অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગૌ-અભ્યારણ્ય

પ્રસ્તાવના

ગોપાલન એ ફક્ત આર્થિક પ્રવૃત્તિ જ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને નિષ્ઠાનું એક પ્રતિક છે. ગોપાલન અને ગૌરક્ષાની કામગીરી પ્રત્યેક કુટુંબમાં થવી જરૂરી છે. રાજ્યમાં દરેક કુટુંબ ગોપાલન પ્રવૃતિ સાથે સંકળાયેલ હોવું જોઇએ કારણકે ગોપાલન આપણા સમાજમાં આતિથ્ય અને શિસ્તનો માપદંડ છે. ગોપાલન યુવા વર્ગમાં ભારતીય મૂલ્યો અને ધાર્મિકતાને પ્રસ્થાપિત કરે છે. હાલમાં, અશક્ત, દુબળાં અને રખડતા ગૌવંશવાળા પશુઓના આશ્રય માટે પાંજરાપોળ સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. જેથી રાજ્યમાં ગૌ અભ્યારણની સ્થાપના કરવી અત્યંત જરૂરી છે. જેથી આવાં અશક્ત, દુબળાં અને રખડતાં પશુઓની સારી રીતે માવજત, સારવાર, રક્ષણ અને સંવર્ધન કરી શકાય. ગૌ અભ્યારણમાં સારી ગુણવત્તાવાળો ઘાસચારો, પાણી, વિશાળ જગ્યા, શુધ્ધ હવા અને પૂરતો સૂર્યપ્રકાશ મળવાથી ગૌવંશની માવજત અને સંવર્ધનની કામગીરી વધારે અસરકારક રીતે થશે અને વધુમાં રાજ્યમાં ગાયોની સ્થાનિક ગીર અને કાંકરેજ ઓલાદોની જાળવણીમાં મદદરૂપ થઇ શકશે.

ભારતીય અર્થતંત્ર અને ખેતી વિષયક આવકમાં ગાય–ભેંસ વર્ગના પશુઓનો નોંધપાત્ર ફાળો રહેલો છે. અર્વાચીન કાળથી, ગાય–ભેંસ વર્ગના પશુઓએ ખેતી, શ્રમ, પરિવહન અને ખાદ્ય ક્ષેત્રે તેઓની ઉપયોગીતા પૂરી પાડેલ છે.

ગામડાઓમાં ૭૦% લોકો ગોપાલન વ્યવસાય કરે છે. જે પૈકી મોટા ભાગના નાના, સીમાંત ખેડૂતો અને જમીન વિહોણા ખેતમજુરો હોય છે. દેશના કુલ જી.ડી.પી.માં પશુપાલનનો ફાળો ૮% થી વઘીને ૧૦% જેટલો થયેલ છે. જે પશુપાલન વિભાગની કાર્ય દક્ષતા તરફ ધ્યાન ખેંચે છે. વધુમાં ગાયોની સ્થાનિક ઓલાદો ગીર અને કાંકરેજની જાળવણી અને સંખ્યામાં વઘારો કરવાની બાબત ખૂબ જ જરૂરી જણાયેલ છે. આ હેતુ પાર પાડવા માટે રાજ્ય સરકારશ્રી તરફથી ગાય–ભેંસ વર્ગના પશુઓની માવજત અને કાળજી પર વઘુ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરેલ છે.

પશુધન વસ્તી ગણતરી ૨૦૦૩, ૨૦૦૭ અને ૨૦૧૩ પર નજર નાખીએતો:

વિગત

૨૦૦૩

૨૦૦૭

૨૦૧૩

કુલ ગાયવર્ગમાં વઘારો

૧૦%

૭.૪૪%

-૪.૧૦%

કુલ ભેંસ વર્ગમાં વઘારો

૧૩.૬૧%

૨૨.૮૮%

+૩.૧૯%

વર્ષ-2013, પ્રમાણે વિદેશી અને સંકર ગાય વર્ગમાં 20.18%નો વઘારો થયેલ છે, જ્યારે સ્થાનિક ઓલાદની ગાય વર્ગમાં 8.92% નો ઘટાડો થયેલ છે.

ઉપરોક્ત વિગતો પરથી ફલિત થાય છે કે ખેડૂતોએ ગાયવર્ગ કરતાં ભેંસ વર્ગને પાળવાનું વઘારે પસંદ કરેલ છે. સાથે સાથે ગાય વર્ગમાં પણ સ્થાનિક ઓલાદની ગાયો કરતાં વિદેશી સંકર ઓલાદની ગાયો પાળવાનું વઘારે પસંદ કરેલ છે. આ બાબત આપણી ગાયોની સ્થાનિક ઓલાદો ગીર અને કાંકરેજના અસ્તિત્વ માટે ખતરાની ઘંટડી સમાન છે. જે અંગે રાજ્યના ખેડૂતોમાં સ્થાનિક ઓલાદની ગાયોનું અસ્તિત્વ અને જાળવણી માટે આપણી સ્થાનિક ઓલાદની ગાયોની અગત્યતા બાબતે જાગૃતિ કેળવવી અત્યંત જરૂરી છે.

ગૌ અભ્યારણની સ્થાપના : અગત્યની વિગતો

પ્રોજેક્ટનું નામ

ગીર/કાંકરેજ ગીર અભ્યારણ સ્થાપના

સંભવિત સ્થળ

ગામ: ધરમપુર, તા: રાણાવાવ, જિ: પોરબંદર

પશુની સંખ્યા

૧૦,૦૦૦

જમીન

૯૦૦ હેક્ટર,(૧૦૦ હેક્ટર-બાંધકામ અને પાણી સંગ્રહ માટે, ૮૦૦ હેક્ટર ઘાસચારાના ઉત્પાદન માટે)

સમયગાળો

૨૦૧૪-૧૫થી શરૂ

પ્રોજેક્ટની કુલ રકમ

રૂ. ૬૩૩૮.૦૦ લાખ

ઉપલબ્ધ ગ્રાંટની રકમ

રૂ. ૩૦૦.૦૦ લાખ

ગૌ અભ્યારણની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ ગોપાલન વ્યવસાય નફાકારક બનાવવો અને સ્થાનિક ગાયોની ઓલાદોની પ્રતિષ્ઠા અને ઓળખ જાળવી રાખવાનો છે. સ્થાનિક ઓલાદની ગાયોની જાળવણી અને સખ્યામાં વધારો કરવાની બાબતને ધ્યાને લઇને મોટા પાયા પર જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવનાર છે. ગાયના છાણ અને મૂત્રમાંથી જંતુ નાશક દવાઓનું ઉત્પાદન કરવા, રખડતા પશુઓ અને કતલખાનેથી છોડાવેલ પશુઓના રહેઠાણ, ખોરાક અને પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવનાર છે.

ગૌઅભ્યારણમાં વિચરતા ગૌવંશના છાણ, મુત્રમાંથી તૈયાર કરેલ પંચગવ્ય દવાઓનો ઉપયોગ સંશોધન અને અભ્યાસમાં કરવામાં આવનાર છે. ગૌઅભ્યારણની સ્થાપના લોકોની ગાય પ્રત્યેની ભાવનાની કદર કરવાની બાબત ધ્યાને લઇને કરવામાં આવનાર છે. ગૌ અભ્યારણની સ્થાપના ત્રણ તબક્કામાં પૂર્ણ થનાર છે. સરકારના જુદાજુદા વિભાગો દ્વારા તેઓને લગતી કામગીરી માટે જરૂરી યોગદાન આપવામાં આવનાર છે. અભ્યારણમાં પશુઓ માટે જરૂરીયાત મુજબ પાણીના સગ્રહ માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવનાર છે. ઘાસચારા માટે મકાઇ અને અન્ય ઘાસચારાના પાકોનું વાવેતર કરવામાં આવનાર છે. વન વિભાગ દ્વારા મોટા પાયા પર ઘાસચારા ઉત્પાદનની યોજના અમલમાં મુકવામાં આવનાર છે. અભ્યારણની બાનડ્રી ફરતે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. અભ્યારણમાં તબેલાઓ, ગોડાઉન, સ્ટાફ કવાર્ટર્સ, ઓફીસ બિલ્ડીંગ, પાણી સંગ્રહાલયો તથા અન્ય જગ્યાઓ પર સોલાર પેનલથી વીજળીની વ્યવસ્થા પુરી પાડવામાં આવનાર છે.

આશરે ૯૦૦ હેક્ટર જેટલી જમીનમાં ગૌઅભ્યારણની સ્થાપના માટે અંદાજીત રૂ૬૩૩૮.૦૦ લાખનો ખર્ચ કરવામાં આવનાર છે. આશરે ૧૦૦૦૦ પશુઓ માટે યોજનાના પ્રથમ તબક્કામાં વિવિધ બાંધકામ જેવા કે કેટલશેડ(તબેલા), ઘાસ ગોડાઉન, પાણીની ટાંકીઓ, બોરવેલ, પમ્પ હાઉસ, અન્ય પાઇપ લાઇન, ઓફિસ બીલ્ડીંગ, રહેઠાણના મકાનો વગેરે હાથ ધરવામાં આવનાર છે. ગૌવંશના પશુઓના રહેઠાણની વ્યવસ્થાના ભાગરૂપે તબક્કાવાર કુલ ૧૦૦૦ જેટલા કેટલશેડનું બાંધકામ કરવામાં આવનાર છે.

અભ્યારણમાં આશરે ૮૦૦ હેકટર જેટલી જમીનમાં ઘાસચારાના ચરીયાણ તૈયાર કરવામાં આવનાર છે. જેમાં જરૂરિયાત મુજબ ઘાસચારાના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવનાર છે.

યોજનાના બીજા તબક્કામાં ગૌવંશ સુધારણા અને ગૌવંશના પશુઓના છાણ અને મુત્રમાંથી દવાઓ અને પેસ્ટી સાઇડસનું ઉત્પાદન જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. ગાયોનું દુધ ઉત્પાદન ઉપરાંત ઘી, દહીં, છાશ જેવી ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન કરી તેના વેચાણમાંથી આવકના સ્ત્રોત ઉભા કરવામાં આવનાર છે. દીર્ધાયુવાળાં વૃક્ષો ઉગાડવામાં આવશે અને બાયોગેસના ઉત્પાદન થકી વીજળી અને બળતણનું ઉત્પાદન કરવામાં આવનાર છે.

યોજનાના ત્રીજા તબકામાં ગૌ અને ગૌઉત્પાદકોના રીસર્ચ સેન્ટર(સંશોધન કેન્દ્ર)ની સાથે સાથે સાધન - સજજ પંચગવ્ય હોસ્પિટલની સ્થાપના કરવામાં આવનાર છે, ગૌવંશના છાણ અને મૂત્રમાંથી સેન્દ્રીય ખાતર અને પંચગવ્ય દવાઓનું ઉત્પાદન કરવામાં આવનાર છે. આ તબકામાં ગોસંવર્ધન, ચરીયાણ તૈયાર કરવું, ગૌચર સુધારણા, વર્મીકમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન, પંચગવ્ય દવાઓનું ઉત્પાદન અને ચિકિત્સા અંગેના તાલીમ વર્ગોનું પણ આયોજન કરવામાં આવનાર છે.

ઉદેશ/ હેતું:

ગૌઅભ્યારણના મુખ્ય ઉદેશો નીચે મુજબ છે:

  • અશકત, હરી ફરી ન શકે તેવાં અને રખડતા ગૌવંશના પશુઓને રક્ષણ આપવું.
  • સ્થાનિક ઓલાદની ગાયોની જાળવણી કરવી અને સંખ્યામાં વધારો કરવો, અભ્યારણમાં જન્મેલ ગૌવંશના વાછરડા અને વાછરડીઓને ૩૬ મહિના (૩ વર્ષ) ની ઉંમર સુધી ઉછેરી તૈયાર કરવા અને અનુક્રમે જરૂરત મંદ ગ્રામ પંચાયતો અને ખેડુતોને પુરા પાડવા.
  • શુધ્ધ ઓલાદની ઉચ્ચ અનુવાંશિક ગુણવતાં ધરાવતી ગૌવંશની વાછરડીઓ અને વાછરડાઓને ૩૬ મહિના ( ૩ વર્ષ ) ની ઉંમર સુધી ઉછેરી તૈયાર કરવા અને અનુક્રમે જરૂરતમંદ ખેડુતો અને ગ્રામપંચાયતોને પુરા પાડવા.
  • જૈવિક સેન્દ્રિય ખાતરનું ઉત્પાદના કરવું અને વેચાણ માટે બજાર વ્યવસ્થા ઉભી કરવી.
  • ગૌમૂત્રમાંથી પંચગવ્ય ચિકિત્સાને સંબધિત દવાઓનું ઉત્પાદન કરવું અને તેના વેચાણ માટે બજાર વ્યવસ્થા ઉભી કરવી.
  • ગૌ અભ્યારણના માધ્યમથી વિશ્વ કક્ષાએ ગૌવંશ અને ગૌ. ઉત્પાદનોના સંશોધનો માટે સાનુકુળ પ્લેટફોર્મ ઉભું કરી શકાશે.
  • ગૌઅભ્યારણને ગૌ પ્રવાસી સ્થળ – ગૌ-યાત્રાધામ તરીકે વિકાસ કરવો.
  • ગૌ અભ્યારણ ખાતે ગૌવંશ અને ગૌવંશ પેદાશોના સંશોધન કેન્દ્ર ની સ્થાપના કરવાનું આ યોજના વિચારવામાં આવેલ છે.

અન્ય માહિતી

ગૌસેવાઆયોગની રચના સરકાર ની કૃષિ અને સહકાર વિભાગના ઠરાવ કર્માકં : કતલ- ૧૦૯૬- ૧૩૬૫ ૫.૧ ના તા.૦૩/૧૦/૧૯૯૭ થી કરવામા આવેલ હતી. તેનો મુખ્ય ઉદેશ ગૌસવં ધર્ન, ગૌરક્ષા, ગોપાલન, રાજ્યની ગૌશાળાઓ અને પાજંરાપોળોના વિકાસ થી પુનઃ સ્થાપના કરવાનો હતો. તત્કાલીન માન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત માં ગૌચર જમીનનો મુદો ગંભીરતાથી લઈ ગૌચર જમીનના વિકાસ માટે વર્ષ ૨૦૧૨-૧૩મા ગૌસેવા આયોગન વિતરણ કરી ગૌસેવા અને ગૌચર વિકાસ બોડનો દરજ્જો સરકારના કૃષિ અને સહકાર વિભાગ ના ઠરાવ કર્માંક:સીડીએમ/૧૧/ ૨૦૧૧/ ૩૮૯૧/ પી.૧ તા.૨૫/૦૪/૨૦૧૨ અને સમાન ઠરાવ કર્માંક: તા.૦૩/૦૮/૨૦૧૨થી આપેલ છે.

ધંધાકીય ફાર્મ વ્યવસ્થા અને ગુણવત્તાયુકત આહારથી દેશની સ્થાનિક ઓલાદની ગાયોની ઉત્પાદકતામાં નોંધપાત્ર સુધારો કરવો આજની તાતી જરૂરીયાત છે. જે માટે સ્થાનિક ઓલાદની જાળવણી અને વિકાસ જેવી બાબતોને પ્રાથમિકતા આપી વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.રાષ્ટ્રીય ગોકુલ મીશનના મુખ્ય હેતું ઘનિષ્ઠ અને વૈજ્ઞાનિક ધોરણે સ્થાનિક ઓલાદોની જાળવણી અને વિકાસ કરવાનો છે.

  • ગૌવંશની સ્થાનિક ઓલાદોની જાળવણી અને વિકાસ કરવો.
  • સ્થાનિક ઓલાદોની ગાયોની આનુવાંશિક ગુણવતામાં સુધારો કરવો અને આ પ્રકારની ગાયોંની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવા માટે ઓલાદ સુધારણા કાર્યક્રમનું અમલીકરણ કરવું.
  • દુધ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવો.
  • ઉચ્ચ આનુંવંશિક ગુણવતાવાળી સ્થાનિક ઓલાદો ગીર,શાહીવાલ ,રાઠી,ડેઓની,થરપાક,રેડ સિંધી ના સાંઢથી સંવર્ધન થકી દેશી (નોન ડીસ્ક્રીપ્ટ) ગાયોમાં સુધારો કરવો.
  • કુદરતી સેવાઓ માટે ઉચ્ચ આનુંવંશિક ગુણવત્તા વાળા રોગમુકત સાંઢ પુરા પાડવા.
  • સ્થાનિક ઓલાદના ઘનિષ્ઠ ગૌવંશ કેન્દ્રોની સ્થાપના –‘ગોકુલગામ ‘
  • ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાવાળા સ્થાનિક ઓલાદના સાંઢની જાળવણી માટે સાંઢ ઉત્પાદન કેન્દ્ર-બુલ મધર ફાર્મ નું વિસ્તરણ કરવું.
  • જે તે ઓલાદના સંવર્ધન ક્ષેત્ર (બીડીગ ટ્રેકટ) માં ક્ષેત્રીય કામગીરી નોંધણી(એફ પી આર) કેન્દ્ર શરૂ કરવું.
  • ઉચ્ચ આનુવંશિક ગુણવતાવાળા સ્થાનિક ઓલાદના ગૌવંશના પશુઓ ધરાવતી સંસ્થાઓને સહાય આપવી.
  • ગૌવંશની સ્થાનિક ઓલાદની મોટી સંખ્યામાં ગાયો ધરાવતાં વિસ્તારમાં પેડીગ્રી સીલેકશન પ્રોગામ –વંશાવળી પસંદગી કાર્યક્રમો નું અમલીકરણ કરવું.
  • બ્રીડર્સ સોસાયટીઓ – ગોપાલન સંઘની સ્થાપના કરવી.
  • કુદરતી સેવાઓ માટે ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાવાળા રોગમુકત સ્થાનિક ઓલાદના સાંઢ પુરા પાડવા
  • ગૌવંશની સ્થાનિક ઓલાદના ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા જાનવર નિભાવતા પશુપાલકોને પ્રોત્સાહન આપવું.
  • વાછરડી ઉછેર કાર્યક્રમ (ગોપાલ રત્ન) અને બ્રીડર્સ સોસાયટી (કામધેનું) કાર્યક્રમનું અમલીકરણ કરવું.
  • ગૌવંશના સ્થાનિક ઓલાદોના વિકાસની કામગીરી સાથે સંકળાયેલો સંસ્થાઓમાં ટેકનીકલ ફરજ બજાવતા અને નોન ટેકનીકલ અધિકારીઓ / કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવું.

વિભાગ હેઠળ, ગાયોની સ્થાનિક ઓલાદોના સંવર્ધન ક્ષેત્રે(બ્રીડીંગ ક્ષેત્ર)માં જે તે ઓલાદના ઘનિષ્ઠ સ્થાનિક ઓલાદના કેન્દ્રોની સ્થાપના ક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે:

  • જે તે ઓલાદનું મૂળ સંવર્ધન ક્ષેત્ર અને
  • શહેરી વિસ્તારના ગૌંવંશનાપશુઓનારહેઠાણ માટે મહાનગરપાલિકાનીનજીકનો વિસ્તાર

ગોકુળ ગામ, ગૌવંશની સ્થાનિક ઓલાદના વિકાસ માટેના કેન્દ્ર અને જે તે સ્થાનિક ઓલાદના સંવર્ધન વિસ્તારમાં ઉચ્ચ આંનુવાશિક ગુણવત્તાવાળા ગૌવંશના પશુઓ પુરા પાડવા માટેના સ્ત્રોતની ભુમિકા પુરી પાડશે.ગોકુલ ગામ સ્વનિર્ભર હશે. અને સ્વનિર્ભર થવા માટે A2 દુધ, જૈવિક ખાતર,સેન્દ્રિય ખાતર,ગૌમૂત્રનો અર્ક,બાયોગેસમાંથી ઉત્પન્ન થતા ઘર વપરાશ માટે વીજ બળતણ અને ગાયોનીપેદાશોના વેચાણમાંથી આવકના સ્ત્રોત ઉભા કરવામાં આવશે.ગોકુળ ગામ ખેડુતો, પશુ પાલકો અને સખીઓ માટે રાજયનું આદર્શ તાલીમ કેન્દ્રની ભુમિક બજાવશે.

ગોકુળ ગામની સ્થાપના એફ.આઇ.એ .દ્વારા કરવામાંઆવશે અને એસ.આઇ.એ./એફ.આઇ.એ ની દેખરેખ હેઠળ અથવા પી.પી.પી. મોડ ઉપર કાર્યરત રહેશે. ગોકુળ ગામમાં દુધાળા અને બિન ઉત્પાદક પશુઓ ૬૦:૪૦ ના પ્રમાણમાં નિભાવવામાં આવશે.અને ગોકુળ ગામમાં કુલ ૧૦૦૦ પશુઓ નિભવવામાં આવશે.ગોકુળ ગામ ખાતે બુસેલ્લાસીસ, ટી.બી.અને જે.ડી. જેવા રોગો માટે પશુઓને નિયમિત સ્ક્રીનીંગ (લેબ પરિક્ષણ) કરીને,રોગમુક્ત સ્થિતિ નિયંત્રિત કરવામાં આવશે. ગોકુળ ગામ ખાતે જ પશુ ચિકિત્સાલય અને કૃત્રિમ બીજદાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.શહેરી વિસ્તારમાં પશુઓને નિભાવવા માટે મહાનગર પાલિકાની નજીકના વિસ્તારમાં પણ ગોકુલ ગામની સ્થાપના કરવામાં આવશે.મેટ્રોપોલીટન ગોકુળ ગામ, શહેરી વિસ્તારનાં ગૌવંશના પશુઓની ઓલાદ સુધારણા કામગીરી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે.

કૃષિ જીવન વર્ષ ૧૯૬૮ થી, જીએસએફસી ઍ ગુજરાતી ભાષામાં માસિક કૃષિ મેગેઝિન 'કૃષિ જીવન' પ્રકાશિત કરે છે. આ મેગેઝિન, ખેડૂતોને ઉપયોગી ઍવી, વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના ખ્યાતનામ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતના વિવિધ લેખો ના માધ્યમથી કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રમાં થયેલ તાજેતરના સંશોધન અને કૃષિની નવી તકનીકો ની માહિતી પુરી પાડે છે. આ મેગેઝીન, ખેડૂતો ની કેટલીક સફળતાની કથાઓ ને પણ આવરી લે છે. આ લેખમાં રસપ્રદ વિષયોની ઍક શ્રેણી આવરી લેવામા આવી છે, જેમકે બીજ, છોડના સંરક્ષણ, શાકભાજી, પાણી રીચાર્જિંગ, ફાર્મ ફોરેસ્ટ્રી, હવામાન આગાહી, ડેરી, પશુપાલન વગેરે. કવરેજ,સામગ્રી, ગુણવત્તા અને નિયમિતતા ને અનુલક્ષીને, આ મેગેઝિન ને નેશનલ સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સીરીયલ નંબર આઇઍસઍસઍન — ૦૯૭૧ ૬૪૪૦ આપવામા આવેલ છે.

વર્ષ ૨૦૧૩ ૧૪ દરમિયાન દર મહિને ૬ લાખ કરતાં વાચકો સાથે આ મેગેઝીનનુ વિતરણ / પરિભ્રમણનો આંક ૭૯,૦૦૦ નકલો સુધી પહોચી ગયો હતો, જેમા 39,000 જીવન સભ્યો નો પણ સમાવેશ થાય છે. 'કૃષિ જીવન' ઍ ત્રિમાસિક ધોરણે, હિન્દી ભાષામાં પણ પ્રકાશિત થાય છે.

કૃષિ જીવન વર્ષ ૧૯૬૮ થી, જીએસએફસી ઍ ગુજરાતી ભાષામાં માસિક કૃષિ મેગેઝિન 'કૃષિ જીવન' પ્રકાશિત કરે છે. આ મેગેઝિન, ખેડૂતોને ઉપયોગી ઍવી, વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના ખ્યાતનામ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતના વિવિધ લેખો ના માધ્યમથી કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રમાં થયેલ તાજેતરના સંશોધન અને કૃષિની નવી તકનીકો ની માહિતી પુરી પાડે છે. આ મેગેઝીન, ખેડૂતો ની કેટલીક સફળતાની કથાઓ ને પણ આવરી લે છે. આ લેખમાં રસપ્રદ વિષયોની ઍક શ્રેણી આવરી લેવામા આવી છે, જેમકે બીજ, છોડના સંરક્ષણ, શાકભાજી, પાણી રીચાર્જિંગ, ફાર્મ ફોરેસ્ટ્રી, હવામાન આગાહી, ડેરી, પશુપાલન વગેરે. કવરેજ,સામગ્રી, ગુણવત્તા અને નિયમિતતા ને અનુલક્ષીને, આ મેગેઝિન ને નેશનલ સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સીરીયલ નંબર આઇઍસઍસઍન — ૦૯૭૧ — ૬૪૪૦ આપવામા આવેલ છે.

વર્ષ ૨૦૧૩ — ૧૪ દરમિયાન દર મહિને ૬ લાખ કરતાં વાચકો સાથે આ મેગેઝીનનુ વિતરણ / પરિભ્રમણનો આંક ૭૯,૦૦૦ નકલો સુધી પહોચી ગયો હતો, જેમા 39,000 જીવન સભ્યો નો પણ સમાવેશ થાય છે. 'કૃષિ જીવન' ઍ ત્રિમાસિક ધોરણે, હિન્દી ભાષામાં પણ પ્રકાશિત થાય છે.

ચી ઓલાદના દુધાળા પશુઓની ઉત્પતિ કરવા તથા દુધ ઉત્પાદનશક્તિ વધારવાના હેતુથી વાછરડી ઉછેર યોજના અમલીકરણ કરવામાં આવેલ છે. આ યોજનાનો મુખ્ય હેતુ પશુપાલકોને વ્યાજબી ભાવે સારી ઓલાદનાં પશુઓ મળી રહે, વાછરડાઓનાં મ્રુત્યુદરમાં ઘટાડો કરવો, અમલીકરણ સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક ઢબે વાછરડા ઉછેર કરવો, પ્રથમ વાછરડાનાં જન્મનો આવશ્યક સમયગાળો ધટાડવો, પશુઓની દુધ ઉત્પાદનશક્તિની અવધિ વધારવી, આદિજાતિ મહિલાઓને માદા પશુઓની સારસંભાળ માટે તાલીમ આપવી વગેરે છે. સહકારી દુધ મંડળીઓએ સુચવ્યું કે આ યોજના અંતર્ગત વાછરડા ઉછેર કરવા એ એક નવી પ્રવ્રુતિ તરીકે રજુ કરી શકાય.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પશુ સંવર્ધન, સારસંભાળ, ખોરાક તેમજ વ્યવસ્થાપન જેવી સેવાઓ પ્રદાન કરી દુધાળા પશુઓની દુધ ઉત્પાદનશક્તિ વધારવાનો છે. સહકારી દુધ મંડળીઓ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળું વીર્ય પુંરું પાડવામાં આવે છે, પરંતુ અપુરતો ધાસચારો તથા વ્યવસ્થાપન સેવાઓને લીધે પશુઓ સંપુર્ણ રીતે તે વીર્ય વાપરવા માટે સક્ષમ બની શકતા નથી. પરિણામે, ઉચ્ચ ઓલાદ‌નાં (વર્ણસંકર) દુધાળા પશુઓ ઉછેરવા તેમજ ઉત્તમ ખોરાક અને વ્યવસ્થાપન સેવાઓ પુરી પાડવા માટે વાછરડી ઉછેર યોજનાની રચના કરવામાં આવી છે.

ક્રમ

વિગત

યુનિટ કોસ્ટ (રૂ./કિગ્રા)

કુલ જરૂરિયાત (કિગ્રા)

કુલ ખર્ચ (રૂ.)

પશુ ખાણદાણ

૧૪.૦૦

૮૪૦

૧૧,૭૬૦

પશુ પોશક

૧૯.૦૦

૨૦૦

૩,૮૦૦

ખનિજ દ્રવ્ય

૭૦

૨૦

૧,૪૦૦

ક્રુમિનાશક રશીકરણ (Theilarsis)

 

 

૪૦૦

પશુ વીમો

 

 

૨,૦૦૦

જવાબદાર વ્યક્તિનું મહેનતાણું

 

 

૩૦૦

 

કુલ

 

 

૧૯,૬૬૦

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate