બીજ
કૃષિક્ષેત્રે ઉત્પાદન વધારવામાં અને હરિયાળી ક્રાંતિક્ષેત્રે હરણફાળ ભરવામાં જે પરિબળોએ ભાગ ભજવ્યો છે તેમાં સુધારેલા બિયારણોનો ફાળો ખુબજ અગત્યનો છે. બીજ ની ખેતી એ આધુનિક ખેતીની કરોડરજ્જુ સમાન છે. સુધારેલી સ્થાયી જાતો, સંકર(હાઇબ્રીડ) જાતો અને હાલમાં જ આવેલ બીટી બિયારણો પછી ઉત્તમ ગુણવત્તા ધરાવતું બીજએ પાકઉત્પાદન નું પાયાનું , સૌથી સસ્તું અને અગત્યનું અંગ બન્યું છે. કુલ ઉત્પાદન ની સરખામણી માં બિયારણનો ખર્ચ પાંચ ટકાથી ઓછો આવે છે. સારી ગુણવત્તા ધરાવતા બીજ ઉપર સમગ્ર પાક ઉત્પાદન નો આધાર રહેલો છે. "જેવું વાવો તેવું લણો" એ કહેવત અનુસાર સારું, સુધારેલુંબીજ જ સફળતા અપાવી શકે છે.
બીજ એટલે શું?
થોમ્સન નામના વૈજ્ઞાનીકે બીજ ની વ્યાખ્યા આપી છે કે " ગુણવત્તા માં પૃથ્થકરણીય શુધ્ધતા, જાતીય શુધ્ધતા, નિંદામણના બીજની મુક્ત, ભેળસેળ વગરના, સારા ઉગાવાની અને વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતા , સમાન ક્દવાળા, ભેજ મુક્ત દાણ ને બીજ કહેવાય છે ". આમ જોઈએ તો દરેક બીજ આખરેતો દાણ જ કહેવાય પણ, દરેક દાણાને આપણેબીજ તરીકે ના ગણી શકીએ. વૈજ્ઞાનિક પદ્ધતિથી સુવ્યવસ્થિત રીતે હાથ ધરેલ બીજ ઉત્પાદન કાર્યક્રમ હેઠળ ગુણવત્તાના નક્કી કરેલ ધારા ધોરણે મુજબ તૈયાર કરેલા દાણા ને જ બીજ નો દરજ્જો મળે છે. જે ખેડૂત ભાઈઓ 'બીજ' ને 'દાણા' વચ્ચે નો તફાવત બરાબર સમજે છે તે નવા નવા બિયારણો વિશે જાણવા, મેળવવા અને વાવવા માટે સદાય ઉત્સુક્ત જોવા મળે છે. કારણ બીજ સારું તો ઉત્પાદન સારું.
બીજના વિવિધ પ્રકારો
સુધારેલા બિયાંરણ બે પ્રકારના હોય છે.
૧. સ્થાયી જાતો (સ્ટેબલ વેરાયટી) અને
ર. સંકર જાતો (હાઈબ્રીડ) ના બિયારણ
સ્થાયી જાતોનું બિયારણ રવપરાગનયન (સેલ્ફ પોલીનેશન) નીં પ્રક્રિયાથી ઉત્પાદીત કરવામાં આવે છે. તેથી જા આવી જાતોનું બિયારણ પરપરાગનયન (કોસપોલીનેશન) નીં ક્રિયાથી જનિનીંક રીતે અશુઘ્ધ ન થાય તો થોડા વર્ષો સુધી વાપરી શકાય છે. જયારે જુદી જુદી જપ્તોના માદા અને નર વચ્ચે સંકરણ (કોર્સીગ) કરીને પ્રથમ પેઢીનું બિયારણ ઉત્પાદીત કરવામાં આવે તેને હાઈબ્રીડ બિયારણ કરવામાં આવે છે. એવા બિયારણ નો ઉપયોગ એક જ વાર કરવામાં આવે છે. એટલા માટે દર વર્ષે હાઈબ્રીડ બિયારણ નું નવું બીજ તૈયાર કરવામાં આવે છે. અને દર વરસે ખેડૂત ભાઈઓ ખરીદ કરવું પડે છે. માટે સ્થાયી જાતો અને હાઈબ્રીડ જાતોના બિયારણ માં શું તફાવત તેમજ ક્યા પાકો માં સ્થાયી જાતો અને કયા પાકોમાં હાઈબ્રીડ જાતોનું બિયારણ તૈયાર કરી શકાય તે જાણવું જરૂરી છે. આ માટે નીચે ના મુદ્દ્દા ઉપયોગી છે.
