કાંકરેજ ગાયને ગુજરાતમાં બનીઆઈ તથા વઢીયારી તરીકે ઓળખવામાં આવેછે. પરદેશમાં ગુજરાત ગાય તરીકે ઓળખાય છે. આ ઓલાદનો મૂળસ્થાપિત વિસ્તાર કચ્છના રણના દક્ષિણ- પૂર્વ વિસ્તાર તથા થરપારકર જીલ્લાના દક્ષિણ પશ્ચિમ થી અમદાવાદ તથા ડીસાથી રાધનપુર છે.
બાહય લક્ષણો :આ ઓલાદ ની ગાયોમાં સફેદ તથા ભૂખરો રંગ જોવા મળેછે. સાંઢમાં શરીર નો આગળનો ભાગ, પાછળનો ભાગ તથા ખૂંધ કાળા રંગની હોય છે. શીંગડાં અર્ધચંદ્રાકાર, કપાળ પહોળું અને રકાબી જેવું હોય છે.
આર્થિક લક્ષણો : આ ઓલાદ ના પશુઓ ભારવાહક તથા ઝડપી ચાલના લક્ષણો ધરાવે છે. બળદો તેમની સવાઈ ચાલ માટે સુપ્રસિઘ્ધ છે. ગાયોનું દૂધ ઉત્પાદન મઘ્યમકક્ષાનું હોય છે. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ૧૨૦૦થી ર૫૦૦ કિ.ગ્રા.હોય છે. આ ઓલાદ ના સાંઢ ૩૪ થી ૩પ મહિનાની ઉંમરે સેવા આપવાનું શરૂ કરેછે. આ ઓલાદ માં પ્રથમ વિયાજણની ઉંમર ૪પ-૫૦ મહિના તથા બે વેતર વચ્ચેનો ગાળો ૧૭ થી ૧૮ માસ તથા વસુકેલ ગાળો ૮ થી ૯ મહિના હોય છે.
ગુજરાતમાં કાંકરેજ ઓલાદના ઉછેર માટેના પ્રક્ષેત્ર:
બાહય લક્ષણો - ગીર ઓલાદ ના પશુઓ રંગે લાલ વધારે પ્રચલિત છે. તેના મુખ્ય લક્ષણોમાં લાંબુ, પહોળું, ઉપસેલું માથું તથા કાન લાંબા - લટકતા હોય છે. શીંગડાં લાંબા-લટકતાં હોય છે.
શીંગડાં બહાર તરફથી નીકળી પ્રથમ નીચે વળી અને પછી પાછળ તરફ થઈને ઉપર તરફ વળેછે.
આર્થિક લક્ષણો :- ગીર ઓલાદ ની ગાયો વધારે દૂધ ઉત્પાદન આપતી ગાયો તરીકે પ્રખ્યાત છે. એક વેતરનું સરેરાશ દૂધ ૧૫૦૦-૧૮૦૦ કિ.ગ્રા. આપેછે. પ્રથમ વિયાજણ ની સરેરાશ ઉંમર ૪પ થી પ૫ માસ હોય છે. તથા બે વેતર વચ્ચેનો ગાળો ૧પમાસ હોય છે. વસુકેલો સમય ૬ થી ૭ મહિના હોય છે.બળદ ભારવાહક છે પરંતુ ચાલવામાં ધીમી ગતી હોય છે.
ગુજરાતમાં ગીર ઓલાદ ના ઉછેર માટેના પ્રક્ષેત્ર:
આ ઓલાદ નું મૂળસ્થાપિત વિસ્તાર ડાંગના જંગલો ઉપરાંત મહારાષ્ટ્રના અહમદનગર તથા નાસિક જિલ્લોમાં જોવા મળે છે.
બાહય લક્ષણો - આ ઓલાદ ના પશુઓ લાલ તથા સફેદ અથવા સફેદ કાળા ટપકાંવાળા જોવા મળેછે. પશુઓ મઘ્યમ કદના હોય છે. માથું નાનું અને બહાર ઉપસતું હોયછે. હોઠ મોટા, કાન તથા શીંગડાં નાનાં હોય છે. છે.
આર્થિક લક્ષણો - આ ઓલાદના પશુઓ મુખ્યત્વે ભારવાહક માટે વપરાય છે. બળદ લાકડાંની હેરફેર કરવા ઉપયોગી થાય છે. આ વર્ગના પશુઓ મજબુત તથા વધારે વરસાદ સામે ટકી શકે તેવા હોય છે. ગાયો નું દૂધ ઉત્પાદન ખૂબ જ ઓછું હોય છે.
આ પશુઓનું ઉદભવસ્થાન ખેડા તથા વડોદરા છે. મઘ્યમ કદ ના તથા શરીરે ફાચર આકારના હોય છે. પશુઓનું માથું લાંબુ તથા આંખો ઉપસેલી હોય છે.શીંગડાં દાતરડા જેવા આકારના હોય છે. પશુઓનો મુખ્ય રંગ ભુરાશ પડતો બે સફેદ પટ્ટા, એક જડબા પાસે અને બીજો ગળા પાસે હડા ૫ર ઉપર જોવા મળેછે.
આર્થિક લક્ષણોઃ- આ વર્ગની ભેંસોનું દૂધ અને ફેટનું ઉત્પાદન આર્થિક રીતે પોષાય તેવું હોય છે. ભેંસોનું વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ૧ર૦૦ થી ૧પ૦૦ કિ.ગ્રા.અને સરેરાશ ફેટ ૭.પ ટકા હોય છે. ભેંસોમાં બે વિયાજણ વચ્ચેનું અંતર ૧પ થી ૧૮ મહિના હોય છે. ભેંસોની પ્રથમ વિયાજણની ઉંમર ૪ર થી ૪૮ મહિના હોય છે. વસુકેલો સમય ૫ થી ૮ મહિના હોય છે.આ ઓલાદ ની ભેંસોનો ખાણ-દાણ તથા નિભાવ ખર્ચ ઘણો જ ઓછો હોવાથી નાના અને સીમાંત ખેડૂતો વધારે પસંદ કરેછે.
સુરતી ઓલાદ ના પશુઓનું ઉછેર કેન્દ્ર
અમરેલી જીલ્લાના જાફરાબાદ ગામ માં આ પશુઓનો વિનિમય વધારે થતો હતો જેથી આ ઓલાદ નું નામ જાફરાબાદી રાખેલ છે. આ ઓલાદ નું જન્મસ્થાન ગીર ના જંગલોની આસપાસનો વિસ્તાર છે. આ ઓલાદ ના પશુઓ સૌરાષ્ટ્ર ના બધાજ જીલ્લામાં જોવા મળેછે.
બાહય લક્ષણો : ભારત દેશની ભેંસોની ઓલાદોમાં મોટું અને કદાવર છે અને જેથી હાથીના બચ્ચાં તરીકે ઓળખાય છે.
આ ઓલાદ ના પશુઓ ઘાટા કાળા રંગના હોય છે. માથું મોટું અને ઉપસેલું હોય છે. આંખોની પાંપણો મોટી હોવાથી આંખો સંકોચાયેલી લાગેછે. શીંગડાં ખૂબ જ લાંબાં , ચપટાં અને નીચે તરફ વળેલાં તથા છેડાથી વળખાઈ જતાં હોવાથી શીંગડાંની વિવિધતા જોવા મળેછે. કાન મોટા અને લટકતા હોય છે.
આર્થિક લક્ષણો: આ ઓલાદ દૂધ આપતી નસલ તરીકે સુપ્રસિઘ્ધ છે. વેતર નું સરેરાશ દૂધ ર૦૦૦ થીર૧૦૦ કિ.ગ્રા.અને દૂધમાં ૧૦ ટકા કરતાં વધારે ફેટ જોવા મળેછે. પ્રથમ વિયાજણની ઉંમર ૫૦ થી ૫૫ મહિના તથા બે વેતર વચ્ચેનો સમય ૧૬ થી ૧૮ માસ હોય છે. જે બીજી ઓલાદ કરતાં વધારે હોય છે.વસુકેલો ગાળો છ થી આઠ મહિના હોય છે.
ગુજરાતમાં જાફરાબાદી ઓલાદ નું ઉછેર કેન્દ્રઃ
આ ઓલાદ મુરાહ અને સુરતી ઓલાદ ના સંકરણ થી ઉત્પન્ન થયેલ છે. જેથી આ ઓલાદ ના કેટલાક પશુ સુરતી નાં લક્ષણો તથા કેટલાક પશુ મુરાહ ના લક્ષણો બતાવેછે. આ ઓલાદ ના પશુઓનું મૂળસ્થાપિત વિસ્તાર મહેસાણા જિલ્લો તથા બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લો છે.
બાહય લક્ષણોઃ- આ ઓલાદ સુરતી તથા મુરાહ ના મિશ્રિત લક્ષણો બતાવેછે. પશુઓ રંગે કાળા તથા ભૂખરા હોય છે. માથું લાંબુ અને શીંગડાં વજનદારે
તથા ગોળાકાર હોય છે. કેટલાંક પશુઓના માથામાં, પગ અથવા પૂંછડી ઉપર સફેદ કલર જોવા મળે છે.
આર્થિક લક્ષણોઃ- આ ઓલાદ ના પશુઓ શાંત સ્વભાવના હોય છે. તથા પુખ્ત વયે વહેલાં પહોંચેછે વિયાવામાં નિયમિત તથા વેતર ના સૂકા દિવસો ૫ થી ૬ મહિના હોય છે. પ્રથમ વિયાજણની ઉંમર સરેરાશ ૪૫ થી ૪૮ મહિના હોય છે. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ૧૮૦૦ કિ.ગ્રા. તથા દૂધ ના ફેટ ૭ થી ૭.પ ટકા હોય છે. બે વિયાણ વચ્ચેનો સરેરાશ સમય ૧પ થી ૧૬ મહિના હોય છે. ખાણ દાણ તથા નિભાવ ખર્ચ ઓછો હોવાથી આ નસલ વધારે પ્રચલિત છે.
ગુજરાતમાં મહેસાણી ઓલાદ ના ઉછેર કેન્દ્રો
આ ઓલાદ કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારમાં જોવા મળતી હોવાથી આ ઓલાદનું નામ બન્ની પાડવામાં આવેલ છે. આ ઓલાદની શુઘ્ધ લક્ષાણો ધરાવતી ભેંસો મુખ્યત્વે ખાવડા, હાજીપીર, નખત્રાણા, અબડાસા, લખ૫ત,રા૫ર અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં જોવા મળે છે.
બાહય લક્ષણો - આ ઓલાદની ભેંસો મઘ્યમથી મોટું કદ ધરાવે છે. શરીરનો ૯૫ ટકા રંગ કાળો અને પાંચ ટકા રંગ ભૂરો જોવા મળે છે. શીંગડાઓ બહારની બાજુએથી ૯૦અંશના ખૂણે વળાંક સાથે બે ગોળાકાર ઈઢોણી આકારના હોય છે. જેથી બીજી ઓલાદો કરતાં આ ઓલાદ અલગ તરી આવે છે.શરીરનો બાંધો સુદ્રઢ, મજબૂત અને દેખાવમાં આકર્ષક ઓલાદની છે. ચહેરો લાંબો,આંખો ચમકરદાર,તેજસ્વી અને કાળી હોય છે. અને ૫હોળાઈમાં મઘ્યમ હોય છે. આ ભેંસોનું બાવલું અને આંચળ સુવિસિત,સુડોળ આકાર અને ચાર ભાગમાં સ્પષ્ટ વહેંચાયેલ હોય છે. શરીરનો આકાર ફાચર જેવો હોય છે.
આર્થિક લક્ષણો - આ ભેંસો વિયાજણમાં નિયમિત હોય છે. આ ભેંસોની પ્રથમ વિયાજણની ઉંમર ૪૦ થી ૪૫ મહિના હોય છે. બે વિયાજણનો સમયગાળો ૧ર થી ૧૪ મહિના હોય છે. વસુકેલ સમયગાળો બે થી ચાર મહિના હોય છે. આ ભેંસોનું વેતરનું કુલ દૂધ ઉત્પાદન ૧૮૦૦ થી ર૦૦૦ કિ.ગ્રામ હોય છે.
પશુઓમાં ઉચ્ચ આનુવંશિક ગુણો સાચવી રાખવા તથા તેમાં વધારો કરવા માટે રાજ્યમાં સંકર સંવર્ધન અને શુધ્ધ સંવર્ધનની કામગીરી કૃત્રિમ બીજદાન દ્વારા કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં દૂધ ઉત્પાદન અને સારા બળદો માટે ગાયોની બે ઓલાદ ગીર અને કાંકરેજ જાણીતી છે. ભેંસોમાં મહેસાણી,સુરતી ,જાફરાબાદી અને બન્ની ઓલાદ દૂધ ઉત્પાદન માટે પ્રસિઘ્ધ છે.
ભૂતવડ ખાતે ગીર ઓલાદ તથા પશુ ઉછેર કેન્દ્રઃ ભૂજ, થરા અને માંડવી ખાતે કાંકરેજ ઓલાદ સંશોધન અને સંવર્ધન ની કામગીરી કરેછે. આ કેન્દ્રો ઘ્વારા ઉચ્ચ આનુવંશીક ગુણો ધરાવતા સાંઢ નો ઉછેર કરી કુદરતી સેવા માટે ગ્રામ પંચાયત, સહકારી મંડળીઓ તથા ગોસંવર્ધન સાથે સંકળાયેલ અને કામ કરતી સંસ્થાઓને રુ. ૧પ૦૦/- ની નજીવી કિંમતે જીલ્લા પંચાયત મારફતે પુરા પાડવામાં આવે છે.
સ્ત્રોત: indg ટિમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020