આજના યુગમાં બધાને જ પૈસા તો કમાવવા છે, પણ મહેનત કરવી કોઇને ગમતી નથી. થોડી મહેનત કરવાનીઆવે એટલે હાથ ઊંચા કરી દે અને તેના તરફ ધીમેધીમે ઉદાસી સેવવા માંડે છે. આવું જ કંઇ પશુપાલનવ્યવસાય તરફ પણ જોવા મળી રહ્યું છે. આ વ્યવસાયમાં બારેમાસ મહેનત કરવી પડે છે, જેને પગલે કેટલાયેખેડૂતો અને પશુપાલકોએ પણ પોતાનો આ વ્યવસાય છોડી દીધાના કેસ જોવા મળે છે.
આ બધુ આપણે બાજુએ રાખી દઈ સુરત જિલ્લાના પશુપાલકોએ પશુપાલનનો વ્યવસાય કંટાળાજનક કેબોરિંગ નથી, તેવું સાબિત કરી દીધું છે. એટલું જ નહીં તેમનો આખેઆખો પરિવાર આ વ્યવસાય તરફ વળ્યો છેઅને તે અન્યો માટે તેઓએ પ્રેરણારૂપ બની રહ્યાં છે.
સુરત જિલ્લાથી ૩૩ કિ.મીના અંતરે આવેલા વડોલી ગામના અજીતસિંહ મોતીસિંહ દોડિયા પશુપાલનના વ્યવસાયમાં ખોટ જાય છે તેવું કહેનારાને ચેંલેજ આપતા કહે છે કે, ૧૯૯૦માં મારી પાસે માત્ર એક જ ભેંસ હતી.
૧૯૯૨માં દસ ભેંસ લીધી, તેમાંથી મહેનત કરી આગળ વધતા વધતા આજે ૬૦ ભેંસનો તબેલો ધરાવું છું.દરરોજ ૩૫૦ થી ૪૦૦ લીટર દૂધ વેચાણ સાથે મહિને દહાડે દસ હજાર લીટર દૂધમાંથી સાડા ત્રણથી ચારલાખની આવક મેળવું છું. આ દૂધના વ્યવસાય થકી ૩૮ વીંઘા જમીન ખરીદી અને કિમમાં નવ રો હાઉસખરીધ્યા છે, એટલે કે એક સામાન્ય માણસ પાસે અત્યારે અંદાજીત બે કરોડની મિલકત છે, જે પશુપાલનનાવ્યવસાયને આભારી છે. તેમ અભિમાનપૂર્વક અજિતસિંહ કહે છે.
તેમણે કહ્યું કે, આ વ્યવસાયમાં મહિલાઓની ભૂમિકા અગત્યની છે. આ કાર્યમાં પણ તેમની પત્ની કુસુમબેનનોખૂબ જ મોટો ફાળો છે. નાના બાળકોની સારસંભાળની જેમ આ અબોલ પશુધનની સંભાળ લેવી પડે. આંચલઅને બાવલાના સોજો આ ધંધા માટે પડકારરૂપ ગણાય છે. પણ એની માવજત અને પશુ આરોગ્ય વિભાગ દ્વારારેગ્યુલર લેવામાં આવતી વિઝીટ ઉપરાંત પશુઆરોગ્ય મેળામાં મળતું માર્ગદર્શન અને આગોતરી આપવામાંઆવતી રસીને કારણે અમને ખૂબજ રાહત રહે છે.
આમ એક સામાન્ય જીવન ગુજારતા અજીતસિંહ વર્ષે દહાડે ૪૮ લાખની વાર્ષિક આવક સાથે સુખરૂપ જિંદગીગુજારે છે. ગામડાઓમાં ખેતી કરતા ખેડૂતો પણ જો પશુપાલન વ્યવસાયને પૂરક રોજી તરીકે અપવાને તો કંઇ ગુમાવવા જેવું તો નથી જ.
વડોલી ગામની બરોબર સામે આવેલા ઉમરાછી- ગામના દોલતસિંહ રામસિંહ સોંલકી પણ ૧૧૦ ભેંસ પાંચજેટલી ગાયોના માલિક છે. ૨૫ થી ૩૦ જેટલા નાના વાછરડા - વાછરડી પણ છે. મૂળ ખેતીનો વ્યવસાય, પરંતુઘરનું દૂધ ખાવા મળે એમ કરીને દસ વર્ષ પહેલા સાતેક ભેંસ રાખતા હતા. ક્રમશ ગામડાઓમાં પણ દૂધનો ધંધોઓછો થવા લાગ્યો, મજુર ઘાસચારાની તકલીફને લઇ ગણો કે અન્ય કારણોસર આ વ્યવસાય પ્રત્યે લોકોનોલગાવ ઓછો થતો ગયો એટલે દોલતસિંહ ભાઇને થયું કે આ શ્વેતક્રાંતિ ફરી ધમધમતી કરવી જોઇએ એટલેતેમણે ધીમેધીમે ભેંસો ખરીદવાનું શરૂ કર્યું.
પોતે જાતે જ પસંદ કરીને ભેંસ લઇ આવતા તેમની પાસે બે જાફરાબાદી ભેંસો પણ છે. જે રોજનું ૪૦ લીટર દૂધઆપે છે. આ બધા પશુધન દ્વારા રોજનું ૮૫૦ થી ૯૦૦ લીટર દૂધ મળે છે. એટલે કે દરરોજનું તેઓ રૂ. ૩૧૫૦૦ જેટલાનું દૂધ ડેરીમાં ભરે છે. એટલે કે મહિને દહાડે રૂ. ૯,૪૫,૦૦૦ નું દૂધ ડેરીમાં આપે છે. તેમનો દીકરો પણટેક્ષટાઇલ એન્જિનયર છે. તે રૂ. ૨૫૦૦૦ની નોકરી છોડીને અહીં જોડાયો છે.
તેમણે કહ્યું કે, પશુપાલન વિભાગના ડોક્ટરો કર્મચારીઓ અમારા માર્ગદર્શીય રહયા છે. પશુને અમે પાળીએ પણતે બીમાર પડે વાગે તો તેનો ઇલાજ તો આ લોકો જ કરે છે. અને જેઓ નિયમિત અમારી મુલાકાત લેતા હોય છે.ટાઇમસર રસી પણ આપી જાય છે. અમે પણ પશુઆરોગ્ય મેળામાં અમારા પશુઓને ખાસ સારવાર માટે લઇજઇએ છીએ.
વડોલીના અજીતસિંહ કહે છે, કે હું તો આંઠ ચોપડી માંડ ભણ્યો છું પણ મારી બે દીકરીઓએ એમ.એ બી.એડકરાવ્યું અને મારો દીકરો ઇજનેરીમાં ભણે છે. તેમના પત્ની કુસુમબેને કહ્યું કે, મેં એક દીવસ મારા છોકરાઓનેકહ્યું કે, હવે હું થાકી જાઊં છું આ તબેલો જ વેચી કાઢવાની છું ત્યારે તેમનો દીકરો અને સાસરે ગયેલી દીકરીએકહ્યું મમ્મી તુ થાકી ગઇ હોય તો, તમે જે પૈસા માંગો તે અમે તમને આપી દઇશું પણ બીજા કોઇને આપતા નહીં.
ચોમાસામાં ઘાસચારાનો પૂરતો સ્ટોક વડોલીના પશુપાલક અજિતસિંહ કહે છે કે ૨૦૦૬ ના પૂર દરમિયાન પણ ત્રણ દિવસ ગામની બહાર નહોતુનીકળાયું તે સમયે પણ આ પશુધન માટે દાણ અને ઘાસચારાનો પૂરતો સ્ટોક હતો. આપણે વર્ષનું અનાજભરાવીએ તેમ આ અબોલજીવ માટે પણ અમે ચોમાસાનો સ્ટોક ભરી જ રાખીએ છીએ. તેમણે તો ઘાસ કાપવાનુંમશીન પણ લીધું છે. એક કલાકમાં એક વીઘુંમાં ઊભો ચારો કપાઇ જાય છે
આખું વર્ષ તબેલામાં ઠંડકનો માહોલ ઉંમરાછીના પશુપાલક દોલતસિંહ સોલંકી પશુપાલન પ્રત્યે લગાવને કારણે તેઓ કાળજી પણ એટલી જ રાખેછે. તબેલામાં ભેંસોને ઠંડક પ્રસંદ હોય સુમુલ પાસેથી ૫૦ ટકા સબસીડી સાથેનો વોટર સ્પ્રીંકલરનો શેડ પણમૂક્યો છે. બે મિનિટ પાણીનો સ્પ્રે થાય પછી ૧૦ મિનિટ બંધ રહે એ મુજબ વરસાદ જેવો ઠંડો માહોલ રાખ્યો છે.
ઉંમરાછીને દોલતસિંહે કહ્યું કે આ પશુધનને સાચવવા માટે ૧૦ યુગલ રાખ્યા છે. દરેક ૧૨ થી ૧૩ ભેંસોનીઅંગત કાળજી રાખે છે. એની ઉપર એક મેનેજર પણ રાખવામાં આવ્યો છે.
આ તમામને ૬૫૦૦૦ હજાર જેટલીરોજગારી ચૂકવવામાં આવે છે. તેઓ પાકી રૂમોમાં રહે છે. તેમના બાળકો શિક્ષણ મેળવે એટલે ખાસદોલતસિંહએ બાળકોને શાળામાં દાખલ પણ કરાવ્યા છે.
પશુપાલન એ પવિત્ર વ્યવસાય છે. જેને પુન: સજીવન કરવાની જરૂર છે. જો સારી જાતનાઓલાદની પસંદગી,લીલાચારો, સુવ્યસ્થિત મેનેજમેન્ટ અને પશુઓ પ્રત્યે લગાવ તેનું જતન હોય તો સારી આવક મેળવી શકાયતેમ છે. જિલ્લા પંચાયત સ્વભંડળમાંથી કોઇપણ જાતિના વ્યક્તિને બે પશુ ખરીદવા માટે રૂ. ૨૦-૨૦ હજારની સહાય આપવા માટે રૂ. ૫ કરોડ મંજુર કર્યા છે. પશુઓની કાળજી બાબતે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન, કિટસવિતરણ તથા રસી મૂકી પશુપાલકોને પ્રોત્સાહન આપવામાં આવે છે.
ડૉ.. ડી.બી. ગિરાણી, નાયબ પશુપાલનનિયામક, સુરત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020