অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના

યોજનાના ઉદ્દેશો:

  • અણધાર્યા સંજોગો ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવો.
  • ખેડૂતોની આવક સ્થિર રાખવી જેથી તેઓ ખેતી વ્યવસાય ક્ષેત્રે ટકી રહે.
  • ખેડૂતોને ખેતી માટે આધુનિક અને નવીન ટેકનિક અપનાવવા પ્રોત્સાહન આપવું.
  • કૃષિ ક્ષેત્રમાં ધિરાણ નાણાનો પ્રવાહ જાળવી રાખવો.

પાત્રતાના ધોરણો :

  • બધા ખેડૂતો જેમાં ભાગિયા ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નોટિફાઈડ વિસ્તારમાં નોટિફાઈડ પાક પકવતા હોય, તેઓ આ યોજના હેઠળ આવરી લેવાને પાત્ર છે.
  • બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી માટે નાણાંકીય સંસ્થાઓ પાસેથી નોટિફાઈડ પાક માટે ધિરાણ મેળવતા (એટલે કે ધિરાણી ખેડૂતો) ખેડૂતોને ફરજિયાપણે આવરી લેવાના રહેશે.

યોજનાના ફાયદા/સહાચ:

આ યોજના હેઠળ ખેડૂતો દ્વારા ખરીફ પાક માટે ૨ ટકા, રવીપાક માટે ૧.૫ ટકા તેમજ વાર્ષિક વાણિજિયક

અને વાર્ષિક બાગાયતી પાકો માટે પ ટકા સુધીનું પ્રિમિયમ ભરવાનું થાય છે.આ યોજના હેઠળ પાકના નીચે જણાવેલ તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં આવેલ છે.

  • વાવેતર ન થવું રોપણી ન થવી : ઓછા વરસાદના કારણે અથવા વિપરીત મોસમની સ્થિતિના કારણે, વીમા હેઠળના વિસ્તારમાં વાવણી અને વાવેતરને રોકાવું પડે તેવા સંજોગોમાં.
  • ઊભો પાક (વાવણી થી લણણી સુધી) : અટકાવી ન થાય તેવા જોખમો એટલે કે દુષ્કાળ, વરસાદ ન પડવો, પૂર, વધારે વરસાદ જળબંબાકાર, જીવાત અને રોગો, જમીન ખસવી, કુદરતી આગ, વીજળી પડવી, વાવાઝોડુ, બરફના તોફાન, ચક્રવાત અને ચક્રવાતના કારણે થતો વરસાદ તેમજ કમોસમી વરસાદમાવઠાની જોખમોના કારણે થતું નુકસાન વ્યાપક રીતે આવરી લેવામાં આવે છે.
  • કાપણી પછીના નુકસાન : કાપણી બાદ બે સપ્તાહ સુધીના સમયને આ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
  • સ્થાનિક આપત્તિઓ : નોટીફાઈડ વિસ્તારમાં કરા પાડવા, જમીન ખસવી અને જળ બંબાકારના કારણે સ્થાનિક વિસ્તારમાં પાકને નુકસાન.
  • ઓન એકાઉન્ટ પેમેન્ટની જોગવાઈ : મુખ્ય પાકો માટે મધ્યવર્તી પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે થયેલ નુકસાન માટે ખેડૂતોને ઓન એકાઉન્ટ પેમેન્ટની જોગવાઈ.

રાજય કક્ષાએ સચિવશ્રી, કૃષિના અધ્યક્ષપણા હેઠળ વીમા યોજનાની સંકલન સમિતિની રચના કરવામાં આવેલ છે. સદર સમિતિ કેન્દ્ર સરકારશ્રીની માર્ગદર્શક સૂચના મુજબ જે તે ઋતુની શરૂઆતમાં ટેન્ડર બીડ કરી અમલકર્તા સંસ્થાઓ નક્કી કરવાનું રહેશે તેમજ યોજના હેઠળ આવરી લેવાનાર પાક, ડીફાઈન્ડ વિસ્તાર, પ્રિમિયમના દર, પ્રિમિયમમાં સબસિડી, વીમાપાત્ર રકમ વગેરે બાબતો નક્કી કરે છે અને તે મુજબ જે તે ઋતુનો ઠરાવ બહાર પાડશે. જેના આધારે જે તે નોટિફાઈડ વિસ્તારના નોટિફાઈડ પાકો માટે ખેડૂતો દ્વારા દરખાસ્ત પત્રક ઓનલાઈન રજૂ કરવાનું રહેશે અને તેના આધારે યોજનાની અમલકર્તા સંસ્થા બેંકો મારફતે પ્રિમિયમ સ્વીકારશે, દાવાઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજૂર કરશે અને નોડલ બેંકો મારફતે ખેડૂતોના ખાતામાં પાક વીમાની દાવાની રકમ જમા કરાવશે.

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા :

ભારતીય કૃષિ વીમા કંપની (AIC) અને ભારત સરકારશ્રી દ્વારા એપેનલ્ડ થયેલ અન્ય વિમા કંપનીઓ પાસેથી ટેન્ડર) બીડ મંગાવી પ્રિમિયમના દર તથા વીમા કંપનીઓ નક્કી કરવાની રહેશે અને તે સંસ્થા યોજનાની અમલીકરણ તરીકે કાર્યવાહી કરશે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના :

યોજનાના ઉદ્દેશો :

  • ‘જલ સંચય” અને “જલ સિંચન' દ્વારા વરસાદી પાણીનો ઉપયોગ કરીને જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ સંવર્ધન તથા વોટરશેડ વિકાસ જેવા કામો દ્વારા જળ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો.
  • વરસાદ પર નોંધપાત્ર નિર્ભરતાને કારણે બિનપિયત વિસ્તારમાં ખેતી અતિ જોખમકારક અને ઓછી ઉત્પાદકતાનો વ્યવસાય બની રહેલ છે. આ સંજોગોમાં અનુભવ સાથે સંરક્ષણાત્મક સિંચાઈ ટેકનોલોજી અને ઉત્પાદકતા વૃદ્ધિ તરફ દોરી જતાં ઈનપુટ્સ દ્વારા સૂક્ષ્મ સિંચાઈને લોકપ્રિય કરી વધુ ઉત્પાદકતા અને વધુ આવક દ્વારા ગ્રામીણ વિકાસ હાંસલ કરવો.

પાત્રતાના ધોરણો :

રાજય દ્વારા તમામ જીલ્લાઓના ડિસ્ટ્રીક ઈરિગેશન પ્લાન તૈયાર કરવાના રહે છે અને તે મુજબ રાજયનો ઈરિગેશન પ્લાન તૈયાર કર્યોથી આ યોજના માટે યોગ્યતા લાયકાત સિદ્ધ થાય છે.

યોજનાના ફાયદા/ સહાય:

  • યોજના અંતર્ગત ‘પર ડ્રોપ મોર ક્રોપ’ માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી કુલ પિયત વિસ્તારમાં વધારો થાય
  • પિયત જરૂરિયાત અને ઉપયોગિતા વચ્ચે કડી રૂપ બને છે.
  • પાણી વિતરણ વ્યવસ્થા મજબૂત બને છે. પાણી વપરાશની કાર્યક્ષમતા વધે છે.
  • પાણી ઉત્પાદકતા વધે છે અને ખેતી ખર્ચ ઘટે છે.
  • રોગ અને જીવાતથી થતું નુકશાન ઘટે છે.

પ્રક્રિયા :

આ યોજના હેઠળ ‘પર ડ્રોપ મોર ક્રોપ ઘટક માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અંતર્ગતનો લાભ મેળવવા

ક્રમ

ઘટક નું નામ

અમલીકરણ કરનાર વિભાગ

એસીલેટેડ ઈરિગેશન બેનીફિટ પ્રોગ્રામ Accelerated Irrigation Benefit Programme (AIBP)

નર્મદા, વોટર રીસોર્સીસ અને કલ્પસર વિભાગ

હર ખેત કો પાની Har Khet Ko Pani

પર ડ્રોપ મોર ડ્રોપ Per Drop More Crop

કૃષિ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર

વોટરશેડ ડેવલપમેન્ટ Water shed Development

રૂરલ ડેવલપમેન્ટ (સીઈઓ, જીએસડબલ્યુએમએ

મનરેગા - વોટર કન્ઝરવેશન MNREGA (Water

રૂરલ ડેવલપમેન્ટ એડિશનલ કમિશ્નર, મનરેગા

માટે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની વડોદરા ને ખેતી ને લગતા સાધનિક કાગળોસહીત અરજી કરવાની રહે છે.

આ યોજના અંતર્ગત “પર ડ્રોપ મોર ક્રોપ માટે કૃષિ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર હસ્તક કામગીરી છે અને ‘પર ડ્રોપ મોર ક્રોપ’ ઘટક માટેની અમલીકરણ એજન્સી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ., વડોદરા છે.

ખેડૂતમિત્રોને ખાસ જણાવવાનું કે, ઉપરોક્ત યોજનાનો લાભ લઈને આપ ખેતીમાં નિશ્ચિત થઈ શકશો. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની વધુ માહિતી તેમજ યોજનાકીય લાભ માટે આપની નજીકની રાષ્ટ્રીયકૃત બેંક તેમજ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ., વડોદરાનો ટેલિફોનિક ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૬૫ર કે રૂબરૂ સંપર્ક કરવા વિનંતી છે.

સ્ત્રોત:જાન્યુઆરી-૨૦૧૭,વર્ષ :૬૯,સળંગ અંક :૮૨૫, કૃષિગોવિદ્યા,

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate