આપણે વૈજ્ઞાનિકોનું, એગ્રો ડીલરનું, બીજ કંપનીનું, ખેતીવાડી ખાતાનુ, માનવું કંઈ નથી ને ગામમાં પાનના ગલ્લે કપાસ કાઢી નાખવાની વાતું કરવી છે. છેલ્લે ૧૫ દિવસમાં કોણે નીરખીને કપાસના છોડનું નીરીક્ષણ કર્યું ?
ફૂલોમાં નજર કરી ? ખેતરે આંટો પણ મારવો નથી ને ગુલાબી થી ડરી જવાય તેવી વાતો કરીશું. એલા ભાઈ ! ગુલાબી ઈયળ આવી તે પહેલા લીલી ઈયળ, લશ્કરી ઈયળ, થ્રીપ્સ, કથીરી, કપાસનું લાલ થઇ જવું. વગેરે કેટકેટલા પ્રશ્નો આવ્યા હતા તે બધા સામે આપણે સામુહિક પગલા લઈને સાચી અને ભલામણ કરેલી સાચી દવાઓ, ફૂગનાશકો, ખાતરો વાપરીને વિજય મેળવેલો જ છે. વાપરવી છે નામઠામ વગરની ઉધાર મળતી દવા, નથી જાણવું જીવાત કે ઈયળનું જીવનચક્ર, નથી લેવા નિયંત્રણના સચોટ પગલા. આજેજ અવલોકન કરો અને જરૂર પડે તો છંટકાવ શરુ કરો.
સમજી લ્યો કે, ગુલાબી ઈયળ નીયંત્રણ માટે અત્યારે ગુલાબી ઈયળની લ્યુર વાળા વીઘે ૪ ફેરોમોન ટ્રેપ મુકો, ફેરોમોન ટ્રેપમાં ભૂખરા રંગના નાનકડા ઝાલરવાળી પંખોવાળા ફૂદા પકડાતા રહે ત્યાં સુધી દર અઠવાડિયે નીચેની દવા ( સારી કંપનીની લેજો) છાંટવાનું શરું રાખો, એ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, વાવણીમાં વાવેલા કપાસને ઓક્ટોબર સુધીમાં ફળફૂલ લગાડી લાભ મેળવો. જરૂર પડે તો ફોરવર્ડ સોદો કરતા સારા જીનર્સ પાસે તમારો કપાસ લખાવી, નિશ્ચિત થઇને ગુલાબીના નિયંત્રણ માટે દવાનો છંટકાવ શરુ કરી દયો.ફૂદાના નિયંત્રણ માટે વાડીએ લાઈટ ટ્રેપ ( પીળા બલ્બ)ની નીચે કેરોશીન અથવા ડીડીવીપી ના દ્રાવણ વાળું પહોળું વાસણ રાખો. આ ઉપરાંત પીળા કલરના પ્લાસ્ટિક ઉપર ગમ લગાડેલું સ્ટીકી ટ્રેપ જે બજારમાં ક્રોપ ગાર્ડના નામે મળે છે તેનો ઉપયોગ કર્યો હોય તેવા મિત્રોનો અનુભવ જાણો.
કૃષિ વિજ્ઞાન : ગુલાબી ઈયળની વધુ માહિતી માટે કૃષિવિજ્ઞાન ફેસબુક લાઈક કરો. જેથી રોજ તમને અપડેટ મળશે.
સ્ત્રોત : કૃષિ વિજ્ઞાન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020