ફ્રોઝન સીમેન સ્ટેશન – પાટણનું બાંધકામ
ફ્રોઝન સીમેન સ્ટેશન – પાટણનું બાંધકામ
સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ, પાટણ
- પાટણ ખાતેના અત્યાધુનિક વિર્યઉત્પાદન સ્ટેશન(સીમેન સ્ટેશન)નું ઉદ્દગાટન તા. ૨૩મી જુન , ૨૦૧૦ના રોજ કરવામાં આવ્યું.
- રાજ્યની વતની ગાય ભેંસની નસ્લો માટે કૃત્રિમ બીજદાન ડોઝ અને પશુપાલન વ્યવસાયિકોને તાલિમની જરૂરિયાત પુરી પાડે છે.
- ઉદ્દગાટન પછીની બન્ને CMU દ્વારા ઉચ્ચતમ 'એ' ગેડ તેને અપાયો છે.
- વર્ષ ૨૦૧૨-૧૩ માટેનું થીજવેલ વિર્યના ડોઝનું ઉત્પાદન ૧૩,૩૮,૬૦૦ હતું.
ઉદ્દેશ્ય
- વિર્ય ઉત્પાદનની કામગીરી કેન્દ્રસ્થ કરવી.
- વિર્યના ડોઝ ઉત્પાદન માટે ઉચ્ચતમ માનકો સ્થાપિત કરવા.
- ઉચ્ચ ગુણવત્તા વાળું વિર્ય મેળવવા માટે ખુબ ચુસ્ત બાયો-સીક્યોરીટી માનકોનો અમલ કરાવવો.
- વિર્ય ઉત્પાદન માટે સાંઢ / પાડા માટે ખુબજ વ્યવસ્થિત વૈજ્ઞાનિક પસંદગી પધ્ધતિ અપનાવવી.
- સાંઢ / પાડાની પસંદગી માટે ખુબજ ચુસ્ત વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવી મહત્તમ જનીનીક ઉત્થાન મેળવવું.
- રાજ્યની બ્રીડીંગ પોલીસીનું પાલન કરાવવું.
- ઊંચો ગર્ભધારણ દર અને મહત્તમ જનીનીક ઉત્થાન મેળવવા માટે ખેડૂતોને સારામાસારી ગુણવત્તા વાળા થીજવેલ વેર્યના ડોઝ ઉપલ્બ્ધ કરવવા.
- ઉત્પાદકતા વધારીને રાજ્યની વતની નસ્લોને આર્થીક રીતે વધુ પોસાય તેવી બનાવવી.
- રાજયનીવતની નસ્લોને ઉન્મુલનથી બચાવવી.
ફાયદા
- રાજ્યના પશુપાલકો સૌથી મોટા લાભાર્થી છે.
- પશુપાલકોને તેમના જાનવરોના ગર્ભધારણ દરને વધારી આપતા ઊચ્ચ ગુણવત્તાયુક્ત થીજવેલ વિર્યના ડોઝ મળવાથી જાનવરોની ઉત્પાદકતા વધે છે જેનાથી દૂધ ઉત્પાદનની કિંમત ઘટે છે.
- આ વિર્યના ડોઝ વાપરવાથી સંતતિમાં ઉત્પાદકતા વધે છે.
- છેવટેતો રાજ્યનું દૂધ ઉત્પાદન વધતાં પશુપાલકો, ઉપભોક્તાઓ અને આખા દેશની અર્થવ્યવસ્થાને ફાયદો થાય છે.
માળખાકીય સવલતો
- આ સંસ્થા લીલા રંગની તારની વાડથી રક્ષાયેલ ૯૧.૨૩ હેક્ટર જમીન ધરાવે છે.
- આ સંસ્થામાં બાયોસીક્યોરીરી વિસ્તાર અને તેની બહારનો વિસ્તાર એમ બે ભાગ છે.
- બાયોસીક્યોરીટી વિસ્તારમાં બુલ શેડ – ૯૬ સાંઢ / પાડા ક્ષમતા- , સીમેન લેબોરેટરી અને સાંઢ / પાડા માટે ઘાંસચારા માટેની જમીન આવેલી છે.
- બાયોસીક્યોરીટી વિસ્તારમાંના બુલ શેડ – ૯૬ સાંઢ / પાડા માટે ઘાંસચારો ફક્ત બાયોસીક્યોરીટી વિસ્તારમાંથીજ પુરો પડાય છે.
- બાયોસીક્યોરીટી વિસ્તાર બહાર વહીવટીય બેલ્ડીંગ છે. જેમાં ઑફિસો, તાલિમ માટેના ક્લાસ રૂમ, મીટીંગ હોલ અને ઑડીટોરીયમ આવેલા છે.
- આ શીવાય હોસ્ટેલ પણ બાયોસીક્યોરીટી વિસ્તાર બહાર અવેલી છે.
ઉપલબ્ધીઓ
સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ, પાટણ દ્વારા ઉત્પાદીત થીજવેલ વેર્યના ડોઝની માહિતી
અ.નં.
|
નસ્લ
|
૨૦૧૦-૧૧
|
૨૦૧૧-૧૨
|
૨૦૧૨-૧૩
|
|
બુલની સંખ્યા
|
વેર્યના ડોઝ ઉત્પાદન સંખ્યા
|
બુલની સંખ્યા
|
વેર્યના ડોઝ ઉત્પાદન સંખ્યા
|
બુલની સંખ્યા
|
વેર્યના ડોઝ ઉત્પાદન સંખ્યા
|
|
૧
|
મહેસાણી પાડા
|
૨૦
|
૧૫૬૭૦૫
|
૨૨
|
૫૬૫૪૮૦
|
૧૮
|
૪૩૨૬૧૫
|
|
૨
|
જાફરાબાદી પાડા
|
૭
|
૯૦૯૫૫
|
૧૦
|
૨૨૫૬૧૦
|
૭
|
૧૫૦૩૮૦
|
|
૩
|
સુરતી પાડા
|
૫
|
--
|
૫
|
૯૯૪૭૫
|
૩
|
૭૬૫૯૫
|
|
૪
|
બન્ની પાડા
|
૦
|
--
|
૧
|
૧૩૬૧૦
|
૧
|
૨૩૮૩૫
|
|
૫
|
એચ.એફ. સાંઢ
|
૮
|
--
|
૮
|
૨૪૧૪૫૫
|
૮
|
૨૨૬૨૭૫
|
|
૬
|
એચ.એફ. સંકર સાંઢ
|
૧૨
|
૯૩૨૭૫
|
૯
|
૩૨૮૮૧૫
|
૧૧
|
૩૩૩૦૦૦
|
|
૭
|
ગીર સાંઢ
|
૨
|
૪૬૦
|
૩
|
૭૪૬૩૫
|
૩
|
૯૫૯૦૦
|
|
૮
|
જર્સી સંકર સાંઢ
|
૧
|
--
|
૦
|
--
|
૦
|
--
|
|
૯
|
કાંકરેજ સાંઢ
|
૧
|
--
|
૦
|
--
|
૦
|
--
|
|
|
કુલ
|
૫૬
|
૩૪૧૩૯૫
|
૫૮
|
૧૫૪૯૦૮૦
|
૫૧
|
૧૩૩૮૬૦૦
|
|
સ્ત્રોત ગુજરાત લાઇવ સ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ (જી.એલ.ડી.બી)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/4/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.