમજ તેની કાર્યક્ષમતા અંદાજે ૬૦–૭૦ કિ.ગ્રા. પ્રતિ કલાકની હોય છે. ૦.પ તથા ૧ હો.પા.ની. થ્રી ફેઝ મોટર થકી આ મશીન સંચાલિત થાય છે.

રીંગણમાંથી બીજ કાઢવાનું યંત્ર :

 

પાકી ગયેલા રીંગણમાંથી તેના બીજ કાઢવા કઠીન હોય છે. ચીલાચાલુ પધ્ધતિએ રીંગણમાંથી બીજ કાઢતા તેનાં ઉગાવવામાં ઘણો જ ફરક પડતો હોય છે. રીંગણમાંથી સરળ રીતે, ઓછા સમયમાં, ઓછા ખર્ચે શુધ્ધ બિયારણ મેળવવા આ મશીનનો ઉપયોગ થાય છે. ફીડિંગ હોપર, ડ્રમ સીલિન્ડર સાથે જોડેલી પાણીની પાઈપો, કલેકટીંગ યુનિટ તથા ડ્રાઈવ મીકેનિઝમ સાથે ૧ હો.પા.ની થ્રી ફેઝ મોટર આ સાધનમાં મુખ્ય હોય છે. મશીનની લંબાઈ અંદાજે ૧૦૦ સે.મી., પહોળાઈ ૬૧ સે.મી. અને ઊંચાઈ ૧૬૪ સે.મી. તેમજ તેની કાર્યક્ષમતા અંદાજે ર૦૦ કિ.ગ્રા. પ્રતિ કલાક જેટલી હોય છે.

ટામેટા અને લીંબુમાંથી બીજ કાઢવાનું યંત્ર :

પાકેલા ટામેટા તથા લીંબુમાંથી ઓછા ખર્ચે, ઓછા સમયમાં તેનાં બીજ અને રસ કાઢવા માટે આ મશીન ઉપયોગી છે. આ મશીનમાં મુખ્યત્વે હોપર, ડ્રમ સેપરેટર તથા યોગ્ય  સાઈઝની ચાળણાં સાથે ડ્રાઈવ મીકેનિઝમ હોય છે. આ મશીનને ચલાવવા માટે ૧ હો.પા., થ્રી ફે્રઝ ઈલેકટ્રીક મોટરની જરૂરિયાત રહે છે. મશીનની લંબાઈ અંદાજીત ૧પ૮ સે.મી., પહોળાઈ ૧૦૦ સે.મી. અને ઊંચાઈ ૯૦ સે.મી. તેમજ તેની કાર્યક્ષમતા અંદાજે ૪પ–૬૦ કિ.ગ્રા ટામેટા અથવા લીંબુ પ્રતિ કલાકની હોય છે.

 

દાડમમાંથી દાણા કાઢવાનું મશીન :

દાડમના ફળમાં સામાન્ય રીતે ર૦૦ થી ૧૪૦૦ જેટલાં દાણા હોય છે. આ દાણાને હાથથી કાઢવા માટે ખુબજ ટાઈમ અને મજૂરનો ઉપયોગ કરવો પડે છે. વેપારીકરણ હેતુ દાડમમાં પ્રાથમિક પ્રસંસ્કરણ કરીને એટલે કે દાડમમાંથી દાણા કાઢી તેને યોગ્ય પેકેજીંગ દ્રારા માર્કેટમાં મુકવામાં આવે તો મૂલ્ય વર્ધન ધ્વારા વધારાની આવક મેળવી શકાય. દાડમમાંથી આવા દાણા કાઢવાનું મશીનની ક્ષમતા અંદાજે પ૦૦ કિ.ગ્રા. પ્રતિ કલાકની જેટલી હોય છે. આ મશીન ૧ હો.પાની મોટર ધ્વારા સંચાલિત થતું હોય છે. મશીનની અંદાજીત લંબાઈ ૧.૪૮ મીટર, પહોળાઈ ૦.૬૬ મીટર અને ઊંચાઈ ૧.૭૧ મીટર તેમજ તેનું વજન અંદાજે રપ૦ કિ.ગ્રા. જેટલું હોય છે.

લસણના ગાંઠીયાને તોડવાનું મશીન :

લસણના ગાઠીયાને ભાંગી તેમાંથી નુકશાન થયા વગર કળીઓને છૂટા પાડવા માટે આ પ્રકારનું મશીન ઉપલબ્ધ છે. આ મશીનમાં તેની ફે્રમ સાથે ૦.પ હો.પા.ની મોટર, ટ્રાન્સમિશન સીસ્ટમ, હોપર સાથેનું ડ્રમ તેમજ આઉટલેટ મુખ્ય હોય છે. લસણના ગાંઠીયાને મશીનનાં હોપરમાં નાખતા ડ્રમમાં જતા તેનું યોગ્ય બે્રકીંગ થઈ, કળીઓ જુદી પડી આઉટલેટ ધ્વારા બહાર આવે છે. જયારે બીજા આઉટલેટ થકી તેના ફોતરા વગેરે દૂર થાય છે. આ મશીનની લસણની કળીઓ છૂટી પાડવાની ક્ષમતા અંદાજે ૮૦૦ કિલોગ્રામ પ્રતિ કલાકની હોય છે. આવી રીતે કળીઓને જૂદી કરી સીધુ જ અથવા કળીઓ ઉપરની ફોતરી પીલિંગ મશીન દ્વારા દૂર કરી પેકેજીંગ કરી માર્કેટિંગ કરી શકાય છે.

હીટ સીલર મશીન :

હાથ સંચાલિત આ મશીન થકી પ્રાથમિક પ્રસંસ્કરણ થયેલ ફૂડ પ્રોડકટસને પોલીથીન અથવા પોલીયુરોથીન બેંગમાં ભરી લાંબા સમય સુધી હવાચુસ્ત રાખવા આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.  મોટાભાગે અનાજ, કઠોળ, બેકરી, કન્ફેકશનરી, મરીમસાલા, વેફર અને અન્ય પ્રોડકટની જાળવણી માટેના પેકેજીંગમાં આ મશીન ઉપયોગી થાય છે. આ મશીન થકી ર૦ સે.મી. થી ૩૦૦ સે.મી. લંબાઈ તેમજ ૦.૧પ થી ૧ર. સે.મી. પહોળાઈ પેકેટનું સીલીંગ થઈ શકે છે. આ મશીનનું વજન ખુબજ ઓછું  એટલે કે લગભગ ૩.પ કિલો જેટલું હોય છે અને તેને ચલાવવા માટે ર૪૦ ઈલેકટ્રીકલ વોટની જરૂર પડે છે.

વેકયુમ પેકેજીંગ મશીન :

પ્રસંસ્કરણ દરમ્યાન તૈયાર થયેલ ફૂડ પ્રોડકટને હાનિકારક બેકટેરીયા જેવા જીવાણુંઓથી બચાવવા ખાસ વેકયુમ પેકેજીંગ મશીન વપરાય છે. બેકરી પ્રોડકટસ, ડા્રયફૂટ, મગફળીના દાણા, ખજુર નમકીન, ખાખરા, મરીમસાલા વગેરે પ્રોડકટનું વેકયુમ પેકેજીંગ કરવામાં આવે છે. આવા પેકેજીંગમાં ઓકસીજન નહીવત રહેવાથી પ્રોડકટમાંના જીવાણુંની શ્વાસોશ્વાસની ચાલતી ક્રિયા અટકી જાય છે અને પ્રોડકટ  લાંબા સમય સુધી ગુણવત્તા પૂર્વક જાળવી શકાય છે. આ મશીન વિવિધ સાઈઝમાં મળે છે અને તેનું સામાન્ય વજન અંદાજે ર૦૦ થી રપ૦ કિ.ગ્રા. જેટલું હોય છે.

શ્રીંક રેપિંગ મશીન :

ફળ અને શાકભાજીનું યોગ્ય સોર્ટિંગ અને ગ્રિેડંગ કરીને આવા શ્રીંક રેપિંગ મશીન ધ્વારા પેકેજીંગ કરી બજારમાં મુકવામાં આવે તો તેનો ભાવ વધુ મળતો હોય છે. તેમની ગુણવત્તા તેમજ તેમાં ભેજ જળવાઈ રહેતા આકર્ષણ ઊભું થતુ હોય છે. આ મશીન ધ્વારા અન્ય ઘણી–બધી પ્રોસેસ થયેલ પ્રોડકટને શ્રીંક રેપિંગ કરી આકર્ષક મોડમાં લાવી તેનું માર્કેટિંગ કરી શકાય છે. આ મશીનમાં બેલ્ટ, ચેમ્બર તથા હીટીંગ ડીવાઈસ મુખ્ય હોય છે. માકેટમાં  વિવિધ ક્ષમતા ધરાવતા આવા શ્રીંક રેપિંગ મશીન ઉપલબ્ધ છે. વિવિધ સાઈઝમાં મળતા આવા શ્રીંક રેપિંગ મશીન જેના ધ્વારા ખુબ જ સારૂ આકર્ષક પેકેજીંગ કરી શકાય છે.

ર્ડા. આર. આર. ગજેરા (સહ પ્રાધ્યાપક),બાગાયત કોલેજ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/4/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate