આપણા દેશમાં પાક અવશેષો તથા સેન્દ્રિય કચરો ખૂબ મોટા જથ્થામાં મળી શકે તેમ છે. મુખ્ય ધાન્યપાકો જેવાં કે ઘઉં, બાજરી, મકાઈ. જુવાર, ડાંગર વગેરેમાંથી અંદાજે ૨૫૬ મિલિયન ટન ઘાસ-કચરૂ મળી શકે તેમ છે. આ પાક અવશેષોમાં સરેરાશ 0.૫ % નાઈટ્રોજન, ૦.૬% ફોસ્ફરસ અને ૧.૫% પોટાશ તત્વ હોય છે. પાક અવશેષોના આ કુલ જથ્થામાંથી ૧.૧૩, ૧.૪ અને ૩.૫૪ મિલિયન ટન અનુક્રમે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વો મળી શકે છે. પાક અવશેષો જાનવરોને ખવડાવવામાં આવે છે. કુલ જથ્થામાંથી પ0% જો જાનવરોને ખવડાવવામાં અને બાકીનો જથ્થો જો યોગ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં ઉમેરવામાં આવે તો રાસાયણિક ખાતરની જરૂરિયાતમાં ઘટાડો શકાય. આ ઉપરાંત છાણિયા ખાતર કે ખોળ ઉપરનું ભારણ પણ ઘટાડી શકાય. આ બિનઉપયોગી પાક અવશેષો તથા સેન્દ્રિય કચરાની ગુણવત્તા વધારી તેનો પાક ઉત્પાદન વધારવામાં ઉપયોગ થઈ શકે.
વનસ્પતિ તેમ જ પ્રાણીના બિનઉપયોગી અવશેષો જેવા કે જુદા જુદા પાકોના પરાળ, સૂકુ ઘાસ, રાડા, થડીયા, પાન, નીંદામણો, ઘરનો નકામો કચરો, રાખ, પશુઓથી ખાતા વધેલ કે પશુ દ્વારા ચારાનો નકામો કચરો વગેરે સેન્દ્રિય પદાર્થોને યોગ્ય પદ્ધતિથી યોગ્ય સમય સુધી કહોવડાવીને બનાવવામાં આવતાં ખાતરને સેન્દ્રિય ખાતર કહેવામાં આવે છે.
સેન્દ્રિય પદાર્થ કુદરતમાંથી મળતાં કાર્બનયુકત પદાર્થ-છોડ-પ્રાણીજ અવશેષો જેમાં છોડના કોષમાં ૯૦% કરતાં વધુ સુકો પદાર્થ-કાર્બન ડાયોકસાઈડ, ઓકસીજન અને હાઈડ્રોજન હોય છે અને નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, અન્ય પોષક તત્વો જે સેન્દ્રિય સ્વરૂપમાં હોય છે. છાણિયું ખાતર, લીલો પડવાશ, પાકના અવશેષો, ખોળ, વર્મિકમ્પોસ્ટ વગેરે તેના સત છે.
આ પદ્ધતિમાં કમ્પોસ્ટ બનાવવા જમીન ઉપર રોજબરોજ સેન્દ્રિય પદાર્થોનો જમીન પર ઢંગલો કરવામાં આવે છે અને સેન્દ્રિય પદાર્થોના કહોવાણ માટે ભેજની જરૂરિયાત હોઈ અવારનવાર પશુઓના મૂત્ર તેમ જ ગમાણની સાફસૂફીવાળા પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ઢંગલો ખુલ્લી જગ્યામાં હોવાથી ટૅગલાની અંદર હવાની અવરજવર વધારે થાય છે જેથી સૂક્ષ્મ જીવાણુંઓની પ્રક્રિયા ઝડપી બને છે. ઢંગલો સમયાંતરે ફેરવતા રહેવાથી સેન્દ્રિય પદાર્થોના નાના-નાના ટુકડા થતાં તથા હવા ભળવાને કારણ પણ કહોવાણની પ્રક્રિયા ઝડપી થતી હોય છે. કહોવાણ દરમ્યાન આ પદ્ધતિમાં ઉષ્ણતામાન ૬૦ થી ૭૦° સે પહોંચતું હોવાથી નીંદામણના બી કે રોગકારક જીવાણુંઓ પણ નાશ પામે છે. આ પદ્ધતિમાં સેન્દ્રિય પદાર્થનું કદ લગભગ પ0% જેટલું ઘટી જાય છે. નાઈટ્રોજન તત્ત્વનો પણ ખુલ્લી જગ્યા હોવાના કારણે લગભગ ૨૦ થી ૮૦% વ્યય થાય છે. ચોમાસા દરમ્યાન વરસાદ પડતાં કહોવાણની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ઢગલામાંથી પોષકતત્વોનું ધોવાણ થાય છે.