સ્થાયી જાતો (સ્ટેબલ વેરાયટી)નું બીજ ઉત્પાદન :-
સ્વપરાગીત (સેલ્ફપોલીનેટૅડ) અને પરપરાગીત (કોસપોલીનેટૅડ) એમ બન્ને પ્રકારના પાકોમાં સ્થાયી જાતો હોય છે. સ્થાયી જાતોના પાયના બીજ (બેઝીક સીડ) નું ચોક્કસ એકલન -અલગીકરણ(આઈસોલેશન) અંતર રાખી રવપરાગનયનયી બીજ ઉત્પાદિત કરવામાં આવે છે. તેથી તેમાં અન્ય જાતોથી પરપરાગીત (કોસપોલીનેટૅડ) થઈ જનિનીંક અશુઘ્ધતા આવતી નથી. આવું બીજ જનિનીંક રીતે શુધ્ધ રાખવામાં આવે તો તેનો ઉપયોગ ચાર-પાંચ વર્ષ સુધી કરી શકાય છે. તમે જયારે કોઈ બીયારણની દુકાને બિયારણ લેવા જાવ ત્યારે બ્રીડર સીડ, ફાઉન્ડેશન સીડ, સર્ટીફાઈડ સીડ, ટૂથફુલ સીડ જેવા શબ્દો સાંભળવા મળતા હશે. આ પ્રકારના બીજ વિષે સમજણ મેળવવી લઈએ.
ન્યુક્લિયર કક્ષાનું બીજ:
કોઈપણ જાત જે સંશોધન કેન્દ્ર ઉપર તૈયાર કરવામાં આવે ત્યારે બ્રીડરની સીધી દેખરેખ નીચે તૈયાર થતું બીજ જે એક એક છોડની ચકાસણી કરીને તૈયાર કરવામાં આવે છે. તેનો જળ્યો બહુ જ ઓછો હોય છે પણ તેની જનિનીક શુધ્ધતા ૧0૦% હોય છે. તેને પ્રમાણીત કરવાની જરૂરત નથી. આ બિયારણ તૈયાર કરવા માટૅ જેતે જાતના મુળ બીજમાંથી પસંદ કરેલ વ્યકિતગત છોડનું અલગ અલગ હારમાં વાવેતર કરવામાં આવે છે. પછી દરેક હારમાં બ્રીડર દ્વારા ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ જે જાતનાં ચોક્કસ ગુણધર્મો ધરાવત છોડ પસંદકરી તેનું બીજ મિશ્રણ કરી ન્યુકલીઅર બીજ તૈયાર કરવામાં આવે છે.
બ્રિડર કક્ષાનું બીજ:
આ બિયારણ ન્યુકલીઅસ કક્ષાના બીજમાંથી બ્રિન્ડરની સીધી દેખરેખ નીચે સંશોધન કેન્દ્ર ઉપર તૈયાર કરવામાં આવેછે. બ્રીડર એટલે કે જાત તૈયાર કરનાર વૈજ્ઞાનિક પોતાની જાત દેખરેખ નીચે જેતે પાકની જાતની નકકી કરેલીણ ખાસીયતોના આધારે ઉભા પાકની ચકાસણી કરે છે. આ ચકાસણી દરમ્યાન નકકી કરેલી ખાસીપતો સિવાયના તમામ છોડ ઉખાડી (રોગીગ કરી) દુર કરવામાં આવે છે. આ બીજનીં જનિનિક શુધ્ધતા ૧૦૦% હોય છે. તેને બીજ પ્રમાણન એજન્સી પાસે પ્રમાણિત કરવું પડતું નથી. આ કક્ષાનું બીજ જાહેર તેમજ ખાનગી એમ બન્ને પ્રકારના રજીસ્ટર્ડ બીજ ઉત્પાદકોને સરકાર તરફથી તેમની માંગણી મુજબ ફાળવવામાં આવે છે. જેમાંથી "ફાઉન્ડૅશન" પ્રકારનું બીજ તૈયાર કરવામાં આવે છે.
ફાઉન્ડેશન કક્ષાનું બીજ :
આ બિયારણ બ્રિડર કક્ષાના બીજમાંથી રજીસ્ટર્ડ બીજ ઉત્પાદકોના ખેતર પર બીજ પ્રમાણન એજન્સીના ટેકનીકલ સ્ટાફની સીધી દેખરેખ નીચે તૈયાર કરવામાં આવે છે. જેની જનિતિક શુધ્ધતા જુદા જુદા પાકો માટે જુદો જુદી હોય છે. આ બીજની બે કક્ષા છે. બ્રીડર સીડમાંપી તૈયાર થતું બીજ ફાઉન્ડૅશન કક્ષા-૧ અને ફાઉન્ડૅશન કક્ષા-૧ મણી તૈયાર થયું બીજ તે ફાઉન્ડૅશન કક્ષા-૨ કહેવાય છે. ફાઉન્ડૅશન કક્ષા ના બીજ, બીજ પ્રમાણન એજન્સી પાસે પ્રમાણીત કરાવવું પડે છે.
સર્ટીફાઈડ કક્ષાનું બીજ :
આ બિયારણ સામાન્ય રીતે ફાઉન્ડેશન કક્ષાના બીજ઼માંથી રજીસ્ટર્ડ બીજ ઉત્પાદકોના ખેતર પર બીજ પ્રમાણન એજન્સીના ટેકનીકલ સ્ટાફનો સીધી દેખરેખ નીચે તૈયાર કરવામાં આવે છે. ક્યારેક સંજોગોવસાત આ કક્ષાનું બીજ બ્રિડર કક્ષાના બીજમાંથી પણ તૈયાર કરવામાં આવે છે. આ કક્ષાના બીજમાંથી આગળ ઉપરની કોઈ ક્યાનું બીજ ઉત્પાદન કરવામાં આવતું નથી. આ બીજ ની જનીનિક શુધ્ધતા જુદાજુદા પાકો માટે જુદી જુદી હોય છે. આ બિયારણ નો ઉપયોગ ખેડૂત વ્યાપારિક પાક ઉત્પાદન માટે કરે છે. બજારમાં આજકાલ સર્ટીફાઈડકક્ષાના બીજ ની ખુબ જ સારી માંગ છે. અને તે સતત વધતી જાય છે.
ટ્રુથફૂલ બીજ ::ટ્રુથફૂલ એટલે કે વિશ્વાસપાત્ર. જે બિયારણ નોધણીકરાવીને બીજ પ્રમાણન એજન્સી પાસે પ્રમાણિત કરાવેલું હોતું નથી પરંતુ ભૌતિક શુધ્ધતા અનુવાંશિક શુધ્ધતાનિયમો અનુસાર હોય છે. આ બિયારણ અધિકૃતવિક્રેતા પાસેથી ખરીદવુંહિતાવહ છે.
રીવેલીડેટેડ બીજ::પ્રમાણિત બિયારણ ની માન્યતા નવ માસ બાદ આ બિયારણ ની ગુણવત્તા ફરીથી તપાસવામાં આવે છે. અને પુનઃ પ્રમાણિત કરવામાં આવે છે. પુનઃ પ્રમાણિત કર્યા વગરનું બિયારણ વેચી શકાતું નથી કે વાવેતરના ઉપયોગમાં લેવું હિતાવહ નથી. પુનઃપ્રમાણિત કર્યા બાદ ચાર માસ શુધી વાવવા માટે કે વેચવા માટે યોગ્ય ગણાય છે.
હાઇબ્રીડ જાતોના બીજ ઉત્પાદન
જે પાકોમાં કુદરતી અથવા કૃત્રિમ રીતે મોટા પાયા પર પરપરાગનયનની ક્રિયા કરી શકાય તેવા પાકોમાં મોટા પાયા પર . હાઇબ્રીડ બીજ ઉત્પાદન કરી શકાય છે. હાઈબ્રીડ બીજ ઉત્પાદનમાં સામાન્ય રીતે નરવંદયમાદા જાત (મેલસ્ટરાઈલ લાઈન) ૫૨ નરફઘીત જપ્ત (મૅલફ્ટાંઈલ લાઈન) થી પરપરાગનયન દ્રારા પ્રથમ પેઢીનું જે બીજ ઉત્પાદન્ થાય છે તેને સંકર બિયારણ કહેવાય છે. આ હાઈબ્રીડ બીજ નો ફક્ત એક જ વાર વાવેતર માટે ઉપયોગ કરી સકાય છે. બીજીવાર વાવેતર કરવા માટે નવું બિયારણ તૈયાર કરવું પડે છે. પ્રમાણિત કક્ષા ના હાઈબ્રીડ બિયારણનું ઉત્પાદન કરવા માટે વિવિધ પ્રકારનો નરવંધ્ય માદા જાતો નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બાજરા, મકાઈ, જુવાર, સુર્યમુખી જેવા પાકોમાં સાયટોપ્લાઝમિક મેલસ્ટરાઈલ માદા લાઈનનોં મોટા પાયા પર હાઈબ્રીડ બિયારણ ઉત્પાદન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. અ ઉપરાંત દિવેલા ના પાકમાં પીસ્ટીલેત લાઈન અને કપાસ ના પાક માં મીકેનીકલ પદ્ધતિ થી નર ને દુર કરી માદા ને ન્ય વિહોણી બનાવી હાઈબ્રીડ બિયારણ તૈયાર કરવામાં આવે છે. વિશેષ માં ડાંગર અને રાઈ ના પાકો માં પણ મેલસ્ટરાઈલ લાઈન મળેલ છે. જેના દ્વારા મોટા પાયા પર હાઈબ્રીડ બીજ ઉત્પાદન કરવામાં આવે છે. બિયારણ માં તેની વિવિધ કક્ષાઓની સાથોસાથ બીજો પ્રચલિત શબ્દ છે "વેરાયટી" આ વેરાયટી એટલે શું? તે કેટલા પ્રકાર ની હોય ? ટે પણ જાણવા જેવું છે.
વેરાયટી એટલે શું?
જે પાકના છોડવાઓ ની વનસ્પિતય, કોષશાસ્ત્રીય, રાસાયણિક અને બાહ્ય ગુનધાર્મિક રીતે ખાસિયતો નક્કી કરવામાં આવે હોય, સત્તાધારી સમિતિ દ્વારા વાવવા માટે ભલામણ કરેલી હોય અને તેના બીજમાંથી ઉત્પન્ન કરેલા બિયારણ માંથી ઉત્પન્ન થયેલા છોડ નક્કી કરેલી ખાસિયતો જાળવી રાખતા હોય તેવા છોડ ને વેરાયટી ખે છે.
સુધારેલી જાત:
ખેતીના વિજ્ઞાનને જયારે અત્યાર જેટલો વિકાસ નહોતો ત્યારે આપણા વડવાઓ ખેતરમાં સારી ખાસિયતો ધરાવતા છોડવા પસંદ કરી, તેની લલણી/કાપણી/ઝુડણી જુદી કરી જે ઉત્પાદન મળે તેને અલગ રાખી બીજા વરસે તેનો બીજ તરીકે ઉપયોગ કરતા. આ એક રીત તો સિલેકશન વેરાયટી થઈ. પસંદગી માં અ પધ્દતી નો વ્યાપ વધારીને આ રીતે એકઠા કરેલા સારા બીજ અન્ય સ્થાનિક જાતો સાથે વાવી આ જાત સ્થાનિક જાતો કરતા કેટલા સારા ગુણ ધરાવે છે તેની ચકાસણી કરવામાં આવે છે. અને તેમાં જો આ બીજ સ્થાનિક જાત કરતા સારું માલુમ પડે તો તેને સુધારેલી જાત તરીકે અલગ નામ તરીકે બહાર પાડવામાં આવે છે. સુધારેલી જાત નું બીજ એક વરસે ખરીદયા બાદ વર્ષોવર્ષ તેમાંથી ઉત્પન્ન થતા બીજ નો બિયારણ તેરીકે ઉપયોગ થય શકે છે.
