অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બકરા

બકરી ઉછેર

બકરીને ભારતમાં 'ગરીબ માણસની ગાય' કહેવામાં આવે છે. સૂકી જમીન પર થતી ખેતીમાં બકરી અત્યંત મહત્વનું ઘટક છે. ગાય અને ભેંસ જેવા અન્ય પ્રકારના પ્રાણીઓ માટે અયોગ્ય એવી સીમાંત કે ખાડાટેકરાવાળી જમીનોમાં બકરી શ્રેષ્ઠ વિકલ્પ છે. અત્યંત ઓછા મૂડીરોકાણ સાથે બકરીનો ઉછેર નાના અને સીમાંત ખેડુતો માટે નફાકારક સાહસ બની શકે છે.

આ કોણ શરૂ કરી શકે?

  • નાના અને સીમાંત ખેડુતો
  • ભૂમિહીન મજૂરો
  • સામાન્ય ગોચર જમીનની ઉપલબ્ધતા

શરૂ કરવાના કારણો

  • નીચું મૂડીરોકાણ અને ઝડપી વળતર
  • સાદો અને નાનો શેડ પૂરતો છે
  • વાડામાં ઉછેર નફાકારક
  • બકરાનો ઉંચો વૃદ્ધિદર
  • આખુ વર્ષ કામ
  • માંસમાં ઓછી ચરબી હોય છે અને તે બધાને ગમે છે
  • ઇપણ સમય વેચી શકાય અને પૈસા મેળવી શકાય.

કઈ ઓલાદ તમારા માટે યોગ્ય છે?

જમુનાપરી

  • ઠીક ઠીક ઉંચુ પ્રાણી
  • બકરાનું વજન લગભગ 65-85 કિલો હોય છે અને બકરીનું વજન ૪૫-૬૦ કિલો હોય છે.
  • છ મહીને બચ્ચાનું વજન લગભગ 15 કિલો હોય છે.
  • દૂધનું ઉત્પાદન રોજનું લગભગ 2-2.5 લીટર/દિવસ હોય છે.
  • મજબૂતપણે કમાનદાર રોમન નાક અને લાંબા લોલક જેવા કાન, જે પુખ્ત જમુનાપુરીમાં લગભગ 12 ઈંચ લાંબા હોય છે.
  • એક વેતરે એક બચ્ચું.

Tellichery

  • બકરા રંગે સફેદ, બદામી અને કાળા હોય છે
  • એક વેતરે 2-3 બચ્ચાં
  • બકરાનું વજન લગભગ 40-45 કિલોગ્રામ અને બકરીનું વજન લગભગ 30 કિલોગ્રામ હોય છે

 

 

 

બોઅર

  • સમગ્ર વિશ્વમાં માંસ માટે ઉછેરવામાં આવે છે
  • ઝડપી વૃદ્ધિદર
  • બકરાનું વજન લગભગ 110-135 કિલો હોય છે અને બકરીનું વજન લગભગ 90-100 હોય છે
  • બચ્ચાનું વજનું 90 દિવસની ઉંમરે લગભગ 20-30 કિલો હોય છે

 

 

 

ઓલાદ માટે બકરાની પસંદગી

બકરી

  • 2-3 બચ્ચા હોવા જોઇએ
  • 6-9 મહીને પુખ્ત થવા જોઇએ

લવારા

  • પહોળી છાતી અને પાતળુ શરીર ધરાવતા અને ઉંચા
  • 9-12 મહીને પુખ્ત થાય
  • છ મહિનાની ઉંમરે શરીરનું સારુ વજન ધરાવતા લવારા પસંદ કરો
  • 2-3 લવારાની માતામાંથી પસંદ કરો

ધાવણ વ્યવસ્થા

  • સંકેન્દ્રીત ખોરાક આપવા ઉપરાંત ચરાવવાથી મહત્તમ વૃદ્ધિ દર.
  • એકેસીયા, લ્યુસર્ન ઘાસ અને કસાવા જેવો પ્રોટીનથી ભરપૂર લીલો ઘાસચારો આપો, જે ખાદ્ય નાઇટ્રોજનનો મહત્વનો સ્રોત છે.
  • ખેડુતો અગથીયો, સુબાબુલ અને ગ્લેરિસિડીયા વૃક્ષો ખેતરની સરહદે ઉગાડી શકે છે અને તેમનો લીલા ચારા તરીકે ઉપયોગ કરી શકે છે.
  • એક એકર જમીનમાં ઘાસચારો અને વૃક્ષો રોપવાથી 15-30 બકરાંને પોષી શકાય.
  • નીચે પ્રમાણે સંકેન્દ્રીત આહાર પણ તૈયાર કરી શકાય:

ઘટકો

બચ્ચા માટે રેશન

મોટા માટે રેશન

ઘાત્રી બકરી માટે રેશન

સગર્ભા બકરી માટે રેશન

મકાઈ

37

15

52

35

કઠોળ

15

37

---

---

તેલેબીયાંનો ખોળ

25

10

8

20

ઘઉંની કુશકી

20

35

37

42

ખનિજ મિશ્રણ

2.5

2

2

2

સાદુ મીઠુ

0.5

1

1

1

કુલ

100

100

100

100

  • બચ્ચાંને પ્રથમ 10 સપ્તાહ માટે 50-100 ગ્રામનો સંકેન્દ્રીત આહાર પૂરો પાડવો જોઇએ.
  • મોટા થતા બચ્ચાં માટે 3-10 મહિના માટે 100-50 ગ્રામનો સંકેન્દ્રીત આહાર પૂરો પાડવો જોઇએ.
  • સગર્ભા બકરીને રોજના 200 ગ્રામ જેટલો સંકેન્દ્રીત આહાર આપી શકાય.
  • બકરીઓને બાંધવાના ખૂંટા પર કોપર (950-1250 પીપીએમ)થી ભરપૂર ખનીજ દ્રવ્ય આપવા જોઇએ.

પ્રજનન સંચાલન

નફાકારક બકરા ફાર્મિંગ માટે બે વર્ષે ત્રણ વેતર હોવા જોઇએ.

  • ઝડપી વૃદ્ધિદર અને મોટું કદ ધરાવતા બકરાઓનો પ્રજનન માટે ઉપયોગ થવો જોઇએ.
  • એક વર્ષની ઉમરની બકરીઓનો પ્રજનન માટે ઉપયોગ થવો જોઇએ.
  • વેતરના ત્રણ મહિના પછી બકરીનું પ્રજનન થવું જોઇએ, તો જ બે વર્ષે ત્રણ વેતર થશે.
  • બકરાં દર લગભગ દર 18થી 21 દિવસે મદમાં કે જાતિચક્રમાં આવે છે અને તેમનો મદ 24-72 કલાક ટકે છે.
  • મદમાં આવેલી બકરીઓ વાચાળ બને છે અને કેટલીક તો પીડાતી હોય તેમ મોટેથી કણસે છે. એક બાજુથી બીજી બાજુ સતત પૂંછડી હલાવવી એ મદની બીજી નિશાની છે. વધુમાં, યોનિ સહેજ મોટી અને લાલાશ પડતી થાય છે અને પૂંછડીની આસપાસનો વિસ્તાર યોનિસ્રાવને કારણે ભીનો અને ગંદો લાગે છે. ભૂખ ઘટે છે અને પેશાબનું પ્રમાણ વધે છે. મદમાં આવેલી બકરી પોતે બકરો હોય તેમ બીજી બકરી પર ચડી જાય છે અથવા બીજી બકરીને પોતાની ઉપર ચડવા દે છે.
  • જાતિચક્રના ચિહ્નો શરૂ થયા પછી 12-18 કલાકે બકરીઓને પ્રજનન કરાવી શકાય છે.
  • કેટલીક બકરીઓમાં જાતિચક્ર 2-3 દિવસ સુધી ટકે છે. તેથી તેમને બીજા દિવસે પણ પ્રજનન કરાવી શકાય.
  • ગર્ભાધાન સમય લગભગ 145-150 દિવસનો હોય છે, પરંતુ એક સપ્તાહ વધારે કે ઓછું સામાન્ય હોય છે. તેથી અગાઉથી તૈયારી કરવી સારી.

કૃમિનાશ

  • બકરીને પ્રજનન કરાવતા પહેલાં તેના શરીરમાંથી કૃમિનો નાશ થવો જોઇએ. કૃમિના ચેપથી ગ્રસ્ત બકરા પાતળા અને સુસ્ત હોય છે.
  • બચ્ચાંમાં એક મહિનાની ઉંમરે કૃમિનાશ થવો જોઇએ. કૃમિનું જીવનચક્ર ત્રણ સપ્તાહનું છે, તેથી ફરી બે મહિનાની ઉંમરે કૃમિનાશની ભલામણ કરવામાં આવે છે.
  • સગર્ભા બકરીઓમાં વેતર પહેલાંના 2-3 સપ્તાહે કૃમિનાશ થવો જોઇએ.
  • સગર્ભાવસ્થાની શરૂઆતમાં (બે મહિના સુધી) બકરીઓમાં ગર્ભપાત ટાળવા કૃમિનાશ ટાળવું.

રસીકરણ

  • બચ્ચાઓને 8 સપ્તાહની ઉંમરે અને પછી ફરી 12 સપ્તાહની ઉંમરે એન્ટરોટોક્સેમીયા અને ટીટેનસની રસીઓ આપવી જોઇએ.
  • બકરીઓને પ્રજનન કાળના 4-6 સપ્તાહ પહેલાં અને વેતરના 4-6બ સપ્તાહ પહેલા એન્ટરોટોક્સેમીયા અને ટીટેનસની રસીઓ આપવી જોઇએ. બકરાઓને વર્ષમાં એકવાર એન્ટરોટોક્સેમીયા અને ટીટેનસની રસીઓ આપવી જોઇએ.

બકરાઓ માટે નિવાસ

ડીપ લિટર સીસ્ટમ

  • હવાની સારી અવરજવર ધરાવતો એક નાનો શેડ એક નાના ધણને રાખવા માટે પૂરતો છે.
  • ઘાસની પથારી ઓછામાં ઓછી 6 સેમી જેટલી ઊંચી હોવી જોઇએ.
  • ગભાણમાં ખરાબ વાસ દૂર કરવા પથારીની સામગ્રી સમયાંતરે દૂર કરવી જોઇએ.
  • દર બે સપ્તાહે પથારીની સામગ્રી બદલવી જોઇએ.
  • દરેક બકરાને લગભગ 15 ચોમી જગ્યા જોઇએ.
  • બહારના પરોપજીવી ચેપથી બચવા સંભાળ લેવાવી જોઇએ.
  • એક પુખ્ત બકરો વર્ષે લગભગ એક ટન ખાતર પેદા કરે છે.
ઉંચા મંચની વ્યવસ્થા
  • જમીનના સ્તરેથી લગભગ 3-4 ફુટ ઊંચાઈએ લાકડાનું પાટીયું અથવા વાયર મેશ રાખવામાં આવે છે.
  • આ પદ્ધતિમાં બાહ્ય પરોપજીવી ચેપ ઓછો લાગે છે.

ઉછેરની પદ્ધતિઓ

1. અર્ધસઘન વ્યવસ્થા

  • જે સ્થળોએ ચરવાની જમીન ઓછી હોય ત્યાં બકરીઓને ચરાવ્યા પછી લીલો ચારો અને સંકેન્દ્રીત આહાર સારા પ્રમાણમાં આપી શકાય.

2. સઘન વ્યવસ્થા

  • શેડમાં બકરીઓને લીલો ચારો અને સંકેન્દ્રીત આહાર આપવામાં આવે છે.
  • ચરવાનું હોતું નથી.
  • નિવાસમાં ઘાસની ઊંડી પથારી અથવા ઉંચા મંચની વ્યવસ્થા હોઈ શકે છે.

બકરા વીમો

  • સામાન્ય વીમા કંપનીઓ દ્વારા બકરીઓનો ચાર મહિનાની ઉંમરે વીમો ઉતારી શકાય.
  • અકસ્માત કે રોગોને કારણે મૃત્યુ થાય તો વીમાનો દાવો કરી શકાય છે.

ભારતમાં બકરાના ફાર્મ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate