કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય નિકાસ વિકાસ સત્તાધિકારી ની યોજનાઓથી વ્યાપક શ્રેણીનો લાભ લેવા માટે ગુજરાતના નિકાસકારોને સગવડ આપવા, ગુજરાત કૃષિ ઉદ્યોગ નિગમ, અમદાવાદમાં તેની પ્રત્યક્ષ કચેરી શરૂ કરવામાં આવી છે. નિકાસકારો યોજનાઓ અંગે જાણકારી મેળવવા, કેવી રીતે અરજી કરવી તે માટે અને તેમની અરજીની સ્થિતિ માટે અમારો સંપર્ક સાધી શકે છે.
ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળ કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય નિકાસના વિકાસ સત્તાધિકારી છે.
આ સત્તાધિકારી પાસે નાણાંકીય સહાયની અનેક યોજનાઓ છેઃ
ક્રમાંક |
નાણાકીય પ્રકાર |
નાણાકીય રકમ |
1 |
શક્યતા અભ્યાસ, મોજણી, સલાહ અને માહિતી સામગ્રી અદ્યતન બનાવવા |
ખર્ચના ૫૦ % થી ૧૦૦ ટકા. પરંતુ રૂ. ૨ લાખની રૂ. ૧૦ લાખની ટોચ-મર્યાદાને અધીન |
2 |
માંસ, બાગાયત અને ફૂલ ઉછેર સેક્ટર, પેકિંગ સામગ્રી માટે વિશેષિત પરિવહન એકમોની ખરીદી વચગાળાના સંગ્રહ, શ્રેણીકરણ અને ધૂણી આપવાની કામીરી વગેરે માટે શેડ જેવા આધાર માલખાના વિકાસ માટે |
ખર્ચના ૨૫ % થી ૫૦ %, પરંતુ હિતાધિકારી દીઠ રૂ. ૨.૫૦ લાખથી રૂ. ૫ લાખની ટોચ-મર્યાદાને અધીન |
3 |
નમૂના, સાહિત્ય પૂરાં પાડવાં, વેચનાર-ખરીદનારની બેઠક, વિદેશમાં પ્રદર્શનો વગેરે સહિત નિકાસ ઉત્તેજન અને બજાર વિકાસ માટેની યોજના |
ખર્ચના ૪૦ % થી ૧૦૦ ટકા, પરંતુ નિર્દિષ્ટ ટોચ-મર્યાદાને અધીન |
4 |
આંતરિક અને નિકાસ બજાર માટે ધોરણ અને ડિઝાઈન સહિત પેકેજ વિકાસની યોજના |
વિકાસ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૫ લાખ. |
5 |
ગુણવત્તાને અને ગુણવત્તા નિયંત્રણને પ્રોત્સાહન આપવા માટેની સહાય યોજના |
ખર્ચના ૫૦ % પરંતુ હિતાધિકારી દીઠ રૂ. ૨ લાખની ટોચ-મર્યાદાને અધીન |
સ્ત્રોત:
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020