অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાક સંરક્ષણ

નીમાસ્ત્ર

  • બનાવવાની પધ્ધતિ:ર૦૦ લીટર પાણી + ૧૦ લીટર ગૌમુત્ર + ર કીગ્રા છાણ + ૧૦ કીગ્રા કડવો લીમડો.  મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાયામાં રાખવું. સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું.પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો.
  • છંટકાવ: પ્રતિ એકર ર૦૦ લીટર ફકત નીમાસ્ત્ર, પાણી ભેળવવાનું નથી.
  • સંગ્રહણ ક્ષમતા: ૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય.
  • નિયંત્રણ: ચૂસીયા જીવાતો, સફેદ માખી, નાની ઈયળ

બ્રહમાસ્ત્ર

  • બનાવવાની પધ્ધતિ:ર૦ લીટર ગૌમુત્ર + ર કીગ્રા કડવા લીમડાના પાનની ચટણી + ર કીગ્રા કરંજના પાનની ચટણી + ર કીગ્રા સીતાફળના પાનની ચટણી + ર કીગ્રા એરંડાના પાનની ચટણી + ર કીગ્રા ધતુરાના પાનની ચટણી: આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો (ઉફાણો) આવે ત્યા સુધી ગરમ કરવું પછી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ર દિવસ સુધી સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો.
  • છંટકાવ: પ્રતિ એકર ર૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર બ્રહમાસ્ત્ર
  • સંગ્રહણ ક્ષમતા: : ૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય
  • નિયંત્રણ : મોટી ઈયળ, ચૂસીયા જીવાતો

અગ્નીઅસ્ત્ર

બનાવવાની પધ્ધતિ: ર૦ લીટર ગૌમુત્ર + ર કીગ્રા કડવા લીમડાનાં પાનની ચટણી +  પ૦૦ ગ્રામ તીખી મરચીની ચટણી + રપ૦ ગ્રામ દેશી લસણની ચટણી +પ૦૦ ગ્રામ તમાકુનો પાવડર +- આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો (ઉફાણો) આવે ત્યાં સુધી ગરમ કરી પછી ઠંડુ પડવા દેવું ત્યારબાદ ર દિવસ સુધી સવાર-સાંજ,૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો

છંટકાવ: પ્રતિ એકર ર૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર અગ્નીઅસ્ત્ર

સંગ્રહણ ક્ષમતા: ૩ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય

નિયંત્રણ: બધા જ પ્રકારની જીવાતો માટે, પ્રકાંડને કોરનાર ઈયળ, ફળોમાં થતી ઈયળ, કળીઓમાં રહેલી ઈયળ, કપાસના કાચા જીંડવામાં થતી ઈયળ અને અન્ય તમામ નાની મોટી ઈયળોને કાબુમાં રાખે છે.

દશપર્ણી અર્ક

બનાવવાની પધ્ધતિ : ર૦૦ લીટર પાણી + ર૦ લીટર ગૌમુત્ર + ર કીગ્રા છાણ + – આ મિશ્રણ લાકડીથી હલાવીને ર કલાક છાયામાં કોથળાથી ઢાંકવું જેથી જૈવ-રાસાયણીક બંધ તુટી જાય ત્યારબાદ ઉપરોકત મિશ્રણ +  પ૦૦ ગ્રામ હળદરનો પાવડર + પ૦૦ ગ્રામ આદુની ચટણી +૧૦ ગ્રામ હીંગનો પાવડર.  આ મિશ્રણ હલાવીને આખી રાત કોથળાથી ઢાંકવું.

બીજા દિવસે સવારે  ઉપરોકત મિશ્રણ + ૧ કીગ્રા તીખી મરચીની ચટણી + પ૦૦ ગ્રામ દેશી લસણની ચટણી +૧ કીગ્રા તમાકુનો પાવડર. આ મિશ્રણને ઢાંકીને વરસાદ અને તડકાથી દૂર છાયામાં રાખવું.