ખાડો ખોદી કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિ ઢગલા પદ્ધતિ કરતાં લાભદાયક છે. જો કે શરૂઆતમાં ખાડો ખોદવાનું ખર્ચ થાય છે પરંતુ લાંબે ગાળે લાભદાયી છે. ખાડા પદ્ધતિમાં સેન્દ્રિય તત્વનું કહોવાણ હવાની ગેરહાજરીમાં (અનએરોબિક) થતું હોઈ કહોવાણથી પ્રક્રિયા ધીમી થાય છે પરિણામ સ્વરૂપ સેન્દ્રિય તત્વ તથા નાઈટ્રોજન તત્વનો વ્યય ઓછો થાય છે જે અંદાજે અનુક્રમે ૨૫% અને ર0% હોય છે. આથી ખાડા પદ્ધતિમાં ગુણવત્તાયુકત મોટા જથ્થામાં કમ્પોસ્ટ બનાવી શકાય છે. આ પદ્ધતિમાં બાષ્પીભવનથી ઉડી જતો ભેજ રોકવા, ખાડો ભર્યા પછી છેલ્લે ઉપરની સપાટીએ માટીથી લીંપીને આવરણ કરવામાં આવે છે. હવાની ગેરહાજરી તથા કહોવાણની ધીમી પ્રક્રિયા દરમ્યાન ઉષ્ણતામાન ઢગલા પદ્ધતિ કરતાં નીચું રહે છે. તેમ છતાં આ પદ્ધતિથી ધીમી કહોવાણ પ્રક્રિયાને લીધે કેટલાક ઝેરી પદાર્થો ઉત્પન થવાથી નીંદામણના બી અને રોગકારક જીવાણુંઓ નાશ પામે છે. આ પદ્ધતિમાં સેન્દ્રિય પદાર્થનું ભૌતિક પરિવર્તન ખાસ થતું નથી. છતાં તૈયાર થયેલ કમ્પોસ્ટનું વૈજ્ઞાનિક ધોરણે ગુણવત્તાનું માપ જયારે કાર્બન નાઈટ્રોજન રેશિયો ૨:૧ થાય તે ગણવામાં આવે છે. તેયાર ખાતર, લાંબા સમય સુધી પોષક તત્વોના કોઈપણ જાતના વ્યય વગર ખાડામાં રાખી શકાય છે.
આ પદ્ધતિમાં ૬ મીટર લાંબો, ૨ મીટર પહોળો અને ૧ મીટર ઊંડો (૧૫ થી ૨૦ ફૂટ લાંબો, પ થી ૬ ફૂટ પહોળો અને ૨.૫ થી ૩ ફુટ ઊંડો) ખાડો બનાવવામાં આવે છે. આ ખાડામાં તળિયે પ્રથમ એક ફૂટ સેન્દ્રિય કચરાનો થર કરવામાં આવે છે. ત્યારપછી તેની ઉપર છાણની સ્લરી પાણી સાથે અથવા માટી અને પાણીનો છંટકાવ કરવામાં આવે છે. દર એક ફૂટ સેન્દ્રિય કચરો ભરી, સ્લરી અથવા પાણી મિશ્રિત માટીનો છંટકાવ કરવામાં આવી છે. આમ ખાડો ત્રણ ફૂટ સુધી ભર્યા પછી છેલ્લે ઉપરની સપાટીને માટીથી લીંપી દેવામાં આવી છે. ત્રણ મહિના પછી આખા જથ્થાને શંકુ આકારના ઢગલામાં ફેરવવામાં આવે છે અને પાણી છાંટી ભીજવવામાં આવે છે. ત્યારપછી તેના ઉપર માટીનું કવર કરી દેવામાં આવે છે. બે માસ સુધી આમ રાખી મુકતાં કમ્પોસ્ટ તૈયાર થઈ જાય છે.
આ પદ્ધતિમાં ખેતરનું કચરું, ઢોરનું છાણ, પેશાબવાળી માટી, રાખ, છોડના પાંદડા, લીલો કચરો, સૂકુ ઘાસ, લીલો પડવાશ, કપાસ અને તુવેરનો કરાંઠી વગેરેનો ઉપયોગ થઈ શકે છે. કપાસની કરાંઠી જેવી કઠણ વસ્તુઓ હોય તો ગાડા કે ટ્રેકટર નીચે ચકડીને નાના નાના ટુકડાઓ કરી નાખવા. કમ્પોસ્ટના ખાડામાં આવી કઠણ વસ્તુઓનો ૧૦ ટકા કરતાં વધુ જથ્થો ન હોવો જોઈએ. જો કેળના પાણીવાળા થડ હોય તો એક બે દિવસ સુકવી કટકા કર્યા બાદ ઉપયોગ કરવો.
આ પદ્ધતિમાં એક મીટર ઊંડો અને ૨ થી ૩ મીટર પહોળો તેમજ ૮ થી ૧૦ મીટર લંબાઈનો ખાડો બનાવવો. બે ખાડા વચ્ચે થોડું અંતર રાખવું જરૂરી છે. જેથી કચરાની ફેરવણી કરવા જગ્યા મળે. ખાડામાં ઉપર જણાવ્યા મુજબનો કચરો પાથરવો જેનો ૨૫ થી ૩૦ સે.મી. નો થર કરવો. ઉપર છાણ માટીનો રગડો કરી છંટકાવ કરવો અને જરૂરી પાણીનો જથ્થો છાંટી ભેજ રાખવો. આવી રીતે થર કરી જમીનથી ૬0 થી ૯૦ સે.મી. ઊંચાઈ સુધી ખાડો ભરી દેવો.
આ પદ્ધતિમાં ખાડાના કચરાને ત્રણ વખત ઉપર નીચે કરી ફેરવવાનો રહે છે. દરેક ફેરવણી વખતે ૪ થી ૫ કિ.ગ્રા. જૂનું કહોવાયેલું ખાતર ભભરાવવાનું રહે છે. ત્રીજી ફેરવણી વખતે ઢગલો ખાડાની બહાર કરવાનો કરવાનો રહે છે. દર ફેરવણીએ જરૂરી ભેજ જાળવવા પાણી છાંટવું જરૂરી છે. આવી રીતે બનાવેલ ખાતર ૩ થી ૪ માસમાં તૈયાર થઈ જાય છે.
આ પદ્ધતિમાં ખાડામાં સૌ પ્રથમ ૨૫ સે.મી.માં સૂકા કચરાનો જાડો થર કરવામાં આવે છે. તેના ઉપર છાણની રબડીનો છંટકાવ કરી ભીંજવવામાં આવે છે. ખાડામાં પોણો મીટર સુધી ઉપર મુજબ ૨૫ સે.મી. ના થર કરવામાં છે. દરેક થર પછી છાણની રબડીનો છંટકાવ કરવામાં આવે છે. આ રીતે ખાડો ભરી દીધા પછી ૧૫ દિવસ સુધી રાખી મુકવામાં આવે છે અને ત્યારબાદ તેને ઉથલાવી ફેરવવામાં આવે છે. તે પછી ઉપરની સપાટી માટીથી લીંપી દેવામાં આવે છે. પાંચ માસ સુધી આ રીતે રાખી મુકવાથી કમ્પોસ્ટ તૈયાર થઈ જાય છે.
આ પદ્ધતિમાં ખાડામાં એક ફૂટ સુધી સેન્દ્રિય કચરામાં ૧૦ કિ.ગ્રા. છાણ ૨.૫ થી ૫ લિટર પાણી અને અડધાથી એક કિ.ગ્રા. હાડકાંનો ભૂકો મિશ્ર કરીને થર કરવામાં આવે છે. આ રીતે એક મીટરની ઊંચાઈ સુધી થર કરીને ખાડાને ભરવામાં આવે છે. છેલ્લે ઉપરની સપાટી માટીથી લીંપી લેવામાં આવે છે અને ૮ થી ૧૦ અઠવાડિયા સુધી રાખી મુકવામાં આવે છે ત્યારબાદ લીંપેલી માટી સાથે જથ્થાને ફેરવવામાં આવે છે. અને લંબચોરસ ઢગલો કરી પાણીનો છંટકાવ કરવામાં આવે છે તથા કમ્પોસ્ટનો ઉપયોગ કરવા સુધી રાખી મુકવામાં આવે છે.
કોઈમ્બતુર પદ્ધતિમાં સેન્દ્રિય કચરાના કહોવાણની શરૂઆત હવાની ગેરહાજરીની પરિસ્થિતિમાં થાય છે અને તે પછી હવાની અવરજવર હેઠળ કહોવાણ થતું હોય છે. જયારે બેગ્લોર પદ્ધતિમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ હોય છે. બેંગ્લોર પદ્ધતિમાં ઈન્દોર કે કોઈમ્બતુર પદ્ધતિ જેટલું સેન્દ્રિય કચરાનું કહોવાણ સંપૂર્ણ થતું ન હોવાથી જથ્થાની દ્રષ્ટિએ વધારે રહે છે.
ઉપરોકત દરેક પદ્ધતિમાં ખાડામાં સેન્દ્રિય કચરો ભરતી વખતે સેન્દ્રિય કચરાના કહોવાણ માટે જૈવિક કલ્ચર (સેલ્યુલોઝ ડીકમ્પોઝર પેસીલોયામસીસ ફુસીસ્પોરસ) પ૦ ગ્રામ પ્રતિ ટન સેન્દ્રિય કચરાએ તથા ફોસ્ફરસ સોલ્યુબિલાઈઝીંગ બેકટેરીયા (પી. એસ બી.) જેવા કે એસ્પરર્જીલસ અવામોરી, પેનિસિલિયમ ડીજીટેટમ, બેસિલસ પોલીમુક્સા અને ફ્યુડોમોનાસ સ્ટ્રીટાનું જૈવિક કલ્ચર પSO ગ્રામ પ્રતિ ટેનના હિસાબે ઉમેરવાથી કહોવાણની પ્રક્રિયા ઝડપી થાય છે તથા કમ્પોસ્ટની ગુણવત્તા વધે છે.
કમ્પોસ્ટ બનાવવા જે સેન્દ્રિય કચરો વાપરવામાં આવે છે તે પોષક તત્વોની રીતે ઉતરતી કક્ષાનો હોય છે. આથી, આમાંથી જે કમ્પોસ્ટ બનાવવામાં આવે છે તે પાક ઉત્પાદન વધારવા માટે વધારે જથ્થામાં વાપરવું પડે કારણ કે તેમાં ૧.પ% થી વધારે નાઈટ્રોજન હોતો નથી. આથી છોડના સામાન્ય વિકાસ માટે કમ્પોસ્ટનો કાર્બન નાઈટ્રોજન રેશિયો ૧૦:૧ થી ઓછો હોવો જોઈએ. આવા કમ્પોસ્ટમાં ૨.૫થી વધારે નાઈટ્રોજન હોવો જોઈએ. સેન્દ્રિય પદાર્થનો કાર્બન નાઈટ્રોજન રેશિયો સેન્દ્રિય પદાર્થ સાથે કમ્પોસ્ટીંગ દરમ્યાન યુરિયા અથવા એમોનિયમ સલ્ફટ દ્વારા નાઈટ્રોજન ઉમેરી કાર્બનનું પ્રમાણ ઘટાડયા સિવાય નાઈટ્રોજનનું પ્રમાણ વધારી શકાય.
આ પદ્ધતિમાં ઓછામાં ઓછા છાણ દ્વારા વધુને વધુ પ્રમાણમાં ખાતર બનાવવામાં આવે છે. ૩ મીટર લાંબો, ૨ મીટર પહોળો, અને ૧ મીટર ઊંચાઈની લંબચોરસ ટાંકી માટી અને ઈંટોનો જોડાણથી બનાવવામાં આવે છે. બે ઈંટોના દરેક જોડા પછી ત્રીજી ઘટના દરેક જોડાણ વખતે ૮ ઈંચનું છિદ્ર રાખી જોડાણ કરવામાં આવે છે.
સામગ્રી : ૧0 કિલો છાણ, ૧૫00 લિટર પાણી, ૧૩૫૦ કિલો જેટલો વનસ્પતિજન્ય કચરો, સૂકા પાંદડા, ઘાસ, ઢોરનું ઓગાટ, મગ, મઠ, શણનો લીલો પડવાશ, ઘાસચારાના મૂળીયા, જડીયા, શાકભાજીનો કચરો વગેરે.
લીંપણ : ટાંકીનું તળિયું તથા અંદરની દિવાલ છાણથી લીંપવી.
ત્યારબાદ ૪૫ સે.મી.ની ઊંચાઈ સુધી છાપરા આકારનો ઢાળ થાય તે રીતે પ્રક્રિયા પૂરી કરવી અને તેના ઉપર ૨00 કિ.ગ્રા. જેટલી માટી આ છાપરા જેવા ઢાળ ઉપર પાથરવી અને તેને છાણથી લીપવી.
આ રીતે ભરેલી ટાંકીને ૯૦ દિવસ પછી ખોલવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા અને સમય દરમ્યાન ખાતરની સામગ્રીમાં ભેજની સતત જાળવણી માટે ટાંકી ઉપર અને આજુબાજુ પાણીનો નિયમિત છંટકાવ કરવામાં આવે છે જેથી અંદરનો ભેજ જળવાઈ રહે. ટાંકીમાંથી ૯૦ દિવસ બાદ કાઢેલા આ ખાતરને રૂપ મેસની જાળીથી ચાળી નાખી યોગ્ય કદની થેલીમાં ભરી દેવું.
આ રીતે એક ટાંકીમાંથી ત્રણ ટન જેટલું તૈયાર ખાતર નીકળશે. ખાતરમાંથી ચાળણ તરીકે નીકળેલા કચરાને બીજી ટાંકી ભરતી વખતે ઉપયોગમાં લઈ શકાય, ભેજ જળવાઈ રહે તે રીતે ખાતરનો છાંયડામાં સંગ્રહ કરવો.
આમ, એક વર્ષમાં એ ટાંકીમાંથી ત્રણ વખત ટાંકી ભરાવાથી આશરે ૧૦ ટન જેટલું ખાતર પ્રાપ્ત થાય છે. જરૂરિયાત અને અનુકુળતા પ્રમાણે અને પશુધનને લક્ષમાં લઈ ટાંકીની સંખ્યાઓ નકકી કરી શકાય છે.
આ પદ્ધતિ ૧ મીટર ઊંચી, ૨૩ સે.મી. જાડી અને ૨૨ સે.મી. X ૧૦ સે.મી ની સાઈઝના ૪૦ કાણાવાળી એકબીજાથી ૩૦ સે.મી. દૂર એવી ઈંટોની બે દિવાલ ૩ મીટર X ૨ મીટરના ખાડામાં મધ્યભાગમાં બનાવવામાં આવે છે. એક મીટર ઊંચી અને ૭૦ થી ૧0 સે.મી. દુર એવી ૪૦ કાણાવાળી બે ચીમની બનાવવામાં આવે છે. ત્યારબાદ, બે | દિવાલો વચ્ચેની જગ્યા અને કાણા પુરાય નહીં તે રીતે ખાડામાં સેન્દ્રિય કચરાના થર બનાવવામાં આવે છે. ખાડો ભરાઈ જાય એટલે ખાડાને છાણ અને માટીથી બંધ કરી દેવામાં આવે છે. ચીમનીના મોં અને દિવાલો પણ લાકડી અને પરાળથી ઢાંકીને છાણ માટીથી બંધ કરવામાં આવે છે. એક મહિના પછી ચીમનીના મોં અને દિવાલોને ખુલ્લી કરવામાં આવે છે. એવી રીતે ત્રણથી ચાર મહિનામાં સેન્દ્રિય ખાતર તૈયાર થાય છે.
આ પદ્ધતિમાં ૯૦ સે.મી. ઊંચા અને 0 સે.મી. પહોળા પીપનો ઉપયોગ કરવામાં આવે છે. તળિયે છોડની ડાળી, પરાળ, છાલ, રાડા વગેરેનો ૨૦ સે.મી.નો થર બનાવવામાં આવે છે. તેની ઉપર બીજા પૂર્તિ પદાર્થો જેવા કે ચૂનો, નીંદામણના છોડ, રાખ વગેરેનો ૧૫ સે.મી. નો બીજો થર બનાવવામાં આવે છે. ત્રીજો પ સે.મી.નો થર છાણ કે અન્ય રેસાવાળા પદાર્થોનો બનાવવામાં આવે છે. ચોથો થર ૨૦ સે. મી.નો લીલા પદાર્થો જેવા કે પાંદડા, રસોડાની શાકભાજીની વસ્તુઓ વગેરેનો બનાવવામાં આવે છે.પાંચમો થર ૧૦ સે.મી.નો ભીના પરાળનો બનાવવામાં આવે છે. છઠ્ઠો થર ૧૦ સે.મી.નો માટીનો થર બનાવવામાં આવે છે અને છેલ્લે પીપને ૧૦ સે.મી.ની જાડાઈના પ્લાસ્ટિક કવરથી ઢાંકી દેવામાં આવે છે.
આ પદ્ધતિમાં એક એક મીટરની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની જાળીને ચાર ઊભા થાંભલાની મદદથી જમીન ઉપર ચોરસ પીપ જેવી રચના બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં પ્રાપ્ય સેન્દ્રિય કચરાના જુદા જુદા પર બનાવવામાં આવે છે અને છેલ્લે માટી કે છાણથી લીપી દેવામાં આવે છે.
ઉચ્ચ ગુણવત્તાવાળું વર્મિકમ્પોસ્ટ બનાવવા પાકના અવશેષો, નીંદામણ, વૃક્ષોના પાંદડા, ખેત ઉદ્યોગનો આડપેદાશો, નકામો કચરો વગેરેને સંકલિત કરી અળસિયાના ઉપયોગથી ઓછા ખર્ચ અને ઘર આંગણે સાદુ કમ્પોસ્ટ બનાવી શકાય છે.
આ પ્રકારના અળસિયા ઈસીનીયા ફીટોડીયા અને ઈઝીલસ ઈજેનીયાનો કમ્પોસ્ટ બનાવવા માટે ઉપયોગ થાય છે.
અળસિયા નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવે છે. મુખ્ય અળસિયા દર ૧૫ થી ૩૦ દિવસે સમૂહમાં ઈંડા મુકે છે જેને કકુન કહે છે. તેમાંથી બચ્ચા તૈયાર થાય છે. અળસિયાનું આયુષ્ય ૮ થી ૧૦ માસનું હોય છે. પુષ્ક અળસિયાનું વજન આશરે એક ગ્રામ હોય છે. અળસિયાને ઊંધ કે આરામ નથી. જન્મે ત્યારથી સતત માટી સેન્દ્રિય પદાર્થો ખાય છે દરેક અળસિયું એક દિવસમાં પોતાના શરીરના વજન કરતા દોઢ થી બે ગણી માટી ખાય છે અને હગાર બહાર કાઢે છે. આ હગાર હયુમસ સ્વરૂપે હોય છે. જેમાં સામાન્ય જમીન કરતા પાંચથી દસ ગણા લભ્ય પોષક તત્વો હોય છે. ઉપરાંત, કાર્બોદિત રસાયણોની ઉત્પત્તિથી સૂક્ષ્મ તત્વોની લભ્યતામાં વધારો થાય છે અને છોડને જલ્દી પ્રાપ્ત થાય છે. અળસિયાથી બનાવેલ ખાતરને વર્મિકમ્પોસ્ટ કહે છે.
સ્થળની પસંદગી : સ્થળની પસંદગી એવી રીતે કરવી કે જયાં આજુબાજુ કાચા સામાનની ઉપલબ્ધતા સારી હોય અથવા નજીકમાં ફળ, શાકભાજી અને ફૂલોને લગતી બનાવટોની કોઈ ફેકટરી હોય તો આપણને સરળતાથી તેમાંથી નકામો કચરો મળી શકે તેવી ફેકટરીઓની નજીક જગ્યાની પસંદગી કરવી જોઈએ જમીનની સપાટીએથી ઊંચી, પાણી ન ભરાય તેવી તથા અન્ય જીવોથી સુરક્ષિત હોય તેવી જગ્યા પસંદગી કરવી.
સમગ્ર યુનિટ પર છેલ્લે નાળિયેર કે પાકનું પાન ઢાંકી દેવું જેથી અળસિયાને પક્ષીઓ ખાય નહીં તેમ જ અંદરનું ઉષ્ણતામાન માફકસરનું રહે. જો નાળિયેરનું પાન ન મળે તો કંતાન ઢાંકવું પરંતુ પ્લાસ્ટિકનું ઢાંકણ હરગીજ ન વાપરવું કારણ કે તે ગરમી પકડી રાખે છે. દરરોજ પાણીનો હળવો માફકસર છંટકાવ કરવો. ગરમીના દિવસોમાં બે વખત છંટકાવ કરવો.
૧ |
|
ભીજવેલ શણના કોથળા
|
૨ |
|
ગોરાડું માટીનો આછો થર
|
૩ |
|
શાકભાજીના અવશેષો, પાક, નીંદામણ, વૃક્ષ, કુપના લીલા. અવશેષોનું છાણની રબડી સાથે મિશ્રણ
|
૪ |
|
અળસિયાનું રોપણ, છાણ, ગોબરગેસની રબડી, અધી કોવાયેલ કમ્પોસ્ટ, સ્લજ, મરઘા-બતકાંનું ખાતર, પશુઓનું મૂત્ર |
૫ |
|
વિઘટન અવરોધક વત્તા અવશેષો, ઘાસ, ધાન્યપાકના પર્ણો, શેરડીની પતરી
|
૬ |
|
વર્મિબેડ, સારી ગોરાડુ માટીનો થર
|
૭ |
|
ભાંગેલી ઈંટો તથા રેતીનો થર
|
અળસિયાને જીવવા માટે ભેજની જરૂરિયાત છે. નહી કે પાણીની. પાણી ઓછું દપડે કે ભરાઈ શકે તો અળસિયા મરી જાય છે કે નાસી જાય છે. આથી યોગ્ય માત્રામાં ભેજ તથા ૨૫ થી ૩૦° સે. ઉષ્ણતામાન જાળવવાથી અળસિયા મહત્તમ રીતે કાર્ય કરી શકશે. જરૂરીયાત મુજબ અર્ધ કહોવાયેલ કેમ્પોસ્ટ લીલા અવશેષો વગેરે ઉમેરતાં રહેવું અને મિશ્ર કરતાં રહેવું.
આશરે ૪૫ થી ૫૦ દિવસે યુનિટની ઉપર ઘાટા ભુખરા રંગનો જોરું જેવો દાણાદાર પાઉડર જોવા મળશે. ધીરે ધીરે આખી બેડ આવા પાઉડરથી તૈયાર થશે. આ વખતે ચાર પાંચ દિવસ સુધી પાણી બંધ કરવું જેથી અળસિયા વર્મિબેડમાં નીચે જતાં રહેશે. ઉપરના થરના દાણાદાર પાઉડર હળવા હાથે વર્મિબેડને અડચણ કર્યા વગર અલગ કરો. શંકુ આકારનો ઢગલો કરો જેથી સાથે આવેલ અળસિયા નીચેના ભાગમાં જમા થશે જે જુદા તારવી ફરી વખત ઉપયોગમાં લેવા. એકઠા કરેલ પાઉડરના જથ્થાને છાંયાવાળી જગ્યાએ આશરે ૧૨ કલાકે રાખો, જરૂર જણાય તો કમ્પોસ્ટ ૨.૦ થી ૨.૫ મિ.મી.ના કાણાવાળી ચારણીથી ચાળીને પૅક કરી શકાય.
“ખેડ ખાતરને પાણી, અનાજને લાવે પાણી” આ ઉકિત સફળ ખેતીનો પાયો છે. જેમાં ખેડ એ પ્રક્રિયા છે. જયારે ખાતર અને દવા એ ઉત્પાદન સામગ્રી જે ઉત્પાદનની ગુણવત્તા અને જથ્થા ઉપર સીધી અસર કરે છે. પરંતુ, વર્તમાન સમયમાં ખેતીના પાકોમાં અસાધારણ રીતે રાસાયણિક ખાતરો અને બેફામ રીતે જંતુનાશક દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. આમ, વધુ ઉત્પાદન મેળવવા માટે સરળ અને ટૂંકા ઉપાય અપનાવવાના કારણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અવશેષો ખાદ્ય પાકો, ફળો, શાકભાજી | મારફત આપણા શરીરમાં જાય છે અને સ્વારથ્ય ઉપર ગંભીર અસરો કરે છે. ટૂંકમાં કહીએ તો પ્રદૂષિત ખોરાકના કારણે જીવ માત્રની આધિ, વ્યાધિ,/ ઉપાધિ વધે જ છે જેથી કરીને આવા બધા જ પ્રશ્નોના નિરાકરણ માટે સેન્દ્રિય ખેતી એ અંતિમ એ સચોટ ઉપાય છે.
સ્ત્રોત : ડૉ. એમ.વી.પટેલ, એગ્રોનોમી વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી
કૃષિ ગોવિદ્યા , ડિસેમ્બર – ૨૦૧૪ વર્ષ : ૬૭ અંક : ૮ સળંગ અંક : ૮૦૦
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020