સીડ વિલેજ યોજના હેઠળ પસંદ થયેલ લાભાર્થી ખેડૂતને ધારણ કરેલ જમીન ની મર્યાદામાં હોવી જોઈએ વધુમાં વધુ ૧.૮૦ હેકટર વિસ્તાર માટે ભલામણ થયેલ જરૂરી જથ્થાના પ્રમાણિત બિયારણના ખર્ચના ૫૦% મુજબ સહાય આપવામાં આવે છે.
શેરડીના ટીસ્યુકલ્ચર બીયારણથી બીજ ઉત્પાદન ને પ્રોત્સાહિત કરવા માટે સુગરકેન સીડ વિલેજ યોજનાનો રાજ્યની સહકારી સુગર ફેકટરીઑ દ્વારા તેમના સભાસદ ખેડૂતો માટે ટીસ્યું કલ્ચર ના " F” (ટીસ્યું પ્લાન્ટ) માટે હેકટરે રૂ. ૪૯,૩૨૬/- અને ખેતી ખર્ચમાં ૨૦% મુજબ હેકટરે રૂ.૧૮,૭૦૦/- સહાય તથા " F-1” (ટીસ્યું પ્લાન્ટ નું બીજા વર્ષનો છોડ) માટે માટે હેકટરે રૂ. ૨૩,૮૨૬/- અને ખેતી ખર્ચમાં 20% મુજબ હેકટરે રૂ.૧૬,૪૦૦ /- સહાય આપવામાં આવે છે.
રેટ માં પ્રોત્સાહન સહાય -- રાજ્યમાં બીજ નિગમ મારફત ઘઉનું પ્રમાણિત બીજ ઉત્પાદન કરતાં ખેડૂતોને બીજ નિગમ દ્વારા ચૂકવવામાં આવતા પ્રોકયોરમેંટ દર ઉપરાંત ક્વિન્ટલ દીઠ રૂ.૨૦૦/- વધારાની પ્રોત્સાહન સહાય ચૂકવવામાં આવે છે.
નીચે પ્રમાણે ના એકરદીઠ જરૂરી ઘાસચારા બિયારણ જથ્થાની કિમતના ૭૫% સહાય, વધુમા વધુ રુ.૧૨૦૦ /એકર્. એ.જી.આર-૫૯: જુવાર SSG-૨૧ કિગ્રા./એકર. મકાઇ આફ્રિકન ટોલ- ૨૧ કિગ્રા./એકર. રજકા બાજરી -૬ કિગ્રા./એકર. રજકો -૬ કિગ્રા./એકર.
સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020