ખોરાકમાં મુખ્ય ઘટકો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ (શર્કરા) તથા ફેટ (ચરબી) હોય છે પરંતુ આ ઉપરાંત વિટામિનો (પ્રજીવકો), મિનરલો (ખનીજ ક્ષારો) તથા પાણીનું પણ સમતોલ આહાર માટે આટલું જ મહત્ત્વ છે. ખનીજ ક્ષારો બે પ્રકારના હોય છે. મુખ્ય (દા.ત. કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશીયમ) તથા ગૌણ અથવા સૂક્ષ્મ ખનીજ તત્વો (દા.ત. આયોડિન, સેલેનિયમ, મેંગેનીઝ, ઝિંક, કોબાલ્ટ, આયર્ન અને કોપર). આ પૈકી કોઈ એક અથવા વધારે ખનીજની ઉણપ પશુની ચયાપચયનની. ક્રિયામાં અનિયમિતતા લાવે છે તથા દેહધાર્મિક ક્રિયામાં ખામી ઉત્પન્ન કરે છે જેથી દરેક ખનીજ તત્વ સપ્રમાણ મળે તે નીચે જણાવેલ કેટલીક બાબતો માટે જરૂરી છે.
કેલ્શિયમ - ફોસ્ફરસનું રૂધિરમાં પ્રમાણ ૨:૧ હોય છે. કેલ્શિયમ હૃદય, સ્નાયુ તથા ચેતાતંત્રના નિયમિત કાર્ય માટે જરૂરી છે. હાડકાના વિકાસ માટે જરૂરી છે. પ્રાણીની સગર્ભાવસ્થા દરમ્યાન કેલ્શિયમની જરૂરિયાત ૨૨ ટકા વધે છે જ્યારે વિયાણ બાદ દૂધમાં તેનો સ્ત્રાવ થવાથી ૪ ટકા જેટલી જરૂરીયાત વધે છે. કેલ્શિયમની ત્રુટી હોય તો વિયાણ બાદ સુવાનો (મિલ્ક ફીવર) રોગ થાય છે. ફોસ્ફરસની અસર પ્રજનન સંબંધી ફળદ્રુપતા ઉપર પડે છે. ફોસ્ફરસની ત્રુટી હોય તો પ્રાણીની ભૂખમાં ઘટાડો, યૌવનતાની ઉંમર મોડી થવી, ઉથલા મારવા, ઋતુહીનતા જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે.
આ ખનીજ તત્વો ખાસ કરીને મીઠાના રૂપમાં ઉપલબ્ધ થાય છે. યોગ્ય પ્રમાણ રૂધિરદાબ (બ્લડ પ્રેશર) ના નિયમન, અંડમોચન તથા ફળદ્રુપતા માટે જરૂરી છે. પ્રાણીઓના શરીરમાં પ્રવાહી ભાગના મુખ્ય ઘટક હોવાથી ચેતાવહન, સ્નાયુ સંકોચનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બાહ્ય કોષીય પ્રવાહીમાં અંતસ્વચીય સંતુલન માટે અને પોષકતત્વોનાં શોષણ માટે જવાબદાર છે.
ખનીજ તત્વો |
ઊણપથી પ્રાણીઓમાં રોગો |
કેલ્શિયમ |
સુવાનો રોગ, શુકાન્ત, અસ્થિસુષિરતા |
મેગ્નેશીયમ |
દૂધાળા જાનવરમાં ગ્રાસટીટાની |
ફોસ્ફરસ |
સુક્તાન, ઓસ્ટિઓમલેશિયા |
આર્યન |
પ્રાણીઓમાં પાંડુરોગ |
ઝિંક |
પેરાકેરાટોસીસ, ઝાડા થવા, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો, મંદ વૃદ્ધિ, હાડકા પોલા થવા, પ્રજનનતંત્રમાં ખામી ઉદ્ભવવી |
કોબાલ્ટ |
પાંડુરોગ, વિટામિન બી ની ઉણપ, ભૂખની ઉણપ, દુધ ઉત્પાદનમાં ઘટાડો |
કોપર |
પંગુતા, શરીર પરના વાળ ફીકા પડી જવા અને ખરી પડવા, પાંડુરોગ, ઝાડા થવા, હાડકા અને ચેતાતંત્રનાં ખામી ઉદ્ભવવી |
મેંગેનીઝ |
મરઘામાં, પેરોસીસ, હાડકા પોલા થવા, વંધ્યત્વ |
વિટામિનો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. (૧) ચરબીમાં દ્રાવ્ય : ઉદા. વિટામિન એ, ડી, ઈ અને કે (૨) પાણીમાં દ્રાવ્ય : ઉ.દા. વિટામિન બી૧, બી૨, બી૩., બી૫ બી૮ બી૯ બી૧૨ અને વિટામિન સી
વિટામિન |
અન્ય નામ |
મુખ્ય સ્ત્રોતો |
ઉણપથી થતા રોગ અને રોગના ચિન્હો |
એ |
રેટીનોલ |
દૂધની બનાવાટો, લીલા શાકભાજી, સંતરા, ફળો, ઈંડા અને યક્રુત |
રાત્રિઅંધતા, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો, ક્ષેરોપ્થેલ્મિયા |
બી૧ |
થાયમીન |
કઠોળ વર્ગનો ઘાસચારો, અનાજના ફાળા, ડુક્કરનું માંસ, માછલી, ઈંડા |
બેરીબેરી, હ્રદયના રોગો, ચેતાતંત્રને લગતા રોગો |
બી૨ |
રીબોફ્લેવીન |
ડ્રાયફ્રુટ, ફણગાવેલા અનાજ, દૂધની બનાવટો, કઠોળ, ઈંડા, માંસ, માછલી |
મંદ વૃદ્ધિ, ચામડીના રોગો |
બી૩ |
નિકોટીનામાઈડ / નિયાસીન |
કઠોળ, અનાજ, માંસ, માછલી,
|
માથાનો દુ:ખાવો, હાથ ધ્રુજવા, થાક લાગવો |
બી૫ |
પેન્ટોથેનિક એસિડ |
કઠોળ, અનાજ, મશરૂમ, માંસ, માછલી, ઈંડા |
થાક લાગવો, અનિંદ્રા, પગમાં ધ્રુજારી, માનસિક તાણ |
બી૬ |
પાયરીડોક્સીન |
કઠોળ, અનાજ,ફળ, શાકભાજી, ઈંડા, માંસ |
ચામડીના રોગો, પાંડુરોગ, ખંજવાળ આવવી |
બી૮ |
બાયોટીન/વિટામિન એચ |
અનાજ, કાચા શાકભાજી, કઠોળ, ઈંડા, માંસ
|
ચેતાતંત્રને લગતા રોગો, વાળ ખરીજવા |
બી૯ |
ફોલિક એસિડ |
લીલા શાકભાજી, કઠોળ, અનાજ, ફણગાવેલા અનાજ, યકૃત |
પાંડુરોગ, ભૂખ ન લાગવી, ખંજવાળ આવવી |
બી૧૨ |
સાયનોકોબાલમીન |
દૂધની બનાવટો, સોયાબીનની બનાવટો,માંસ, માછલી, ઈંડા |
પાંડુરોગ, થાક લાગવો, અશક્તિ |
સી |
એસ્કોર્બિક એસિડ |
ફળો, શાકભાજી, સ્ટ્રોબેરી, સંતરા |
સ્કર્વી, થાક લાગવો, સાંધાનો દુખાવો |
ડી |
કેલ્સીફેરોલ |
દૂધની બનાવટો, સૂર્યપ્રકાશ, માછલી, ઈંડાની જરદી |
સુક્તાન, સ્નાયુઓ નબળા પડવા, હાડકા પોલા થાવા |
ઈ |
ટોકોફેરોલ |
તેલ, સૂકો મેવો, લીલા શાકભાજી |
રક્તકણોમાં ખામી, ચેતાતંત્રમાં ખામી |
કે |
ફાયટોક્વીનોન (કે૧) મેનાક્વીનોન (કે૧)
|
લીલા શાકભાજ, તેલ |
રક્તસ્ત્રાવ |
ગાય ભેંસ જેવા પ્રાણીઓમાં સામાન્ય રીતે તેમના ઉંમર અને ઉત્પાદનનાં આધારે ૨૫ થી ૧o ગ્રામ જેટલું દૈનિક મિનરલ મિસ્થર ખોરાકમાં મળી રહેવું જોઈએ. અત્રે ખનીજતત્વોનું કાર્ય તથા ઝૂટી હોય તો કયા રોગો થાય છે તેની સંલિત માહિતી આ લેખમાં દર્શાવેલ છે.
સ્ત્રોત : ડૉ. વૈદેહી સરવૈયા, ડૉ. કમલેશ સાદરીયા, ડૉ. અશ્વિન ઠાકર, ઔષધશાસ્ર અને વિષશાસ્ત્ર વિભાગ, વેટનરી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ
કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/9/2020