પ્રસ્તાવનાઃ
સ્વચ્છ અને નિરામય દૂધ ઉત્પાદન માટે, પશુ સ્વાસ્થ્ય રક્ષણ માટે, પશુઓમાં ઉર્જાનું સંરક્ષણ, પોષણ, મજૂરી ખર્ચને મર્યાદિત કરવા માટે ગૌશાળામાં મકાનોએ પાયાની જરૂરીયાત છે. મકાન થકી જાનવરોને વિષમ આબોહવાથી રક્ષણ પૂરુ પાડી શકાય છે. મકાનો થકી જાનવરોની સારવાર અને સંવર્ધન સરળ બને છે. પહાડી તથા જંગલી વિસ્તારમાં મકાનો થકી જ પશુઓને જંગલી પ્રાણીઓથી રક્ષણ પૂરૂ પાડી શકાય છે. સામાન્ય રીતે ખેડૂતો જાનવરોના મકાનો, તેમની ડીઝાઈન અને જગ્યા તથા જાનવરોની સુખાકારી માટેની સગવડો પ્રત્યે ઉદાસીન હોય છે. જ તેમને લાંબાગાળે ઘણું જ નુકશાનકર્તા બની રહે છે.
ડેરી ફાર્મ માટે વાડાઓ તથા શેડની જરૂરીયાત પાળવામાં આવતા જાનવરોના પ્રકાર તથા સંખ્યા ઉપર આધાર રાખે છે. પ૦ સંકર ગાયોની ગૌશાળા નિભાવવા માટે સારી એવી સંખ્યામાં વાછરડાં, વોડકીઓ, સાંઢ અને બળદો પણ નિભાવવા જરૂરી છે. ગુજરાતની ગરમ અને વિષમ આબોહવાની સ્થિતિમાં કાંકરેજ તથા ગીર ગાયોનું પરદેશી જર્શી કે હોલસ્ટેઈન ફીઝીયન સાંઢ સાથેના સંકરણથી પેદા થયેલ સંકર ગાયો સારી રીતે અનુકુળ આવે છે. આ સંકર ગાયોમાં પરદેશી જનીનકીય સ્તર પચાસ ટકાથી બાસઠ ટકા જેટલું જ મર્યાદિત રાખવાથી આપણા વાતાવરણમાં તેમની રોગપ્રતિકારક શકિત તથા ગરમી સામે ઝઝુમવાની શકિત ટકી રહે છે.
કેટલ શેડ :
આવા પ્રકારના શેડ, ખાસ કરીને દૂધાળા વસુકેલ / ગાભણ ગાયો તથા વાછરડીઓને ખરાબ હવામાન સામે રક્ષણ આપવા, યોગ્ય રીતે ખોરાક આપવા, તેમજ બાંધવા / છોડવા માટે બનાવવામાં આવે છે. આવા શેડ બે લાઈનમાં સામ સામે માથું આવે તે તીરે બાંધવા જોઈએ. સંકર ગાયો માટે પ થી ૬ ફૂટ ઉભા રહેવાની જગ્યા, ર.પ ફૂટ પહોળાઈની (ર ફૂટ અંદરની પહોળાઈ + ૦.પ ફૂટ ગમાણની અંદરની દિવાલ), અંદરથી ગોળાકાર, જાનવર તરફ ઢોળાવવાળી, ગોળાકાર અંદરની દિવાલવાળી ગમાણ હોવી જોઈએ. મોટા જાનવરો માટે ગમાણ ૧.પ ફૂટ ઉીંચી, ૧ ફૂટ ઉીંડી, નાના જાનવરો માટે ગમાણ ૧ ફૂટ ઉીંચી, ૯'' ઉીંડી હોવી જોઈએ. જાનવરોની સાઈઝ પ્રમાણે ગમાણની બહારની દિવાલ ર.પ થી ૩.પ ફૂટ ઉીંચી તથા ૧૪'' સાઈઝની હોવી જોઈએ. શેડની બે લાઈનો વચ્ચે, મધ્યસ્થ રસ્તો ગાડુ / ટ્રેકટર પસાર થઈ શકે તેવા ૮ થી ૧૦ ફૂટ પહોળો હોવો જોઈએ. જાનવરોની ઉભા રહેવાની જગ્યા પાછળ U આકારની ગટર (૧૦'' પહોળી ૪'' ઉીંડી) તથા નિરિક્ષણ પથ ( ર' થી ર.પ ' ) હોવો જોઈએ. ભોંયતળીયું સિમેન્ટ, ક્રોક્રીટનું ટકાઉ અને અછિદ્રાળુ હોવું જોઈએ. આર.સી.સી.નું ભોંયતળીયું મોટા જાનવરો માટે છ ઈંચ, નાના જાનવરો માટે ચાર ઈંચનું, તેટલી જ જાડાઈની રોડાંપથ્થરની બેડવાળું હોવું જોઈએ. ભોંયતળીયું લપસણું ન બને તે માટે ખરબચડું તથા એક ઈંચની ઉંડાઈવાળી લંબચોરસ ખાંચો પાડેલી હોવી જોઈએ.
બન્ને બાજું કેટલશેડની દિવાલોને પ્લાસ્ટર કરેલ હોવું જોઈએ અને સાઈઝ ૧૪ ઈંચની હોવી જોઈએ. કેટલશેડનું છાપરૂ એસ્બેસ્ટોસ સિમેન્ટના પતરાંનું કે સિમેન્ટ કોંક્રિટનું કે વિલાયતી નળીયાનું અનુકૂળતા પ્રમાણે બનાવવું જોઈએ. છાપરાની ઉીંચાઈ સિમેન્ટના પતરામાં ૮૧૦ ફૂટ, તેવાં મેાભાની રાખવી જોઈએ. બે લાઈનવાળો માથંુથી માથા પ્રકારનો ૩પ' × ૯૦' ના પરિમાણનો શેડ ૩૬ ગાયો (૧૮ +૧૮) માટે પૂરતો છે. તેવી જ રીતે વસુકેલ તથા ગાભણ ગાયો અને વાછરડી માટે ૩પ' × ૭પ ' પરિમાણનો શેડ પૂરતો જ છે. શેડ સાથે ૧૬ મીટર પહોળી, તથા ૩૦ મીટર લાંબી ખુલ્લી જગ્યા રાખવી જોઈએ. આ પ્રમાણે દરેક પશુને ૧૩.પ મીટર ખુલ્લી જગ્યા, વર્તણુકની સ્વતંતત્રતા માટે મળી રહે છે.
વાડાના એક ખૂંણામાં ર' × ૪' × ૧ર' ના પરિમાણવાળો પાણીનો હવાડો બનાવવો જોઈએ. જાનવરોની બન્ને હરોળની પાછળ, ઓછામાં ઓછા બે ઘટાદાર વૃક્ષો ઉછેરવા જોઈએ. જેથી જાનવરોને છાંયો મળી રહે અને ઉનાળામાં સૂર્યપ્રકાશથી બચાવી શકાય.
એકથી બે વર્ષની આયુની ૧પ થી ૧૬ વાછરડીઓ બાંધવા માટે એક હરોળનો શેડ બાંધવો જોઈએ. જેમાં ત્રણ ફૂટ ખોરાકની નીરણની જગ્યા, બે ફૂટ પહોળી ગમાણ (૧.પ ત્ર ૦.પ ફૂટની દિવાલ) જેની ઉંચાઈ અંદરની બાજુ ૧૦ ઈંચ અને બહારની બાજુ ર.પ ફુટ હોવી જોઈએ. વોડકીઓને ઉભા રહેવાની જગ્યા ૪ ફૂટ × પ ફૂટ પાછળ ગ આકારની ગટર ૮ '' × ૩'' પહોળાઈ તથા ઉંડાઈવાળી તેમજ નિરિક્ષણ પથ ર ફૂટ પહોળાઈનો રાખવો જોઈએ. શેડની કુલ પહોળાઈ અને લંબાઈ ૧ર ફૂટ × ૭૦ ફૂટની રાખવી જોઈએ. શેડની આસપાસ ખુલ્લા વાડાની જગ્યા ૧ર × ૧પ મીટરની રાખવી જોઈએ. પાણીનો હવાડો ૧.પ' × ૩' × ૭.પ' નો પુરતો છે. અન્ય બાંધકામની વિગત કેટલ શેડ જેવી જ છે.
કાફ શેડ (વાછરડાં માટેનો શેડ ) :
સંકર ગાયોમાં વાછરડા ઉછેર માટે મોટેભાગે વીનીંગ પધ્ધતિ અપનાવવામાં આવે છે. છ માસથી નીચેના અઢાર વાછરડા માટે કાફ શેડમાં વ્યકિતગત કાફપેન બનાવવા પડે જેથી અંદરોઅંદર રોગનો ફેલાવો અટકી શકે અને કંટા / ગોળી ધાવવાની ટેવથી બચાવી શકાય. નાના વાછરડાં માટે ઉભા રહેવાની જગ્યા ૩' × ૪' ગમાણ, ૧.પ ફૂટ પહોળી ત્ર ૦.પ ફૂટ અંદરની દિવાલ, ૯ ઉડાઈવાળી હોવી જોઈએ. ઉભા રહેવાની જગ્યા પાછળ ૬ ઈંચ પહોળી તથા ૩ ઈંચ ઊંડી ગટરલાઈન હોવી જોઈએ. સામ સામા માથાં રહે તે રીતે કાફપેન બે હરોળમાં બનાવવા જોઈએ અને બે કાફપેનની હરોળ વચ્ચે ત્રણ ફૂટની જગ્યા રાખવી જોઈએ. જેનો ઉપયોગ વાછરડાંને દાણ તથા લીલંંુ ઘાસ નિરણ કરવા તથા દૂધ આપવાના વાંસણો રાખવા માટે કરી શકાય છે. દરેક કાફ પેન એકબીજાથી ૩ર ઈંચ ઉીંચી અને ૬ ઈંચ જાડી સિમેન્ટ, કોન્ક્રીટની દિવાલથી અલગ પડવો જોઈએ. કાફશેડની એકંદરે લંબાઈ તેમજ પહોળાઈ ૩૩ × ૧૮ ફૂટની ખુલ્લી જગ્યા છોડવી જોઈએ. સદર ખુલ્લી જગ્યામાં ૪ ફૂટ ઉીંચી તારની જાળી વડે વાડ કરવી જોઈએ. આ રીતે દરેક વાછરડાંને ૩૦ થી ૪૦ ફૂટ કસરતની જગ્યા મળી રહેશે.
કાફ શેડમાં પાણી માટે ૧૪ × ૩૦ × ૭ર ઈંચનો હવાડો પૂરતો થઈ રહેશે, હવાડાના બદલામાં બે અર્ધગોળાકાર ટબ જે ૧.પ × ૩ ફૂટના હોય તો પણ ચાલે. સ્વયંસંચાલિત પાણીની વ્યવસ્થામાં દરેક કાફ પેનમાં ગમાણની બાજુમાં ૧×૧×૧ ફૂટના માપની પાણીની કુંડીથી પણ વાછરડાંને પાણી આપી શકાય.
છ માસથી વધારે ઉંમરના વાછરડા :
છ માસથી વધારે ઉંમરના યા એક વર્ષથી નીચેના નર તેમજ માદા વાછરડાઓ માટે, અલગ અલગ બે વાડા બનાવવા જોઈએ. જેમાં ખોરાક અને પાણીની સગવડ રાખવી પડે. સાદાં એસ્બેસ્ટોસના પતરાનાં ૧૮ × ૮ ફૂટનો શેડ પૂરતો છે. દરેક વાડો ૧પ મી × પ મીટરનો હોવો જોઈએ. બન્ને બાજુ વૃક્ષો ઉછેરવા જોઈએ. સાદી ગમાણ ર ફૂટ પહોળી, ૧૦ ફૂટ લાંબી, તેમજ પાણીનો હવાડો ૧.પ ફૂટ ઉંડો ર ફૂટ પહોળો અને ૬ ફૂટ લાંબો પૂરતો થઈ પડે છે.
સાંઢ માટેનો વાડો :
સંકર ગાયોની ગૌશાળા માટે કૃત્રિમ બીજદાનની સગવડ પ્રાપ્ત હોય તો સાંઢ કે વેતરે આવવાનું પારખવા માટે ટીઝર સાંઢની આવશ્યકતા નથી. કૃત્રિમ બીજદાનની સગવડ અપ્રાપ્ય હોય ત્યાં સાંઢ માટે બે બુલપેનબાંધવા જરૂરી છે. બુલપેનના બાંધકામમાં ત્રણ મુદૃા ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ.
બુલપેનનું બાંધકામ અને એ પ્રમાણ નીચે મુજબ છે.
ગમાણમાં દાણ તથા ઘાસચારા માટેના બે અલગ પાર્ટીશન હોવા જોઈએ. સાંઢને તેના શેડમાં રાત્રિના સમયે અથવા સાંજના સમયે એક થી બે કલાક છૂટા રાખવાથી કસરત મળી રહેશે.
બળદો માટેનો વાડો :
જમીન ખેડવા તેમજ ઘાસ તથા ખાણદાણની હેરફેર માટે ફાર્મ પર બળદો રાખવા જરૂરી છે, ૩ મીટર પહોળો અને ૧ર મીટર લાંબો શેડ, ૬ થી ૮ બળદો માટે પૂરતો છે. ગમાણનું માપ પુખ્ત ગાયોના વાડા જેટલુ રાખવું જોઈએ. બળદ માટે કસરતની જગ્યાની જરૂર નથી.
કાવીંગ બોકસ ( વિયાણ માટેના શેડ) :
તેર માસના બે વિયાણ વચ્ચેના ગાળાને લક્ષમાં લેતા માસિક ૮ થી ૧૦ ટકા જેટલાં વિયાણની શકયતા રહે છે. પ૦ ગાયોની ગૌશાળા માટે વિયાણના ૩ થી ૪ પેન પુરતાં થઈ રહે છે. સદર પેનમાં ખોરાક, પાણી તેમજ પૂરતાં પ્રમાણમાં પ્રકાશની વ્યવસ્થા કરવી જરૂરી છે. મજૂરોના રહેઠાણની નજીકમાં વિયાણ માટેના પેન બાંધવા જોઈએ. વિયાણ માટેનો પેન ૧૦ × ૧૦× ૧૦ ફૂટનો હોવો જોઈએ. બે પેનનને અલગ કરતી દિવાલ ૬ ફૂટની ઉંચાઈની તથા ૧૪ સે.મી.ની હોવી જોઈએ. પેનની છેવાડાની દિવાલો ૧૦ ફૂટ ઉંચાઈની સાઈઝની તથા આગળની તરફની હોવી જોઈએ. કુતરાં તથા અન્ય જંગલી પ્રાણીઓથી માદા તથા બચ્ચાનું રક્ષણ કરવા, શેડનો ઝાંપો જાળીદાર પ થી ૬ ફૂટની ઉંચાઈનો તથા ૪ ફૂટની પહોળાઈનો હોવો જોઈએ.
બિમાર પશુઓ માટેનો વાડો :
પચાસ સંકર ગાયોની ગૌશાળામાં ગાયો તથા તેનાં અનુવર્તી ૭૦ થી ૭પ જેટલાં જાનવરો માટે ઓછામાં ઓછા બે થી ત્રણ પેન ધરાવતો બિમાર પશુઓનો વાડો બનાવવો જોઈએ. આવો વાડો દવાખાનાની નજીક બાંધવાથી તેમાંના જાનવરોની દેખરેખ તથા સારવાર યોગ્ય અને સમયસર થઈ શકે, રોગનો ફેલાવો ન થાય તે માટે આવા શેડ, તંદુરસ્ત પશુઓથી દૂર રાખવાં જોઈએ. આવા પેનના બાંધકામની વિગત વિયાણ માટેના પેન જેવી જ રહેશે.
ગાયો દોહવા માટેનો શેડ (મીલ્ડીંગ બાર્ન ) :
એકી સાથે અડધી કે ત્રીજા ભાગની દુઝણી ગાયો દોહી શકાય તેટલી ક્ષમતાવાળો મીલ્ડીંગ બાર્ન બનાવવો જોઈએ. ૪૦ દુઝણી ગાયોના ધણ માટે ૧૪ થી ર૦ ગાયો એકી સાથે દોહી શકાય તેટલી ક્ષમતાનો શેડ બાંધવો જોઈએ. તેના બાંધકામની વિગત નીચે મુજબ છે.
ગાયો દોહવા માટેનો શેડ (મીલ્ડીંગ બાર્ન ) :
એકી સાથે અડધી કે ત્રીજા ભાગની દુઝણી ગાયો દોહી શકાય તેટલી ક્ષમતાવાળો મીલ્ડીંગ બાર્ન બનાવવો જોઈએ. ૪૦ દુઝણી ગાયોના ધણ માટે ૧૪ થી ર૦ ગાયો એકી સાથે દોહી શકાય તેટલી ક્ષમતાનો શેડ બાંધવો જોઈએ. તેના બાંધકામની વિગત નીચે મુજબ છે.
મીલ્ડીંગ શેડની એક બાજુ ગાયોની અવરજવર માટે ૬ ફૂટનો સામાન્ય રસ્તો હોવો જોઈએ. આ સામાન્ય રસ્તાને સંલગ્ન, મીલ્ક, રૂમ, દાણ રૂમ તથા દૂધ નોંધવા, ફેટ પાડવા તથા હિસાબ માટેનું કોમ્પ્યુટર રાખવા માટેની પ્રયોગશાળા હોવી જોઈએ. મીલ્ક સ્ટોર રૂમનું પરિમાણ ૮ × ૧ર ફૂટનું રાખવું જોઈએ. મીલ્ક રૂમમાં સીંક સાથેનું ઉંચુ પ્લેટફોર્મ રાખવું જરૂરી છે. જેની ઉપર દ ૂધના વાસણો તથા કેન સાફ કરીને રાખી શકાય. એકી સાથે ૪૦૦ લીટર દૂધ સંગ્રહી શકે તેવો મીલ્ક સ્ટોર રૂમ હોવો જોઈએ. દોહતી વખતે ગાયોને દાણ નાખવા માટેની દાણરૂમ ૧ર × ૧પ ફૂટની તથા ફેટ ટેસ્ટીંગ, કોમ્પ્યુટર માટેની પ્રયોગશાળા ૮ × ૧ર ફૂટની હોવી જોઈએ.
ઘાસચારા માટેના ગોદામો :
ગૌશાળાની એકબાજુએ ઘાસચારા તથા દાણના સંગ્રહ માટે ગોદામો બાંધવા જોઈએ. દરરોજ ૧ કિલો દાણ દૂધાણ ગાય દીઠ શારિરીક નિભાવ માટે, ૪ કિલો દાણ દૂધ ઉત્પાદન માટે તથા એક કિલો દાણ અન્ય પુખ્ત પશુઓના એકમ દીઠની જરૂરીયાતને લક્ષમાં લેતાં, તેમજ ૧ ટન દાણ સંગ્રહ કરવા ૪૪ ઘનફૂટની જગાને ધ્યાનમાં લેતાં ૧૦ × ૧પ × ર૦ ફૂટના પરિમાણવાળું ગોદામ દાણ સંગ્રહ કરવા પુરતું થઈ પડશે. જેમાં લગભગ ૪૬.૮ ટન દાણ સંગ્રહ કરી શકશે. સદર દાણનો જથ્થો ગૌશાળાના જાનવરો માટે ૬ માસના દાણના વપરાશનો જથ્થો છે. દાણ રૂમમાં ઉપરની ત્રણ ફૂટની જગ્યા વેન્ટીલેશન તથા હવાની અવરજવરને ધ્યાનમાં રાખવાની જોગવાઈને પણ ગણત્રીમાં લીધેલ છે. તેથી જે રીતે સૂકા ઘાસચારાનું ગોદામ ૧૮.પ મીટર × ૧૦ મીટર × ૩ મીટરના પરિમાણવાળુ ૬.૭પ કિવન્ટલ પૂળા અથવા ગાંસડીવાળું ઘાસ સંગ્રહ કરવા પૂરતું છે. પ્રત્યેક પુખ્ત જાનવરના એકમને દરરોજ પ કિલો સૂકું ઘાસ સંગ્રહ કરવા ઉપરોકત ગોદામ પૂરતું છે. પ્રતિ કિવન્ટલ સૂંકું ઘાસ સંગ્રહ કરવા ૦.૭ ઘનમીટર જગા ગણત્રીમાં લીધેલ છે.
ઉંદરો તથા અન્ય જંતુઓથી રક્ષણ મળી રહે તે માટે ગોડાઉનની ફરતે જમીનના સ્તરથી ર થી ર.પ ફૂટની ઉંચાઈએ બહારની દિવાલને ફરતે પેરાફીટ બાંધવી આવશ્યક છે.
સાઈલો બનાવવી :
લીલા ઘાસચારાની તંગી વખતે સાલેઝ એ અગત્યનો વૈકલ્પિક ખોરાક બની શકે છે. ઓછામાં ઓછી બે મહિનાની જરૂરીયાતનું સાઈલેઝ સંગ્રહ કરી શકે તેવો સાઈલો બનાવવો જોઈએ. ર૭ ટકા ટન સાઈલેજ બનાવવા ટ્રેન્ચ પ્રકારનો સાઈલોઝ ૧૦ × ૧પ × ૩૦ ફુટના પરિણામવાળો ગૌશાળાના એક ખૂણામાં બનાવવો જરૂરી છે.
પરચુરણ બાંધકામો (વૈકલ્પિક) :
પશુ રહેઠાણમાં છતની અગત્યતા શું છે ?
ગરમીના ઉત્સર્જનમાં છત મુખ્ય ભાગ ભજવે છે. ગરમીઠંડીના નિયંત્રણ માટે છતના બાંધકામમાં વપરાતા માલસામાનના ઈન્સ્યુોલેટીંગ (અવાહકતા) ગુણને ધ્યાનમાં રાખવું. જેના માપનને 'ફેં' વેલ્યુ કહે છે. 'ફેં' વેલ્યુ ઉીંચી તેમ તેની ગરમી વહન કરવાની ક્ષમતા વધારે હોય છે. સિમેન્ટ કોંક્રીટ, સૂકુ ઘાસ, લાકડાનો વ્હેર, ફાયરબોર્ડ, એસ્બેસ્ટોસનાં પતરાની 'ફેં' વેલ્યુ નીચી હોવાથી છત નીચેની ગરમીઠંડીના તફાવતનું પ્રમાણ લઘુત્તમ રાખી શકે છે. જયારે લોખંડના પતરાં, સિમેન્ટનાં પતરાંની 'ફેં' વેલ્યુ વધારે હોવાથી છત નીચે ગરમીઠંડીનો તફાવત વધી જાય છે.
સિમેન્ટ કોંક્રીટનું ધાબું છત યોગ્ય કામ આપી શકે અને ટકાઉ પણ છે. પરંતુ ખર્ચાળ છે. પરંતુ તેના ઉપર બીજો માળ લઈને ઘાસચારાના સંગ્રહની સગવડતા ઉભી કરી શકાય છે અને તાપમાનને લઘુત્તમ રાખી શકાય છે.
પશુ આવાસના પ્રકારો :
અને અન્ય ઠંડા વિસ્તાર માટે પશુઓને વાડામાં ખુલ્લા રાખવામાં આવે છે. પણ દોહવાના સમયે જ તેમને રહેઠાણમાં લાવવામાં આવે છે. ખુલ્લા વાડામાં જ પશુ આવાસ બનાવવામાં આવેલ હોય છે. તેમને ખોરાકનું નિરણ આ રહેઠાણમાં જ કરવામાં આવે છે. પાણીનો હવાડો અને ખોરાકનું નિરણ બધાના માટે ભેગું જ કરવામાં આવે છે. પણ દાણ અલગ અલગ ખવડાવવામાં આવે છે.
ભારતના દરેક વિસ્તાર વધારે ઠંડા પ્રદેશો સિવાયના ત્યાં આ રીત અનુકૂળ છે. આવા પ્રકારના રહેઠાણો સસ્તા પડે છે, વિસ્તારી શકાય છે અને પશુઓને ખુલ્લા રાખવાથી આરામદાયકતા અનુભવે છે. જેના કારણે પશુઓ ખાસ કરીને આપણાં વિસ્તારમાં ગરમીની તાણને ઓછી કરી શકે છે.
સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં કેવા પ્રકારના પશુ રહેઠાણ હોવા જોઈએ ?
ઉપરોકત જણાવેલ ધ્યેયોને પ્રાપ્ત કરવા.
પશુઓના રહેઠાણની કાળજી :
ક્રમ |
પશુનો પ્રકાર |
છાપરા નીચે જગ્યા (પશુદીઠ ચો.મી.) |
ખુલ્લી જગ્યા (પશુદીઠ ચો.મી.) |
વાડાદીઠ વધુમાં વધુ પશુઓની સંખ્યા |
૧ |
ગાય |
૩.પ |
૭.૦ |
પ૦ |
ર |
ભેંસ |
૪.૦ |
૮.૦ |
પ૦ |
૩ |
સાંઢ/પાડો |
૧ર.૦ |
૧ર૦.૦ |
૦૧ |
૪ |
વિયાણ ઘર |
૧ર.૦-૧૪.૦ |
૧ર.૦ |
૦૧ |
પ |
ઉછરતાં નાનાં વાછરડાં |
૧.૦ |
ર.૦ |
૩૦ |
૬ |
મોટા વાછરડા/પાડીયાં |
ર.૦ |
૪.૦ |
૩૦ |
ભલામણ કરેલ ગેલ્વેનાઈઝડ /એસ્બેસ્ટોસન પતરાંની ઉપર સફેદ રંગથી રંગતા સૂર્યપ્રકાશ પરિવર્તીય થાય છે. આ ઉપરાંત છાપરાં ઉપર ૧પ સે.મી.ડાંગર/બાજરીના પૂળાનો થર કરવાથી રહેઠાણમાં ૪પ સે. તાપમાન ઓછું થાય છે. જેથી પશુઓ આરામદાયક સ્થિતિ અનુભવે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020