অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટર્કી

ટર્કી

ટર્કી ઉછેર

ભારતમાં ટર્કીની ઓલાદો

વિવિધ જાતો નીચે પ્રમાણે છે

1. બોર્ડ બ્રેસ્ટેડ બ્રોન્ઝ:
કલગીનો મૂળ રંગ કાળો છે, બ્રોન્ઝ નથી. માદા છાતી પર સફેદ ટોચોવાળા કાળા પીંછા ધરાવે છે, જે 12 સપ્તાહની ઉંમરે તેમની જાતિ નક્કી કરવામાં મદદ કરે છે.

2. બોર્ડ બ્રેસ્ડેડ વ્હાઇટ:
આ બોર્ડ બ્રેસ્ટેડ બ્રોન્ઝ અને સફેદ પીંછા ધરાવતી વ્હાઇટ હોલેન્ડ વચ્ચેનો ક્રોસ છે. વ્હાઇટ પ્લમેજ ટર્કી ભારતની કૃષિ-આબોહવા પરિસ્થિતિઓમાં અનુકૂળ જણાય છે, કેમકે તેઓ ગરમી સામે સારી પ્રતિકારશક્તિ ધરાવે છે અને પીંછા સાફ કર્યા પછી દેખાવમાં સ્વચ્છ હોય છે.

3. બેલ્ટ્સવીલા સ્મોલ વ્હાઇટ:
તે રંગ અને આકારમાં બોર્ડ બ્રેસ્ટેડ વ્હાઇટ જેવી જ દેખાય છે, પરંતુ કદમાં થોડી નાની છે. ઇંડા ઉત્પાદન, ફળદ્રુપતા અને ઇંડા સેવાવાની ક્ષમતા ઊંચી રહે છે અને અન્ય ભારે જાતો કરતા ઇંડા સેવન ઓછું રહે છે

4. નંદનમ ટર્કી 1
નંદમન ટર્કી – 1 વરાયટી બ્લેક દેશી વરાયટી અને એક્ઝોટિક બેલ્ટ્સવિલા સ્મોલ વ્હાઇટ વરાયટીનો ક્રોસ છે. તેને તમિળનાડુની આબોહવા માફક આવે છે.

ટર્કી ફાર્મિંગમાં આર્થિક માપદંડો

નર-માદા ગુણોત્તર 1:5
ઇંડાનું સરેરાશ વજન 65 ગ્રામ
એક દિવસની ઉંમરના બચ્ચાનું સરેરાશ વજન 50 ગ્રામ
જાતિય પુખ્તતાએ ઉંમર 30 સપ્તાહ
ઇંડાની સરેરાશ સંખ્યા 80 -100
ઇન્ક્યુબેશન સમયગાળો 28 દિવસ
20 સપ્તાહમાં શરીરનું સરેરાશ વજન 4.5 – 5 (માદા)
7-8 (નર)
ઇંડા ઉત્પાદન સમયગાળો 24 સપ્તાહ
વેચાણક્ષમ ઉંમર
નર  
માદા

 

14 -15 સપ્તાહ
17 – 18 સપ્તાહ
વેચાણક્ષમ વજન
નર
માદા

 

7.5 kg
5.5 kg
ખોરાક કાર્યક્ષમતા 2.7 -2.8
વેચાણક્ષમ થાય ત્યાં સુધી ખોરાકનો સરેરાશ વપરાશ
નર
માદા

 

24 -26 kg
17 – 19 kg
પ્રજનન કાળમાં મૃત્યુદર

3-4%

ટર્કીની સંચાલન પ્રણાલીઓ

ઇન્ક્યુબેશન

ટર્કીમાં ઇન્ક્યુબેશન સમયગાળો 28 દિવસનો છે. ઇન્ક્યુબેશનની બે પદ્ધતિઓ છે.

(a) ઇંડા મૂકનારી મરઘી માટે કુદરતી ઇન્ક્યુબેશન:

કુદરતી રીતે ટર્કી સારી રીતે ઇંડા સેવે છે અને ઇંડા સેવતી મરઘી 10-15 ઇંડા સેવી શકે છે. સારા કોચલા અને આકાર ધરાવતા

(b) કૃત્રિમ ઇન્ક્યુબેશન

(c) કૃત્રિમ ઇન્ક્યુબેશનમાં ઇંડા ઇન્ક્યુબેટરની મદદથી સેવાય છે. સેટર અને હેચરમાં તાપમાન અને સાપેક્ષ આર્દ્રતા નીચે પ્રમાણે છે:

તાપમાન (ડિગ્રી ફેરનહીટ)

સાપેક્ષ આર્દ્રતા (%)

સેટર 99.5

61-63

હેચર 99.5

85-90

(d) રોજ ઇંડા દર કલાકે ફેરવવા જોઇએ. ઇંડા ધૂળવાળા ના થાય અને તૂટે નહીં તેમજ બહેતર સેવનક્ષમતા માટે અવારનવાર ઇંડા એકઠા કરી લેવા.

બ્રુડિંગ

ટર્કીમાં 0-4 સપ્તાહના ગાળાને બ્રુડિંગ સમયગાળો કહે છે. જોકે, શિયાળુ બ્રુડિંગ સમયગાળો 5-6 સપ્તાહ સુધી લંબાય છે. એક સર્વસામાન્ય નિયમ તરીકે ટર્કી બચ્ચાને મરઘીની સરખામણીમાં ઉડવા માટે બમણી જગ્યા જોઇએ છે. એક દિવસના બચ્ચાનું ઇન્ફ્રા રેડ બલ્બો કે ગેસ બ્રુડર અને પરંપરાગત બ્રુડિંગ વ્યવસ્થાઓનો ઉપયોગ કરી બ્રુડિંગ કરી શકાય.

બ્રુડિંગ દરમિયાન ધ્યાનમાં લેવાના મુદ્દા:

  • પક્ષીદીઠ ફ્લોર સ્પેસની જરૂરિયાત 0-4 સપ્તાહ માટે 1.5 ચોરસ ફુટ
  • બચ્ચાના આગમનના ઓછામાં ઓછા બે દિવસ પહેલાં બ્રુડર હાઉસ તૈયાર કરી લેવું જોઇએ
  • બે મીટરના વ્યાસમાં ગોળાકાર રીતે વેતરનો સામાન પાથરવો
  • ગરમીના સ્રોતથી બચ્ચા દૂર ના જાય તે માટે ઓછામાં ઓછી 1 ફુટની વાડ પૂરી પાડવી
  • શરૂઆતનું તાપમાન 95 ડીગ્રી ફેરનહીટ. પછી દર સપ્તાહે 5 ડીગ્રી ઘટાડવું 4 સપ્તાહની ઉંમર સુધી
  • છીછરી પાણીની કુંડીઓ વાપરવી

જીવનના પ્રથમ ચાર સપ્તાહ દરમિયાન સરેરાશ મૃત્યુદર 6-10 ટકા છે. બચ્ચા જીવનના શરૂઆતના દિવસોમાં પ્રાથમિકપણે ઓછુ દેખાતુ હોવાથી અને નર્વસનેસને કારણે ખાવા-પીવામાં કુદરતી ખચકાટ અનુભવે છે. તેથી તેમને પરાણે ખવડાવવું.

ફોર્સ ફીડિંગ

બચ્ચામાં નાની ઉંમરે મૃત્યુના મોટા પરીબળો પૈકીનું એક છે ભૂખમરો. એટલે તેમને પાણી-આહાર પૂરા પાડવામાં ખાસ સંભાળ લેવી. ફોર્સ ફીડિંગમાં પંદર દિવસ સુધી દર એક લિટર પાણીએ 100 મિલિ દૂધ આપવું અને દસ બચ્ચાની વચ્ચે એક બાફેલુ ઇંડુ આપવું. તેનાથી બચ્ચાની પ્રોટીન અને શક્તિની જરૂરિયાતો સંતોષાશે.

કન્ટેનર પર આંગળીથી હળવે ટકોર મારીને બચ્ચાને આકર્ષી શકાશે. ખાવાની અને પાણીની કુંડીઓમાં રંગીન આરસ અથવા કાંકરા મુકવાથી પણ બચ્ચાઓને આકર્ષી શકાશે. ટર્કી લીલા શાકભાજીના શોખીન હોવાથી તેમના આહારમાં સમારેલા લીલા પાંદડા પણ ઉમેરવા. વળી, પહેલા બે દિવસ ફીડર્સ તરીકે રંગીન એગ ફિલર્સનો પણ ઉપયોગ કરી શકાય.

પથારીની સામગ્રી

બ્રુડિંગ માટે લાકડાનું ભૂસુ, ડાંગરની કુશકી, વહેર જેવી ચીજો સામાન્યપણે પથારી તરીકે વપરાય છે. પથારી સામગ્રીની જાડાઈ પ્રારંભમાં 2 ઇંચની હોવી જોઇએ અને સમય જતાં ક્રમિકપણે 3-4 ઇંચ પણ થઈ શકે. પથારી કડક ના થઈ જાય તે માટે અવારનવાર તેને ફેરવતા રહેવું જોઇએ.

ઉછેરની પદ્ધતિઓ

ટર્કીને ફ્રી રેન્જ કે સઘન સીસ્ટમ હેઠળ ઉછેરી શકાય છે.

  1. A. ઉછેરની ફ્રી રેન્જ સીસ્ટમ

લાભો:

  • તે આહારનો પચાસ ટકા ખર્ચ ઘટાડે છે.
  • નીચું મૂડીરોકણ
  • ખર્ચ લાભ ગુણોત્તર ઉંચો છે.

ફ્રી રેન્જ સીસ્ટમમાં એક એકરની વાડવાળી જમીનમાં આપણે 200-250 પુખ્ત ટર્કીને ઉછેરી શકીએ છીએ. રાત્રે પક્ષીદીઠ 3-4 ચોરસ ફુટના પ્રમાણમાં શેલ્ટર પૂરું પાડવું જોઇએ. તેઓ પોતાનો ખોરાક ચણે ત્યારે શિકારી પશુપક્ષીથી તેમન સુરક્ષિત રાખવા જોઇએ. છાંયડો અને ઠંડુ વાતાવરણ પૂરું પાડવા વૃક્ષો વાવવા ઇચ્છનીય છે. રેન્જ બદલતા રહેવું, જેથી પરોપજીવી ચેપ ઘટાડી શકાય.

ફ્રી રેન્જ ફીડિંગ
ટર્કી સારા મૃતભક્ષી હોવાથી અળસીયા, નાના જીવડા, ગોકળગાય, રસોડાનો બગાડ અને ઉધઈને ખાઈ શકે છે, જે પ્રોટીનથી ભરપૂર હોય છે. આથી, ખોરાક પાછળના ખર્ચમાં 50 ટકા ઘટાડો થશે. આ ઉપરાંત, લ્યુસર્ન, ડેસમેન્થસ, સ્ટાઇલો વગેરે જેવો શીંગી ચારો પણ ખવડાવી શકાય છે. ફ્રી રેન્જિંગ પક્ષીઓમાં પગની નબળાઈ અને લંગડાપણાને ટાળવા માટે ઓઇસ્ટર શેલના સ્વરૂપે પક્ષી દીઠ દર સપ્તાહે 250ના દરે પૂરક આહાર આપવો જોઇએ. દસ ટકા આહાર શાકભાજીના વેસ્ટરૂપે આપી શકાય, જેથી આહાર ખર્ચ ઘટે.

આરોગ્ય સુરક્ષા:
ફ્રી રેન્જ સીસ્ટમમાં ટર્કી આંતરિક (ગોળ કૃમિ) અને બાહ્ય પરોપજીવી (ફાઉલ માઇટ)નો મોટાપાયે ભોગ બને છે. તેથી, મહિનામાં એકવાર કૃમિનાશક અને ડિપિંગ પક્ષીઓની વૃદ્ધિ માટે જરૂરી છે.

B. ઉછેરવાની સઘન સીસ્ટમ

લાભો:

  • ઉત્પાદન કાર્યક્ષમતામાં સુધારો
  • બહેતર સંચાલન અને રોગ અંકુશ

નિવાસ:

  • નિવાસ ટર્કીને સૂર્ય પ્રકાશ, વરસાદ, પવન, શિકારીઓથી રક્ષણ આપે છે અને આરામ પૂરો પાડે છે
  • દેશના વધારે ગરમ ભાગોમાં નિવાસનો લંબ અક્ષ પૂર્વથી પશ્ચિમ જવો જોઇએ
  • બે નિવાસ વચ્ચે ઓછામાં ઓછુ 20 મીટરનું અંતર હોવું જોઇએ અને બચ્ચાનો નિવાસ પુખ્તોના નિવાસથી ઓછામાં ઓછુ 50થી 100 મીટર દૂર હોવું જોઇએ.
  • ખુલ્લા નિવાસની હાઉસની પહોળાઈ 9 મીટરથી વધારે હોવી જોઇએ નહીં
  • નિવાસની ઉંચાઈ ફરસથી છત સુધી 2.6થી 3.3 મીટર હોઈ શકે
  • વરસાદના પાણીની વાછોટો ટાળવા એક મીટરનું છાજલું પૂરું પાડવું જોઇએ
  • નિવાસોની ફરસ સસ્તી, ટકાઉ અને સલામત હોવી જોઇએ અને ભેજપ્રુફ સીમેન્ટથી બનેલી હોવી જોઇએ.

જ્યારે ટર્કીને ડીપ લિટર સીસ્ટમમાં ઉછેરવામાં આવે છે ત્યારે સામાન્ય સંચાલકીય પરિસ્થિતિ મરઘીના જેવી જ હોય છે, પરંતુ ટર્કી મોટું પક્ષી હોવાથી તેને પૂરતા પ્રમાણમાં ફ્લોર, પાણીની કુંડી અને ફીડર સ્પેસ પૂરા પાડવા જોઇએ.

ટર્કીને પકડવા અને હેન્ડલ કરવા

  1. તમામ વયજૂથના ટર્કી એક લાકડીની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી ધકેલી શકાય છે. ટર્કીને પકડવા માટે અંધારીયો ઓરડો શ્રેષ્ઠ છે, જ્યાં તેઓ કોઇપણ જાતની ઇજા વિના બંને પગેથી પકડી શકાય છે. જોકે, પુખ્ત ટર્કીને 3-4 મિનીટથી વધારે સમય લટકાવી રાખવા જોઇએ નહીં.

ટર્કી માટે ફરસ, ફીડર પણિયારાની જગ્યાની જરૂરિયાત

ઉંમર

ફરસની જગ્યા (ચોરસ ફુટ)

ફીડરની જગ્યા(સેમી)
રેખીય ફીડર

પણિયારાની જગ્યા (સેમી) (રેખીય પણિયારુ)

0-4 સપ્તાહ

1.25

2.5

1.5

5-16 સપ્તાહ

2.5

5.0

2.5

16-29 સપ્તાહ

4.0

6.5

2.5

ટર્કી બ્રીડર

5.0

7.5

2.5

ટર્કી સ્વભાવે સામાન્યપણે પોચા હોય છે, એટલે તેઓ હંમેશાં વ્હિવળ થઈ જાય છે. તેથી, ટર્કીના ઘરમાં મુલાકાતીઓ પર અંકુશ મુકવો જોઇએ

ચાંચ કાઢી

પીંછા પકડવા અને અને સ્વજૂથભક્ષણને અંકુશમાં લેવા ચાંચ કાઢી લેવી જરૂરી છે. 3-5 સપ્તાહની ઉંમરે ચાંચ કાઢી શકાય છે. નાકથી ચાંચની ટોચના અડધા જેટલા અંતરેથી ચાંચ કાઢો.

ડીસ્નુડિંગ

એકબીજાના પીંછા પકડવા કે ઝઘડવાથી માથામાં થતી ઇજાને ટાળવા સ્નુડ (ચાંચના તળીયા નજીકનો ઉપસેલો માંસલ ભાગ) દૂર કરવામાં આવે છે. એક દિવસની ટર્કીનું સ્નુડ આંગળીના દબાણથી કાઢી શકાય છે. ત્રણ સપ્તાહની ઉંમરે તેને કાતરથી કાપી શકાય છે.

ડીટોઇંગ અથવા અંગુઠાની ટોચ કાપવી:

એક દિવસના પક્ષીમાં સૌથી બહારના ટૉ પેડની અંદરની બાજુના અંગુઠાની ટોચ નખ સાથે દૂર કરવામાં આવે છે.

ફીડ

મેશ ફીડિંગ (છુંદો કરેલો આહાર) અને પેલેટ ફીડિંગ (ગોળીઓ બનાવેલો આહાર)ની પદ્ધતિઓ

  • મરઘીની સરખામણીમાં ટર્કીની ઉર્જા, પ્રોટીન અને ખનીજ જરૂરિયાતો વધારે હોય છે.
  • નર-માદાની શક્તિ અને પ્રોટીનની જરૂરિયાતો અલગ હોવાથી બહેતર પરિણામો માટે તેમને અલગથી ઉછેરવા જોઇએ.
  • આહાર ફીડર્સમાં આપવો, જમીન પર નહીં.
  • એક પ્રકારના આહારમાંથી બીજા પ્રકારના આહારમાં પરિવર્તન કરવાનું હોય ત્યારે તે ક્રમિકપણે કરવું જોઇએ.
  • ટર્કીને સતત, ચોખ્ખુ પીવાનું પાણી જોઇએ
  • ઉનાળામાં પાણીની કુંડીઓ વધારે સંખ્યામાં પૂરી પાડો
  • ઉનાળામાં દિવસના ઠંડા સમયે ટર્કીને ખવડાવો
  • પગની નબળાઈને દૂર કરવા પક્ષીદીઠ રોજના 30-40 ગ્રામના દરે શેલ ગ્રિટ પૂરું પાડો.

લીલા ચારાનો આહાર

સઘન વ્યવસ્થામાં લીલો ચારો કુલ આહારના 50 ટકા જેટલો આપી શકાય અને તે ડ્રાય મેશ આહાર હોય. તમામ ઉંમરના ટર્કી માટે લ્યુસર્ન બહુ સારો લીલો ચારો છે. આ ઉપરાંત ગાંડા બાવળના પાંદડાનો ચારો પણ ટર્કી ખવડાવી શકાય અને ખોરાકનો ખર્ચ ઘટાડી શકાય.

શરીરનું વજન અને ખોરાકનો વપરાશ

સપ્તાહમાં ઉંમર

શરીરનું સરેરાશ વજન (કિગ્રા)

કુલ આહાર વપરાશ (કિગ્રા)

સંચિત આહાર કાર્યક્ષમતા

 

નર

માદા

નર

માદા

નર

માદા

ચોથા સપ્તાહ સુધી

0.72

0.63

0.95

0.81

1.3

1.3

આઠમા સપ્તાહ સુધી

2.36

1.90

3.99

3.49

1.8

1.7

બારમા સપ્તાહ સુધી

4.72

3.85

11.34

9.25

2.4

2.4

સોળમા સપ્તાહ સુધી

7.26

5.53

19.86

15.69

2.8

2.7

વીસમા સપ્તાહ સુધી

9.62

6.75

28.26

23.13

3.4

2.9

પ્રજોત્પત્તિની પ્રણાલીઓ

કુદરતી સંવનન:

પુખ્ત નરની સંવનન વર્તણૂંક સ્ટ્રટના નામે જાણીતી છે, જેમાં નર તેની પાંખો પસારે છે અને વારંવાર એક ચોક્કસ પ્રકારનો અવાજ કરે છે. કુદરતી સંવનનમાં મધ્યમ પ્રકારના ટર્કીમાં નર અને માદાનો ગુણોત્તર 1:5 છે, જ્યારે મોટા પ્રકારમાં 1:3 છે. સરેરાશ દરેક પુખ્ત માદા પાસેથી 40-50 બચ્ચાની અપેક્ષા સેવાય છે. પ્રથમ વર્ષ પછી પુખ્ત નરનો ભાગ્યે જ સંવનન માટે ઉપયોગ થાય છે, કેમકે તેમની ફળદ્રુપતા ઘટી જાય છે. પુખ્ત નર એક ચોક્કસ માદા માટે આકર્ષણ વિકસાવે છે, તેથી દર 15 દિવસે પુખ્ત નરને બદલતા રહેવાની જરૂર છે.

કૃત્રિમ વીર્યદાન: કૃત્રિમ બીજદાનને કારણે ટર્કીના ઝુંડમાં સીઝન દરમિયાન ઊંચી ફળદ્રુપતા જાળવી શકાય છે.

પુખ્ત નરનું વીર્ય મેળવવું

  • વીર્ય મેળવવા નરની ઉંમર 32-36 સપ્તાહ હોવી જોઇએ
  • નરને વીર્ય લેતા પહેલાં ઓછામાં ઓચા 15 દિવસ એકલો રાખવો જોઇએ
  • નરને નિયમિતપણે હેન્ડલ કરવા જોઇએ અને વીર્ય એકઠું કરવા 2 મિનીટનો સમય જોઇએ
  • નર ટર્કીઓ સંવેદનશીલ હોવાથી તેમને હેન્ડલ કરવા એક જ ઓપરેટરનો ઉપયોગ કરવો જોઇએ, જેથી મહત્તમ વીર્ય મળે
  • સરેરાશ વીર્યન જથ્થો 0.15થી 0.30 મિલિ. છે
  • વીર્ય એકઠુ કર્યાના એક કલાકમાં ઉપયોગ કરવો
  • સપ્તાહમાં ત્રણવાર અથવા એકાંતરે વીર્ય એકઠું કરો

ટર્કીના સામાન્ય રોગો

રોગ

કારણ

લક્ષણો

નિવારણ

એરિઝોનોસિસ

સાલ્મોનેલા એરિઝોના

વૃદ્ધિ થાય નહીં અને આંખે ઓછુ દેખાય અને અંધાપો પણ આવે. 3-4 સપ્તાહની ઉંમરે ભોગ બનવાની સંભાવના

ચેપી ઝુંડની નાબૂદી, હેચરીને ચેપમુક્ત કરવી અને સ્વચ્છતા જાળવણી

બ્લુ કોમ્બ રોગ

કોરોના વાયરસ

ચેતનહીનતા, વજનમાં ઘટાડો, ફીણવાળી કે પાણીવાળી હગાર, માથુ અને ચામડી ઘેરા રંગના થાય

ફાર્મની આબાદી ઘટાડવી અને ચેપમુક્તિ. રેસ્ટ પીરીયડ રાખો

શ્વસનતંત્રનો તીવ્ર રોગ

માઇકોપ્લાસ્મા ગેલિસેપ્ટિકમ

ખાંસી, બુડબુડાટ, છીંકો, નાક દદડે

માઇકોપ્લાસ્મા-મુક્ત ઝુંડ પ્રાપ્ત કરો

એરીસિપેલસ

એરીસિપેલોથ્રિક્સ રુસીઓપેથેડી

અચાનક મૃત્યુ, ઉપસેલું સ્નુડ, ચહેરાના ભાગોનો રંગ ઉડી જાય

રસીકરણ

ફાઉલ કોલેરા

પાસ્ટુરેલા મલ્ટોસિડા

જાંબુડી રંગનું માથુ, હગાર લીલી પીળી થાય, અચાનક મૃત્યુ

સ્વચ્છતા જાળવણી અને મૃત પક્ષીઓનો નિકાલ

ફાઉલ પોક્સ

પોક્સ વાઇરસ

કલગી પર નાના પીળા ફોલ્લા અને સ્કેબ થાય

રસીકરણ

હેમરેજિક એન્ટરિટિસ

વાઇરસ

એક કે તેથી વધારે પક્ષીનું મૃત્યુ

રસીકરણ

ચેપી સાઇનોવિટિસ

માઇકોપ્લાસ્મા ગેલિસેપ્ટિકમ

ઘુંટણ, પંજા મોટા થાય, લંગડાવું, છાતી પર ફોડકા

રોગમુક્ત પક્ષીઓ ખરીદો

ચેપી સાઇનુસાઇટિસ

બેક્ટેરીયા

નાક ગળે, સાઇનસ ફુલવા અને ખાંસી

બચ્ચાઓને રોગમુક્ત બ્રીડર્સમાંથી પ્રાપ્ત કરો

માઇકોટોક્સિકોસિસ

ફુગ

રક્તસ્ત્રાવ, ફીક્કાં, જાડા યકૃત અને મૂત્રપિંડો

આહારનો બગાડ ટાળો

ન્યુ કેશલ રોગ

પેરામીક્સો વાઇરસ

શ્વાસ લેવામાં મુશ્કેલી, ડોક અમળાય, પક્ષાઘાત., ઇંડાના નરમ કોચલા

રસીકરણ

પેરાટાઇફોઇડ

સાલ્મોનેલા પુલોરમ

ઝાડા

ઝુંડમાં સ્વચ્છતા

ટર્કી કોરાઇઝા

બ્રોર્ડેટેલા એવીયમ

ઝીણો અવાજ કરે, છાતીમાં અકુદરતી ગડગડાટ, નાકમાંથી વધારે પડતો ચીકણો સ્ત્રાવ

રસીકરણ

કોક્સીડાયોસિસ

કોક્સીડીયા પ્રજાતિ

લોહીવાળા ઝાડા અને વજન ઘટાડો

યોગ્ય સ્વચ્છતા અને પથારીનું સંચાલન

ટર્કી વેનરલ રોગ

માઇકોપ્લાસ્મા મેલીગ્રીસ

ફળદ્રુપતા અને સેવનક્ષમતા ઘટે

ચુસ્ત સ્વચ્છતા

રસીકરણ સમયપત્રક:

એક દિવસની ઉંમર

એનડી-બીવન સ્ટ્રેન

ચોથું અને પાંચમું સપ્તાહ

ફાઉલ પોક્સ

છઠું સપ્તાહ

એનડી-(આરટુબી)

8 – 10 સપ્તાહ

કોલેરાની રસી

ટર્કીનું વેચાણ

સોળમા સપ્તાહે પુખ્ત નર અને પુખ્ત માદાના શરીરનું વજન અનુક્રમે 7.26 કિલો અને 5.53 કિલો છે. ટર્કીના વેચાણ માટે યોગ્ય વજન છે.

ટર્કી ઇન્ડુ:

  • ટર્કી ત્રીસ સપ્તાહની ઉંમરથી ઇંડા મૂકવા માંડે છે અને તેનો ઉત્પાદનકાળ ૨૪ સપ્તાહનો છે.
  • યોગ્ય આહાર અને કૃત્રિમ પ્રકાશ સંચાલન હેઠળ ટર્કી મરઘીઓ વર્ષે ૬૦-૧૦૦ ઇંડા આપે છે.
  • લગભગ ૭૦ પ્રતિશત ઇંડાઓ બપોર પછી મૂકે છે.
  • ટર્કી ઇંડા છાંટવાળા અને તેમનો વજન લગભગ ૮૫ ગ્રામ હોય છે.
  • મજબૂત કોચલું ધરાવતું ઇંડુ એક છેડે સ્પષ્ટપણે અણીદાર હોય છે.
  • ટર્કી ઇંડામાં પ્રોટીન, લિપિડ કાર્બોહાઇડ્રેટ અને ખનીજનું પ્રમાણ અનુક્રમે 13.1 ટકા, 11.8 ટકા, 1.7 ટકા અને 0.8 ટકા હોય છે. કોલેસ્ટેરોલ જરદીના પ્રતિ ગ્રામે 15.67થી 23.97 મિગ્રા હોય છે.

ટર્કી માંસ:

લોકો ટર્કી માંસ પસંદ કરે છે, કેમકે તે એકદમ નરમ હોય છે. ટર્કીના 100 ગ્રામ માંસમાં પ્રોટીન 24.6 ટકા અને ચરબી 6.6 ટકા છે, જ્યારે 162 કેલરી શક્તિ મળે છે. પોટેસીયમ, મેગ્મેશીયમ, આયર્ન, સેલેનીયમ, ઝિન્ક અને સોડીયમ જેવા ખનીજો પણ છે. તેમાં આવશ્યક એમિનો એસિડ અને વિટામિનો જેવા કે નીયાસિન, વિટામિન B6 અને B12 ભરપૂર માત્રામાં હોય છે. તેમાં અસંતૃપ્ત ફેટી એસિડ અને આવશ્યક ફેટી એસિડ અને ઓછું કોલેસ્ટેરોલ હોય છે.

એક બજાર અભ્યાસ દર્શાવે છે કે 10થી 20 કિલો વજન ધરાવતો 24 સપ્તાહની ઉંમરનો નર ટર્કી રૂ. 500થી 600નો નફો આપશે. એ જ પ્રમાણે, 24 સપ્તાહના સમયમાં માદા રૂ. 300થી 400નો નફો આપશે. વળી, ટર્કી મૃતભક્ષણ અને અર્ધ-મૃતભક્ષણની પરિસ્થિતિઓમાં એટલે કે જમીનના કીડા-જીવડાં ખાઇને પણ ઉછરી શકે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate