অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દુધાળા જાનવરોનો ખોરાક અને કાળજી

દુધાળા જાનવરોનો ખોરાક અને કાળજી

લીલા ઘાસચારાનું દુધ ઉત્પાદનમાં મહત્વ

દુધાળા પશુઓને સામાન્ય રીતે દૈનિક ૨૦ થી ૨૫ કિલો લીલોચારો તથા આઠથી દશ કિલો સુકો ચારો આપવો જોઇએ.

કઠોળ વર્ગમાં  રજકા જેવો ઘાસચારો પૂરતા પ્રમાણમાં આપવાથી, ખાણદાણનો ખર્ચ ઘટાડી શકાય છે. કઠોળ વર્ગના ચારામાં રજકો ઉપરાંત ગુવાર, ચોળા, બરસીમ અને દશરથ ઘાસનો સમાવેશ થાય છે.

ધાન્ય વર્ગના ચારામાં મકાઇ, જુવાર, ઓટ, બાજરી, સેઢા-પાળાના ઘાસનો સામાવેશ થાય છે.

ફક્ત લીલા ચારામાં જ વિટામીન “ એ “ તથા અન્ય વિટામીન્સ હોઇ પ્રજનન પ્રક્રિયા નિયમિત બને છે. અને નિયમિત વિયાણ થાય છે. તથા વરોળપણું અને રતાંધળાપણું અટકાવી શકાય છે.

લીલાચારામાં ક્ષાર અને પોષક તત્વ પ્રમાણસર હોવાથી તંદુરસ્તી અને ઉત્પાદન મેળવી શકાય છે. એક પશુને દૈનિક  ૨૦ કિલો લીલાઘાસચારામાંથી ૪ થી ૭ કિલો કઠોળવર્ગને ચારો તેમજ ૮ થી ૧૨ કિલો અનાજ વર્ગનો ચારો આપવો જોઇએ.

સમતોલ પશુ આહાર નું દૂધ ઉત્પાદનમાં મહત્વ:

  • દુધ સંઘો ધ્વારા ઉત્પાદન કરવામાં આવતું પશુદાણ અને સમતોલ પશુ આહાર છે.
  • પશુદાણના ઉત્પાદનમાં સારી ગુણવત્તાવાળું અનાજ, ખોળ, ગુવારનો ભરડી, ભુસું, ગોળની રસી, મીઠું, ખનિજતત્વો તથા વિટામિનનો ઉપયોગ કરવામાં આવે છે.
  • સમતોલ પશુ આહાર- દાણ આપવાથી પશુ તંદુરસ્ત રહે છે, તેનો વિકાસ પણ સારી રીતે થાય છે, પ્રજનન શક્તિ વધારે છે. તથા દુધ ઉત્પાદન તેમજ દુઘમાં ફેટના ટકામાં વધારો થાય છે. સર્ગભા જનવરોને પણ દાણ આપવું જોઇએ કે જેનાથી તેમના ગર્ભ/બચ્ચાંનો ઉચિત વિકાસ થાય છે.
  • વાછરડી/પાડીને દરરોજ ૧ થી ૧૫ કિલો પશુદાણ આપવું જોઇએ.
  • સર્ગભા ગાયો/ભેંસોને ગર્ભાવસ્થાના છેલ્લા બે માસ દરમ્યાન વધારાનો ૧ કિલો સારી ગુણવત્તાવાળો ખોળ આપવો જોઇએ.
  • દુધાળા જનવરને તંદુરસ્ત રાખવા માટે ૨ કિલો પશુદાણ તેમના દુધ ઉત્પાદન માટે પ્રતિ ૧ લીટર દુધ માટે ગાયોને વધારાનો ૪૦૦ ગ્રામ તેમજ ભેંસોને પ્રતિ ૧ લીટર દુધ માટે ૫૦૦ ગ્રામ પશુદાણ આપવું જોઇએ.
  • દૈનિક ૧૦ લીટર દુધ આપતી ગાયો માટે ૪.૦ કિલો પશુદાણ ,(દુધ માટે)  ૨ કિલો પશુદાણ -૬.૦ કિલો, (શરીરની જાળવણી માટે) ૬.૦ કિલો દૈનિક, પશુદાણની જરૂર પડે.
  • દૈનિક ૧૦ લીટર દુધ, આપતી ભેંસો માટે ૫.૦ કિલો પશુદાણ,(દુધ માટે)  ૨ કિલો પશુદાણ -૬.૦ કિલો,(શરીરની જાળવણી માટે) ૭.૦ કિલો દૈનિક,પશુદાણની જરૂર પડે.
  • દૈનિક ૧૦ લીટર દુધ, આપતી ગાયો માટે ૧.૦ કિલો પશુદાણ,(દુધ માટે)  ૨ કિલો પશુદાણ -૬.૦ કિલો,(શરીરની જાળવણી માટે) ૩.૦ કિલો દૈનિક,પશુદાણની જરૂર પડે.
  • બાય પાસ પ્રોટીનયુક્ત દાણ,  ઓછા ખર્ચે વધુ પૌષ્ટિક આહાર મળે છે.,વધુ દુધ આપતા જાનવરોને બાયપાસ પ્રોટીનવાળો આહાર ઓછા પ્રમાણમાં આપીને પણ તેમની પ્રોટીનની જરૂરિયાત સંતોષી શકાય છે.
  • સમતોલ પશુ આહાર (પશુ દાણ) ની સરખામણીમાં બાયપાસ પ્રોટીનવાળો આહાર જરૂરિયાત ફક્ત ૭૦ % આપવો પડે છે. આમ ઓછા ખર્ચે દુધ ઉત્પાદન વધારી શકાય છે.

મીનરલ મીક્ચર પાવડર ફાયદાઓ

  1. વાછરડા/વાછરડી – પશુ દીઠ દૈનિક – ૨૫ ગ્રામ
  2. વિકાસ પામતા તેમજ પુખ્ત પશુ દિઠ દૈનિક -૫૦ ગ્રામ
  3. તે વાછરડા/વાછરડીઓની વુધ્ધિમાં મદદરૂપ થાય છે.
  4. દુધાલા પશુના દુધ ઉત્પાદનમાં વધારો કરે છે.
  5. વારંવાર ઉથલા મારતાં પશુઓ¸ એટલે કે¸ ગાય/ભેંસો બંધાતી નથી/રહેતી નથી/કરતી નથી¸ વાંઝિયાપણાની તકલીફોમાં મીનરલ મેક્ચર નિયમિત આપવું જોઇએ.
  6. પશુઓમાં વિયાણ સમયે થતા રોગો જેવા કે¸ સુવા રોગ¸ કિટોસીસ¸ પેશાબમાં લોહી આવવું સમયસર મેલી ન પડવી જેવા રોગો અટકાવે છે.
  7. બાવલનો રોગ (mastitis) પણ ખનીજ તત્વોની ઉણપથી થતો રોગ છે. તેવું સાબિત થયું છે.

યુરિયા મોલાસિસ મિનરલ બ્લોક (ચાટણ ઇંટ) ફાયદાઓ:

  • લીલાચારાની અછતના સમ્યે જ્યારે પશુઓને સુકોચારો આપવામાં આવે છે. ત્યારે આ ચાટણ ઇંટના પોષક તત્વો સુક્ષ્મ જીવાણુંઓની વુધ્ધિમાં ઉપયોગી થાય છે. જેનાથી પશુઓની પાચન શક્તિ સારી રહે છે.
  • પશુ સુકોચારો વધુ ખાય છે. અને તેનો બગાડ ઓછો કરે છે.
  • દુધ ઉત્પાદન અને ફેટના ટકામાં વધારો થાય છે.
  • ચાટણ ઇંટમાંથી ખનિજ તત્વો સારા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.

પશુઓ માટે પાણીનુ મહત્વ:

  • સામાન્ય રીતે એક તંદુરસ્ત પુખ્ત પશુ એક દિવસમાં લગભગ ૪૦-૫૦ લીટર પાણી નિભાવ માટે આપવું જોઇએ.
  • દુધમાં ૮૫% જેટલું પાણી હોવાથી એક લીટર દુધ બનાવવા માટે વધારાના ૩ થી ૪ લીટર પાણીની જરૂરિયાત પડતી હોય છે.
  • પશુઓને પાણી પીવા માટે ગમાણની બાજુમાં છાંયાવાળી જગ્યામાં ૨૪ કલાક સ્વચ્છ પાણી ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.
  • ઉનાળાની ઋતુમાં ભેંસ તથા સંકર પશુઓને બે વાર નવડાવવા જોઇએ.

દુધાળા જાનવરોનો ખોરાક અને કાળજી:

દુધ ઉત્પાદનના ખર્ચના ૬૦ થી ૭૦ ટકા જેટલો ખર્ચ દુધાલા પશુના ખોરાક પાછળ થાય છે. પશુઓને વધુ પડતો ખોરાક અને ઓછો ખોરાક બંન્ને નુકશાન કરે છે.

લીલા ચારામાં ધાન્યવર્ગના અને કઠોળ વર્ગના એમ બે પ્રકારનાં ચારા પશુઓને નિરવવામાં આવે છે.

  • ધાન્ય વર્ગનો ચારો :-જુવાર, બાજરી, મકાઇ,ઓટ વગેરે ચારો
  • કઠોળ વર્ગનો ચારો :-રજકો, ગવાર, ચોળા, વગેરે ચારો

દુધ ઉત્પાદન માટે

  • ગાય- માટે પ્રત્યેક લિટર દીઠ ૪૦૦ ગ્રામ દાણ જરૂરી છે.
  • ભેંસ- માટે પ્રત્યેક લિટર દીઠ ૫૦૦ ગ્રામ દાણ જરૂરી છે.
  • દૈનિક ૬ ૱લિટર દુધ આપતી ગાય માટે
  • પશુદાણ ૨.૫ કિલો પશુદાણ દુધ ઉત્પાદન માટે ૨ થી ૨.૫ કિલો પશુદાણ- શરીરના નિભાવ માટે
  • લીલો કઠોળ વર્ગનો ચારો ૩ થી ૪ કિલો
  • લીલો ધાન્ય વર્ગનો ચારો ૮ થી ૯ કિલો
  • લીલો ધાન્ય વર્ગનો ચારો ૮ થી ૯ કિલો
  • લીલો ધાન્ય વર્ગનો ચારો ૮ થી ૯ કિલો
  • લીલો ધાન્ય વર્ગનો ચારો ૮ થી ૯ કિલો

સમતોલ પશુ આહાર નું દૂધ ઉત્પાદનમાં મહત્વ

  • લીલું તથા સુકું ઘાસ ટુકડા કરીને મિશ્રણ કરીને ખવડાવવાથી ૧૫ થી ૨૦ ટકાનો ઘાસનો બચાવ થાય છે.
  • વધુ દુધ ઉત્પાદન આપતા પશુઓને સારી જાતનો લીલો ચારો ઉપરાંત વધારે નત્રલ પદાર્થો ધરાવતું દાણ અને “ બાય પાસ પોટીન“ ધરાવતું દાણ આપવું જરૂરી છે.
  • પશુના વિયાણ બાદ ૨ થી ૩ દિવસ સુધી પશુને હલકો ખોરાક અને સમતોલ પશુદાણ જ આપવું જોઇએ. સુકો ચારો વધારે અને લીલો ચારો માપનો અથવા થોડો આપવો જોઇએ.
  • ખરાટું /શીરું કદાપી જાનવરને પીવડાવવું નહીં. તેમજ મેલી પડી ગયા પછી શિયાળામાં નવાયું પાણી અને ઉનાળામાં તાજા અને સ્વચ્છ પાણીથી જાનવરને નવડાવવું જોઇએ.
  • સામાન્ય રીતે વિયાયેલ જાનવરનું ગર્ભાશયમાં કોઇ બીમારી ન હોયતો ઝડપથી સંકોચાય છે. અને ૪૫ થી ૬૦ દિવસે પહેલી વખત ગરમીમાં / વેતરમાં આવે છે. પરંતું પ્રથમ વેતરમાં /ગરમીમાં જાનવરને ફેળવવું કે બીજદાન કરાવવું હિતાવહ નથી. ત્યાર પછીના વેતરમાં જાનવરને બંધાવવું જોઇએ. આમ વિયાણ બાદ પશુ ત્રણ મહિના(૯૦ દિવસમાં) બંધાઇ જવું જોઇએ જો ન બંધાય તો પશુચિકિત્સકશ્રી પાસે તપાસ કરાવી યોગ્ય સારવાર કરાવવી જોઇએ.

ગાભવ પશુની માવજત અને ખોરાક

  • ગાભવ પશુના ગર્ભનો વિકાસ ગર્ભાવસ્થાના ૬ થી ૭ માસ પછી ઝડપથી થતો હોય છે.
  • ૬–૭ મહિનાના ગાભવ પશુઓને ચરવા માટે ઘણા દુર સુધી લઇ જવા જોઇએ નહીં.- તેમજ ખાડા – ટેકરાવાળી જગ્યામાં ફેરવવાં જોઇએ નહી.
  • જો ગાભવ પશુ દુધ આપતું હોય તો ગાયમાં ગર્ભાવસ્થાના ૭ મહિના બાદ અને ભેંસમાં ગર્ભાવસ્થાના ૮ મહિના બાદ દુધ હોવાનું બંધ કરી દેવું જોઇએ.
  • ગાભણ પશુને ઉભા રહેવાની, બેસવાની જગ્યા પુરતી હોવી જોઇએ તેમજ જગ્યા ચોખ્ખી, હવા ઉજાસવાળી અને પાછળનો ભાગ સહેજ ઉંચો રાખવો જોઇએ.
  • ગભાણ પશુને પીએ તેટલું ચોખ્ખું અને તાજું પાણી આપવું જોઇએ. દિવસ દરમ્યાન સરેરાશ ૪૦ થી ૪૫ લિટર પાણી એક પશુને જોઇએ.
  • ગાભણ પશુને નીચે મુજબના આહારની વ્યવસ્થા કરવી જોઇએ.
  • લીલો ચારો- ૨૫ કિલો  ખોળ – ૧ કિલો
  • સુકો ચારો - ૮ થી ૧૦ કિલો મીનરલ મીક્ચર - ૫૦ ગ્રામ
  • સમતોલ(દાણ)- ૨.૫ કીલો મીઠું- ૩૦ ગ્રામ

પશુઆહાર

ગાભણ પશુને ઉભા રહેવાની, બેસવાની જગ્યા પુરતી હોવી જોઇએ તેમજ જગ્યા ચોખ્ખી, હવા ઉજાસવાળી અને પાછળનો ભાગ સહેજ ઉંચો રાખવો જોઇએ.

પશુ પ્રથમવાર ગાભવ થાય ત્યારે ગર્ભાવસ્થાના ૭ મહિના બાદ અન્ય દુધાળા પશુઓ સાથે તેને બાંધવું જોઇએ તથા શરીર, પીઠ, અને બાવલા ઉપર માલીશ કરવી જોઇએ.

વિયાણનાં ચાર પાંચ દિવસ અગાઉ તેને અલગ જગ્યાએ બાંધવું જોઇએ. તે સ્થાન સ્વચ્છ અને હવા-ઉજાસવાળું હોય તેનું ધ્યાન રાખવું જોઇએ તેમજ ભોંયતળિયા પર સુકા ઘાસચારા  ને પાથરીને પશુને બેસવા માટે વ્યવસ્થા કરવી જોઇએ.

વિયાણના એક-બે દિવસ અગાઉથી રાત્રે અને દિવસે અવાર-નવાર નિરિક્ષણ કરતાં રહેવું જોઇએ.

ડાંગરના પરાળની યુરિયા પ્રક્રિયા (બનાવવાની રીત)

  • સામાન્ય રીતે ડાંગરનું પરાળ અને ઘઉં કુવળમાં પોષકતત્વો ઓછાં હોય છે. અને પ્રોટીનનું પ્રમાણ ૪ %થી પણ ઓછું હોય છે.
  • કુંવળ/ભુસું /પરાળની યુરિયા જોડે પ્રક્રિયા કરવાથી એની પૌષ્ટિકતા વધે છે. અને પ્રોટીનનું પ્રમાણ તેમાં લગભગ ૯ % જેટલું થઇ જાય છે. આવો યૂરિયા પક્રિયા કરેલ ચારો ખવડાવવાથી થી પશુ આહારમાં ૩૦% સુધીનો ઘટાડો કરી શકાય છે.
  • એક સાથે એકવારમાં ઓછામાં ઓછો ૧ ટન (૧૦૦૦ કિલો) કુંવળ/ભુંસાની યૂરિયા જોડે પક્રિયા કરવી જોઇએ, ૧ ટન કુંવળ/ભુંસા માટે ૪૦ કિલો યૂરિયા અને ૪૦૦ લીટર પાણીની જરૂરિયાત પડે છે.
  • ૪ કિલો યૂરિયાને ૪૦ લીટર પાણીમાં (મંડળીના દૂધ ભરવાના કેનના બરાબર ઓગાળો) ૧૦૦ કિલો કુંવળ/ભુંસા ડાંગરના પુળાને જમીન પર એવી રીતે ફેલાવવું કે જેથી તેના થરની જાડાઇ ૩ થી ૪ ઇંચની રહે.
  • ઉપર પ્રમાણે કરેલ ૪૦ લીટર દ્રાવણને આ ફેલાવેલા કુંવળ/ભુંસા ઉપર ઝારાથી છાંટો, પછી કુંવળ/ભુંસાની ઉપર ચાલી-ચાલીને અથવા કૂટી –કૂટીને બરાબર દબાવો.
  • આ દબાવેલા ભુંસા ઉપર ૧૦૦ કિલો ભુંસું ફરીથી પાથરી અને ફરીથી ૪ કિલો યુરિયાને ૪૦ લીટર પાણીમાં ઓગાળી, દ્રાવણનો ફરીથી ભુંસા ઉપર ઝારથી છંટકાવ કરો અને પહેલાંની માફક આ થર પર ચાલી-ચાલીને અથવા કૂદી-કૂદીને બરોબર દબાવો.
  • આ રીતે એક પછે એક ૧૦૦-૧૦૦ કિલોના ૧૦ થર કરો. અને વચ્ચે યૂરિયાનું દ્રાવણ બનાવતાં જઇ તેમાં છાંટતા જાવ અને દબાવતા જાવ.
  • હવે આ પક્રિયા કરેલ કુંવળ/ભુંસાને પ્લાસ્ટીકની મોટી શીટથીઢાંકી દો. અને જમીનને અડતી પ્લાસ્ટીકની કિનારીઓ પર માટી, જે થી તેમાં પાછળથી ઉત્પન થનાર એમોનિયા ગેસ બહાર ના નીકળી શકે.
  • પ્લાસ્ટીકની શીટ ન મળે તો સૌથી ઉપર થોડું સુકું ભૂંસું નાખી એના પર થોડી સૂકી માટી નાખી પછી ચીકણી ભીની માટી કે છાણથી લીપણ પણ કરી શકાય. યૂરિયા પ્રક્રિયા કરેલાં ભૂંસાના ઢગલાને ઉનાળામાં ૨૧ દિવસ અને શિયાળાઆં ૨૮ દિવસ પછી જ ખોલવું. ખવડાવતા પહેલાં ભૂંસાને લગભગ ૧૦ મિનિટ સુધી ખુલ્લી હવામાં ફેલાવી રાખવું. જેથી તેમાં રહેલો ગેસ ઉડી જાય.
  • શરૂઆતમાં થોડા પ્રમાણમાં ભૂંસુ ખવડાવવું. પછી ધીરે ધીરે વધારતા જવું. આ પધ્ધતિથી લીટર દીઠ દુધ ઉત્પાદનનો ખર્ચ ઘટશે. અને દુધ ઉત્પાદક પશુપાલનની આવક વધશે.

“સાઇલેજ“ (આથવેલ ચારો)

  • દુધ ઉત્પાદન વધારવા માટે લીલો ઘાસચારો ખુબ મહત્વનો છે. આથી ઉનાળાના સમય દરમ્યાન લીલો ચારો મેળવો મુશ્કેલ હોય છે. વર્ષાઋતુ પછી જ્યારે લીલો ચારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યારે તેને સાઇલેજ અથાવ હે(બાટું) બનાવી શકાય છે.
  • સાઇલેજ એટલે લીલાઘાસનું અથાણું : જે ઘાસચારા પાક ચરાવવા, નીરવા કે સૂકવવા લાયક હોય તે બધાનાં સાઇલેજ બનાવી શકાય છે
  • એકદળી પાકો જેવા કે જુવાર, મકાઇ, બાજરી, સંકર નેપિયર, સોયાબીન, વટાચાં. જવનાં લીલા ઘાસચારામાંથી સાઇલેજ બનાવાય છે.
  • કારણકે આમાં કાર્બોહાઇડ્રેટ (શર્કરા) ની માત્રા વધારે હોય છે. ઘાસચારાના પાકને અડધા ઉપરા6ત છોડમાં ફુલ આવતાં તેને ખેતરમાંથી કાપીને તેનાં નાના ટુકડા કરી પોતાનાં ઘરનાં વાડામાં કે ખેતરમાં જ્યાં પાણી ભરાતું ન હોય ત્યાં ખાડામાં દબાવીને સાઇલેજ બનાવી શકાય છે.
  • ખાડાનો આકાર સાઇલેઝ બનાવવાની માત્રાપર નિર્ભર હોય છે.
  • એક ઘન મીટર ૧ મીટર લાંબું, ૧ મીટર પહોળું, ૧ મીટર ઉંડું ખાડામાં લગભગ ૫ ક્વીન્ટલ કોયલો લીલો ચારો દબાવી શકાય છે.
  • ખાડામાં લીલો ચારો ચારે બાજુથી બરાબર દબાવીને બરોબર ભરવો જોઇએ જેથી વચ્ચેની હવા નીકળી જાય.
  • જમીનથી એક ફુટ ઉપર સુધી કાપેલો લીલો ચારો ભરીને તેને પ્લાસ્ટીકની કોથળીથી ઢાંકી તેના પર માટી નાખી અને તેને છાણથી લીપી દેવું જોઇએ. થોડા દિવસ પછી જો માટી ખસી જાય અથવા ફાટી જાય તો તેના ઉપર નવી પાટી નાંખી કાણાં અને તિરાડોને બંધ કરી દેવી જેથી ખાડામાં હવા ન ધુસે.
  • આ રીતે ૪૦-૪૫ દિવસોનાં સાઇલેઝ તૈયાર થઇ જાય છે. જેને ખવડાવવા માટે જરૂરી માત્રા જેટલું જ કાઢવું.
  • એક વખત ખાડો ખોલ્યા પછી શક્ય તેટલો જલ્દીથી તેનો ઉપયોગ કરી લેવો જોઇએ.
  • ચોમાસાના પાણીથી લીલોચારો ઉગાડી લીલી અવસ્થામાં સંગ્રહ કરી શકાય છે. જેથી ઓછા ખર્ચે આખું વર્ષ લીલોચારો પશુઓને ખવડાવી શકાય છે. ઉપલંબ્ધ જમીનમાંથી ત્રણ ગણું ઉત્પાદન મળે છે.

Article Credit:http://dairyfarmerhelpcenter.com/

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate