অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જીજીઆરસી દ્ધારા સંચાલિત યોજનાઓ અને સહાયના ધારા ધોરણો

જીજીઆરસી દ્ધારા સંચાલિત યોજનાઓ અને સહાયના ધારા ધોરણો

સુક્ષ્મ સિંચાઈ યોજના :

સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિના પ્રકાર :

ટપક સિંચાઈ :

સમયાંતરે, ઓછી માત્રામાં છોડના મુળ વિસ્તારની નજીક, નલિકાઓની જાળ ઉપર અથવા અંદર ગોઠવેલ ડ્રિપર દ્ધારા યોગ્ય દબાણ હેઠળ ટીપે સમપ્રમાણ પાણી આપવાની ટપક સિંચાઈ પદ્ધતિ કહેવામાં આવે છે.

પાઈપો :

પાઈપો દ્ધારા પમ્પીંગથી આખી જમીનની સપાટીને પાકમાં કે ખેતીમાં ચોકકસ પ્રકારના દબાણથી ફુવારા દ્ધારા પાણીની વહેંચણી સ્પ્રિનકલર પદ્ધતિ કહેવામાં આવે છે જેનાથી મહેનતથી આખી જમીનમાં એક સમયે પાણી પહોંચાડી શકાય છે.

પોરસ પાઈપ :

પાઈપમાં આવેલ સુક્ષ્મ છીદ્રોમાંથી ગુરુત્વાકર્ષણનાં દબાણથી સતત ઝરણની પ્રક્રિયાથી જમીનની નીચેની સપાટીએ છોડ અને ઝાડને સ્વયં અને સતત પ્રક્રીયા દ્ધારા જરૂરી માત્રામાં યોગ્ય સમય અને જગ્યાએ સિંચાઈ આપવાની પ્રક્રિયાને પોરસ પાઈપ પદ્ધતિ કહેવામાં આવે છે.

રેઈનગન :

ગન જેવા દેખાતા અને ઊંચા દબાણે કામ કરતા સ્પ્રિનકલરની જેમ સાથે વધારે વિસ્તારમાં કરવામાં આવતી સિંચાઈને રેઈન ગન સિંચાઈ પદ્ધતિ કહેવામાં આવે છે.

સબસિડિના ધારાધોરણે (પ્રતિ હેકટરની મર્યાદામાં) :

  1. સામાન્ય ખેડુતો : એક ખર્ચના ૫૦ % સુધી અથવા ૬૦,૦૦૦ /- બેમાંથી જે ઓછું હોય તે. નાના અને સિમાંત ખેડુતોને ૬૦% સુધી અથવા ૭૦,૦૦૦ /- ( નાના ડાર્ક ઝોન વિસ્તાર માટે ) બેમાંથી જે ઓછું હોય તે અને ૭૦% સુધી અથવા ૭૦,૦૦૦ /- ( નાના ડાર્ક ઝોન વિસ્તાર માટે ) બેમાંથી જે ઓછું હોય તે.
  2. અનુ.જાતિ / અનુ. જનજાતિ ખેડુતો : એકમ ખર્ચના ૭૫% સુધી અથવા ૯૦,૦૦૦ /- બે માંથી જે ઓછું હોય તે.
  3. ડાર્ક ઝોન વિસ્તારના ખેડુતો : એકમ ખર્ચના ૬૦ % સુધી અથવા ૬૦,૦૦૦ /- બેમાંથી ઓછું હોય તે.

રક્ષિત ખેતી ( ગ્રીન હાઉસ ) યોજના :

ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪ – ૧૫ થી નાના ખેડુત ને દરરોજ આવક મળે તે હેતુથી જીજીઆરસી દ્ધારા કરવામાં આવતી સુક્ષ્મ પિયત સિંચાઈ યોજનાની અમલીકરણ પ્રણાલી મુજબ રક્ષિત ખેતી યોજના પાયલોટ પ્રોજેકટનું અમલીકરણ કરવાનું શરૂ કરેલ છે. જેમાં ખેડુતને પ્રોજેકટ ખર્ચની ૫૦% સુધીની સહાય ઉપલબ્ધ છે. ખેડુત વ્યક્તિગત રીતે અથવા જુથ રચીને ૨૫૦ થી ૨૦૦૦ ચો.મી. ( પ્રતિ ખેડુત ) ના માળખા માટે સહાય મેળવી શકે છે.

સુક્ષ્મ પિયત યોજનાઓની લાક્ષણિકતાઓ :

  1. આ પારદર્શી યોજનામાં ખેડુત તેની જરૂરીયા મુજબ કોઈપણ સુક્ષ્મ પિયત પદ્ધતિ, જીજીઆરસીનાં માન કોઈપણ સપ્લાયર દ્ધારા ગમે તેટલા વિસ્તારમાં પોતાની પસંદગીના કોઈ પણ પાક માટે લઈ શકે છે.
  2. આ યોજનમાં ખેડુત લાભાર્થી જરૂરીયાત મુજબ બેંક લોન લઈ શકે છે.
  3. ખેડુતના ખેતર પર સુક્ષ્મ પિયત પદ્ધતિના સાધનોની ગોઠવણી બાદ જીજીઆરસી દ્ધારા સરકારશ્રીની સહાયની ચુકવણી કરવામાં આવે છે.
  4. સુક્ષ્મ પિયત પદ્ધતિ પ્રસ્થાપિત થયેથી તેનુ થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન (નિષ્પક્ષ / તટસ્થ) એજ્ન્સી દ્ધારા નિરિક્ષણ.
  5. થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન એજન્સી દ્ધારા તેની ચકાસણી અને ખેડુતની સ્વીકૃતિ પછી  જ સપ્લાયરને બાકી રકમની ચુકવણી.
  6. આ યોજનામાં ટપક સિંચાઈ પદ્ધતિના કિંમત જેટલું ખેડુત તેમજ સિસ્ટમને વીમા રક્ષણ.
  7. સપ્લાયર દ્ધારા લાભાર્થી ખેડુતને સુક્ષ્મ પિયત યોજનાને અનુલક્ષી કૃષિ માહિતિ, જાળવણી તથા ઉપયોગનું માર્ગદર્શન.
  8. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવેલ ખેડૂતોને મોબાઈલ ફોન પર એસ.એમ.એસ. દ્ધારા હવામાનની આગાહી, પાક વિષે સલાહ, બજારભાવ અને કૃષિ સમાચાર વગેરેની જેવી જાણકારી મળે છે.
  9. સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવનાર ખેડુતને અગ્રીમતાના ધોરણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. દ્ધારા વીજ જોડાણ.
  10. જીલ્લા વન અધિકાર સમિતિ દ્ધારા આદિવાસી ખેડુતને મળેલ જમીનમાં સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે  અગ્રીમતા આપવામાં આવશે.
  11. ગુજરાતભરમાં વિસ્તરેલા જીએસએફસી / જીએનએફસી ડેપો થકી પણ ખેડુતોને કૃષિ માહિતિ પુરી પાડવામા આવે છે.

અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :

  • સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવા માટેનું જીજીઆરસી દ્ધારાઅ નિયત થયેલ અરજી ફોર્મમાં જ અરજી કરવાની રહેશે. રજીસ્ટ્રેશન નંબર નોંધી રાખવો.
  • કોઈપણ કોરા ફોર્મ પર અગાઉથી સહિ કરવી નહિ. ફોર્મ સંપૂર્ણ ભર્યા બાદ જ વિગતોને તપાસી સમજીને સહી કરવી.
  • ફોર્મમાં સહીનો નમુનો સાચવી રાખવો જેથી ફરી સહી કરતી વખતે અલગ સહી ન થાય જેથી સહિની વિગતતાના કારણે અરજી રદ ન થાય અને કાર્ય ઝડપથી થાય.
  • એમઆઈએસ સપ્લાયર, સિસ્ટમનો પ્રકાર, ડિઝાઈન અને પાકની પસંદગી ખુબ સમજી વિચારીને કોઈપણ જાતના લોભલાલચમાં આવ્યા વિના કરવી, જેથી વારંવાર ફેરફારથી જરૂરીયાત ન રહે. સપ્લાયર તરફથી નિમવામાં આવેલ ડિલરની વિશ્વસનિયતા વિશે ખાત્રી કરી લેવી.
  • ૭ – ૧૨ અને ૮ અ ના ઉતારામાં જે નામ હોય તે જ નામ અરજી ફોર્મમાં લખવું તથા ઉતારામાં દર્શાવેલ વિસ્તારની મર્યાદામાં જ સુક્ષ્મ પિયત માટે અરજી કરવી અને સર્વે વખતે એટલા  જ વિસ્તારનો સર્વે કરાવવો.
  • જે સર્વે નં.ના જે વિસ્તારમાં એક વખત સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવેલ હોય, એ જ સર્વે નંબરમાં ૧૦ વર્ષ સુધી સહાયનો લાભ લઈ શકાશે નહી, પરંતુ જો તે સર્વે નંબરમાં વિસ્તાર બાકી રહેતો હોય તો બાકીના વિસ્તાર માટે ફરિથી અરજી કરી શકાશે.
  • સરકારશ્રીની સહાય સિવાયની ખેડુતે ભરવાની રકમ, જાતે જ જીજીઆરસીના બેંક એકાઉન્ટ નંબરની ખાત્રી કર્યા પછી જ ખાતામાં જમા કરાવવી.
  • સુક્ષ્મ પિયત વસાવવા અંગેના દસ્તાવેજોની નકલ સપ્લાયર પાસેથી અચુક મેળવી લેવી.
  • ટ્રાયલ રન વખતે ખેડૂતે અચુક હાજર રહી સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ બરાબર કાર્ય કરે કે નહી તેની ખાત્રી કરાવી લેવી.
  • કોઈપણ જાતની અફવાથી ગેરમાર્ગે ન દોરાતાં વધુ માહિતિ માટે જીજીઆરસી ટૉલ ફ્રી નં. ૧૮૦૦- ૨૩૩ - ૨૬૫૨ પર સંપર્ક કરવો.

રક્ષિત ખેતી :

વાતાવરણના ઘટકોને આંશિક રીતે નિયંત્રિત કરી પાકને અનુરૂપ વાતાવરણ ઊભુ કરવા માટે તૈયાર કરેલ માળખામાં ઉચ્ચ બજાર મુલ્ય ધરાવતા પાકની ( જેમ કે કલર કેપ્સિકમ, ચેરી ટામેટાં , તીખા મરચા,કાકડી, જર્બેરા, કાર્નેશન , ગુલાબ વગેરે ) કરવામાં આવતી ખેતીને રક્ષિત ખેતી કહેવામાં આવે છે.

ફાયદા :

વિપરિત વાતાવરણની પરિસ્થિતિમાં ખેતી કરીને, ખુલ્લા વાતાવરણની સરખામણીમાં બમણુ ઉત્પાદન, પાણી, ખાતર અને વીજળીની બચત સાથે ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો તથા પાકની સારી ગુણવતા સાથે વધુ વળતર.

વિશેષતાઓ :

આ યોજનાની ખાસ વિશષેતા એ છે કે જેમાં એક વર્ષ સુધી કયા પાકની વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે ખેતી કરવી તથા ઉત્પાદન થયેલ પેદાશનું માર્કેટ સાથેના જોડાણ અંગેનું માર્ગદર્શન.

રક્ષિત ખેતી ( ગ્રીનહાઉસ ) યોજના :

ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪ - ૨૦૧૫ થી નાના ખેડુતને દરરોજ આવક મળે તે હેતુથી જીજીઆરસી દ્ધારા કરવામાં આવતી સુક્ષ્મ સિંચાઈ યોજનાની અમલીકરણ પ્રણાલી મુજબ રક્ષિત ખેતી યોજના પાયલોટ પ્રોજેકટનું અમલીકરણ કરવાનું શરૂ કરેલ છે જેમાં ખેડુતને પ્રોજેકટ ખર્ચની ૫૦ % સુધીની સહાય ઉપલબ્ધ છે. કોઈપણ ખેડુત વ્યક્તિગત અથવા જુથ રચીને ૨૫૦ થી ૨૦૦૦ ચો.મી. ના એક અથવા એક થી વધુ માળખા માટે સહાય મેળવી શકે છે.

અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :

  1. ગ્રીનહાઉસમાં અપનાવવા માટેનું જીજીઆરસી દ્ધારા નિયત થયેલ અરજી ફોર્મમાં જ અરજી કરવાની રહેશે. રજીસ્ટ્રેશન નંબર નોંધી રાખવો.
  2. કોઈપણ કોરા ફોર્મ પર અગાઉથી સહી કરવી નહી. ફોર્મ સંપૂર્ણ ભર્યા બાદ જ વિગતોને તપાસી સમજીને સહી કરવી.
  3. ફોર્મમાં સહીનો નમુનો સાચવી રાખવો જેથી ફરી સહી કરતી વખતે અલગ સહી ન થાય જેથી સહીની વિગતતાના કારણે અરજી રદ ન થાય અને કાર્ય ઝડપથી થાય.
  4. ગ્રીનહાઉસ સપ્લાયર, સિસ્ટમનો પ્રકાર, ડિઝાઈન અને પાકની પસંદગી ખુબ સમજી વિચારીને કોઈપણ જાતના લોભલાલચમાં આવ્યા વિના કરવી, જેથી વારંવાર ફેરફારની જરૂરીયાત ન રહે. સપ્લાયર તરફથી નિમવામાં આવેલ ડિલરની વિશ્વશનીયતા વિષે ખાત્રી કરી લેવી.
  5. ૭ - ૧૨ અને ૮ અ ના ઉતારામાં જે નામ હોય તે જ નામ અરજી ફોર્મમાં લખવું તથા યોજનામાં નિર્દિષ્ટ વિસ્તારની મર્યાદામાં જ ગ્રીનહાઉસ માટે અરજી કરવી અને સર્વે વખતે એટલા જ વિસ્તારનો સર્વે કરાવવો.
  6. સરકારશ્રીની સહાય સિવાયની ખેડુત ભરવાની રકમ, ખેડુતે ભરવાની રકમ, ખેડુતે જાતે જીજીઆરસીના બેંક એકાઉન્ટ નંબરની ખાત્રી કર્યા પછી જ ખાતામાં જમા કરાવવી.
  7. ગ્રીનહાઉસ વસાવવા અંગેના દસ્તાવેજોની નકલ સપ્લાયર પાસેથી અચુક મેળવી લેવી.
  8. ગ્રીનહાઉસના કમિશનિંગ / ટ્રાયલ રન વખતે ખેડુતે પોતે હાજર રહી ગ્રીનહાઉસનું માળખુ ડીઝાઈન મુજબ બનેલ છે કે નહીં તેમજ બરાબર કાર્ય કરે છે કે નહી તેની ખાત્રી કરાવી લેવી.
  9. કોઈપણ જાતની અફવાથી ગેરમાર્ગે ન દોરતાં  વધુ માહિતી માટે જીજીઆરસીનો સંપર્ક સાધવો.

સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા , ડૉ. એમ. વી. પટેલ , ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય , આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate