ખેતીની શરુઆત થઇ ત્યારથી નીંદણનો પ્રશ્ન ખેડૂતોને મૂઝવી રહયો છે અને સમય જતાં નીંદણનો પ્રશ્ન માત્ર ખેડૂતોનો જ પ્રશ્ન ન રહેતા માનવ સમાજનો પ્રશ્ન બની ગયેલ છે. હાલના સંજોગોમાં નીંદણ ખેડૂત સમાજ સિવાય માનવ જાતની તંદુરસ્તી માટે, પશુપાલકો માટે, વેપારી સમાજ માટે, નહેરોમાં અંતરાયરૂપે, જંગલમાં પડકારરૂપે તથા પીવાના પાણીમાં કેટલીક જગ્યાએ જળાશયોમાં પ્રદૂષણરૂપે વિકટ સમસ્યારૂપ છે. ખેડૂતોની ઇચ્છા વર્ષોથી નીંદણને સદંતર દૂર કરવાની રહી છે, પરંતુ આ પ્રશ્ન તરફ પુરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવેલ નથી કારણ કે રોગ અને જીવાત દ્વારા પાકમાં થતું નુકશાન સ્પષ્ટ રીતે નરી આંખે જોઇ શકાય છે, જ્યારે નીંદણ દ્વારા થતું નુકશાન પાક ઉત્પાદનના અંતે ઘટાડારૂપે પરોક્ષ રીતે જણાય છે. નીંદણના વ્યવસ્થાપનનુ મહત્વ યોગ્ય સમયે ન સ્વીકારવાના કારણે આજના ખેડૂતો માટે નીંદણ પડકારરૂપ સમસ્યા છે.
એક મોજણી મુજબ દેશમાં નીંદણથી વર્ષે દહાડે ન દેખાય તેવું ફક્ત ધાન્ય કઠોળ તથા તેલીબીયા પાકોમાં અંદાજીત ૫૦૦૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થાય છે. નીંદણથી ખરીફ પાકમાં અંદાજે ૩૬.પ% અને રવિ પાકમાં રર.૭% જેટલો ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. નીંદણો જમીનમાંથી પોષકતત્વો ઉપાડવામાં ભાગ પડાવે છે અને હેકટરે એક વર્ષમાં સરેરાશ ૩૦ કિ.ગ્રા. નાઇટ્રોજન, પ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૯૦ કિ.ગ્રા. પોટાશનું શોષણ કરી જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. કેટલાક નીંદણો રોગ અને જીવાતનું આશ્રયસ્થાન હોઇ પાકની ગેરહાજરીમાં રોગ અને જીવાતનો જીવનક્રમ ચાલુ રાખવામાં મદદરૂપ થાય છે. ગાજરઘાસ (કોંગ્રેસઘાસ) જેવા નીંદણો મનુષ્ય તેમજ પ્રાણીઓમાં એલર્જી જેવા રોગો નોતરે છે અને તંદુરસ્તીને હાનિ પહોંચાડે છે.
પાકનું નામ |
ઘટાડો (ટકા) |
પાકનું નામ |
ઘટાડો (ટકા) |
ધાન્ય પાક |
|||
ડાંગર (રોપાણ) |
૧પ-૪૦ |
જુવાર |
૧પ-૩૧ |
ડાંગર (ઓરાણ) |
પ૦-૭૦ |
બાજરી |
૧૬-૬૪ |
મકાઇ |
૧૭-૮૦ |
ઘઉં |
ર૦-૬૦ |
શાકભાજી/મરીમસાલાના પાક |
|||
ડુંગળી |
પ૦-૮પ |
વટાણા |
૧૮-૭૬ |
લસણ |
પ૦-૭પ |
ગાજર |
પ૦-૭૯ |
બટાટા |
૩૦-પ૦ |
ઘાણા |
પ૦-૭૧ |
મરચી |
૪૦-૭૦ |
મેથી |
૪૦-પ૩ |
ટામેટી |
પપ-૬૭ |
અજમો |
૭૦-૮૮ |
રીંગણ |
રપ-૭પ |
સુવા |
પ૦-૬૧ |
ભીંડા |
૪૦-૮પ |
અસાળિયો |
ર૦-ર૩ |
કઠોળ પાક |
તેલીબિયા પાક |
||
તુવેર |
૩પ-૪પ |
મગફળી |
૭૦-૮૦ |
મગ-અડદ |
પ૦-૭ર |
દિવેલા |
૩૦-૪પ |
ચણા |
૪૦-પ૦ |
તલ |
પ૦-૭૦ |
રોકડીયા પાક |
સોયાબીન |
રપ-પ૦ |
|
શેરડી |
૧પ-રપ |
રાઇ |
ર૦-૩પ |
કપાસ |
૪પ-૮પ |
સૂર્યમુખી |
૩૩-પ૦ |
જીરુ |
૯૦-૧૦૦ |
કસુંબી |
૩પ-૬૦ |
વરિયાળી |
૧૦-૪ર |
|
|
ચિકોરી |
પ૦-૬૬ |
|
|
પાક |
ગુણવત્તા |
નીંદણમુકત |
નીંદણયુકત |
કપાસ |
જીનીંગના ટકા |
૩૬.પ |
૩૪.પ |
શેરડી |
ખાંડના ટકા |
૧૬.પ |
૧પ.૬ |
મગફળી |
તેલના ટકા |
૫૨.૪ |
૪૯.૧ |
ચોળી (ઘાસચારા) |
પ્રોટીનના ટકા |
૧૯.૫ |
૧૪.૮ |
ઘઉં |
પ્રોટીનના ટકા |
૧૩.૫ |
૧૨.૧ |
મકાઈ |
પ્રોટીનના ટકા |
૯.૬ |
૮.૯ |
વટાણા |
પ્રોટીનના ટકા |
૩૭.૮ |
૨૬.૭ |
મગફળી |
પ્રોટીનના ટકા |
૨૭.૭ |
૨૪.૦ |
ચણા |
પ્રોટીનના ટકા |
૨૩.૦ |
૨૧.૦ |
પાક ઉત્પાદનમાં નીંદણની હાજરી દ્વારા થતા ઘટાડાની ટકાવારી જે તે પાક અને તેની વાવણી પધ્ધતિ, વાવેતર સમય અને ઋતુ, નીંદણનું પ્રમાણ અને પ્રકાર વગેરે બાબતો પર અવલંબિત રહે છે. સમગ્ર રીતે તપાસતાં સાબિત થાય છે કે પાકની ઉત્પાદકતા ઘટાડવામાં નીંદણ નુકશાનકર્તા ન બને તે માટે તેનું વ્યવસ્થાપન કરવું જરૂરી બને છે.
જ્યારે પાક સાથે નીંદણ હોય ત્યારે વિકાસના આવશ્યક પરિબળો માટે પાક અને નીંદણ વચ્ચે હરિફાઇ થાય છે. અવલોકન કરતાં જણાય છે કે નીંદણોના લીધે પાકના ઉત્પાદનમાં ઘટાડાનું પ્રમાણ ૧૦ થી ૧૦૦ ટકા જેટલું છે. જુદી જુદી જાતના નીંદણ ઉભા પાકમાં આવશ્યક તત્વોનું શોષણ કરે છે. આથી પાકને પુરતા પ્રમાણમાં આવશ્યક તત્વો મળતા નથી અને પરિણામે પાક ઉત્પાદનમાં કે પાકની ગુણવત્તામાં ઘટાડો થાય છે. કોઠામાં દર્શાવેલ એકદળી તથા દ્વિદળી નીંદણોમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ તથા ગંધકની ટકાવારી પરથી આ બાબત સહેલાઇથી સમજી શકાય છે.
એક કિવન્ટલ મકાઇના દાણા તથા રાડાથી જમીનમાંથી દૂર થતા આવશ્યક પોષક તત્વો કરતાં અનેક ઘણા પ્રમાણમાં નીંદણોથી આવશ્યક પોષક તત્વો જમીનમાંથી દૂર થાય છે. આ ઉપરાંત કેટલાક નીંદણોના મૂળ દ્વારા ખાસ પ્રકારના સ્ત્રાવો સતત ઝરતા હોવાથી તેની આજુબાજુમાં ઉગેલ કેટલાક પાકના વિકાસ અને વૃધ્ધિ ઉપર વિપરીત અસર થાય છે. જ્યારે કેટલાક નીંદણોથી પાક વૃધ્ધિ ઉપર હકારત્મક અસરો જોવા મળે છે. ટૂંકમાં, નીંદણોથી જમીનના પોષક તત્વો, વાતાવરણ તથા પાક ઉત્પાદન પર માઠી અસરો જોવા મળે છે જેથી સમયસર નીંદણ દૂર કરવા જોઇએ.
એક કિવન્ટલ મકાઇ તથા એક કિવન્ટલ નીંદણથી થતુ આવશ્યક પોષક તત્વોનું શોષણ (ગ્રામ)
પોષકતત્વ |
મકાઇ દ્વારા |
નીંદણ દ્વારા |
નાઇટ્રોજન |
૭૪૦ |
૧ર૮૦ |
ફોસ્ફરસ |
૧૧૦ |
૧૦૦ |
પોટાશ |
૯૯૦ |
૩૬૩૦ |
કેલ્શિયમ |
ર૭૦ |
ર૭૧૦ |
મેગ્નેશિયમ |
૯૦ |
પ૬૦ |
લોહ |
૩૦ |
પપ૦ |
જસત |
૩ |
પ |
મેંગેનીઝ |
ર |
૩૦ |
જુદા જુદા નીંદણોમાં આવશ્યક પોષક તત્વોનું પ્રમાણ (ટકા) |
||||
નીંદણનું નામ |
નાઇટ્રોજન |
ફોસ્ફરસ |
પોટાશ |
ગંધક |
એકદળી નીંદણો |
||||
સામો |
ર.૦૭ |
૦.૭૧ |
૧.૦૮ |
- |
આરોતારો |
૧.૯૦ |
૦.પપ |
૧.૦૮ |
- |
લાંપડું |
૩.ર૦ |
૦.૯૬ |
૧.૪ર |
- |
ધરો |
ર.૦૮ |
૧.૦૧ |
૧.રર |
૦.પ૦ |
ચીઢો |
૧.૬૧ |
૧.પર |
૧.૧૩ |
૦.પ૪ |
દ્વિદળી નીંદણો |
||||
દારુડી |
૧.૦૧ |
૧.૩૬ |
૧.૩૩ |
૦.પ૩ |
લૂણી |
૧.ર૬ |
૧.પ૧ |
ર.ર૧ |
૦.પર |
ફૂલેકીયુ |
ર.પ૬ |
૧.પ૩ |
૩.૧ર |
૦.પ૪ |
ભાંગરો |
૧.૬૧ |
૧.૪૯ |
૧.પર |
૦.પપ |
કણજરો |
૩.ર૪ |
૧.૬૩ |
૩.૧૫ |
૦.૫૫ |
તાંદળજો |
૧.૮૬ |
૧.પ૬ |
૩.૧૩ |
૦.૫૧ |
અંઘેડો |
ર.ર૧ |
૧.૬૩ |
૧.૩ર |
૦.૬૦ |
ચીલ |
ર.પ૯ |
૧.૫૧ |
૪.૩૪ |
૦.૫૧ |
ભોંયઆમલી |
ર.૪૩ |
૧.૫૩ |
૧.૮૫ |
૦.૫૩ |
ભોંયરીંગણી |
ર.પ૬ |
૧.૬૩ |
ર.૧ર |
૦.૫૬ |
સાટોડી |
ર.૦૧ |
૧.૫૪ |
૧.૧ર |
૦.૫૦ |
સાટોડો |
ર.૬૪ |
૦.૪૩ |
૧.૩૦ |
- |
દૂધેલી |
૧.૯૧ |
૧.૫૩ |
૧.રર |
૦.૪૯ |
એકદાંડી |
ર.ર૪ |
૦.૭૩ |
૧.૦૮ |
- |
ઢીમડો |
ર.૧૬ |
૦.૬૦ |
૪.૫૧ |
- |
ચંદનવેલ |
ર.૦ર |
૧.૦૧ |
ર.૦૦ |
૦.૫૧ |
કુવાડીયો |
૩.૦૮ |
૧.૫૬ |
૨.૩૧ |
- |
કોંગ્રેસઘાસ |
૨.૬૮ |
૦.૬૦ |
૧.૪૫ |
- |
જળકુંભી |
૩.૦૧ |
૦.૯૦ |
૦.૧૫ |
- |
નફફટીયા |
૨.૦૧ |
૦.૩૩ |
૦.૪૦ |
- |
લેખક :
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020