વધુ ઉત્પાદન આપતી જાત (હાઈઈલ્ડીંગ વેરાયટી):
અનુકુળ ખાસિષતો અને ચોક્ક્સ ગુવ્રઘર્મો વાળી બે જાતોનું સંકરણ કરી બીજ ઉત્પન્ન કરવાની પદ્ધતિને સંકરણ ખે છે.સંકરણ કર્યા બાદ પાંચ થી છ પેઢી સુધી અનુકુળ બાસિયતો વાયા છોડ પસંદ કરી સ્થાયી જાત બનાવવામાં આવે છે. આવી સ્થાયી જાતમાં તે જાત કરતાં જુદા લક્ષણોવાળા છોડ હોતા નથી.પરિણામે આવું બીજું ત્રણ - ચાર વર્ષ શુધી વાવેતર અંતે વાપરી શકાય છે.ખળા માં કે ગરમા જુદી જુદી રીતે મિક્સ થતું હોવાથી ચોથે કે પાંચમે વર્ષે નવું શુધ્ધ બિયારણ મેળવી વાવેતર કરવું જોઈએ . આ રીતે વિકસાવેલ જાતો થી વધુ ઉત્પાદન આવશ્યક મળે છે. તેથી તેને વધુ ઉત્પાદન આપતી જાત ખે છે. પરંતુ સંકર જાતો જેટલું વધુ ઉત્પાદન મળતું નથી . સામાન્ય સંજોગો માં જે પાકો માં સંકરણ કરવું શક્ય ન હોય કે અતિ ખર્ચાળ હોય ત્યા આ પદ્ધતિ હતી વધુ ઉત્પાદન આપતી જાતો મેળવી સ્કાય છે. ઘઉં, ડાંગર, મગફળી, તમાકું વિગેરે પાકો માં આજે વ્વતી મોટા ભાગ ની જાતો અ રીતે તૈયાર કરેલી છે.
કમ્પોઝીટ વેરાયટી:
સંકર બીજ દર વર્ષે નવું લાવવું પડે છે. આ તકલીફ દુર કરવા માટે મકાઈમાં ક્મ્પોંઝીટ જાતોનું સંશોધન થયેલું છે. આ જાતો પણ સંકરણ થી તૈયાર કરવામાં આવે છે. જેના બીજ બે - ત્રણ વર્ષ સુધી બિયારણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. કમ્પોઝીટ વેરાયટી માં લગભગ સરખા ગુણધર્મો ધરાવતી આઠ-દસ જાતોનું મિશ્રાણ કરવામાં આવે છે.. આવી પ્રતિકૂળ વાતાવરણ માં પણ ઉત્પાદન ક્ષમતા પ્રમાણમાં જળવાઈ રહે છે.
મ્યુટેશન વેરાયટી:
ઉપલબ્ધ જાતો પૈકી કોઈપણ જાત પસંદગીથી અગર તો બે જાતોના સંકરણથી સારી જાત મળવાની શક્યતા ન જણાય અથવા તેમાં વિવિધતા(વેરિયેબીલીંટી) ન જવાય તો અણુ આ વિજ્ઞાનનો ઉપયોગ કરી બીજના રગસુત્રો માં આલ્ફા, બીટા અથવા એક્ષરે કિરણો થી અથવા ચોક્ક્સ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરી આકસ્મિક ફેરફાર કરવામાં આવે છે. જેને મ્યુટેશન કહે છે. આ રીતે ઉત્પન્ન થયેલ જાતોને મ્યુટેશન વેરાયટી કહે છે. મગફળીમાં ટી.જી નામ ધરાવતી જાતો મ્યુટેશન થી વિકસાવેલીજાતો છે.
ટ્રાન્સજિનીક વેરાયટી
કોઈપણ જાત પસંઘ્ગીથી અગર તો બે જાતોના સંકરણ થી સારી જાત મળવાની શકયતા ન જણાય તેવા સંજોગોમાં બીજી જંગલી જાતોમાંથી અથવા સુક્ષ્મ જીવાણું માંથી ઉપયોગી જનીન કાઢી જે જાત વિકસાવવાની હોય તેના રંગસુત્રો (ક્રોમૉઝોમ) માં દાખલ કરવામાં આવે છે. આ રીતે ઉત્પન્ન થયેલ જાતોને ટ્રાન્સજિનીક વેરાયટી કહેવામાં આવે છે. દા.ત. બીટી-કપાસ, બીટી-રીંગણ, બીટી-ટમૅટા, બીટી-મકાઈ વિગેરે.
રીસર્ચ વેરાયટી (સંશોધિતજાત):
અનેક પાકોના બીયાર્નોમાં ખાસ કરીને શાકભાજી, ફૂલો માં ફડફળાદી માં મલ્ટીનેશનલ કંપનીઓ પોતાનો રીસર્ચ વેરાયટી (સંશોધિતજાત) બજારમાં મુકૅ છે. અને ખેડૂતો આવી જાતો હૉશે હોશે સ્વીકારે છે. આવી જતો રીલીઝ થયેલી કે નોટીફાઈડ થયેલી એટલેકે સરકારી માન્યતા મેળવેલી હોતી નથી પરંતુ કંપનીના પોતાના ટ્રેડમાર્ક ૫૨ વિશ્વાસથી ચાલતી હોય છે.
રીલીઝ વેરાયટી અને નોટીફાઈડ વેરાયટી:
કોઇપણ જાત ને રીલીઝ કરવી કે નોટીફાઇડ કરવી ટે બન્ને માં ફર્ક છે. બિયારણ ના કાયદા ની જોગવાઈ અનુસાર સેન્ટ્રલ સીડ કમિટી અથવા રાજ્યની સીડ સબ કમિટી જાતો રીલીઝ કરવાની સત્તા ધરાવે છે. જાત રીલીઝ થયા બાદ જ નોટીફાઈ થય શકે છે. સેન્ટ્રલ રીલીઝ અને નોટીફાઈડ સબ કમિટી દ્વારા જ જાતો નોટીફાઈ કરવામાં આવે છે. નોટીફાઈડ થયેલી જાતો ઉપર જ કાયદાકીય જોગવાઈઓ નો ક્રમબદ્ધ અને સરળતાથી અમલ થય શકે છે. સામાન્ય રીતે નોટીફાઈડ થયેલી જાતોનું બીજ પ્રમાણિત કરવી શકાય છે.
જુદા જુદા પાકો માટે બીજ ઉત્પાદિત કરવા માટેનું અલગીક્ર્ણ અંતર દર્શાવતો કોઠો :
પાક નું નામ
|
અલગીક્ર્ણ અંતર(મીટર)
|
બ્રીડર સીડ
|
ફાઉન્ડેશન સીડ
|
સર્ટીફાઈડ સીડ
|
ધાન્યવર્ગના પાકો
|
ઘઉં, જવ, ઓંટ, ડાંગર
|
૫
|
૩
|
૩
|
બાજરા
|
૧૦૦૦
|
૧૦૦૦
|
૨૦૦
|
મકાઈ
|
૬૦૦
|
૪૦૦
|
૨૦૦
|
કઠોળવર્ગ ના પાકો
|
મગ, અડદ, ચણા
|
૨૦
|
૨૦
|
૧૦
|
વાલ, ફણસી
|
૫૦
|
૫૦
|
૨૫
|
તુવેર
|
૨૦૦
|
૨૦૦
|
૧૦૦
|
એરીડ લેગ્યુંમ વર્ગ ના પાકો
|
મઠ
|
૨૦
|
૨૦
|
૧૦
|
ચોળા, ગુવાર
|
૫૦
|
૫૦
|
૨૫
|
કળથી
|
૫૦
|
૫૦
|
૨૫
|
તેલીબીયા વર્ગ ના પાકો
|
મગફળી
|
૩
|
૩
|
૩
|
તલ
|
૧૦૦
|
૧૦૦
|
૫૦
|
સુર્યમુખી,રાઈ
|
૪૦૦
|
૪૦૦
|
૨૦૦
|
દિવેલા
|
૫૦૦
|
૩૦૦
|
૧૦૦
|
સોયાબીન
|
૩
|
૩
|
૩
|
સ્ત્રોત : એમ.એ. વાડદોરિયા, કુ. લતા રાવલ અને ડો. ચેતના માંડવીયા , જનીનવિદ્યા અને પાક સવર્ધન વિભાગ , જુ.કૃ.યુ , જૂનાગઢ.
કોલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