অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રજીવોથી થતાં રોગો

કોકસીડીઓસીસ

સામાન્ય રીતે એક સાલ નીચેની ઉમરનાં બકરાંમા આ રોગો થાય છે. કુલ ૧૧ કોકસીડીયોસીસ ની જાતો માંથી ફકત બે જાતીઓ વધારે નુકશાન કારક છે.

આ રોગથી બકરાંને ઝાડા થાય છે. જેમાં કોઇક વખતે લોહી પણ હોય છે. મોટા ભાગનું નુકશાન મોટા આંતરડામાં થાય છે. આ રોગનું નિદાન સામાન્ય રીતે ઝાડાના નમુનાનું પરીક્ષણ કરવાથી તથા પોસ્ટમોર્ટમ કરવાથી કરી શકાય છે. મૃત્યુનું પ્રમાણ આ રોગનુ કારણે જ થાય છે. તે જાણવા માટે સામાન્ય રીતે પોસ્ટમોર્ટમ કરવું ખાસ જરૂરી છે. સલ્ફાડીમીડીન નામની દવા મોંવાટે અથવા ઇન્જકશન ક્ષરા આપી આ રોગની સારવાર કરવામાં આવે છે.

બચ્ચા ઉછેર દરમ્યાન અન્ય ધ્યાનમાં લેવા જેવી બાબતો : ખસી કરણ કરવું ? બચ્ચાં ર-૪ અઠવાડીયાની ઉમરના થાય ત્યારે ખસી કરવામાં આવે છે. ખસી કરવાથી માંસ સ્વાદિષ્ટ બને છે. બચ્ચાંઓનું વજન ઝડપથી વધે છે અને તેની ચામડીની ગુણવત્તા સુધરે છે જેવા ફાયદાઓ થાય છે.

ટોક્સોપ્લાઝમોસેસ

બકરાંમાં ટોકસોપ્લાઝમોસેસ નામનો રોગ કોઇક વખતે જોવા મળે છે. આ રોગમાં તાવ આવે, શ્વાસમાં તકલીફ, ચેતાતંત્રને લગતા ચિન્હો અને ગર્ભપાત થાય છે. ટોકસોપ્લાઝમોસેસથી બકરીમાં ગર્ભપાત એક વર્ષોથી નીચેના જાનવરોમાં ખાસ લક્ષણ છે. આ ચેપથી એક વખતે ગર્ભપાત થયા પછી સામાન્ય રીતે બીજા વેતરમાં ગર્ભપાત થતોનથી.

પોસ્ટમોર્ટમ પરીક્ષાણ અને મગજની પેશીઓનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવાથી રોગનું નિદાન થઇ શકે છે. આ રોગ માટે સંતોષકારક દવા નથી.

બેબીસીઓસીસ

આ રોગ ઇતરડી મારફત ફેલાય છે. આ રોગમાં બકરાંઓ તાવ આવે છે અને જાનવરનું પેશાબ કોફી કલરનું આવે છે. પ્રયોગશાળામાં લોહીની સ્લાઇડ તપાસણીથી આ રોગનું નિદાન થઈ શકે.

ડીમીનાઇઝીન એસેમ્યુરેટ નામની દવા આ રોગમાં અસરકારક છે. દવા ર-૩.૫ મીલી/કિગ્રા. વજન પ્રમાણે ઇન્જકશન રૂપમાં આ રોગમાં અસરકારક છે.

થાઈલેરીઓસીસ

આ રોગ બકરાં કોઇક વખત તીવ્ર અને અતિ તીવ્ર સ્વરૂપે જોવા મળે છે. ઇતરડી આ રોગ ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ રોગમાં તાવ, લસીકા ગ્રંથી આઉનો જોઈ શકાય તેવો સોજો, લોહીની કમી વગેરે લક્ષણો જોવા મળે છે. પ્રયોગશાળામાં લોહીની અસર અને લસકાગ્રંથી માંથી એકઠા કરેલ પ્રવાહીની સ્લાઈડનું પરિક્ષાણ કરતાં આ રોગનું નિદાન થઇ શકે છે.
બુપારવાકોના નામની દવાનું ૨.૫ મી.લી./કિગ્રા. વજન પ્રમાણે ઇજેકશન આ રોગમાં ઘણું અસરકારક માલુમ પડયું છે.

સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/20/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate