অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શોષક પ્રકારની દવાઓ

શોષક પ્રકારની દવાના જુદા જુદા વર્ગ

શોષક પ્રકારની દવા બીજ અને મુળ દ્વારા શોષયને જલવાહીની મારફતે વનસ્પતિનાં વિવિધ ભાગોમાં પહોંચે છે. પરંતુ અન્નવાહિનિ દ્વારા તેનું સ્થળાંતર થતું નથી. તેથી શોષક પ્રકારની દવા પાન ઉપર છાંટવામાં આવે ત્યારે થડ અથવા મુળમાં પહોંચતી નથી તેથી તેની માવજત આપવા જમીનમાં નાખવી પડે, પરંતુ જથ્થો વધારે જોઈએ અને દવા કિંમતી હોય તે આર્થિક રીતે પોષય નહિ. પાન ઉપરનાં રોગો અને બીજજન્ય રોગ માટે ઉપયોગી છે.

પરચુરણ શોષક પ્રકારની દવા

આ વર્ગમાં આવતી દવામાં જુદી જુદી શોષક પ્રકારની દવાનું મિશ્રણ કે જોડાણ હોય છે. દા.ત. કલોરોનેબ, ઈથેઝોલ, ઈમાઝેલીલ, પ્રોપેમોકાર્બ, ડિનોકેપ.

પરચુરણ કાર્બનીકફૂગનાશક દવાઓ: દા.ત. ડોડાઈન, ફેન્ટીન હાઈડ્રોકસાઈડ.

એન્ટીબાયોટીકસ દવાઓ :આ એક એવો પદાર્થ છે જે એક પ્રકારનાં સુક્ષ્મ જીવાણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે અને બીજા માટે ઝેરી હોય છે.  દા.ત. સ્ટ્રેપ્ટોમાઈસીન, સ્ટ્રેપ્ટોમાઈસીન સલ્ફેટ, ટેટ્રાસાઈકલીન.

કૃમિનાશક દવાઓ

  1. હેલોજેનેટેડ હાઈડ્રોકાર્બન: દા.ત. ડી. ડી. ડાયકલોરો પ્રોપેન ડાયકલોરોપ્રોપેન, ઈથીલીન ડાયબ્રોમાઈડ, મીથાઈલ બ્રોમાઈડ, ડી.બી.સી.પી.
  2. ઓર્ગેનો ફોસ્ફેટ: દા.ત. થાયમેટ, ડાયસલ્ફોટોન, નેમાકયુર, ડાયસીસ્ટોન.
  3. આઈસોથાયોસાઈનેટસ: મેટામ સોડીયમ, વોરલેકસ.
  4. કાર્બામેટ: દા.ત. આલ્ડીકાર્બ, કાર્બોફયુરાન, અને કાર્બોસલ્ફાન.
  5. પરચુરણ 'કૃમિનાશક': કલોરોપીક્રીન.

જુદી જુદી દવાઓના સામાન્ય નામ,વ્યાપારી નામ અને રોગ સામે ઉપયોગ

ક્રમ

સામાન્ય નામ

વ્યાપારી નામ

રોગ સામે ઉપયોગ

૧.

બોર્ડોમિશ્રણ

(પ :પ :પ૦)

(૪ :૪ :પ૦)

બળિયાનો રોગ, દ્રાક્ષનો તળછારાના રોગ, આંબાનો કાલવ્રણ, બટેટા ટમેટાનો પાછતરો સૂકારો, આદુનો પોચોસડો અને કોહવારો.

ર.

કોપર ઓકઝીકલોરાઈડ

(૦.૧પ થી ૦.ર ટકા)

ફાયટોલાન, બ્લાઈટોકસ–પ૦ બ્લુકોપર.

ઉપર મુજબ તથા સફેદ ગેરુ સુકારો અને તમાકુનો કાલવ્રણ, ગુંદરીયો વગેરે.

૩.

થાયરમ–૭પ એસ.ડી.

(૦.ર૦ ટકા )

થાયરમ

થાઈરાઈડ

બીજની માવજત તરીકે ધરૂ–મૃત્યુ અને ઉગસુક જેવા બિજજન્ય રોગ માટે.

૪.

મેન્કોઝેબ–૭પ વે.પા.

(૦.ર ટકા)

ડાયથેન–એમ–૪પ

લ્યુપીન–એમ–૪પ

ધાનુકા–એમ–૪પ

ઈન્ડોફીલ–એમ–૪પ

પાનનાં ટપકાં, સૂકારો, ગેરૂ, કાલવ્રણ, વિગેરે રોગ માટે છંટકાવ તરીકે તદૃઉપરાંત બીજની માવજત તરીકે ઉપયોગી છે.

પ.

ઝાઈનેબ–૭પ વે.પા.

(૦.ર ટકા )

ડાયથેન–ઝેડ–૭૮

ગેરૂ, પાનનાં ટપકાં, પાછતરો સૂકારો, ડાંગરનો દાહ વગેરે.

૬.

ઝાયરમ–ર૭ ઈ.સી.

(૦.રપ ટકા થી ૦.પ ટકા)

કુમાન – એલ

વેલવાળા શાકભાજીમાં પાનનાં ટપકાંનો રોગ, ટમેટા–બટેટામાં આગોતરો અને પાછતરો સૂકારો, મરચીનો ફળનો સડો.

૭.

સલ્ફર–૮૦ ટકા વે. પા.

(૦.ર ટકા )

સલ્ફેક્ષ, દેવી સલ્ફર, થાયોવીટ, ફોરસ્ટાર

ભૂકી છારો.

૮.

સલ્ફર–૩૦૦ મેશ પા.

(૧પ થી ર૦ કિ. હે. )

પાંચતારા સલ્ફર

દાણાંનો અંગારીયામાં બીજ માવજત તરીકે, ભૂકી છારો.

૯.

ઈથાઈલ મરકયુરી કલોરાઈડ(૦.૧ થી ૦.રપ ટકા)

સેરેસા

મગફળી, કપાસ, વગેરેમાં બીજની માવજત તરીકે

૧૦.

ઈથાઈલ મરકયુરી ફોસ્ફેટ

(૦.૧ થી ૦.રપ ટકા)

સુધારેલ સેરેસાન

ધાન્ય પાકમાં બીજની માવજત તરીકે

૧૧.

મિથોકસી ઈથાઈલ મરકયુરીકલોરાઈડ(૦.૧થી૦.રપ ટકા)

સેરસાન, એગેલોલ, સેરસાન(વેટ),

ઈમીસાન

શેરડી, બટેટા, વગેરેનાં કટકાને બીજ માવજત આપવા માટે.

૧ર.

કેપ્ટાન–૭પ વે.પા.

(૦.ર થી ૦.૩ ટકા)

કેપ્ટાન, કેપ્ટાફ

બીજની માવજત તરીકે ઉગસુક ધરૂ મૃત્યુ, સૂકારો તથા મુળનો સડો, તદઉપરાંત ચરમી અને પાનના ટપકાંના રોગ માટે છંટકાવ તરીકે.

૧૩.

 

કેપ્ટાફોલ–૭પ વે.પા.

( ૦.૧પ થી ૦.રપ ટકા)

ડાયફોલેટોન, ફોલ્ટાફ

સ્કેબ, પાનના ટપકાં, તળછારો, ચરમી, પાનનો સૂકારો.

૧૪.

આઈપ્રોડાયોન–૭પ વે.પા.

રોવરલ

ચીપકો ર૬૦ ૧૯

બીજ માવજત તથા છંટકાવ તરીકે ખાસ કરીને ફળઝાડમાં પાનના ટપકાંના રોગ, તળછારો, થડ તથા મુળનાં રોગ, ગુંદરીયા વગેરે.

૧પ.

કાર્બોકસીન–૭પ વે.પા.

(૦.ર ટકા થી ૦.રપ )

વાઈટાવેક્ષ

બીજ અને કટકાની માવજત માટે ઘઉં, બારલી અને શેરડીનાં અંગારીયો.

૧૬.

ઓકસીકાર્બોકસીન–૭પ વે.પા.(૦.૧ ટકા થી ૦.ર ટકા)

પ્લાન્ટાવેક્ષ–૭પ

બીજ માવજત તરીકે અંગારીયો વગેરેના રોગ, ગેરૂના નિયંત્રણ માટે છંટકાવ તરીકે.

૧૭.

બેનોમીલ–પ૦ વે.પા.

(૦.૦રપ થી ૦.૦પ )

બેનલેટ, ટરસન

પાનનાં ટપકાં, સૂકારો, ભૂકી છારો, ડાંગરનો કમોડી, અંગારીયો, થડ અને મુળનાં સડાનો રોગ.

૧૮.

કાર્બેન્ડેઝીમ–પ૦ વે.પા.

(૦.૦રપ થી ૦.૦પ )

બાવીસ્ટીન, જેકેસ્ટીન, ડેરોસાલ, એગ્રોઝીમ

ઉપર મુજબ

૧૯.

થાયોબેન્ડેઝોલ

(૧૦.૦૧ થી ૦.૦પ )

લીરોટેકટ, ટેકટો, મરટેકટ

અંગારીયો, પાનનાં ટપકાંનો રોગ, થડ અને મુળનો સુકારો, સંગ્રહ દરમ્યાન આવતાં રોગ માટે દા.ત. બટેટા, લીંબુ, સફરજન .

ર૦.

થાયોફેનેટ મિથાઈલ–૭૦ વે.પા.

ટોપસીન

સરકોબીન

અંગારીયો, ગેરૂ, ભૂકી છારો, ઉગસુક વગેરેનાં રોગ માટે

ર૧.

ટ્રાઈડીમોર્ફ–૮૦ ઈ.સી.

(૦.૦પ ટકા)

કેલીકઝીન

બેચકોન

ભૂકી છારો, ગેરૂ અને પાનનાં ટપકાંનો રોગ.

રર.

ફોઝેટાઈલ–એએલ–૮૦

એલાઈટ

તળછારો, સફેદ ગેરૂ, કોહવારો ગુંદરીયો, પોચોસડો, સૂકારો.

ર૩.

એડીફેનફોસ–૧ર .પ ઈ.સી.(૦.૦૩ થી ૦.૦પ )

હિનોસાન

ડાંગરનાં કમોડીનાં રોગ માટે.

ર૪.

ડિનોકેપ–૪૮ ઈ.સી.

(૦.૦૪ થી ૦.૦પ )

કેરેથેન, એરેથેન

ભૂકી છારો, ગેરૂ.

રપ.

કલોરોથેલોનીલ–૭પ વે.પા.(૦.ર ટકા )

કવચ, સેઈફગાર્ડ,

ડેકોનીલ

પાનનાં ટપકાં, ગેરૂ, તળછારો, સફેદ ગેરૂ વગેરે.

ર૬.

કિટાજીન–૪૮ ઈ.સી.

વેગકુ

ડાંગરનો દાહ.

ર૭.

મેટાલેકસીલ–૭ર વે.પા.

(૧ થી ૩ ગ્રામ કિ.ગ્રામ)

રેડોમીલ–એમઝેડ

એપ્રોન

ગુંદરીયો, પોચોસડો, કોહવારો, તળછારો વગેરે.

ર૮.

ટ્રાઈડીમેફોન–રપ વે.પા.

(૦.૦રપ ટકા )

બેલેટોન

પાનનાં ટપકાં, પાનનો સૂકારો, ભૂકી છારો, ગેરૂ અને અંગારીયાનાં રોગ માટે.

ર૯.

બીટરટેનોલ–રપ ટકા

(૦.૦રપ ટકા )

બેયકોર

ઉપર મુજબ

૩૦.

પ્રોપીકોનેઝોલ–રપ ઈ.સી.

(૦.૦રપ ટકા )

ટીલ્ટ

ઉપર મુજબ

૩૧.

ડોડાઈન–૬પ વે.પા.

(૦.૦૧પ થી ૦.૦૭પ )

સાયપ્રક્ષ

સ્કેબ, પાનનાં ટપકાં, પાનનો સૂકારો વગેરે.

૩ર.

ઓરીયોફંજીન–ર.પ ગ્રામ લિ.

ઓરીયોફંજીન

ભૂકી છારો, ગુંદરીયો, ચરમી, પાનના ટપકા, તળછારો, અંગારીયો, ગેરૂ.

૩૩.

સ્ટ્રેપ્ટોમાઈસીન

(૦.૦૦પ ટકા)

એગ્રોમાઈસીન

ફાઈટોમાઈસીન

પોષામાઈસીન

જીવાણુથી થતાં જુદાં જુદા રોગ માટે.

૩૪.

ટ્રેટાસાઈકલીન

ટેરામાઈસીન

ઓરીયોમાઈસીન

સેક્રોમાઈસીન

માઈકોપ્લાઝમા થી થતાં જુદા જુદા રોગ માટે.

૩પ.

કાબોફયુરાન–૩ ટકા

(૩ કિ. સક્રિયતત્વ હે.)

ફયુરાડાન

જમીનમાં કૃમિમાં નિયંત્રણ માટે તથા શોષક પ્રકારની જીવાતનાં નિયંત્રણ માટે.

૩૬.

હેકઝાકોનેઝોલ–પ ટકા ઈ.સી. (૦.૦૦પ ટકા)

કોન્ટાફ

ભૂકીછારાના નિયંત્રણમાં

૩૭.

ડાયફેનકોનેઝોલ–રપ ટકા

(૦.૦રપ ટકા )

સ્કોર

ભૂકીછારો તથા પાનનાં ટપકા

પાકમાં આવતી જીવાત

(૧) ગુજરાતના મુખ્ય પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થા.

જીવાતનું નામ

ઓળખ

નુકસાનનો પ્રકાર

નિયંત્રણનાં પગલાં

બાજરી

સાંઠાની માખી

પુખ્ત માખી ઘરમાખી કરતાં કદમાં અડધી હોય છે. કીડા પગ વગરના ઝાંખા સફેદ પીળા રંગના હોય છે.

કુમળી ડૂંખ કોરીને નુકસાન કરે છે જેના કારણે ડૂંખ સૂકાઈ જાય છે જેને ગાભમારો કહે છે.

  1. ૧. મિથાઈલ–ઓ–ડીમેટોન રપ ઈસી. ૧૦ મિ.લિ.
  2. ર. મેલાથિયોન પ% રપ કિ./હે.
  3. ૩. કવીનાલફોસ રપ ઈસી ર૦મિ.લિ.
  4. ૪. મિથાઈલ પેરાથીયોન ર% ર૦ કિ./હે.

લીલી ઈયળ (ડૂંડાની ઈયળ)

ફુદા ઝાંખા પીળા પડતા તપખીરીયા રંગના હોય છે. ઈયળ લીલા રંગની અને તેના શરીરની બન્ને બાજુએ કાળાશ પડતી રાખોડી રંગની લીટીઓ હોય છે.

ઈયળો ડૂંડા ઉપરથી દુધીયા દાંણા ખાઈને નુકસાન કરે છે.

૧. મિથાઈલ પેરાથીયોન ર% ૧પ કિ./હે.

ખપેડી

કીટક આછા બદામી

રંગના શરીર ખરબચડી સપાટી ધરાવતું હોય છે. માદા જમીનમાં શેઢા પાળા ઉપર ચોખાના દાણા જેવા સફેદ ઈંડા ર થી ૧પ જેટલા ગોટીના રૂપમાં મુકે છે.

પુખ્ત કીટર તેમજ

બચ્ચાં બંને ઉગતા પાકમાં નુકસાન કરે છે. છોડ બે થી ત્રણ પાનનો હોય ત્યારે છોડને જમીન નજીકથી કાપીને ખાય છે. ઘણી વખત વધારે ઉપદ્રવ હોય ત્યારે ફરીથી વાવેતર કરવું પડે છે

મિથાઈલ પેરાથીયોન ર% ર૦   કિ./હે.

 

જુવાર

૧. સાંઠાની માખી

ઈયળ પીળાશ પડતા રંગની પગ વગરની હોય છે અને આગળનો ભાગ અણીદાર હોય છે. કોશેટો સાંઠામાં બનાવે છે. તેમાંથી નીકળતી માખી ઘરમાખી કરતાં નાના કદની હોય છે.

ઈયળ નાના છોડના થડનો ગર્ભ કોરીને ખાય છે તેથી છોડની ડૂંખ સૂકાઈ જાય છે.

૧. કાર્બા ફયુરાન ૩ જી દવા ૧ કિલો

બીજમાં ર૦૦ ગ્રામ ભેળવી (બીજ

માવજત) પછી વાવેતર કરવું.

ર. ફોરેટ ૧૦ ટકા દાણાદાર ૧૦ કિ./હે.

ર. ગાભમારાની

ઈયળ

ઈયળ લાલાશ પડતી ગુલાબી રંગની કાળા રંગના માથાવાળી હોય છે થડમાં કોશેટો બનાવે છે. પુખ્ત ફુદું નાનુ પરાળ જેવા પીળા રંગનું હોય છે. આગળની પાંખની કીનારી કાળી હોય છે. ઈંડા પાન ઉપર મુકે છે.

ઈંડામાંથી નીકળેલ નાની ઈયળો થડમાં દાખલ થાય છે અથવા ઉપર ડૂંખમાંથી દાખલ થઈ અંદરનો ગર્ભ ખાય છે જેના કારણે ગાભમારો 'ડેડ હાર્ટ' પેદા થાય છે.

૧. કારટેપ ૪ ટકા દાણાદાર ૭.પ

કિ./હે. ૩૦ દિવસે ભૂંગળીમાં

આપવી.

૩. પાન કથીરી

લાલ અને સુક્ષ્મ જીવાત છે. પુખ્ત અને બચ્ચાં પાનની નીચે બાજુએ

રહીને ચુસે છે.

સતત પાનમાંથી રસ ચુસવાના કારણે પાન લાલ થઈ જાય છે પરીણામે ખેતરો દૂરથી ઓળખી શકાય છે. આવા નુકસાનને રાતડો કહે છે. ઓછા વરસાદી હવામાનમાં ઉપદ્રવ એકદમ વધી જાય છે.

૧. મિથાઈલ–ઓ–ડીમેટોન રપ

ઈસી ૧૦ મિ.લિ.

ર. ડાયકો ફોલ ૧૬ મિ.લિ.

૩. વેટેબલ સલ્ફર રપ ગ્રામ

૪. દાણાની મીંજ

નાજુક ચળકતી નારંગી રંગની રુછાવાળું મચ્છર જેવું નાનું કીટક હોય છે. ઈંડા ફૂલની ઓવરીમાં મુકે છે. ઈયળ અને કોશેટો અવસ્થા કણસલામાં જ પૂર્ણ કરે છે.

ઈયળ જુવારના દાણાના ગર્ભાશયને નુકસાન કરે છે, તેથી કણસલામાં દાણા બરાબર બેસતા નથી. ઉપદ્રવીત દાણા દબાવવાથી તેમાંથી લાલરંગનું પ્રવાહી નીકળે છે.

૧. મેલાથીઓન પ ટકા ભૂકી ૩૦

કિ./હે. ફૂલ આવ્યે અને ત્યાર પછી

૧૦ દિવસે

ર. પ્રો ફેનો ફોસ ર૦ મી.લી. દુધિયા

દાણાં અવસ્થાને અને ત્યાર બાદ

૧૦ દિવસે

ઘઉં

૧. ગાભમારાની

ઈયળ

આ ઈયળ રતાશ પડતી કાળા ટપકાવાળી હોય છે. ફુદું નાનું અને આછા પીળા રંગનું હોય છે. પાંખની કીનારી કાળી અને પાછળની પાંખ સફેદ હોય છે.

ઈંડામાંથી નીકળતી ઈયળો સાંઠાને કોરી અંદર દાખલ થઈ છોડને કોરી ખાય છે. ટોચ સૂકાઈ જાય છે. સહેલાઈથી આવા છોડની ટોચ ખેંચાઈ આવે છે.

૧. એન્ડોસલ્ ફાન ૩પ ઈસી ર૦ મિ.લિ.

ર. કાર્બારીલ પ૦ ટકા વે.પા. ૪૦ ગ્રામ

૩. મોનોક્રોટો ફોસ રપ ઈસી ૧૦ મિ.લિ.

૪. કવીનાલ ફોલ રપ ઈસી ર૦ મિ.લિ.

ર. ઉધઈ

માથું મોટું, મજબુત જડબા અને જીણાદાંત ધરાવતું આછા પીળાશ પડતા રંગનું હોય છે.

છોડમા સેલ્યુલોઝ બનતા ઉપદૃવ વધારે જોવા મળે છે અને છોડનો સેલ્યુલોઝ ખાઈ જવાથી છોડ સૂકાઈ જાય છે.

૧. બાયફેન્થ્રીન૭ મિ.લિ.

(બીજ માવજત) ૧ કિલો બીજ

ર. કલોરપાયરી ફોસ ર૦ ઈસી ૪.પ

મિ.લિ. (બીજ માવજત) ૧કિલો બીજ

કપાસ

૧. મોલોમશી

લંબગોળ આકારની કાળા તથા પીળાશ પડતા લીલા રંગની પાંખો વિનાની અને પાંખોવાળી, પાછળના ભાગમાં બે નળીઓ જેવા ભાગ આવેલા હોય છે.

બચ્ચાં અને પૂખ્ત મોલો પાનની નીચે રહી રસ ચૂસે છે. જેથી પાન કોકડાઈ જાય છે. ઉપરાંત મધ જેવું પ્રવાહી જીવાતના શરીરમાંથી ઝરવાથી છોડ પર કાળી ફૂગનો ઉપદ્રવ થતા પાન છોડ કાળા પડી જાય છે, જેથી છોડની વૃધ્ધિ અટકે છે.

જીવાતનો ઉપદ્રવ થતા નીચેની કોઈપણ એક દવા બે થી ત્રણ છંટકાવ કરવા.

 

વિશેષ નોંધ :– પરજીવી દાળીયા (લેડીબર્ડબીટલ) અને ક્રાયસોપા વધારે પ્રમાણમાં હોય ત્યારે દવાનો છંટકાવ મુલત્વી રાખવો.

ર. તડતડીયા (જેસીડ) (લીલી પોપટી)

બચ્ચાં નાજુક પાંખ વગરના અને આછા પીળા રંગના હોય છે. પૂખ્ત ફાચર આકારના આછા લીલા રંગના હોય છે અને ત્રાસી ચાલવાની ટેવવાળા હોય છે.

બચ્ચા અને પૂખ્ત બન્ને પાનની નીચેની બાજુએથી પાનમાંથી રસ ચુસતા પાનની કિનારી પીળી પડે છે. વધુ ઉપદ્રવના સમયે પાન પીળા થઈ કોકડાઈ લાલ ગેરુ રંગના થઈ ખરી પડે છે. પરીણામે છોડની વૃધ્ધિ અટકી જાય છે.

ઉપર મુજબ

૩. થ્રીપ્સ

આછા પીળા રંગની, બચ્ચા નરી આખે જોઈ શકાતા નથી જીવાતની પાંખો પીછા જેવી હોય છે.

બચ્ચાં તેમજ પૂખ્ત બન્ને પાનની નીચેની સપાટી પર ઘસરડા કરી બહાર આવેલ રસને ચુસે છે. પાન પર ઝાંખા સફેદ ધાબા દેખાય છે.

ઉપર મુજબ

૪. લાલ કથીરી

(રેડ માઈટ)

કીટક સિવાયની અષ્ટવાદી ચાર જોડી પગવાળી અને કરોળીયા વર્ગની જાત છે. લાલ રંગની નાના કદની ગોળાકાર હોય છે.

બચ્ચાં અને પૂખ્ત પાનમાંથી રસ ચુસે છે. ઝાળા બનાવી નુકસાન કરે છે. નુકસાનવાળા પાન સૂકાઈ જાય છે. પરીણામે પાનફીકકા પડી કોકડાઈ અને પીળા થઈ જાય છે. વધુ ઉપદ્રવ થતાં પાન તથા જીંડવા ખરી પડે છે.

ડાયકો ફોલ ૧૬ મિ.લિ., એરેમાઈટ ૧૦ મિ.લી., મીથાઈલ ઓ – ડીમેટોન ૧૦ મિ.લિ., ડાઈમીથોઈટ ૧૦ મિ.લિ., ફોસ્ફામીડોન ૩ મિ.લિ.

પ. સફેદ માખી (વ્હાઈટ ફલાય)

પૂખ્ત માખી ૧ મીમી લાંબી, પાંખો દુધીયા સફેદ રંગની, શરીરે પીળાશ પડતી, બચ્ચા આછા પીળા રંગના લંબગોળ અને પાંખો વગરના હોય છે.

બચ્ચાં તેમજ પૂખ્ત પાનની નીચે રહી પાનમાંથી રસ ચુસે છે. જેથી પાન પર પીળા ધાબા પડે છે. જે મોટા થતાં પાન રતાશ પડતા બરછટ થઈ ખરી પડે છે. જીંડવાનું કદ નાનુ રહે છે અને અપરીપકવ જીંડવા ફાટી જાય છે. જીવાત મધ જેવું ઝરણ કરે છે. જેના પર કાળી ફુગનો ઉપદ્રવ થતાં પ્રકાશ સંશ્લેષણ પર માઠી અસર થાય છે. છોડની વૃધ્ધિ અટકી જાય છે.

ટ્રાઈઝો ફોર્સ ૧પ મિ.લિ., એસી ફેટ ૧પ ગ્રામ, ડાયમીથોઈટ ૧૦ મિ.લિ.,  લીમડાનું તેલ પ મિ.લિ.  ટ્રીપોલ ર મિ.લિ. છંટકાવ કરવો.

વિશેષ નોંધ :– પિયત અને નાઈટ્રોજનયુકત ખાતર ભલામણ મુજબ ઉપયોગ કરવો. સીન્થેટીક પાઈરોથ્રેઈડ દવાના બે થી વધારેછંટકાવ કરવા નહી.

ફૂલ ભમરી, જીંડવાને નુકસાન કરતી જીવાતો

૧. કાબરી ઈયળ ટપકાંવાળી ઈયળ

ઈયળ કાળા બદામી રંગના ટપકાવાળી, માથુ ઢાલ યુકત, પૂખ્ત કીટકની ઢાળ આગળની પાંખ સફેદ હોય છે અને તેની વચ્ચે ફાચર આકારનો લીલો પટૃો હોય છે જયારે પાછળની પાંખ સફેદ રંગની હોય છે

ઈયળ શરુઆતમાં ડૂંખ કોરી ખાય છે. જેથી ડૂંખ સૂકાઈ જાય છે. કળી, ફૂલ અને નાના જીંડવા ખરી પડે છે. જીંડવા પરના કાંણા હગારથી ભરેલા જોવા મળે છે.

કવીનાલ ફોસ રપ મિ.લિ.,  કાર્બારીલ ૪૦ ગ્રામ, ફેનવેલરેટ ૭.પ મિ.લિ., સાયપરમેથીન રપ ટકા ઈસી ૪પ મિ.લિ., સાયપરમેથીન ૧૦ ટકા ઈસી ૯ મિ.લિ., ડેકામેથરીન ર.૮ ટકા ઈસી ૪.પ મિ.લિ., સીન્થેટીક પાઈરેથ્રોઈડ ગ્રુપની જંતુનાશક દવાનો ફુલ ભમરી પુર બહારમાં હોય ત્યારે એકાદ બે છંટકાવ કરવા ઈયળનો ઉપદ્રવ વધારે હોય ત્યારે ઉપરોકત કોઈપણ એક દવામાં ડ્રાઈકલોરોવોસ પ મિ.લિ. દવા ઉમેરી છંટકાવ કરવો. ફેરોમોન ટ્રેપ ૪–૬ પ્રતિ હેકટરે ગોઠવવા.

ર. લીલી ઈયળ

ઈયળ લાંબી ભુખરા લીલા રંગની બન્ને બાજુએ કાળાશ પડતી રેખાઓ વાળી હોય છે. પૂખ્ત કીટક ઝાંખા બદામી રંગના કાળા ટપકાવાળી હોય છે.

પાનમાં કાણા પાડીને ખાય છે. કળી ફૂલ કે જીંડવાની અંદરના ભાગ ખાય જાય છે. જેથી કળી, ફૂલ અને જીંડવા ખરી પડે છે. ઈયળ અડધી જીંડવાની બહાર રહી નુકશાન કરતી જોવા મળે છે.       

ઉપર મુજબ

૩. ગુલાબી ઈયળ

(પીંક બોલવર્મ)

ઈયળ ગુલાબી રંગની, ફુદુ નાનું આછા કાળા રંગનું આગળની પાંખોના છેડા તરફ કાળા રંગનું ટપકું હોય છે.

ઈયળ કાળી અને જીંડવામાં રહીને અંદરનો ભાગ કોરી ખાય છે. જેથી કળી અને જીંડવા ખરી પડે છે. રૂ ની ગુણવત્તા ઓછી થાય છે.

ઉપર મુજબ

૪. પાન ખાનારી ઈયળ (પ્રોડેનીયા)/ લશ્કરી ઈયળ

ઈયળ લાંબી, રતાશ પડતા કાળા રંગની, નાની ઈયળ ચમકતા લીલા રંગની રેખાઓ અને કાળા ટપકાવાળી હોય છે. માથા ઉપર અંગ્રેજી વી આકારની બે લીટીઓ આવેલી હોય છે.

માદા ફુદી એક સાથે સમુહમાં ઈંડા મુકે છે. ઈંડામાંથી નીકળતી પૂખ્ત અવસ્થાની ઈયળો પાનની નીચેનો લીલો ભાગ કોતરી ખાતા પાન ચારણી જેવુ બનાવી દે છે. મોટી ઈયળ પાનની નસ સિવાયનો બધો ભાગ ખાઈ જાય છે. ફુલ અને ભમરીને પણ નુકસાન કરે છે.

ઉપર મુજબ

મગફળી

૧. મોલો      

પોચા શરીરવાળી કાળાશ પડતી હોય છે.

પાન, ફૂલ, ડાળી તથા ડાઢા (સોયા) માંથી રસ ચુસે છે. જીવાત મધ જેવું ચીકણું પ્રવાહી છોડતું હોય તેના પર કાળી ફૂગ લાગવાથી પ્રકાશ સંશ્લેષની ક્રીયા અવરોધાય છે.

જીવાતનો ઉપદ્રવ શરુ થયે નીચેની કોઈ એક દવાના બે છંટકાવ ૧૦ થી ૧ર દિવસના અંતરે કરવા.

૧. ફોસ્ફામીડોન ૮મિ.લિ.

ર. ડાયમીથીયોટ ૧૦ મિ.લિ.

૩. મીથાઈલડેમેટોન ૧૦ મિ.લિ.

ર. તડતડીયા

ત્રાસી ચાલતી લીલા રંગની ફાચર આકારની હોય છે.

આ જીવાત પાનમાંથી રસ ચુસે છે જેથી પાનની ટોચ પીળી પડી સૂકાઈ જાય છે.

ર૦ સંયુકત પાન દીઠ સરેરાશ ૩ તડતડીયા જોવા મળે ત્યારે મોલો માટે જણાવેલ કોઈ એક દવા છાંટવી.

૩. થ્રીપ્સ

પીળી કે કાળી સુક્ષ્મ જીવાત હોય.

પાન પર ઘસરકા પાડી તેમાંથી રસ ચુસે છે જેના કારણે પાન ઉપર સફેદ ટપકાં તથા પાન નીચે સફેદ ધાબા પડે છે.

મોલો પ્રમાણેની કોઈ એક દવાનો છંટકાવ કરવો.

૪. પાન કથીરી

બારીક લાલ કે સફેદ રંગની જીવાત હોય છે.

પાનમાંથી રસ ચુસે છે અને ઝાળા બનાવે છે. ખેતરમાં કોઈ કોઈ જગ્યાએ જોવા મળે છે.

