વાછરડાની સંભાળ
પ્રારંભિક સંભાળ
- જન્મ પછી તૂરત જ તેમના નાક અને મોંઢામાંથી નીકળતા કોઇપણ શ્લેષ્મ કે કફને તાત્કાલિક દૂર કરો.
- સામાન્યપણે ગાય વાછરડાને જન્મ આપ્યા પછી તેને ચાટે છે. તેનાથી વાછરડાનું શરીર સૂકું થાય છે અને તેને શ્વાસ લેવામાં અને રૂધિરાભિસરણમાં મદદ મળે છે. જો ગાય વાછરડાને ચાટે નહીં કે પછી ઠંડું હવામાન હોય તો, વાછરડાને સૂકા લૂગડાં કે શણના કોથળાથી ઘસો અને સૂકું કરો. તેની છાતી પર હાથથી દાબ આપીને કૃત્રિમ શ્વાસોશ્વાસ પૂરું પાડો.
- શરીરથી 2-5 સેમી દૂર નાળને કસીને બાંધો અને ત્યાંથી 1 સેમી નીચે કાપો અને ટિંક્ચર આયોડિન કે બોરિક એસિડ કે અન્ય કોઈ એન્ટીબાયોટિક લગાવો.
- ગમાણમાંથી ભીના પાથરણા દૂર કરો અને ગમાણ એકદમ સ્વચ્છ અને સૂકું રાખો.
- વાછરડાનું વજન નોંધવું જોઇએ.
- ગાયના આંચળ અને ડીંટડીઓ ધોવા માટે શક્ય હોય તો, ક્લોરિન સોલ્યુશન વાપરો અને સૂકા કરો.
- ગાયનું પહેલું દૂધ એટલે કે કોલોસ્ટ્રમ વાછરડાને ચુસવા દો.
- વાછરડું પ્રથમ કલાકમાં પોતાની જા ઉભું થશે અને દૂધ પીશે. વાછરડું નબળું હોય તો, તેને મદદ કરો.
વાછરડાનું પોષણ
નવજાત વાછરડાને અપાતો સૌ પ્રથમ અને સૌથી મહત્વનો ખોરાક કોલોસ્ટ્રમ છે. કોલોસ્ટ્રમ વાછરડાને જન્મ આપ્યા પછી લગભગ 3થી 7 દિવસ માતાના ધાવણમાં નીકળે છે. તે વાછરડાના પોષણ અને પ્રવાહી આહારનો પ્રાથમિક સ્રોત છે. તે આવશ્યક એન્ટીબોડીઝ પણ પૂરા પાડે છે, જે વાછરડાને તાત્કાલિકપણે ચેપી રોગો અને પોષણલક્ષી ઉણપો સામે લડવામાં મદદ કરે છે. તેથી ઉપલબ્ધ હોય તો, સતત પ્રથમ ત્રણ દિવસ વાછરડાને કોલોસ્ટ્રમ આપો.
જન્મ સમયે કોલોસ્ટ્રમના પોષણ ઉપરાંત, વાછરડાને જન્મ પછીના પ્રથમ 3થી 4 સપ્તાહ માટે દૂધ જરૂરી છે. ત્યાર બાદ તેઓ વનસ્પતિજન્ય સ્ટાર્ચ અને શર્કરા પચાવી શકે છે. દૂધનો વધુ આહાર પોષણયુક્ત છે, પરંતુ અનાજ ખવડાવવા કરતા વધારે મોંઘુ પડી શકે છે. તમામ પ્રવાહી ખોરાક ઓરડાના કે શરીરના તાપમાન જેટલા જ તાપમાને ખવડાવવા જોઇએ.
વાછરડાને ખવડાવવા માટે ઉપયોગમાં લેવાતા તમામ વાસણો એકદમ સ્વચ્છ રાખો. સાધનોને ચોખ્ખા, સૂકાં સ્થળે રાખો.
પાણી મહત્વનું છે
તમામ સમયે ચોખ્ખું, તાજુ પાણી ઉપલબ્ધ રાખો. વાછરડું એકસાથે પુષ્કળ પાણી પી ના જાય તે માટે પાણી અલગ વાસણોમાં અલગ સ્થળોએ રાખો.
વાછરડાને ખવડાવવાની રીતો
વાછરડાને ખવડાવવાની રીત તેને ઉછેરવા માટે વપરાતા આહારના પ્રકાર પર નિર્ભર છે. પરંપરાગત રીતે નીચેની રીતો અનુસરવામાં આવે છે:
- સંપૂર્ણ દૂધ પર ઉછેરવું
- ક્રીમ વિનાના દૂધ પર ઉછેરવું
- દૂધ સિવાયના અન્ય પ્રવાહી, જેવા કે છાશ, દહીંનો તાજો મીઠો નિતાર, રાબ, વગેરે પર ઉછેરવું
- દૂધના વિકલ્પો પર ઉછેરવું
- કાફ સ્ટાર્ટર્સ પર ઉછેરવું
- ધાત્રી ગાયો પર ઉછેરવું
સંપૂર્ણ દૂધ પર ઉછેરવું
સૂકી ચીજો (ડ્રાય મેટર –ડીએમ)
|
1.43 કિગ્રા
|
સંપૂર્ણ પાચનક્ષમ પોષક તત્વો (ટોટલ ડાયજેસ્ટિબલ ન્યુટ્રીઅન્ટ્સ – ટીડીએન)
|
1.60 કિગ્રા
|
ક્રુડ પ્રોટીન (સીપી)
|
315 ગ્રામ
|
- ત્રણ મહિનાની ઉંમર ધરાવતા નવજાત વાછરડાની પોષણ માટેની જરૂરિયાત શરીરના સરેરાશ 50 કિગ્રા વજને નીચે પ્રમાણે છે:
- એ જોઈ શકાશે કે આહારમાં ચરબીના ઉંચા પ્રમાણને કારણે ટીડીએન એ ડીએમ કરતા વધારે જરૂરી છે. 15 દિવસે નવજાત વાછરડું થોડું ઘાસ ચાવવાનું શરૂ કરે છે, જે રોજનું અડધો કિગ્રા હોય છે અને ત્રણ મહિને વધીને 5.0 કિગ્રા થાય છે.
- આ સમયગાળામાં લીલા ઘાસચારાને બદલે સારી ગુણવત્તાનું સૂકું ઘાસ વાછરડાના ભોજનમાં આપી શકાય છે. 15 દિવસની ઉંમરે અડધો કિગ્રાથી શરૂ કરીને 3 મહિનાની ઉંમરે 1.5 કિગ્રા સુધી વધી શકે.
- 3 સપ્તાહ પછી જો સંપૂર્ણ દૂધની ઉપલબ્ધતા ઓછી હોય તો, તેના બદલે ક્રીમ વિનાનું દૂધ, છાશ કે દૂધનો અન્ય પ્રવાહી વિકલ્પ અંશત: પ્રમાણમાં આપી શકાય.
કાફ મિક્ષ્ચર
- જે નવજાત વાછરડા દૂધ કે અન્ય પ્રવાહી વિકલ્પો પર ઉછરતા હોય તેમના માટે કાફ મિક્ષ્ચર સંકેન્દ્રીત પૂરક આહાર છે. કાફ મિક્ષ્ચર મુખ્યત્વે મકાઈ અને જવ જેવા અનાજનું બનેલું હોય છે.
- ઘઉં, જુવાર જેવા ધાન્યનો પણ મિક્ષ્ચર માં ઉપયોગ કરી શકાય. તેમજ શેરડીનું મોલાસીસ મિક્ષ્ચર ના 10 ટકાના પ્રમાણમાં વાપરી શકાય છે.
- આદર્શ કાફ મિક્ષ્ચર માં 80 ટકા ટીડીએન અને 22 ટકા સીપી હોય છે.
યુવાન વાછરડાં માટે ચારો
- નાના પ્રકાંડ, પાંદડા ધરાવતો સીંગવાળો ચારો યુવાન વાછરડાઓ માટે શ્રેષ્ઠ ચારો છે. તે બે સપ્તાહની ઉંમર પછી આપી શકાય. સીંગ તથા ઘાસ મિશ્રિત ચારો પણ મૂલ્યવાન છે.
- સૂર્યપ્રકાશમાં ઉગતા ચારાનો તાજો, લીલો રંગ વિટામિન એ, ડી અને બી-કોમ્પ્લેક્સ વિટામિનોનો સારો સ્રોત છે.
- છ મહિનાની ઉંમરે વાછરડું 1.5થી 2.25 કિગ્રા. ચારો ખાય છે. ઉંમર સાથે જથ્થો વધે છે.
- 6થી 8 સપ્તાહ પછી સિલેજ થોડા જથ્થામાં વધારાના ખોરાક તરીકે આપી શકાય. સિલેજનો ચારો બહુ વહેલા શરૂ કરવાથી વાછરડાને ઝાડા થઈ જશે.
- વાછરડું 4થી 6 મહિનાની ઉંમર સુધી ના પહોંચે ત્યાં સુધી સિલેજ આપવું ઇચ્છનીય નથી.
- મકાઈ અને જુવારના સિલેજ એકદમ સામાન્ય છે, પરંતુ તે પ્રોટીન અને કેલ્સીયમ સારા પ્રમાણમાં ધરાવતા નથી અને વિટામિન ડી પણ ઓછું છે.
ધાત્રી ગાયો પર વાછરડાઓનો ઉછેર
- ઓછી ચરબીવાળુ દૂધ આપતી અને સ્વભાવે હાર્ડ મિલ્કર ગાયના દૂધ પર 2થી 4 અનાથ વાછરડાઓને તેમના જન્મના પ્રથમ સપ્તાહથી જ સફળતાપૂર્વક ઉછેરી શકાય છે.
- સૂકા ઘાસ સાથે ડ્રાય કાફ મીલ શક્ય તેટલું વહેલું આપવામાં આવે છે. આ વાછરડાઓને 2થી 3 મહિનાની ઉંમરે દૂધ છોડાવી શકાય છે.
રાબ પર વાછરડાં ઉછેરવા
રાબ કાફ સ્ટાર્ટરનું પ્રવાહી સ્વરૂપ છે. તે દૂધનો વિકલ્પ નથી. 4 સપ્તાહની ઉંમરથી દૂધનો ખોરાક ક્રમશ: ઓછો કરવામાં આવે છે અને તેના વિકલ્પે રાબ ઉમેરવામાં આવે છે. 20 દિવસ પછી દૂધ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.
કાફ સ્ટાર્ટર્સ પર વાછરડાં ઉછેરવા
એમાં વાછરડાંના પોષણની સંપૂર્ણ દૂધથી શરૂઆત કરવામાં આવે છે. તેમને સૂકું કાફ સ્ટાર્ટર અને સારું સૂકું ઘાસ કે ચારો ખાતા શીખવવામાં આવે છે. 7થી 10 સપ્તાહની ઉંમરે તેમને પ્રવાહી દૂધ સંપૂર્ણપણે છોડાવી દેવામાં આવે છે.
દૂધના વિકલ્પ પર વાછરડાં ઉછેરવા
એટલું અવશ્ય સમજી લેવું જોઇએ કે યુવા વાછરડાં માટે પોષણયુક્ત મૂલ્યના સંદર્ભમાં દૂધનો કોઈ વિકલ્પ નથી. જોકે, દૂધ કે અન્ય પ્રવાહીની ઉપલબ્ધતા અત્યંત ઓછી હોય ત્યારે, દૂધના વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે.
દૂધના વિકલ્પના ઉપયોગનો દર સંપૂર્ણ દૂધ જેટલો જ છે. એટલેકે વાછરડાંના શરીરના વજનના 10 ટકા. દૂધના પુન:નિર્મિત વિકલ્પનો કુલ ઘન પદાર્થ પ્રવાહીના 10થી 12 ટકા થાય છે.
દૂધ છોડાવવું
- વાછરડાને ગાયનું દૂધ છોડાવવું એ સઘન ડેરી ફાર્મિંગ પ્રણાલીઓમાં અપનાવાતી સંચાલન પ્રથાઓ છે. દૂધ છોડાવવાથી સંચાલનની એકરૂપતામાં મદદ મળે છે, તેમ જ દરેક વાછરડાને જરૂરી પ્રમાણમાં દૂધ મળી રહે છે, જેથી બગાડ થતો નથી કે વાછરડા વધારે પડતું ધાવતા નથી.
- અપનાવવામાં આવતી સંચાલન પદ્ધતિના આધારે ધાવણ જન્મ સમયે, 3 સપ્તાહે, 8-12 સપ્તાહે કે 24 સપ્તાહે છોડાવી શકાય. ખેડુતના ખેતરની પરિસ્થિતિ હેઠળ દૂધ 12 સપ્તાહે છોડાવવામાં આવે છે. આખલા તરીકે ઉછેરવામાં આવતા નર વાછરડાઓને મોટેભાગે છ મહિનાની ઉંમર સુધી ગાયની સાથે રહેવા દેવામાં આવે છે.
- જેમાં મોટાપાયે વાછરડાં ઉછેરવામાં આવે છે તેવા સંગઠિત ધણમાં નાની ઉંમરે દૂધ છોડાવવું લાભદાયક છે.
- જન્મ સમયે દૂધ છોડાવવાથી નાની વયે દૂધના વિકલ્પો અને કાફ મીલ અપનવવામાં પણ મદદ મળે છે, જેથી ગાયનું દૂધ માનવ વપરાશ માટે બચાવી શકાય છે.
દૂધ છોડાવ્યા બાદ
દૂધ છોડાવ્યા પછીના ત્રણ મહિનામાં ધીરે ધીરે કાફ સ્ટાર્ટરનું પ્રમાણ વધારવામાં આવે છે. ઊંચી ગુણવત્તાવાળું ઘાસ સમગ્ર દિવસ દરમિયાન વાછરડાઓ માટે ઉપલબ્ધ રહેવું જોઇએ. સિલેજ, લીલા પાંદડા, ઘાસચારો જેવો ભારે ભેજવાળો ખોરાક આપી શકાય, જે વાછરડાના શરીરના વજનના ત્રણ ટકા જેટલો હોય. આ ચારો વધારે આપવાનું ટાળો, કેમકે તે વધારે પ્રમાણમાં આપવાથી સમગ્રપણે પોષણયુક્ત આહારમાં ઘટાડો કરે છે.
વાછરડાની વૃદ્ધિ
વાછરડા ઇચ્છનીય દરે વૃદ્ધિ કરે છે કે નહીં તે નક્કી કરવા તેમના વજનમાં થયેલા વધારાને ચકાસણી કરો.
- પ્રથમ ત્રણ મહિના દરમિયાન વાછરડાઓનું પોષણ અત્યંત નિર્ણાયક છે.
- આ તબક્કે અયોગ્ય ખોરાક વાછરડાઓના મૃત્યુ દરમાં 25-30 ટકાનો ફાળો આપે છે.
- ગર્ભવતી ગાયને પ્રસૂતિ પહેલાના 2-3 મહિના દરમિયાન સારી ગુણવત્તાવાળો ઘાસચારો ખવડાવવો જોઇએ.
- નિયમિત કૃમિનાશ સાથે વાછરડાને યોગ્ય ખોરાક આપવાથી દર મહિને 10-15 કિગ્રા.નો વૃદ્ધિ દર હાંસલ થશે.
સારો વાડો મહત્વનો છે
વાછરડાં દૂધ છોડાવવાની ઉંમરે પહોંચે ત્યાં સુધી તેમને અલગ વાડાઓમાં રાખો. અલગ વાડાઓમાં રાખવાથી વાછરડા એકબીજાને ધાવતા અટકાવશે નહીં અને વાછરડામાં રોગ ફેલાવાનું ઘટશે. વાછરડાઓ પર સીધો પવન ના આવે તે રીતે તાજી હવાની અવરજવર રહેવી જોઇએ.
વાછરડાના વાડામાં જમીન પર ડાળાં પાંદડા કે તણખલાંનું બનેલું આરામદાયક અને સૂકું બિછાનું હોવું જોઇએ. ખુલ્લાં વાડા અંશત: ઢંકાયેલા હોવા જોઇએ અને સૂર્યની વધુ પડતી ગરમી, શિયાળાની ઠંડી અને પવનથી રક્ષણ માટે વાડા ફરતી દિવાલો હોવી જોઇએ. પૂર્વાભિમુખ વાડાને સવારે સૂર્યની ઉષ્મા મળે છે અને દિવસે ગરમીના સમયે છાંયડો મળે છે. વરસાદ પણ પૂર્વ દિશામાંથી ભાગ્યેજ પડે છે.
વાછરડાઓને તંદુરસ્ત રાખો
નવજાત વાછરડાઓને રોગોથી દૂર રાખવાથી તેઓ તંદુરસ્ત રહે છે, મૃત્યુનું પ્રમાણ ઘટે છે અને માંદા પ્રાણીઓની સારવાર કરવાનો ખર્ચો બચે છે. તેથી, વાછરડાઓનું નિયમિતપણે નિરીક્ષણ કરો, તેમને યોગ્ય ખોરાક આપો અને ચોખ્ખું વાતાવરણ પૂરું પાડો.
સ્રોત : ડેરી એનિમલ મેનેજમેન્ટ, સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઑફ વોકરેશનલ એજ્યુકેશન, આંધ્રપ્રદેશ
ઢોરમાં વાંઝીયાપણું – કારણો અને સારવાર
ઢોરમાં વાંઝીયાપણું ભારતમાં ડેરી ફાર્મિંગ અને ડેરી ઉદ્યોગમાં મોટા આર્થિક નુકસાન માટે કારણભૂત છે. વાંઝીયા પશુને નભાવવું એ એક મોટો આર્થિક બોજો છે અને મોટાભાગના દેશોમાં આવા પશુઓને કતલખાને ધકેલી દેવામાં આવે છે.
ઢોરમાં વાંઝીયાપણું અને પ્રજનનાત્મક વિકારોને કારણે ધાવણના લગભગ 10-30 ટકા પર અસર થઈ શકે છે. સારી ફળદ્રુપતા અને સારા વેતર દર માટે નર અને માદા બંનેને સારી રીતે ખવડાવવું જોઇએ અને રોગોથી મુક્ત રાખવા જોઇએ.
વાંઝીયાપણાના કારણો
વાંઝીયાપણાના કારણો અનેક છે અને તે સંકુલ પણ હોઈ શકે છે. અપોષણ, જન્મજાત ક્ષતિઓ, સંચાલનની ક્ષતિઓ તેમજ માદામાં ગર્ભાશયના કે અંત:સ્ત્રાવોના અસંતુલનને કારણે વાંઝીયાપણું હોઈ શકે છે.
જાતિય ચક્ર
ગાયો અને ભેંસો બંને 18-21 દિવસમાં એકવાર 18-24 કલાક માટે જાતિય ચક્ર (એસ્ટ્રસ) ધરાવે છે. પરંતુ, ભેંસમાં આ ચક્રના કોઈ સ્પષ્ટ ચિહ્નો ના હોવાથી ખેડુતો માટે મોટી સમસ્યા છે. ખેડુતે પશુનું વહેલી સવારથી મોડી રાત્રી સુધી 4-5 વખત અત્યંત નજીકથી નિરીક્ષણ કરવું જોઇએ. પશુ મદમાં છે કેમ તેની ઓછી પરખ વાંઝીયાપણું વધારી શકે છે. પશુમાં કામોદ્દીપનના લક્ષણોની પરખ માટે નોંધપાત્ર કૌશલ્ય જરૂરી છે. જે ખેડુતો લક્ષણોની યોગ્ય નોંધ રાખે છે અને પશુઓના નિરીક્ષણ માટે વધારે સમય ફાળવે છે તેઓ સારા પરીણામો મેળવે છે.
વાંઝીયાપણું ટાળવા માટે સૂચનો
- એસ્ટ્રસ સમયગાળા દરમિયાન પ્રજનન થવું જોઇએ.
- જે પશુઓ જાતિય ચક્રના ચિહ્નો દર્શાવતા નથી કે આ ચક્રમાં આવતા નથી તેમની ચકાસણી થવી જોઇએ અને સારવાર થવી જોઇએ.
- પશુની તંદુરસ્તી જાળવી રાખવા કૃમિના ઉપદ્રવ માટે છ મહિને એકવાર કૃમિનાશક લેવા જોઇએ. ચોક્કસ સમયાંતરે કૃમિનાશમાં થોડું પણ રોકાણ કરવાથી ડેરીઉદ્યોગમાં સારા પરીણામો હાંસલ થશે.
- પ્રોટીન, ખનીજો અને વિટામિનોનો પૂરક આહાર ધરાવતો સંતુલિત આહાર પશુને આપવો જોઇએ. તેનાથી ગર્ભાધાન દર, તંદુરસ્ત ગર્ભાવસ્થા, સલામત સુવાવડમાં વધારો થશે, ચેપનું પ્રમાણ ઘટશે અને વાછરડું તંદુરસ્ત થશે.
- યુવાન માદા વાછરડાઓને સારા પોષણ સાથે નભાવવાથી તેઓ 230-250 કિગ્રાના સપ્રમાણ શરીર વજન સાથે વયમાં આવે છે. આટલું વજન પ્રજનન માટે અને ત્યારબાદ બહેતર ગર્ભાધાન માટે યોગ્ય છે.
- ગર્ભાવસ્થા દરમિયાન લીલા ઘાસચારાનું પૂરતું પ્રમાણ આપવાથી નવજાત વાછરડાઓમાં અંધાપો અને જન્મ પછી જરાયુ રહી જવાનું અટકાવી શકાય છે.
- કુદરતી સેવામાં જન્મજાત ક્ષતિઓ અને ચેપોને ટાળવા આખલાનો ખાનદાની ઇતિહાસ અત્યંત મહત્વનો છે.
- આરોગ્યપ્રદ પરિસ્થિતિઓ હેઠળ ગાયોના રહેઠાણ અને સુવાવડની વ્યવસ્થા કરવાથી ગર્ભાશયના ચેપો મોટેભાગે ટાળી શકાય છે.
- વીર્યસેચનના 60-90 દિવસ પછી ઢોરના ડોક્ટર દ્વારા ગર્ભાવસ્થાની ખાત્રી કરવા ચકાસણી કરાવવી જોઇએ.
- ગર્ભ ધારણ થઈ ગયા પછી માદા એનેસ્ટ્રસ (નિયમિત એસ્ટ્રસ ચક્રોના ચિહ્નો નહીં દર્શાવવા) સમયગાળામાં પ્રવેશે છે. ગાયનો ગર્ભાવસ્થાનો ગાળો લગભગ 285 દિવસ અને ભેંસનો 300 દિવસ છે.
- ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં બિનજરૂરી તનાવ અને પરિવહન ટાળવા જોઇએ.
- સગર્ભા પશુને બહેતર ખોરાક સંચાલન અને સુવાવડ સંભાળ માટે ધણથી અલગ રાખવું જોઇએ.
- સુવાવડના બે મહિના પહેલા સગર્ભા માદા પશુઓનું દૂધ ધીરે ધીરે લેવું જોઇએ અને તેમને પૂરતા પ્રમાણમાં પોષણ અને કસરત કરાવવી જોઇએ. તેનાથી માતાની તંદુરસ્તીમાં સુધારો થશે, સરેરાશ જન્મ વજન સાથે તંદુરસ્ત વાછરડાની સુવાવડ થશે, રોગો ઓછા થશે અને જાતિય ચક્ર વહેલું શરૂ થશે.
- આર્થિક રીતે પરવડે તેવા અને નફાકારક ડેરી ફાર્મિંગ માટે વર્ષે એક વાછરડાનો હેતુ સિદ્ધ કરવા સુવાવડના ચાર મહિનામાં કે 120 દિવસ પછી પ્રજનન શરૂ કરી શકાય.
વધુ માહિતી માટે સંપર્ક
ડૉ. ટી. સેન્થીલકુમાર, ડાયરેક્ટોરેટ ઑફ એક્સટેન્શન એજ્યુકેશન, ટનુવાસ,
ચેન્નાઈ - 600 051, તમિળનાડુ, ફોન: 044-25551586,
ઇમેઇલ: drtskumar@yahoo.com
સ્રોત:The Hindu: Latest News, Breaking News, Current News
ઢોર અને ભેંસ માટે કૃમિનાશ સમયપત્રક
ક્રમ
|
પરોપજીવીનો પ્રકાર parasite
|
પરોપજીવીનું નામ
|
રોગનું નામ
|
દવાનું નામ
|
ડોઝ ⁄ કિગ્રા બોડી વેઇટ body weight
|
રૂટ
|
ટીપ્પણી
|
1
|
વાછરડા માટે ગોળ કૃમિ
|
એસ્કેરિસ વિટુલોરમ
|
એસ્કેરીયાસિસ
|
1. ફર્બાન્ડાઝોલ 2. આલ્બન્ડાઝોલ 3. ઇબર્મેક્ટિન
|
5 મિલિ/10 કિગ્રા 2 ગ્રા/10 કિગ્રા
|
મુખથી
|
જન્મ પછીના 5-6 દિવસમાં અપાતો પ્રથમ ડોઝ. દર 45 દિવસના અંતરે ફરી આપવો.
|
2
|
ચપટા (ફ્લુક) કૃમિ
|
લિવર ફ્લુક એમ્ફીઓસ્ટોમ
|
ફેસીયોલિયાસિસ એમ્ફીઓસ્ટોમીયાસિસ
|
1. ડિસ્ટોડિન 2. ઝેન્ટિલ 3. આલ્બેન્ડાઝોલ 4. ઇબર્મેક્ટિન
|
1‐2 ગોળીઓ 30 મિલિ/100 કિગ્રા 2 ગ્રા/10 કિગ્રા 2 સીસી/100 કિગ્રા
|
ડોકની ચામડી નીચે
|
જરૂરિયાત પ્રમાણે કૃમિનાશક આપો
|
સિસ્ટોસોમીયાસિસ નસાલિસ એસ. જેપોનિકમ
|
સિસ્ટોસોમીયાસિસ (નાસલ ગ્રેન્યુલોમા)
|
1. એન્થીઓમેલાઇન 2. લીથીયમ એન્ટીમની થીઓમેલેટ
|
15 મિલિ 15 મિલિ
|
સ્નાયુમાં 4‐6 વખત
|
જરૂરિયાત પ્રમાણે દવાનો ઉપયોગ કરી શકાય
|
3
|
પટ્ટી કૃમિ
|
મોનેઝીયા એક્સપાન્સા એમ. બેનીડેન
|
પટ્ટી કૃમિ ચેપ
|
આયુર્વેદિક દવા ટેનીલ વોપેલ ઇબર્મેક્ટિન
|
10‐12 ગ્રા/પશુ 15 ગ્રા/પશુ
|
|
20 દિવસ પછી ફરી આપો
|
ઢોરની ઓલાદો અને તેમની પસંદગી
દુધાળી ઓલાદો
સહીવાલ
- મુખ્યત્વે પંજાબ, હરિયાણા, ઉ.પ્ર., દિલ્હી, બિહાર અને મ.પ્ર.માં જોવા મળે છે.
- દૂધની આવક – ગ્રામીણ પરિસ્થિતિમાં: 1350 કિગ્રા. અને વેપારી ફાર્મ્સમાં: 2100 કિગ્રા.
- પહેલા વેતર વખતે ઉંમર – 32-36 મહિના
- બે વેતર વચ્ચેનો ગાળો – 15 મહિના
ગીર
- મુખ્યત્વે દક્ષિણ કાઠીયાવાડના ગીરના જંગલ વિસ્તારમાં જોવા મળે છે.
- દૂધની આવક – ગ્રામીણ પરિસ્થિતિમાં: 900 કિગ્રા. અને વેપારી ફાર્મ્સમાં: 1600 કિગ્રા.
થરપારકર
- જોધપુર, કચ્છ અને જેસલમેરમાં જોવા મળે છે.
- દૂધની આવક – ગ્રામીણ પરિસ્થિતિમાં: 1600 કિગ્રા. અને વેપારી ફાર્મ્સમાં: 2500 કિગ્રા.
કરન ફ્રાઈ (Karan Frie)
રાજસ્થાનમાં જોવા મળતી થરપારકર ગાયની ઓલાદ સાથે હોલ્સ્ટેન ફ્રેસીયન સાંઢના કૃત્રિમ વીર્યદાન દ્વારા કરન ફ્રાઈ વિકસાવવામાં આવી હતી. થરપારકર ગાયો દૂધ સરેરાશ પ્રમાણમાં આપતી હોવા છતાં ગરમ અને ભેજવાળી આબોહવાનો સામનો કરવાની તેમની ક્ષમતા માટે તેમનું મૂલ્ય ઘણું ઊંચુ આંકવામાં આવે છે.
ઓલાદની લાક્ષણિકતાઓ :
તેમના શરીર, કપાળ અને પૂંછડી પર કાળા અને સફેદ ધબ્બા હોય છે. તેમના ઘેરા રંગના આંચળની ડીંટડીઓ પર સફેદ ધબ્બા અને દૂધની સ્પષ્ટ જણાતી શિરાઓ હોય છે.
- કરન ફ્રાઈ ગાયો અત્યંત આજ્ઞાંકિત હોય છે. માદા વાછરડા નર વાછરડાની સરખામણીમાં જલ્દીથી પુખ્ત થાય છે અને 32-34 મહિનાની ઉંમરે ગર્ભ ધારણ કરે છે.
- ગર્ભધારણ સમય સામાન્યપણે લગભગ 280 દિવસ રહે છે. વેતર પછી પશુ 3-4 મહિનામાં ગર્ભ ધારણ કરે છે, આમ સ્થાનિક ગાયોની સરખામણીમાં તેઓ સ્પષ્ટ લાભ ધરાવે છે. સ્થાનિક ગાયો ફરી ગર્ભ ધારણ કરવા સામાન્યપણે 5-6 મહિના લે છે.
- Milk yield દૂધની આવક : કરન ફ્રાઈ ઓલાદની ગાયો વર્ષે 3,000થી 3,400 લિટર દૂધનું ઉત્પાદન કરવા સક્ષમ છે. સંસ્થાના ફાર્મ ખાતે આ ગાયની ઓલાદ સરેરાશ 3,700 લિટર દૂધ આપતી હતી. તેમાં ચરબીનો ભાગ લગભગ 4.2 ટકા હતો અને તે 320 દિવસ દૂધ આપતી હતી, એમ તેમણે સમજાવ્યું હતું.
- આ ઓલાદને પૂરતા પ્રમાણમાં લીલો ઘાસચારો તેમજ સંતુલિત સંકેન્દ્રીત મિશ્રણ આપવામાં આવે ત્યારે તે રોજના લગભગ 15-20 લિટર દૂધ આપી શકે છે. દૂધની આવક ધાવણકાળ (એટલે કે વેતરના 3-4 મહિના)ની ચરમ સીમાએ દિવસના 25-30 લિટર સુધી જઈ શકે છે.
- દૂધ ઉત્પાદનની ઊંચી ક્ષમતાને કારણે વધારે દૂધ આપતી ગાયો આંચળના ચેપ (મસ્ટાઇટિસ) તથા ખનીજની ઉણપોનો વધારે ભોગ બને છે, જેનું વેળાસર નિદાન થાય તો સારવાર શક્ય છે.
વાછરડાની કિંમત : વાછરડાને જન્મ આપનારી ગાયની કિંમત તેના દૂધની નીપજના આધારે સામાન્યપણે રૂ. 20,000થી રૂ. 25,000 હોય છે.
વધારે માહિતી માટે સંપર્ક :
મુખ્ય અધિકારી,
ડેરી પશુ સંવર્ધન વિભાગ,
રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા, કર્નાલ, હરિયાણા- 132001
ફોન: 0184-2259092
રેડ સિન્ધી
- મુખ્યત્વે પંજાબ, હરિયાણા, કર્ણાટક, તમિળનાડુ, કેરળ અને ઓરિસ્સામાં જોવા મળે છે.
- દૂધની આવક – ગ્રામીણ પરિસ્થિતિમાં: 110 કિગ્રા. અને વેપારી ફાર્મ્સમાં: 1900 કિગ્રા.
દૂધાળી અને ભારવાહી ઓલાદો
ઓન્ગોલ
- મુખ્યત્વે આંધ્રપ્રદેશના નેલ્લોર, કૃષ્ણા, ગોદાવરી અને ગુન્ટુર જિલ્લામાં જોવા મળે છે.
- દૂધની આવક – 1500 કિગ્રા.
- બળદો ગાડાં ખેંચવા અને હળ ચલાવવાના ભારે કામમાં અત્યંત સક્ષમ હોય છે.
હરિયાણા
- હરિયાણાના કર્નાલ, હિસ્સાર અને ગુરગાંવ જિલ્લામાં તેમજ દિલ્હી અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં મુખ્યત્વે જોવા મળે છે.
- દૂધની આવક – 1140-4500 કિગ્રા.
- બળદો માર્ગ પરિવહન તથા ઝડપી હળ ચલાવવાના કામમાં અત્યંત સક્ષમ હોય છે.
કાંકરેજ
- મુખ્યત્વે ગુજરાતમાં જોવા મળે છે.
- દૂધની આવક – ગ્રામીણ પરિસ્થિતિમાં: ૧૩૦૦ કિગ્રા. વેપારી ફાર્મ્સમાં: ૩૬૦૦ કિગ્રા.
- પહેલા વેતર વખતે ઉંમર – 3૬થી ૪૨ મહિના
- બે વેતર વચ્ચેનો ગાળો – 15થી ૧૬ મહિના
- બળદો ઝડપી, સક્રિય અને મજબૂત હોય છે. ખેતી અને પરિવહનના હેતુઓ માટે સારા.
દેવની
- મુખ્યત્વે આંધ્ર પ્રદેશના ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભાગોમાં જોવા મળે છે.
- ગાયો દૂધ ઉત્પાદન માટે અને બળદો કામો માટે સારા છે.
ભારવાહી ઓલાદો
અમૃતમહલ
- મુખ્યત્વે કર્ણાટકમાં જોવા મળે છે.
- ખેતી અને પરિવહન માટે સારા હોય છે.
હાલીકાર
- મુખ્યત્વે કર્ણાટકના ટુમકુર, હસન અને મૈસૂર જિલ્લાઓમાં જોવા મળે છે.
ખીલ્લર
કંગાયમ
- મુખ્યત્વે તમિળનાડુના કોઇમ્બતૂર, ઇરોડ, નામક્કલ, કરૂર અને ડીન્ડીગુલ જિલ્લાઓમાં જોવા મળે છે.
- ખેતી અને પરિવહન માટે અનૂકુલ છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નભી જાય
વિદેશી ડેરી ઓલાદો
જર્સી
- પહેલા વેતર વખતે ઉંમર – ૨૬-૩૦ મહિના
- બે વેતર વચ્ચેનો ગાળો – ૧૩-૧૪ મહિના
- દૂધની આવક - ૫૦૦૦-૮૦૦૦ કિગ્રા
- ગાયો એક દિવસમાં ૮-૧૦ લીટર દૂધ આપે છે.
- ડેરીમાં સરેરાશ દૂધની નીપજ 20 લિટર છે, જ્યારે સંકર જર્સી ગાય રોજના 8-10 લિટર દૂધ આપે છે.
- ભારતમાં આ ઓલાદે ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં સારું અનુકૂલન સાધ્યું છે.
હોલ્સ્ટેન ફ્રેઇસીયાન
- આ ઓલાદ હોલેન્ડની છે.
- દૂધની આવક - ૭૨૦૦-૯૦૦૦ કિગ્રા
- દૂધની નીપજના સંદર્ભમાં પરદેશી પશુધનમાં અત્યાર સુધીની આ સૌથી શ્રેષ્ઠ ડેરી ઓલાદ છે. સરેરાશ તે રોજના 25 લિટર દૂધ આપે છે, જ્યારે સંકર એચએફ રોજના 10-15 લિટર દૂધ આપે છે.
- તે દરિયાઈ અને મુખત્રિકોણ પ્રદેશોમાં સારી કામગીરી બજાવે છે.
ભેંસની ઓલાદો
મુરાહા
- મુખ્યત્વે હરિયાણા, દિલ્હી અને પંજાબમાં જોવા મળે છે.
- દૂધની આવક – ૧૫૬૦ કિગ્રા
- રોજની સરેરાશ દૂધની નીપજ 8-20 લિટર છે, જ્યારે સંકર ઓલાદની મુરાહ ભેંસ રોજના 6-8 લિટર દૂધ આપે છે.
- તે દરિયાઈ અને સહેજ ઠંડી આબોહવામાં સારી કામગીરી બજાવે છે.
સુરતી
જાફરબાદી
- ગુજરાતનો કાઠીયાવાડ વિસ્તાર
- 1800-2700 કિગ્રા
નાગપુરી
- મહારાષ્ટ્રના નાગપુર, અકોલા, અમરાવતી અને યવતમાલમાં જોવા મળે છે.
- દૂધની આવક- ૧૦૩૦-૧૫૦૦ કિગ્રા
ડેરી ઓલાદો માટે પસંદગીની સામાન્ય કાર્યપદ્ધતિઓ
ડેરી ઉપયોગી ગાયોની પસંદગી
વાછરડાના મેળામાં વાછરડાની અને પશુ મેળામાં ગાયની પસંદગી કરવી એ એક કલા છે. ડેરી ખેડુતે તેની પોતાની ઓલાદોનું સંવર્ધન કરીને તેનું પોતાનું પશુધન ઉભુ કરવું જોઇએ. ડેરી ઉપયોગ માટેની ગાયની પસંદગી માટે નીચેની માર્ગદર્શિકા ઉપયોગી રહેશે.
- જ્યારે પણ પશુ મેળામાંથી પશુ ખરીદવામાં આવે ત્યારે તેની પસંદગી તેની ઓલાદ લાક્ષણિકતાઓ તથા દૂધ આપવાની ક્ષમતાના આધારે કરવી જોઇએ.
- સંગઠિત ફાર્મોમાં સામાન્યપણે તૈયાર કરવામાં આવતી હીસ્ટ્રી શીટ અથવા વંશાવળી પશુનો સંપૂર્ણ ઇતિહાસ દર્શાવે છે.
- ડેરી ઉપયોગી ગાયો દ્વારા દૂધનો મહત્તમ ઉતાર પ્રથમ પાંચ ધાવણકાળ દરમિયાન જોવા મળતો હોય છે. તેથી,સામાન્યપણે પસંદગી પહેલા કે બીજા ધાવણકાળ દરમિયાન થવી જોઇએ અને તે પણ વેતરના મહિના પછી.
- એક પછી એક એમ ત્રણવાર સંપૂર્ણપણે દૂધ દોહવું જોઇએ, જેથી ચોક્કસ પ્રાણી કેટલું દૂધ આપે છે તેની સરેરાશનો ઉચિત ખ્યાલ આવી શકે.
- કોઈપણ વ્યક્તિ ગાયને દોહી શકવી જોઇએ અને ગાય આજ્ઞાંકિત હોવી જોઇએ.
- ઓક્ટોબર અને નવેમ્બર મહિનાઓમાં પશુ ખરીદવા બહેતર છે.
- વેતર પછીના 90 દિવસ સુધી મહત્તમ ઉતાર જોવા મળે છે.
વધારે દૂધ આપતી ડેરી ગાયોની ઓલાદની લાક્ષણિકતાઓ
- માદાપણું,તાકાત, તમામ અંગોનું સંવાદી મિશ્રણ, પ્રભાવક સ્ટાઇલ અને વર્તન ધરાવતું આકર્ષક વ્યક્તિત્વ
- પશુના શરીરનો દેખાવ શંકુ આકારનો હોવો જોઇએ.
- ચળકતી આંખો અને પાતળી ડોક હોવા જોઇએ.
- તેના આંચળ તેના ઉદર સાથે સારી રીતે જોડાયેલાં હોવા જોઇએ.
- આંચળની ચામડી રૂધિરવાહિનીઓનું સારું જાળું ધરાવતી હોવી જોઇએ.
- ચારેચાર આંચળ પર સારી રીતે ગોઠવાયેલી સુસ્પષ્ટ ડીંટડીઓ હોવી જોઇએ.
વેપારી ડેરી ફાર્મ માટે ઓલાદોની પસંદગી - સૂચનો
- ભારતીય પરિસ્થિતિમાં વેપારી ડેરી ફાર્મમાં ઓછામાં ઓછા 20 પશુ (10 ગાય, 10 ભેંસ) હોવા જોઇએ. આ સંખ્યા વધીને આસાનીથી 100 સુધી થઈ શકે, જેમાં ગાય-ભેંસનો 50:50 કે 40:60નો ગુણોત્તર હોય. આ પછી, જોકે, તમારે વિસ્તરણ કરતા પહેલાં તમારી શક્તિ અને બજાર સંભાવનાની સમીક્ષા કરવી જોઇએ.
- મધ્યમ વર્ગના આરોગ્યસભાન ભારતીય કુટુંબો વપરાશ માટે ઓછી ચરબી ધરાવતું દૂધ પસંદ કરે છે. મિશ્ર પ્રકારનું વેપારી ફાર્મ હંમેશાં બહેતર છે. (જેમાં સંકર ઓલાદો, ગાયો અને ભેંસો અલગ હારમાં એક જ શેડ નીચે રાખવામાં આવે છે.)
જ્યાં તમે તમારા દૂધનું વેચાણ કરવા માગો છો તેવા નિકટતમ બજારનો સંપૂર્ણ અભ્યાસ કરો. તમે બંને પ્રકારના પશુઓના દૂધનું મિશ્રણ કરી શકો છો અને બજારની જરૂરિયાત પ્રમાણે વેચી શકો છો. હોટલો અને કેટલાક સામાન્ય ગ્રાહકો (લગભગ 30 ટકાની આસપાસ) ભેંસનું શુદ્ધ દૂધ પસંદ કરે છે. હોસ્પિટલો, સેનીટેરીયમો ગાયનું દૂધ પસંદ કરે છે.
વેપારી ફાર્મ માટે ગાય ⁄ ભેંસની ઓલાદોની પસંદગી
ગાય
- સારી ગુણવત્તાની ગાયો બજારમાં ઉપલબ્ધ છે. અને તેમની કિંમત પ્રતિ દિવસ દૂધના લિટરે રૂ. 1200થી રૂ. 1500 થાય છે. (એટલે કે દિવસનું 10 લિટર દૂધ આપતી ગાયની કિંમત રૂ. 12,000થી રૂ. 15,000ની વચ્ચે થશે.)
- જો યોગ્ય સંભાળ લેવામાં આવે તો, ગાયો દર 13-14 મહિને એક વાછરડાને જન્મ આપે.
- તેઓ વધારે આજ્ઞાંકિત હોય છે અને તેમને સરળતાથી દોહી શકાય છે. સારું દૂધ આપતી સંકર ઓલાદોએ (હોલ્સ્ટેન અને જર્સી) ભારતીય હવામાનમાં સારું અનુકુલન સાધ્યું છે.
- ગાયના દૂધમાં ચરબીની ટકાવારી 3થી 5.5 ટકા હોય છે અને તે ભેંસના દૂધ કરતા ઓછી હોય છે.
ભેંસ
- ભારતમાં મુરાહ અને મહેસાણા જેવી ભેંસની સારી ઓલાદો છે, જે વેપારી ડેરી ફાર્મ માટે યોગ્ય છે.
- ભેંસના દૂધની માખણ અને ઘી બનાવવા માટે વધારે માગ હોય છે, કેમકે તેના દૂધમાં ગાયના દૂધ કરતા ચરબીનું પ્રમાણ વધારે હોય છે. ચા બનાવવા માટે ભેંસના દૂધને પસંદ કરવામાં આવે છે. ચા સામાન્ય ભારતીયોના ઘરોમાં મહેમાનોને આપવામાં આવે છે.
- ભેંસ વધારે રેસાવાળા પાકના અવશેષો પર નભી શકે છે, તેથી દાણનો ખર્ચ ઘટાડી શકાય છે.
- ભેંસને પુખ્ત થતા વાર લાગે છે અને 16થી 18 મહિનાના અંતરાલે પાડાને જન્મ આપે છે. નર પાડાની ઓછી કિંમત ઉપજે છે.
- ભેંસને શીતળ વાતાવરણ જોઇએ, જેમ કે પાણુનું ખાબોચીયું અથવા પંખા સાથે ફુવારો.
સ્રોત : BAIF Development Research Foundation, Pune
સંકર પશુધન માટે વાડામાં જગ્યાની જરૂરિયાત
વય-જૂથ
|
ગમાણની જગ્યા (મી)
|
ઢાંકેલો વિસ્તાર (ચોમી)
|
ખુલ્લી જગ્યા (ચોમી)
|
4-6 મહિના
|
0.2-0.3
|
0.8-1.0
|
3.0-4.0
|
6-12 મહિના
|
0.3-0.4
|
1.2-1.6
|
5.0-6.0
|
1-2 વર્ષો
|
0.4-0.5
|
1.6-1.8
|
6.0-8.0
|
ગાયો
|
0.8-1.0
|
1.8-2.0
|
11.0-12.0
|
સગર્ભા ગાયો
|
1.0-1.2
|
8.5-10.0
|
15.0-20.0
|
આખલો*
|
1.0-1.2
|
9.0-11.0
|
20.0-22.0
|
* To be housed individually
સ્રોત : National Bank for Agriculture and Rural Development(NABARD)
ફુટ એન્ડ માઉથ રોગ
ફુટ એન્ડ માઉથ ડીસીઝ (એફએમડી) ઢોર, ઘેટાં, બકરાં અને ભૂંડ સહિતના બે ખરીવાળા પ્રાણીઓમાં અત્યંત ચેપી રોગ છે. આ રોગ ભારતમાં સામાન્ય છે અને બીજા દેશોમાં પ્રાણીજ નીપજોની નિકાસ પરના પ્રતિબંધ તથા રોગગ્રસ્ત પ્રાણીઓની ઘટેલી ઉત્પાદકતાને કારણે દેશને ગંભીર આર્થિક નુકસાન વેઠવું પડે છે.
તેના લક્ષણો શું છે?
- સખત તાવ
- દૂધનું ઘટેલું ઉત્પાદન
- પગ,મોઢું અને આંચળ પીટિકાઓ
- પગમાં પીટિકા થવાથી લંગડાય
- મોઢામાં પીટિકાઓને કારણે અત્યંત ફીણવાળી લાળ નીકળે
મોઢામાં રોગના લક્ષણો
પગના રોગ
આ રોગ કઈ રીતે ફેલાય છે?
- રોગગ્રસ્ત પ્રાણીની લાળ, દૂધ અને પીટિકા પ્રવાહી સહિતના સ્ત્રાવોમાં વાયરસ બહાર ફેંકાય છે.
- વાયરસ એક સ્થળેથી બીજા સ્થળે હવા દ્વારા ફેલાય છે અને ખાસ કરીને જ્યારે હવાની આર્દ્રતા વધારે હોય ત્યારે વાયરસ સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળ ફેલાય છે.
- આ રોગ પ્રદૂષિત દાણ, પાણી તથા ફાર્મના અન્ય સાધનો દ્વારા ચેપી પ્રાણીથી તંદુરસ્ત પ્રાણી સુધી ફેલાય છે અને વળી કૂતરા, પક્ષીઓ અને ફાર્મ પર કામ કરતા મજુરોની અવરજવરથી પણ રોગ ફેલાય છે.
- ચેપી ઘેટાં અને ભૂંડ મોટા પ્રમાણમાં ચેપી વાયરસ બહાર કાઢે છે અને તેઓ આ રોગના ફેલાવમાં મહત્વનો ભાગ ભજવે છે.
- સંકર પશુઓ દેશી પશુઓ કરતા વધારે ભોગ બને છે.
- આ રોગ રોગગ્રસ્ત પ્રાણીઓના પરિવહનથી એક સ્થળેથી બીજા સ્થળે પણ ફેલાય છે.
રોગ પછીની શું અસરો છે
રોગી પ્રાણીઓમાં મેસ્ટાઇટિસ, ગર્ભાધાનની નિષ્ફળતા, ગરમી સહન કરવાની શક્તિમાં ઘટાડો અને દૂધનું ઉત્પાદન ઘટવાની વધારે સંભાવનાઓ છે.
રોગનો ફેલાવો અંકુશમાં કઈ રીતે લેવો?
- તંદુરસ્ત પરંતુ રોગ થવાની સંભાવના ધરાવતા પશુઓને રોગગ્રસ્ત વિસ્તારોમાં લઈ જવા જોઇએ નહીં.
- રોગગ્રસ્ત વિસ્તારોમાંથી પશુઓની ખરીદી કરવી જોઇએ નહીં
- નવા ખરીદેલ પશુઓને ફાર્મના અન્ય પ્રાણીઓથી 21 દિવસ અલગ રાખવા જોઇએ.
સારવાર
- રોગી પશુઓના મોંઢા અને પગ 1 % પોટાશીયમ પરમેંગેનેટ સોલ્યુશનથી ધોવા જોઇએ. પગની ફોડકીઓ પર એન્ટિસેપ્ટિક લોશન લગાડી શકાય. બોરિક એસિડ ગ્લીસરિન પેસ્ટ મોંઢાની ફોડકીઓ પર લગાડી શકાય.
- રોગી પશુઓને શામક આહાર આપવો જોઇએ અને તેમને તંદુરસ્ત પશુઓથી દૂર રાખવા જોઇએ.
રસીકરણ સમયપત્રક
- રોગની સંભાવના ધરાવતા તમામ પશુઓને છ મહિને એકવાર એફએમડી રસી આપવી. રસીકરણ કાર્યક્રમમાં ઢોર, ઘેટાં, બકરાં અને ભૂંડનો સમાવેશ કરવો જોઇએ.
- વાછરડાઓને 4 મહિનાની ઉંમરે પ્રથમ રસી આપવી જોઇએ અને બીજી રસી પાંચમા મહિને આપવી જોઇએ. ત્યાર બાદ 4-6 મહિને એકવાર ડોઝ આપવો જોઇએ.
એઝોલા – પશુ દાણ તરીકે
એઝોલા અંગે
- એઝોલા તરતી ફર્ન વનસ્પતિ છે, જે લીલ જેવી લાગે છે.
- સામાન્યપણે એઝોલા ડાંગરના ખેતરમાં કે છીછરા પાણીમાં થાય છે.
- તે ઝડપથી વૃદ્ધિ પામે છે
એઝોલા – close view
એઝોલા ચારો / દાણ તરીકે
- પ્રોટીન, આવશ્યક એમિનો એસિડ, વિટામિનો (વિટામિન એ, વિટામિન બી12, બીટા કેરોટીન)થી સમૃદ્ધ, કેલ્સીયમ, ફોસ્ફરસ, પોટેશીયમ, ફેરસ, કોપર, મેગ્નેશીયમ જેવા વૃદ્ધિ પ્રેરક સંયોજનો અને ખનીજો.
- સૂકા વજનના આધારે, તેમાં 25-35 ટકા પ્રોટીન, 10-15 ટકા ખનીજો અને 7-10 ટકા એમિનો એસિડ, જૈવ-સક્રિય પદાર્થો અને જૈવ-પોલીમર્સ હોય છે.
- ઢોર તેને સરળતાથી પચાવી શકે છે, કેમકે તે પ્રોટીનનું ઊંચુ પ્રમાણ અને લિગ્નિનનું ઓછું પ્રમાણ ધરાવે છે.
- એઝોલા કોન્સન્ટ્રેટ્સ સાથે મિશ્રિત કરી શકાય છે અથવા સીધું ઢોરને આપી શકાય છે.
- આ ઉપરાંત તે મરઘાં-બતકાં, ઘેટાં, બકરાં, ભૂંડ અને સસલાંને પણ ખવડાવી શકાય.
એઝોલોનું ઉત્પાદન
- વિસ્તારની ભૂમિમાંથી સૌ પ્રથમ નીંદામણમાં આવે છે અને તેને સમથળ કરવામાં આવે છે.
- ઇંટો ચતુષ્કોણીય આકાર બને તે રીતે સમક્ષિતિજ ગોઠવવામાં આવે છે.
- ઇંટોથી બનાવેલો ચતુષ્કોણ ઢંકાય જાય તે રીતે ઇંટો પર 2 મીટર લંબાઈ અને બે મીટર પહોળાઈની યુવી સ્ટેબિલાઇઝ્ડ સિલ્પાઉલિન શીટ એકસરખી પાથરવામાં આવે છે.
- સિલ્પાઉલિન પિટ પર 10-15 કિગ્રા. ચાળેલી માટી પાથરવામાં આવે છે.
- ગાયનું 2 કિગ્રા. છાણ, 30 ગ્રામ સલ્ફર ફોસ્ફેટ અને 10 લિટર પાણીથી બનેલી સ્લરી શીટ પર રેડવામાં આવે છે. પાણીના સ્તરને 10 સેમી ઉંચે લાવવા વધારે પાણી રેડવામાં આવે છે.
- એઝોલા પડમાં માટી અને પાણીને સહેજ હલાવ્યા પછી 0.5થી 1 કિગ્રા. જેટલું પ્યોર મધર એઝોલા કલ્ચર સીડ મટીરીયલ પાણીમાં એકસરખું પાથરવામાં આવે છે. પ્યોર કલ્ચરના રસીકરણ બાદ તૂરત જ તેના પર તાજુ પાણી છાંટવું જોઇએ, જેથી એઝોલાની યોગ્ય વૃદ્ધિ થાય.
- એક સપ્તાહના સમયમાં એઝોલા સમગ્ર પટ પર પથરાય જાય છે અને એક જાડી ચાદરની જેમ વિકસે છે.
- એઝોલાની ઝડપી વૃદ્ધિ તેમજ રોજની 500 ગ્રામ નીપજ જાળવી રાખવા દર પાંચ દિવસે એકવાર 20 ગ્રામ સલ્ફર ફોસ્ફેટ અને 1 કિગ્રા ગાયનું છાણ મિશ્ર કરીને ઉમેરવું જોઇએ.
- એઝોલાના ખનીજ ઘટકમાં વધારો કરવા માટે દર સપ્તાહે મેગ્નેશીયમ, આયર્ન, કોપર, સલ્ફર વગેરે ધરાવતું સૂક્ષ્મ પોષક તત્વ મિશ્રણ પણ ઉમેરી શકાય.
- નાઇટ્રોજનનો ભરાવો અટકાવવા અને સુક્ષ્મ પોષક તત્વની ઉણપ રોકવા 30 દિવસે એકવાર 5 કિગ્રા. પટની માટી બદલીને તાજી માટી નાંખવી જોઇએ.
- પડમાં નાઇટ્રોજનનો ભરાવો રોકવા માટે દર 10 દિવસે 25થી 30 ટકા પાણી બદલીને તાજુ પાણી નાંખવું જોઇએ.
- પડ ચોખ્ખુ રાખવું જોઇએ, પાણી અને માટી બદલવા જોઇએ અને દર છ મહિને નવા એઝોલાનું દર છ મહિને રસીકરણ થવું જોઇએ.
- જ્યારે પણ એઝોલાને જીવાત અને રોગોનો ચેપ લાગે ત્યારે તેનું ઓઝોલાના પ્યોર કલ્ચરથી રસીકરણ કરવું જોઇએ.
સારી રીતે ઉગાડેલી એઝોલા
એઝોલા ઉત્પાદન ખાડા
લણણી
- એઝોલા ઝડપથી વૃદ્ધિ પામશે અને 10-15 દિવસમાં ખાડો ભરાશે. ત્યાર બાદ રોજ 500-600 ગ્રામ એઝોલા ઉતરશે.
- પ્લાસ્ટિકની ચાળણી અથવા તળીયે કાણા ધરાવતી થાળી દ્વારા 15 દિવસ પછી રોજ એઝોલા લઈ શકાશે.
- એઝોલાની લણણી પછી તેને તાજા પાણીમાં ધોવા જોઇએ, જેથી ગાયના છાણની વાસ નીકળી જાય.
વૈકલ્પિક ઇનપુટ્સ
- તાજી બાયોગેસ સ્લરીનો પણ ઉપયોગ કરી શકાય
- બાથરૂમ અને ગભાણનું નકામું પાણી પણ ખાડો ભરવા ઉપયોગમાં લઈ શકાય. જે વિસ્તારોમાં તાજા પાણીની સમસ્યા હોય ત્યાં કપડાં ધોયા પછી તેને બીજીવાર તારવ્યા બાદ તે પાણીનો ઉપયોગ પણ કરી શકાય.
વૃદ્ધિ માટે પર્યાવરણીય પરિબળો
- તાપમાન 20° સેન્ટીગ્રેડથી 28° સેન્ટીગ્રેડ
- પ્રકાશ 50 ટકા, સંપૂર્ણ સૂર્યપ્રકાશ
- સાપેક્ષ આર્દ્રતા 65-80 ટકા
- પાણી (ટાંકીમાં) 5-12 સેમી
- પીએચ 7.5
એઝોલાના વાવેતર દરમિયાન નોંધવાલાયક મુદ્દાઓ
- જાળીથી એઝોલા ધોવા હિતાવહ છે, કેમકે એઝોલાના નાના છોડવા બહાર નીકળી જશે અને તેમને પાછા ટાંકામાં નાંખી શકાશે.
- તાપમાન 25° સેન્ટીગ્રેડ જળવાય તેની કાળજી લેવી જોઇએ.
- પ્રકાશની તીવ્રતા ઘટાડવા જાળીનો છાંયડો કરી શકાય.
- એઝોલા ભરચક ના થઈ જાય તે માટે તેનો રોજેરોજ નિકાલ કરવો જોઇએ.
દૂધ દોહવાના યંત્રો
દૂધ દોહવાના આધૂનિક યંત્રો જો યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવ્યા હોય, તેમને શ્રેષ્ઠ કાર્યકારી પરિસ્થિતિઓમાં જાળવવામાં આવ્યા હોય અને તેમનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો હોય તો, આ યંત્રો આંચળને ઇજા પહોંચાડ્યા વિના ગાયોને ઝડપથી અને કાર્યક્ષમપણે દોહવા માટે સક્ષમ છે. દૂધ દોહવાના યંત્રો બે પાયાના કાર્યો કરે છે.
- ટીટ સિસ્ટર્ન (ડીંટડી સાથે જોડેલી કુંડી)માંથી દૂધ અંશત: વેક્યુમના ઉપયોગથી સ્ટ્રીક કેનાલમાં લઈ જાય છે, જ્યાંથી દૂધ રીસીવિંગ કન્ટેનરમાં જાય છે.
- તે ડીંટડીને મસાજ કરે છે, જેથી ડીંટડીમાં લોહી અને લસિકાનો ભરાવો થતો
દૂધ દોહવાના યંત્રના ભાગો
દૂધ દોહવાના યંત્રના મુખ્ય ભાગો નીચે પ્રમાણે છે:
- પલ્સેટર
- ટીટ કપ શેલ્સ અને લાઇનર્સ
- મિલ્ક રીસેપ્ટેકલ
- વેક્યુમ પંપ અને ગેજ
- વેક્યુમ ટેન્ક
- રેગ્યુલેટર
દૂધ દોહવાના યંત્રો
યંત્રથી દૂધ દોહવાની ક્રિયાના તમામ લાભો પ્રાપ્ત કરવા સાચી ટેકનિકનો ઉપયોગ થવો જ જોઇએ. દૂધ દોહનારા અને ભેંસો બંને યંત્રોથી પરિચિત હોવા જોઇએ. જો ભેંસો ગભરાયેલી હશે કે અગવડ મહેસૂસ કરશે તો, તેઓ દૂધ પકડી રાખશે અને તેથી કરીને દૂધ ઓછુ નીકળશે. પરીણામે ખેડુતને આર્થિક નુકસાન થશે અને તેનો યંત્રો દ્વારા દૂધ દોહવાની ક્રિયામાંથી વિશ્વાસ ઉઠી જશે.
યંત્રોથી દૂધ દોહનની પ્રસ્તાવના
- જે લોકોથી પશુઓ પરિચિત હોય અને જેમની હાજરીમાં પશુઓ નિરાંત અનુભવે તેવા લોકો દ્વારા અને નિષ્ણાતોના નિરીક્ષણ હેઠળ યંત્રોથી દૂધ દોહવાની પદ્ધતિ ધીરે ધીરે દાખલ થવી જોઇએ.
- કર્મચારીઓની તાલિમ. મિલ્કિંગ મશિન કંપનીના માણસે દૂધ દોહનારાઓને તાલિમ આપવી જોઇએ. આવી વ્યક્તિને મિલ્કિંગનું જીવવિજ્ઞાન, મશિન મિલ્કિંગ તેમજ મિલ્કિંગના સાધનની ડીઝાઇન, કામગીરી અને જાળવણીનું જ્ઞાન હોય છે. તાલિમમાં કાર્યપદ્ધતિઓ, મિલ્કિંગ રૂટિન, મશિન ચલાવવાની સમજ, સ્વચ્છતા અને જાળવણી તેમજ મશિનની રોજિંદી સર્વિસના ચોક્કસ પાસાઓનો સમાવેશ થવો જોઇએ.
- યંત્રથી દૂધ દોહવાની વ્યવસ્થામાં જતા પહેલાં મિલ્કિંગ મશિનનું ઇન્સ્ટોલેશન અને ડેરી ફાર્મમાં અન્ય ફેરફારો કરી લેવા જોઇએ.
- વાછરડીઓથી શરૂઆત કરવી સૌથી યોગ્ય છે, કેમકે મશિન મિલ્કિંગ સાથે ઘરડા ઢોર કરતા વાછરડીઓનો ઘરોબો કેળવવો સરળ છે.
- જે ઢોર હાથથી દૂધ દોહવાની કામગીરી નિરાંતે કરવા દેતા હોય તેવા શાંત પ્રાણીઓની પસંદગી કરવી જોઇએ. પ્રાણીઓના આંચળો અને ડીંટડીઓના કદ એકસમાન હોવા જોઇએ. મદમાં આવેલા પશુ કે રોગી પશુ કે અગાઉ જેમને દોહવામાં તકલીફ પડી હોય તેવા પશુની પસંદગી કરવી જોઇએ નહીં.
- ઘરડા અને પસંદ કરેલા પ્રાણીઓને રોજની જેમ હાથથી દોહો, પરંતુ દોહતી વખતે વેક્યુમ પંપ ચાલુ રાખો. તેનાથી પશુઓ ઘોંઘાટથી ટેવાશે. પશુ બંધાઈ જાય તે પછી અને ખરેખર દોહવાનું ચાલુ થાય તે પહેલાં પંપ ચાલુ કરો, નહિંતર પશુ અચાનક ઘોંઘાટથી ચોંકી ઉઠશે. જ્યાં સુધી બધા પશુ ઘોંઘાટથી ટેવાય ના જાય ત્યાં સુધી કાર્યપદ્ધતિનું (સામાન્યપણે 2થી 4 વખત) પુનરાવર્તન કરો.
ભેંસોને દોહવા માટેના યંત્રો
બીજા ઢોરની સરખામણીમાં ભેંસના આંચળ અને ડીંટડીઓ અલગ હોવાથી ઢોર માટેના મિલ્કિંગ મશિનોમાં ભેંસને અનુરૂપ ફેરફારો કરવા પડે છે. સામાન્યપણે, વધારે ભારે ક્લસ્ટર, વધારે ભારે વેક્યુમ અને વધારે ઝડપી પલ્સેશન દર જરૂરી છે.
મિલ્કિંગ મશિનોના સપ્લાયરો
ગુજરાત
|
ઉન્નતી એન્જિનીયરિંગ કંપની 10, શાયોના એસ્ટેટ, વાડીલાલ આઇસ ફેક્ટરી પાસે, દૂધેશ્વર રોડ, અમદાવાદ, ગુજરાત -380004, ભારત ફોન: +(91)-(79)-25621378 ફેક્સ: +(91)-(79)-25624985 મોબાઇલ / સેલ ફોન: +(91)-9638216397/9998423093
|
મહેશ એન્જિનીયરિંગ વર્ક્સ 1, મોદી એસ્ટેટ, મહાકાળીના મંદિર પાસે, શાહીબાગ, અમદાવાદ, ગુજરાત – 380004, ફોન: +(91)-(79)-25626688 મોબાઇલ / સેલ ફોન: +(91)-9825336443
|
હરિયાણા
|
સ્વસ્તિક એન્ટરપ્રાઇઝીઝ પ્લોટ નં. 78, સ્ટ્રીટ – 3બી, આર. કે. પુરમ, કુંજપુરા રોડ, કર્નાલ – 132001, હરિયાણા, ભારત ફોન:91-184-2268326 ફેક્સ:91-184-2265926
|
બરનાલા ફીડ્સ નં. 748, સેક્ટર 12એ, પંચકુલ્લા, હરિયાણા, - 134 109, ભારત ફોન: +(91)-(172)-2566799 મોબાઇલ / સેલ ફોન: +(91)-9876028982
|
કેરળ
|
શ્રી વિનાયક એજન્સીઝ ટીસી – 5/7 – 3, કૈરા કોમ્પલેક્સ, મુત્તડા રોડ, અંબાલામુક્કુ, પેરુરકાડા પોસ્ટ, ત્રિવેન્દ્રમ, કેરળ – 695011, કેરળ, ભારત ફોન: +(91)-(471)-6547288/2449178 મોબાઇલ / સેલ ફોન: +(91)-9946938721/9447088234
|
|
મહારાષ્ટ્ર
|
દેલાવલ પ્રા.લિ. એ-૩, અભિમાનશ્રીસોસાયટી, પાશાન રોડ, (ડૉ. હોમી ભામા રોડ), પુણે-411 008 ફોન: 020-2567 5881/2,2567 5886 ફેક્સ: 020- 2567 5916. ઇ-મેલ: marketing.india@delaval.com
|
ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ૨૫-એ, ચાંદવાડી સી. પી. ટેંક રોડ, મુંબઇ - 400 004 (ભારત) ફોન: +91 - 22 - 23803891 / 23803892 / 23803893 ફેક્સ: +91 - 22- 23803890 krishna.dairyequipments@gmail.com
|
ગોવર્ધન ઈન્ડસ્ટ્રીઝ ૩/૮, પોસ્ટલ કોલોની, પંચગાંવ, કોલ્હાપુર, મહારાષ્ટ્ર-416 013, ભારત ફોન: +(91)-(231)-6524576 ફેક્સ: +(91)-(231)-6524576 મોબાઇલ / સેલ ફોન: +(91)-9766672699
|
|
નવી દિલ્હી
|
ચઢ્ઢા સેલસ પ્રા. લિ. ૧૩૭, રાજેન્દ્ર માર્કેટ, તીસ હઝારી, નવી દિલ્હી, દિલ્હી-110054, ભારત ફોન: +(91)-(11)-23944840/23922290/23920100 ફેક્સ: +(91)-(11)-23914211
|
ઇન્ટેક એક્સપોર્ટ (ભારત) પ્રાઇવેટ લીમિટેડ નં-૨૦૧, પંકજ ચેમ્બર, એલ.એસ.સી, પોકેટ-એચ, સરિતા વિહાર, નવી દિલ્હી, દિલ્હી-૧૧૦ ૦૭૬, ભારત ફોન: +(91)-(11)-26946628 ફેક્સ: +(91)-(11)-41401838
|
સનરાજ ઇન્ડસ્ટ્રીઝ બી-૧૨૦, માયાપુરી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ફેસ-૧, માયાપુરી, દિલ્હી - 110 064 ફોન: +(91)-(11)-23612050 ફેક્સ: +(91)-(11)-23682900 મોબાઇસ / ફોન સેલ: +(91)-9811089723
|
ઇન્ડીયન ડેરી ઇક્વિપમેન્ટ કંપની નં.૩૬૪, આઝાદ માર્કટ, દિલ્હી - 110 006, ફોન: +(91)-(11)-23615823/23612050 ફેક્સ: +(91)-(11)-23682900 મોબાઇલ / સેલ ફોન: +(91)-9811089723/9811089723
|
Tamil Nadu
|
યુનિવર્સલ ડેરી ઇક્વિપમેન્ટ ૩૯૪ ગીરીયામ્મન કોઇલ સ્ટ્રીટ, પીલામેડુ, કોઇમ્બતૂર- 641004, તમિલનાડુ ફોન: 91-98430-2161-0 ફેક્સ: 91-422-2576-604 મોબાઇલ: 91-936-310-3791
|
|
ખેડુત નવીનીકરણ
સ્ત્રોત:
National Innovation Foundation-India
Tamil Nadu Agritech Portal
ડેરીલક્ષી પશુઓ માટે રસીકરણ સમયપત્રક
ક્રમ
|
ઉંમર
|
રસી
|
1.
|
- ચોથો મહિનો
- 2-4 સપ્તાહ પછી
- જ્યાં રોગનું વધારે પ્રમાણ હોય તેવા વિસ્તારોમાં વર્ષે ત્રણ વખત અથવા વર્ષે બે વાર
|
ફુટ એન્ડ માઉથ ડીસીઝ (એફએમડી) રસી – પહેલો ડોઝ એફએમડી – બીજો ડોઝ એફએમડી – બુસ્ટર
|
2.
|
છ મહિના
|
એંથ્રેક્સ રસી બ્લેક ક્વાર્ટર (બીક્યુ) રસી
|
3.
|
છ મહિના પછી
|
હેમરેજિક સેપ્ટિસેમીયા (એચ.એસ.) રસી
|
4.
|
વર્ષે એકવાર
|
બીક્યુ, એચ.એસ. અને એંથ્રેક્સ
|