অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કૃષિ વૈવિધ્યીકરણ યોજના

કૃષિ વૈવિધ્યીકરણ યોજના

  • લાભ કોને મળે?

યોજના અંતર્ગત આઇ.ટી.ડી.પી તાલુકાના આદિજાતિના ૦ થી ૧૬ સ્કોરના ખેડુતોને લાભ આપવામાં આવે છે.

  • યોજના અંતર્ગત આપવામાં આવતી સહાય ?

યોજના અંતર્ગત લાભાર્થીઓને ૧ એકરમાં રોપણી કરી શકાય તેટલું બિયારણ ( દૂધી, કારેલા, ભીંડા, રીંગણ, ટામેટા) તેમજ ૧ બેગ યુરીયા, ૧ બેગ ડી.એ.પી. ૨૫ કિ.ગ્રા એમ.ઓ.પી આપવામાં આવે છે.

  • યોજનાની યુનિટ કોષ્ટ :-

અંદાજિત રકમ રૂ/. ૩,૦૦૦/-

  • યોજનાનું અમલીકરણ :-

યોજનાનું અમલીકરણ ડી-સેગ ગાંધીનગર દ્રારા ઇ-ટેન્ડરીંગ કરી એગ્રીકલ્ચર સીડ્સ પ્રોવાઇડરની પસંદગી કરવામાં આવે છે. અને તેના દ્રારા અમલીકરણ થાય છે.

  • લાભાર્થીઓની પસંદગી કોના દ્રારા કરવામાં આવે છે. :-

યોજના અંતર્ગત લાભાર્થીઓની પસંદગી એ.એસ,પી અને અત્રેની કચેરી દ્રારા સંયુકત રીતે કરવામાં આવે છે.

  • યોજના અંતર્ગત લાભ લેવા માટે કયા ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડે છે?

૧. રેશન કાર્ડની ઝેરોક્ષ

૨. સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો

૩. સક્ષમ અધિકારીનો બી.પી.એલ નો દાખલો

૪. ૭/૧૨ અને ૮ અ ની નકલ

૫. ચુંટણી કાર્ડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/3/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate