સજીવ ખેતી એટલે એવી ખેતી જેમાં કોઇ જ પ્રકારનું રાસાયણિક ખાતર કે રાસાયણીક જંતુનાશક દવા વગર કરાતી ખેતી, જેમાં કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરાય છે. જેમ કે, છાણીયું ખાતુર, લીમડાના પાનનો અર્ક વિગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારની ખેતીમાં ઉત્પાદન જળવાઇ રહે છે. જેથી તંદુરસ્તી પણ જળવાઇ રહે છે.
સજીવ ખેતી એ વર્તમાન સમયની આવશ્યકતા છે અને સજીવ ખેતીને ઉત્તેજન મળે તે હેતુ ગુજરાત સરકારે પણ સજીવ ખેતી નીતિ ઘડી કાઢવાનું કટિબદ્ધતા દેખાડી દીધી છે ત્યારે આ માટે સૌએ સહયોગી બનીને કાર્ય કરવું પડશે તેવું આહવાન આજે ભુજ ખાતે આયોજિત કાર્યક્રમમાં કરાયું હતું. કૃષિ વિકાસક્ષેત્રે ગુજરાતે અગ્રેસરતા પ્રાપ્ત કર્યા બાદ સજીવ ખેતીના ક્ષેત્રે મહત્ત્વના કદમ માંડી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે સજીવ ખેતી નીતિ ઘડવા માટે જે પ્રયાસો આદર્યા છે તે અંગે લોક અભિપ્રાય મેળવવાના હેતુથી ભુજના જિલ્લા પંચાયત હોલ ખાતે એક દિવસીય ચર્ચા સભાનો પ્રારંભ કરાયો છે. સાત્વીક સંસ્થા, રામકૃષ્ણ ટ્રસ્ટ, કચ્છ કિસાન સંઘ, પ્રમોટીગ ઈકોલોજીકલ ફાર્મિંગના ઉપક્રમે આયોજિત ચર્ચા સભામાં વિવિધ તજજ્ઞો પોતાનો મત દર્શિત કરી રહ્યા છે. જનત સંસ્થાના ડિરેકટર કપીલભાઈ શાહ, કાજરી સંસ્થાના ડો. દેવી દયાલ, પ્રગત્તિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડિયા, ઉત્કૃષ્ઠ સજીવ ખેતી સંશોધન કેન્દ્રના શ્રી નાકરાણી, કચ્છ કિસાન સંઘાના પ્રમુખ શામજીભાઈ મ્યાત્રા, સંદીપ વીરમાણી, શૈલેશ વ્યાસ સહિતે ઉપસ્થિત ખેડૂતો, ઉત્પાદકો, સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ અન્યો ઉપસ્થિતોને મહત્ત્વ પૂર્ણ માર્ગદર્શન આપી સજીવ ખેતીની ઘડાનારી નીતિમાં કયા નેતાઓને સમાવી શકાય તે અંગે અભિપ્રાય માંગ્યો હતો. દિવસભરની ચર્ચા સભા બાદ એક અહેવાલ તૈયાર કરી રાજ્યસ્તરે મોકલવામાં આવશે તેવું જણાવાયું હતું.
ગુજરાત ઓર્ગેનિક પ્રોડકટસ સર્ટીફિકેશન એજન્સી અમદાવાદ (ગોપકા) ના સહયોગ અને આણંદ કૃષિ યુનિ., આણંદ દ્વારા યુનિ.ના ભવન ખાતે આજે ગુજરાત રાજ્ય માટે સજીવ ખેતી નીતિ લોક અભિપ્રાય વિષય અન્વયે એક દિવસીય બેઠક મળી. આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ઉદ્દઘાટક તરીકે ડો. એમ.એચ. મહેતા, પૂર્વ કુલપતિ ગુજરાત કૃષિ. યુનિ.) અતિથી વિશેષ સર્વદમન પટેલ (પ્રમુખ, અખિલ ભારત સજીવ ખેતી) ડો.કે.બી. કથીરીયા (સંશોધન નિયામક આણંદ કૃષિ યુનિ.) તથા આમંત્રિત મહેમાનો આર.એ.ઓઝા (કવોલીટી મેનેજર -ગોપકા), કપીલ શાહ (વડોદરા) ડો. રાજેન્દ્ર ખીમાણી (ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ), ડો. અતુલ પંડયા (પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ), ડો. કે.પી. પટેલ (આચાર્ય, બી.કે. કોલેજ- આણંદ) ડો. રાજાબાબુ (બાયો ફર્ટીલાઇઝર), આર.એ. ઓઝા (કવોલીટી મેનેજર -ગોપકા) અને ડો. કે.જી. મહેતા (પ્રમુખ, ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ- અમદાવાદ)ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો, વિતરકો, ખેડૂતો, ગ્રાહકો, નિકાશકારો, અધિકારીઓ સ્વૈચ્છીક સંસ્થાઓ અને ખેત ઉત્પાદન બજાર સમિતિના અધિકારીઓ મળી સજીવ ખેતીને લગતા મુદ્દાઓ ઘડવા અંગેના વિચારો રજૂ કર્યા અને સજીવ ખેતી માટેનાં લોક અભિપ્રાય એકઠાં કરાયા. આ સંદર્ભ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ૪ કૃષિ યુનિમાં સજીવ ખેતી અંગે માહિતીનો પ્રચાર પ્રસાર કરવા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો.
આ અંગે વકતાઓ દ્વારા સજીવ ખેત પેદાશોની માંગ વિશ્વભરમાં ૪૦ ટકાનાં વાર્ષિક દરથી વધી રહી છે જેથી ભારત સરકાર દ્વારા સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાનું શરૂ કરાયું છે અને હાલ તાજેતરનાં બજેટમાં સજીવ ખેતીના પ્રસાર માટે વિશેષ રકમ ફાળવવામાં આવી છે. આ અંગે ૧૦ રાજ્યોએ સજીવ ખેતીની નીતી બનાવેલી છે જેનું આણંદ કૃષિ યુનિ. દ્વારા આજની બેઠકમાં સજીવ ખેતી મોડેલ તૈ્યાર કરવામાં આવ્યું હતું. જે આ એક દિવસની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ ખેતીની વિદેશમાં ખુબ જ માંગ છે. જેનાથી પર્યાવરણ જળવાઇ રહેતા જમીનની ગુણવત્તા પણ સારી રહે છે. સજીવ ખેતીમાં દેશના સીક્કીમ, હિમાચલપ્રદેશ, તામીલનાડુ, કેરાલા, જેવા રાજ્યોમાં એનો વ્યાપ સારો છે. આ પ્રકારની ખેતી ગુજરાતમાં ખુબ મોટા પાયે વિકસીત થાય તે અંગેની પોલીસી બનાવવાનું પ્લેટફોર્મ નક્કી કરવા કૃષિ યુનિ.ના નિષ્ણાંત વૈજ્ઞાનિકો સહિત ૧રપ ઉપરાંતનાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં અને એક દિવસીય સજીવ ખેતી અંગેની નીતી રીતી અંગેની માહિતી મેળવી હતી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/12/2020