অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સુક્ષ્મ સિંચાઇ રાષ્ટ્રીય મિશન (એનએમએમઆઇ)

સુક્ષ્મ સિંચાઇ રાષ્ટ્રીય મિશન (એનએમએમઆઇ)

સુક્ષ્મ સિંચાઇ રાષ્ટ્રીય મિશન ( એનએમએમઆઇ )નો એક મિશનના રૂપમાં જુન 2010માં પ્રારંભ કરવામાં આવ્યો હતો. એનએમએમઆઇ પાણીના ઉપયોગમાં વધુ દક્ષતા, પાકની ઉત્પાદકતા અને ખેડુતોની આવકમાં વૃધ્ધિ કરવા માટે રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન (એનએફએસએમ), તેલીબીયા, કઠોળ અને મકાઇ સંકલિત આયોજન (આઇએસઓપીઓએમ), કપાસ પર પ્રાધોગીકી મિશન (ટીએમસી) જેવા મોટા સરકારી કાર્યક્રમો અંતર્ગત સુક્ષ્મ સિંચાઇ ગતિવીધીયોનો સમાવેશને વધારો કરશે. નવા દિશાનિર્દેશ પાણીના ઉપયોગની કાર્યક્ષમતામાં વૃધ્ધિ, પાકની ઉત્પાદકતામાં વૃધ્ધી કરશે અને પાનીની ખારાશ અને જળભરાવ જેવા મુદ્દાઓને પણ હલ કરશે.

આ યોજનાની વિશેષતાઓ છે:

  • ભારત સરકારના શેયર અનુસાર નાના તથા સીમાંત ખેડુતો 60 ટકા સબસીડી પ્રાપ્ત કરશે અને અન્ય લાભાર્થીઓ માટે 5 હેકટર સુધી 50 ટકા.
  • સુક્ષ્મ સિંચાઇ માટે યોગ્ય પ્રાધોગીકીના નવા ઉપકરણોના ઉપયોગ, જેવા અર્ધ સ્થાયી સ્પ્રિંકલર પ્રણાલી, ફર્ટીગેશન પ્રણાલી, રેતીનુ ફિલ્ટર, વિભિન્ન પ્રકાર વાલ્વ વગેરે.
  • જિલ્લાના બદલે રાજયની લાગુ પડતી એન્જસીઓને કેન્દ્રીય શેયરની ફાળવણી.

આ યોજનામાં એક પ્રભાવી પ્રણાલી પણ છે. જે સફળ ખેતી અંતર્ગત મોટા ક્ષેત્ર માટે લાભાર્થીઓ, પંચાયતો, રાજયની લાગુ પડતી એજન્સીઓ અને અન્ય પંજીકૃત પ્રણાલી પ્રદાતા વચ્ચે સઘન સમન્વયની માંગને પુરી કરશે. નોડલ સમિતિના રૂપમાં બાગમાં પ્લાસ્ટિકલ્ચરના અનુપ્રયોગમાં રાષ્ટ્રીય સમિતિ (એનસીપીએએચ) દેશમાં એનએમએમઆઇના પ્રભાવી લાગુ પડવાથી ઉચિત નીતીગત ઉપાય પ્રદાન કરે છે. એનસીપીએએચ 22 પ્રિસિજન ફાર્મિંગ ડેવલ્પમેન્ટ સેન્ટર્સ (પીએફડીસી)ના પ્રદર્શન અને દેશમાં સામાન્ય રીતે સુક્ષ્મ કૃષિ વિધિયોના સમગ્ર વિકાસ અને ઉચ્ચ ટેકનીકના હસ્તક્ષેપોની પ્રભાવી જાણકારી કરે છે

સ્ત્રોત : Press Information Bureau

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate