অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફોસ્ફરસ

ફોસ્ફરસની ઉણપના સામાન્ય ચિન્હો

  • ફોસ્ફરસની ઉણપ સામાન્ય રીતે છોડના સૌ પ્રથમ જૂના પર્ણોમાં જોવા મળે છે.
  • ફોસ્ફરસની ઉણપથી છોડના પર્ણો જાંબલી કે રતાશ પડતા થઇ જાય છે અને છોડનો સંપૂર્ણ વિકાસ રુંધાઇ જાય છે.
  • ધાન્ય પાકોમાં ફૂટની સંખ્યામાં ઘટાડો થાય છે.
  • પાકની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થાય છે.
  • ઘણા પાકોમાં વિષમ પરિસ્થીતી જેવી કે જમીનનું ઠંડુ પડી જવું, જમીનનો ભેજ વધી જવો કે જમીન કઠણ થઇ જવી વગેરેમાં છોડના મૂળનો વિકાસ અટકી જાય છે.

ઘઉમાં ફોસ્ફરસની ઉણપના ચિન્હો

  • ઘઉમાં ફોસ્ફરસની ઉણપથી છોડની વૃદ્ધિ ઓછી થાય છે અને ફુટની સંખ્યામાં ઘટાડો થાય છે.
  • ઘઉમાં ફોસ્ફરસની ઉણપથી પાકવાના દિવસો વધી જાય છે અને ઉત્પાદન ઓછું મળે છે.
  • ઘઉમાં ફોસ્ફરસની ઉણપથી છોડની રોગ પ્રતિકારક શકિત ઓછી થઇ જાય છે.

મકાઇમાં ફોસ્ફરસની ઉણપના ચિન્હો

  • મકાઇમાં ફોસ્ફરસની ઉણપથી છોડના પર્ણો જાંબલી કે રતાશ પડતા ઘેરા રંગના થઇ જાય છે.
  • પાકની શરુઆતની અવસ્થામાં વિશેષ પ્રમાણમાં ઉણપ વર્તાય છે.
  • છોડનો સમગ્ર રીતે વૃદ્ધિમાં ઘટાડો થાય છે જે પાકની સંપૂર્ણ અવસ્થા દરમ્યાન રહે છે, પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

કપાસમાં ફોસ્ફરસના કાર્યો

  • છોડમાં જીંડવા વહેલા બેસવા અને છોડને ઝડપથી પરીપક્વ કરવું.
  • મુળ અને ડાળમાં જુસ્સાદાર વૃદ્ધિ પ્રેરવી.

કપાસમાં ફોસ્ફરસની ઉણપના ચિન્હો

  • કપાસમાં ફોસ્ફરસની ઉણપથી છોડના પર્ણો જાંબલી કે રતાશ પડતા ઘેરા રંગના થઇ જાય છે અને છોડનો સંપૂર્ણ વિકાસ રુંધાઇ જાય છે.
  • કપાસમાં ફોસ્ફરસની ઉણપથી ફાલ મોડો બેસે છે.
  • કપાસમાં ફોસ્ફરસની ઉણપથી છોડની જીંડવા ધારણશકિત ઓછી થઇ જાય છે.
  • કપાસમાં ફોસ્ફરસની ઉણપથી પર્ણો વહેલા ઘરડા થઇ જાય છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate