જમીનનો નમૂનો લેવા માટે જમીન ઉપર ઘાસ જડયા, કચરું, મોટા કાંકરા વગેરે દૂર કરવા. કોદાળી કે ખુરપીથી / અંગ્રેજી આકારનો ૨૫ સે.મી. ઊંડો ખાડો કરવો. ખાડાની એક બાજુએથી ર થી ૩ સે.મી. જાડાઈનો થર આકૃતિ-૨ મુજબ જમીનના નમૂના માટે લેવો.
આકૃતિ-૧ મુજબ ૮ થી ૧૦ જગ્યાએથી આકૃતિ-૨ મુજબ કોદાળી ખુરપીની મદદથી જમીનનો નમૂનો લઈ માટીને ભેગી કરી મિશ્રિત કરો. ત્યારબાદ ચાર માગ કરી છે સામસામેના ભાગ કરી કરો. ફરી મિશ્ર કરી એકસરખી પાથરી ચાર ભાગ અને ફરીવાર સામસામેના ભાગ દૂર કરો. આમ સુધી છેલ્લે એક કિલો માટી રહે ત્યા સુધી આ પ્રક્રિયા કરો અને જમીનનો નમૂનો તૈયાર કરો. સામાન્ય રીતે બે હેકટર, વિસ્તારમાંથી ૨૦ થી ૨૨ વખત નમૂના લઈ એક નમૂનો તૈયાર કરવો જોઈએ.
જમીનનો નમૂનો સિંચાઈ માટેના ઢાળિયા, ખાતર આપેલ ચાસ, ખાતરનો ખાડો, વાડ, ઝાડ નીચેની જગ્યા, શેઢા તથા રસ્તા પાસેથી કયારેય લેવો નહી. શિયાળા પાક લીધા બાદ ખેડ કરી ઉનાળામાં સેન્દ્રિય અને રાસાયણિક ખાતર આપતા પહેલા જમીનનો નમૂનો લઈ ચકાસણી માટે રાખવો.
જમીનનો નમૂના કાપડ કે પોલીથીલીનની મજૂબતકોથળીમાં ભરી નીચેના નમૂના મુજબ છે નલમાં જમીન ચકાસણી ફોર્મ તૈયાર કરી એક નકલ જમીનના નમૂના સાથે લેબોરેટરીમાં મોકલાવવી. જમીનના નમૂનાની કોથળી પર ખેડૂતનું નામ, ગામ, તાલુકો, જીલ્લો, સર્વે નંબર અને લેવામાં આવેલ પાકનું નામ, નમૂનો લીધા તારીખ અવશ્ય લેખો.
જમીનના નમૂનાનું પૃથક્કરણ કરી જુદા જુદા ઘટકોના પ્રમાણની માત્રા કોઠા-૧ માં દેકાવ્યા મુજબ જમીનની કન્નો નકકી કરો.
કોઠો-૧: જમીનના પોષકતત્વોની માત્રાને આધારે ફળદ્રુપતાનું પ્રમાણ
ક્રમ |
ધટકની કિંમત
|
પોષકે તત્વોની માત્રા
|
||
ઓછી |
મધ્યમ |
પુરતી |
||
૧ |
પી.એચ .આંક |
૬.૫ થી ઓછી |
૬.૫ થી ૭.૬ |
૭.૬ થી વધારે |
૨ |
દ્રાવ્ય ક્ષારો |
૧ થી ઓછા સાધારણ |
૧ થી ૨ |
૨ થી વધારે નુકસાનકારક |
૩ |
સેન્દ્રીય કાર્બન |
૦ .૫ થી ઓછા |
૦.૫ થી ૦.૭૫ |
૦.૭૫ થી વધારે |
૪ |
નાઈટ્રોજન |
૨૫૦ થી ઓછો |
૨૫૧ થી ૫૦૦ |
૫૦૦ થી વધારે |
૫ |
ફોસ્ફરસ |
૨૮ થી ઓછો |
૨૭ થી ૫૬ |
૫૬ થી વધારે |
૬ |
પોટાશ |
૧૪૦ થી ઓછો |
૧૪૦ થી ૨૮૦ |
૨૮૦ થી વધારે |
૭ |
ગંધક |
૧૦ થી ઓછો |
૧૦ થી ૨૦ |
૨૦ થી વધારે |
૮ |
જસત |
૦.૫ થી ઓછો |
૦.૫ થી ૧.૦ |
૧.૦ થી વધારે |
૯ |
લોહ |
૫.૦ થી ઓછો |
૫ થી ૧૦ |
૧૦ થી વધારે |
૧૦ |
તાંબુ |
૦.૨ થી ઓછો |
૦.૨ થી ૦.૪ |
૦.૪ થી વધારે |
૧૧ |
મેગેનીજ |
૫.૦ થી ઓછો |
૫ થી ૧૦ |
૧૦ થી વધારે |
૧૨ |
બોરોન |
૦.૧ થી ઓછો |
૦.૧ થી ૦.૫ |
૦.૫ થી વધારે |
13 |
મોલીબ્ડેનમ |
૦.૦૧ થી ઓછો |
૦.૦૫ થી ૦.૧ |
૦.૧ થી વધારે |
પોષક તત્વો ની માત્રા |
ખરેખર પોષક તત્વો ની માત્રા |
|
ઓછી |
૧૫૦-૯૦-૯૦ |
ના.ફો.પો ભલામણ કરતા દોઢગણું વધારે |
મધ્યમ |
૧૨૦-૬૦-૪૦ |
ના.ફો.પો ભલામણ મુજબ |
પુરતી |
૯૦-૪૫-૩૦ |
ના.ફો.પો ભલામણ કરતા ૨૫ %ઓછુ |
આવી જ રીતે ગૌણ પોષક તત્વો પર આપવા જોઈએ. કોઈપણ પાકને એકમ વિસ્તારમાં સમતોલ પ્રમારામાં પોષક તત્વો આપવામાં આવે તો તે પાકનું વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
જમીન અને પાણીના નમૂનાનું પૃથક્કરણ જે તે જીલ્લાની જમીન પૃથક્કરણ પ્રયોગશાળા, એ.પી. એમ.સી. (ગંજબજાર માર્કેટયાર્ડ), જી.એસ.એફં.સી., જી.એન.એ. સી., ક્રિભકે, ઈફકે, કૃષિ કોલેજના કૃષિ રસાયરા અને જમીન વિજ્ઞાન વિભાગમાં કરવામાં આવે
સ્ત્રોત : ડીસેમ્બર-૨૦૧૫, વર્ષ :૬૮, સળંગ અંક :૮૧૨, કૃષિ ગોવિદ્યા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020