પશુપાલન વ્યવસાય અપનાવો અને પશુઓના ઘાસચારા વિશે જાણો
આપણી મોટા ભાગની પ્રજા ગ્રામ્ય વિસ્તારમાં પથરાયેલ હોવાથી ભારતનાં અર્થકારણમાં ખેતી પશુપાલકોનું આગવું મહત્વ તેમજ પ્રદાન રહેલું છે. જે નિવિર્વાદ વાત છે. કનિદૈ લાકિઅ તેમા પણ ગુજરાતમાં પશુપાલન અને ખેતી તમામ ક્ષેત્રે અગ્રભાગ રૂપે રહેલ છે. રાજ્ય સરકાર દ્વારા આયોજીત કૃષિ મહોત્સવો થકિ કૃષિ અને પશુપાલન કનિદૈ લાકિઅ પ્રવૃતિ વધારે અકિલા સક્ષમ, સમૃધ્ધિ થયા છે. જે દ્વારા ગુજરાતનાં ગામડાઓ આર્ર્થિક રીતે વધારે સમૃદ્ધ બની રહ્યા છે. કૃષિ સાથે પશુપાલનને પણ કનિદૈ લાકિઅ પુરક વ્યવસાય તરીકે અપનાવવો જરૂરી છે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા દરેક ખેડુત અકીલા અને પશુપાલન મિત્રોએ ઘાસચારા વિશે નીચેની બાબતો જાણવી કનિદૈ લાકિઅ સમજવી જરૂરી છે.
- પશુપાલના ખોરાકમાં સારી ગુણત્તા ધરાવતો લીલોચારો ખાણદાણનો ખર્ચ બચાવે છે.
- ઉતરતી કક્ષાના સૂકાચારાને યુરિયા પ્રક્રિયા કનિદૈ લાકિઅ દ્વારા સ્વાદિષ્ટ અને સુપાચ્ય બનાવી શકાય છે તથા પોષક તત્વોમાં ઉમેરો થાય છે જે મોટા પશુઓને જ ખવડાવો.
- ઘાસ કાપવાના સુડા દ્વારા નાના નાના કનિદૈ લાકિઅ ટુકડા કરી, ગમાણમાં ખવડાવવાથી ૨૦ થી ૩૦ ટકા ચારોનો બગાડ અટકાવી શકાય છે.
- પશુપાલન ખાતાની ચાફકટર યોજનાનો લાભ મેળવો.
- સૂકાચારોનો સંગ્રહ કરવા ઘાસ બેંકનો હંમેશા માટે ઉપયોગ કરી ફાયદો મેળવો.
- જંતુનાશક દવાઓ છાંટેલ લીલો ઘાસચારો, શાકભાજીના પાંદડા, શાકભાજી કે શેઢાપાળાનું ઘાસ કનિદૈ લાકિઅ ખવડાવશો નહી.
- લીલા અથવા સૂકાચારાનું ગુણવત્તાયુકત વધુ ઉત્પાદન મેળવવા માટે સુધારેલા ઘાસચારા પાકના બિયારણનો જ ઉપયોગ કરો.
- વધુ વાઢ આપતા પાક વાવવાથી વધુ સમય સુધી લીલોચારો મેળવી શકાય છે. જેમ કમે કેન્ટઓટ, રજકો, રજકા, બાજરી- ભોથાથી થતો લીલોચારો
- પશુપાલન ખાતાની વિનામુલ્યે બિયારણ મિનિકટ યોજના નીચે કીટ મેળવીને લાભ મેળવો તથા તેમાં ફાયદની બીજા ને જાણકારી આપો.
- વધુ ઉત્પાદન આપતા પાક જેવા કે મગફળી, મગ, ચોળા, ગુવારના વાવેતરથી ચોરાનું પણ ઉત્પાદન મળે છે.
- ગોચર સુધારણા યોજના નીચે નકામી, પડતર કે બીન ઉપજાઉ જમીનની સુધારણા કરા માટે ગ્રામ પંચાયત , દુધ ઉત્પાદન સહકારી મંડળી, પાંજરાપોળ, ગોશાળા કે અન્ય માન્ય સંસ્થાઓ પોતાની માલિકીની ૨૫ હેકટર જમીનમાં સુધારો કરવા આ યોજનાનો લાભ લઇ શકાશો.
- સરકારે પણ ઘાસચારા વિકાસ યોજના નીચે ૧૦ હેકટર જમીન સુધારા ઘાસચારાનું વધુ ઉત્પાદન કરવાની યોજના અમલમાં મુકેલ છે.
- ઘાસચારાને ઝીણો કાપી તેના બ્લોક બનાવવાની યોજના પણ સરકારે ચાલુ કરેલ છે. પશુપાલન ખાતા દ્વારા તેનો લાભ લઇ શકાય છે.
- દુધાળા પશુઓને સમતોલ આહાર દાણ આપવાથી દુધ ઉત્પાદન વધે છે. મીનરલ મીક્ષરનું મહત્વ તમારા પશુઓૅ માટે મીનરલ મીક્ષરમાં જુદા જુદા પ્રકારના ખનીજ તત્વો આવેલા હોય છે, જે ખનીજ તત્વોનું મહત્વ નીચે મુજબ છે.
- શરીરના વિકાસ વૃધ્ધિ માટે, દાતં અને હાડકાની મજબુતી માટે, રોગ સામે પ્રતિકાર શર્કિત માટે, દૂધ ઉત્પાદન વધારવા માટે, ચામડીની તંદુરસ્તી માટે,ર્નિયમીત પ્રજનન માટે, પશુઓને કૃમિનાશક દવા પીવડાવો, વર્ષમાં બે વખત ચોમાસા પહેલા અને ચોમાસા પછી કૃમિનાશક દવા પીવડાવી જોઇએ, કૃમિનાશક દવા હંમેશા બદલતા રહેવું જોઇએ, ઝાડાના નમૂનાની તપાસ કરાવ્યા બાદ કૃમિનાશક દવા આપો,કૃર્મિનાશક દવાનો ડોઝ પૂરતી માત્રામાં સાંજે પીવડાવો, રસીકરણ પહેલાં કૃર્મિનાશક દવા આપવી જેથી કૃમિનો નાશ થતાં રસીકરણ કરવાથી રોગ પ્રતિકારક શકિત સારી પેદા થશે.
સંકલન : જગદીશ ત્રિવેદી - માહિતી બ્યુરો, રાજકોટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/3/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.