યોજના અંતર્ગત આદિજાતિની ૦ થી ૨૦ સ્કોરની મહિલા લાભાર્થીઓને લાભ આપવામાં આવે
છે.
લાભાર્થીઓને પશુ ખાણદાણ, પશુ પાલક, ખનિજ દ્રવ્ય, કૃમિનાશક રશીકરણ, પશુવીમો, વિગેરે આપવામાં આવે છે.
રૂ/. ૨૦,૬૪૩/- ( ભારત સરકારની સહાય રૂ/. ૧૮૬૪૩/- રૂ/. ૨,૦૦૦/- લાભાર્થી ફાળો)
યોજનાનું અમલીકરણ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ – હિંમતનગર દ્રારા કરવામાં આવે છે.
ડેરી દ્રારા લાભાર્થીઓની પસંદગી ગામની દૂધ મંડળી દ્રારા કરાવવામાં આવે છે. જેના ફોર્મ ડેરી દ્રારા અત્રેની કચેરીએ રજુ કરવામાં આવે છે. લાભાર્થીઓને લાભ આપવા માટેની મંજુરી આપવામાં આવે છે.
યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ પોતાની ગામની દૂધ મંડળી, સાબર ડેરી અથવા પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીએ કરે શકે છે. તેમજ તેના ફોર્મ સાબર ડેરી અને પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીથી ઉપલબ્ધ થાય છે.
૧. લાભાર્થી મહિલા પશુપાલન માટે સક્ષમ હોવી જોઇએ.’
૨. તેની ઉંમર ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
૩. આઇ.ડી.ડી.પી તાલુકાની ૦ થી ૨૦ સ્કોરની બી.પી.એલ લાભાર્થી હોવી જોઇએ.
૪. લોકફાળાની રકમ ભરવા સક્ષમ હોવી જોઇએ.
યોજના અંતર્ગત લે લાભાર્થીઓને આઇ.ડી.ડી.પી યોજનાનો લાભ મળેલ નથી, તેવા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020