બકરીએ ઘેટાં જેવું નાનું અને ગરીબ પણ ઘણુંજ ચપળ પ્રાણી છે. આદિમાનવે પ્રાણીઓની હેળવણીની શરૂઆત બકરથી કરી હોય તેમ મનાય છે. આ પ્રાણીઓમાં પ્રતિકુળતાને બરખાસ્ત કરવાની શકિત અદભુત હોય છે. આ ઉપરાંત ઉચી પ્રજનન ક્ષમતા એ બકરીનું અગત્યનું લક્ષણ છે જે એને લોકપ્રિય બનાવે છે. બકરી વહેલી વચ્ચે પ્રજોત્પત્તિ કરવાનું શરૂ કરે છે અને દર વેતરે બે અગર કયારેક વધુ સંખ્યામાં બચ્ચાં જણે છે. એનો ગર્ભકાળ ટુંકો હોય એ અનુકુળ પરિસ્થિતીમાં દોઢ વરસમાં બે વાર વિચાય છે. આ લક્ષણોને લીધે દુધ ઉત્પાદળ ઉપરાંત માંસ ઉત્પાદન માટે બકરી અગત્યનું પ્રાણી છે.
બકરી ગરીબની ગાય તરીકે પ્રચલિત છે કારણ કે ગરીબ તેમજ જમીન વિહોણા ગ્રામ્યવાસીઓ કે ખેડૂતો માટે તેના બાળકોને ફકત સુપાચ્ય દુધ જ પુરૂ પાડતી નથી પરંતુ સાથોસાથ તે રોજીંદી આવકનો એક સ્ત્રોત પુરો પાડે છે. આપણા દેશમાં બકરાઓની લગભગ રર જેટલી નસ્લો ઉપલબ્ધ છે. ભૈાગોલિક પરિસ્થિતિને અનુરૂપ અનુકૂલન આવેલી નસ્લ કુદરતી રીતે દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. બકરા દૂધ, માંસ, ચામડી તથા રેષાા (વાળ) નું ઉત્પાદન આપીને આર્થિક રીતે ફાયદો કરી આપે છે.
બકરી ગરીબની ગાય તરીકે પ્રચલિત છે કારણ કે ગરીબ તેમજ જમીન વિહોણા ગ્રામ્યવાસીઓ કે ખેડૂતો માટે તેના બાળકોને ફકત સુપાચ્ય દુધ જ પુરૂ પાડતી નથી પરંતુ સાથોસાથ તે રોજીંદી આવકનો એક સ્ત્રોત પુરો પાડે છે. આપણા દેશમાં બકરાઓની લગભગ રર જેટલી નસ્લો ઉપલબ્ધ છે. ભૈાગોલિક પરિસ્થિતિને અનુરૂપ અનુકૂલન આવેલી નસ્લ કુદરતી રીતે દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. બકરા દૂધ, માંસ, ચામડી તથા રેષા (વાળ) નું ઉત્પાદન આપીને આર્થિક રીતે ફાયદો કરી આપે છે.
ભારતીય બકરીઓને ઉપયોગિતાની દષ્ટિએ નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય.
સુરતી, બારબરી, કચ્છી, મહેસાણી, સીરોહી, ઝાલાવાડી, જમનાપરી, બીટલ, જાતના બકરાંદુધ ઉત્પાદન માટે અનુકુળ ગણાય છે.
મારવાડી, બંગાળી, માલબારી, ઓસમાનાબાદી, સામાન્ય રીતે બકરાંઓછુ દુધ ઉત્પાદન આપે છે. પણ તેની શારીરીક વૃધ્ધિ દર, પુખ્તવયે કદ, માંસનું પ્રમાણ વગેરે ખુબ જ વધુ હોય છે.
આ જાતનાં બકરાં દુધ ઉત્પાદન ઠીક આપે છે. (દૈનિક એક કિ.ગ્રા. કે વિશેષા) શારીરીક વૃધ્ધિનો દર પણ સારો હોવાથી પુખ્તવયે સારું કદ ધરાવે છે. (પુખ્તવયે વજન આશરે ૭૫ કિ.ગ્રા. કે વધારે) અને આથી માંસનું પ્રમાણ પણ સારું રહે છે. દા.ત. જમનાપારી બકરાં.
આ જાતના બકરાંઓના વાળ સુંવાળા હોઇ તેનો ઉપયોગ વુલન ઈન્ડસ્ટ્રીઝમાં થાય છે. મોહેર જેવા સુંવાળા વાળ ઉત્પાદન ક્ષામતા ધરાવતાં બકરાંની ઓલાદમાં અંગોરાનો સમાવેશ થાય છે. કાશ્મીરી અને પાશ્મીના ઓલાદનાં બકરાંનો આ જાતમાં સમાવેશ કરી શકાય છે.
સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/13/2019