ત્રીજા દિવસે સવારેઉપરોકત મિશ્રણ + ર કીગ્રા કડવા લીમડાની ડાળીઓ, પાન +ર કીગ્રા કરંજના પાન +ર કીગ્રા એરંડાના પાન +ર કીગ્રા સીતાફળ/રામફળના પાન +ર કીગ્રા ધતુરાના પાન + ર કીગ્રા બીલી પત્ર +ર કીગ્રા નગોડના પાન +ર કીગ્રા તુલસીની ડાળી, પાન +ર કીગ્રા ગલગોટાના ફુલ, છોડ, પાન +ર કીગ્રા કડવા કારેલાના પાન +ર કીગ્રા પપૈયાના પાન +ર કીગ્રા આકડાના પાન +ર કીગ્રા કરંજના પાન +ર કીગ્રા આંબાના પાન +ર કીગ્રા જામફળના પાન +ર કીગ્રા હળદરના પાન + ર કીગ્રા આદુના પાન +ર કીગ્રા કરેણના પાન +ર કીગ્રા દેશી/રામ બાવળના પાન +ર કીગ્રા બોરડીના પાન +ર કીગ્રા કુવાડીયાના પાન +ર કીગ્રા જાસુદના પાન +ર કીગ્રા સરગવાના પાન +

ઉપરોકત પૈકી પ્રથમ પાંચ ફરજીયાત લેવાના અને બાકી રહેલા માંથી કોઈપણ પાંચના પાન પસંદ કરવાં ત્યારબાદ આ મિશ્રણને પાણીમાં ડુબાડવું, ૩૦ થી ૪૦ દિવસ સુધી છાયામાં રાખવું. અગાઉ મુજબ દિવસમાં સવાર-સાંજ, ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો.

છંટકાવ: પ્રતિ એકર ર૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર દશપર્ણી અર્ક

સંગ્રહણ ક્ષમતા: ૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય

નિયંત્રણ: બધા જ પ્રકારની જીવાતો માટે, ઈયળો, થ્રીપ્સ

સપ્ત ધાન્યાંકુર અર્ક

બનાવવાની પધ્ધતિ: ૧૦૦ ગ્રામ તલ એક વાટકામાં લઈ, તલ ડુબે તેટલુ પાણી નાખવું + ૧૦૦ ગ્રામ મગના દાણા +  ૧૦૦ ગ્રામ અડદના દાણા +૧૦૦ ગ્રામ ચોળીના દાણા +૧૦૦ ગ્રામ મઠના દાણા +૧૦૦ ગ્રામ દેશી ચણાના દાણા +૧૦૦ ગ્રામ ઘઉંના દાણા +- આ મિશ્રણ પાણીમાં ડુબી જાય તેટલુ પાણી નાખવું.- ત્રીજા દિવસે સાતેય ધાન્યને પાણીમાંથી કાઢી નાખવા પછી તેને સ્વચ્છ કપડામાં અંકુરીત      થવા માટે લટકાવી દેવા અને પાણી ને સાચવવું.- ૧ સેમી લંબાઈનો અંકુર થાય ત્યારે તેને બહાર કાઢી ચટણી બનાવવી.
ત્યારબાદર૦૦ લીટર પાણી +૧૦ લીટર ગૌમૂત્ર +ધાન્યનું પાણી + ધાન્યની ચટણી – આ મિશ્રણ બરાબર મિકસ થઈ જાય ત્યા સુધી લાકડાના હાથા વડે હલાવ્યા બાદ  કોથળાથી ઢાંકીને ર કલાક રાખવું પછી કપડાંથી ગાળવું અને ૪૮ કલાકમાં છંટકાવ કરવો.

છંટકાવ: ૪૮ કલાકમાં છંટકાવ કરવો

સંગ્રહણ ક્ષમતા: ૪૮ કલાક સુધી ઉપયોગમાં લઈ શકાય.

ફુગનાશક

બનાવવાની પધ્ધતિ:

  • ર૦૦ લીટર પાણી + ૧પ લીટર ગાળેલ જીવામૃત +  પ લીટર ખાટી છાશ (ત્રણ દીવસની વાસી)  – આ મિશ્રણનો છંટકાવ કરવો.
  • ર૦૦ લીટર પાણી + ર૦ લીટર ગાળેલ જીવામૃત. – આ મિશ્રણનો છંટકાવ કરવો.
  • ર૦૦ લીટર પાણી + પ લીટર ખાટી છાશ (ત્રણ દીવસની વાસી). – આ મિશ્રણનો છંટકાવ કરવો.
  • પ કીગ્રા અડાયાને મોગરી વડે ભાગીને ચૂર્ણ બનાવવુ, એક કપડાની પોટલીમાં તેને બાધીને તે પોટલી  ર૦૦ લીટર પાણીમાં આકૃતિ પ્રમાણે ૪૮ કલાક સુધી લટકાવવી – ૪૮ કલાક પછી પાણીનો રંગ બદલાશે. પછી તેને બહાર કાઢી નીચોવવી અને ફરીથી પાણીમાં ડુબાડવી. આવું ત્રણ વખત કરવું પછી છંટકાવ કરવો.

સંગ્રહણ ક્ષમતા:  ૪૮ કલાક સુધી ઉપયોગમાં લઈ શકાય.

સૂંઠાસ્ત્ર

બનાવવાની પધ્ધતિ:

  • ર લીટર પાણી + ર૦૦ ગ્રામ સુંઠનો પાવડર
  • આ મિશ્રણ સંપૂર્ણ મિશ્ર થાય ત્યાં સુધી ધીમે ધીમે હલાવવુ પછી તેને ઢાંકણ રાખીને અડધુંપાણી રહે ત્યા સુધી  ગરમ કરવું
  • બીજુ વાસણ લઈ તેમા ર લીટર દૂધ ઢાંકીને ધીમા તાપ ઉપર એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું
  • દૂધ ઉપરની મલાઈ ચમચા વડે કાઢી લેવી.
  • ત્યારબાદ ર૦૦ લીટર પાણી લઈ તેમાં મલાઈ વગરનું ઉકાળેલુ દૂધ મિશ્ર કરવંુ અને સુંઠનો અર્ક ઉમેરવો પછી લાકડી વડે હલાવવું.

છંટકાવ: કપડાથી ગાળીને છંટકાવ કરવો.

સંગ્રહણ ક્ષમતા: ૪૮ કલાક સુધી ઉપયોગમાં લઈ શકાય

થ્રિપ્સ માટે

બનાવવાની પધ્ધતિ:

  • ર કીગ્રા કોંગે્રસ ઘાસના ટુકડા +ર કીગ્રા લીમડાના પાન +૧ કીગ્રા ગોળ +૧ કીગ્રા મેદો +૧૦ કીગ્રા ડુંગળી ના ટુકડા +ર૦ લીટર ગૌમૂત્ર +ર૦૦ લીટર પાણી
  • આ મિશ્રણ હલાવીને કોથળાથી ઢાકયા બાદ ૪૦ દીવસ સુધી સડવા દેવુ, દરરોજ સવાર-સાંજ, ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો.

છંટકાવ:  કપડાથી ગાળીને છંટકાવ કરવો.

સંગ્રહણ ક્ષમતા:  ૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય

મિલીબગ માટે

બનાવવાની પધ્ધતિ: દેશી બાવળની સૂકી શીંગો ભેગી કરી (બીજ સહીત) તેને ખાંડીને પાવડર બનાવી તેનો સંગ્રહ કરવો.પ લીટર પાણી + ર૦૦ ગ્રામ બાવળનો પાવડર .- આ મિશ્રણ ઢાંકણ ઢઢાંકી કી ર૪ કલાક સુધી રાખવું પછી કપડાથી ગાળવું.

છંટકાવ:  ર૦૦ લીટર પાણી +ર લીટર ગૌમૂત્ર +  બાવળનો અર્ક છંટકાવ કરવો

સંગ્રહણ ક્ષમતા:  ૪૮ કલાક સુધી ઉપયોગમાં લઈ શકાય

સ્ત્રોત : નેચરલ ફાર્મિંગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate