অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એગ્રીકલ્ચર બુક

એગ્રીકલ્ચર બુક

ઘઉંની તજજ્ઞતાઓ

આબોહવા, જમીન, જમીનની તેયારી અને વાવણી સમય

આબોહવા : ઘઉં એ દરેક પ્રકારની આબોહવામાં થતો પાક છે. ભારતમાં ઘઉંનો વિસ્તાર મુખ્યત્વે સબટ્રોપિકલ પ્રદેશમાં છે. ઠંડો ભેજવાળો અને શિયાળાનો સૂર્યપ્રકાશ ઘઉંના પાકને ઘણો અનુકુળ છે. ઘઉંના પાકની સારી વૃદ્ધિ અને વિકાસ માટે

સરેરાશ ૨૦ સે. થી ૨૫ સે. તાપમાન જરૂરી છે. જેમાં બિયારણનો ઉગાવો અને વિકાસ માટે ૨૦ સે. થી ૨૫ સે. તાપમાન અને દાણા ભરવાના સમયે ૨૩ સે. થી ૨૫ સે. તાપમાન સારું પરિણામ આપે છે. ફૂલ અને દુધિયા દાણા આવવાની

અવસ્થાએ અતિશય વધારે અને નીચું તાપમાન નુકશાનરૂપ બની રહે છે. વાદળિયું વધારે ભેજવાળું હવામાન અને નીચું તાપમાન ગેરૂ રોગ માટે કારણભૂત બની રહે છે.

જમીન : ભારતમાં ઘઉં દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. ગોરાડુ અને મધ્યમ કાળી જમીનમાં ઘઉંનો પાક સારો થાય છે. સારા નિતારવાળી અને મધ્યમ ભેજ સંગ્રહશક્તિવાળી જમીન એ ઘઉંના પાક માટે આદર્શ હોય છે. છિદ્રાળુ અને વધારે નિતારવાળી જમીન તેમજ ભારે જમીન ઘઉંને અનુકૂળ આવતી નથી.

જમીનની તેયારી: કોઈપણ પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે છોડની પૂરતી સંખ્યા જરૂરી | છે. છોડની પૂરતી સંખ્યા માટે બીજનો સારો ઉગાવો થવો જોઈએ. ચોમાસુ પાકની કાપણી પછી જમીનની પ્રત પ્રમાણે જમીનને લોખંડના હળથી ઉડી ખેડ કરી ચોમાસુ પાકના જડિયા વીણી લઈ ખેતરને સાફ કરવું. ત્યાર બાદ કરબની બે ખેડ કરી જમીન પાસાદાર બનાવવી. ચોમાસુ પાક વખતે છાણિયું ખાતર ન આપેલું હોય તો ૧૦-૧૫ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવું. જો ભામિક જમીન હોય તો ચોમાસામાં અવશ્ય ૧.૫ થી ૨ ટન જીપ્સમ આપવું જોઈએ. ઘઉં વાવતા પહેલાં ઓરવણનું પાણી આપી વરાપ થયે જમીન ઘઉં વાવવા માટે તેયાર કરવી.

વાવણી સમય :ઘઉંના ઉત્પાદનમાં વાવણી સમય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણા રાજ્યમાં શિયાળો ટૂંકો અને ઠંડીનું પ્રમાણ ઓછું રહે છે. આ સંજોગોમાં પ્રવર્તમાન પરિસ્થિતિનો મહત્તમ લાભ મેળવવા માટે સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી છે. વાવણી સમયને ધ્યાનમાં લેતા તેને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે.

  • વહેલી વાવણી : વહેલી વાવણી અોકટોબરના બીજા પખવાડીયાથી લઈને નવેમ્બરના પ્રથમ પખવાડીયા દરમ્યાન કરવામાં આવે છે. તે વખતે રાત્રી અને દિવસનું સરેરાસ ઉષ્ણતામાન ઉંચુ હોવાથી દાણાના ઉગાવા પર વિપરિત અસર થતી હોઈ છોડની સંખ્યા અને ફૂટની સંખ્યા ઓછી જોવા મળે છે. જેથી ઉત્પાદનમાં ૧૮-૨૦ ટકા ઘટાડો થાય છે એટલે વહેલું વાવેતર સલાહભર્યું નથી.
  • સમયસરની વાવણી: નવેમ્બરનો મધ્ય ભાગ એટલે કે ૧૫-૨૫ નવેમ્બર દરમ્યાન કરવામાં આવતી વાવણીને સમયસરની વાવણી કહેવામાં આવે છે. રાજ્યમાં પ્રવતમાન શિયાળાનો મહત્તમ લાભ ઉઠાવી, મહત્તમ ઘઉં ઉત્પાદન મેળવવા માટે ઘઉંની વાવણી માટેનો આ શ્રેષ્ઠ સમયગાળો છે. આ સમયે રાત્રી અને દિવસનું સરેરાશ ઉષ્ણતામાન ૨૫ સે. ની આસપાસ હોય છે. જે ઘઉંના છોડના ઉગાવા માટે ખૂબ જ અનુકૂળ હોય છે. આ ઉપરાંત આ સમયે વાવેતર કરવાથી ફૂટ સમયે અને દાણા ભરવા સમયે ઉષ્ણતામાન નીચું રહેતું હોવાથી પાકની વૃદ્ધિ સારી થાય છે અને મહત્તમ ઉત્પાદન મળે છે.
  • મોડી વાવણી:૨૫ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. મોડી વાવણી કરવાથી ફૂટની અને ઉંબીમાં દાણાની સંખ્યા ઘટાડાની સાથે દાણા ભરવા સમયે ઉંચા ઉષ્ણતામાનના કારણે દાણા પૂરતા પોષાતા નથી અને ચીમળાઈ જાય છે. જેના પરિણામે મોડી વાવણીમાં સમયસરની વાવણી કરતાં ઉત્પાદનમાં લગભગ ૧૮ ટકાનો ઘટાડો થાય છે. આમ, વાવણી સમય ઉત્પાદકતામાં અગત્યનો ભાગ ભજવે છે. ઉપરોક્ત ત્રણે વાવણી સમયને ધ્યાનમાં રાખી ઘઉંની ભલામણ કરેલ જાતની પસંદગી કરવી. ઓક્ટોબર ૨૫ પહેલાં અને ડિસેમ્બર ૧૦ પછી ઘઉંની વાવણી પોષણક્ષમ રહેતી નથી.

પ્રશ્ન : જમીનમાં ઝીંક અને લોહતત્વની ઉણપ હોય તો શું કરવું?

જમીન ચકાસણીના રીપોર્ટ આધારે જે જમીનમાં ઝીંક અને લોહતત્વની ઉણપ હોય તેવી જમીનમાં દર વર્ષે હેક્ટર દીઠ ૮ કિ.ગ્રા.ઝીંક સલ્ફટ અને ૧૫ કિ.ગ્રા. ફેરસ સ૯ફેટ વાવણી પહેલાં આપવું.

પ્રશ્ન :જમીનની તેયારી માટે સમય ના મળે તો શું કરવં?

સારા ઉત્પાદન માટે ઘઉંની વાવણી સમયસર થાય એ જરૂરી છે. જો વાવણી ૨૫ નવેમ્બર પછી થાય તો ઘઉંનું ઉત્પાદન ૩૦ કિલો/હે/દિવસ ઘટે છે. ડાંગર-ઘઉંની ફેરબદલી પદ્ધતિમાં ઘઉંની વાવણી જમીનની તેયારી, અનિશ્ચિત વરસાદ અને પરંપરાગત રીતથી કાપણીની પ્રક્રિયા વગેરેથી મોડું થાય છે. કોઈપણ પ્રકારની જમીન તેયારી વગર, ડાંગરની કાપણી પછી તરત ઘઉંની વાવણી ડિલરની મદદથી કરવામાં આવે છે. જેનાથી જમીનની તેયારી માટે થતા ખર્ચના રૂા.૨૦૦૦ થી ૨૫૦૦ પ્રતિ હેક્ટરે બચાવી શકાય છે.

પ્રશ્ન : કઈ કઈ પદ્ધતિથી વાવણી કરી શકાય ?

ખૂખીને વાવવું : બિયારણને પૂખીને ત્યારબાદ કરબ ફેરવીને બિયારણ પર માટીનું કવર કરી દેવું. આ પદ્ધતિમાં બિયારણ જમીનમાં સમાન રીતે વહેંચી શકાતું નથી અને તેનાથી બિયારણનો ઉગાવો ઓછો થાય છે અને ઉભા છોડ પણ અવ્યવસ્થિત થાય છે. બિયારણનો બગાડ વધારે થાય છે.

હળની પાછળ રહી હરોળમાં વાવવું : આ પદ્ધતિમાં બિયારણ હળની પાછળ ઉભા રહી હાથથી એક હરોળમાં નાંખવામાં આવે છે. આ પદ્ધતિ ખેડૂતોમાં વધારે પ્રચલિત છે. બિયારણ પ–૬ સે.મી. ઉંડે નાખવામાં આવે છે અને બિયારણનો ઉગાવો

ડ્રિલર : આ પદ્ધતિમાં ડ્રિલર મશીનથી વાવેતર કરવામાં આવે છે. આ મશીનના ઉપયોગ માટે જમીન લેવલવાળી અને ઢેફા અને નિંદામણ વગરની રાખવી જરૂરી બને છે. આ મશીનથી બિયારણ સરખી ઉંડાઈએ પડે છે. જેનાથી બિયારણનો ઉગાવો પણ સારો અને વ્યવસ્થિત મળે છે.

ડિબલિંગ : જ્યારે બિયારણ મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. લાકડાનું કે લોખંડથી બનેલું સાધન જેને મેખ બેસાડેલ હોય તેવા સાધનથી ખેતરમાં કાણું પાડી તેમાં એક કે બે બીજ હાથથી નાખી વાવેતર કરવામાં આવે છે.

ઘઉંની વિવધ જાતો અને બિયારણનો દર અને બીજ માવજત

વિવિધ જાત : ઘઉંની લગભગ ૩૧૪ જેટલી જાતો ભારતના જુદા જુદા વિસ્તારોમાં પ્રચલિત છે. ગુજરાત રાજ્યમાં ઘઉંની ત્રણ જાતો ઉગાડવામાં આવે છે.

  • ટ્રીટ્રીકમ એસ્ટીવમ (પિયત)
  • ટ્રીટ્રીકમ ડયુરમ (બિન પિયત)
  • ટ્રીટ્રીકમ ડાયકોકમ (પોપટીયા)

બિયારણનો દર અને બીજની માવજત: એક હેક્ટર પિયત ઘઉંની વાવણી માટે ૧૦૦ થી ૧૨૦ કિ.ગ્રા. બિયારણ વાપરવું. ઘઉંનો દાણો મધ્યમથી નાનો હોય તો ૧૦૦ કિ.ગ્રા. અને મોટા

હેક્ટરે ૫૦ કિ.ગ્રા. બિયારણ વાપરવું. ઉધઈના અસરકારક નિયંત્રણ માટે ૧ કિલો બિયારણ દીઠ ૪.૫ મી.લી. ક્લોરપાયરીફોસ ૨૦ ટકા ઈસીની માવજત || આપવી જોઈએ. દવા હમેશા રાત્રે આપવી. ૧૦૦ કિલો બિયારણમાં પૂરતો ભેજ સચવાય તે માટે પ લીટર પાણીમાં દવાનું મિશ્રણ બનાવી પછી જ પટ આપવો. પાકને ઉગસૂકના રોગથી બચાવવા માટે એક કિ.ગ્રા. બિયારણ દીઠ ૪ થી ૫ ગ્રામ થાયરમ કેમપ્ટાન દવાનો પટ આપવો.

બીજની વાવણી અને વાવણી અંતર : ઘઉં વાવણીમાં બે હાર વચ્ચે ૨૨.૫ સે.મી.નું અંતર રાખીને બિયારણ પ થી ૬ સે.મી. ઉંડે પડે તે રીતે કરવી. બિનપિયત ઘઉં માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી.નું અંતર રાખી વાવણી કરવી અને બીજ ભેજમાં પડે તે રીતે ઉંડે વાવવું. મોડી વાવણીના સંજોગોમાં ૧૮ સે.મી.નું અંતર રાખવું. જે વિસ્તારમાં વાવણી પહેલા જમીન સારી રીતે તેયાર કરી શકાય તેમ હોઈ ત્યાં પ્રથમ કોરોમાં વાવણી કરી પછી પિયત આપવું. આમ કરવાથી ઉગાવો પૂરેપૂરો મળે છે.

પ્રશ્ન: કઈ કઈ બીજની માવજત કરવી

રોગ નિયંત્રણ માટે બીજ માવજત

  • ૧ કિલો બિયારણ દીઠ ૩ થી ૪ ગ્રામ પારાયુક્ત દવા થાયરમ, કેપ્ટાન કે એમિસાનનો પટ આપવો.
  • અનાવૃત્ત અંગારીયાના નિયંત્રણ માટે ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૨.૫ થી ૩ ગ્રામ વાયટાવેક્ષ અથવા કાર્બેન્ડાઝીમ દવાનો પટ આપવો અથવા બીજને વાવતાં પહેલાં ઠંડા પાણીમાં ૪ કલાક પલાળવાં. ત્યારબાદ ગેલવેનાઈઝડ પતરાં ઉપર સૂર્યના તાપમાં બપોરના ૩ કલાક સુધી તપાવવાં. આવી રીતે બે વખત કરીને બિયારણ ઉપયોગમાં લઈ શકાય.

ઉધઈ નિયત્રણ માટે બીજ માવજત :જે વિસ્તારમાં ઘઉંના પાકમાં ઉધઈનો ઉપદ્રવ જોવા મળતો હોય ત્યાં ઘઉંને વાવતા પહેલાં વ૦૦ કિ.ગ્રા. બીજ દીઠ બાયફેન્ટીન ૨૦૦ મી.લી. પાંચ લીટર પાણીમાં ભેળવી બિયારણને પાકા ભોંયતળિયે અથવા પ્લાસ્ટીકના પાથરણામાં એક સરખી રીતે પાથરી દવાનું મિશ્રણ છાંટી, રબરના હાથમોજાં પહેરી બીજને બરાબર પટ આપી બીજા દિવસે વાવણી માટે ઉપયોગ કરવો.

રાસાયણિક ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ માટે બીજ માવજત : રાસાયણિક ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ માટે ઘઉં વાવતા પહેલાં બિયારણને જેવિક ખાતર (એઝોબેક્ટર અને પી.એસ.બી. કલ્યર દરેકના ૩૦ ગ્રામ/કિ.ગ્રા. બિયારણ)નો પટ આપી પાયાના ખાતરમાં નાઈટ્રોજનનો ૨૫ ટકા અને ફોસ્ફરસનો પ૦ ટકા બચાવ કરી શકાય છે.

પ્રશ્ન :સર્ટીફાઈડ બિયારણ અંગે માહિતી જણાવો : બ્રિડર એ એવા બિયારણ છે જે છોડ સંવધકના સીધા નિયંત્રણમાં ઉછેરવામાં આવે છે જેમાંથી ફાઉન્ડશન બિયારણ થાય છે. આ ફાઉન્ડશન બિયારણનો પ્રયોગ અને અખતરા કરીને ખેતીવાડી અને યુનિવર્સિટીના પ્રાયોગિક કેન્દ્રમાં ઉત્પન્ન કરવામાં આવે છે.

સર્ટીફાઈડ બિયારણ માટે ફાઉન્ડેશન બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પ્રગતિશીલ ખેડૂતો બિયારણને અમૂક ધારાધોરણ હેઠળ બિયારણ ઉત્પાદન પ્રક્રિયા કરી બિયારણ ઉત્પન્ન કરે છે અને બિયારણ સર્ટીફાઈડ એજન્સી આ બિયારણને સર્ટીફાઈ કરે છે જેથી તેને સર્ટીફાઈડ બિયારણ કહે છે.

પ્રશ્ન  જ્યારે બિયારણમાં ભેળસેળ લાગે અથવા ઉગવામાં નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોએ કોનો સંપર્ક કરવો જોઈએ?

જ્યારે વાણાવરણ અનુકૂળ હોય અને વાવણી બિયારણની જાતને અનુસરીને કરવામાં આવી હોય તો પણ બિયારણ ઉગવામાં નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોએ નાયબ ખેતી નિયામક, બિયારણ વિભાગ, કૃષિભવન, ગાંધીનગરનો સંપર્ક કરવો અથવા જે તે સ્થળના બિયારણ ઈન્સપેક્ટરનો સંપર્ક કરવો. જેમાં ખેડૂતોએ બિયારણ ખરીદેલ બિલ કે જે તે સાબિતિ બતાવવાની હોય છે.

પ્રશ્ન:  શું ખેડૂતો વાવતા પહેલાં બિયારણની ચકાસણી કરાવી શકે છે ?

હા, ખેડૂતો બીજ ઉત્પાદક બિયારણનો નમૂનો લઈને રાજ્ય બીજ ચકાસણી લેબોરેટરીમાં નજીવી ફી ભરીને ચકાસણી કરાવી શકે છે. તેમાં ઉગાવાનો દર, ભોતિક શુદ્ધતા, નિંદણના બિયારણની સંખ્યા વગેરે જાણી શકાય છે અને બીજ ઉત્પાદક આ માહિતીને બિયારણની થેલી પર લગાડી શકે છે.

પ્રશ્ન :બિયારણને લગતા બીજ ફાયદાની માહિતી જણાવો.

બિયારણ અધિનિયમ ૧૯૬૬ અનવયે,

  • ખરાબ બિયારણ વેચવા માટે સજા : (૧) રૂ. ૫૦૦ નો દંડ પ્રથમ વખત (૨) ૬ મહિનાની જેલ અને ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ બીજી વખત
  • બ્રાન્ડ વગરનું બિયારણ અથવા રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ વગરના બિયારણની આયાત, વેચાણ, સ્ટોક, સપ્લાય કરે તો રૂ. ૫,૦૦૦ થી ૨૦,૦૦૦ સુધીનો દંડ અને ૬ મહિનાની જેલ.
  • બિયારણના પેકીંગ ઉપર બિયારણની ભૌતિક શુદ્ધતા, ઉગાવો, નિંદામણના બિયારણના ટકા અને અન્ય ભેળસેળના ટકાનું લેબલ ન હોય અથવા ખોટી માહિતી આપવામાં આવી હોય તો પણ ઉપર મુજબ સજાને પાત્ર છે.
  • બિયારણ બનાવતી કપનીને કાયદેસરની પ્રક્રિયા બાદ તેમાં સંડોવાયેલા જવાબદાર અધિકારીઓને સજા થાય છે.

પોષણ વ્યવસ્થા

કૃષિ ક્ષેત્રે કુદરતી સ્ત્રોતોનું ખૂબ જ મહત્વ છે. પરંતુ વધુ ઉત્પાદન મેળવવાની લાલસા ખેડૂતોને વધુમાં વધુ રાસાયણિક CN Wad Wad CN Wad Wad

ખાતરો, રોગ જીવાતનાશકો અને નિંદણનાશકોનો વધુ ઉપયોગ કરવા પ્રેરિત કરે છે. પરિણામે જમીનમાં રહેલા ફાયદાકારક જીવાણુંઓ વગેરેને ખૂબ જ નુકશાન થાય છે. જેથી જમીનની ફળદ્રુપતા ઘટતી હોય છે. સાથે ઘનિષ્ઠ પાક આયોજનના કારણ પણ જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. એકર દીઠ વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે. આવી પરિસ્થિતિમાં જમીન અને પાકને જરૂરી પોષક તત્ત્વોનું સંકલિત વ્યવસ્થા દ્વારા આયોજન કરી જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી બને છે. સાથો સાથ વાતાવરણને દુષિત કયા સિવાય વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ માટે ખેડૂતોને નીચે જણાવેલ મુદ્દાઓ વધુ ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થશે.

આગોતરૂ આયોજન : સમયસરનું આયોજન ખેતીમાં ખૂબ જ મહત્વનું છે. શું કરવાનું છે, ક્યારે કરવાનું છે, શું શું જરૂરિયાત પડશે તે કેવી રીતે ક્યાંથી પૂરી થશે તે અંગેનું આગોતરૂ આયોજન કરી લેવું જરૂરી છે. જેથી પાકમાં બધા જ કાર્યો સમયસર થઈ શકશે. સમયસર લીધેલા પગલાંઓના પરિણામ સ્વરૂપે જમીનમાં જરૂરી તમામ પોષક તત્ત્વો જરૂરિયાત મુજબ વાપરી શકાશે.

જમીન અને પાણીની ચકાસણી: મોટાભાગે ખેડૂત મિત્રો જમીન અને પાણીની ચકાસણી કરાવતા નથી અથવા ચકાસણી કરાવી હોય તો તે મુજબ તેનો અમલ કરતા નથી. પરિણામે જમીનને જોઈતા પ્રકારના પોષક તત્ત્વો જરૂરી પ્રમાણમાં મળી શકતા નથી. તેના લીધે જમીનની ફળદ્રુપતા અને પાક ઉત્પાદનમાં ઘટાડો થાય છે. દા.ત. નાઈટ્રોજનયુક્ત ખાતરોનો વધુ પડતો વપરાશ રોગ જીવાતના ઉપદ્રવને વધારવાની સાથે સાથે જરૂરિયાત મુજબના પોષક તત્ત્વોની ઉપલબ્ધતા ઉપર પણ વિપરીત અસર કરતો હોય છે. જમીન અને પાણીની ચકાસણી કરાવીને પાક અને જમીનની જરૂરિયાત મુજબ પોષક તત્ત્વો વાપરવાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો નોંધાશે નહી અને વધુ ઉત્પાદન મેળવવા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

સામાન્ય રીતે જમીનમાં પોષક તત્વો જાળવી રાખવા કઈ કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ ?

પાક ફેરબદલી :જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા પાક ફેરબદલી એ મહત્વનો મુદ્દો છે. એક પાક વારંવાર લેવાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. સાથોસાથ તે પાકમાં રોગ-જીવાત પણ વધુ આવે છે. તેની સીધી અસર ઉત્પાદન ઉપર પડતી હોય છે.

લીલો પડવાશ:કૃષિમાં સજીવ ખેતીને અપનાવી જમીન અને વાતાવરણ બંનેની સાચવણી કરી શકાય તેમ છે. લીલો પડવાશ જમીનમાં કાબનિક પદાર્થ તથા પોષક તત્ત્વોની માત્રામાં વૃદ્ધિ કરે છે. લીલા પડવાશ માટે એવા પાકની પસંદગી કરવી જોઈએ કે જે ઓછી ફળદ્રુપતાવાળી જમીનમાં પણ વાતાવરણમાં રહેલ નાઈટ્રોજન સ્થિર કરવાની ક્ષમતા ધરાવતો હોય. વળી, એના મૂળમાં વધારે ગ્રંથિઓ હોવી જોઈએ કે જેથી વધારે જીવાણુંઓ તેમાં રહી શકે. લીલા પડવાશનો પાક ઝડપથી વૃદ્ધિ કરે તેવો પસંદ કરવો, જેથી સમયસર તેને જમીનમાં દાટી શકાય અને અન્ય ખાતરોનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવાની જરૂરિયાત પડશે.

સેન્દ્રિય ખાતરો :છાણિયું ખાતર અને કમ્પોસ્ટ ખાતર જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. સેન્દ્રિય ખાતરોના ઉપયોગથી જમીનની ભેતિક, રાસાયણિક પ્રક્રિયા અને જેવિક સ્થિતિમાં સુધારો થાય છે. હમેશા સારું કહોવાયેલું ખાતર વાપરવું જોઈએ. આવું ખાતર વાપરવાથી નાઈટ્રોજન, ફોસ્ફરસ તથા પોટાશની સાથો સાથ સૂક્ષ્મતત્ત્વો પણ મળતા હોય છે. આ પોષક તત્ત્વો પાકને ધીમે ધીમે મળતા હોય છે. તેથી તેની અસર લાંબા સમય સુધી ટકી શકે છે. આના ઉપયોગથી જમીનની પોષક તત્ત્વો લેવાની તથા પાણી રોકવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. આવા ખાતરો વાપરવાથી જમીનમાં રહેલા જીવાણુંઓને જોઈતા પ્રકારનું ભોજન મળી રહે છે. તેથી તેના જીવાણુંઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. લગભગ ૧૦ થી ૧૫ ટન સારું કહોવાયેલું છાણિયું ખાતર વાવણીના ચાર થી છ અઠવાડિયા પહેલાં આપવું.

જૈવિક ખાતરો : જીવાણુંયુક્ત ખાતરનો ઉપયોગ કરવાથી જમીનમાં ઉપયોગી જીવાણુંઓની વૃદ્ધિ થાય છે. આ જીવાણુંઓ પાકોના મૂળમાં ગાંઠો બનાવી વાતાવરણમાં રહેલા નાઈટ્રોજનને સ્થિર કરવાનું કામ કરે છે. આવા જીવાણુંયુક્ત ખાતરો અલગ અલગ નામોથી મળતા હોય છે. દા.ત. રાઈઝોબિયમ કઠોળ પાકો માટે એઝેટોબેક્ટર ધાન્ય પાકો જેવા કે ડાંગર, જુવાર, બાજરી, જવ, ઓટ વગેરે પાકો માટે એઝોસ્પાઈરીલમ બિન કઠોળ પાકો માટે (ડુંગળી, ડાંગર, કપાસ, શેરડી વગેરે પાકો) અને ફોસ્ફોબેક્ટીરિયમ (ફોસ્ફરસયુક્ત જીવાણું) ખાતર જમીનમાં ફોસ્ફરસની ઉપલબ્ધતાને વધારે છે. આ ખાતરના ઉપયોગથી નાઈટ્રોજનની સાથે સાથે જમીનની ફળદ્રુપતામાં સુધારો થાય છે. સંશોધનના પરિણામો સૂચવે છે કે આવા જીવાણુંયુક્ત વિવિધ ખાતરોના ઉપયોગથી ઉત્પાદનમાં ૨૦ થી ૨૫ ટકા સુધી વધારો થઈ શકે તેમ છે. સાથો સાથ આ જેવિક વનસ્પતિજન્ય પદાર્થો/ગ્રોથપ્રમોટરો) જેવા કે વનવૃદ્ધિ/એન.પી.બી. ટેકનોલોજી તેમજ ફોસ્ફરસ રીસર્ચ ઓર્ગેનિક મેન્યુઅલ/વમીંકમ્પોસ્ટ, સેન્દ્રિય ખાતરો, રોક ફોસ્ફરસ પણ વાપરી શકાય.

રાસાયણિક ખાતરોનો સંતુલિત વપરાશ : વધુ ઉત્પાદન મેળવવાની લાલસામાં ખેડૂતો વધુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા જોવા મળે છે. તેથી જમીનમાં રહેલ જીવાણુંઓને ખૂબ જ નુકશાન થાય છે. પરિણામે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને પાકને પોષકતત્ત્વો જરૂરી માત્રામાં મળી શકતા નથી. રાસાયણિક ખાતરનો ઉપયોગ જે તે પાકમાં ભલામણ મુજબ કરવો જોઈએ. જેથી જમીનની ફળદ્રુપતાને કોઈ આડઅસર થશે નહીં. એક સાથે વધુ જથ્થામાં રાસાયણિક ખાતરો વાપરવા જોઈએ નહીં. દા.ત. નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોને બે થી ત્રણ વખત વાપરવાથી તેનો લાભ વધારે થાય છે. ફોસ્ફરસ અને પોટાશ ખાતરો જમીનમાં સ્થિર થઈ જાય છે. તેથી તેનો ઉપયોગ વાવણી સમયે કરવો જોઈએ.

રાસાયણિક ખાતરો યોગ્ય પ્રમાણમાં આપવાથી જમીનમાં ખૂટતા પોષક દ્રવ્યોને પૂરા પાડી શકાય છે. ખાસ કરીને નાની જાતની વધારે ઉત્પાદન આપતી જાતો માટે રાસાયણિક ખાતરો ઉપયોગી બને છે.

પ૦ ક્વિનટલ ઘઉંના પાકના ઉત્પાદનથી ૧૦૦-૧૫૦ કિલો નાઈટ્રોજન, ૭૦-૮૦ કિલો ફોસ્ફરસ અને ૧૨૫ થી ૧૫૦ કિલો પોટાશ વપરાઈને જમીનમાંથી ઓછું થાય છે.

આપણી જમીન સાવત્રિક રીતે નાઈટ્રોજનની ઉણપ ધરાવે છે. પરંતુ ફોસ્ફરસ અને પોટાશમાં સ્થળે સ્થળે પરિસ્થિતિ જુદી જુદી હોય છે જે કુદરતી પોષણ તત્વો અને અગાઉ આપેલા ખાતરના ઈતિહાસ પર આધાર રાખે છે. જે તે જમીનની ચકાસણી બાદ ખાતર વાપરવાની ભલામણ છે.

જરૂરી પોષક તત્વોનો જરૂરી માત્રામાં વપરાશ : જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનની ચકાસણીના આધારે બધાં જ પોષક તત્વોનો સંતુલિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. કોઈપણ એક પોષક તત્વોનો વધારે ઉપયોગ કરવાથી પોષકતત્ત્વોની ઉપલબ્ધતામાં અસમાનતા ઉદભવતી હોય છે. તેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગે છે અને પાક પોષક તત્ત્વોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકતો નથી એટલે ખેડૂત મિત્રોએ મુખ્ય પોષક તત્ત્વો જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની સાથે સાથે ગેોણ પોષક તત્વો જેવા કે ઝીંક, બોરોન, કેલ્શીયમ, સ૯ફર, લોહતત્વો વગેરેનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં જમીનની ફળદ્રુપતા જાળવવા તથા વધુ ઉત્પાદન મેળવવા માટે સંકલિત પોષણ વ્યવસ્થા જમીન પૃથ્થકરણ મુજબ અપનાવવી જરૂરી છે.

પ્રશ્ન  ઘઉંમાં કઈ રીતે પાક ફેરબદલી કરવી જોઈએ ?

ગુજરાતમાં મુખ્યત્વે મગફળી-ઘઉં, મકાઈ-ઘઉં, ડાંગર-ઘઉં અને તુવેર-ઘઉં પાક પદ્ધતિ અપનાવવામાં આવે છે. બિનપિયત પરિસ્થિગિતિમાં પડતર પછી ઘઉં પાક લેવામાં આવે છે. ક્યારેક ઓછા સમયગાળાનો કઠોળ પાક લીધા પછી ઘઉં પાક લેવામાં આવે છે.

પ્રશ્ન  ઘઉં માટે પોષણ વ્યવસ્થા જાળવી રાખવા કઈ રીતે  અને જેટલા પ્રમાણમાં ખાતર આપવું?

ઘઉં પાકમાં જમીન તેયાર કરતી વખતે હેક્ટરે ૧૦ થી ૧૫ ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે હેક્ટરે ૬૦ કિલો નાઈટ્રોજન અને ૬૦ કિલો ફોસ્ફરસ તેમજ ૬૦ કિલો નાઈટ્રોજન વાવણી પછી ૨૧ દિવસે પાણી આપ્યા બાદ પૂર્તિ ખાતર  તરીકે આપવું

પ્રશ્ન જમીનમાં પોટાશની ઉણપ જણાય તો શું કરવું?

જમીનમાં પોટાશ અને સૂક્ષ્મતત્ત્વોનો ઉણપ જણાય તો જમીન ચકાસણી અહેવાલ મુજબ ખાતર આપવાં. જૂનાગઢ ખાતેના સંશોધનના પરિણામોને આધારે તારણ કાટેલ છે કે મધ્યમ કાળી ચુનાવાળી અને મધ્યમ પોટાશ ધરાવતી જમીનમાં મગફળી (ખરીફ)-ઘઉં(રવિ પાક પદ્ધતિમાં ઘઉંના પાકને હેક્ટરે ૩૦ કિલો પોટાશ (૧૫ કિલો પાયાના ખાતર તરીકે અને ૧૫ કિલો ૩૦ દિવસે) આપવાથી આશરે ૨૦ ટકા વધુ ઉત્પાદન મળે છે તેમજ તે પછીની સિઝનમાં મગફળીના પાક ઉત્પાદનમાં પણ ફાયદો નોંધાયેલ છે.

પ્રશ્ન જમીનમાં જસતની ઉણપ જણાય તો શું કરવું?

જસતની ઉણપ જણાય તો હેક્ટરે ૨૦ થી ૩૦ કિલો ઝીંક સલ્ફટ પાયાના ખાતર તરીકે વાવણી વખતે જમીનમાં આપવું. સરદાર કૃષિનગર ખાતે લેવામાં આવેલ અખતરાના પરિણામો પરથી જણાયેલ છે કે એઝેટોબેક્ટર અને ફોસ્ફોબેકટેરિયમ કલ્યરના વપ પેકેટ ઘઉંના ૧૨૦ કિલો બીજને પટ આપીને વાવેતર કરવાથી ૨૫ ટકા નાઈટ્રોજન અને પ૦ ટકા ફોસ્ફરસયુક્ત ખાતરની બચત કરી શકાય.

પ્રશ્ન બિનપિયત અને ક્ષારીય જમીનમાં શું કરવું?

બિનપિયત ઘઉંના વાવેતર વિસ્તારમાં હેક્ટરે ૨૦ કિલો નાઈટ્રોજન વાવણી સમયે જમીનમાં ઓરીને આપવું. ક્ષારયુક્ત યા ભામિક જમીનમાં જમીનની નિતારશક્તિ વધારવા માટે દર વર્ષે ચોમાસામાં હેક્ટરે એક ટન જીપ્સમ ઉમેરવું જોઈએ.

પ્રશ્ન  અલ્કલાઈન જમીન અને એસિડીક જમીન માટે શું કરવું?

અલ્કલાઈન માટે જીપ્સમથી જમીનની માવજત કરવી જ્યારે એસિડીક જમીનમાં ચૂનાથી જમીનમાં માવજત કરવી.

છોડને કયા કયા પોષક તત્વોની જરૂરિયાત હોય છે ?

છોડને પોતાના વિકાસ માટે લગભગ ૧૬ જેટલા જરૂરી તત્વોની જરૂરિયાત હોય છે. કાબન, હાઈડ્રોજન અને ઓક્સિજન એ કુદરતી રીતે છોડમાં રહેલા તત્ત્વો છે તેમજ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એ છોડ માટે પ્રાથમિક જરૂરિયાતના તત્વો છે. કેલ્શિયમ, મેગનેશિયમ અને સલફર એ છોડ માટે બીજા તબક્કાના જરૂરિયાતના તત્વો છે.

પ્રશ્ન પોષક તત્વોની ઉણપના લક્ષણો ક્યાં ક્યાં છે ?

છોડમાં આયન, ઝીંક, મેંગેનીઝ, કોપર, બોરોન, મોલિબન્ડેનમ અને ક્લોરિન આ તત્ત્વો ખૂબ જ ઓછા પ્રમાણમાં જરૂરી છે.

પોષક તત્વોની ઉણપના લક્ષણો કયા કયા છે ? છોડના નીચેના ભાગના પાન પીળા પડી જાય છે અને બાકીનો ભાગ ઓછો લીલો થઈ જાય છે.

મેગનેશિયમ : છોડનો વિકાસ ધીમો પડી જાય છે અને છોડનો રંગ આછો પીળો પડી જાય છે અને નવા પાન પર પીળા અને ઘાટા ટપકાં પડી જાય છે.

ફોસ્ફરસ: છોડના નાના પાન લાલાશ-જાંબલી રંગના થઈ જાય છે. પાંદડાની આગળનો ભાગ સૂકાઈ જાય છે અને જૂના પાંદડા કાળા પડી જાય છે. દાણાનું ઉત્પાદન ઘટી જાય છે.

પોટાશ : જૂના પાનની ધાર સૂકાઈ જાય છે અને પાંદડાની વચ્ચે આવેલ રેસાઓ પીળા પડી જાય છે. સલ્ફર : નવા પાંદડા આછા પીળા આવે છે અને છોડનો વિકાસ અટકી જાય છે. બોરોન : મૂળ અને થડનો વિકાસ ઓછો થાય છે. નવા ફણગાનો વિકાસ અટકીને રૂંધાઈ જાય છે. કોપર : વિકાસ રૂંધાય છે, પાંદડા સંકોચાઈને વળી જાય છે અને ખરી પડે છે.

મેંગેનીઝ : વિકાસ ધીમો પડે છે. નવા પાન આછા પીળા પડે છે અને પાંદડાના રેસામાં પીળાશ આવી જાય છે. કાળા અને સૂકા ટપકાં પડે છે. ફળ અને ફૂલ થતાં નથી. પાંદડા, શૂટ અને ફળ સાઈઝમાં નાના રહે છે.

મોલિબડેનમ : જૂના પાન પીળા પડે અને આખો છોડ આલો લીલો પડી જાય છે. પાંદડા સાંકડા થઈ સૂકાઈ જાય છે. ઝીંક : નવા પાંદડામાં રેસાની મધ્યો પીળાશ આવી જાય છે. પ્રશ્ન ખાતરનો ઓછો ઉપયોગ કરવા શું કરવું?

રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ માટે ઘઉં વાવતા પહેલાં બિયારણને જેવિક ખાતર જેવા કે એઝેબેક્ટર અને પી.એસ.બી. કલ્યર (દરેકના ૩૦ ગ્રામ / કિ.ગ્રા. બિયારણ) ની બીજ માવજત આપવાથી નાઈટ્રોજનનો ૨૫ ટકા અને ફોસ્ફરસનો પ૦ ટકા બચાવ કરી શકાય છે.

નાઈટ્રોજનયુક્ત ખાતરની કાર્યક્ષમતા વધારવા માટે નીમકોટેડ યુરિયા વાપરવું. યુરિયાને લીંબોળીના ખોળ અને અથવા માટી (૫:૧) સાથે મિશ્રણ કરીને આપવું અથવા લીંબોળીના તેલનો પટ આપવાથી પણ યુરિયાની કાર્યક્ષમતા વધારી શકાય છે. સંકલિત પોષણ વ્યવસ્થા અનવયે રાસયણિક ખાતરનો બચાવ કરતાં પ૦ ટકા નાઈટ્રોજન, છાણિયા ખાતર અને એરડાના ખોળ દ્વારા આપવો જોઈએ. અઝોલા (૪ ટકા નાઈટ્રોજન) પાયાના ખાતર તરીકે આપવાથી પ૦ ટકા નાઈટ્રોજનની બચત કરી શકાય છે. જે ખોળ કરતાં પણ સસ્તો પડે છે.

પ્રશ્ન જમીનમાં કયા કયા તત્ત્વોની ઉણપ હોઈ શકે અને તેને માટે કયું ખાતર કે માવજત આપવી ?

જમીન ચકાસણીના રિપોર્ટ આધારે જે જમીનમાં ઝીંક અને લોહતત્ત્વની ઉણપ હોય તેવી જમીનમાં દર વર્ષે ૮ કિ.ગ્રા. ઝીંક સ૯ફેટ અને ૧૫ કિ.ગ્રા. લોહતત્વ (ફેરસ સ૯ફેટ) વાવણી પહેલાં આપવું. સંજોગોવસાત જમીનમાં ઝીંક અને ફેરસ સ૯ફેટ આપી શકાયું ન હોય તો બજારમાં ઉપલબ્ધ સરકાર માન્ય માઈક્રોન્યુટ્રીએન્ટ ગ્રેડ-૪ નું એક ટકાનું દ્રાવણ ઉભા પાકમાં વાવણીના ૩૦, ૪૦ અને પ૦ દિવસે છાંટવાથી પાકની વૃદ્ધિ સારી થશે તેમજ ઉત્પાદનમાં ૧૧.૧૭ ટકા જેટલો વધારો થશે. સલ્ફરની ઉણપ માટે સુપર ફોસફેટ અથવા એમોનિયમસ૯ફેટ ખાતરની માવજત આપવી.

પ્રશ્ન જેવિક ખાતરનો ઉપયોગ કયારે અને કેવી રીતે કરવો ?

પિયત ઘઉંમાં નાઈટ્રોજન ખાતરની ભલામણ ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની છે. જેમાં એઝટોબેક્ટર/એઝોસ્પારયરીલમ બેકટેરીયા જે હવામાંથી તત્ત્વરૂપ નત્રવાયુનું સ્થિરીકરણ કરી જમીનમાં નાઈટ્રોજન ઉમેરે છે. જેથી નિયંત્રિત માવજન (કલ્યર ન આપેલ પ્લોટ) કરતાં ૮ થી ૧૦ ટકા ઉત્પાદન વધુ મળે છે.

ઘઉંના બીજને વાવતા પહેલાં પ્રવાહી જેવિક ખાતર એઝોસ્પારયરીલમ લીપોફેરમ (એએસએ-૧) ના કુલ ૧ લીટર પ્રવાહી કલ્યરને પાંચ લીટર પાણીમાં દ્રાવણ બનાવી (વ કિલો બીજ દીઠ ૧૦ ગ્રામ કલ્યાર) ૧૦૦ કિલો બીજને માવજત આપી છાંયામાં સૂકવી બીજે દિવસે વાવેતર કરવું જેનાથી હવામાંનું નાઈટ્રોજનનું સ્થિરીકરણ થઈ પાકને નાઈટ્રોજન ખાતર ઉપલબ્ધ થાય છે.

પિયત વ્યવસ્થા

ઘઉંના પ્રમાણસર વિકાસ માટે દરેક અવસ્થાએ પાણીનું અથવા ભેજનું પ્રમાણ જમીનમાં જરૂરી છે. ઘઉંના પાકની કટોકટીની અવસ્થાએ પાણીની ખેંચ ના પડે તેની કાળજી રાખવી.

કટોકટીની અવસ્થાએ :

મુકુટ મૂળ અવસ્થા : ઉભા પાકને પહેલું પિયત ૧૮ થી ૨૧ દિવસે આપવું જ્યારે નાની જાતની હાઈબ્રીડ જાતમાં ૨૦ થી ૨૫ દિવસે પિયત આપવું. પિયતમાં મોડું કરવાથી ફૂટમાં અસમાનતા, મૂળના વિકાસમાં ઘટાડો અને આખરે દાણા ભરાવા અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

ફૂટ અવસ્થા : ૩૫ થી ૪૦ દિવસે જ્યારે નાની જાતની હાઈબ્રીડ જાતમાં ૪૦ થી ૪૫ દિવસે પિયત આપવું. ગાભે આવવાની અવસ્થા : ૫૦ થી ૫૫ દિવસે જ્યારે નાની જાતની હાઈબ્રીડ જાતમાં ૭૦ થી ૭૫ દિવસે પિયત આપવું.

ફૂલ અવસ્થા :૬૫ થી ૭૦ દિવસે પિયત આપવું. જ્યારે નાની જાતની હાઈબ્રીડ જાતમાં ૯૦ થી ૯૫ દિવસે પિયત આપવું. આ અવસ્થામાં પિયતની નિષ્કાળજી, દાણા (સાઈઝ અને નબર) માં ઘટાડો કરે છે.

દૂધિયા દાણા અવસ્થા : ૭૫ થી ૮૦ દિવસે પિયત આપવું. પોંક અવસ્થા :

૯૦ થી ૯૫ દિવસે પિયત આપવું. જ્યારે નાની જાતની હાઈબ્રીડ જાતમાં ૧૦૦ થી ૧૧૫ દિવસે પિયત આપવું. ઉપરોક્ત પિયતની કટોકટીની અવસ્થાઓ પૈકી કોઈપણ એક અવસ્થાએ પિયત ચૂકી જવાથી ઉત્પાદનમાં સાથક ઘટાડો થાય છે. દાણામાં પોપટીયાપણું (સફેદ દાગ)નું પ્રમાણ ઘટાડવા અને ચળકાટ વધારવા માટે છેલ્લું પિયત પોંક અવસ્થાએ આપી દેવું. ત્યારબાદ પિયત આપવું નહીં.

પાકની કઈ કઈ અવસ્થાએ પિયત આપવું અનિવાય છે ?

  • પહેલું પિયત મુકુટ અવસ્થાએ અને ફૂટ અવસ્થાની વચ્ચે આપવું.
  • બીજું પિયત ગાભે આવવાની અવસ્થાએ આપવું.
  • ત્રીજું પિયત દૂધિયા દાણા આવવાની અવસ્થા પૂરી થવા આવે ત્યારે આપવું.

જ્યારે ફક્ત એક જ પિયત આપી શકાય તેમ હોય તો મુકુટ મૂળ અવસ્થા પૂરી થયે પિયત આપવું. જ્યારે ખેડૂત બે પિયત આપી શકતો હોય તો એક પિયત મુકુટ મૂળ અવસ્થાએ અને બીજું ફૂલ આવવાની અવસ્થાએ આપવું. મુકુટ અવસ્થા ઘઉં માટે ઘણી અગત્યની અવસ્થા છે. આ અવસ્થાથી જેટલા અઠવાડિયા પિયત આપવામાં મોડા થાય તે પ્રમાણે દરેક અઠવાડિયે લગભગ ૨-૩ ક્વિન્ટલ/હેક્ટર ઘઉંનું ઉત્પાદન ઓછું થાય છે.

ઘઉંના પાકમાં કુવારા પદ્ધતિથી પિયત આપવાથી ૩૧ ટકા પિયતના પાણીનો બચાવ થાય છે અને સાથે ૧૮ ટકા ઉત્પાદન વધારે મેળવી શકાય છે.

નિંદણ નિયંત્રણ

આધુનિક ખેતી પદ્ધતિમાં પાક ઉત્પાદનમાં વિવિધ પરિબળો પેકી નિંદણ નિયંત્રણ એ એક અગત્યનું પરિબળ છે. ઘઉંનો પાક શિયાળુ પાક હોઈ તેની વાવણી ૧૫ ડિસેમ્બર દરમ્યાન કરવામાં આવે છે. સામાન્ય રીતે ડિસેમ્બર માસમાં વાવવામાં આવેલ ઘઉંમાં નિંદણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ગુજરાતમાં ઘઉંને અનુકૂળ જમીન તથા જમીનમાં ભેજની ઉપલબ્ધી પ્રમાણે વાવણી પ્રથાઓ અમલમાં છે. ઘણું ખરૂ ઓરવણ કરીને વાવવાની પ્રથા વધુ પ્રચલિત છે. ઓરવણના પાણી સાથે મોટા ભાગના નિંદણ ઉગી નીકળતા હોઈ ઓરવણ પદ્ધતિમાં નિંદણનો પ્રશ્ન ગંભીર બનતો નથી. ઓછી ભેજ સંગ્રહશક્તિવાળી જમીનમાં પ્રથમ પિયત વહેલું આપવું પડે છે. પરિણામે કોરાટે વાવેતરમાં જમીન ઉપર ભેજનું પ્રમાણ વધુ રહેવાથી નિંદામણોની સંખ્યા અને વિકાસ વધુ પ્રમાણમાં થાય છે. ઘઉંના પાકમાં સામાન્ય રીતે ચીલ, ચીલ-બિલાડો, ડુંગળો, મેથીયું, લુણી, ચીટો, ધરો, ભુમશી, ડીડીયું, ગુલ્લીદંડા, જવાસિયા તથા હાથીપગો જેવા નિંદણ ઉગે છે. ઘઉંના પાકમાં શરૂઆતના ૩૦ થી ૪૦ દિવસના સમયગાળા દરમ્યાન કોઈપણ પદ્ધતિ અપનાવી નિંદણ અટકાવવું જોઈએ.

નિંદણ ઘઉંના ઉત્પાદનમાં ૨૦ થી ૨૫ ટકા જેટલો ઘટાડો કરે છે. જે વિસ્તારમાં શ્રમજીવીઓ પૂરતા પ્રમાણમાં રાહત દરે મળી રહેતા હોય ત્યાં પાક જ્યારે નાનો હોય ત્યારે વાવણી બાદ ૨૦ અને ૪૦ દિવસે હાથથી નિંદામણ કરવું પરંતુ જ્યાં શ્રમજીવીઓની ખેંચ હોય ત્યાં પ્રિ-ઈમરજન્સ તરીકે પેન્ડીમીથીલીન નિંદામણનાશક દવા ૩.૩ લીટર/હેક્ટર મુજબ ૬૦૦ લીટર પાણીમાં ઓગાળી (૧૦ લિટર પાણીમાં પ૫ મી.લી.) ઘઉંની વાવણી કર્યા બાદ ૨૪ કલાકમાં જમીનની સપાટી ઉપર પૂરતો ભેજ હોય ત્યારે ફલેટ ફેન નોઝલવાળા સપ્રેયરથી દવાનો એકસરખો છટકાવ કરવો.

પેનડીમીથીલીન દવા સમયસર ન છાંટી શક્યા હોય તો ઉભા પાકમાં ૨-૪ ડી (સોડીયમ સોલ્ટ) નિંદામણનાશક દવા ૧.૨૦૦ કિ.ગ્રા./ હેક્ટર મુજબ ૧૦૦૦ લીટર પાણીમાં ઓગાળી (૧૦ લીટર પાણીમાં ૧૨ ગ્રામ) પાક જ્યારે ૨૫ થી ૩૦ દિવસનો થાય ત્યારે છટકાવ કરવો. દવા છાંટીને તુરત પિયત આપવાની કે પિયત આપ્યા પછી તુરત દવા છાંટવાથી પરિણામ સારું મળતું નથી. ઘઉં અને રાયડાનો મિશ્ર પાક લીધેલ હોય તો કોઈપણ સંજોગોમાં ૨, ૪-ડી દવાનો ઉપયોગ કરવો નહીં. ઉભા પાકની આજુબાજુકપાસ, તમાકુ તથા ટામેટાં જેવા સંવેદનશીલ પાકો વાવેલા હોય તો ૨,૪-ડી દવા વાપરવી હિતાવહ નથી.

ઘઉંના પાકમાં અસરકારક અને પોષણક્ષમ નિંદણ નિયંત્રણ માટે ૨, ૪-ડી ને બદલે મેટસલ્ફયુરોન મીથાઈલ ૪ ગ્રામ/હેક્ટર પ્રમાણે વાવણી બાદ ૨૫ દિવસે નિંદણો ઉપર છાંટવાથી પણ અસરકારક રીતે નિંદણ નિયંત્રણ કરી શકાય છે.

ઘઉં માટે ભયજનક નવતર નિંદણગુલ્લી દંડા': ઉત્તર ભારતમાં ઘઉંમાં થતું ગુલ્લીદંડા જેને અંગ્રેજીમાં “ફેલારીસ માઈનોર” કહેવામાં આવે છે. આ ગુલ્લીદંડા નિંદણનો પગપેસરો ગુજરાતમાં થઈ ચુક્યો છે. ગુલ્લીદંડાને સ્થાનિક લોકો “ ક્રૂસીયું’ અથવા બાજરીયું નામથી ઓળખે છે. આ નિંદણ પંજાબથી આવતા હાર્વેસ્ટર સાથે અને ઘઉંના બિયારણ મારફત આપણે ત્યાં પહોંચ્યું હોય એવું લાગે છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના, આણદ કેન્દ્ર ખાતે કાર્યરત અખિલ ભારતીય નિંદણ નિયંત્રણ યોજનાના સતત સઘન સર્વેક્ષણ દરમ્યાન ગુજરાત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તથા ખેડા જિલ્લાના કેટલાક ગામોમાં ઘઉંના પાક ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે.

આ નિંદણને ગુજરાતમાં અન્ય વિસ્તારમાં ફેલાતું અટકાવવા માટે સવેળા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ખાસ કરીને ડાંગર પછી ઘઉંનો પાક લેવામાં આવતા વિસ્તાર માટે હરિયાણા અને પંજાબ રાજ્યની માફક આપણે પણ મોટી સમસ્યા ઉભી થવાની શક્યતા રહેલી છે.

ગુલ્લીદંડા નિંદણ વધુ ઠંડી પડતા એટલે કે ૧૦૦ થી ૧૫૦ સે. ઉષ્ણતામાનના ગાળમાં ઉગી નીકળે છે. નિંદણના છોડ શરૂઆતમાં ઘઉંના છોડ જેવા જ દેખાવમાં હોય છે. આથી શરૂઆતના તબક્કામાં ઓળખવા મુશ્કેલ બને છે અને જ્યારે ડૂડી  નીકળે છે ત્યારે જ ઘઉંના છોડથી જુદો પડે છે. આ નિંદણ ઘઉં કરતાં મોડું ઉગે છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે. પરિણામે છેલ્લે તેની ઉંચાઈને લીધે જુદુંતરી આવે છે.

ડિસેમ્બર માસમાં વાવવામાં આવતા ૩ઉંના પાકમાં તેનો ઉગાવો અને વિકાસ વધુ થતો હોય છે. તેની ડૂડી નાની તેમજ તેનો આકાર બાજરીના ડૂડાને મળતો આવે છે તેનું કદ અને આકાર ગુલ્લી જેવો હોવાથી “ગુલ્લીદંડા’ તરીકે ઓળખવામાં આવે છે. ગુલ્લીદંડાની એક કંટીમાં આશરે ૪૫૦ જેટલા બીજ હોય છે. ઘઉં પાકતા અગાઉ બે થી ત્રણ અઠવાડિયા પહેલાં આવે છે. ગુલ્લીદંડાના બીજ પરિપક્વ થઈ જમીન પર ખરી પડે છે. જે બીજે વર્ષે અનુકૂળ આબોહવા મળતા ખેતરોમાં ઉગી નીકળે છે.

પ્ર. ૧ ગુલ્લીદંડા નિંદણને કેવી રીતે ઓળખશો ?

ગુલ્લીદંડા ઘઉંના છોડને મળતું આવતું હોવાથી શરૂઆતની અવસ્થામાં તેને ઓળખવું મુશ્કેલ બને છે. છતાં થડ, પાન, ફૂટ અને ડૂડીના પ્રકાર પરથી ઓળખી શકાય છે. ઘઉંના પાનનો રંગ પીળાશ પડતો લીલો હોય છે. જ્યારે ગુલ્લીદંડાના થડનો રંગ સહેજ રતાશ પડતો હોય છે. ઘઉંના પાનનો રંગ ઘાટો લીલો જોવા મળે છે. જ્યારે ગુલ્લીદંડાનો પાનનો રંગ આછો લીલો હોય છે. ઘઉંના છોડમાં ફૂટ સીધી અને ડાળી વગરની જ્યારે ગુલ્લીદંડાના છોડમાં ફૂટ થજથ્થામાં અને ડાળીવાળી હોય છે. ઘરમાં | ડૂડી વહેલી આવે છે. જ્યારે ગુલ્લીદંડામાં ઘઉં પછી ડૂડી મોડી નીકળે છે. ઘઉંમાં ડૂડીનો L આકાર સીધો, જ્યારે ગુલ્લીદંડીમાં આકાર ઈંડા જેવો લંબગોળ હોય છે. ઘઉંના બીજ કદમાં મોટા, જ્યારે ગુલ્લીદંડાના બીજ કદમાં ઘણા નાના હોય છે. ઘઉંના બીજનો રંગ આછો બદામી હોય છે, જ્યારે ગુલ્લીદંડાના બીજનો રંગ ઘાટા બદામીથી કાળો હોય છે. પાકવાની અવસ્થાએ ગુલ્લીદંડાના છોડની ઉંચાઈ ઘઉંના છોડ કરતાં વધુ હોય છે.

પ્ર. ૨. ગુલ્લીદંડા ફેલાવો અટકાવવા માટે શું પગલાં લેવા ?

  • ઉત્તરના રાજ્યોમાંથી ઘઉંનું બિયારણ લાવવું નહીં અથવા ગુલ્લીદંડા બીજમુક્ત બિયારણની પસંદગી કરવી.
  • જે ખેતરમાં આ નિંદણ જોવા મળેલ હોય તે ખેતરના ઘઉંનો બિયારણ તરીકે ઉપયોગ કરવો નહીં.
  • ખેતરમાં જો આ નિંદણ આવી જ ગયું હોય તો બે-ત્રણ વર્ષ પાકની ફેરબદલી કરવી. ડાંગર બાદ ઘઉંનો પાક ન લેતા શક્ય હોય ત્યાં ચણા, રાયડો કે સુવાનું વાવેતર કરવાની પાક કરતાં નિંદણ જુદુ પડવાથી ફૂલ આવતા પહેલાં ઉખાડી તેનો નાશ કરી શકાય છે.
  • શેઢાપાળા ઉપર ઉગેલ છોડને પણ ફૂલ આવતાં પહેલાં નાશ કરવો. આ નિંદણનો પશુઓના ઘાસચારા તરીકે કોઈપણ સંજોગોમાં ઉપયોગ કરવો નહીં.
  • ગુલ્લીદંડા નિંદણ પિયત ઘઉંના પાકમાં જણાય તો કોરાટ વાવેતરમાં ૧૫ ગ્રામ અને વરાપે વાવણી કરેલ હોય તો ૨૫ ગ્રામ સલ્ફોસલ્ફયુરોન/હે. ૨૫૦ લીટર પાણીમાં ઓગાળી વાવણી બાદ ૩૦-૩૫ દિવસે છટકાવ કરવાથી ગુલ્લીદંડા નિંદણનું નિયંત્રણ કરી શકાય છે. આ દવાના છટકાવથી બીજા નિંદણો જેવા કે ચીલ, ચીલ-બિલાડો પણ કાબૂમાં લઈ શકાય છે.
  • ખેતીના સાધનો એકદમ ચોખા કરવાં. ખાસ કરીને કમ્બાઈન હાર્વેસ્ટર કે જે મોટાભાગે બહારના રાજયોમાંથી આવે છે તેની સંપૂર્ણ રીતે ચકાસણી કરીને સાફ કરીને ખેતરમાં દાખલ કરવાં.
  • સમગ્ર રાજ્યના ખેડૂતભાઈઓ તથા વિસ્તરણ કાર્યકરોએ આ નિંદણને અટકાવવા સામુહિક ઝુંબેશ રૂપે પગલાં લેવા જરૂરી છે. આપણા રાજ્યમાં તીવ્ર ગતિએ ગુલ્લીદંડા પ્રસરી રહ્યું છે. ભવિષ્યમાં ખેડૂતો માટે આર્થિક રીતે ઘણું જ નુકશાનકતપુિરવાર થશે. આથી ઘઉંના ખેતરોમાં જ્યાં આ નિંદણ જોવા મળે કે તુરંત તેને ફૂલ અને બીજ આવે તે પહેલાં ઉખાડી, બાળી કે ઊંડે દાટી તેનો નાશ કરવો

રોગ નિયંત્રણ

ઘઉંનો પાક સામાન્ય રીતે ઓછા જોખમવાળો કે સલામત પાક તરીકે જાણીતો છે. તેનું કારણ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો છે. પરંતુ ઘણી વખત આ પાકમાં પિયતનો બિનસમજદારી પૂર્વક ઉપયોગ, નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોનો વધારે પડતો વપરાશ તેમજ જૂની સ્થાનિક જાતોના વાવેતરને લીધે રાજ્યની હાલની આબોહવામાં રોગો જીવાતો પાક પર આક્રમણ કરીને ઉત્પાદનમાં માઠી અસર પહોંચાડે છે. ઘઉંના પાકમાં પાન અને થડનો ગેરૂ , પાનનો સૂકારો, કાળી ટપકી, ઢીલો અંગારીયો જેવા રોગો અને ઉધઈ, લીલી ઈયળ, ગાભિમારાની ઈયળ તેમજ ખપેડી જેવી જીવાતો મુખ્ય છે. તેની ઓળખ તેમજ નિયંત્રણના પગલાં અત્રે સૂચવેલ છે.

ગેરૂ :ઘઉં પાકમાં કુલ ત્રણ પ્રકારના ગેરૂ આવતા હોય છે. પરંતુ તેમનો પીળો ગેરૂ કે જેની વૃદ્ધિ માટે નીચું તાપમાન જરૂરી હોઈ આપણા રાજ્યમાં જોવા મળતો નથી. સામાન્ય રીતે પાનનો ગેરૂ અને થડનો ગેરૂ ઘઉંના પાકમાં જોવા મળે છે.

પાનનો ગેરુ : આ રોગ પાન ઉપર આવતો હોય છે. જેમાં રોગની શરૂઆતમાં પાન  ઉપર/ છૂટાછવાયા અનિયમિત નાના બદામી રંગના ઉપસેલા ચાઠા પડે છે જેથી આને/બદામી ગેરૂ પણ કહે છે. રોગની તીવ્રતા વધતા ચાઠા મોટા અને ઘાટા બદામી રંગમાં ફેલાઈ રોગમાં વધારો કરે છે. હુંફાળું અને ભેજવાળું વાતાવરણ રોગ માટે સાનુકૂળ છે. વધુ પડતી રોગની તીવ્રતાથી પાન સૂકાઈ જતા હોય છે.

રોગિષ્ટ છોડના દાણા ગુણવત્તા તેમજ ઉત્પાદન બંનેને મોટું નુકશાન પહોંચાડે છે.

થડનો ગેરૂ : આ રોગના લક્ષણો મુખ્યત્વે થડ તેમજ પાન અને ઉંબી પર જોવા મળતો હોય છે. રોગની / શરૂઆતમાં થડ ઉપર ઘાટા બદામી રંગના ગેરૂ કરતાં જાડા, લાંબા (મોટા) છૂટાછવાયા / ઉપસેલા ચાઠા પડે છે જે રોગની તીવ્રતા વધતા એકબીજા સાથે ભળી જઈ સહેલાઈથી / નજરમાં આવે તેવા લાંબા ઘાટા કથ્થાઈ રંગથી કાળા રંગમાં ફેરવાઈ જાય છે. જેથી આ/ ગેરૂને કાળો ગેરૂ કહેવામાં આવે છે. રોગની તીવ્રતા વધતાં ચાઠા ઉંબી પર પડે છે. / ચાઠામાંથી પવન દ્વારા રોગકારક ફૂટના બીજાણું દૂર દૂર સુધી ફેલાતા હોય છે અને રોગ થઈ શકે તેવી જાતોમાં રોગ કરતા હોય છે. આ રોગના કારણે દાણા ચીમળાયેલા અને વજનમાં હલકા રહે છે.

નિયંત્રણ : આ રોગના નિયંત્રણ માટે ભલામણ કરેલ રોગપ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જેવી કે જી.ડબલ્યુ-૩૨૨, જી.ડબલ્યુ૨૭3, જી.ડબલ્યુ-૪૯૬, જી.ડબલ્યુ-૩૬૬, જી.ડબલ્યુ-૧૭૩ અને જી.ડબલ્યુ-૧૧૩૯નું વાવેતર કરવું. આ રોગ માટે આગોતરા પગલા ભરવા જરૂરી છે

  • આ રોગના નિયંત્રણ માટે ઘઉંનું વાવેતર સમયસર કરવું. ઘઉંનો મોડી વાવણી તેમજ મોડી પાકતી જાતો આ રોગને નોંતરે છે.
  • નાઈટ્રોજનના ખાતરો અતિશય પ્રમાણમાં વાપરવાથી ગેરૂ થઈ શકે છે. જયારે પોટાશનો અતિશય વપરાશ ગેરૂને ઘટાડે છે માટે નાઈટ્રોજન પોટાશનો સપ્રમાણ ઉપયોગ કરવો.
  • જ્યારે ઘઉંનો પાક સારો હોય અને ગેરૂ રોગ થાય ત્યારે દવા તરીકે ખેડૂત ૦.૨ ટકા ઝાયનેબ અથવા ડાયથેન એમ-૪૫ અને ૦.૧ ટકા સેન્ડોવીટ છાંટી શકે છે. પરંતુ જ્યારે ઘઉંનું ઉત્પાદન ઓછું હોય તો આ દવા છાંટવી આર્થિક રીતે લાભદાયક નથી.
  • જ્યારે ગેરૂ દેખાય ત્યારે દવાનું પાણી સાથેનું દ્રાવણ ૩૭૫ લીટર/હે. છાંટવું
  • ત્યારબાદ ૧૦ દિવસ પછી ફરીથી ઉપર દરશાવ્યા પ્રમાણે બનાવેલ દવાનું પાણી સાથેનું દ્રાવણ ૭૫૦ લીટર/હે. છાંટવું
  • ૧૪ દિવસના અંતરે બે વખત ઉપર દશવ્યિા પ્રમાણે બનાવેલ દવાનું પાણી સાથેનું દ્રાવણ ૧૦૦ થી ૧૨૦ લીટર/હે. છાંટવું. પાનનો સૂકારો :
  • આ રોગની શરૂઆત છોડના નીચેના પાનથી થાય છે. પાન ઉપર છૂટાછવાયા નાના સપષ્ટ તપખીરીયા રંગના ટપકાં પડે છે. આ ટપકાં પછીથી મોટા બને છે. રોગ વકરતાં ટપકાંથી પાનનો મોટાભાગનો વિસ્તાર છવાઈ જઈ પાન સૂકાઈ જાય છે. હૂફાળુ અને ભેજવાળું વાતાવરણ રોગના વિકાસ માટે સાનુકૂળ છે. મોડા વાવેતરમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળશે.

નિયંત્રણ :રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ દવાના ૦.૨૫ ટકાના દરે કુલ ત્રણ છટકાવ ૧૫ દિવસના અંતરે કરવાથી રોગ મહદ અંશે કાબૂમાં આવી શકે છે. હાલની નવીન જાતો જી.ડબલ્યુ-૩૨૨, જી.ડબલ્યુ-૪૯૬, જી.ડબલ્યુ-૨૭૩ અને જી.ડબલ્યુ-૧૧૩૯ (ડયુરમ)માં આનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.

કાળી ટપકી / દાણા પર કાળા ડાધ: આ રોગમાં ઉગાવાવાળા ભાગ ઉપર ફૂટના ચેપને કારણે કાળી ટપકી પડે છે. અથવા ઘણી વખત દાણા પર કાળા ડાઘ પડતા હોય છે. તેની અસર દાણાના ગર્ભમાં થતી નથી. દાણાના દેખાવને લીધે બજારભાવ ઓછો મળતો હોય છે. વધુ પડતું ઝાકળ તેમજ ભેજવાળું હવામાન આ રોગ માટે જવાબદાર હોય છે. સામાન્ય રીતે મોટા દાણાવાળી જાતોમાં આનું પ્રમાણ વધુ જોવા મળે છે. ખાસ કરીને મોડું વાવેતર (૨૦ નવેમ્બર પછી) કરવામાં આવે તો આ રોગ આવવાની શક્યતા વધે છે.

નિયંત્રણ : મેનકોઝેબ ૦.૨૫ ટકા (૩૦ થી ૩પ ગ્રામ/૧૦ લીટર પાણી) અથવા ક્લોરોથેલોનીલ ૦.૨ ટકા (૨૫ ગ્રામ દવા/૧૦ લીટર પાણી) ફૂગનાશક દવાનો છંટકાવ સમયસર વાવેતર કરેલ પાકમાં પાકની પોંક અવસ્થાએ કરવો જોઈએ.

અનાવૃત આંજીયો: આ રોગ આપણે ત્યાં ખાસ કરીને ઉત્તર ભારતમાંથી બીજ લાવવાનું થાય ત્યારે પાકમાં જોવામાં આવે છે. ઘઉંમાં ડૂડી આવે ત્યારે જ આ રોગના ચિહ્નો જોવામાં આવે છે. રોગગ્રસ્ત ડૂડીમાં દાણાની જગ્યાએ કાળી ભૂકી જોવા મળે છે. આ ભૂકી ફૂટના સૂક્ષ્મ બીજાણું છે. દાણા બિલકુલ બેસતા નથી અને ડૂડી ખાલી સળી જેમ રહે છે.

નિયંત્રણ : રોગમુક્ત બીજનું વાવેતર કરવું આપણા રાજ્યમાં આ રોગ આવતો નથી જેથી ગુજરાતનું પ્રમાણિત બીજ વાપરવાનો ખાસ આગ્રહ રાખવો. અન્ય રાજ્યનું બીજ વાપરવાનું થાય તો બીજને વાવતા પહેલાં ફૂગનાશક દવા કાર્બેન્ડીઝીમ પ૦% વે..પા. અથવા કાબકિઝીલ ૪૦% વે..પા.(૨.૫ ગ્રામ/કિલો બિયારણ) ની માવજત આપીને વાવેતર માટે ઉપયોગમાં લેવું.

જીવાત નિયંત્રણ

ઘઉંના પાકમાં મુખ્યત્વે ઉધઈ, લીલી ઈયળ, ગાભિમારાની ઈયળ તેમજ ખપેડીથી નુકશાન થતું જોવા મળે છે. ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં ઉપદ્રવ મોટાપાયે જોવા મળે છે. જેના કારણે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

ઉધઈ: ઉધઈ પીળાશ પડતા સફેદ, શરીરે પોચાં ચપટાં, ચાવીને ખાનાર કીટક છે. તે

ટોળામાં રહેનાર તેમજ બહુભોજી કીટક છે. તે જમીનમાં ઉંડે રાફડો બનીને તેમાં રહે છે. રાફડામાં રહેતી તેની મજૂર જાતિ ઘઉંના પાકના મૂળ તેમજ  જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે. તેના લીધે છોડ પીળા પડી ચીમળાઈને સૂકાઈ જાય છે. આવા છોડ ખેંચતા આખો છોડ સહેલાઈથી ખેંચાઈ આવે છે. ઉપદ્રવ ટાલાં ટપકામાં જોવા મળે છે. પાકની શરૂઆતમાં " ઉપદ્રવ જોવા મળે છે. નુકશાનવાળા છોડ ઉપર ઉંબી આવતી નથી. પાકની નિંઘલ અવસ્થા બાદ ઉપદ્રવ જોવા મળે તો ઉબીમાં દાણા બેસતા નથી. જો દાણા બેસે તો તે નાના અને ચીમળાયેલા રહે છે.

નિયંત્રણ : ઉધઈનો ઉપદ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો જેવા કે પાંદડા, મૂળ, ડાળીઓનો નાશ કરવો અને સારું કહોવાયેલું ખાતર નાખવું. ખાતર તરીકે દિવેલા, લીંબોળી, કરંજ વગેરેના ખોળનો ઉપયોગ કરવો. પાણી આપવામાં ઢીલ કરવી નહીં. ઘઉંના પાકમાં ઉધઈનું નિયંત્રણ બીજને દવાનો પટ આપીને ઓછા ખર્ચે અસરકારક રીતે કરી શકાય છે.

  • બીજને દવાના પટ માટે વાવણીની આગળની રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ બાયફેનથીન વ૦ ઈસી ૨૦૦ મીલી. દવા પાંચ લીટર પાણીમાં મિશ્રણ કરી બિયારણને પાકા ભોંયતળિયા અથવા પ્લાસ્ટીકના પાથરણાં ઉપર એકસરખી રીતે પાથરી તેના ઉપર દવાનું મિશ્રણ એકસરખી રીતે છાંટવું. રબરના હાથમોજાં પહેરી બિયારણને દવાથી બરાબર મોઈ નાખી આ માવજત આપેલ બિયારણને આખી રાત સૂકવીને બીજા દિવસે વાવણી માટે ઉપયોગમાં લેવું.
  • વાવણી સમયે બીજને દવાના પટની માવજત ન આપી હોય અને ઘઉંના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય તો તુરત જ એક હેક્ટર પાક વિસ્તાર માટે ક્રીપોનીલ ૧.૬ લી. લીટર દવાને પાંચ લીટર પાણીમાં મિશ્રણ કરી ૧૦૦ કિ.ગ્રા. રેતીને આ મિશ્રણથી બરાબર ભેળવીને ઘઉંના ઉભા પાકમાં પુખવી અને ત્યારબાદ પાકને હળવું પિયત આપવું.

ઉધઈ:  એ રાષ્ટ્રીય જીવાત છે. ખેતરમાં જે ઉભું હોય તે બધુ ખાઈ જતી હોવાથી ખેતી, શાકભાજી અને બાગાયતી પાકને નુકશાન કરે છે.

લીલી ઈયળ :ઈંડામાંથી નીકળેલી નાની ઈયળ પીળાશ પડતા સફેદ રંગની અને શરીર ઉપર પીળાશ પડતા નારંગી રંગની લીટીવાળી હોય છે. ઈયળો મોટી થતાં લીલાશ પડતાં ખૂખરા રંગની બને છે. ઘઉંમાં આ જીવાતની ઈયળો ઉંબીના રંગ પ્રમાણે જુદા જુદા રંગની જોવા મળતી હોવાથી તે પંચરંગીયા ઈયળ તરીકે પણ ઓળખાય | છે. ઈયળના શરીર ઉપર છૂટાછવાયા સફેદ રંગના નાના વાળ હોય છે. તેની ઈયળ કપાસના જીડવા, ચણાના પોપટા, તમાકુના જીડવા, મકાઈના ડોડા, બાજરીના ડુંડા, ઘઉંની ઉંબી વગેરેમાં નુકશાન કરતી જોવા મળે છે. કપાસ પછી ઘઉંના વાવેતર વિસ્તારમાં આ જીવાતો ઉપદ્રવ ધીમે ધીમે વધતો જાય છે. લીલી ઈયળનો ઉપદ્રવ ઘઉંના પાકમાં જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા દરમ્યાન જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ વધારે હોય તો તેની હગારના લીધે ખેતરમાં ડી.એ.પી. ખાતર પૂખેલું હોય તેવું લાગે છે.

નિયંત્રણ : આ ઈયળના નિયંત્રણ માટે ખેતર નિંદામણ મુક્ત રાખવું. ઘઉંમાં ઉંબીઓ આવવાની શરૂઆત થાય ત્યારથી પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું અને નાની ઈયળો દેખાય તો ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરીને છાંટવી.

ગાભમારની ઈયળ: આ જીવાતની ઈયળ રતાશ પડતી કાળા ટપકાંવાળી હોય છે. તે છોડની ભૂગળીમાં દાખલ થઈને ગર્ભ સુધી જણી હોવાથી તેને ગાભિમારાની ઈયળ કહે છે. આ જીવાત ઘઉં ઉપરાંત ડાંગર, મકાઈ, જુવાર તેમજ લાંબા પાન અને તંતુ મૂળવાળા નીંદણ ઉપર જોવા મળે છે. ઈંડામાંથી નીકળેલ ઈયળો સાંઠાને કોરી અંદર દાખલ થાય છે. ઘણી વખત તેની ઈયળો રેશમના તાંતણામાંથી પાન ઉપર લટકી નજીકના બીજા છોડના પાન ઉપર ચડી જઈ તેના થડમાં દાખલ થાય છે અને થડની અંદરનો ગર્ભ ખાઈ જાય છે. આવા છોડની ટોચને સહેજ ખેંચતા તે સહેલાઈથી ખેંચાઈ આવે છે. નિંઘલ અવસ્થા બાદ ઉપદ્રવ જોવા મળે તો ઉપદ્રવવાળા છોડની ઉંબીમાં દાણા બેસતા નથી અને ઉંબી સફેદ રંગની માલૂમ પડે છે.

નિયંત્રણ : આ જીવાતના નિયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુકશાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેંચી લઈ તેનો નાશ કરવો. વધારે ઉપદ્રવ હોય તો ફેનીટ્રોથીઓન પo ઈસી ૨૦ મીલી તથા મોનોક્રોટોફોસ ૩૬ ઈસી ૧૨ મીલી દવાઓ પૈકી કોઈપણ એક દવા વo લીટર પાણીમાં મિશ્ર કરી વાવણી પછી બે છટકાવ આશરે ૪૫ અને પપ દિવસે કરવાથી નિયંત્રણ કરી શકાય છે.

ખપૈડી:આ જીવાતનો ઉપદ્રવ ખાસ કરીને ભાલ વિસ્તારના બિનપિયત ઘઉંમાં જોવા મળે છે. આ જીવાતના બચ્ચાં તેમજ પુષ્ય આછા બદામી રંગના શરીરે ખરબચડી સપાટીવાળા હોય છે. આ કીટક ઘઉં ઉપરાંત બાજરી, તલ, જુવાર, મકાઈ, મગફળી, કપાસ, તમાકુ, શાકભાજી અને ચણા વગેરે પાકોમાં પણ નુકશાન કરતા માલૂમ પડે છે. માદા ખોપડી શેઢા પાળાની પોચી જમીનમાં ૬ સે.મી. જેટલી ઉંડાઈએ પીળાશ પડતા સફેદ રંગના ચોખાના દાણા જેવા ઇંડા ૨ થી વપ ગોટીના રૂપમાં મૂકે છે. એક માદા આશરે ૩૬ થી ૪૩૪ જેટલાં ઇંડા મૂકે છે. એક માસમાં ઇંડામાંથી બચ્ચાં બહાર આવીનેશેઢાપાળા પરનું કુમળું ઘાસ ખાય છે. પછી બચ્ચાં પુષ્ય ખેતરમાંથી ઘઉંના કુમળા છોડ ખાઈને નુકશાન કરે છે.

નિયંત્રણ : આ જીવાત નિયંત્રણ  માટે પાક લીધા પછી શેઢાપાળા સહીત ખેતર માં ઊંડી ખેડ કરવી જેથી  આ જીવાત ના ઈંડાજમીનની સપાટી પર આવશે અને સૂર્યના તાપમાં નાશ પામશે અથવા પક્ષીઓ ખાઈને તેનો નાશ કરશે. ઘઉંની વાવણી બાદ શેઢાપાળા ઉપર તેમજ ખેતરમાં મિથાઈલ પેરાથિયોન ૨ ટકા અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા પાઉડરનો હેક્ટર દીઠ ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છટકાવ કરવો .

બિનપિયત ઘઉંની ખેતી પદ્ધતિ

ગુજરાતમાં બિનપિયત ઘઉંના વાવેતરમાં ભાલપ્રદેશ મુખ્ય છે. બિનપિયત ઘઉંનું વાવેતર ખાસ કરીને અમદાવાદ, ખેડા, ભરૂચ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ભાવનગર જિલ્લામાં વધારે વિસ્તારમાં થાય છે. જ્યારે અન્ય જિલ્લાઓ જેવા કે અમરેલી, જામનગર, પંચમહાલ અને બનાસકાંઠામાં પણ બિનપિયત ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં બિનપિયત ઘઉંનું હેક્ટર દીઠ શરેરાશ ઉત્પાદન પ૦૦ થી ૬૦૦ કિ.ગ્રા. જેટલું રહેલ છે. બિનપિયત ઘઉંની સ્થાનિક ભાષામાં કોરાટ ઘઉં કે ભાલીયા ઘઉં તરીકે ઓળખવામાં આવે છે. ગુણવત્તાને કારણે બજારમાં તેના ઉંચા ભાવો મળે છે. બિનપિયત ઘઉંનું ઉત્પાદન વધારવા માટે સુધારેલી ખેતી પદ્ધતિ અપનાવવી જરૂરી છે.

જમીનની તેયારી : બિનપિયત ઘઉંની ખેતી જમીનમાંના સંગ્રહિત ભેજ ઉપર આધારિત હોઈ ચોમાસામાં થયેલ વરસાદનું પાણી ભેજના સ્વરૂપે જમીનમાં વધુમાં વધુ સંગ્રહાય તે આવશ્યક છે. આથી જે ખેતરમાં ઘઉં વાવવાના હોય તે ખેતરમાં ફરતે બે થી અઢી ફૂટ (૬૦ થી ૭૫ સે.મી.) ઉંચાઈના મજબૂત પાળા હોવા જરૂરી છે. જેથી ચોમાસા દરમ્યાન પડેલ વરસાદનું પાણી ખેતરમાં ભરી શકાય. ખેતરમાં આ રીતે ભરી રાખેલું પાણી ચોમાસું પુરૂં થતાં ધીમે ધીમે સુકાવા લાગે છે અને જમીન વરાપની સ્થિતિમાં આવે છે. આ સમયે જમીનની કળીયાથી / ખેડી પાસાદાર બનાવવી. આ ખેડના કારણે નીંદણનો નાશ થાય છે, જમીનમાં શકાય છે.

ભાલ વિસ્તારમાં મોટા ભાગની જમીન ક્ષારીય-ભામિક પ્રકારની છે. આના લીધે ઘઉંનું ઉત્પાદન ઓછું મળે છે. કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં | ચીરોડી અને છાણિયું ખાતર જમીન સુધારવા માટે અગત્યનો ભાગ ભજવે છે. ભાલ વિસ્તારની મધ્યમ ભામિક જમીન એટલે કે જમીન વિનિમય પામતા સોડીયમનું પ્રમાણ ૧૦ ટકા જેટલું હોય તેવી જમીનમાં વરસાદ આધારિત ઘઉંની ખેતીમાંથી એકમ વિસ્તાર દીઠ વધુ ઉપજ મેળવવા માટે દર ચાર વર્ષે એક વખતે ચોમાસું શરૂ થતાં પહેલાં હેક્ટર દીઠ એક ટન ચીરોડી (જીપ્સમ) આપવાની ભલામણ છે. આનાથી જમીનની ભૌતિક સ્થિતિ પણ સુધરે છે.

ખાતર: બિનપિયત ઘઉંની ખેતી માટે શક્ય હોય તો ચોમાસા પહેલા હેક્ટર દીઠ ૧૦ ટન છાણિયું ખાતર જમીનમાં નાખવું. છાણિયું ખાતર નાખવાનો ક્રમ દર વર્ષે એક વખત અપનાવવો. બિનપિયત ઘઉંમાં રાસાયણિક ખાતરનો બધો જથ્થો પાયાના ખાતર તરીકે આપવો જોઈએ. બિનપિયત ઘઉંના પાક માટે હેક્ટર દીઠ ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન (૪૩.૫ કિ.ગ્રા. યુરિયા) અથલામ જણાયેલ છે. પરંતુ વાવણી સમયે જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય તો તેવા સંજોગોમાં નાઈટ્રોજન આપવું સલાહ ભરેલ નથી. જો જમીનમાં ફોસ્ફરસની ઉણપ વતતિી હોય તો તે મુજબ ફોસ્ફરસ તત્વ ઉમેરવું.

બીજની પસંદગી :અરણેજ કેન્દ્ર ખાતેથી ગુજરાત ઘઉં.-૧ (૩-૧૩) જાત બહાર પાડવામાં આવેલ  છે. વધુ ઉત્પાદન, મોટો દાણો અને નહિવત્ પોપટીયાપણું ધરાવતી આ જાત ભાલ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ અપનાવેલ છે. ભાલ વિસ્તાર માટે આ જાત ઉત્તમ હોઈ વાવેતર માટે પસંદ કરવી.

બીજ માવજત :બિયારણને વાવતાં પહેલાં કેપ્ટાન કે થાયરમ જેવી ફૂગનાશક દવાનો એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ જેટલો બીજને પટ આપવો.

બીજની દર : ઘઉં ગુજરાત-૧ નું વાવેતર હેક્ટર દીઠ ૬૦ કિ.ગ્રા. બિયારણનો દર રાખીને કરવું.

વાવેતરનો સમય : બિનપિયત ઘઉંનું વાવેતર જમીનમાં ભેજની સ્થિતિ અને પ્રવર્તમાન ઉષ્ણતામાનને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. ઘઉંનું વાવેતર ઓક્ટોબર માસના મધ્ય ભાગથી શરૂ કરી શકાય છે. જમીનમાં ભેજ પૂરતો હોય તો ઘઉંનું વાવેતર નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં કરવું હિતાવહ છે. મહત્તમ તાપમાન ૩૫ સે. થી ઓછું હોય તો ઘઉંના વાવેતર માટે વધારે માફક આવે છે.

વાવણી અંતર : બિનપિયત ઘઉંની વાવણી બે હાર વચ્ચે ૩ સે.મી.નું અંતર રાખી બીજ જમીનમાં ૬ થી ૮ સે.મી.ની ઉંડાઈએ કરવી.

આાંતર ખેડ અને નિંદામણ : બિનપિયત ઘઉંની વાવણી અગાઉ કરવામાં આવતી બે ખેડ (વરાપની સ્થિતિએ કરવામાં આવતી ખેડ તથા વાવેતર અગાઉ બેસરવાથી) ને કારણે મોટાભાગનું નિંદામણ નાશ પામે છે. પરંતુ સમય થતાં લાણો, ચીલ તથા હાથી ઘાસ ઉગી નીકળે છે. જેના નિયંત્રણ માટે વાવણી પછીથી ૧૫ થી ૨૦ દિવસે નિંદામણ કરવું જોઈએ. ઘઉંનો પાક સાંકળાગાળે વવાતો હોવાથી આાંતરખેડ મુશ્કેલ છે. આમ છતાં હાથ કરબડી જેવા ઓજારથી આંતરખેડ કરવામાં આવે તો નિંદણ નિયંત્રણની સાથે સાથે જમીનમાં પડેલી તિરાડો પુરાઈ જાય છે. પરિણામે બાષ્પીભવનનું પ્રમાણ જળવાઈ રહે છે અને ઉત્પાદન વધારે મેળવી શકાય છે.

મર્યાદિત પિયત :બિનપિયત ઘઉં ફક્ત જમીનમાં સંગ્રહાયેલ ભેજ ઉપર થતા હોય તેનું ઉત્પાદન ઓછું મળે છે. આથી જ્યાં શક્ય હોય ત્યાં મર્યાદિત પિયત આપવાથી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. ખાસ કરીને ભાલપ્રદેશમાં ભૂતળપાણી ખારા હોવાથી તેનો પિયત તરીકે ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ અમુક જગ્યાએ જ્યાં પાણીમાં ક્ષારોનું પ્રમાણ ઓછું હોય એટલે પાણી મોળા અથવા ભાંભરા હોય ત્યાં આ પાણીનો મર્યાદિત પિયત તરીકે ઉપયોગ કરી શકાય છે. સેોથી ઉત્તમ તો એ છે કે પાણી શક્ય હોય ત્યાં ખેત તલાવડીનું આયોજન કરી તેમાં ચોમાસા દરમ્યાન વહી જતા પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ મર્યાદિત પિયત માટે કરવો. રાષ્ટ્રીય કૃષિ સંશોધન યોજના, અરણજ ખાતે તલાવડીના સંગ્રહાયેલ વરસાદના પાણી દ્વારા ઘઉંના પાકમાં મર્યાદિત પિયત વ્યવસ્થા અંગેના હાથ ધરવામાં આવેલ અખતરાના પરિણામો મુજબ એક પિયતથી ઉત્પાદનમાં ૪૦ ટકા જેટલો વધારો થાય છે. મર્યાદિત પિયત માટે તાજમૂળ અવસ્થા અને મહત્તમ ફૂટ અવસ્થામાંથી કોઈ એક અવસ્થાએ પ૦ મી.મી.નું એક પિયત આપવું. જો ત્રણ પિયતની સુવિધા હોય તો અનુક્રમે ફૂટ, ફૂલ અને દાણા ભરાવવાની અવસ્થાએ પિયત આપવાથી મહત્તમ ઉત્પાદન  મેળવી શકાય છે. આ ઉપરાંત અછતના વર્ષમાં ઘઉંનું ઉત્પાદન વધારવા જો ખારૂં કે ભાંભરૂ પાણી વાપરવું હોય તો દર ચાર વર્ષે એકવાર જમીન સુધારકો જેવા કે ચીરોડી (જીપ્સમ) હેક્ટરે ૬ ટન અથવા પ્રેસમડ હેક્ટરે ૧૦ ટકા પ્રમાણે ચોમાસામાં આપીને ઘઉંના પાકને ત્રણ પિયત અનુક્રમે ફૂટ, ફૂલ અને દાણા ભરવાની અવસ્થાએ આપી ઉત્પાદન વધારી શકાય છે. પરંતુ વર્ષોવર્ષ ખારૂ કે ભાંભરૂ પાણી પિયત માટે વપરાય તો જમીન ઉપર તેની આડઆસર વતતિી હોય છે.

પાક સંરક્ષણ : ભાલ વિસ્તારમાં સામાન્ય રીતે પિયત નહિવત્ હોવાને કારણે મહદ અંશે રોગ અને જીવાતનો ઉપદ્રવ અોછો જણાય છે. આમ છતાં પાક ઉગે ત્યારે કેટલાક વિસ્તારમાં ખપેડીનો મોટા પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણ માટે મિથાઈલ પેરાથીઓન ૨ ટકા ભૂકી અથવા ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી પૈકી કોઈપણ એક હેક્ટરે ૨૫ થી ૩૦ કિ.ગ્રા. પ્રમાણે છટકાવ કરવો. વધુમાં જે વિસ્તારમાં નિયમિત જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે ત્યાં અટકાયતી પગલાં રૂપે ખેતરની ફરતે શેઢાપાળા સાફ રાખવા તથા આગળ જણાવેલ દવાઓનો શેઢાપાળા ઉપર છટકાવ કરવો. જો ઘઉંની વાવણી પછી આ જીવાતનો ઉપદ્રવ જણાય તો તરત જ નિયંત્રણ માટે જણાવેલ દવાનો છટકાવ ખેતરમાં કરવો.

કેટલીક વખતે પાક ઉગયા બાદ ગાભમારાની ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે વાવણી પછી ૪૫ દિવસે મોનોક્રોટોફોસ ૩૬ એસ.એલ. (૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં) નો છંટકાવ કરવો. વધુમાં ઉપદ્રવવાળા છોડને ખેચી કાઢીને તેનો નાશ કરવો.

કાપણી: ઘઉંનો પાક ૧૧૦ થી ૧૧૫ દિવસે તેયાર થાય છે. સમયસરની કાપણી ખૂબ જ અગત્યની બાબત છે. જ્યારે ઘઉં પીળા પડી સૂકાઈ જાય ત્યારે વહેલી સવારે અને મોડી સાંજે કાપણી કરવી. ઘઉં સૂકાયા પછી શ્રેસીંગ કરવું. શ્રેસરને બરાબર સાફ કરી કામગીરી ચાલુ કરવી. જેથી અન્ય જાતના ઘઉંના દાણાનું મિશ્રણ થતું અટકાવી શકાય.

ઉત્પાદન : જમીનમાં પૂરતો ભેજ તથા હવામાનની અનુકૂળ પરિસ્થિતિમાં સરેરાશ ૧૨૦૦ થી ૧૫૦૦ કિલો પ્રતિ હેક્ટર.

ઘઉંના પાક ઉપર થયેલ સંશોધન આધારિત ભલામણ અને ઉત્પાદન વધારવાના ચાવીરૂપ મુદ્દાઓ

ઘઉં એ માનવજાત માટે ખોરાક તરીકે વપરાશમાં આવતો ખૂબ જ અગત્યનો ધાન્ય પાક છે. ગુજરાત રાજ્યમાં વવાતા કુલ પાકોના વિસ્તાર પૈકી ૧/૩ વિસ્તાર ધાન્ય પાકો હેઠળ છે. જેમાં લગભગ ૧/૪ ભાવ વિસ્તાર ઘઉંનો છે. રાજ્યના કુલ ઘઉં વાવેતર વિસ્તારમાંથી ૮૦ થી ૮૨ ટકા પિયત હેઠળ અને ૧૮ થી ૨૦ ટકા બિનપિયત ઘઉંનું વાવેતર થાય છે. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે સને ૧૯૬૦-૬૧ માં ઘઉંનો વાવેતર વિસ્તાર ૩.૫ લાખ હેક્ટર અને ઉત્પાદકતા ફક્ત ૭૫૯ કિ.ગ્રા./હેક્ટર થતી હતી જે આજે વધીને સને ૨૦૧૦-૧૧ દરમ્યાન રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર ૧૫.૮૯ લાખ હેક્ટર, ઉત્પાદન પ૦.૧૩ લાખ મેટ્રીક ટન અને ઉત્પાદકતા ૩૧૫૬ કિ.ગ્રા./હેક્ટર થયેલ છે. આમ, વિસ્તારની દ્રષ્ટિએ ત્રણ ગણો જયારે ઉત્પાદકતાની દ્રષ્ટિએ ચાર ગણો વધારો જોવા મળેલ છે.

આપણા રાજ્યો અને દેશે છેલ્લા ચાર દાયકામાં ખેત ઉત્પાદનમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરીને અનાજનો વિપુલ જથ્થો ઉપલબ્ધ કરવાની વિશ્વમાં અદ્વિતીય સિદ્ધિ મેળવેલ છે. ગુજરાત રાજ્યો પણ ઘઉં ઉત્પાદનમાં ચોથા ક્રમે આવી મોટી હરણફાળ ભરેલ છે. રાજ્યમાં પિયત ઘઉંમાં સામાન્ય રીતે એસ્ટીવમ (બ્રેડ વ્હીટ) પ્રકારની જાતો વાવવામાં આવે છે. જ્યારે પિયત ડ્યુરમ પ્રકારની જાતો હેઠળ વિસ્તાર હજુ ખુબ ઓછો છે. બિનપિયત વિસ્તારમાં ૧૦૦ ટકા ડયુરમ પ્રકારના ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. રાજ્યમાં બિનપિયત ઘઉં ફક્ત ચોમાસા દરમ્યાન જમીનમાં સંગ્રહાયેલ ભેજ આધારિત પાક લેવામાં આવે છે. જેથી બિનપિયત વરસાદનું પ્રમાણ અને શિયાળાના ઋતુગાળા ઉપર આધારિત છે અને તે મુજબ ઘઉં પાક વાવેતરની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યનો પિયત અને બિનપિયત વિસ્તારમાં વહેંચણી કરવામાં આવેલ છે.

ઘઉંના પાકમાં આવતા ગેરૂ રોગ ખૂબ જ અગત્યનો છે. ભૂતકાળમાં આપણા દેશમાં ગેરૂ રોગથી ૦.૮ થી ૧.૫ મિલિયન ટન ઘઉં ઉત્પાદનમાં નુકશાનની નોંધ થયેલ છે. આપણા રાજ્યમાં પ્રવતમાન હવામાનમાં પાન અને થડનો ગેરૂ રોગ સામાન્ય રીતે રોગ ગ્રાહ્ય જાતોમાં જોવા મળે છે. આ બંને ગેરૂમાં થડનો ગેરૂ કે જેના લક્ષણો છોડના પાન, થડ તેમજ ઉંબી ઉપર આવતા હોઈ ઉત્પાદનની સીધી અસર કરે છે. હાલ વાવેતર માટે ભલામણ કરેલ જાતો બંને ગેરૂ સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. પરંતુ છેલ્લા વર્ષોમાં થડના ગેરૂની એક નવી પ્રજાતિ યુજી-૯૯ કેન્યા દેશમાં ઉદ્ભવેલ છે. જે દુનિયાના વાવેતર હેઠળની મોટાભાગની ઘઉંની જાતોને નુકશાન કરે તેવી સંભાવના છે. આ પ્રજાતિ સામે રોગપ્રતિકારકની ચકાસણી થતાં વિજાપુર સંશોધન કેન્દ્ર પરથી ભલામણ થતી જાતો પૈકી જી.ડબલ્યુ-૩૨૨ અને જી.ડબલ્યુ-૨૭૩ આ નવી પ્રજાતિ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી માલુમ પડે છે. જેથી સમયસરના વાવેતર માટે આ જાતોનો વ્યાપ વધારવા આથી ભલામણ કરવામાં આવે છે.

આમ, પિયત ઘઉંમાં ઉત્પાદકતા વધારવાના કારણોમાં વધુ ઉત્પાદન આપતી અને ગેરૂ રોગ પ્રતિકારક જાતો, પિયત, રાસાયણિક ખાતર, જીવાત નિયંત્રણ વગેરે ઉપર થયેલ સંશોધનોને આભારી છે. ઘઉં પાકમાં સમયસર યોગ્ય ખેતી પદ્ધતિ અપનાવવામાં આવે તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ પ્રકારની ઉત્પાદકતા વધારવા માટે અગત્યના ચાવીરૂપ મુદ્દાઓ અત્રે સંક્ષિપ્તમાં દશવેિલ છે.

પિયત વિસ્તાર : સામાનય મુદ્દાઓ (બધા જ પિયત વિસ્તાર માટે)

  • વાવણી યોગ્ય એટલે કે સમયસર વાવણી (૧૫ થી ૨૫ નવેમ્બરે) અને મોડી વાવણી (૨૫ નવેમ્બર થી ૫ ડિસેમ્બરે) કરવી.
  • સમયસરની વાવણી માટે જી.ડબલ્યુ-૪૯૬, જી.ડબલ્યુ-૩૨૨, જી.ડબલ્યુ-૧૯૦ અને પિયત ડયુરમ ઘઉંની જાત જી.ડબલ્યુ-૧૧૩૯ પૈકી કોઈ એક જાત પસંદગી કરવી જ્યારે મોડી વાવણી માટે જી.ડબલ્યુ-૧૭૩ જાતની જ પસંદગી કરવી.
  • બિયારણનો દર પસંદ કરેલ જાતોના દાણાના કદ પ્રમાણે જાળવવો.
  • સમયસરની વાવણી નવ ઈંચ (૯”) અને મોડી વાવણી ૭ ઈંચ (૭”) અંતર રાખી કરવી. મોડી વાવણીના સંજોગોમાં બિયારણનો દર સમયસરની વાવણી કરતા સવા ગણો રાખવો.
  • જમીનની ફળદ્રુપતા સુધારવા અને ઘઉંના પાકને આપવામાં આવતા રાસાયણિક ખાતરોની છોડની ઉપલબ્ધતામાં વધારો કરી વધુ ઉત્પાદન મેળવવા હેક્ટર દીઠ ૧૦ ટન સારું કહોવાયેલું છાણિયું ખાતર આપવું અથવા લીલો પડવાશ કરવો
  • અસરકારક ઉધઈ નિયંત્રણ માટે બિયારણને બાયફેન્ટથીન વ૦ ટકા ઈસી, ૨૦૦ મી.લી. દવાનો પટ અવશય આપવો.

સંશોધન આધારિત ભલામણો :

  • ઘઉંનું વાવેતર સમયસર એટલે કે ૧૫ થી ૨૫ નવેમ્બર વચ્ચે કરવું અનિવાર્ય સંજોગો સિવાય મોડું વાવેતર ટાળવું.
  • બીજને પૂખીને ટ્રેક્ટરથી આડી-ઉભી ખેડ કરી વાવવાને બદલે સંયુક્ત વાવણીયાના ઉપયોગ કરી વાવેતર કરવું. બિયારણનો યોગ્ય દર રાખવો.
  • જમીન સારી રીતે તેયાર કરી શકાય ત્યાં કોરામાં વાવેતર કરી પછીથી પિયત આપવું.
  • આ વિસ્તારમાં બિયારણ ફેરબદલીનો દર ખૂબ જ ઓછો છે. તેથી સમયાંતરે બિયારણની ફેરબદલી કરવી અને નવી ભલામણ કરેલી જાતો કેવી કે જી-ડબલ્યુ-૩૨૨ અને જી.ડબલ્યુ-૧૧૩૯ (ડયુરમ)નું વાવેતર વધારવું
  • મોડી વાવણીના સંજોગોમાં જી.ડબલ્યુ-૧૭૩ જાતની પસંદગી કરવી. ખૂબ મોડી વાવણીના સંજોગોમાં (૧૫ ડિસેમ્બર પછી) ડાંગર પછી જમીનમાં પૂરતો ભેજ હોય તો કોઈપણ જાતની ખેડ કર્યા વગર ઝીરો ટીલેજ મશીન દ્વારા સીધે સીધી વાવણી કરી શકાય.
  • સારકાંઠા જિલ્લામાં જે વિસ્તારમાં જ્યાં કૂવાના પાણીનો ઉપયોગ કરી ઘઉં વહેલા વાવવામાં આવે છે તે શક્ય હોય ત્યાં સુધી ટાળવું અથવા આવા સંજોગોમાં લોક-૧ જેવી વહેલી પાકતી જાતને બદલે જી.ડબલ્યુ-૨૭૩ અને જી.ડબલ્યુ-૧૯૦ જાતની જ પસંદગી કરવી.
  • રાસાયણિક ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ માટે ઘઉં વાવતા પહેલાં બિયારણને જેવિક ખાતર જેવા કે એઝોટોબેક્ટર અને પીએસબી કલ્યર (દરેકના ૩૦ ગ્રામ/કિ.ગ્રા. બિયારણ)નો પટ આપી પાયાના ખાતરમાં ૭૫ કિ.ગ્રા. નાઈટ્રોજન/હે.; ૩૦ કિ.ગ્રા. ફોસ્ફરસ/હે. અને પૂર્તિ ખાતરનો ૩૭.૫ કિ.ગ્રા. નાઈટ્રોજન/હે. પ્રથમ ગાંઠ અંદાજે (૩૫ દિવસે) વખતે આપવાથી નાઈટ્રોજનનો ૨૫ ટકા અને ફોસ્ફરસનો પ૦ ટકા બચાવ કરી શકાય છે.
  • નાઈટ્રોજન અને ફોસ્ફરસનું સપ્રમાણ જાળવવા ૬૦:૬૦ (નાઈટ્રોજન : ફોસ્ફરસ) કિલો / હેક્ટર અને પૂર્તિ ખાતર  તરીકે નાઈટ્રોજન ૬૦ કિલો /હેક્ટર પ્રથમ પિયત વખતે જ આપવો. જી.ડબલ્યુ-૨૭૩ અને જી.ડબલ્યુ-૧૯૦ જેવી ખાતર ગ્રાહી જાતોમાં ૧૨૦ કિલો/હેક્ટર કરતા વધુ નાઈટ્રોજન આપવો. પિયત ડ્યુરમ ઘઉં જી.ડબલ્યુ-૧૧૩૯ની ગુણવત્તા સુધારવા માટે ૬૦ કિલો નાઈટ્રોજન પૂર્તિ ખાતર પ્રથમ પિયત વખતે આપવું. આમ કરવાથી પોપટીયાપણું ઓછું થાય છે. ખૂબ જ મોડી વાવણી (૧૫ ડિસે. પછી) માં જી.ડબલ્યુ-૧૭૩ જાત પસંદ કરી પાયામાં ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને પ્રથમ પિયત (મુકુટ મૂળ અવસ્થા) તેમજ બીજા પિયત વખતે (પ્રથમ ગાંઠ અવસ્થા) ૪૦:૪૦ કિ.ગ્રા./નાઈટ્રોજન/હેક્ટર આપવો.
  • ટૂકડી ઘઉંનું મહત્તમ ઉત્પાદન મેળવવા ઘઉંની લોક-૧ જાતને બદલે જી.ડબલ્યુ-૨૭૩ જાતની વાવણી કરી હેક્ટરે ૧૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન આપવો.
  • પિયત ડયુરમ ઘઉંનું મહત્તમ ઉત્પાદન મેળવવા જી.ડબલ્યુ-૧૧૩૯ જાત પસંદ કરી ૧૯૦ કિ.ગ્રા./હે. બિયારણનો દર રાખી ચોકડી પદ્ધતિથી વાવેતર કરવું અને હેક્ટરે ૭૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પાયામાં અને ૭૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રથમ ગાંઠ અવસ્થાએ (૩૫ દિવસે) આપવો.
  • લોહ અને જસત જેવા સૂક્ષ્મતત્ત્વોની ઉણપવાળી જમીનમાં જમીનના રાસાયણિક પૃથ્થકરણ રીપોર્ટ આધારિત ૧૫ કિ.ગ્રા. આર્યન સલ્ફટ/હે. અને ૮ કિ.ગ્રા. ઝીંક સ૯ફેટ દર વર્ષે આપવું અથવા ઉભા પાકમાં સૂક્ષ્મતત્ત્વ ગ્રેડ ૪ નું ૧ ટકાનું દ્રાવણ વાવણી બાદ ૩૦, ૪૦ અને ૫૦ દિવસે છાંટવું. સાથે પાયાના ખાતરમાં ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન + ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ/હે. અને પૂર્તિ ખાતર તરીકે ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન/હેક્ટર મુકુટ મૂળ અવસ્થાએ (૧૯ થી બોરોન ૦.૫ ટકા સૂક્ષ્મતત્ત્વો હોય છે.
  • ભલામણ કરેલ ખાતરનો જથ્થો જમીન ચકાસણી અહેવાલ મુજબ આપવો.
  • અસરકારક નિંદણ નિયંત્રણ માટે પેનડીમિથાલીન (૧ કિ.ગ્રા. સક્રિય તત્વ/હે./૬૦૦ લીટર પાણી) નો પ્રિઈમરજન્સ તરીકે ઉપયોગ કરવો.
  • ઉભા પાકમાં નિંદણ નિયંત્રણ માટે ૨, ૪-ડી(૦.૪૦૦ કિ.ગ્રા. સક્રીય તત્વ/હે./૬૦૦ લીટર પાણી) ના દ્રાવણનો છટકાવ પ્રથમ અને બીજા પિયત વચ્ચે એટલે કે ૨૮-૩૦ દિવસે કરવો.
  • વરાપે અથવા કોરાટે વાવણીમાં અસરકારક અને પોષણક્ષમ નિંદણ નિયંત્રણ માટે મેટસલ્ફયુરોન મીથાઈલ ૪ ગ્રામ સક્રિય તત્વ/હે.પ્રમાણે ૪૦૦ લીટર પાણી સાથે વાવણી બાદ ૨૫ દિવસે છાંટવું.
  • ગુલ્લીદંડા નિંદણના અસરકારક નિયંત્રણ માટે સલ્ફોસલ્ફયુરોન દવા કોરાટે વાવણીમાં ૧૫ ગ્રામ સક્રિયતત્વ/હે. જ્યારે વરાપે વાવણીમાં ૨૫ ગ્રામ સક્રિય તત્વ/હે. ૨૫૦ લીટર પાણીમાં ઓગાળી વાવણી બાદ ૩૫ દિવસે છાંટવું.
  • અસરકારક ઉધઈ નિયંત્રણ માટે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ બાયફેન્ટીન ૧૦ ટકા ઈસી, ૨૦૦ મી.લી. દવાને પાંચ લીટર પાણીમાં ઓગાળી આગળની રાત્રે સારી રીતે પટ આપી ખુલ્લામાં સૂકવીને બીજા દિવસે વાવેતર કરવું.
  • ઉભા પાકમાં ઉધઈ નિયંત્રણ માટે એક હેક્ટરે ફીપ્રોનીલ ૧૦ એસ.સી. ૧.૬૦૦ લીટર દવા પાંચ લીટર પાણીમાં મિશ્ર કરી ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવીને પુખી હળવું પિયત આપવું.
  • પિયત પાણીના બચાવ અને અસરકારક ઉપયોગ માટે ક્યારા નાના બનાવવા. જમીનનો પ્રકાર, હવામાન, ઘઉંની જાત અને વાવણી સમયને અનુરૂપ અગત્યની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ના પડે તે રીતે પિયત મળી રહે તે રીતે વ્યવસ્થા કરવી. અપૂરતું પિયત હોય તો મુકુટ મૂળ અને દૂધિયા દાણા અવસ્થાએ પિયત મળે તેમ આયોજન કરવું
  • વધુ ઉત્પાદન મેળવવા અને પાણીના બચાવ માટે ફુવારા સેટ ઉપલબ્ધ હોય તો તેનો અવશ્ય ઉપયોગ કરવો. કુવારા પદ્ધતિથી પિયત આપવાથી ૩૧ ટકા પાણીની બચત થાય છે અને ૧૮ ટકા વધુ ઉત્પાદન મળે છે. જી.ડબલ્યુ-૧૭૩ જાતની વાવણી કરવાથી એક પિયત પાણીનો બચાવ થાય છે.

બિનપિયત ઘઉં વિસ્તાર  (ભાલ અને દરિયાકાંઠા વિસ્તાર)

  • વારંવાર હળ તથા કરબની ખેડ કરી જમીન ભરભરી બનાવવી.
  • જી.ડબલ્યુ-૧ અને અરણેજ ૨૦૬ જાતો પસંદ કરવી.
  • યોગ્ય વાવણીયાથી ૩૦ સે.મી.ના અંતરે વાવણી કરવી.
  • વાવણી વખતે હેક્ટર દીઠ ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૧૨.૫ કિ.ગ્રા. ફોસ્ફરસ અચુક આપવો.
  • પિયતની સગવડ હોય તો વાવણી બાદ ૩૦-૩૫ દિવસે અચૂક એક પિયત આપવું.
  • ખપેડીના નિયંત્રણ માટે આગોતરા પગલાં રૂપે શેટા-પાળા ઉપર મિથાઈલ પેરાથિયોન ૨ ટકા અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા પાવડર ૨૫ કિ.ગ્રા./હેક્ટર પ્રમાણે દવાઓ છાંટવો અને ઉભા પાક સમયે ખપેડીનો ઉપદ્રવ જણાય ત્યારે મિથાઈલ પેરાથિઓન ૨ ટકા અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા પાવડર ૨૫ કિ.ગ્રા./હેક્ટર પ્રમાણે દવાઓ છાંટવી.

ઘઉં પાકમાં ઉત્પાદન ખર્ચ ઘટાડી નફાકારકતા વધારવાના અગત્યના મુદ્દા :

  • સમયસર વાવણી કરી મોડા વાવેતરથી ઉત્પાદનમાં થતા ૧૫ થી ૩૦ ટકા ઘટાડાનો નિવારો.
  • સમયસરની વાવણી માટે જી.ડબલ્યુ-૨૭3, જી.ડબલ્યુ-૩૨૨, જી.ડબલ્યુ-૩૬૬, જાતોની પસંદગી કરી અન્ય જાતો કરતા પ્રતિ હેક્ટરે રૂ|.૧૫૦૦ થી ૨૫૦૦ સુધીની આવક મેળવો. તેવી જ રીતે મોડી વાવણી માટે જી.ડબલ્યુ૧૭૩ જાતની પસંદગી કરી રૂ|.૧૫૦૦ જેટલી વધુ આવક મેળવો.
  • સીડ કમ ફર્ટીલાઈઝર ડ્રીલ (સંયુક્ત વાવણીયા) થી ઘઉંની આડી ઉભી વાવણી કરી પૂખીને વાવણીની સરખામણીએ ૨૫ થી ૩૦ ટકા બિયારણમાં બચત કરો. કોરાટમાં વાવણી કરી પિયત આપવાથી ઉત્પાદનમાં ૧૨ ટકા વધારો કરી શકાય છે.
  • ડાંગર પછી ઘઉંની વાવણી માટે ડાંગરની કાપણી બાદ જમીનમાંના ભેજનો ઉપયોગ કરવો. ઝીરો ટીલેજ મશીનના ઉપયોગથી જમીન તેયાર કરવામાં થતા ખર્ચ (રૂ|. ૧૯૬૦/હેક્ટર) ની બચત સાથે સમયસર વાવણી થાય છે અને સ્થાનિક પદ્ધતિ કરતાં ઉત્પાદન વધુ મળવાથી કુલ રૂ. ૬૫૯૬-૦૦ જેટલો વધુ નફો મળે છે.
  • જમીન ચકાસણી અહેવાલ મુજબ જ ખાતર આપો. એઝોટોબેક્ટર અને પીએસબી જેવા જેવિક ખાતરનો ઉપયોગ કરી ખાતરના ખર્ચમાં હેક્ટરે રૂ. ૭૮૧/- ની બચત સાથે જમીનનો બગાડ અટકાવો અને હેક્ટર દીઠ પપ૪૧/- વધુ નફો મેળવો.

જીરૂ

જીરૂના પાકને પાણી તથા ખાતરની જરૂરીયાત ઓછી, ટૂંકા સમયમાં પાકતો અને ઉંચી વેચાણકિંમત હોવાથી સુકા અને અર્ધ સુકા વિસ્તારનો અગત્યનો રોકડિયો પાક છે. જીરૂમાં ઉડ્ડયનશીલ તેલ (૩.૫ થી ૪ ટકા હોય છે. જેમાં “ ક્યુમીનોલ’નું પ્રમાણ વધારે છે. જેનો ઉપયોગ ખોરાકમાં મસાલા તરીકે, દવાઓ, સુગંધીત દ્રવ્યો, વાનગીઓ તથા પીણા બનાવવામાં પણ થાય છે.

ભારતમાં ગુજરાત અને રાજસ્થાન જીરૂ ઉગાડનાર મુખ્ય રાજ્યો છે. આ બંને રાજ્યોમાં અંદાજે ૩ લાખ હેક્ટરમાં જીરૂનું વાવેતર થાય છે. દેશમાં વવાતા જીરૂના કુલ વાવેતરના ૫૦ ટકા વાવેતર ફક્ત ગુજરાતમાં થાય છે. રાજ્યના પાણીની અછતવાળા જિલ્લાઓ મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, કચ્છ, કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી વિગેરે મુખ્ય છે. અન્ય શિયાળુ પાકની સરખામણીમાં પિયત અને ખાતરની ઓછી જરૂરીયાતે વધુ આવક આપતો પાક હોવાથી તેનો વાવેતર વિસ્તાર ગુજરાતમાં ઉત્તરોત્તર વધતો જાય છે. દેશમાં જીરૂના પાકના વાવેતર વિસ્તાર (૨.૬૮ લાખ હેક્ટર) , ઉત્પાદન (૧.૪૦ લાખ ટન) અને ઉત્પાદકતા (પ૫૧ કિ/હે)માં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાને છે. પરંતુ તેની ઉત્પાદન ક્ષમતા ૧૬૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે છે.

જમીન અને આબોહવા :જીરૂ જુદા જુદા પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. પરંતુ સારા નિતારવાળી રેતાળ, ગોરાડુથી મધ્યમકાળી અને પુરતા પ્રમાણમાં સેન્દ્રીય તત્વ ધરાવતી જમીન વધારે માફક આવે છે. વધુ પિયતવાળી જમીનમાં નિંદામણ વધુ થતાં વારંવાર તેને કરવાનો ખર્ચ વધી જાય છે. આ પાકને ઠંડુ, સૂકુ તથા સ્વચ્છ હવામાન વધારે માફક આવે છે. વાદળછાયું અને ભેજવાળુ હવામાન પાકમાં ચમચી (કાળિયો) અને ભૂકીછારાના ઉપદ્રવ માટે અનુકૂળ પરિસ્થિતિ પુરી પાડે છે.

પાકની ફેરબદલી : પાકની ફેરબદલી જમીન અને રોગ વ્યવસ્થામાં ખૂબ જ ઉપયોગી સાબિત થયેલ છે. જીરૂનું વાવેતર ચોમાસુ પાકો જેવા કે મગફળી, મકાઈ, તલ, મગ, અડદ અને ઘાસચારાની જુવાર પછી સફળતાપૂર્વક કરી શકાય છે.

સુધારેલી જાતો :જીરૂના પાકના વાવેતર માટે બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સાદાં કૃષિ યુનિવર્સિટી, જગુદણ દ્વારા બહાર પાડવામાં આવેલી ગુજરાત જીરૂ-૧, ગુજરાત જીરૂ-૨, ગુજરાત જીરૂ-૩ તથા ગુજરાત જીરૂ-૪ નામની સુધારેલી જાતોનું વાવેતર કરવા ભલામણ કરવામાં આવે છે.

  • જીરૂના બીજને ૧૨૦ મી.મી. કદની લંબચોરસ કદના કાણાના માપવાળી ચારણીથી ચાળીને ઉપર રહેલા બીજનો
  • વાવેતરમાં ઉપયોગ કરવો. વાવણી પહેલાં બીજને આઠ કલાક પાણીમાં પલાળી કોરુ કરી વાવેતર કરવાથી સારો અને ઝડપી
  • ઉગાવો થાય છે. જમીનજન્ય અને બીજ જન્ય રોગના નિયંત્રણ માટે તથા સારા ઉગાવા માટે એક કિલોગ્રામ બીજ દીઠ ત્રણ ગ્રામ
  • પારાયુક્ત દવા જેવી કે એગ્રોસાન અથવા થાયરામ, કેપ્ટાન અથવા એમીસાનનો પટ આપવો.
  • આઠ કલાક પાણીમાં પલાળેલ બીજને કોથળા ઉપર પાથરી તેના ઉપર બીજો કોથળો ટાંકી દેવો, ઉપરના કોથળાને પાણી છાંટી ભીનો રાખવો. આવી પરિસ્થિતિમાં પ-૬ દિવસ રાખીને જીરૂના બીજનું વાવેતર કરવાથી ઉગાવા માટેનું બીજ પિયત (મોહરણ) આપવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ આ પધ્ધતિમાં વાવણી પછી તુરત જ પિયત આપવું ખૂબ જ જરૂરી છે.

વાવણી સમય અને બિયારણનો દર :જીરૂના સારા ઉગાવા માટે ઠંડુ અને સૂકુ હવામાન જરૂરી હોવાથી નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં જ્યારે મહત્તમ ઉષ્ણતામાન ૩૦ સે ગ્રે. આજુબાજુ થાય ત્યારે કરેલ વાવણી વધારે લાભદાયી પુરવાર થયેલી છે. મોડી વાવણીમાં રોગ-જીવાતનો વધારે ઉપદ્રવ જોવા મળે છે. સાથે સાથે પાકને વિકાસ માટે પુરતો સમય ન મળતાં અને પાક ટુંકાગળામાં પરિપક્વ થવાથી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. વાવણી પધ્ધતિ, જમીનની પ્રત અને ક્ષારના પ્રમાણના આધારે પ્રતિ હેક્ટરે ૧૨ થી ૧૬ કિલોગ્રામ બિયારણપુરતું છે.

ખેતરની પસંદગી અને જમીનની તેયારી :જીરૂના પાકની સફળતાપૂર્વક ખેતી માટે ખેતરની આજુબાજુ ઘઉં, દિવેલા, રાયડો, રજકો જેવા વધારે પાણીની જરૂરીયાતવાળા પાક ન હોય તેવું ખેતર પસંદ કરવું જોઈએ. અનુભવે જાણવા મળેલ છે કે, જીરૂના પાકમાં કાળીયાની શરૂઆત મુખ્યત્વે રાયડાવાળા ખેતરની બાજુએથી થાય છે. તેથી જીરૂ અને રાયડાનું વાવેતર એકબીજાની નજીકમાં કરવું હિતાવહ નથી. તેમજ અગાઉના વર્ષ દરમ્યાન જીરૂનો પાક લીધેલ ન હોય તેવા ખેતરની પસંદગી કરવી. હળથી ઉંડી ખેડ કરી ૨ થી 3 વાર કરબની ખેડ કરી જમીન પોચી અને ભરભરી બનાવવી. ત્યારબાદ સમાર મારી સમતળ કરવી. જમીનના ટોળાવ પ્રમાણે ક્યારા

સાંકડા અને નાના એટલે કે ૬ મી. X ૨ મી. માપના બનાવવાથી ઉત્પાદન, નફો તથા પિયતની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

વાવણીની પધ્ધતિ :સામાન્ય રીતે જીરૂની વાવણી પૂખીને કરવામાં આવે છે. પરંતુ ૩૦ સે.મી.ના અંતરે વાવણી કરવામાં બિયારણનો દર અને રોગનું પ્રમાણ ઘટાડી શકાય તથા નિંદણ નિયંત્રણમાં પણ વધારે અનુકુળતા રહે છે. જીરૂના પાક માટે વાવણીની ઉંડાઈ ૧.૫ થી ૨ સે.મી. સુધી રાખવી.

જીરૂનું બીજ નાનું હોવાથી તેમજ પુરતો ઉગાવો મેળવવા માટે બીજ જમીનમાં ૧ સે.મી. થી વધારે ઉંડાઈએ ન પડે તેની કાળજી લેવી જોઈએ.

જીરૂ એ ટૂંકા ગાળાનો તથા છીછરા મૂળ વાળો પાક હોઈ સામાન્ય રીતે દર વર્ષે છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યાં ફળદ્રુપતા ઓછી હોય ત્યાં પ્રતિ હેક્ટરે ૧૦ થી ૧૨ ટ્રેક્ટર ટ્રોલી સારું કહોવાયેલું ખાતર જમીન તેયાર કરવાના સમયે આપી જમીન સાથે ભેળવી દેવું જોઈએ. પરંતુ અગાઉના ચોમાસુ પાકમાં છાણિયું ખાતર આપેલ હોય તો શિયાળુપાકમાં આપવાની જરૂર નથી.

જીરૂના પાકમાં ૩૦+૧૫ કિલોગ્રામ ના. ફો. પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે. પરંતુ જમીનની ફળદ્રુપતા પ્રમાણે નાઈટ્રોજન પ્રમાણે વધ-ઘટ કરવું જરૂરી છે. જે નીચે મુજબ આપવું.

ડી.એ.પી/ યુરિયા

  • પાયાનાં ખાતર 33 2Ο વાવણી અગાઉ વ્યાસમાં (વપ+૧૫ કિલો બીજથી નીચે ઓરીને આપવું ના ફો./હે)
  • પૂર્તિ ખાતર પાક ૩૦ દિવસનો થાય (વપ કિલો ના../હે.) ત્યારે નિંદામણ કયા બાદ હારમાં છોડથી દૂર આપવું.
  • પૂર્તિ ખાતર પિયત આપ્યા બાદ જમીનમાં પગ ટકે તેવા ભેજે સાંજના સમયે આપવું જોઈએ.
  • પિયત :જીરૂના પાકમાં પિયત એ ખૂબ જ જોખમી પરિબળ છે. પ્રથમ પિયત વાવણી બાદ તુર્તજ, બીજુ હલકું પિયત જમીનની પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસે (સારા અને ઝડપી ઉગાવા માટે), ત્રીજુ પિયત ૩૦ દિવસે અને ચોથુ પિયત ૬૦ દિવસે આપવાની ભલામણ છે. જ્યારે સોરાષ્ટ્ર વિસ્તારની છીછરી તથા બનાસકાંઠાની રેતાળ જમીનમાં પાંચમું પિયત ૭૦ દિવસ બાદ આપવું.
  • વાદળછાયુ વાતાવરણ, કમોસમી વરસાદ અથવા રોગ આવવાના ચિન્હો જણાય તો પિયત આપવાનું બંધ કરવાથી ગરમી તથા છારાના રોગનો ફેલાવો અટકાવી શકાય છે.
  • પાણીની અછત હોય ત્યારે પાકને કટોકટીની અવસ્થા જેવી કે વનસ્પતિક વૃધ્ધિના તબક્કે (વાવણી બાદ ૩૦ દિવસે), બીજના વિકાસના તબક્કે (વાવણી બાદ ૬૫ દિવસે) પિયત આપવું જોઈએ. જીરૂનો પાક ભારે કાળી જમીનમાં ઉગાવા બાદ શક્ય હોય તો એકાદ પિયત આપીને સફળતાપૂર્વક લઈ શકાય છે.
  • જીરૂના પાકનો વૃદ્ધિદર ઓછો હોવાથી નિંદામણ સામે હરીફાઈમાં ટકી શકતો નથી. જેથી નિંદણને કારણે કેટલીકવાર પાક નિષ્ફળ જાય છે. જીરૂના પાકને ૪૫ દિવસ સુધી નિંદણ મુક્ત રાખવો ખાસ જરૂરી છે. જ્યાં ખેત મજૂરો સહેલાઈથી, સસ્તા દરે મળતા હોય ત્યાં વાવણી બાદ ૨૫-૩૦ દિવસે અને બીજુ નિંદામણ જરૂરીયાત મુજબ ૪૦ દિવસે કરવું. પરંતુ જ્યાં મજૂરોની અછત હોય અને મજૂરીના દર ઉંચા હોય ત્યાં નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ.
  • પેન્ડીમીથેલીન ૧.૦ કિ.ગ્રા. સક્રિયતત્ત્વ અથવા ફલ્યયુક્લોરાલીન ૦.૯ કિ.ગ્રા. સક્રિયતત્ત્વ પ્રમાણે પ્રતિ હેક્ટરે જીરૂની વાવણી પછી પ્રથમ પિયત પહેલાં અથવા પિયત પછી ભેજમુક્ત જમીનમાં બે થી ત્રણ દિવસમાં એક સરખો છટકાવ કરવો. આ
  • શક્ય ન બને તો રેતી સાથે મિશ્રણ કરી પિયત પછી બે થી ત્રણ દિવસમાં એક સરખો છટકાવ કરવાથી પણ નિંદણનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
  • જીરૂની વાવણી ૩૦ સે.મી.ના અંતરે ચાસમાં કરેલી હોય તો પૂર્તિ ખાતર આપ્યા પછી આાંતરખેડ કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. તેમજ ત્રીજા, ચોથા અને પાંચમા પિયત પછી આાંતરખેડ કરવાથી કાળિયાના રોગને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે.

પાક સંરક્ષણ :વાદળછાયા અને ઝાકળવાળા વાતાવરણમાં આખા છોડ ઉપર કુગના અસંખ્ય બિજાણ તેયાર થાય છે. શિયાળામાં કમોસમી વરસાદ કે માવઠું થાય તો રોગની વૃધ્ધિ અને ફેલાવો ખૂબ જ ઝડપથી થાય છે. જે હવા દ્વારા ખેતરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં રોગનો ફેલાવો ખૂબ જ ઝડપથી કરે છે. વાતાવરણ અનુકૂળ હોય તો પાક ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે રોગની શરૂઆત થાય છે. રોગની શરૂઆતમાં કુમળા પાન તથા ડાળીઓ ઉપર ખૂબ જ નાના અને થોડા દબાયેલા કથ્થાઈગના ટપકાં જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં ટપકાંનું કદ વધે છે અને આખો છોડ રતાશ પડતા કથ્થાઈ રંગના થાય છે. કુમળી ડાળીઓ ઉપર લાંબા ભૂખરાથી બદામી રંગના છાલા પડે છે. ડાળી ઉપર ડાઘ પડે ત્યાંથી ઉપરનો ભાગ ઝડપથી સુકાઈ જાય છે અને કુમળી અવસ્થામાં રોગ લાગે તો છોડ ઉપર કુલ બેસતા પહેલાં જ સુકાઈ જાય

છે અને કુલ બેસવાની અવ્યવસ્થાએ રોગ લાગે તો દાણા બેસે પણ તે ચીમળાયેલા, વજનમાં હલકા અને કાળા રંગના

હોય છે. ઘણી વખતે દૂધ અવ્યવસ્થાએ હોય અને રોગ લાગે તો દાણાની ગુણવત્તા ખૂબ જ હલકી રહે છે. આ રોગીષ્ઠ

જીરૂના બજારમાં ભાવ ખૂબ જ નીચા મળે છે. કાળીયાના રોગથી જીરૂના ઉત્પાદનમાં પ૦% સુધી ઘટાડો થાય છે. ઘણી વખત રોગની વધુ તીવ્રતાને લીધે ૧૦૦ ટકા પાક પણ નિષ્ફળ જાય છે.

ખેતીકાર્યો દ્વારા નિયંત્રણ :

(૧) પાકની ફેરબદલી કરવી.

(૨) પાકની વાવણી ૨૫મી ઓક્ટોબર થી ૧૦મી નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆત થતાં હારમાં (૩૦ સે.મી. અંતર) વાવણી કરવી.

(૩) ક્યારા નાના રાખી હલકુ પિયત આપવું.

ક્યારામાં પાછળના ભાગે પાણી ભરાઈ રહે નહીં તે કાળજી રાખવી. છાણિયા ખાતરનો ઉપયોગ કરવો. વધુ પડતા નાઈટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ ટાળવો.

શરૂઆતમાં જોવા મળતા રોગીષ્ટ છોડ કાળજીપૂર્વક ઉપાડીને તેનો નાશ કરવો. શેટે પાળે નાખી ન રાખવા, કારણ કે આમાં પણ રોગકારક કુગની વૃધ્ધિ થાય છે.

રાઈ, ઘઉં, રજકો જેવા પિયત પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવું નહીં. (૯) પિયત પછી શક્ય હોય તો આાંતર ખેડ કરવી. (૧૦) વાદળછાયું અને ધુમ્મસવાળું વાતાવરણ થાય તો પિયત બંધ કરવું. (૧૧) ધુમ્મસ વધુ હોય તો રાત્રે ખેતરમાં અમુક જગ્યાએ કચરો સળગાવી ધુમાડો કરવો.

(૧) બીજજન્ય રોગ હોઈ બીજને પહેલાં એમીસાન, મેન્કોઝેબ અને થાયરમ પેકી કોઈ એક ફુગાવાનાશક દવાનો પટ ૩ ગ્રામ પ્રતિ વ કિલો બીજ દીઠ આપવો. બીજને કેપ્ટાન (૨ ગ્રામ/કિ.ગ્રા. બીજ)નો પટ આપવાથી રોગની

શક્યતાઓ ઘટે છે અને સ્કુરણ શક્તિમાં વધારો થાય છે. એટલે કે વર્ષો વર્ષ એક જ ખાતરમાં જીરૂનું વાવેતર કરેલ હોય ત્યાં આ રોગનો ફેલાવો ઝડપથી થાય છે.

રોગ આવવાની રાહ જોયા સિવાય પાક ૪૦ દિવસનો થાય ત્યારે મેનકોઝેબ દવા (33 ગ્રામ/૧૦ લીટર) ૨૫ મીલી. તેલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ મિશ્રણ કરી કુલ ચાર છટકાવ ૧૦ દિવસના અંતરે કરવા. દવા છાંટતી વખતે દવાનું દ્રાવણ ધુમાડા સ્વરૂપે પંપની નોઝલમાં બહાર નીકળે અને ખેતરમાં બધા જ છોડ સારી રીતે ભીંજાય તે રીતે દવા છાંટવી

સુકારો :લક્ષણો : જમીન જન્ય રોગને કારણે સુકારાનો રોગ થાય છે. જમીનમાં કુગના બિજાણની સંખ્યા વધુ હોય તો સુકારાનો રોગ લાગુ પડતાં સાવ તંદુરસ્ત છોડના પાન અને ડાળીઓ એકાએક નમી પડે છે અને બીજા દિવસે આખો છોડ લંઘાઈને સુકાઈ જાય છે. રોગની શરૂઆતમાં ખેતરમાં નાના કુંડાળા જોવા મળે છે. જે ધીમે ધીમે વધારે વિસ્તારમાં પ્રસરે છે. રોગીષ્ટ છોડ ઉપર દાણા બેસતા નથી અને જો બેસે તો તેનો વિકાસ થતો નથી. જેથી દાણા ચીમળાયેલા, વજનમાં હલકા અને ઉતરતી ગુણવત્તાવાળા પાકે છે. જીરૂના પાકમાં આ રોગનો ઉપદ્રવ ૭૬ ટકા સુધી જોવા મળે છે અને પ-૨૫ ટકા સુધી ઉત્પાદન ઘટાડો થાય છે.

નિયંત્રણ :

(૧) ભલામણ કરેલ સુકારા રોગ પ્રતિકારક જાત ગુજરાત જીરૂ-૩ અને ૪ નું વાવેતર કરવું.

(૨) ઉનાળામાં ૨-૩ વખત ઉડી ખેડ કરવી. પાકની ફેરબદલી કરવી, જુવારના પાક પછી જીરૂ વાવવાથી રોગનો ઉપદ્રવ ઘટે છે. છાણિયા ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.

જમીનમાં દિવેલી ખોળ, રાયડા ખોળ કે પોલસ્ટ્રી ખાતર પેકી કોઈપણ એક ૨.૫ ટન/હેક્ટરે પ્રમાણે વાવણી પહેલાં PHIվd.

(૬) ચરમીના નિયંત્રણમાં જણાવેલ કુગનાશકો પૈકી કોઈ એક અથવા કાર્બેન્ડેઝીમ ૩ ગ્રામ/૧ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવું.

(૭) સુકાતા છોડ કાળજીપૂર્વક ઉપાડી, બાળીને નાશ કરવો. ભૂકી છારો :

ભૂકી છારાનો રોગ ખેડુત આલમમાં છાસિયા કે છારાના નામે જાણીતો છે.

લક્ષણો : અનુકૂળ વાતાવરણમાં રોગની શરૂઆત નીચેના પાન ઉપર થાય છે. પાન ઉપર કુગની સફેદ રંગની વૃદ્ધિ આછા અમલ જેવી થાય છે. પાન ઉપર ૧-૨ જગ્યાએ રોગની શરૂઆત થતી જોવા મળે છે અને સમય જતાં કુગની વૃધ્ધિ,

છોડના પાન, કુમળી ડાળીઓ તેમજ બીજ ઉપર જોવા મળતાં, છોડ ઉપર સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય છે. રોગથી છોડનો વિકાસ અટકે છે અને દાણા બેસતા નથી અને જો બેસે તો વજનમાં હલકા રહે છે. કુલ બેસવાની અવસ્થાએ ભૂકી છારો રોગ લાગવાથી ૫૦ ટકા ઉત્પાદન ઘટી શકે છે. જ્યારે તે પછી રોગ લાગે તો ઉત્પાદનમાં ૧૦-૧૫ ટકાનો ઘટાડો થાય છે.

(૧) જીરૂના ખેતરની આજુબાજુ રહેલ ભારે વાડ તથા ખેતરમાં રહેલ મોટા ઝાડની છટણી કરવી.

(૨) પાકમાં રોગ આવતાં પહેલાં સંરક્ષણાત્મક પગલાં રૂપે ૩૦૦ મેશ ગંધકની ભૂકી ૨૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે ૪૫ દિવસે છાંટવી. ગાંધકનો છટકાવ સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે કરવો.

(૩) પાકમાં રોગ આવ્યા બાદ ૧૫ દિવસના અંતરે ત્રણ વખત ૩૦૦ મેશ ગાંધક ૨૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે અથવા દ્રાવ્ય ગાંધક (૨૫ ગ્રામ/વo લીટર પાણી) અથવા કેલીક્ષીન (૭ મિલી/વo લીટર પાણી)ના ૨-૩ છટકાવ કરવા.

(૧) મોલોમશી: જીરૂની સાથે ધાણા, વરિયાળી, અજમો, મેથી, સુવા વગેરે પાકોમાં પણ મોલોમશી ડાળી, પાંદડા, ફૂલ તેમજ કુમળા તેમજ દાણામાંથી રસ ચૂસે છે. આ જીવાતના શરીરમાંથી મધ જેવો ચીકણો રસ ઝરે છે. જીવાતના ઉપદ્રવ છતાં બંધાયેલ દાણા પણ હલકી ગુણવત્તાવાળા બને છે.

નિયંત્રણ : અસરકારક અને પોષણક્ષમ નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં ૧૦ મીલી મિથાઈલ-ઓ-ડીમેટોન અથવા ડાયમીથોએટ વ૦ મીલી અથવા મોનોક્રોટોફોસ વ૨ મીલી પ્રમાણે ભેળવી કોઈપણ એક શોષક પ્રકારની દવાનો છટકાવ કરવો જોઈએ.

(૨) તડતડીયાં ઃ તડતડીયાં જીરૂ, મેથી, અજમો, ધાણા, સવા અને વરિયાળીના પાકોમાં પાનની નીચેની બાજુએ રહીને રસ ચૂસે છે. પરિણામે પાનની ટોચો તથા ધારો પીળી પડી જાય છે. જો આ ઉપદ્રવ વધારે હોય તો છોડ ફીક્કો પડી જાય છે અને પાન કોકડાઈ જઈ સુકાઈ જાય છે.

(૩) થ્રીપ્સ : આ જીવાતનાં બચ્ચાં અને પુષ્ટ કીટક કુમળા થડ, ડાળીઓ તથા દાણા પર ઘસરકા પાડી તેમાંથી નીકળતો રસ ચૂસે છે. જેના કારણે થડ, ડાળીઓ તથા દાણા પર તપખીરીયા કાળા રંગના ઘસરકા જોવા મળે છે. ફુલ તથા

દાણા બેસવાના સમયે આ જીવાતનો ઉપદ્રવ વધારે હોય તો દાણાની ગુણવત્તા તથા ઉત્પાદન પર માઠી અસર કરે ६').

નિયંત્રણ : કોઈપણ શોષક પ્રકારની જંતુનાશક દવા જેવી કે ડાયમીથોએટ ૦.૦૩ ટકા, મીથાઇલ-ઓ-ડીમેટોન ૦.૦૨૫ ટકા અથવા ફોસ્ફામિડોન ૦.૦૩ ટકા ના પ્રમાણમાં એટલે કે ૧૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી જરૂરી દ્રાવણ બનાવી છટકાવ કરવો.

કાપણી : જીરૂનો પાક ૧૦૫ થી ૧૧૦ દિવસે પરિપક્વ થઈ જાય છે. પાક દેહધાર્મિક રીતે પરિપક્વ થાય એટલે છોડ પુરેપુરા પીળા થાય ત્યારે કાપણી કરવાથી ગુણવત્તામાં સુધારો થાય છે. અને કાપણી વખતે દાણા ખરી પડતા અટકાવી શકાય છે. સામાન્ય રીતે ખેડૂતો જીરૂનો પાક ખેતરમાં બિલકુલ સુકાઈ જાય ત્યારે કાપણી કરે છે. આ પધ્ધતિથી કાપણી વખતે જીરૂના દાણા ખરી પડે, રંગ ઝાંખો થાય અને તેલના ટકા પણ ઓછા થાય છે.

દાણા ખરી ન જાય તે માટે કાપણી ઝાકળ ઉડી જાય તે પહેલાં સવારના અગિયાર વાગ્યા સુધી કરવી. કાપણી કરેલ છોડ એકત્ર કરી સ્વચ્છ તથા કઠણ ખળામાં લાવી બે થી ત્રણ દિવસ સુકવી લાકડીની મદદથી ઝુડી અથવા શ્રેસરથી દાણા છુટા પાડી ઉપણી સાફ કરવા.

પેકીંગ : ચારણા અથવા ગ્રેડીંગ મશીનની મદદથી મોટા દાણા, કચરો, નિંદણ બીજ, હલકા દાણા છુટા પાડવા. ભવિષ્ય માટે સંગ્રહ કરવા સારુ દાણામાં ભેજનું પ્રમાણ ૧૦ ટકાથી વધારે ન રહે તે મુજબ દાણા સુકવવા, ત્યારબાદ ગુણવત્તા પ્રમાણે સ્વરછ પોલીથીલીન કે શણના કોથળામાં પેકીંગ કરી ભેજરહિત, ઉંદર તથા જીવાત રહીત વખારમાં સંગ્રહ કરવો.

ઉત્પાદન : ૬૦૦ થી ૮૦૦ કિલો/હે.

દિવેલાની વેજ્ઞાનિક ખેતી પદ્ધતિ

દિવેલાએ દેશનો અગત્યનો અખાદ્ય તેલીબીયાં પાક છે. દિવેલાનો ઓધોગિક મહત્વ વધુ હોઈ તેનો ઉપયોગ દવાથી માંડીને વિવિધ ઉદ્યોગોમાં થાય છે. તેના તેલની ગુણવત્તાને લીધે એન્જિનોના ઉજણમાં, રંગ-રસાયણોની બનાવટમાં અને વિવિધ ઓધોગિક બનાવટો જેવી કે પ્લાસ્ટીક, સાબુ, છાપકામની શાહી, મીણ, હાડ પ્લાસ્ટીક સીટો, રબર, કોસમેટીક આઈટમો અને દવાઓમાં વપરાય છે. છોડના માવાનો ઉપયોગ પુંઠાં અને સમાચાર પત્રો માટેના કાગળોની બનાવટમાં કરવામાં આવે છે. દિવેલાના ખોળમાં રહેલ રેસીન નામના કેફી તત્વને લીધે તે પશુઓના ખાણદાણમાં વાપરી શકાતો નથી. પરંતુ તેમાં ૪ ટકા નાઈટ્રોજન તત્વ હોઈ જમીનની ફળદ્રુપતા સુધારવા સેન્દ્રીય ખાતર તરીકે તે ખૂબ જ ઉપયોગી છે.

દિવેલાના વિસ્તાર અને ઉત્પાદનમાં દુનિયામાં ભારતનું સ્થાન પ્રથમ છે અને ગુજરાત રાજ્ય વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં પ્રથમસ્થાન ધરાવે છે. સને ૨૦૧૦-૧૧માં દેશના કુલ વાવેતરના ૬૦ ટકા વિસ્તાર (૪.૯૧ લાખ હેક્ટર) અને કુલ ઉત્પાદનના ૮૦ ટકા ઉત્પાદન (૯.૮૬ લાખ ટન) ગુજરાત રાજ્યમાં થાય છે. ગુજરાતમાં હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદન વર્ષ ૧૯૬૬-૭૦માં ૩૪૭ કિગ્રા હતું, જે જી.સી.એચ. ૭ જેવી વધુ ઉત્પાદન આપતી હાઈબ્રીડ જાતો વિકસાવવાના તથા તેનો વાવેતર વિસ્તાર વધવાને પરિણામે સરેરાશ ઉત્પાદન વધીને ૨૦૧૦-૧૧ માં ૨૦૧૦ કિ.ગ્રા./હે. થયેલ છે. હાલમાં દાણા, તેલ અને તેલની વિવિધ બનાવટોની નિકાસ કરીને દેશ રૂ|.૩૪૦૦ કરોડથી વધારે કિંમતનું મહામુલુવિદેશી હુંડીયામણ મેળવે છે.

દુનિયામાં દિવેલાના પાકનું વાવેતર મુખ્યત્વે ભારત, ચીન, બ્રાઝીલ, રશીયા, થાયલેન્ડ, આફ્રિકાના દેશો, પાકિસ્તાન, ફીલીપાઈન્સ વગેરે દેશોમાં થાય છે. દુનિયાના કુલ વાવેતર વિસ્તારના ૫૦ ટકા વિસ્તાર (૮.૬૦ લાખ હે.) અને કુલ ઉત્પાદનના ૬૦ ટકા ભારતમાં થાય છે. (૧૧.૯૦ લાખ ટન) તથા ઉત્પાદકતા ૧૩૫૮ કિલો/હેક્ટર (૨૦૧૦-૧૧) છે. દેશમાં દિવેલાનું વાવેતર ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમાં મુખ્યત્વે કરવામાં આવે છે.

ઓછા ભેજ સામે ટકી રહેવાની વધુ શક્તિ, ઓછા ખર્ચે વધુ આર્થિક આપતો તથા ઓછા રોગ-જીવાતના પ્રશ્નોને કારણે દિવેલાનો પાક પિયત તથા બિનપિયત તરીકે દેશના ઘણા રાજ્યોના ખેડૂતોમાં લોકપ્રિય થવાથી તેનો વાવેતર વિસ્તાર વર્ષે વર્ષ ઝડપથી વધતો જાય છે.

૧. જમીન અને આબોહવા

દિવેલા લાંબા ગાળાનો પાક હોવાથી ફળદ્રુપ અને સારા નિતારવાળી જમીન વધું માફક આવે છે. પાણી ભરાઈ રહેતુ હોય તેવી કાળી જમીન અને ક્ષારીય જમીન ઓછી માફક આવે છે. જો કે મધ્યમઆમલીય જમીનમાં આા પાક લઈ શકાય છે. સારા નિતારવાળી, મધ્યમકાળી, ગોરાડું અને રેતાળ ગોરાડું જમીન આ પાકને ખૂબ જ માફક આવે છે. પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોઈ બિનપિયત પાક તરીકે સુકા વિસ્તારોમાં સારું ઉત્પાદન આપે છે તથા પિયત ખેતીમાં બે થી ત્રણ ઘણું ઉત્પાદન આપે છે. આ પાક વધુ પડતી ઠંડી અને હીમ સહન કરી શકતો નથી. આ પાકની વાવણી માટે ઉનાળામાં ઉંડી ખેડ તથા વાવણી વખતે હળની એક ખેડ અને બે કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરી વાવેતર કરવું.

૨. Gીજની પસંદગી :

ગુજરાત રાજ્યના ખેડૂતોને વધુ ઉત્પાદન લેવા દિવેલાની નીચે મુજબની સુધારેલ હાઈબ્રીડ જાતો વાવેતર માટે ભલામણ

કરવામાં આવેલ છે.

ઉપરોક્ત જાતો પૈકી જી.સી.એચ. ૭ જાત પિયતખેતીમાં વધુ ઉત્પાદન સાથે સુકારા તથા કૃમિ અને મુળના કહોવારા રોગ

સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોઈ આ જાતની વાવણી માટે પસંદગી કરવી જોઈએ.

લીલું થડ, દ્રિછારીય, મોટા કદના કાંટાવાળા ગાંગડા, બિનપિયતમાં અનુકૂળ છે.

ત્રિછારીય, લાલ થડ, પિયત-બિનપિયત ખેતી માટે ભલામણ કરેલ છે. લીલું થડ, ત્રિછારીય, કાંટાવાળા ગાંગડા, પિયત-બિનપિયત ખેતી માટે અનુકૂળ છે

લીલું લાલ છાંટવાળું થડ, ત્રિછારીય, કાંટાવાળા ગાંગડા, લાંબી ધરૂમાળો ધરાવતી, મૂળ ના કહો વારા સામે પ્રતિકારકતા તથા પિયત/બિનપિયતમાં અનુકૂળ જાત છે.

લાલ થડ, દ્રિછારીય, અધિકાંટાવાળા ગાંગડા, સુકારા સામે પ્રતિકારકતા, પિયત ખેતી માટે વધુ અનુકૂળ છે. લાલ થડ, દિવછારીય, મોટા કદના કાંટાવાળા ગાંગડા, મોડી વાવણી માટે પિયત તથા બિનપિયતમાં અનુકૂળ જાત, લાંબી ધરૂમાળો તથા સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.

લાલ થડ, મૂળના કહોવારા સામે પ્રતિકારક, બિનપિયત માટે અનુકૂળ છે. લાલ થડ, ત્રિછારીય, અર્ધ કાંટાવાળા ગાંગડા, ગાંઠો ઉપર નેક્ટરી, ગલેન્ડ સુકારાકૃમિ અને મૂળના કહોવારા રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. વધુ ડાળીઓ, પિયતમાં વધુ અનુકૂળતા તથા વધુ ઉત્પાદન આપતી જાત છે. લાલ થડ, ત્રિછારીય, કાંટાવાળા ગાંગડા, સુકારા સામે પ્રતિકારક જાત પિયતબિનપિયત ખેતીમાં અનુકૂળ જાત તથા હાઈબ્રીડ જાત જેટલું ઉત્પાદન આપે છે.

જમીનજન્ય રોગોથી છોડના રક્ષણ માટે વાવતાં પહેલાં બીજને ફુગનાશક દવા (થાયરમ) કિલો બીજ દીઠ ૩ ગ્રામ અથવા બાવીસ્ટીન ૧ ગ્રામ પ્રમાણે પટ આપી વાવણી કરવી. દિવેલાની હાઈબ્રીડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવાનો વધુ આગ્રહ રાખવો જેથી અન્ય કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં.

૪. વાવણી સમય :

પિયત ખેતી માટે દિવેલાની વાવણી ૧૫મી ઓગષ્ટ પછી કરવાથી પાકને ઘોડીયા ઈયળ તથા ડોડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવથી બચાવી શકાય છે. આમ છતાં જુદી જુદી જાતો પ્રમાણે ભલામણો નીચે પ્રમાણે છે.

જીએયુસીએચ.૧

જુલાઈના અંતથી ઓગષ્ટ સુધીમાં ૯૦ x ૬૦ સે.મી. ના અંતરે વાવણી કરવી.

જી.સી.એચ. ૪ ઓગષ્ટ મધ્યમાં ૧૨૦ x ૬૦ સે.મી.ના અંતરે વાવણી કરવી.

ઓગષ્ટ મધ્યથી સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયા સુધીમાં ૧૫૦ x ૧૫૦ સે.મી. ના અંતરે વાવણી કરવી. રવિ દિવેલાની વાવણી ૧૫ ઓક્ટોબર આસપાસ ૯૦ x ૬૦ સેમી.ના અંતરે કરવી. રવિ ઋતુની વાવણી માટે જી.સી.એચ.પ જાત ભલામણ કરેલ છે.

બિન પિયત દિવેલાની વાવણી લાયક વરસાદ થયેથી જુલાઈ માસના બીજા પખવાડિયામાં કરવી. મોડી વાવણી કરવાથી ઉત્પાદન ઘટે છે.

વાવણી અંતર :વાવણી અંતર સામાનય રીતે જમીનની ફળદ્રુપતા તથા જમીનના પ્રકાર પર આધાર રાખે છે. બિન પિયત ખેતી માટે ૯૦ સે.મી X ૬૦ સે.મી.અને પિયત ખેતી માટે ૧૨૦ સે.મી.X ૭૫ સે.મી.ના અંતરે વાવણી કરવી. જીસીએચ-પ અને જીસીએચ-૭ માટે૧૫૦ સે.મી.x ૧૫૦ સે.મી. વાવણી અંતર રાખવું. વાવણી પછી ૧૦-૧૨ દિવસમાં બધાં જ ખાલા બીજ વાવીને પૂરી દેવા તથા ખાલા દીઠ એક જ છોડ રાખવો જેથી તેનો સારો વિકાસ થાય તથા ડાળીઓ વધુ ફૂટે. જો જમીનની ફળદ્રુપતા ઓછી હોય તો આ જાતોની વાવણી ૧૫૦ સે.મી X ૧૨૦ સે.મી.ના અંતરે કરવી.

પાયાનું ખાતર :દિવેલા લાંબા ગાળાનો પાક હોઈ વધુ ઉત્પાદન મેળવવા તથા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે હેક્ટર દીઠ ૧૦ ટન છાણીયુ ખાતર કે એક ટન દિવેલી ખોળ જમીન તેયાર કરતી વખતે ચાસમાં આપવો. આ બંને ન મળી શકે તો જુનના પ્રથમ અઠવાડિયે ગુવાર કે શણનો લીલો પડવાશ કરવો. દિવેલાના પાક માટે કુલ ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા ૨૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેક્ટર રાસાયણિક ખાતર આપવું. તેમાંથી ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા ૨૦ કિ.ગ્રા. ફોસ્ફરસ/હેક્ટર, પાયાનું ખાતર ચાસમાં ૭ થી ૮ સે.મી. ઉંડે આપવું. બાકીનો ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી બાદ ૪૦-૫૦ દિવસે અને ૭૦-૮૦ દિવસે બે સરખા હપ્તામાં આપવું. જી.સી.એચ. ૭ દિવેલાની સુકારા સામે પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી જાતને ૧૮૦ : ૩૭.૫ : ૨૦ કિલો નાફોયો / હે આપવો. નાઈટ્રોજન ચાર સરખા હપ્તામાં વાવણી સમયે તથા વાવણી બાદ ૪૦-૫૦, ૭૦-૮૦ અને ૧૦૦-૧૧૦ દિવસે

સરખા હપ્તામાં જમીનમાં ભેજ હોય ત્યારે આપવાથી વધારે ઉત્પાદન મળે છે. છેલ્લા સંશોધન પ્રમાણે દિવેલાના પાકને એકલા રાસાયણિક ખાતર આપવા કરતાં નીચે પ્રમાણે સંકલિત ખાતર આપવાથી વધુ ઉત્પાદન તથા આવક મળે છે. તેમજ જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે.

૭૫% રા.ખા.+ ૨૫% નાઈટ્રોજન છાણીયા ખાતરમાંથી + લીલો પડવાશ ,

૭૫% રા.ખા. + ૨૫% નાઈટ્રોજન છાણીયા ખાતરમાંથી કે ૨૫% નાઈટ્રોજન દિવેલીખોળ દ્વારા અથવા લીલો પડવાશ sld.

૭૫% રા.ખા. + ૨૫% નાઈટ્રોજન છાણીયા ખાતર દ્વારા + એઝોસ્પીરીલમબીજ માવજત (પ૦ ગ્રામ કલ્યર એક કિલો બીજ માટે).

જમીન જો સ૯ફર તત્વની ઉણપવાળી હોય તો હેક્ટરે ૨૦ કિ.ગ્રા. સલ્ફર (૧૨૫ કિ.ગ્રા. જીપ્સમના રૂપમાં) આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.

જમીનમાં લોહ (૪.૧૫ પીપીએમ) અને જસત (૦.૪ પીપીએમ)ની ઉણપ હોય તો તેવી જમીનમાં દિવેલાનું વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનના ચકાસણી અહેવાલ અનુસાર હેક્ટર દીઠ ૧૫ કિ.ગ્રા. ફેરસ સ૯ફેટ અને ૮ કિ.ગ્રા. ઝીંક સલ્ફટ આપવું અથવા સરકાર માન્ય ગ્રેડ પ સુક્ષ્મતત્વ મિશ્રણ વાવણી સમયે પાયામાં ૨૦ કિ.ગ્રા./ હેક્ટર આપવું (જેમાં ૨% લોહ, ૦.૫% મેનોનીઝ, પ% જસત, ૦.૨% તાંબુ અને ૦.૫% બોરોન હોય)

આાંતરખેડ અને નિંદામણ :દિવેલાના પાકમાં શરૂઆતના ૪૫ દિવસ સુધી નિંદામણ ન કરવામાં આવે તો ૩૦ થી ૩૨ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે. આથી પાકને શરૂઆતમાં નિંદામણ મુક્ત રાખવા બે આંતર ખેડ તથા એકથી બે વખત હાથથી નિંદામણ કરવું દિવેલામાં ૬૦દિવસ પછી મુખ્ય માળ આવી જતા તથા ડાળીઓમાં પણ માળો ફુટતી હોવાથી ત્યાર બાદ આંતરખેડ કરવી નહિ.

મજૂરોની અછતની પરિસ્થિતિમાં પેન્ડીમીથાલીન અથવા ફલુકલોરાલીનનો ૦.૯ કિ.ગ્રા./હે. સક્રિય તત્ત્વ મુજબ બીજની વાવણી બાદ તુરંત બીજ અને નિંદામણના સ્કૂરણ પહેલાં (પ્રિ-ઈમરજન્સ તરીકે) છટકાવ કરવો.

દિવેલા ઓગષ્ટ મહિનામાં તથા પહોળા અંતરે વવાતો પાક હોવાથી તેમાં ટૂંકાગાળાના ચોમાસુ પાકો લઈ વધારે આવક મેળવી શકાય છે. મગ, સૂર્યમુખી , સોયાબીન, અડદ, તલ, મગફળી તથા બીટી કપાસ સાથે દિવેલાનો આાંતરપાક અથવા રીલે પાક ખૂબ જ સરળતાથી લઈ શકાય છે.

ચોમાસામાં વવાતા પાકોને ભલામણ કરેલા સમયે પ” કે ૬”ના અંતરે એક લાઈન દિવેલાની વાવણી માટે બાકી રાખીને વાવણી કરવામાં આવે છે. ત્યારબાદ ઓગષ્ટ માસના બીજા પખવાડિયા દરમ્યાન ખાલી રાખેલ લાઈનમાં દિવેલાની વાવણી બે છોડ વચ્ચે ૬૦ થી ૭૫ સે.મી. અંતરે રાખીને કરવામાં આવે છે. ચોમાસાના પાકની કાપણી પછી દિવેલાના પાકનો વિકાસ સારો થાય છે અને દિવેલાનું પુરેપુરું ઉત્પાદન મળે છે. આ પધ્ધતિમાં ચોમાસુ પાકોનું ઉત્પાદન વધારાનું મળે છે.

હાલમાં જુન મહિનામાં વાવણી કરેલ બીટી કપાસમાં દિવેલાનું રીલે પધ્ધતિથી ઓગષ્ટના છેલ્લા અઠવાડિયામાં વાવણી કરીને કપાસના ઉત્પાદનને અસર કર્યા સિવાય દિવેલાનું ૨ થી ૩ ટન/હે. વધારાનું ઉત્પાદન સફળતાપૂર્વક મેળવી એકમ વિસ્તારમાંથી વધારે આવક મેળવી શકાય છે.

ઉત્તર સેોરાષ્ટ્ર વિસ્તારમાં દિવેલા + મગફળી (૧:૩) ના પ્રમાણમાં વાવણી કરી મગફળીને તેની ભલામણના પ૦% તથા દિવેલાને ૧૦૦% મુજબ ખાતર આપવું.

પિયત :દિવેલા પાકને જીવનકાળ દરમિયાન જમીનની પ્રત અને ભેજ સંગ્રહ શક્તિ મુજબ ૬ થી ૮ પિયતની જરૂર પડે છે. જેમાં પ્રથમ ચાર પિયત વરસાદ બંધ થયા પછી ૧૫-૨૦ દિવસના ગાળે તથા બાકીના પિયત ૨૦-૨૫ દિવસના ગાળે આપવા.

પાણીની અછતવાળા ઉત્તર ગુજરાત વિસ્તારમાં ટપક સિંચાઈ પધ્ધતિથી પિયત આપવું. જેનાથી ૨૪ ટકા પાણી બચે છે તથા ૩૬ ટકા વધુ ઉત્પાદન મળે છે. આ પધ્ધતિથી આાંતર દિવસે ઓક્ટો-નવેમ્બર માસમાં ૪૦ મિનિટ તથા ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ૩૦ મિનિટ પાણી આપવું.

દક્ષિણ સોરાષ્ટ્ર વિસ્તારમાં ટપક સિંચાઈ પધ્ધતિથી ૨૯ ટકા પિયત પાણીનો બચાવ થાય છે તથા ૪૩ ટકા વધુ ઉત્પાદન મળે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ટપક સિંચાઈ પધ્ધતિથી ૭૩% પાણીની બચત થવા ઉપરાંત ૨૩% જેટલું વધારે ઉત્પાદન મળે છે. ટપક પધ્ધતિથી પાણીની સાથે સાથે નાઈટ્રોજનયુક્ત ખાતર આપવાથી પણ વધારે ઉત્પાદન મળે છે.

૧૦. પાક સંરક્ષણ : રોગો અને તેનું નિયંત્રણ :આ પાકને સુકારો અને મૂળનો કહોવારો જેવા જમીન જન્ય રોગોથી ખૂબ જ નુકશાન થાય છે. જેના નિયંત્રણ માટે નીચે જણાવેલ પગલા લેવાં.

બીજને ફુગનાશક દવાનો પટ આપવો. (થાયરમકે કેપ્ટાન ૩ ગ્રામ અથવા બાવિસ્ટીન ૧ ગ્રામ/૧ કિલો બીજ) ઓછામાં અોછા ત્રણ વર્ષે પાકની ફેરબદલી કરવી.

રોગવાળા છોડને મૂળ સાથે ઉપાડી નાશ કરવો.

ઉનાળામાં ઉંડી ખેડ કરી ખેતર તપવા દેવું.

લીલો પડવાશ કરવો.

સુકારાના રોગ સામે પ્રતિકારક જાતો જેવી કે જીસીએચ-૪, જીસીએચ-પ અને જીસીએમ-૭ની વાવણી માટે પસંદગી મૂળના કહોવારાના રોગ માટે જ્યારે ભાદરવા માસમાં વરસાદ ખેંચાય અને ગરમી વધુ પડતી હોય તો પિયત આપી દેવું તથા આ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જી.સી.એચ.-૨ જાત વાવવી.

ઓલ્ટરનેરીયા અને પાનના ટપકાંનો રોગ : રોગની શરૂઆતમાં મેનકોઝોબ ૨ થી ૨.૫૦ ગ્રામ/લીટર પાણીમાં ઓગાળી ૨-૩ છટકાવ, ૧૫ દિવસના અંતરે કાપવા.

દિવેલાની જુદી જુદી જીવાતોથી આશરે ૨૦% જેટલું નુકશાન થાય છે. તેથી તેનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે દિવેલામાં ઘોડીયા ઈયળ , ડોડવા કોરી ખાનારી ઈયળ , કાતરા, પ્રોડેનીયા, તડતડીયા, થ્રિપ્સ અને સફેદ માખી મુખ્ય જીવાતો છે.

ઘોડીયા ઈયળનો ઉપદ્રવ ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં વધુ જોવા મળે છે. ઈયળો પાન ખાઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો છોડ પાન રહિત બને છે. ડોડવા કોરી ખાનાર ઈયળો છોડની કુમળી અવસ્થામાં થડમાં કાણા પાડે છે. ડોડવા બેઠા પછી ડોડવાને કાણા પાડી ગર્ભખાઈ જાય છે. આ ઈયળોના નિયંત્રણ માટે નીચે મુજબના પગલાં લેવાં.

ઉનાળામાં જમીનમાં ઉંડી ખેડ કરવી.

ઈયળો અોછી હોય તો હાથ વડે વીણી લેવી.

૧૫મી ઓગષ્ટ આસપાસ વાવેતર કરવું. કવીનાલફોસ (૦.૦૫%) ૨૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે છટકાવ કરવા.

તડતડીયા, થીસ અને સફેદ માખીના નિયંત્રણ માટે ડાયમીથોએટ (૦.૦૩%) ૧૫ મી.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી

૧૫ દિવસના અંતરે જરૂરીયાત મુજબ છટકાવ કરવો.

સફેદ માખીના નિયંત્રણ માટે મિથાઈલ પેરાથીઓન (૦.૦૫%) ૧૦ મી.લી. ઈથીઓન (૦.૦૫%) ૨૦ મી.લી. અથવા

લીંબોડીનું તેલ ૫૦ મી.લી., ડીટરજન્ટ પાવડર ૧૦ ગ્રામ, ૧૦ લીટર પાણીમાં નાખી છટકાવ કરવો.

કાપણી:વાવણી બાદ લગભગ ૧૧૦ થી ૧૧૫ દિવસે મુખ્ય માળ પીળી પડી તેમાં અંદાજે ૫ ટકા ડોડવા પાકી જાય ત્યારે માળોની

કાપણી સમયસર કરવી. છોડ ઉપરની માળ પીળી પડતાં સમયસર કાપણી કરવાથી છોડમાં નવી માળો ઝડપી ફૂટે છે. અને છોડમાં બે કાપણી વધુ થાય છે. આામમાળોની કાપણી પ થી ૬ વખત છેલ્લા ચાર માસ સુધી ચાલુ રહે છે. બધી માળો ઉતરી જાય ત્યારે ખળામાં કાપેલ માળોનો ઢગલો ન કરતાં ખળામાં પાથરીને સૂર્યના તાપમાં બરાબર સુકવવી. દિવેલા કાઢવાના શ્રેસરથી યોગ્ય કાણાવાળી જાળી રાખીને દાણાં છુટા પાડી, બરાબર સાફ કરી ઉત્પાદન વેચાણ માટે તેયાર કરવામાં આવે છે.

ઉત્પાદન :દિવેલાના દાણાનું ઉત્પાદન પિયત ખેતીમાં સરેરાશ ૩૫૦૦ કિ.ગ્રા./હે. અને બિનપિયત ખેતીમાં સરેરાશ ૧૫૦૦ કિ.ગ્રા.

પાકની વાવણી માટે ભલામણ કરેલ જાતોના પ્રમાણિત બીજનો જ ઉપયોગ કરવો.

સુકારાના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જેવી કે જીસીએચ-૪, જીસીએચ-પ અને જીસીએચ-૭ ની વાવણી Sट्cधी.

બીજને વાવતાં પહેલાં બીજજન્ય રોગોથી છોડના રક્ષણ માટે કુગનાશક દવા થાયરમકિલો બીજ દીઠ ૩ ગ્રામ અથવા બાવીસ્ટીન ૧ ગ્રામ પ્રમાણે બીજને પટ આપી વાવણી કરવી.

બિનપિયત ખેતી માટે જુલાઈ માસમાં અને પિયતખેતી માટે ઓગષ્ટના બીજા પખવાડિયા દરમિયાન વાવણી કરવી.

વાવણી ભલામણ કરેલ અંતરે બીજ થાણીને જ કરવી.

જીસીએચ-૭ જાતનું વાવેતર ૧૫૦ x ૧૫૦ સે.મી.ના અંતરે જ્યારે જીસીએચ-પ જાતનું વાવેતર ૧૫૦ x ૭૫ સે.મી. ના અંતરે કરવું.

વાવણી પછી ૧૫ દિવસમાં ગાળા પૂરી દેવા તથા એક ખામણે એક જ છોડ રાખવો.

પાકને શરૂઆતમાં ૪૫ થી ૬૦ દિવસો સુધી નિંદામણ મુક્ત રાખવો અને જરૂરિયાત મુજબ આાંતર ખેડ કરવી.

દિવેલાના પાક માટે કુલ ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા ૨૫ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેક્ટર રાસાયણિક ખાતરની ભલામણ પ્રમાણે ખાતર આપવું. તેમાંથી ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા ૨૫ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેક્ટર પાયાના ખાતરના રૂપમાં ચાસમાં ૭ થી ૮ સે.મી. ઉંડે આપવું.

બાકી રહેલ ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજનમાંથી ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન/હે. વાવણી બાદ ૪૦ દિવસે અને બાકીનો ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન/હે. વાવણી બાદ ૧૦૦ દિવસે પિયત વખતે ભેજમાં આપવો.

ગાંધકની ઉણપ ધરાવતી જમીનમાં હેક્ટરે ૨૦ કિલો ગાંધક તત્વ (૧૨૫ કિલોગ્રામ જીપ્સમ) જમીનની તેયારી વખતે આપવ.

ભલામણ મુજબ ૬ થી ૮ પિયત પ૦ મી.મી. ઉંડાઈના આપવા જે પૈકી વરસાદ બંધ થયો થી ૧ માસ બાદ ૪ પિયત ૧૫ દિવસના અંતરે, બાકીના ૨૦ દિવસના અંતરે આપવા.

પિયત પાણીની અછતમાં ટપક સિંચાઈ પધ્ધતિથી પિયત આપવાથી ર૪ ટકા પાણીનો બચાવ થાય છે અને ૩૬ ટકા વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

ફૂલકાળ અવસ્થાએ પિયત પાણીની ખેચ પડવી જોઈએ નહિ, આ અવસ્થાએ પાણીની ખેચ પડવાથી માળમાં નર ફૂલોનું પ્રમાણ વધે છે જેથી ઉત્પાદન ઘટે છે.

છોડમાં માળો પીળી પડી રપ ટકા ગાંગડા પાકે ત્યારે સમયસર માળોની કાપણી કરવી. કાપણી મોડી કરતાં ગાંગડા ખરી પડે છે અને નવી માળો ફૂટવામાં વિલંબ થતાં ઉત્પાદન ઘટે છે.

ટપક-કુવારા પિયત પધ્ધતિ: પાણી એ પાક ઉત્પાદન માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. ઉત્તર ગુજરાતમાં પાકને પિયત મુખ્યત્વે ભૂગર્ભ જળ દ્વારા કરવામાં આવે છે. આ ભૂગર્ભ જળનો જથ્થો ઘટતો જતો હોઈ પાણીના તળ ઊંડા જતા જાય છે. જળસંચયનો અભાવ, ઘનિષ્ઠ ખેતી પધતિ, પિયત પાણીનો વધારે ઉપયોગ સાથે બગાડ અને અનિયમિત વરસાદ પિયત માટેના પાણીના પ્રશ્વનને વધારે જટિલ અને વિકટ બનાવેલ છે. આ સંજોગોમાં પિયત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો ઘણો જ જરૂરી બની ગયો છે.

ભારતના કુલ પાક વિસ્તારના ફક્ત ૩૦ ટકામાં જ પિયત શક્ય બન્યું છે, બાકીનો વિસ્તાર વરસાદ પર આધારિત છે. અપૂર્ણ અને અનિયમિત વરસાદને કારણે સૂકી ખેતી પણ સારી રીતે થઈ શકતી નથી. ઉપલબ્ધ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી ફક્ત જમીનને બગડતી રોકવાનો લાભ જ નહી પરંતુ દુરઉપયોગ થતા પાણીથી વધારે વિસ્તારને પિયત આપી શકાય અને વધારે વિસ્તાર પિયત તળે આવતાં ઉત્પાદન પણ વધારી શકાય. કુવારા અને ટપક પિયત પધ્ધતિઓ દ્વારા ૨૦ થી ૫૦ ટકા પાણી બચાવ કરી શકાય છે. આ બંને પધ્ધતિઓનાં તાંત્રિક અને આર્થિક પાસાની ચર્ચા કરીશું.

ટપક પધ્ધતિનું મહત્વ: ચીલાચાલુ પિયત પધ્ધતિઓની જગ્યાએ ટપક પિયત જેવી આધુનિક પિયત પધ્ધતિ અપનાવવામાં આવે તો પાણીની જરૂરિયાતમાં સારો એવો ઘટાડો કરી શકાય છે અને વધુ પાક વિસ્તારને પિયત નીચે આવરી શકાય છે. આપણી ચીલાચાલુ પિયત પધ્ધતિની કાર્યક્ષમતા ૯૦ થી ૯૫ ટકા સુધીની જોવા મળે છે.

ટપક પધ્ધતિ એટલે શું ?

ટુંકા સમયાંતરે, ઓછી માત્રામાં છોડના મૂળ વિસ્તારની નજીક, નલીકાઓની જાળ ઉપર અથવા અંદર ગોઠવેલ ટપકણીયાં (ડ્રીપર) દ્વારા યોગ્ય દબાણ હેઠળ ટીપે ટીપે છોડની પાણીની જરૂરિયાત અનુસાર જ સપ્રમાણ પાણી આપવામાં આવે છે.

ટપક પિયત પધ્ધતિથી ૪૦ થી ૬૦ ટકા પાણીનો બચાવ થાય છે. ટપક પિયત પધ્ધતિથી વિજળીનો, મજુરીનો તથા ખાતરનો બચાવ કરી શકાય છે. ટપક પિયત પધ્ધતિથી ઉત્પાદન વધારી શકાય છે. ટપક પિયત પધ્ધતિથી ગુણવત્તાવાળુ ઉત્પાદન મેળવી શકાય છે. સમતળ ન હોય તેવી જમીનમાં પણ આ પધતિ ઉપયોગી નિવડી શકે છે. આ પધ્ધતિમાં શરૂઆતનું મૂડી રોકાણ વધારે કરવું પડે છે. પદધતિની ગોઠવણી, જાળવણી અને ચલાવવા માટે તાંત્રિક જાણકારી હોવી જરૂરી છે.

હેડ યુનિટ : પંપ પછી સીધુજ હેડ યુનિટ મૂકવામાં આવે છે. હેડ યુનિટમાં ફિલ્ટર, પ્રેસર ગેજ, કંટ્રોલ વાલ્વ અને ખાતર આપવાની રચનાનો સમાવેશ થાય છે.

ફિલ્ટર : પાણીને ચોખમ્મુ કરવા માટે ફિલ્ટરનો ઉપયોગ થાય છે.

પ્રેશર ગેજ : પાણીની એક સરખી વહેંચણી માટે અમુક ચોક્કસ પ્રેશર રાખવું જરૂરી છે, જે પ્રેશર ગેજથી જોઈ શકાય છે.

કટ્રોલ વાલવ : કટ્રોલ વાલ્વથી જરૂરી પ્રેશર મેળવી શકાય છે.

બાયપાસ એસેમ્બલી : નક્કી કરેલા પાણીના પ્રવાહ કરતાં વધારે પાણીનો પ્રવાહ હોય તો તેને બાયપાસ એસેમ્બલીથી ઘટાડી શકાય છે.

મુખ્ય શાખા : હેડ યુનિટ પછી મુખ્ય શાખા શરૂ થાય છે. જે પીવીસી અથવા એચ.ડી.પી.ઈ.ની હોય છે. લેટરલ (પ્ર.શાખા) : મુખ્ય શાખા સાથે લેટરલને જોડવામાં આવે છે. જે એચડીપીઈની હોય છે.

ડ્રીપર : પાણીની એક સરખી વહેંચણી માટે લેટરલ લાઈન (પ્ર.શાખા) ઉપર ડ્રીપર મૂકવામાં આવે છે. પાકની પાણીની જરૂરિયાત મુજબ જુદી જુદી ક્ષમતાવાળા ડ્રીપસ ગોઠવવામાં આવે છે.

અન્ય જરૂરી જોડાણો : રબર ગ્રોમેટ, ટેઈક ઓફ, એન્ડ પ્લગ, સ્ટ્રેઈટ કનેક્ટર તેમજ ડમી ડ્રીપર વિગેરે હોય છે. ટપક સિંચાઈ પધ્ધતિ હેઠળ લેવાતા પાકો ફળ ઝાડ : આાંબા, ચીકુ,લીંબુ, દાડમ, જામફળ, આમળા, બોર, પપેયા શાકભાજી : રીંગણ, ટામેટા, ભીંડા, બટાટા, વેલાવાળા શાકભાજી, તુવર ખેતી પાકો : દિવેલા, કપાસ, તમાકુ, વરિયાળી

ટપક પધતિની જાળવણી : તાંત્રિક માહિતીના અભાવે ખેડુતોને ટપક પિયત પધ્ધતિમાં અવાર-નવાર મુશ્કેલી ઉભી થાય છે. જેથી આ પધ્ધતિનો

જેટલો લાભ મળવો જોઈએ તેટલો મળી શકતો નથી. આ માટે પડતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ જાણવું જરૂરી છે.

ડીપસ પાણીની વહેંચણી એકસરખી ન હોવી

ટપક પિયત પધ્ધતિની ગોઠવણી દરમ્યાન મુખ્ય અને લેટરલ લાઈનની સાઈઝ અને લંબાઈ, ડ્રીપરની સંખ્યા તથા પંપની ક્ષમતા નક્કી કરવામાં આવે છે. જો પધ્ધતિની ગોઠવણી કરવામાં ખામી હોય તો પાણીની વહેંચણી એક સરખી થતી નથી. પધ્ધતિની ગોઠવણી બરાબર છે કે કેમ તેની ચકાસણી માટે પહેલાં ડ્રીપર અને છેલ્લા ડ્રીપરમાં પાણીના પ્રવાહનો તફાવત ૧૦ ટકાથી વધારે હોવો જોઈએ નહીં તેમજ દબાણનો તફાવત ૧૫ ટકાથી વધારે ન હોવા જોઈએ.

ડ્રીપરમાંથી પાણી નીકળતું બંધ થઈ જવું: પાણીમાં રહેલા રજકણો, બેકટેરીયા, લીલ, ક્ષારો અને રાસાયણિક અવશેષો પાણી સાથે ડ્રીપરમાં એકઠા થાય છે અને ડ્રીપર બંધ પડી જાય છે. પાણીની શુધ્ધતા પ્રમાણે એક થી બે મહિનાના અંતરે ડ્રીપર પાસે ૦.૬ ટકાની સાંદ્રતા મળે તે રીતે એસીડ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

ફિલ્ટરની જાળવણી : સ્કીન ફિલ્ટરને દર અઠવાડિયે સાફ કરવું જરૂરી છે. સામાન્ય રીતે પધ્ધતિને ચાલુ કરતાં પહેલાં ફિલ્ટરના ડ્રેનેજ વાલ્વથી ફિલ્ટરને સાફ કર્યા પછી ચાલુ કરવી જોઈએ.

સબ મેઈન કે લેટરલ લાઈનને નુકશાન થવું: મેઈન લાઈન અને સબ મેઈન લાઈન તરીકે પી.વી.સી. પાઈપનો ઉપયોગ કરવામાં આવે તો તેને જમીનમાં દાટવી જરૂરી છે. જેથી તેને ઝડપથી ખરાબ થતી અટકાવી શકાય છે. ઊંદર દ્વારા કે ખેતી કામથી પાઈપ લાઈનને નુકશાન થાય તો ડમી ડ્રીપરથી કે સ્ટ્રેઈટ કનેક્ટરથી પાઈપને સુધારી શકાય છે.

આમ ટપક પિયત પધ્ધતિની વ્યવસ્થિત જાળવણી કરવામાં આવે તો ૮ થી ૧૦ વર્ષ સુધી સારી રીતે ચલાવી શકાય છે.

કુવારા પિયત પધ્ધતિ:કુવારા પધ્ધતિમાં પાણીને દબાણ નીચે નોઝલ દ્વારા હવામાં કુવારા રૂપે છોડવામાં આવે છે. જેને જમીનની નિતારશક્તિથી

ઓછા દરે જમીન પર વરસાદ રૂપે પડવા દેવામાં આવે છે. આ પધ્ધતિ એલ્યુમીનીયમની મુખ્ય અને શાખા પાઈપો, ફરતા ફુવારા અને અન્ય જરૂરી જોડાતો ધરાવે છે. કુવારા પિયત પધ્ધતિથી પિયત, ખાતર તથા જંતુનાશક દવાઓ આપી શકાય છે. યોગ્ય રીતે પસંદ કરેલી કુવારા પધ્ધતિથી પાણીની વધુ યોગ્ય વહેંચણીની કાર્યક્ષમતા મેળવી શકાય છે. જે માટે નોઝલનું કદ, કુવારા ચલાવવા માટેનું પાણીનું દબાણ તથા ફુવારાનું યોગ્ય અંતરની પસંદગી જરૂરી છે.

૧. સામાન્ય રીતે પિયત માટે જમીન સમતળ હોવી ખાસ જરૂરી છે. જ્યારે કુવારા પધ્ધતિથી ગમે તેવા ઢોળાવ વાળી જમીનમાં પિયત શક્ય છે.

જમીન સમતળ કરવાનો ખર્ચ ઉપરાંત નીકપાળા, ઢાળિયા વિગેરેની જરૂરીયાત કુવારા પિયત પધ્ધતિમાં નહિવત પડે છે.

પાણીની માત્રા જરૂરીયાત મુજબ આપી શકાતી હોવાથી નિતાર માટેની સગવડની જરૂરીયાત માટેના ખર્ચ ઓછો થાય છે તેમજ વોટર લોગીંગનો પ્રશ્વન થતો નથી.

કુવારા પધ્ધતિમાં જમીનનું ધોવાણ ઓછુ થાય છે અને ઉપરની ફળદ્રુપ જમીનના પડને સમતળ કરતાં થતું નુકસાન અટકાવી શકાય છે.

કુવારા પધ્ધતિથી ઉપલબ્ધ પાણીની માત્રામાંથી વધારે વિસ્તારમાં સમયસર પિયત આપી શકાય છે. વારંવાર અને ઓછી જરૂરિયાતવાળા પાકની વાવણી પછીના શરૂઆતના સમયમાં સારી રીતે પિયત આપી શકાય છે. રાસાયણીક ખાતરનું ધોવાણ અને નિતાર નિવારી શકાય છે અને ઉત્પાદન વધારી શકાય છે. પાકનો સારો ઉગાવો અને એકરે વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

કુવારારૂપે પાણી આપવામાં આવતું હોવાથી પાણીનો ભરાવો અને જમીનનું દબાઈ જવું અટકાવી શકાય છે.

હિમથી પાકને થતું નુકસાન અટકાવી શકાય છે. . જંતુનાશક અને રોગનાશક દવાઓનો ખર્ચ ઘટાડી શકાય છે.

યુરીયા, ડી.એ.પી. જેવા ખાતરોનો ૫૦ ટકા બચાવ થઈ શકે છે. અને પિયતના કારણે થતો ખાતરનો નિતાર બચાવી શકાય છે.

ગેરફાયદા : કુવારા પધ્ધતિનું શરૂઆતનું રોકાણ વધારે છે. વધુ ઝડપથી ફૂંકાતા પવનને કારણે પાણીનું બાષ્પીભવન વધે છે અને પાણીની વહેંચણી એકસરખી મેળવી શકાતી નથી. ઓગળી શકે તેવા ક્ષારોનું પ્રમાણ પાણીમાં વધારે હોય તેવા પાણી માટે જાળવણી ખર્ચ વધારે આવે છે.

પદધતિને ચલાવવા અને જાળવણી માટે તાંત્રિક માણસોની જરૂરિયાત રહે છે.

કુવારા ચલાવવા માટેના સમયની ગણતરી : કુવારા પિયત પધ્ધતિ દ્વારા જમીનના પ્રત મુજબ પિયત આપવા માટે કુવારા કેટલો સમય ચલાવવો જોઈએ તેની જાણકારી હોવી જરૂરી છે. સામાન્ય રીતે રેતાળ જમીનમાં ૪૦ મી.મી. ઊંડાઈનું જ્યારે ગોરાડુ-બેસર જમીનમાં ૫૦ મી.મી. ઊંડાઈનું અને મધ્યમ કાળી જમીનમાં ૬૦ મી.મી. ઊંડાઈનું પાણી આપવું જોઈએ. આ મુજબ પિયત આપવા માટે કુવારા પધ્ધતિ કેટલો સમય ચલાવવી તેની ગણતરી નીચે મુજબ છે.

ફુવારા ચલાવવા માટેનો સમય પિયત પાણીની ઊંડાઈ (મી.મી.)

(કલાક/પિયત) = ફુવારાનો પાણી આપવાનો દર (મી.મી./કલાક)

તથા જે તે કંપની પર આધાર રાખે છે.

માઈક્રો સિંપ્રકલર

માઈક્રો સિંકલર પ્લાસ્ટિકના બનેલા હોય છે. જેની સાઈઝ સામાન્ય ફુવારા કરતાં નાની હોય | છે. તેમાંથી થતા પાણીનો છટકાવ ખૂબ જ બારિક ટીપામાં વહેંચાઈ જાય છે. બટાકા જેવા પાકોમાં પિયત કરવાથી પાળા ધોવાઈ જતા નથી તેમજ પાણીનાં ટીપામાંથી પાકને કોઈ નુકશાન થતું નથી.. બટાકા તેમજ અન્ય શાકભાજીના પાકો માટે આ એક ઉત્તમ સિંકલર છે.

જમીનનું જતન કરી વરસાદના પાણીનું સંચય કરો.:જમીન ધોવાણ થાય તે અણું બોમ્બ કરતાં પણ ભયંકર છે. ઢાળની આડી દિશામાં ખેડ અને વાવેતર કરો. જમીનમાં પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરો. જેવિક ખાતરોનો ઉપયોગ કરો. જમીનનું પૃથક્કરણ કરાવી, ભલામણ મુજબના રાસાયણિક ખાતરોના ઉપયોગ કરો. ફોસફેટીક/પોટાશીક ખાતરો વાવેતર પહેલાં જમીનમાં ઓરીને જ આપો. પ્રમાણિત કરેલ હાઈબ્રીડ/સુધારેલ બિયારણનું જ વાવેતર કરો. બિયારણને ફૂગનાશક દવાનો પટ આપો.

સૂકી ખેતી વિસ્તારમાં ખેતીનું જોખમ ઘટાડવા મિશ્ર પાક/આાંતરપાક અને એકાંતરે પટ્ટી પધ્ધતિઓથી પાકનું વાવેતર કરી વધારાની આવક મેળવો.

બે હાર અને લાઈન વચ્ચે વાવેતર કરેલ છોડની સંખ્યા પૂરતા પ્રમાણમાં જાળવો. પાકને નિંદામણ મુક્ત રાખો (ભૌતિક, યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા). પાકમાં રોગ/જીવાત સાથે સંકલિત રોગ/જીવાત નિયંત્રણ અભિગમ અપનાવો. મોજણી અને નિગાહ પદ્ધતિએ રોગ/જીવાતનું નિયંત્રણ કરો. જેવિક નિયંત્રણો અપનાવો, પ્રદુષણ અટકાવો. પિયતમાં પાણીનો કાર્યક્ષમ અને અસરકારક વપરાશ કરી પાકની કટોકટીની અવસ્થાને ધ્યાનમાં રાખી પિયત આપો. પહોળા પાટલાના વાવેતરમાં એકાંતરે ચાસે પિયત આપો. ટપક અને કૂવારા પદ્ધતિઓથી પિયત આપી પાણીની બચત કરો. પાકની ફેરબદલી કરો.

પાકની કાપણી પછી તેના જડીયાં દૂર કરો. અનાજ સંગ્રહ માટેની ભલામણ કરેલ પદ્ધતિઓ દ્વારા જીવાત/ઉંદરોથી બચાવો. શેઢાપાળા અને પડતર જમીનમાં ઓછા પાણીના ફળાઉ વૃક્ષોનું વાવેતર કરો.

ઉનાળામાં જમીનમાં ઉંડી ખેડ કરી તપાવો.

આાદશી પશુપાલન:

ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર એટલે દૂધાળ પશુઓના પાલન તથા ડેરી વિકાસનો વિસ્તાર. આ પ્રદેશ શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તાર ધરાવતો હોવાથી પાક ઉત્પાદનની સરખામણીએ પશુપાલનનો વ્યવસાય વિશેષ પ્રમાણમાં વિકસેલ છે. ૮.૯ મીલીયન ટન દૂધ ઉત્પાદન સાથે દૂધ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનું સ્થાન પાંચમું છે. ગુજરાત રાજ્યનું ૪૦,૦૦% દૂધ ઉત્પાદન (૩.૦૦ મીલીયન ટન) અને ૪૫.૦૦% ઉન ઉત્પાદન ઉત્તર ગુજરાતમાં થાય છે.

ઉત્તર ગુજરાતમાં ૧૩ લાખ કુટુંબો પશુધન રાખે છે. જે કુલ કુટુંબોના પ૬.૨૬% જેટલા થવા જાય છે. કુલ પશુધનમાં સીમાંત ખેડૂતોના પશુધનનો હિસ્સો ૧૯૭૧-૭૨ માં ૨૦,૦૦% હતો. જે ૨૦૦૨-૦૩ માં વધીને પર.૦૦% જેટલો થયો છે. જેથી જમીનનું પ્રમાણ ઘટતાં ખેડૂતોને વધુને વધુ પશુધન રાખતા થયા છે. ઉત્તર ગુજરાત પ્રદેશ રાજ્યનો ૩૩.૦૦% વિસ્તાર (૭૬૦૭૬ ચો.કિ.મી.) તથા 33.૦૦% પશુધન (૭૮.પ૬ લાખ) ધરાવે છે. ઉત્તર ગુજરાતનો વિસ્તાર (બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર) રાજ્યની૨૭.૧૬% ગાયો (૨૧.૬૫ લાખ), ૩૭.૭૦% ભેંસો (૩૨.૫૨ લાખ), ૪૪.૪૦% ઘેંટા (૮.૯૦ લાખ) તથા ૨૯.૭૦% બકરાં (૪૬.૪૦ લાખ) ધરાવે છે. રાજ્યના કુલ પશુધનના ૮.૯૦% પશુધન ધરાવતો બનાસકાંઠા જિલ્લો પશુધનની વસ્તીમાં રાજ્યમાં પ્રથમ ક્રમે છે. બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં સોથી વધારે ગોવગનાં (૬.૬૦ લાખ) તથા ભેંસ સંવગનાં (૯.૫૫ લાખ) પશુઓ ધરાવે છે. ઉત્તર ગુજરાત વિસ્તારના વિવિધ જિલ્લાના ખેડૂતોની ૬૮.૦૦ થી ૭૯.૦૦% આવક પશુપાલનમાંથી જ્યારે ૨૨ થી ૩૧.૦૦% આવક ખેતીમાંથી થાય છે.

પશુદીઠ દેનિક સરેરાશ દૂધ ઉત્પાદનમાં પણ ઉત્તર ગુજરાત રાજ્યની સરેરાશ કરતાં આગળ છે. દૂઝણી દેશી ગાય, સંકર ગાય તથા ભેંસનું સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન અનુક્રમે ૪.૩, ૯.૩૭ તથા ૪,૯૩ કિ.ગ્રા. જેટલું છે. જેની સામે રાજ્યની સરેરાશ અનુક્રમે ૩.૬૮, ૮.૪પ અને ૪.૫૧ કિ.ગ્રા. જેટલી છે. ગાય દીઠ દૈનિક દૂધ ઉત્પાદનમાં (૪,૧૩૨ કિ.ગ્રા.) મહેસાણા જિલ્લો મોખરે છે. જ્યારે ભેંસ દીઠ દેનિક દૂધ ઉત્પાદનમાં (૫.૨૩૬) પાટણ જિલ્લો દ્વિતિય ક્રમે છે.

પશુપાલનમાં સહકારી દૂધ સંઘો, યુનિવર્સિટીઓ તથા પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્યના સઘન પ્રયત્નોથી ડેરી ઉદ્યોગનો સારો વિકાસ થયો હોવા છતાં ઉત્તર ગુજરાતમાં પશુપાલનના સર્વેમાં વિવિધ જિલ્લાઓમાં (૨૦૦૩-૦૭) પશુપાલનની કેટલીક ખામીઓ ઉજાગર થયેલી છે. અહીં ૧૦.૦૦ થી ૩૩.૦૦% પશુપાલકો પાસે તેમના પશુઓ માટે રહેઠાણ નથી. તેમના પશુઓ ખુલ્લામાં કે ઝાડ નીચે બાંધે છે. ૧૮.૦૦ થી ૫૬.૦૦% પશુપાલકોના પશુઓને માથે છત નથી. લાકડાની આડશવાળી ગમાણ ૧૧.૦૦ થી ૩૮.૦૦% કિસ્સાઓમાં જોવા મળે છે. પશુ રહેઠાણમાં કાચા ભોંયતળીયાનું પ્રમાણ પર.૦૦ થી ૯૦,૦૦% જેટલું છે. પશુઆવાસની છત ઉપર લોખંડનાં પતરાં (નીચી ઉંચાઈ) નાખવાનું પ્રમાણ ૨૯.૦૦ થી ૫૯.૦૦% જેટલું છે. ૯૩.૦૦% પશુપાલકો લીલો ઘાસચારો અને ૬૫,૦૦% પશુપાલકો સુકો ઘાસચારો ટુકડા કર્યા સિવાય નીરણ કરી દે છે. ક્ષારમિશ્રણ નહીં આપનાર પશુપાલકોની સંખ્યા ૫૪.૦૦ થી ૬૮,૦૦% જેટલી. જ્યારે અંગુઠો દાબીને દોહન કરનાર પશુપાલકોની સંખ્યા ૯૨.૦૦ થી ૧૦૦.૦૦% જેટલી છે. ઉત્તર ગુજરાત વિસ્તારમાં ૬૧.૦૦ થી ૮૩.૦૦% પશુપાલકો નાનાં બચ્ચાંને કરમિયાની દવા પાતા નથી. જ્યારે મોટા ભાગના પશુપાલકો (૮૯.૦૦ થી ૯૬,૦૦%) મોટા જાનવરોને દાક્તરી સલાહ સિવાય કરમિયાની દવા આપતા નથી. ૧૦.૦૦% પશુપાલકો જ તેમના પશુઓના બાહ્ય-પરોપજીવીઓના નિયંત્રણ વિશે સભાન છે. આ વિસ્તારના લીલાચારા, સુકાચારા તથા દાણના નમૂનાઓનું પૃથ્થકરણ કરતાં પશુરવારય માટે જરૂરી એવા ખનિજ તત્વો, તાંબુ, જસત તથા મેંગેનીઝનું નીચું પ્રમાણ માલુમ પડે છે.

પશુપાલનમાં શું ખૂટે છે ? :

પરંપરાગત પધ્ધતિથી પશુપાલન કરવામાં આવે છે. પરિણામે પશુઓના રહેઠાણ, ખોરાક તથા સ્વાસ્થયની બાબતમાં ઘણી ઉદાસીનતા જોવા મળે છે. પશુઓની શારિરીક જરૂરિયાતો પ્રત્યે દુલક્ષ સેવવામાં આવે છે.

પશુસંવર્ધન પ્રત્યે ઉદાસીનતા :

સંવર્ધન યોગ્ય રીતે ન થાય તો પેઢી દર પેઢી ઓલાદ સુધારણા થઈ શકતી નથી. નર પ્રાણીઓ જે સંવર્ધનમાં ઉપયોગમાં લેવામાં આવતાં હોય છે. તેના કેવળ શારિરીક લક્ષણો જ ધ્યાનમાં લેવામાં આવે છે પરંતુ તેની ઉત્પાદન ક્ષમતા જોવામાં આવતી નથી. માદા પ્રાણીઓના વ્યવસ્થિત રેકોર્ડના અભાવમાં તેમનું દૂધ ઉત્પાદનની ખરેખર ક્ષમતા જાણી શકાતી નથી.

પશુપેદાશો અને ખેતપેદાશોનો કાર્યક્ષમ વપરાશ : હાલમાં પણ ઉત્તર ગુજરાતમાં ૯૩ ટકા ખેડૂતો ઢગલા પધ્ધતિથી છાણનો સંગ્રહ કરે છે. વધુમાં ઉકરડાઓ છોલા તથા ઓગાઠથી ભરેલા છે. ચાફકટર કે સૂડાનો વપરાશ થતો નથી. કાચી ભોંયતળીયાની બેઠકના કારણે મૂત્ર એકત્રિત કરી શકાતું

નથી અને પશુના છાણનું મુલ્યવર્ધન થાય તેવા ગોબરગેસ તથા કમ્પોષ્ટ ખાતરનો વ્યાપ પણ જોવા મળતો નથી. ઉછરતા પશુઓ પ્રત્યે કાળજીનો અભાવ :

ઉછરતી પાડીઓ તથા વોડકીઓ પ્રત્યે દુલક્ષ રાખવાના (સંરક્ષણ, ખોરાક, રસીકરણ) લીધે શારિરીક વિકાસ ન થવાથી, પ્રથમ વિયાણની ઉંમર વધે છે. તે ઉપરાંત વેતરે ન આવવું. પ્રજનન અંગોનો નબળો વિકાસ તથા ગર્ભધારણની સમસ્યાઓ પણ વકરે છે.

હિસાબ રાખતા નથી :પશુપાલનના આવક તથા ખર્ચનો હિસાબ રાખવાની ટેવ ન હોવાથી નફાનું ધોરણ જાણી શકાતું નથી. તેમજ બિનજરૂરી ખચઓિ પર કાપ મુકવાનું અઘરૂ બને છે. પશુઓના ઉત્પાદન, સંવર્ધન તથા ખર્ચનો રેકર્ડનો અભાવ હોવાથી સારી ગુણવત્તાવાળાં પશુઓની પસંદગી મુશ્કેલ બને છે. દૂધની પડતર કિંમત તથા વેચાણ કિંમતનો કોઈ હિસાબ રાખતા નથી.

પશુ સુવિધાનો અભાવ :ગ્રામ્ય સ્તરે થતા પશુપાલન માટે હજુ પણ ઘણાં ગામોમાં પશુચિકિત્સા, પશુ માટે કૃત્રિમ બીજદાન, ક્ષાર-મિશ્રણ દાણ તથા અન્ય ઓપરેશનો જેવાં કે, શીંગડી દાભવી, ખસીકરણ, જુઆા તથા ઈતરડી નિયંત્રણ, આાંતરિક પરોપજીવ નિયંત્રણ કે ખરીઓ કાપવી આવી સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. જે પણ પછાતપણા માટે જવાબદાર છે. ગામડાંનાં પશુ ડોક્ટરોનું લક્ષ કેવળ પ્રેક્ટીસ કરવાનું હોય છે.

ઘાસચારાના પાકો :જમીનો ટુંકી થવાના લીધે ઘાસચારાનાં ઉત્તમ પાકો અને તેમની પેદાશો ખવડાવવાનું ચલણ જોવા મળતું નથી. અનાજ વગનાં પાકો તથા કઠોળ વગના પાકોની પેદાશો પર પશુઓને રાખવામાં આવે છે. તેમાં પણ મૂલ્યવર્ધન કરનાર રીતો જેવી કે, યુરીયા સારવાર, સાઈલેજ બનાવવાનું તથા ચાફીંગ કરવાનું વિગેરે પધ્ધતિઓનો અભાવ જોવા મળે છે. સારી ગુણવત્તાવાળી કડબ પણ જોવા મળતી નથી.

આદર્શપશુપાલન કઈ રીતે :વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા પશુપાલન અંગેનું જ્ઞાન વધારવું જરૂરી છે. પશુપાલન મેગેઝીનો, રેડિયો તથા ટી.વી. વાતલિપિ, પશુપાલન શિબિર તથા ખેડૂત શિબિરોમાં ભાગ લઈ તમારા જ્ઞાનમાં વધારો કરી આ બધા દ્વારા પશુની શારિરીક જરૂરિયાતો, તેનો શક્તિનો થતો નાસ, વાતાવરણની પશુઓ પર થતી અસરો, પશુ રહેઠાણ, બજાર વ્યવસ્થા વિગેરેનો ખ્યાલ મેળવી તે પર અમલ કરવાનું વિચારો.

ઓલાદો સુધારણા પર ધ્યાન આપો :પેઢી દર પેઢી દૂધ ઉત્પાદન વધારવા, આપણા ઘર આંગણાનાં પશુઓની ઉત્પાદન ક્ષમતા તેમજ સંવર્ધનમાં વપરાતાં સાંઢ/પાડાની ઉત્પાદન ક્ષમતા જાણો. કૃત્રિમ બીજદાન ઓલાદ સુધારણાનું ઉત્તમ સાધન છે. તેમજ સારાં ઉત્પાદક પશુઓને સિધ્ધ કરેલાં સાંઢ/પાડાના વીર્યથી જ કૃત્રિમ બીજદાન કરાવવાથી આવનાર પેઢીમાં ઉત્પાદન વૃદિધની ખાતરી રહે છે. દૂધસાગર ડેરીમાં પ્રોજની ટેસ્ટીંગથી ગામડાની ભેંસોમાં પેઢી દર પેઢી દૂધ ઉત્પાદન વધારી શકાયું છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પણ કાંકરેજ ગાયોમાં સંતતિ પરીક્ષણ ચાલુ છે.

પશુરોગોની માહિતી તથા અટકાવ :આજે પણ પશુઓની વૃધ્ધિ તથા સ્વાસ્થયને અસરકર્તા કરમિયાં તથા અન્ય પરોપજીવીઓના નિયંત્રણ માટે સજાગતા જોવા મળતી નથી. પરિણામે કુપોષણ તથા દૂધ ઉત્પાદકતાને અસર પડે છે. દરેક ઉછરતા પશુને દર ૩ માસે કરમિયાંની દવા પાવી જોઈએ. તેમજ ઘર આંગણાનાં તમામ પશુઓને ચોમાસાની શરૂઆતમાં તેમજ અંતે કરમિયાંની દવા પાવી જોઈએ. ઈતરડી, જૂવાં તથા માખીઓથી પણ સંકરગાયોમાં ઘણા જીવલેણ રોગો થતા હોય છે. તેના નિયંત્રણ પર ભાર મુકવો જોઈએ. ખરવા મોવાસો, ગળસૂટો વિગેરે રોગો આજે પણ જાગૃતિના અભાવે ઉભા છે. બાવલાની બિમારી, ન ફળવું, મેલી ન પડવી વિગેરે રોગો ટાળી શકાય તેવા છે જો સભાનતા કેળવીએ તો? ઘણા સંક્રામક રોગો જેવા કે ફેફસાં તથા આંતરડાનો ક્ષય જે પશુમાંથી માણસમાં તથા માણસથી પશુમાં આવતા હોય તેના માટે પણ પરીક્ષણથી અટકાવી શકાય છે. ખરેહુ પીવડાવવાથી પણ નાનાં બચ્ચાંના ઘણા રોગો આવતા અટકાવી શકાય છે. તે જ રીતે, ક્ષાર-મિશ્રણ તથા મીઠું આપવાથી પણ ઘણા બધા ખનીજ તત્ત્વોની ઉણપ થકી થતા રોગો અટકાવી શકાય છે.

પશુ વ્યવસ્થા અને ગુણવત્તા :નિયમિત વિયાણ એ દૂધ ઉત્પાદકતાની ચાવી છે. નિયમિત વિયાણ થાય તે માટે બે વિયાણ વચ્ચેનો સપ્રમાણ ગાળો (૧૩ થી ૧૪ માસ) હોવો જરૂરી છે. જેના માટે વિયાણ બાદની કાળજી, પશુના વેતરે આવવાનાં ચિહનોની પરખ, સમયસર ફેળવવું વિગેરેની નિયમિતતા રાખવી જરૂરી છે નાનાં બચ્ચાંમાં સફેદ ઝાડા, કૃમિ વિગેરેના ઉપદ્રવ ટાળવા નાનાં બચ્ચાંનાં રહેઠાણની સ્વચ્છતા, ખરેઠું પાવું, કરમિયાની દવા તથા યોગ્ય ઉંમરે રસીકરણ કરાવવું જરૂરી છે. દૂધ દોહનની નિયમિતતા તથા ઝડપી તથા એકધારૂં દોહન કરવાથી સારૂં દૂધ ઉત્પાદન જાળવી શકાય છે.

પશુઓની જરૂરિયાતો સમજો:એક જ પ્રકારનો ખોરાક પશુઓનો ખોરાક લેવાનું પ્રમાણ ઘટાડે છે. વધુમાં ઉણપો પણ સર્જે છે. તેથી પશુઓને પણ સંતુલિત ખોરાક આપવો જરૂરી છે. પશુઓના ખોરાકમાં પણ રજકો, ચોળી, ગુવાર, બરસીમ જેવા કઠોળ વગના ચારાને સ્થાન હોવું જોઈએ વધુ દૂધ ઉત્પાદન ક્ષમતાવાળાં પશુઓ માટે ક્ષાર-મિશ્રણ તથા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળામાં ઠંડા કલાકોમાં નિરણ-પાણી કરવા જોઈએ તથા ઉનાળામાં તણાવ ઘટાડવાના ઉપાયો કરવા જોઈએ. બારે માસ લીલો ઘાસચારો મળીરહે તે માટેનું આયોજન કરવું જોઈએ. તેમજ હલકી ગુણવત્તાવાળાં ઘાસચારાને યુરિયા, મોલાસીસ પ્રક્રિયા દ્વારા ગુણવત્તા સુધારવી જોઈએ. તેમજ સાયલેજ બનાવવી જોઈએ.

બિન ઉત્પાદક પશુઓની છટણી :ઘર આંગણે બિન-ઉત્પાદક જાનવરો, સારાં જાનવરો સાથે હરિફાઈ કરતાં હોવાથી, બિન ઉત્પાદક પશુઓના ભોગે ઉત્પાદક પશુઓને નુકશાન થાય છે. પરિણામે તેની ઉત્પાદકતા ઉપર અસર કરતાં આર્થિક નુકશાન વેઠવું પડે છે. બિન ઉત્પાદક જાનવરો સામાન્ય રીતે બે વિયાણ વચ્ચે લાંબોગાળો, મોડું વિયાણ, નર જાનવરોનું વધુ પ્રમાણ તથા વસુકેલ જાનવરોનું વધુ પ્રમાણ વિગેરેમાં વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. બાવલાની બિમારી થકી આંચળ જતો રહ્યો હોય. વારંવાર યોનિભ્રંશ થતો હોય, લાંબાગાળાની બિમારી હોય, શારિરીક ખોડખાંપણ હોય વિગેરે બાબતોવાળાં પશુઓની છટણી કરવી જરૂરી છે. ઓછું દૂધ ઉત્પાદન ધરાવતાં તથા મારકણાં જાનવરોની છટણી કરવી જોઈએ. વારંવાર ઉથલા મારતાં લાંબાગાળાથી વેતરે ન આવતાં પશુઓની યોગ્ય દાક્તરી તપાસ કરાવીને સારવાર કરાવવી જોઈએ.

રેકર્ડબુકની નિભાવણી:દરેક પશુપાલકે પોતાના પશુઓને માટે રેકર્ડ રાખવો જરૂરી છે. યોગ્ય તથા વિશ્વાસપાત્ર રેકડ રાખવા માટે પશુઓને

યોગ્ય ઓળખ આપવી જોઈએ. પશુધનના મરણ વખતે આર્થિક નુકશાની ન વેઠવી પડે તે માટે વિમો ઉતરાવવો જરૂરી છે. પશુઓની ગુણવત્તા તથા આર્થિક પાસું ચકાસવા તેના વિયાણ, બીજદાન, દૂધ ઉત્પાદન, આવક ખર્ચનો હિસાબનો રેકોર્ડ રાખવો જરૂરી બને છે. આ બધા રેકર્ડથી બિનજરૂરી ખચઓિ પર અંકુશ મુકી શકાય છે. તથા વ્યવસ્થામાં ક્યાં ખામી છે ? તે જાણી શકાય છે. દૂધની પડતર કિંમતની જાણકારી મળવાથી તેના ભાવ નફાની જાણકારી મળે છે.

આમ, ઉપરોક્ત બાબતોને લક્ષમાં રાખી આાદશ પશુપાલન કરી શકાય છે.

પશુપાલનના વ્યવસાયને ATMA રક બનાવવા આટલું કરો. ગ્રામ્ય કક્ષાએ જમીન વિહોણા - નાના અને સીમાંત ખેડૂતો માટે રોજગાર આપતો પશુપાલન વ્યવસાય, રાજ્યમાં ખેતીના વ્યવસાય સાથે પોતાનો હિસ્સો દિન-પ્રતિદિન વધારી એક મુખ્ય વ્યવસાય તરીકે વિકાસ પામી રહ્યો છે. આ વ્યવસાય માટે થોડોક આધુનિક અભિગમ અપનાવી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવી વધુને વધુ નફાકારક બનાવવા આટલું કરો.

(૧) પહેલા કે બીજા વેતરનું તાજુ વિયાયેલ સુવિક્સિત યુસ્ત આઉવાળું, લાંબી અને ગૂંચળાવાળી દૂધની નસ વાળું તથા શરીરે તંદુરસ્ત અને ખોડ-ખાંપણ વગરનું દૂધાળું પશુપસંદ કરો તેમજ પાળી શકાય તેટલા જ પશુઓ રાખો.

(૨) છ માસ ઉપરના ગાભણ તથા દૂધ આપતા તમામ પશુઓને સમયસર રસીકરણ કરાવી તંદુરસ્ત રાખો.

(૩) ચોમાસા પહેલાં ગળસુંઢાની રસી મુકાવો તેમજ ખરવા-મોવાસા રોગ કે જેમાં પગ તથા મોંઢામાં ચાંદા પડે છે, અસહ્ય તાવ આવે છે. ખોરાક ખાઈ શકતું નથી, દૂધાળુ પશુ દૂધ આપવાનું બંધ કરે છે, ગાભણ જાનવર તરવાઈ જાય છે તેમજ બળદ ખેતી ઉપયોગી રહેતા નથી. આવા ચેપી રોગને થતો જ અટકાવવા માટે પશુપાલન ખાતા દ્વારા જિલ્લાના દરેક ગામમાં વર્ષમાં બે વખત રસીકરણનું અભિયાન ચાલે છે. જેનો લાભ લો.

પશુઓને કૃત્રિમ બીજદાન કરાવી ઓલાદ સુધારો અથવા સારી ઓલાદના સાંઢ અથવા પાડાથી પશુઓને ફેરવો.

નાના બચ્ચાઓનો ઉછેર સારી રીતે કરો - જે આવતી કાલની ગાય-ભેંસ છે. વાછરડા-પાડાના જન્મબાદ તરત જ નાક, કાન, મોં પરથી ચિકાસ દૂર કરી વ્યવસ્થિત સાફ કરો. વાછરડા-પાડાની છાતી પર માલીસ કરી શ્વાસોશ્વાસ નિયમિત

કરો. બચ્ચાના નાળને એક ઈંચ અંતરે કાપી દોરા વડે બાંધી ટિયર આયોડીન લગાવો.

પશુઓના વિયાણ બાદ ૬ થી ૧૨ કલાકમાં મેલી ન પડે તો દેશી ઉપચાર ના કરવા. દેશી ઉપચારથી ગભશિયના રોગ થાય છે. આવા સમયે નજીકના પશુદવાખાનાનો સંપર્ક કરો.

અતિશય વહેલું કે મોડું બીજદાન કરવાથી પશુની ગાભણ રહેવાની શક્યતા ઓછી રહે છે. વારંવાર બીજદાન એટલે સમય તથા સાધનોનો વ્યય અને મોડુંગભધિાન એટલે સરવાળે આર્થિક નુકશાન.

આાઉનો રોગ થતો અટકાવવા માટે દોહન બાદ જંતુનાશક દ્રાવણ આાંચળ સાફ કરી ઓછામાં ઓછા અડધો કલાક સુધી પશુને બેસવાનું અટકાવો. પહેલા વેતરના પશુનું પ્રથમ દોહન ઓછા દાબથી કરો અને ત્યારબાદ આાંચળનો સોજો અટકાવવા માટે આયોડેક્ષની માલીસ કરો.

(૯) ઘઉંના સૂચલાને યુરિયા પ્રક્રિયા કરી ખવડાવો અને દૂધ ઉત્પાદન વધારો. (૧૦) ઘાસનો બગાડ થતો અટકાવવા હાથસૂડા દ્વારા ટુકડા કરી નિરણ કરો. (૧૧) પશુને દૂધ ઉત્પાદનના ૫૦ ટકા દાણ, પશુના વજનના ૨ ટકા સૂકો ચારો અને ૪ ટકા લીલો ચારો આપો. (૧૨) પશુઓને ખોરાક પાણી સ્વચ્છ આપો તથા રહેઠાણ હવા ઉજાસવાળું ચોખનું રાખો. (૧૩) ધાન્ય તથા કઠોળ વગનો લીલો ચારો ૨:૧ ના પ્રમાણમાં બારેમાસ મળે તેવું આયોજન કરો.

(૧૪) પશુઓને એરંડાની ફોતરી, કુણી જુવાર, ઓથ ચડેલ લીલો ચારો તથા ઝેરી દવાનો છટકાવ કરેલ ઘાસ ન આપો, જે

જીવલેણ પુરવાર થાય છે.

(૧૫) બગાઈ, ઈતરડી, જૂ વગેરેના નાશ માટે ખેતીમાં વપરાતી ઝેરી દવાઓ પશુના શરીર પર ન લગાવો તેના માટે પશુચિકિત્સા અધિકારીની સલાહ મુજબ દવાઓ વાપરો.

(૧૬) બજારૂં પશુદાણ ખવડાવતા પહેલાં ખીલી, તાર અને બ્લેડ અવશ્ય ચેક કરો. (૧૭) દૂધાળા પશુઓને પાનો મૂકવાનું ઈનજેક્શન કાયમ ન આપો. જે પશુ તથા માણસના સ્વાસ્થય માટે હાનિકારક છે. (૧૮) વિયાણ થયેલ પશુને થોડા દિવસ માટે વધુ પડતું ખાણ ન આપો. વધુ ખાણ પશુને બિમાર કરે છે.

(૧૯) જન્મેલ બચ્ચાને બે થી ત્રણ કલાક પછી તરત જ ધવડાવો. મેલી પડવાની રાહ ન જુઓ. બચ્ચાના વજનના ૧૦ ટકા દૂધ આપો.

(૨૦) દૂધાળા પશુઓને વધમાં વધ વાગોળવા દો. જેથી ફેટ તથા દૂધમાં વધારો થશે.

(૨૧) ૭૦ સે.મી. ઉંચી, ૭૦ સે.મી. અંદરથી પહોળી તથા ૧૦ સે.મી. અંદરથી ઉંડી પાકી ગમાણ બનાવો અને ઘાસનો બગાડ થતો અટકાવો.

(૨૨) સુવાવડી ગાય/ભેંસને એક કીલો બાજરી, એક કીલો ઘઉં, ૫૦૦ ગ્રામ ગોળ, ૨૫૦ ગ્રામ તેલ અને સુંઠ, સવા, અસાળીયો, કાળીજીરી અને મેથી દરેક પ૦ ગ્રામ પ્રમાણે આપો.

(૨૩) કૃમિનાશક દવા નાના બચ્ચાને પંદર દિવસે, એક માસે, છ માસે, અને મોટા જાનવરને વર્ષમાં બે વખત આપો. (૨૪) પશુઓનો વીમો ઉતરાવી રક્ષણ મેળવો. મરણ થયેલ પશુનો વીમો પાસ કરાવવા કાને ટેગ હોવી ફરજીયાત છે.

(૨૫) પ્રાથમિક સારવારમાં પશુને આફરો ચડે તો ૫૦ ગ્રામ હીંગ ખવરાવો, ભાગેલ શીંગડા ઉપર હળદરનો પાટો બાંધો, જીવડા પડેલ ઘામાં કપૂરની ગોટી ભરો, ચામડીની બિમારી માટે ગંધક તથા કોપરેલ લગાવો અને ગભશિયના વિકાસ માટે મઠ અથવા ઘઉં ફણગાવીને આપો. ઝાડા બંધ કરવા માટે મોટા પશુને દરરોજ એક કિલો દાડમ આપો. કબજીયાત માટે ચીકુ તથા સીતાફળના પાંદડાનો રસ પીવડાવો.

(૨૬) પશુઓ સાથે પ્રેમાળ ભર્યું વતન કરો.

(૨૭) પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ અને જરૂરી માગદશન માટે નજીકના પશુદવાખાનાના સંપર્કમાં રહો.

સ્ત્રોત : આત્મા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate