દર વર્ષે ખેતી નિયામકની કચેરી દ્વારા જિલ્લાવાર પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદક્તાના અંદાજ તૈયાર કરી પ્રસિધ્ધ કરવામાં આવે છે.
તાલુકા વિકાસ અઘિકારીશ્રીઓ તરફથી ખરીફ ઋતુના કુલ-૨૦ પાકનો પ્રથમ પાક વર્તારો ઓગસ્ટ માસના અંત સુઘીમાં તથા અંતિમ વર્તારો નવેમ્બર માસમાં મોકલી આપવામાં આવે છે. રવિ ઋતુના કુલ-૧૬ પાકોનો પ્રથમ પાક વર્તારો જાન્યુઆરી માસના અંતમાં તથા અંતિમ પાક વર્તારો માર્ચ માસના અંત સુઘીમાં મોકલી આપવામા આવે છે. ઉનાળુ ઋતુના કુલ-૮ પાકોનો પ્રથમ પાકવર્તારો માર્ચ માસના અંત સુઘીમાં મોકલી આપવાનો હોય છે. પાક વર્તારા આધારીત વાવેતર વિસ્તાર, પાક કાપણી અખતરાના પરીણામના આઘારે ઉત્પાદન અને ઉત્પાદક્તાની વિગત તૈયાર કરવામાં આવે છે. આમ, પાક વર્તારાની માહિતી ભારત સરકાર, રાજ્ય સરકાર, કૃષિ યુર્નિવસીટી, સંશોધકો, ટેકનોક્રેટ, સંસ્થાઓ વગેરેને ઉપયોગી માહિતી પુરી પાડે છે.
આ લાભાર્થીલક્ષી યોજના નથી. આ યોજના હેઠળ ઋતુવાર પાક વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉપાદકતાની માહિતીનું સંકલન કરવામાં આવે છે અને જિલ્લાવાર / પાકવાર વાવેતર વિસ્તાર, ઉત્પાદન, અને ઉપાદકતાની માહિતીનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે.
રાજયમાં થતા મુખ્ય પાકોનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતાની માહિતી સરકાર, સંસ્થાઓ, સંશોધકો અને તજજ્ઞો વગેરે માટે ઉપયોગી છે.
સ્ત્રતો: ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020