પશુપાલન એ ગ્રામ્યવિકાસ માટે પાયાની જરૂરિયાત છે.પશુપાલન ખેતીના સાથે સાથે વધારાની રોજિંદી આવક પૂરી પડે છે.પશુપાલન દ્વારા ગરીબો તથા જમીન વગરના ગરીબો નું ગુજરાન ચાલે છે.પશુના આકસ્મિક મૃત્યુ વખતે આર્થિક નુકશાન થાય છે અને તેના વળતર માટે કેન્દ્ર સરકારે આ યોજના ચાલુ કરેલ છે.
કેન્દ્રીય સ્તરે યોજનાનો 'ડીપાર્ટમેન્ટ ઓંફ એનિમલ હસબન્ડરી , ડેરીંગ અને ફિશરીઝ' દ્વારા જયારે રાજ્ય સ્તરે ' સ્ટેટ લાઇવસ્ટોક ડેવલોપમેન્ટ બોર્ડ' દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવે છે. યોજનાનું નિયંત્રણ, અમલીકરણ કરવાની સંપૂર્ણ જવાબદારી સ્ટેટ લાઇવસ્ટોક ડેવલોપમેન્ટ બોર્ડના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરની હોય છે. આ ઉપરાંત ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરને વિવિધ કાર્યો જેવા કે યોજના માટે કેન્દ્રીય ફંડ નું સંચાલન , વીમા કંપની પાસેથી કવોટેશન મંગાવવું , પ્રાઇવેટ વીમા કંપની પસંદગી , વીમા કંપનીની પ્રીમીયમની ફાળવણી, જીલ્લા મુજબ પશુચિકિત્સકનું લીસ્ટ બનાવવું, પ્રજામાં યોજનાના વિશે જાગૃતિ લાવવી અને જીલ્લા પશુપાલન વિભાગ ને ફંડનું વિતરણ જેવા કાર્યો સોપાયેલા હોય છે.
આ યોજનાનો લાભ કોઈ પશુપાલક કે જેની ગાય ભેંસ ૧૫૦૦ લિટર/વેતરથી વધુ દૂધ આપતી હોય તે લઈ શકાય છે. બીજી વીમા યોજના હેઠળ વીમો ઉતરાવેલ જાનવરોને અ યોજનાનો લાભ મળતો નથી . કોઇપણ પશુપાલક આ યોજના હેઠળ વધુમાં વધુ પોતાના બે જાનવરોનો વીમો વધુમાં વધુ ત્રણ વર્ષ શુધી કરવી શકે છે.
પ્રાણીની બજારર્કીમત નક્કી કરવાનું કામ સંયુક્ત પણે પશુચિકિત્સક શ્રી અને વીમા એજન્ટ દ્વારા કરવામાં આવે છે. વીમો ઉતરાવેલ પશુની ઓળખ માટે પશુના કાન માં ઇઅર ટેગ અથવા માઈક્રો ચિપ્સ લગાડવામાં આવે છે. જેના માટે તેને પ્રોત્સાહન રૂપે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૫૦ આપવામાં આવે છે. આ ટેગ લગાડવાનો ખર્ચ વીમા કંપની ઉઠાવે છે.આ ટેગ જાળવાની જવાબદારી લાભાર્થી શિરે હોય છે.
વિમાનો દાવો કોઇપણ આકસ્મિક પરિસ્થિતિ માં જાનવર નું મૃત્યુ થવાથી કરી શકાય છે.જાનવર ના મૃત્યુ બાદ તરત જ જાનવર નું પોસ્ટમોટમ કરવી પોસ્ટમોટમ સર્ટીફીકેટ મેળવવું જરૂરી છે. આ પોસ્ટમોટમ માન્ય પશુચિકિત્સક શ્રી દ્વારા કરવામાં આવે છે. અને તેના દ્વારા સર્ટીફીકેટ તૈયાર કરવામાં આવે છે. આ માટે પશુચિકિત્સક શ્રી ને પ્રોત્સાહન રૂપે રૂપિયા ૧૦૦ કેન્દ્ર સરકાર દ્વારા મળવા પાત્ર છે. દાવો કર્યાના ૧૫ દિવસ માં વીમા કંપની જાનવર ની નિશ્ચિત કરેલ બજાર કીમતે વળતર આપે છે.
સ્ત્રોત: નવેમ્બર-૨૦૧૧, વર્ષ:૬૪, સળંગ અંક:૭૬૩, કૃષિ ગોવિદ્યા
કોલેજઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020