એક સામાન્ય નિયમ અનુસાર તો બધા જ પશુઓ સાથે માયાળુ વ્યવહાર અવશ્ય રાખવો જરૂરી છે.પણ દૂધાળા પશુઓ જેવા કે ગાય ભેસ તરફ સવિશેષપણે અને સભાનપણે ખાસ ધ્યાન રાખીને માયાળુ સ્વભાવથી વર્તાવ કરવો અત્યંત જરૂરી છે. દૂધાળ પશુના દોહન કાર્ય સમયે મોટા અવાજે બોલવું નહિ. પશુને મારવું નહિ આ પ્રમાણે વર્તાવ રાખવામાં આવશે તો દૂધ ઉત્પાદનમાં વધારો થશે. પણ આ બાબતો ધ્યાનમાં નહિ લેવામાં આવે તો દોહન કાર્ય વખતે દૂધ ઉત્પાદન પર માઠી અસર પડશે જેથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો થશે. આથી દૂધાળ પશુઓને પ્રેમથી બોલાવવા, પીઠ થાબડવી, પંપાળવા અને અમી નજરથી પશુને નિહાળવું જોઈએ. માલિકની અમી નજરથી પશુનું દૂધ ઉત્પાદન વધે છે, માટે દુધાળ પશુ પ્રત્યે માયાળુ સ્વભાવ રાખવો જોઈએ.
કુદરતે પશુનો ખોરાક ઘાસચારો સર્જયો છે પણ આપણે આપણી જરૂરિયાત માટે ગાય-ભેંસ પાળવા માંડી અને જરૂરી ખોરાક આપવાના શરૂ કર્યો ત્યારથી એના દૂધ ઉત્પાદનમાં ઉત્તરોત્તર અકુદરતી રીતે વધારો થયો પણ દૂધ ઉત્પાદન માટે જે પોષક તત્વોની એને જરૂર પડે છે, તે માત્ર ઘાસચારામાંથી મળી શક્તા નથી. આથી ઘાસચારા ઉપરાંત પશુને દાણા પણ આપવું પડે છે. આથી દૂધાળાં પશુને સારી ગુણવત્તાવાળો ઘાસચારો પેટ ભરાય તેટલો આપવો અને આ ઘાસચારામાંથી જે પોષક તત્વો મળે તે કરતાં વધારના જે તત્વો જોઈએ તે દાણ આપીને તે મારફતે પૂરી પાડવી. દૂધાળ ગાય-ભેંસને ધાસચારાની ગુણવત્તા અનુસાર એમના શરીરના ૧.૫ ટકા થી ૩.૦ ટકા જેટલો સૂકો ઘાસચારો સામાન્ય રીતે ખાઈ શકે છે હલકી ગુણવત્તાવાળો ઘાસચારો ઓછો ખાય અને ઊંચી ગુણવત્તાવાળો ઘાસચારો વધુ પ્રમાણમાં ખાય છે. સામાન્ય રીતે પશુને મધ્યમ કક્ષાનો ઘાસચારો નિરવામાં આવે તો તેઓ તેમના શરીરના વજનના ૨.૫ ટકા લેખે ખાય છે. પણ આ રીતે ઘાસચારાની ગણાત્રી કરતાં ઘાસચારાની જે જરૂરિયાત હોય તેના ત્રીજા ભાગનો ઘાસચારો લીલા ચારાના કે સાઈલેજના રૂપમા આપવો જોઈએ. કારણ કે લીલા ઘાસચારામાં મુખ્ય પૌષ્ટિક તત્વો ઉપરાંત ‘અજાણા તત્ત્વો’ રહેલા હોય છે જે દૂધાળ પશુના દૂધ ઉત્પાદનમાં વધારો કરે છે. જો સારી ગુણવત્તાવાળો કઠોળ વર્ગનો ઘાસચારો અથવા ધાન્ય વર્ગનો ઘાસચારો દુધાળ ગાય-ભેંસને છૂટથી ખવડાવવામાં આવે અથવા આ બ વર્ગના ઘાસચારાનું ૨-૩ના પ્રમાણમાં મિશ્ર કરીને છૂટથી ખવડાવવામાં આવે તે ઈચછનીય છે. આવા ઘાસચારામાંથી કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વિટામિન્સ વગેરે મળી રહે છે. આ પ્રકારની ઉચ્ચ ગુણવત્તાવાળો ઘાસચારો છૂટથી દુધાળ પશુઓને ખવડાવવામાં આવે ત્યારે દુધાળ પશુના નિભાવ માટે ૧.૫ થી ૨ કિલોગ્રામ દારી આપવાની જરૂરિયાત રહેતી નથી.
પુષ્ઠ વયના દૂધાળ ગાય-ભેંસને બે મુખ્ય હેતુઓ માટે પોષક તત્વોની ખોરાકની જરૂર પડે છે. પોષક તત્વો જેવા કે નલિ પદાર્થ પ્રોટીન), મંદાવાળા પદાર્થ, તૈલી પદાર્થ, રેષાવાળા પદાર્થ, ખનીજ સારો અને પ્રજીવકોની જરૂરિયાત રહે છે જે ઘાસચારામાંથી અને સુમિશ્રિત દાણમાંથી પૂરા પાડવા જોઈએ. દા. મુખ્યત્વે બે હેતુઓ માટે આપવામાં આવે છે.
ઉપર જોઈ ગયા તે પ્રમાણે ઊંચી ગુણવત્તા ધરાવતો ઘાસચારો દૂધાળ ગાય-ભેંસને આપવામાં આવે તો શરીરના નિભાવ માટે જરૂરી તત્વો એમને માત્ર ધાસચારામાંથી જ મળી રહે છે. આથી નિભાવ માટે દાણા આપવાની જરૂર પડતી નથી. પણ જે ઘાસચારો કંલકી કે મધ્યમ કક્ષાનો હોય તો શરીરના નિભાવ માટે દૂધાળ પશુ દીઠ રોજનું ૧.૫ થી ૨ કિલોગ્રામ સુમિશ્રિત દાણ ખવડાવવું જરૂરી છે. આ ઉપરાંત વધારામાં દૂધ ઉત્પાદન માટે દૂધાળ ગાય-ભેંસને દૂધ ઉત્પાદનના ૪૦ થી પ૦ ટકા પ્રમાણે સુમિતિ દાણા આપવું જોઈએ. વાછરડા-પાડાને ધવડાવીને ઉછેરવામાં આવતાં હોય તો એ જે દૂધ ધાવી જાય તેનો અંદાજ નક્કી કરી તેને જે દૂધ દોહીને કાઢતાં હોઈએ તેમાં ઉમેરી રોજ કેટલું દૂધ દુધાળ પશુ ખરેખર પેદા કરે છે તે ગણવું અને આ કુલ દૂધ ઉત્પાદન અનુસાર સુમિશ્રિત દાણ આપવાની ગણતરી કરવી.
દૂધાળ ગાય-ભેંસને ચૂનો (કેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ જેવા ખનીજ પદાર્થોની મોટી માત્રામાં અને લોહ, તાંબુ, કોબાલ્ટ, આયોડિન જેવા ખનીજ પદાર્થોની અલ્પ માત્રામાં જરૂર પડે છે. પણ જો કોઈ ખાસ પ્રદેશની જમીન કોઈ ખાસ ખનીજ પદાર્થની ઉણપ ધરાવતી ન હોય તો દૂધાળ પશુને કેશ્યમ ચૂિનો, ફોસ્ફરસ તથા સોડિયમ જેવા તત્વો સિવાય અન્ય તત્વો જરૂરી પ્રમાણમાં એમને કુદરતી ખોરાકમાંથી જ મળી રહે છે. આથી દૂધાળ પશુને માથાદીઠ ૩૦ ગ્રામ મીઠું દાણામાં ભેળવીને આપવું જરૂરી છે. આ ઉપરાંત ૩૦ આમ સારમિશ્રણ અગર તેટલાં જ પડ્યેલાં હાડકાંનો ભૂકો (બોનમીલ) આપવો જોઈએ. જો શક્ય હોય તો બજારમાં તૈયાર મળતી ચાટરાઈટ (કેટલ લીક) પશુની ગમાણમાં મુવી જેથી પશુ ચાટીને તેમાંથી જોઈતા ખનીજ તત્વો મેળવી શકે.
પશુ વ્યવસ્થાના દરેક કાર્યોમાં દોહવાની રીત સૌથી મહત્ત્વની છે. દોહવું એ એક કળા છે જે કળાને હસ્તગત કરવા માટે જ્ઞાન કરતાં મહીવરાની વધુ જરૂર છે એટલે ખૂબ ચીવટ અને આવડત માંગે તેવું કામ છે. દોહવાનું બરાબર રીતે થાય તો આકને તંદુરસ્ત અને કાર્યક્ષમ હાલમાં લાંબો વખત જાળવી શકાય છે. દોહવામાં ભૂલ થાય તો દૂધ ઘટે છે. દોહન કાર્ય ઝડપથી અને દૂધાળ પશુને અનુકૂળ રહે તે પ્રમાણ ૩ થી ૮ મિનિટમાં પૂરું કરવું જોઈએ.
દોહવાની મુખ્ય ત્રણ રીતો છે.
આ. રીતમાં ગાય-ભેંસના આંચળને મૂઠીના વચમાંથી અંગૂઠાને અને આંગળીઓની વચમાં પડવામાં આવે છે. પછી આંચળ દબાવીને મૂકીને ઉપરની નીચે સુધી આંચળ ઉપર સરકાવવામાં આવે છે. આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે. આ રીતે દોહવાથી આંચળ ઉપર ઘણું ઘર્ષણ થાય છે અને કેટલીક વાર નખે વાગવાથી આંચળને ઈજા થાય છે, અને આંચળ નબળા થઈ જાય છે તથા બોટલ આકારના થઈ જાય છે. માઈટીસ રોગ લાગુ પડે છે અને આંચળ ગુમાવવો પડે છે. આ કારણને લીધે આ રીત વાપરવી સહેજપણ ઇચ્છનીય નથી.
આ રીતે દોહતી વખતે આંચળને હથેળીની વચમાં પકડવામાં આવે છે અને મૂઠી ઉઘાડ બંધ કરીને ઝડપથી ઉપર નીચે તરફ દબાણ આપીને આંચળને નીચોવવામાં આવે છે એટલે વારંવાર મૂઠી ઉઘાડ બંધ કરીને આગળ ખૂબ ખેંચ્યા વિના દોકવામાં આવે છે. આ રીતમાં મૂકીને આંચળ પર સરકવી ન પડતી હોવાથી ઘર્ષણ ઘણું ઓછું લાગે છે અને આંચળને ઈજા પહોંચતી નથી માટે આ દોહવાની ઉત્તમ રીત છે.
પ્રથમ બે આંગળી અને અંગૂઠાની વચમાં ચળ પકડીને દોહવામાં આવે છે. નાના આંચળવાળા પશુઓ તથા પહેલ વેતરી ગાયભેંસને બીજી રીતથી દોહી શકાતી નથી તેથી આ રીતે દોહવું પડે છે.
જે દૂધ તંદુરસ્ત પશુના આઉમાંથી દોહવામાં આવ્યું હોય અને જેમાં દેખીતો ક્યો, વાળ, છારા કે રજ ન હોય, તેમાંથી ખાટી કે ખરી વાસ આવતી ન હોય એવા જેમાં રોગજન્ય જીવાણું ફુગ કે વાયરસ ન હોય તેવા દૂધને સ્વછ દૂધ કહેવાય.
સ્વચ્છ દૂધના ઉત્પાદનથી દૂધ ઉત્પન્ન કરનાર, તેનો ધંધો કે વિતરણ કરનાર અને તેને વાપરનાર ત્રણેયને ફાયદો થાય છે.
સમાન્ય રીતે દુધાળ ગાય-ભેંસ વિયાયા પછી એકાદ માસ બાદ સૌ પ્રથમ ગરમીમાં વિતરે) આવે છે. પણ ગર્ભાશયને મૂળ સ્થિતિમાં આવતા લગભગ બે માસ જેટલો સમય લાગે છે. માટે બે માસ પછી જ્યારે પશુ ગરમીમાં આવે ત્યારે ફેળવવું જોઈએ. નફાકારક દૂધ વ્યવસાય માટે પશુના બે વિયારો વચ્ચેનો ગાળો ૧૨-૧૩ માસનો હોવો જરૂરી છે માટે વિયાણ પછી મોડામાં મોડું ૮૫ દિવસ સુધીમાં પશુ ગાભણ થવું જોઈએ. જો ફેળવેલ પશુ ફરીથી ગરમીમાં ન આવે તો માનવું કે ગર્ભ રહ્યો છે. ગર્ભ રહ્યા પછી ૬૦ થી ૭પ દિવસ સુધીમાં ગાય-ભેંસ ગાભણ છે કે ખાલી છે તેની તપાસ પશુચિકિત્સક અધિકારી પાસે કરાવવી જોઈએ. ઘણા પશુઓ સુષુપ્ત ગરમીમાં આવે છે જેથી તેના ગરમીમાં આવવાના લક્ષણો જાણી શકાતા નથી. માટે આવા સમયે ‘ટીઝરબુલ’ નિસબંધી કરેલ સાંઢ અથવા પાડો) ટોળામાં રાખવાથી તાપે આવેલ પશુ સહેલાઈથી શોધી શકાય છે. દૂધાળ પશુ તાપે આવે ત્યારે કુત્રિમ બીજદાનથી જ ફેળવવાનો આગ્રહ દરેક પશુપાલકે રાખવો જોઈએ જેથી પેદા થનાર વાછરડી-પાડીઓ દૂધ | ઉત્પાદન વધારો આપશે. સામાન્ય રીતે દેશી વાછરડી-પાડી ર-ર વર્ષે મુખ્ય ઉંમરે પહોંચીને પ્રથમવાર તાપે આવે છે જ્યારે સંકર વાછરડી ૧૬-૨૦ માસની ઉમંરે તાપે આવે છે, પણ તેનો આધાર પરદેશી ઓલાદના લોહીના ટકા કેટલા છે તેના ઉપર રહે છે. પરદેશી શુદ્ધ ઓલાદની વાછરડી સામાન્ય રીતે ૧૦-૧૪ માસે પ્રથમ વખત તાપે આવે છે.
ઉપરોક્ત તાપે આવવાની બાબત ધ્યાનમાં રાખવા નીચે દર્શાવેલ સમયે વિયાણ થાય તે પ્રમાણે તેમને ફેળવવાં જોઈએ.
દૂધાળ પશુને એવી રીતે રાખવા જોઈએ કે જેથી એમને કુદરતી પરિબળો-કંડી, ગરમી, પવન, વરસાદ વગેરે સામે પૂરતું રક્ષણ મળી રહે અને એ આરામથી રહી શકે. એમનાં રહેઠાણ સ્વચ્છ, ભેજ વિનાનાં, પરોપજીવી જંતુ, જુવા, ઈતરડી વગેરે ભરાઈ ન રહે તેવા હેવા ઉજાસવાળા હોવા જોઈએ.
દુધાળ ગાય-ભેંસ વિયાયા પછી દૂધ ઉત્પાદનનો પ્રવાહ બાવલાના અંદરના ભાગમાં રાત દિવસ એક ધાર્યો ચાલ્યા કરે છે અને આ પ્રક્રિયા દસ માસ સુધી ચાલુ રહે છે નીચે દર્શાવેલ કારણોને લીધે દોઢ થી અઢી માસ જેટલો સમય દૂધાળા પશુને વસુકી નાખી આરામ આપવો જોઈએ.
આ ત્રણ પદ્ધતિમાંથી ગમે તે રીતે દૂધાળ પશુને વસુકાવવામાં આવે પણ વસુકતા પશુને સૌ પ્રથમ લીલો ચારો અથવા સાયલેજ અને દાણ આપવાનું બંધ કરવાથી વસુકાવવાનું કામ સરળ બને છે. સૂકું ઘાસ પણ હલકી અને જે આપતા હોઈએ તેનાથી અડધુ અથવા પોણા ભાગનું જ આપવું. જે વાછરડી-પાડી-ધાવતી હોય તો વસુક્તા પશુને એના ભેગું ન થવા દેવું. આમ કરવાથી ઢોર જલ્દી વસુકે છે. આ ત્રણેય રીતોમાં છેલ્લા દોહન પછી આંચળ ધોઈને કોલોડીયનમાં બોળવા. આમ કરવાથી આંચળની નળીકાનો છેલ્લો ભાગ બંધ થઈ જશે જેથી જંતુઓનો આઉમાં પ્રવેશ થઈ ચેપ લાગશે નહિ.
દૂધાળ પશુ સપ્ત પરિશ્રમ કરનાર પ્રાણી છે. વળી તેઓ જે દૂધ પેદા કરે છે તેની મારફતે પણ ઘણું પાણી શરીરમાંથી બહાર નીકળી જાય છે. આથી દુધાળ પશુને બિન ઉત્પાદક પશુઓની સરખામણીમાં વધુ પ્રમાણમાં પાણી પીવાની જરૂર પડે છે. પશુને પીવાના પાણીની જરૂરિયાત વાતાવરણનું ઉષ્ણતામાન, ખોરાક દ્વારા મળતાં પાણીનું પ્રમાણ, દૂધ ઉત્પાદનનું પ્રમાણ, પાણીનું ઉષ્ણતામાન અને પાણીની સ્વછતા પર આધાર રાખે છે. સામાન્ય રીતે દૂધાળ પશુ દૈનિક સરેરાશ માથાદીઠ ૩પ૪૦ લિટર પાણી ઉપરાંત વધારામાં દર એક લિટર દૂધ બે થી ત્રણ લિટર પાણી પીએ એવો અંદાજ છે. પ્રયોગ દ્વારા સિદ્ધ થયેલ છે કે દુધાળ પશુને છૂટથી પાણી પીવડાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે અને મન ફાવે ત્યારે પાણી પીએ તો અવરથ દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. આ શક્ય ન હોય તો અવશ્ય દિવસમાં ઓછામાં ઓછું ચાર વાર તો પાણી પીવડાવવું જોઈએ.
દૂધાળ પશુને દરરોજ એકાદ કિલોમીટર ફેરવીને ક્સરત આપવી જોઈએ. જયાં બીડની વ્યવસ્થા છે ત્યાં પશુને ચરાવીને પણ ક્સરત આપી શકાય છે. પશુને પ્રમાણસર ક્સરત આપવાથી દૂધ ઉત્પાદન અને ચરબીના પ્રમાણમાં વધારો થાય છે.
દૂધાળ ગાય-ભેંસને શક્ય હોય તો દરરોજ નવડાવીને સાફ રાખવા જોઈએ. આ શક્ય ન હોય તો અઠવાડિયે એક વખત અવરથ નવડાવવાં જોઈએ. આ ઉપરાંત દૂધાળ પશુને દોહન કાર્ય કરતાં પહેલા હાથીયો કરવો જોઈએ જેથી શરીર ઉપર ચોટેલું છારા, માટીના રજકણ, વાળ વગેરે દૂર થઈ જાય. આ પ્રમાણે કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થાય છે જેથી દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે.
દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલ તમામ નાના મોટા પશુઓ ચેપી રોગથી મુક્ત હોવા જોઈએ. આ માટે દરેક પશુઓને વર્ષમાં એકવાર ક્ષય, ચેપી ગર્ભપાત અને જીન્સ જેવા રોગો માટે તપાસવા જોઈએ. જો કોઈપણ રોગ માલુમ પડે તો તેવા પશુઓને તુરત જ ટોળામાંથી નિકાલ કરવો. વળી ગળસુંઢો અને ખરવા-મોવાસા જેવા પ્રચલિત રોગો ન આવે તે માટે જે તે રોગ પ્રતિકારક રસી જે તે સમયે અચૂક મુકવી દેવી. એ સંકર ગાયો કે પરદેશી ઓલાદની ગાયો રાખવામાં આવી હોય તો આવા પશુઓને ચોમાસાની શરૂઆતમાં અને ચોમાસુ પુરુ થયા પછી એક વર્ષમાં બે વાર આંતર પરોપજીવીનાશક ઔષધ આપવાં. આ ઉપરાંત આ પશુઓને જુવા, ઈતરડી વગેરે ન લાગે તે જોવું ખાસ જરૂરી છે.
બધાં જ દૂધાળ પશુને ઝીણવટથી અને નજીકથી દરરોજ બે વાર નિરીક્ષણ કરવું જરૂરી છે. નિરીક્ષણ કરતી વખતે પશુની સામાન્ય તંદુરસ્તી, વજનમાં વધારો-ઘટાડો, તાપે આવ્યું છે કેમ, બિમાર છે કે નબળુ છે, બાહ્યભાગ ઉપર ઈજા થઈ હોય વગેરે બાબતો તપાસવી. આ બાબતો અંગે જે કાંઈ પશુઓ માટે ઘતું કરવાની જરૂર લાગે તો તે પ્રમાણે કરવાની યોગ્ય તે વ્યવસ્થા ગોઠવવી.
ઉપરોક્ત દર્શાવેલ પશુ વ્યવસ્થાને અસર કરતા મુદ્દાઓ વિશે ગંભીરતાથી વિચારીને તેનો અમલ કરવામાં આવે તો દૂધાળ ગાય-ભેંસના દૈનિક દૂધ ઉત્પાદનમાં અવશ્ય વધારો થાય છે તેમાં બેમત નથી. માટે દરેક પશુપાલકે પોતાની નૈતિક ફરજ સમજી તેનો અમલ કરવો જરૂરી છે. આવી વ્યવસ્થાયથી પશુપાલકોની આર્થિંક સ્થિતિ સુધરે છે અને પશુ વ્યવસાયમાં પ્રગતિ સાધી શકાય છે.
સ્ત્રોત:જાન્યુઆરી-૨૦૧૬,વર્ષ :૬૮,સળંગ અંક :૮૧૩, કૃષિગોવિદ્યા,
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020