જુવારની પાન કથીરી મુજબ

પ. સફેદ ધૈણ

ઈયળ મોટી, કાળુ માથુ સફેદ રંગની હોય છે. પૂખ્ત ભૂખરા રંગનું હોય છે.

ઈયળ જમીનમાં રહી છોડના મુળ કાપીને ખાય છે. જેથી હારબંધ છોડવાઓ સૂકાઈ જાય છે.

૧. બીજને વાવતા પહેલા કલોરપારી ફોસ અથવા

કવીનાલ ફોસ રપ મિ.લિ./કિ.ગ્રા. બીજ દીઠ માવજત આપવી.

ર. ઉભા પાકમાં ઉપરોકત ૪ લી/હે. મુજબ પિયત સાથે ટીપે ટીપ આપવી.

૩. પૂખ્ત ઢાલીયાનો વીણી નાશ કરવો.

૬. પાન કોરીયુ        

નાની પીળાશ પડતી ઈયળ હોય છે.

પાનની અંદર ખાતી હોય પાન પર ભુખરો ડાઘ દેખાય છે. મોટી ઈયળ બે પાન જોડી અંદર રહી જાય છે.       

જીવાતના ઉપદ્રવ શરુ થયા બાદ પંદર દિવસના અંતરે નીચેની કોઈ એક દવાના બે છંટકાવ કરવા.

૧. ડાયકલોરવોસ ૭ મિ.લિ.

ર. ફેનીટ્રોથીઓન ૧૦ મિ.લિ.

૩.  ફોજેલોન ર૦ મિ.લિ.

૭. પ્રોડેનીયા (લશ્કરી ઈયળ)

બદામી રંગની ઈયળ માથા પર વી આકારની હોય છે.

પ્રોડેનીયા ઈયળ પાન કાપી ખાય છે.

રપ ટકાથી વધુ પાન નુકશાન વાળા જણાય ત્યારે નીચેની કોઈપણ એક દવા છાંટવી.

૧. કલોરપાયરી ફોસ ર૦ મિ.લિ.

ર. મીથોમાઈલ ૪૦ મિ.લિ.

૮. લીલી ઈયળ

(હેલીયોથીસ)

લીલા રંગની શરીર પર જીણા વાળ હોય છે.

નાની ઈયળ ટોચના પાનમાં ગોળ કાણા પાડે છે. મોટી ઈયળ પાન કાપી ખાય છે.

કવીનાલ ફોસ ર૦ મિ.લિ. અથવા વીષાણું રપ૦ ઈયળ આંક પ્રતિહે.છે.

દિવેલા

૧. ઘોડીયા ઈયળ

અવસ્થા પ્રમાણે કાળી કે ભૂખરી ઈયળ શરીરે વળીને ચાલે છે.

જે પાનને ધારેથી ખાઈ છોડને ઝાંખરા જેવો બનાવે છે.

છોડ દીઠ સરેરાશ ચાર ઈયળ જોવા મળે ત્યારે નીચેની દવા છાંટવી. ૧. કવીનાલ ફોસ ર૦ મિ.લિ.

ર. પ્રોડેનીયા

ભુખરી નાની ઈયળો સમુહમાં પાનનો લીલો ભાગ કોતરી ખાય છે.

પાનનો લીલો ભાગ કોતરીને ખાય છે જેથી પાન અર્ધપારદર્શક થઈ જાય છે. મોટી ખાઉધરી ઈયળ છોડને ઝાંખરા જેવો બનાવી દે છે.

નાની ઈયળના સમુહ ર૦ છોડ દીઠ ૧૦ જેટલા જોવા મળે ત્યારે નીચેની કોઈ દવાના ૧૦ દિવસે ર છંટકાવ કરવા.

૩. ડોડવા કોરી ખાનાર ઈયળ

ગુલાબી રંગની ઈયળ હોય છે.

જીંડવાની અંદર રહી ખાય છે અને હગાર બહાર કાઢે છે.

૧  ડ્રા ફકલોરવોશ ૭ મિ.લિ. અથવા ર. અથવા મિથાઈલ પેરાથીઓન ર ટકા ભૂકી રપ કિ./હે. પ્રમાણે છાંટવી

૪. સફેદ માંખી

પીળા શરીરવાળી સફેદ જેવી પાંખો વાળી માખી

પાન નીચે રહી રસ ચુસે છે જેને કાળા ટપકાવાળા કોસેટા જોવા મળે છે. 

૧. મિથાઈલ પેરાથીઓન ૧૦મિ.લિ.

ર. ઈથીઓન ર૦ મિ.લિ. અથવા

૩. લિંબોડીનું તેલ પ૦ મિ.લિ.

(ડીટરજન્ટ સાથે) દવા પાન દીઠ સરેરાશ પ માખી અને કોસેટા જોવા મળે ત્યારે છાંટવી.

રાઈ

૧. રાઈની માખી

લીલાશ પડતી કાળી ઈયળોને અડવાથી ગુંચળુ વળી જમીન ઉપર પડી જાય છે.

લીલાશ પડતી કાળી ઈયળ પાનમાં કાણા પાડી ખાય છે. જેને અડકતા ગુંચળુ વળી જમીન પર પડી જાય છે.

ર૦ છોડ દીઠ બે ઈયળ દેખાય ત્યારે ૧.  કવીનાલ ફોસ ર૦ મિ.લિ.

ર. મોલો

પોચા શરીર વાળી લીલા રંગની હોય છે.

લીલા રંગની મોલો છોડના દરેક ભાગ પરથી રસ ચુસે છે અને તેના શરીર પરથી નીકળતા પ્રવાહી પર કાળી ફૂગ લાગે છે. જેના કારણે છોડ અવિકસીત રહે છે.

ઓકટોબરના પહેલા અઠવાડીયા સુધીમાં વાવેતર કરી દેવુ તથા મોલોનો ઉપદ્રવ થતાં નીચેની કોઈ દવાના ૧૦૧ર દિવસે બે છંટકાવ કરવા.

૧. ફોસ્ફામીડોન ૮મિ.લિ.

ર. ડાયમીથોએટ ૧૦ મિ.લિ.

૩. કવીનાલ ફોસ ૧૦ મિ.લિ.

૪. મીથાઈલ પેરાથીઓન ર ટકા ભૂકી રપ કિ.ગ્રા./હે.

તલ

૧. તલના પાન વાળનારી ઈયળ

ઈયળ આછા લીલા રંગની અને મોટી ઈયળો ઉપર ટૂંકા કાળા વાળ હોય છે.

શરુઆતમાં કુમળા પાનને નુકસાન કરે છે. નજીક નજીક પાનને રેશમી તાતણાંથી જોડી તેમાં ભરાઈને પાન ખાય છે.

૧.  કાર્બારીલ પ૦ % વે.પા.૪૦ ગ્રામ

ર. પાન કથીરી

ચાર જોડી પગ ધરાવતી સફેદ રંગની હોય છે.

પાનની નીચેની સપાટીએ રહીને રસ ચૂસે છે. વધુ ઉપદ્રવ હોય ત્યારે ટોચ કાળી પડી જાય છે અને વધ અટકી જાય છે.

૧. મિથાઈલડીમેટોન રપ ઈસી ૧૦ મિ.લિ.

ર. ડાયકો ફોલ ૧૮.પ ઈસી ૧૬ મિ.લિ.

૩. ઈથીઓન પ૦ ઈસી ર૦ મિ.લિ.

૪. સલ્ફર ૮૦ % વે.પા. ૪૦ ગ્રામ

૩. તલની ગાંઠવા માખી

પૂખ્ત કીટક મચ્છર જેવુ નાનું હોય છે. ઈયળ પીળાશ પડતા રંગની પગ વગરની હોય છે.

માખી ફુલમાં ઈંડા મુકે છે. ઈંડામાંથી નીકળતી ઈયળ ફૂલનો ભાગ ખાય છે જેના કારણે ડોડવા

બેસતા નથી અને ફૂલ આગળ ગાંઠ જેવું બને છે જેથી આ જીવાતને ગાંઠીયા માખી કહે છે.

૧. ફોસ્ફામીડોન ૪૦ ઈસી ૮મિ.લિ.

ર. મિથાઈલ પેરાથીઓન પ૦ ઈસી૧૦ મિ.લિ.

તુવેર

૧. લીલી ઈયળ

ઈયળ આછા લીલા રંગની જોવા મળે છે. પૂખ્ત ફુદાની આગળની પાંખો ઝાંખા બદામી ભૂરા રંગની હોય છે. પાછળની પાંખો પીળાશ પડતી સફેદ અને કાળી છાંટવાળી હોય છે.

ઈયળ શરુઆતમાં પાન અને કુમળી ડૂંખ તેમજ ફૂલ, કળીઓ અને શીંગો કોરી ખાય છે. શીંગોમાં દાણા ભરાતા મોટા અનિયમિત કાણાં પાડી દાખલ થઈ દાણા ખાય છે. અડધી ઈયળ શીંગના અંદરના ભાગમાં અને અડધી બહાર જોવા મળે છે.

૧. કવીનાલ ફોસ ર૦ મિ.લિ.

ર. મિથાઈલ પેરાથીઓન ર% અથવા

૩. કવીનાલ ફોસ ૧.પ % ભૂકી રપ કિ./હે.

૪. સવારના સમયે છાંટવી,એન. પી.વી. દ્રાવણ ૪પ૦ ઈયળ અાંક/હે. સાંજના સમયે છાંટવુ.

પ. પોલીપેન ૧૦ મિ.લિ.

૬. એસી ફેટ ૧પ ગ્રામ

ર. શીંગ માખી (પોડ ફલાઈ)

પૂખ્ત માખી કાળા ચળકતા રંગની અને ઘરમાખી કરતા નાના કદની હોય છે. ઈયળ પગ વગરની હોય છે.

ઈયળ શીંગની અંદર રહીને જ દાણા ખાય છે. શીંગને ફોલતા દાણા કોરી ખાધેલા જોવા મળે છે. ઘણીવાર ઈયળ અને કોશેટા પણ જોવા મળે છે. શીંગ પર ટાંકણીના માથા જેવા કાણાં પાડે છે. જેથી દાણાનું ઉત્પાદન અને ગુણવત્તા ઘટે છે.

ડાયમિથોએટ ૧૦ મિ.લિ

૩. શીંગોનું ચુસીયુ. (પોડ બગ)

પૂખ્ત લીલા રંગના હોય છે અને વક્ષ પર બન્ને બાજુએ કાંટા હોય છે.

પૂખ્ત અને બચ્ચાં બન્ને શીંગો માંથી રસ ચુસે છે પરીણામે દાણા ચીમળાઈ જાય છે. ઉત્પાદન પર માઠી અસર થાય છે.

ઉપર મુજબ

૪. ચીકટો (મીલીબગ)

નાના બચ્ચાં આછા પીળાશ પડતા સફેદ રંગના હોય છે અને પૂખ્ત થતા તેના શરીર પર સફેદ મીણ જેવા પદાર્થનું આવરણ બનાવે છે.

બચ્ચાં તેમજ પૂખ્ત ડાળી અને પાન સાથેના જોડાણ આગળ પાનની નીચેની સપાટી પર સમુહમાં ભેગા થાય છે અને ડાળી, પાન, ડૂંખ અને શીંગોમાંથી રસ ચુસે છે. પરીણામે છોડના પાન અને ડાળીઓ સુકાવા લાગે છે.

ડાયમિથોએટ ૧૦ મિ.લિ., ફોસ્ફામિડોન ૩ મિ.લિ.

પ. પીછીંયુ ફુદું (પ્લુમ મોથ)  

ફુદાની આગળની બન્ને પાંખો બે ભાગમાં અને પાછળની પાંખો ત્રણ ભાગમાં વિભાજીત થયેલ હોય છે. ઈયળ લીલાભૂખરા રંગની હોય છે. ઈયળ પર નાના કાંટા જેવા વાળ હોય છે.

ઈયળ પ્રથમ શીંગોની ઉપરની સપાટી ખાય છે અને ત્યાર બાદ શીંગોમાં ગોળ નાના કાંણા એક કરતા વધારે પાડે છે.

કલોરપાયરી ફોસ ર૦ મિ.લિ.

ચણા

૧. લીલી ઈયળ (હેલીઓથીસ)

તુવેર મુજબ

તુવેર મુજબ

તુવેર મુજબ એન.પી.વી. દ્રાવણ ૪પ૦ ઈયળ આંક/હે. પક્ષી બેઠકો ૧૦૦/હે. ગોઠવવી.

ર. થડ કાપી ખાનારી ઈયળ

(કટ વર્મ)

ઈયળ લીલાશ પડતા કાળા રંગની હોય છે. પૂખ્ત ફુદુ મોટું અને કથ્થાઈ ભૂખરા રંગનું હોય છે.

ઈયળ રાત્રીના સમયે છોડને જમીનની સપાટીએથી કાપી નાખે છે અને કુમળા પાન ખાય છે.

સાંજના સમયે ઘાસના નાના ઢગલા ખેતરમાં કરવા તે સવારે ઈયળ સહીત ઉપાડી નાશ કરવો. મિથાઈલ પેરાથીઓન ર % ભૂકી અથવા કવીનાલ ફોસ ૧.પ % ભૂકી રપ કિ./હે. સાંજના સમે છાંટવી.

શેરડી

૧. ડૂંખ વેધક (શુટ બોરર)  

પુખ્ત ફુદાં આવા ઘાસિયા રંગના અથવા રાખોડી ભૂખરા રંગના હોય છે. ઈયળ ઝાંખા સફેદ રંગની હોય છે. અને શરીર પર જાંબુડીયા રંગની પાંચ પટીઓ આવેલ હોય છે.

ઈયળ જમીનની તદૃન નજીકથી સાંઠામાં કાણું પાડી દાખલ થાય છે. સાંઠામાં ઉપર અથવા નીચેની તરફ ગર્ભ કોરી ખાતા કુમળી ડૂંખ સુકાય જાય છે. આ સુકાયેલ ડૂંખને ડેડહાર્ટ કહે છે અને તે સહેલાઈથી ખેંચાઈ આવે છે. ડૂંખમાંથી ખરાબ દુર્ગધ આવે છે.

કાર્બાર્ ફયુરાન ૩ % દાણાદાર દવા હેકટરે પ૦ કિલો અથવા ફોરેટ ૧૦ % દાણાદાર દવા હે. ૧પ કિલો રોપણી સમયે અથવા રોપણી બાદ એક મહિને જમીનમાં આપવી. ઉપદ્રવ શરુ થાય કે તુરત જ કાર્બારીલ પ૦ % વે.પા. ૪૦ ગ્રામ અથવા એન્ડોસલ્ ફાન ર૦ મિ.લિ. દવાનો છંટકાવ કરવો.

ર. શેરડીનો ટોચ

વેધક (ટોપ શુટ બોરર)

પૂખ્ત કીટક સફેદ રંગનું

હોય છે. માદા ફુદાંના ઉદર પ્રદેશના છેડે નારંગી રંગના વાળાનો ગુચ્છ આવેલ જોવા મળે છે.

ઈયળ શરુઆતમાં

થોડો સમય પાન ખાય છે. પછી છોડમાં ઉપરના ભાગના પાનની મધ્ય નસમાં દાખલ થાય છે. આંતરગાઠમાં નુકસાન કરતા પર્ણચક્ર વચ્ચેનું પાન સુકાઈ જાય છે. તેને ડેડહાર્ટ કહે છે. જે સહેલાઈથી ખેંચી શકાતું નથી. ઉપદ્રવ લાગેલ સાંઠાની ટોચ સૂકાઈ જવાથી ટોચની નીચેની બાજુએ પીલા ફુટે પરિણામે સાંઠાની ટોચનો દેખાવ સાવરણી જેવો લાગે છે.

ઉપર મુજબ

વિશેષ નોંધ :

૧. સમયસર પાકનું વાવેતર કરવું

ર. ઈયળો સહિત સુકાયેલા પીલા

ડેડહાર્ટ ખેંચી નાશ કરવો.

૩. ભીંગડાવાળી જીવાત (સ્કેલ ઈન્સેકટ)

માદા જીવાત નાની પોચા શરીરવાળી, પાંખો વગરની હોય છે. જયારે બચ્ચાં શરુઆતમાં પીળાશ પડતા રંગના હોય છે. જીવાત શરીરમાંથી રસના ઝરણથી ભીંગડા જેવુંં કવચ બનાવે છે.

પૂખ્ત તેમજ બચ્ચાં સાઠાંની આંતરગાંઠ પર જોવા મળે છે જયારે રસ ચુસે છે. ઉપદ્રવવાળા સાંઠા વજનમાં હલકા હોય છે અને ખાંડના ટકામાં પણ સારો ઘટાડો થાય છે.

શેરડીના કાતરા બંધાવાની શરુઆત થતા ફોરેટ ૧૦ % દાણાદાર દવા ૧પ કિ.ગ્રા./હે. અથવા કાર્બેા ફયુરાન ૩ % દાણાદાર દવા પ૦ કિ.ગ્રા./હે. પ્રમાણે જમીનમાં આપવી. ઉભાપાકમાં જીવાતનો ઉપદ્રવ જણાય તો ડામમિથોએટ ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામીડોન ૩ મિ.લિ. અથવા કવીનાલ ફોસ ર૦ મિ.લિ. પ્રમાણે મોટા ફોરે છંટકાવ કરવો.

૪. ચીકટો (મીલીબગ)

ચીકટો પોચા શરીરવાળી ઈંડા આકારની હોય છે. ચીકટોના શરીરમાંથી સફેદ મીણ જેવો પદાર્થ ઝરે છે. જેના આવરણથી તે ઢંકાયેલા રહે છે.

પૂખ્ત તેમજ બચ્ચાં બન્ને પર્ણતલ (લી ફશીટ) ના જોડાણ વચ્ચે રહેલી જગ્યા પર સ્થિર થઈ સાંઠામાંથી રસ ચૂસે છે. જીવાતના શરીરમાંથી ચીકણા મધ જેવા પદાર્થનં ઝરણ થતું હોવાથી સાંઠો ચીકણો બની

જાય છે. પાકની વૃધ્ધિ અટકી જાય છે. જેથી ખાંડના ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થાય  છે.

ડાયમિથોએટ ૧૦ મિ.લિ.,  ફોસ્ફામિડોન ૩ મિ.લિ. (દવાનું પ્રમાણ ૧૦ લિટરમાં)

પ. કુદ કુદીયા (પાયરીલા)

જીવાતનાં બચ્ચાં સફેદ પડતા રંગના અને પૂછડીએ બે પીછા જેવી રચના વાળા હોય છે. પૂખ્ત ઢળતી પાંખો વાળા અને ઘાસીયા રંગના હોય છે. પૂખ્ત કીટકનો અગ્રભાગ ચાંસ જેવા હોય છે. બચ્ચાં તેમજ પૂખ્તને અડકતા અથવા સાંઠાને હલાવતા કુદવાની ટેવવાળા હોય છે.

બચ્ચાં તેમજ પૂખ્ત પાનની નીચેની બાજુએથી રહી પાનમાંથી રસ ચૂસે છે. જેના કારણે પાન પીળા પડી જાય છે. અને સાંઠા ચીમળાઈ જાય છે. કિટકના શરીરમાંથી મધ જેવા ચીકણા પદાર્થનું ઝરણ થતું હોવાથી પાન પર કાળી ફૂગની વૃધ્ધિ થાય છે. જેના પરીણામે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અવરોધ પેદા થાય છે.

ડાયમિથોએટ ૧૦ મિ.લિ., ફેનીટ્રોથીઓન ૧૦ મિ.લિ., કાર્બારીલ ર૦ ગ્રામ,

વિશેષ નોંધ : એપીરીક્રેનીયા મીલાનોલ્યુકા પરોપજીવીથી કુદ કુદીયાનું અસરકારક નિયંત્રણ થાય છે.

૬. સફેદ માખી

(વ્હાઈટ

ફલાય)

પૂખ્ત જીવાત આછા પીળાશ પડતા રંગની ખુબ જ ચપળ હોય છે. બચ્ચાં એક જગ્યાએ સ્થિર થઈ કાળો રંગના ત્રણ ટપકા હોય છે.

પૂખ્ત તેમજ બચ્ચાં પાનની નીચે રહી રસ ચૂસે છે. ઉપદ્રવ વધતા પાન સુકાઈ જાય છે. જીવાત શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરવાથી કાળી ફૂગ ઉગી નીકળે છે. જેનાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અવરોધાય છે. જેથી છોડની વૃધ્ધિ અટકી જાય છે.

ટ્રાયઝો ફોસ ૧પ મિ.લિ., કવીનાલ ફોસ ર૦ મિ.લિ., ડામીથીઓટ ૧૦ મિ.લિ.

વિશેષ નોંધ :– પિયત અને રાસાયણીક ખાતર ભલામણ મુજબ આપવા શેરડીના નીચેના પાનને દૂર કરવા.

આંબો

૧. મધિયો

રંગે ભુખરો, ફાચર આકારનો કીટકના માથા ઉપર ઘાટા બદામી રંગ ના ત્રણ ટપકા હોય છે. બચ્ચાં ત્રાસા ચાલે છે.

પૂખ્ત અને બચ્ચાં અવસ્થા આંબાની કૂપળ અને મોરમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. કીટકના શરીરમાંથી ચીકણો મધ જેવો પદાર્થ ઝરતો હોવાથી પાન પર પડતા કાળી ફુગનો વિકાસ થાય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અવરોધે છે.

૧. ફોઝેલોન ૩પ ઈસી ર૦ મિ.લિ.

ર. ફેન્વેલેરેટ ર૦ ઈસી ર.પ મિ.લિ.

૩ સાયપરમેથીન રપ ઈસી ૧.૬ મિ.લિ.

૪. ડેકોમેથીન ર.૦ ઈસી પ.૪ મિ.લિ.

પ.  પોલીટ્રીન ૪૪ ઈસી ૧૦ મિ.લિ.

૬. ફેનાબ્યુકાર્બ પ૦ ઈસી ૧૦ મિ.લિ.

 

ર. ફળમાખી

પૂખ્ત માખી રંગે બદામી અને રંગીન ડાધ ધરાવતી પારદર્શક પાંખોવાળી હોય છે.

માદા ફળમાખી ફળની છાલની અંદર ઈંડા મુકે છે. ફળ પાકવાં આવે ત્યારે તેમા ઈયળો દેખાય છે. ઈયળો સફેદ રંગની હોય છે. આવા ફળ ખાવા લાયક રહેતા નથી.

૧. ફેન્થીઓન ૧૦૦૦ ઈસી

ર૦ મિ.લિ.

ર. મેલાથીઓન પ૦ ઈસી ર૦મિ.લિ.

૩. મિથાઈલ પેરાથીઓન ર ટકા ભૂકી ખામણામાં નાખી ગોડ કરવો. ઉપરોકત દવામાં ર૦૦ ગ્રામ ગોળ ભેળવીને સાંજના સમયે મોટા ફોરે છંટકાવ કરવો. મીથાઈલ યુજીનોલેટ્રેપ ગોઠવવા.

૩. થ્રીપ્સ

કાળા રંગની પાતળા દોરા જેવી થ્રીપ્સ હોય છે. જે મોરુ, કુમળી કુપળમાં રહે છે.

મોરુ, કૂપળ વગેરેમાંથી ઘસરકા પાડી રસ ચુસે છે જેથી મોર ખરી પડે છે.

૧. મોનોક્રોટો ફોસ ૪૦ ઈસી ૧૦ મિ.લિ.

 

૪. લાલ કથીરી

ચાર જોડી પગ ધરાવતી, લાલ રંગની નાના શરીર વાળી જીવાત હોય છે.

કુમળી, કુપળ, પાન અને મોરમાંથી રસ ચુસે છે.

૧. મિથાઈલ–ઓ–ડીમેટોન રપ ઈસી ૧૦ મિ.લિ.

ર. ડાયકો ફોલ ૧૮.પ ઈસી ર૦ મિ.લિ.

૩. ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ.

૪.  ફોસ્ફામીડોન ૪૦ ઈસી ૮ મિ.લિ.

સીતાફળ

૧. ચીકટો

શરીર ગુલાબી રંગનું હોય છે. ઉપર સફેદ મીણ જેવી ભૂકી લાગેલ હોય છે.

પાંદડા, ડાળી, ડૂંખ તેમજ ફળમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. પરીણામે પાન કોકડાઈ જાય છે. ડાળીનો વિકાસ અટકી જાય છે.

૧. કલોરોપાયરી ફોસ રપ મિ.લિ.

ર. ટ્રાયકો ફોસ ૧પ મિ.લિ.

૩. મિથાઈલ પેરાથીઓન ર ટકા

ભૂકી (ખામણામાં)

નાળિયેરી

૧. કાળા માથાવાળી ઈયળ

શરુઆતમાં નાની ઈયળ આછા સફેદ રંગની રતાશ પડતી ભૂખરા રંગની બને છે. ઈયળના શરીર પર બદામી રંગના ત્રણ પટા હોય છે. માથું મોટું અને કાળુ હોય છે. તેથી તેને કાળા માથાવાળી ઈયળ કહે છે.

ઈંડામાંથી નીકળેલ ઈયળો પાનની નીચે નુકસાન થયેલ ભાગ પાસેથી ખાવાનું શરુ કરે છે મોટી થતા મુખ્ય નસની આજુબાજુ લીલો ભાગ ખાય છે. સાથે સાથે રેશમી તાંતણા અને હગાર વડે બુગદો બનાવે છે. તેથી તે ભાગ સૂકાઈ જાય છે અને વધ અટકી જાય છે.

૧. મુળમાં મોનોક્રોટો ફોસ ૪૦ ઈસી

૧૦ મિ.લિ. ઝાડ દીઠ

ર. ધરુવાડીયામાં

૧.  ફોઝેલાન ૩પ ઈસી ર૦ મિ.લિ.

ર. ગેંડા કિટક

પૂખ્ત કીટક કાળા કદનું હોય છે. જેના માથાના ભાગે ગેંડાના શીંગડા જેવો કાંટો હોય છે તેથી ગેંડા કીટક તરીકે ઓળખાય છે.

પૂખ્ત ગેંડા કીટક મોટે ભાગે રાત્રે ઉધડયા વગરના પાનને ચાવી નાખી કુચા બહાર કાઢે છે. ખવાયેલા પાન ઉધડતા પંખા આકારના જણાય છે. વધુ ઉપદ્રવ વખતે નાળીયેરીની ઉપરની ટોચ વળી ગયેલી જણાય છે.

૧. આજુબાજુના ખાતરના ખાડામાં

કાર્બારીલ પ૦ ટકા વે.પા. ૪૦

ગ્રામ છાંટવું.

ર. મિથાઈલ પેરાથીઓન ર ટકા

ભૂકી તથા રેતી સરખા પ્રમાણમાંભેળવી તેનાથી કાણું પુરેપુરું ભરી દેવું.

ચીકુ

૧. ચીકુનું ફુદું (ફાવર બડ મોથ) અથવા કળી કોરી ખાનાર ઈયળ

ઈયળી લાલરંગની કાળા માથાવાળી હોય છે.

ઈયળ કૂમળી કળીમાં કાણું પાડી દાખલ થઈ કળીનો ભાગ કોરી ખાય છે. જેથી કળી ખીલ્યા સિવાય સૂકાઈને ખરી પડે છે. ફળ ઓછા બેસે છે તેથી ઉત્પાદન ઘટે છે.

૧. ડાયકલોરોવોસ પ મિ.લિ.

ર. એન્ડોસલ્ ફાન ૩પ ઈસી ર૦ મિ.લિ.

૩. કાર્બારીલ પ૦ વે.પા. ૪૦ ગ્રામ

૪. ફેરોમોન ટ્રેપ ગોઠવવા

 

ર. પાન કોરીયું

આ કીટકોની ઈયળો કુમળા પાનના બે પડમાં દાખલ થઈ અંદર વાંકી ચુંકી ગલીઓ બનાવે છે.

ઈયળ અંદરનો લીલો ભાગ ખાય છે. જેનાથી પાનમાં સર્પાકાર રેખાઓ દેખાય છે. ઉપદ્રવ તાજી કૂપળમાં વધારે જોવા મળે છે.

૧. ફોસ્ફામીડોન ૪૦ ઈસી ૮મિ.લિ.

 

લીબુ

૧. લીબુનું પતંગીયુ

પાન ઉપર છુટા છવાયા ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળતી ઈયળ આછા પીળા રંગની હોય છે. પતંગીયુ પીળાશ પડતા રંગનું ખૂબ જ આકર્ષક હોય છે.

ઈયળ છોડના કૂમળા પાન ખાય છે. ઈયળો ખૂબ જ ખાઉધરી હોય છે.

૧. ફોઝેલોન ૩પ ઈસી ર૦ મિ.લિ.

ર. કવીનાલ ફોસ રપ ઈસી ર૦ મિ.લિ.

ર. સાયટ્રસ સાયલા

બચ્ચાં અને પૂખ્ત કીટકો ભૂખરા રંગના હોય છે.

બચ્ચાં અને પૂખ્ત કીટકો ઝાડના કુમળા ભાગમાંથી રસ ચુસે છે તેથી શરીરમાંથી ચીકણા મધ જેવા પદાર્થનું ઝરણ થાય છે. તેથી કાળી ફૂગની વૃધ્ધિ થાય છે તેમજ આ જીવાત વાયરસ રોગને ફેલાવો કરે છે.

૧.  કવીનાલ ફોસ રપ ઈસી ર૦ મિ.લિ.

ર.  ડાયમિથીએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ.

બોર

૧. ફળમાખી

આંબાની ફળમાખી મુજબ

આંબાની ફળમાખી મુજબ

આંબાની ફળમાખી મુજબ

ર. ચીટકો

સીતા ફળીના ચીકટો મુજબ

સીતા ફળીના ચીકટો મુજબ

સીતા ફળીના ચીકટો મુજબ

મરચી

૧. થ્રીપ્સ

ફીકકા પીળારંગનું બારીક કીટક હોય છે. પૂખ્ત કીટકની પાંખ પાતળી અને પાછળની કીનારી વાળવાળી હોય છે

મોં વડે ઘસરકા કરી તેમાંથી નીકળતો રસ ચૂસે છે. આથી તે ભાગ સફેદ થઈ સૂકાઈ જઈ પાછળથી ભૂખરો થઈ જાય છે. વધુ ઉપદ્રવના કારણે પાન કોકડાઈ જાય છે અને છોડની વૃધ્ધિ અટકી જાય છે.

૧. જમીનમાં પાક વાવતા પહેલાં કાર્બો ફયુરાન ૩ જી અથવા ફોરેટ

૧૦ જી છોડદીઠ ર ગ્રામ આપવું

ર. ફોસ્ફામીડોન ૪૦ ઈસી ૮ મિ.લિ.

૩. ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ.

૪. મેલાથીઓન પ૦ ઈસી ૧૦ મિ.લિ.

પ. મિથાઈલ–ઓ–ડેમેટોન રપ ઈસી ૧૦ મિ.લિ.

ર. મોલો

ગોળ, પોચા શરીરવાળી, વિવિધ રંગોમાં પાનની નીચેની બાજુએ અથવા કુમળી કળી, ડાળી પર સમુહમાં ચોટેલી જોવા મળે છે.

સમુહમાં પાનમાંથી રસ ચૂસે છે. પરીણામે પાન નીચેની તરફ કોકડાઈ જાય છે અને પાકની વધ્ધિ અટકી જાય છે.

ઉપર મુજબ

૩. તડતડીયા

લીલા રંગના, ફાચર આકારનાં અને પાન

બચ્ચાં અને પૂખ્ત પાનમાંથી રસ ચૂસે

ઉપર મુજબ

લેખ : શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ સ્ત્રોત: કૃષિ માર્ગદર્શિકા, ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate