જયારે આદી માનવે પશુપાલનની શરૂઆત કરી ત્યારે પ્રથમ પાલતું પ્રાણી તરીકેનું સ્થાના બકરાઓનું રહેલું છે. બાઇબલના લખાણોમાં પણ બકરાનો ઉલ્લેખ જોવા મળે છે. સીકાઓથી બકરાઓ માનવની વિવિધ જરૂરીયાતને સંતોષાતા આવેલ છે. દા.ત. માંસ, દૂધ, ચામડા, વાળ તથા લીડીઓનું સેન્દ્રીય ખાતર જેવી અનેક વસ્તુઓ બકરાઓ મનુષ્યને પુરી પાડે છે. જયાં ગાય રાખવી આર્થિક રીતે પોષાય તેમ ન હોય ત્યાં ગરીબ, આદિવાસી અને ગિરિજનો બકરા પાલન અપનાવતા હોવાથી ખરા અર્થમાં બકરા “ગરીબની ગાય” કહેવાય છે.
વસ્તીની દષ્ટિએ બકરાઓની સંખ્યા વિશ્વમાં, એશિયામાં અને ભારતમાં અનુક્રમે ૭૮.૨૦ કરોડ, ૪૦.૨ કરોડ અને ૧૨.૫ કરોડ જેટલી છે. જે ટકાવારીની સરખામણીમાં જોતાં ભારતમાં અને એશિયામાં અનુક્રમે ૧૫.૩ર ટકા અને ૬૩.૭૮ ટકા જેટલી છે. (એફ.એ.ઓ. ૨૦૦૭) ઉત્પાદનની દષ્ટિએ બકરાઓ વાર્ષિક માંસ ધ્વારા ૬૭૭૩ કરોડ, દૂધ ઘરા ૫૮ર કરોડ અને ચામડાંધરા ૧૪૮ કરોડ રૂપિયા ભારત દેશને ઉપજ આપે છે. આમ બકરા સાચેજ એક અદભૂત પ્રાણી છે. ભારત દેશના કુલ માંસ ઉત્પાદનમાં ૧૦ ટકા જેટલો ફાળો બકરાઓનો છે. દર વર્ષે ભારતમાં ૪૦ ટકા જેટલા બકરાઓની માંસ માટે કતલ કરવા આવતી હોવા છતાં પણ વાર્ષિક ૩.૦૫ ટકાના દરે બકરાઓની સંખ્યા સતત વધતી જ રહેલ છે. સને ૨૦૦૭ માંસતાવાર પશુધનની ગણતરી મુજબ ગુજરાત રાજયમાં કુલ બકરાઓની સંખ્યા ૪૬.૪૦ લાખ હતી. સંખ્યાની દષ્ટિએ જોતા ગુજરાતમાં દાહોદ જીલ્લો ૫.૦૫ લાખ બકરા સાથે પ્રથમ સ્થાન ધરાવે છે, ત્યાર બાદ કચ્છ અને પંચમહાલ જીલ્લાનો અનુકમે ૪.૮૪ લાખ અને ૪.૪૬ લાખ બકરાઓ સાથે દ્વિતીય અને તૃતિય સ્થાન ધરાવે છે. ગુજરાતમાં મુખ્યત્વે સુરતી, ઝાલાવાડી, મહેસાણી, કચ્છી અને ગોહિલવાડી ઓલાદોના બકરાઓ જોવા મળે છે. આપણે ત્યાંએક બહુ પ્રચલિત કહેવત પ્રમાણે ઉટ મૂકે આંકડો અને બકરી મુકે કાંકરો એટલે પથ્થર સિવાય તમામ વસ્તુઓ આરોગી શકે છે. કહેવતમાં અતિશયોકિતનું પ્રમાણ હોવા છતાએ હકીકત છે કે તમામ પ્રકારના પાલતુ પ્રાણીઓમાં તે એક માત્ર એવું પ્રાણી છે કે જે વિવિધ પ્રકારના ઘાસચારા, ઝાડ પાન-પાલા તથા કાંટા ઝાંખરા ખાઇ પેટ ભરી તેના ઉપર પણ પોતાનો નિભાવ કરી શકે છે. બકરા શરીરના વજનના ૬ થી ૮ ટકા જેટલો સૂકો ચારો ખાઇ વધુ સારી રીતે પચાવી શકે છે.
સુકા રેતાળ પ્રદેશો તથા ખડકાળ પર્વતીય પ્રદેશોમાં પણ બકાંઓ સમાન રીતે અનુકુલન સાધી શકે છે અને એટલે જ તમામ પાલતુ પ્રાણીઓમાં બકરાઓની ગણતરી સૌથી ખડતલ પ્રાણી તરીકે થાય છે. તે તદ્દન વ્યાજબી છે. વળી તેની સરખામણી “સોનાની જણસ” સાથે કરવામાં આવે છે કારણ કે માલધારી આપતિમાંકે સામાજીક પ્રસંગે વર્ષાના કોઈ પણ સમયે બકરાઓનું વેચાણ કરીને રોકડું કરી શકે છે.
આપણા દેશમાં ધીમે ધીમે શહેરીકરણ અને તેના પગલે આધીગીકરણ વધતા માંસાહારી વર્ગનું પ્રમાણ તથા પ્રચાર વધ્યા છે. આવા સંજોગોમાં આગામી વર્ષોમાં માંસ ઉત્પાદન ક્ષોત્રે આપણે વિશેષ ધ્યાન આપવું પડશે. હિન્દુ ધર્મમાં ગાય વર્ગના પ્રાણીઓનું પવિત્ર સ્થાન તથા ઇસ્લામ ધર્મમાં ડુકકરના માંસ ખાવા પરનો પ્રતિબંધ જોતા માંસ ઉત્પાદન ક્ષેત્રે આપણા દેશમાં બકરા તથા ઘેટા અગ્રસ્થાન ભોગવતા આવ્યા છે અને ભોગવશે તે વિષો કોઇ શંકા નથી. તેમાં પણ ભારતના માંસાહારી વર્ગની બકરાના માંસ પ્રત્યેની રૂચી, માંગ અને માંસના પ્રવર્તમાન ભાવ જોતાબકરાપાલનનો વ્યવસાય આર્થિક દલિટએ સંપૂર્ણ ધંધાદારી રીતે વિકસાવવાની વિપુલ શકયતાઓ છે. વળી બેરોજગારો માટે રોજગારી ઉપલબ્ધ થઈ શકે તે દલિટએ પણ એકસો કે તેથી વધારે સંખ્યાનું બકરાનું ફાર્મ ચરાણ-દાણ પધ્ધતિમાં આર્થિક રીતે ખૂબ જ બંધ બેસતું છે. ગ્રામ વિકાસ યોજનાના ભાગરૂપે બેંકમાંથી અથવા અન્ય સંસ્થાઓ પાસેથી રાહતદરની લોન મેળવીને નફાકારક તેવો આ ધંધો વિકસાવી શકાય તેમ છે. ગામતળની અને બીજી પડતર ચરીયાણ જમીનનો ઘણો જ સારો સદ ઉપયોગ આના દ્વારા કરી શકાય છે. બકરીઓ દર વર્ષે સરેરાશ ૧.૮ બચ્ચાંઓને જન્મ આપતી હોવાને કારણે વ્યવસાય શરૂ રાખવા માટે જરૂરી સંખ્યામાં બચ્ચાઓ રાખી વધારાના બચ્ચાઓના વેચાણ દ્વારા ઘણો સારો એવો નફો મેળવી શકાય છે. ઓછા ખર્ચવાળા સાદા મકાન / છાપરા અને સસ્તા ખાણ દાણ આપીને બકરા ઉછેર થઇ શકે છે.
સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/13/2019